________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૮ સૂત્ર :
નુચિતતિપત્તી નિયમસમનિવેશોડજત્રાનામાં માત્ર ૧૮/૩૮૯ સૂત્રાર્થ :
અનાભોગથી અન્યત્ર ઉચિત-અનુચિત અનુષ્ઠાનમાં બોધના અભાવ સિવાય, અનુચિત પ્રતિપત્તિમાં અનુચિત અનુષ્ઠાનના સ્વીકારમાં નિયમથી અસઅભિનિવેશ છે. I૧૮/૩૮પી. ટીકા -
अनुचितस्यानुष्ठानस्य 'प्रतिपत्तो' अभ्युपगमे 'नियमाद्' अवश्यंतया ‘असदभिनिवेशः' उक्तरूपः, असदभिनिवेशकार्यत्वादनुचितानुष्ठानस्य, अपवादमाह-अन्यत्र अनाभोगमात्रादिति, 'अन्यत्र' विना 'अनाभोग' एव अपरिज्ञानमेव केवलम् अभिनिवेशशून्यमनाभोगमात्रम्, तस्मादनाभोगमात्रादनुचितप्रतिपत्तावपि नासदभिनिवेश इति भाव इति ।।१८/३८५।। ટીકાર્ય :
કવિતા'... માવતિ | અનુચિત અનુષ્ઠાનના પ્રતિપત્તિમાં=સ્વીકારમાં, નિયમથી=અવશ્યપણાથી, પૂર્વમાં કહેલા સ્વરૂપવાળો-સૂત્ર-૧૭માં કહેલા સ્વરૂપવાળો, અસઅભિનિવેશ છે; કેમ કે અનુચિત અનુષ્ઠાનનું અસઅભિનિવેશનું કાર્યપણું છે. અપવાદને કહે છે – અનાભોગમાત્રને છોડીને=અનાભોગથી અસઅભિનિવેશ નહિ હોવા છતાં અનુચિત અનુષ્ઠાન થઈ શકે છે. અન્યત્ર અનાભોગનો અર્થ સ્પષ્ટ કરે છે –
અન્યત્ર અનાભોગ વગર જ=કેવલ અપરિજ્ઞાન જ અર્થાત્ અભિનિવેશશુન્ય અનાભોગ માત્ર, તેનાથી અનાભોગમાત્રથી, અનુચિત સ્વીકારમાં પણ અસઅભિનિવેશ નથી “ત્તિ'=એ પ્રકારનો, ભાવ છે.
“તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૮/૩૮૫ ભાવાર્થ:
મોક્ષના અર્થી પણ જીવો પોતાની ભૂમિકાને ઉચિત કર્યું અનુષ્ઠાન છે ? તેનો માર્ગાનુસારી બોધ ન હોય કે માર્ગાનુસારી બોધ કરાવવાની સામગ્રીના અભાવે માર્ગાનુસારી બોધ થઈ શકે તેમ ન હોય ત્યારે પોતાની ભૂમિકાનો વિચાર કર્યા વગર મોક્ષ અર્થે અનુષ્ઠાન સ્વીકારે છે અને તે અનુષ્ઠાનને અનુરૂપ તેનામાં શક્તિ ન હોય તો તે અનુષ્ઠાન માટે તે અનધિકારી છે. અનધિકારી હોવા છતાં રાજસિક વૃત્તિથી તે અનુષ્ઠાન સ્વીકારે તો તે અનુષ્ઠાન તેના માટે અનુચિત અનુષ્ઠાન છે. આમ છતાં અજ્ઞાનને વશ તે અનુચિત અનુષ્ઠાન કરનારા જીવો પણ પ્રજ્ઞાપનીય હોય તો મિથ્યાઅભિનિવેશથી રહિત છે, તેથી તેઓનું તે અનુષ્ઠાન સર્વથા