________________
પર
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| સુત્ર-૩૬
સૂત્રાર્થ :
જે કારણથી તદ્દાન=ભાવનાજ્ઞાનવાળા, અન્યની રક્ષાદિમાં દષ્ટ અપાયનો યોગ હોતે છતે પણ અદષ્ટ અપાયથી નિવર્તમાન દેખાય જ છે. ૩૦/૪૦૩. ટીકા :
'तद्वन्तो' भावनाज्ञानवन्तः प्रमातारो 'हिः' यस्मात् 'दृष्टापाययोगेऽपि' प्रत्यक्षोपलभ्यमानमरणाद्यपायप्राप्ती, किं पुनस्तदप्राप्ताविति ‘अपि'शब्दार्थः, 'अदृष्टापायेभ्यो' नरकादिगतिप्रापणीयेभ्यो 'निवर्तमानाः' सुवर्णमययवभक्षिक्रौञ्चजीवाकथकाचर्मशिरोवेष्टनाविष्टसुवर्णकारारब्धमारणमहामुनिमेतार्य इवाद्यापि महासत्त्वाः केचन 'दृश्यन्ते एव' न न दृश्यन्ते 'अन्यरक्षादौ, अन्यस्य' स्वव्यतिरिक्तस्य 'रक्षायां' मरणादित्राणरूपायाम, आदिशब्दादुपकारे च मार्गश्रद्धानाधारोपणरूपे,
તિ શબ્દો વાયરસમાતો રૂ૬/૪૦રૂા. ટીકાર્ચ -
તો' વાવચરિસમાતો | હિ=જે કારણથી, ભાવનાજ્ઞાનવાળા એવા યોગી દષ્ટ અપાયના યોગમાં પણ=પ્રત્યક્ષથી પ્રાપ્ત થતા મરણાદિ અપાયની પ્રાપ્તિમાં પણ, સુવર્ણમય જવના ભક્ષી કચજીવના અકથક આદ્ર ચર્મથી શિરોવેષ્ટતથી આવિષ્ટ સુવર્ણકારથી આરબ્ધ એવા મારણના ઉપસર્ગવાળા મહામુનિ મેતાર્યની જેમ અદષ્ટ અપાયોથી=નરકાદિ ગતિ પ્રાપણીય એવા અદષ્ટ અપાયોથી, તિવર્તમાન પામતા હમણાં પણ કેટલાક મહાસત્ત્વશાળી જીવો અત્યરક્ષણાદિમાં= સ્વવ્યતિરિક્તના મરણાદિ ત્રાણરૂપ રક્ષામાં યત્ન કરતા દેખાય જ છે, નથી દેખાતા એમ નહિ. 'ગારિ શબ્દથી= સચરક્ષાદિમાં રહેલા “મારિ' શબ્દથી માર્ગશ્રદ્ધાન આદિ આરોપણરૂપ ઉપકારમાં યત્ન કરતા દેખાય છે, તેનું ગ્રહણ છે. “તિ' શબ્દ વાક્યની પરિસમાપ્તિમાં છે. ૩૬૪૦ગ્રા. ભાવાર્થ :
ભાવનાજ્ઞાનવાળા યોગી ભગવાનના શ્રુતજ્ઞાનના સૂક્ષ્મ પરમાર્થને જાણનારા હોય છે, તેથી આત્માનું એકાંત હિતકારી શું છે તેનો સ્પષ્ટ બોધ હોય છે, તેથી પ્રત્યક્ષથી દેખાતા મરણાદિ ભયોની ઉપેક્ષા કરીને પણ પરલોકમાં અનર્થોથી નિવર્તન પામતા અન્યરક્ષાદિ વિષયમાં યત્ન કરતા દેખાય છે. જેમ મેતાર્ય મુનિએ પોતાના પ્રાણના ભોગે પણ ક્રૌંચપક્ષીની રક્ષા કરીને પોતાના આત્માનું પાપથી રક્ષણ કર્યું.
અહીં વિશેષ એ છે કે ભાવનાજ્ઞાનસંપન્ન યોગી પોતાને સમભાવની વૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી ઉચિત પ્રવૃત્તિ સૂક્ષ્મ બોધપૂર્વક કરે છે, તેથી અન્યની રક્ષા કરવા અર્થે પોતાના પ્રાણ નાશ થતા હોય તે વખતે પણ પોતાને સમભાવની વૃદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે તેવી સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા હોવાથી તે ઉપસર્ગકાળમાં પણ અંતરંગ રીતે પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરીને ભાવિના અનર્થોથી પોતાના આત્માનું રક્ષણ કરી શકે છે ત્યારે