________________
૪૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૩૨, ૩૩ શ્રુતજ્ઞાનના બોધરૂપ દેખાય છે. અને જ્યારે તે શ્રુતજ્ઞાન ભાવનાજ્ઞાન રૂપે પરિણમન પામે છે ત્યારે મોક્ષ પ્રત્યે જે જ્ઞાન અને ક્રિયા બે કારણરૂપ છે તેના યથાર્થ તાત્પર્યસ્પર્શી બોધરૂપ ભાવનાજ્ઞાન પ્રગટ થાય છે જે ઉપરાગમાત્રરૂપ નથી પરંતુ જીવની સહજ પ્રકૃતિરૂપ જ છે. જીવની સહજ પ્રકૃતિરૂપ ભાવનાજ્ઞાન ચારિત્રરૂપ સંવરની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે માટે ભાવનાથી દષ્ટ અને જ્ઞાત પદાર્થ ઋતમયપ્રજ્ઞાથી જ્ઞાત થતો નથી. II૩/૩૯લા અવતરણિકા -
एतदपि कुत ? इत्याह - અવતરણિકાર્ય :
આ પણ ઋતમય પ્રજ્ઞા ઉપરાગમાત્ર છે એમ પૂર્વમાં કહ્યું એ પણ, કેમ છે? એથી કહે છે –
સૂત્રઃ
दृष्टवदपायेभ्योऽनिवृत्तेः ।।३३/४००।। સૂત્રાર્થ :
દષ્ટની જેમ પ્રત્યક્ષથી જોવાયેલા પદાર્થની જેમ, અપાયથી શ્રુતમયાજ્ઞા દ્વારા પાપથી અનિવૃત્તિ હોવાને કારણે મૃતમયપ્રજ્ઞા ઉપરાગમાત્ર છે એમ અન્વય છે. ll૩૩/૪ool ટીકા -
यथा भावनाज्ञानेन दृष्टेभ्य उपलक्षणत्वाद् ज्ञातेभ्यश्चानर्थेभ्यो निवर्तते एवं श्रुतमयप्रज्ञाप्रवृत्ती 'अप्यपायेभ्योऽनिवृत्तेः' अनिवर्तनात् ।।३३/४००।। ટીકાર્ચ -
યથા ....... ગરિવર્તનાત્ | જે પ્રમાણે ભાવતાજ્ઞાનથી જોવાયેલા અને ઉપલક્ષણથી જણાયેલા અનર્થોથી તિવર્તન પામે છે એ રીતે મૃતમયપ્રજ્ઞાથી પ્રવૃત્તિ હોતે છતે પણ=ધર્મઅનુષ્ઠાનની પ્રવૃત્તિ હોતે છતે પણ, અપાયથી=આત્માને કર્મબંધનું કારણ બને એવા સંગની પરિણતિરૂપ અપાયથી, અતિવૃત્તિ હોવાને કારણે શ્રુતમય પ્રજ્ઞાનું જ્ઞાન ઉપરાગમાત્ર છે. પ૩૩/૪૦૦૧ ભાવાર્થ
સંસારી જીવોને પ્રત્યક્ષથી દેખાય છે કે અગ્નિ આદિમાં હાથ નાખવાથી અહિત થશે અને ઉચિત રીતે સેવાયેલો અગ્નિ શીતાદિનો પરિહાર કરશે. તે રીતે ભાવનાજ્ઞાનથી મહાત્માઓને પોતાની અંતરંગ અસંગ પરિણતિ વર્તમાનમાં સુખાત્મક છે તે દષ્ટ છે સ્વસંવેદનથી અનુભૂત છે, અને વર્તમાનમાં જે અસંગભાવરૂપ સુખાત્મક પરિણતિ દષ્ટ છે તે જ પ્રકર્ષને પામીને સિદ્ધ અવસ્થામાં પૂર્ણ સુખાત્મક થશે એ પ્રમાણે જ્ઞાત છે, તેનાથી વિપરીત સંગની પરિણતિ વર્તમાનમાં ક્લેશરૂપ છે તે દષ્ટ છે=જ્યારે જ્યારે સંગનો ભાવ થાય છે