________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૪૬
૬૩
હોવાથી=ઉપદેશની પાલનારૂપપણું હોવાથી, ભગવાનની ભક્તિ જ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ
છે. II૪૬/૪૧૩]
ટીકા ઃ
उचितस्य द्रव्यस्तवस्य
"काले सुइभूएणं विसिट्ठपुप्फाइएहिं विहिणा उ ।
સારથુથોત્તારુર્ફ નિળપૂયા હોદ્ ાયા ।।૨૬।।” [પગ્યા.૪।રૂ]
[काले शुचिभूतेन विशिष्टपुष्पादिकैर्विधिनैव ।
सारस्तुतिस्तोत्रगुर्वी जिनपूजा भवति कर्त्तव्या ।।१।।]
इत्यादिवचनोक्तरूपस्य किं पुनर्भावस्तवस्येति 'अपि 'शब्दार्थः, 'सा' उपदेशपालना रूपमस्य, તજ્ઞાવસ્તત્ત્વમ્, તસ્માત્ ।૫૪૬/૪રૂ।।
ટીકાર્ય ઃ
उचितस्य તસ્માત્ ।। અને ત્યાદિ વચનથી ઉક્તરૂપવાળા ઉચિત દ્રવ્યસ્તવનું ઉપદેશપાલનારૂપપણું હોવાથી=તે ઉપદેશપાલનારૂપ છે આનું=દ્રવ્યસ્તવવું, તેનો ભાવ, તે-પણું છે તે કારણથી, ભગવાનની પુષ્પ આદિથી પૂજાની વિધિ છે એમ અવતરણિકા સાથે સંબંધ છે.
.....
“ઉચિતદ્રવ્યસ્તવસ્થાપિ”માં રહેલા ‘પિ’ શબ્દનો અર્થ ભાવસ્તવનું શું કહેવું ? અર્થાત્ ભાવસ્તવ તો ઉપદેશની પાલનારૂપ છે, પણ દ્રવ્યસ્તવ પણ ઉપદેશપાલનારૂપ છે.
જ્ઞાને ત્યાદ્રિ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે
“ઉચિતકાલે પવિત્ર થયેલા શ્રાવકે વિશિષ્ટ પુષ્પાદિથી વિધિપૂર્વક સાર એવી સ્તુતિ-સ્તોત્રથી ગુરુ એવી જિનપૂજા કરવી જોઈએ.” ૨૦૯ (પંચાશક૦ ૪/૩) ૪૬/૪૧૩||
=
ભાવાર્થ:
જે શ્રાવકો આ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે એ પ્રકારે દ્રવ્યસ્તવના પરમાર્થને જાણનારા છે અને ભાવસ્તવની પોતાની શક્તિ નથી, તેથી ભાવસ્તવની શક્તિના સંચય અર્થે દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે તે દ્રવ્યસ્તવ ઉચિત દ્રવ્યસ્તવ છે; કેમ કે ભગવાનની આજ્ઞા છે કે મોક્ષના અર્થી જીવે ભાવસ્તવમાં જ ઉદ્યમ ક૨વો જોઈએ અને ભાવસ્તવ ક૨વાની શક્તિ ન હોય તેણે દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી દ્રવ્યસ્તવના સેવનથી ભાવસ્તવની શક્તિનો સંચય થાય. અને ભાવસ્તવ ત્રણ ગુપ્તિના સમ્યક્ પાલનપૂર્વક વીતરાગ થવાને અનુકૂળ મહાપરાક્રમ સ્વરૂપ છે અને તેવા પરાક્રમની શક્તિનો સંચય થાય તે રીતે શ્રાવકો જે દ્રવ્યસ્તવ કરે છે તે ઉચિત દ્રવ્યસ્તવ છે અને તેની પૂર્વભૂમિકાવાળા મુગ્ધજીવો જે દ્રવ્યસ્તવ કરે છે તે કંઈક કંઈક અંશથી શુદ્ધ દ્રવ્યસ્તવ પ્રત્યે કારણ હોય તો તે અંશથી તે ઉચિત દ્રવ્યસ્તવ છે. અને દ્રવ્યસ્તવ