________________
૩૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૪, ૨૫ ટીકા -
स्वयमेव शास्त्रश्रवणे आदिशब्दादन्येन वा प्रेरणायां कृतायां 'प्रतिपत्तेः' अनाभोगेन विहितं मयेदमसुन्दरमनुष्ठानमित्यङ्गीकरणात् ।।२४/३९१।। ટીકાર્ય :
સ્વયમેવ .... નવરાત્ II સ્વયં જ શાસ્ત્રમાં શ્રવણ થયે છતે અથવા “ગતિ” શબ્દથી અન્ય દ્વારા પ્રેરણા કરાયે છતે પ્રતિપત્તિ હોવાથી અનાભોગથી મારા વડે આ અસુંદર અનુષ્ઠાન કરાયું એ પ્રમાણે સ્વીકાર હોવાથી, ચારિત્રીનું માર્ગાનુસારી રુચિસ્વભાવપણું છે. ર૪/૩૯૧ાા ભાવાર્થ :
જે મહાત્માઓ સંસારનું ઉન્મેલન કરીને મોક્ષ પ્રાપ્ત કરવાના અત્યંત અર્થી છે તેઓમાં વીતરાગનાં વચન અનુસાર અનુષ્ઠાન કરવાની અત્યંત રુચિ છે, તેથી તેવા ભાવચારિત્રીવાળા મહાત્મા અનાભોગથી પણ વિપરીત પ્રવૃત્તિ કરે ત્યારે પણ અંતરંગ પરિણતિથી તો વીતરાગના વચન અનુસાર યત્ન કરીને વીતરાગ થવાને અનુકૂળ પરિણામવાળા છે. તેથી તેવા મહાત્માઓ અનાભોગથી અનુચિત અનુષ્ઠાન કરે ત્યારે જો તેમને શાસ્ત્ર ભણતાં ખ્યાલ આવે કે આ અનુષ્ઠાન જિનવચનથી બાધિત છે અથવા કોઈક યોગ્ય ઉપદેશક ઉચિત પ્રેરણા કરે કે આ અનુષ્ઠાન જિનવચનથી બાધિત છે ત્યારે તે મહાત્માને અંતરંગ રીતે પરિણામ થાય છે કે મારા વડે આ અસુંદર અનુષ્ઠાન કરાયું છે અને તે પ્રમાણે પ્રામાણિક સ્વીકારનો પરિણામ હોવાથી નક્કી થાય છે કે તેઓની રુચિ જિનવચનથી લેશ પણ અન્યથા કરવાની નથી માટે તેઓ ભાવથી ચારિત્રી છે. ll૨૪/૩૧ાા અવતરણિકા :
इयमपि - અવતરણિકાર્ચ -
આ પણ શ્રવણાદિ હોતે છતે પોતાની વિપરીત પ્રવૃત્તિનો સ્વીકાર પણ, ચારિત્રીને કેમ છે? એથી કહે છે – સૂત્ર :
असदाचारगर्हणात् ।।२५/३९२ ।। સૂત્રાર્થ:
અસત્ આચારની ગહ હોવાને કારણે યથાર્થ બોધ થયે છતે ચારિત્રીને પોતાની ભૂલના સ્વીકારનો પરિણામ છે એમ અન્વય છે. ll૨૫/૩૯શા.