________________
જ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧, સૂચ-૩૦ "वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसंनिभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ।।२०६।। यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुर्विसर्पि चिन्तामयं तत् स्यात् ।।२०७।। ऐदम्पर्यगतं यद् विध्यादौ यत्नवत् तथैवोच्चैः । एतत्तु भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ।।२०८ ।।" [षोड० ११/७-८-९] ततो 'भावनानुगतस्य' भावनानुविद्धस्य 'ज्ञानस्य' बोधविशेषस्य 'तत्त्वतः' पारमार्थिकवृत्त्या જ્ઞાનત્વા અવલોવવાન્ રૂ૦/રૂા. ટીકાર્ચ -
૪ ...... અવલોવત્તાત્ | અહીં આત્મકલ્યાણના વિષયમાં ત્રણ જ્ઞાન છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાન. અને તેનું લક્ષણ==ણ જ્ઞાનનું લક્ષણ આ છે.
“વાક્યર્થમાત્ર વિષયવાળું કોષ્ટકગત બીજના જેવું કોઠારમાં રહેલા સુરક્ષિત ધાન્યનાં બીજ જેવું જ્ઞાન અહીં–ત્રણ જ્ઞાનમાં અત્યંત મિથ્યાભિનિવેશરહિત કૃતમય જાણવું. ર૦૬ વળી, જે મહાવાક્યાર્થથી થયેલું અતિસૂક્ષ્મ સુયક્તિની ચિતાથી યુક્ત પાણીમાં તેલબિંદુની જેમ પ્રસર્પણ પામતું એવું તે=જ્ઞાન ચિતામય થાય. ll૨૦૭ા દમ્પર્યથી યુક્ત અને વિધિ આદિમાં અત્યંત યત્વવાળું જે છે એ=જ્ઞાન, અશુદ્ધ સદુત્વની દીપ્તિ જેવું ભાવનામય છે." ૨૦૮ (ષોડશક૦ ૧૧/૭-૮-૯).
છે આ શ્લોકોનો વિશેષ અર્થ અમારા ષોડશક ગ્રંથના લખાણથી જાણવો. તેથી ભાવના અનુગત જ્ઞાનનું ભાવનાથી અનુવિદ્ધ એવા બોધ વિશેષતું, તત્વથી પારમાર્થિક વૃતિથી, જ્ઞાનપણું હોવાથી=અવબોધપણું હોવાથી, ભાવનાથી નિયંત્રિત અનુષ્ઠાનમાં કુશલ અનુષ્ઠાનના સ્થર્યની ઉપપત્તિ છે, એમ અવય છે. ll૩૦/૩૯૭ના ભાવાર્થ
પૂર્વસૂત્રમાં કહ્યું કે ભાવનાજ્ઞાનના સ્વૈર્યથી યોગમાર્ગની સર્વ આચરણામાં ધૈર્યની નિષ્પત્તિ છે તેમાં યુક્તિ બતાવે છે –
ભાવનાથી યુક્ત એવું જ્ઞાન જ અપ્રમાદથી જીવને અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવા પ્રકારની પરિણતિરૂપ છે, તેથી ભાવનાજ્ઞાનવાળા મહાત્મા જે કાંઈ અનુષ્ઠાન કરે છે તે સ્વભૂમિકા અનુસાર વિતરાગતાને અનુકૂળ એવા ઉત્તમભાવની નિષ્પત્તિનું એક કારણ છે. તેથી જેમ જેમ આત્મામાં ભાવનાજ્ઞાન સ્થિર થાય છે તેમ તેમ તેનાથી નિયંત્રિત સર્વ અનુષ્ઠાનો મોક્ષનાં પ્રબળ કારણ બને છે.
ભાવનાજ્ઞાન શું છે? તેનો બોધ કરાવવા અર્થે ટીકાકારશ્રી કહે છે –