________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૯, ૩૦
ટીકાર્ય ઃ
‘તસ્યા'. ઘટનાત્ ।। આવા=ભાવનાના થૈર્યથી સ્પષ્ટ બધી કલ્યાણની આચરણાના સ્વૈર્યની
ઉપપત્તિ હોવાથી ભાવનાજ્ઞાન જ મોક્ષનું પ્રધાન કારણ છે. ૨૯/૩૯૬॥
ભાવાર્થ:
સંસારથી પર થવાના અર્થી મુનિઓ નવું નવું શ્રુતઅધ્યયન કરે છે. એ શ્રુત પ્રથમ ભૂમિકામાં શ્રુતરૂપે હોય છે તેમાંથી ચિંતાજ્ઞાન પ્રગટે છે અને ચિંતાજ્ઞાનના ઉત્તરમાં ભગવાનની આજ્ઞા જ પ્રમાણ છે એવી નિર્મળ સ્પર્ધાત્મક પરિણતિ પ્રગટે છે જે ભાવનાજ્ઞાન છે. ભાવનાજ્ઞાનવાળા મુનિ ભગવાનની આજ્ઞા સ્પર્શે તેવી પરિણતિવાળા હોય છે અને તે ભાવનાજ્ઞાનની પરિણતિ જેમ જેમ સ્થિર ભાવવાળી થાય છે તેમ તેમ કલ્યાણના કારણભૂત એવી સર્વ આચરણાઓમાં સ્વૈર્યભાવ પ્રગટે છે. જેમ જેમ કલ્યાણના કારણભૂત આચરણામાં સ્થિરતા અધિક તેમ તેમ જીવ વીતરાગભાવને આસત્ર આસન્નતર બને છે. આથી જ કલ્યાણના કારણીભૂત એવી ભગવાનની પૂજામાં નાગકેતુને ૫૨મ થૈર્યભાવની પ્રાપ્તિ થઈ, તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યે કુશળ અનુષ્ઠાનમાં સ્વૈર્યભાવની અપેક્ષા છે અને કુશળ અનુષ્ઠાનમાં ર્યભાવની પ્રાપ્તિ ભાવનાજ્ઞાનના સ્વૈર્યથી થાય છે માટે મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે ભાવનાજ્ઞાન જ પ્રધાન કા૨ણ છે. II૨૯/૩૯૬]]
.....
અવતરણિકા :
इयमपि कुत ? इत्याह
-
અવતરણિકાર્થ :
આ પણ=ભાવનાજ્ઞાનની સ્થિરતાથી કુશલ આચારોમાં સ્થિરતા થાય છે એ પણ, કેમ થાય છે ? એથી કહે છે -
સૂત્રઃ
भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वात् ||३०/३९७।।
સૂત્રાર્થ
ભાવના અનુગત જ્ઞાનનું તત્ત્વથી જ્ઞાનપણું હોવાથી કુશલ અનુષ્ઠાનના સ્વૈર્યથી પ્રાપ્તિ ભાવનાજ્ઞાનથી થાય છે. II૩૦/૩૯૭II
૪૩
ટીકા ઃ
इह त्रीणि ज्ञानानि - श्रुतज्ञानं चिन्ताज्ञानं भावनाज्ञानं चेति, तल्लक्षणं चेदम् -