________________
૧૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭, ૮, ૯ અસંગપરિણતિવાળા તે મહાત્માઓનું ચિત્ત આત્માના અસંગભાવમાં નિવિષ્ટ હોવાથી દેહ સાથેનો સંગ હોવા છતાં દેહના ભાવો સાથે ચિત્તનું યોજન નહિ થવાથી તે પીડાનું પ્રાયઃ વેદન થતું નથી. II૭૩૭૪TI
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને – સૂત્રઃ
સાનપ્રવૃત્ત. T૮/૩૭૧ 1 સૂત્રાર્થ :
સંતાનની પ્રવૃત્તિ હોવાથી સાપેક્ષયતિધર્મનું ગુરુપણું છે. I૮/૩૭૫ll ટીકા :
परार्थसम्पादनात् सन्तानस्य शिष्यप्रशिष्यादिप्रवाहरूपस्य प्रवृत्तेः ।।८/३७५।। ટીકાર્ય :| પરાર્થહિન પ્રવૃત્ત | પરાર્થસંપાદનના કારણે=દશ પૂર્વધર મહાત્માથી વિશેષ પરાર્થસંપાદન થતું હોવાના કારણે, સંતાનની શિષ્ય-પ્રશિષ્યાદિ પ્રવાહરૂપ સંતાનની, પ્રવૃત્તિ હોવાથી નિરપેક્ષયતિધર્મ કરતા તેવા મહાત્માઓ માટે સાપેક્ષયતિધર્મ ગુરુ છે એમ અવય છે. ૮/૩૭૫ ભાવાર્થ
દશ પૂર્વધર મહાત્મા ઉપદેશ દ્વારા ઘણા યોગ્ય જીવોને સંયમને અભિમુખ કરીને શુદ્ધ સંયમમાં પ્રવર્તાવી શકે છે, તેથી તેઓ નિરપેક્ષયતિધર્મને બદલે સાપેક્ષયતિધર્મ સ્વીકારે તો ઘણા જીવોનું વિશેષ પ્રકારનું હિત થાય. એટલું જ નહિ પણ વિશિષ્ટ પ્રકારના હિતની પરંપરાની પ્રાપ્તિ થાય. અને જો તે મહાત્મા નિરપેક્ષયતિધર્મનું સેવન કરે તો તે પ્રકારના હિતની પરંપરા પ્રાપ્ત થઈ શકે નહિ, તેથી દશ પૂર્વધરથી ન્યૂન એવા મહાત્માને નિરપેક્ષયતિધર્મ વિશેષ કલ્યાણનું કારણ હોવા છતાં દશ પૂર્વધર મહાત્મા માટે સાપેક્ષયતિધર્મ જ વિશેષ કલ્યાણનું કારણ છે. II૮/૩૭૫ા અવતરણિકા :તથા -
અવતરણિતાર્થ :
અને –