________________
પ૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૧ | સૂત્ર-૩૭, ૩૮ છે. આથી સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા એવા સાધુઓએ સંયમજીવનના સર્વકૃત્ય વિષયક ભાવનાજ્ઞાન પ્રાપ્ત થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. જેથી ભાવનાજ્ઞાનપૂર્વક સર્વ ઉચિત કૃત્યો કરીને સંસારના પારને શીધ્ર પામી શકે.
વળી, સાધુએ ભાવનાજ્ઞાનની પ્રાપ્તિ અર્થે સર્વ ઉદ્યમથી શ્રુતનો યથાર્થ બોધ કરવો જોઈએ. તે બોધ કર્યા પછી તે શ્રુતના પરમાર્થનો સૂક્ષ્મ પ્રજ્ઞાથી યથાર્થ નિર્ણય કરવો જોઈએ અને તે નિર્ણય થયા પછી તે કૃતથી આત્માને તે રીતે ભાવિત કરવો જોઈએ જેથી તે શ્રુતની ભાવનાથી સંપન્ન થયેલો આત્મા સર્વ ઉચિત પ્રવૃત્તિ તે ભાવનાજ્ઞાનના નિયંત્રણથી કરી શકે; જેથી સ્વભૂમિકા અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ ઉત્તર ઉત્તરના યોગમાર્ગની પ્રાપ્તિ દ્વારા સંસારના અંતનું કારણ બને. l૩૭/૪૦૪
અવતરણિકા :
વેત ? યાદ – અવતરણિકાર્ય :
કેમ=મુમુક્ષુએ ભાવતાજ્ઞાનમાં જ ઉદ્યમ કરવો શ્રેય છે એમ પૂર્વમાં કેમ કહ્યું? એથી કહે છે – સૂત્રઃ
तद्भावे निसर्गत एव सर्वथा दोषोपरतिसिद्धेः ।।३८/४०५ ।।
સૂત્રાર્થ:
તેના ભાવમાંeભાવનાજ્ઞાનના સદ્ભાવમાં, નિસર્ગથી જ સ્વભાવથી જ, સર્વ પ્રકારે દોષની ઉપરતિની સિદ્ધિ હોવાથી=મોહને અનુકૂળ ભાવોની વિશ્રાંતિ હોવાથી, ભાવનાજ્ઞાનમાં જ યત્ન શ્રેય છે. ll૩૮/૦૫ll ટીકા :
'तद्भावे' भावनाभावे 'निसर्गत एव' स्वभावादेव 'सर्वथा' सर्वेः प्रकारैर्दोषाणां रागादीनाम् ‘પરિસિદ' iારૂ૮/૪૦૫TI ટીકાર્ય :
તમારે... ૩૫સિહ I તેના ભાવમાં=ભાવનાના સદ્દભાવમાં, નિસર્ગથી જ=સ્વભાવથી જ, સર્વ પ્રકારે રાગાદિદોષની ઉપરતિની સિદ્ધિ હોવાથી ભાવતાજ્ઞાનમાં યત્ન કરવો શ્રેયકારી છે, એમ અવય છે. ll૩૮/૪૦પા ભાવાર્થ :મોક્ષનાં અર્થી સાધુઓ પ્રથમ ભૂમિકામાં મોક્ષના ઉપાયભૂત શ્રુતજ્ઞાનનો યથાર્થબોધ કરે છે, તે બોધ થયા