________________
૩૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૫, ૨૬ ટીકા -
'असदाचारस्य' अनुचितानुष्ठानस्य ‘गर्हणात्' तदुचितप्रायश्चित्तप्रतिपत्त्या निन्दनात् શાર/રૂ૨૨ા ટીકાર્ચ -
“સસલાયારણ્ય'.. નિનાન્ ! અસત્ આચારતી=અનુચિત અનુષ્ઠાનની, ગઈ હોવાને કારણે તેના ઉચિત પ્રાયશ્ચિત્તના સ્વીકારથી નિંદા હોવાને કારણે, પોતાની ભૂલના સ્વીકારતો પરિણામ ચારિત્રીને છે એમ અત્રય છે. ર૫/૩૯૨ાા ભાવાર્થ :
ભાવથી ચારિત્રવાળા મહાત્માઓ સતત આત્માના શુદ્ધ ભાવને ઉલ્લસિત કરવા માટે ઉદ્યમવાળા હોય છે અને તે ઉદ્યમના અંગરૂપે સર્વ બાહ્ય ક્રિયાઓ જિનવચન અનુસાર કરે છે અને અનાભોગથી બાહ્ય વિપરીત પ્રવૃત્તિ થયેલી હોય અને કોઈક રીતે તે મહાત્માને જ્ઞાન થાય કે “આ બાહ્ય આચરણા જિનવચન અનુસાર નથી, માટે સુંદર નથી” ત્યારે તે મહાત્મા તે વિપરીત અનુષ્ઠાનનું ઉચિત પ્રાયશ્ચિત્ત સ્વીકારીને તે વિપરીત અનુષ્ઠાનની નિંદા કરે છે. તેથી નક્કી થાય છે કે તેઓને શુદ્ધ અનુષ્ઠાન સેવવાનો બદ્ધ રાગ છે, તેથી કોઈક રીતે પોતાનું અનુષ્ઠાન વિપરીત છે તેવો નિર્ણય થાય ત્યારે તે ભૂલ સ્વીકારવામાં તેઓનું ચિત્ત લેશ પણ ક્ષોભ પામતું નથી, પરંતુ શુદ્ધ આચરણા કરીને સંસારનો ઉચ્છેદ કરવા માટે જ તેઓ તત્પર છે માટે તેઓ ભાવથી ચારિત્રી છે. રપ/૩૯શા અવતરણિકા -
अथ प्रस्तुतमेव निगमयन्नाह - અવતરણિતાર્થ –
હવે પ્રસ્તુતના જ=કોને સાપેક્ષયતિધર્મ ગ્રહણ કરવો ઉચિત છે ? કોને નિરપેક્ષયતિધર્મ ગ્રહણ કરવો ઉચિત છે? અને કેમ તે તે ભૂમિકાવાળા મહાત્માને સાપેક્ષયતિધર્મ અથવા નિરપેક્ષયતિધર્મ ઉચિત છે? તેનું અત્યાર સુધી વર્ણન કર્યું તે સર્વ પ્રસ્તુતતા જ, નિગમનને કરતાં કહે છે –
સૂત્ર :
इत्युचितानुष्ठानमेव सर्वत्र श्रेयः ।।२६/३९३ ।। સૂત્રાર્થ :
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, અનુચિત અનુષ્ઠાન નક્કી અસઅભિનિવેશથી થાય છે એ રીતે, ઉચિત અનુષ્ઠાન જ સર્વત્ર સર્વ ધર્મઅનુષ્ઠાનના, સ્વીકારમાં શ્રેય છે. I/ર૬/૩૯૩II.