________________
૪૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-ક| સૂત્ર-૨૬, ૨૭ ટીકા - ___ 'इति' एवं अनुचितानुष्ठाने नियमादसदभिनिवेशभावात् उचितानुष्ठानमेव 'सर्वत्र' गृहस्थधर्मप्रतिपत्तौ यतिधर्मप्रतिपत्तौ च 'श्रेयः' प्रशस्यं वर्तते ।।२६/३९३।। ટીકાર્ય :
‘ત્તિ' ... વર્તત . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, અનુચિત અનુષ્ઠાનમાં નિયમથી અસતો અભિનિવેશ હોવાને કારણે ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર=ગૃહસ્થ ધર્મના સ્વીકારમાં કે યતિધર્મના સ્વીકારમાં શ્રેય છે=પ્રશંસનીય છે. ૨૬/૩૯૩. ભાવાર્થ:
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે જેઓ આત્મકલ્યાણ માટે સદ્અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, આમ છતાં પોતાની ભૂમિકાને અનુરૂપ કયું અનુષ્ઠાન ઉચિત છે અને કયું અનુષ્ઠાન અનુચિત છે તેને જાણવાને યત્ન કરતા નથી અને સ્વબુદ્ધિ અનુસાર જે અનુષ્ઠાન પોતાને રુચે છે તેનો સ્વીકાર કરે છે, તેઓ તે અનુષ્ઠાન દ્વારા ગુણનિષ્પત્તિ કરી શકતા નથી. તેથી તે અનુષ્ઠાન ગુણનિષ્પત્તિનું કારણ નહિ હોવાથી અનુચિત અનુષ્ઠાન છે અને તેવું અનુચિત અનુષ્ઠાન નિયમથી અસઅભિનિવેશથી થાય છે અર્થાત્ મારે સંગ ભાવથી પર થઈને અસંગભાવમાં જવું છે એ પ્રકારના અભિનિવેશથી તે અનુષ્ઠાન કરતા નથી પરંતુ માત્ર સ્વઇચ્છા અનુસાર બાહ્ય અનુષ્ઠાન સેવીને મેં ધર્મને સેવ્યો છે' તેવા મિથ્યાઅભિનિવેશથી તે અનુષ્ઠાન થાય છે. આવું અનુષ્ઠાન કલ્યાણનું કારણ નથી માટે કલ્યાણના અર્થીએ સર્વપ્રવૃત્તિમાં ઉચિત અનુષ્ઠાન જ કરવું શ્રેય છે. અર્થાત્ ગૃહસ્થધર્મ સ્વીકારવો હોય કે યતિધર્મ સ્વીકારવો હોય તે સર્વમાં પોતાની શક્તિ, પોતાનો માર્ગાનુસારી બોધ, વર્તમાનકાળના પોતાના સંસ્કારો તે સર્વનું ઉચિત સમાલોચન કરીને જે અનુષ્ઠાનના સેવનથી પોતાના આત્મામાં ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ ધર્મ નિષ્પન્ન થાય તેવું ઉચિત અનુષ્ઠાન સ્વીકારવું શ્રેયકારી છે. ૨૬૩૯૩ અવતરણિકા:
? ત્યાર – અવતરણિકાર્ચ - કેમ ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર શ્રેય છે? એથી કહે છે –
સૂત્ર :
ભાવના સારત્યાય નાર૭/૩૧૪TI