________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૬ / સૂત્ર-૧૬, ૧૭
૨૯
ભાવાર્થ :| જિનવચનમાં જે અનુષ્ઠાન નિર્વાણપ્રાપ્તિનું કારણ બને એવા અનુષ્ઠાનને સમ્યગ્દર્શનાદિ આરાધનારૂપ અનુષ્ઠાન કહેવાય છે. જો કે તે અનુષ્ઠાન વીતરાગ પ્રત્યેના રાગથી યુક્ત હોવાને કારણે અનુષંગથી સ્વર્ગાદિફળની પ્રાપ્તિનું કારણ બને છે તોપણ, પરમાર્થવૃત્તિથી પ્રશસ્ત એવા તે રાગો અપ્રશસ્તરાગના ઉન્મેલન દ્વારા વીતરાગભાવમાં અંશથી વિશ્રાંત પામીને અને ઉત્તર ઉત્તર વીતરાગભાવના અંશની વૃદ્ધિ દ્વારા અંતે મોક્ષરૂપ ફલમાં વિશ્રાંત થાય છે, તેથી જે અનુષ્ઠાનમાં ભગવાનનાં વચન પ્રત્યેનો રાગ અને વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને તેવું જ્ઞાન અને વિતરાગતાને અનુકૂળ તત્ત્વજ્ઞાનના સંસ્કારોનું આધાન કરે તેવું ચારિત્ર પ્રગટ થતું હોય તે અનુષ્ઠાન મોક્ષનું કારણ હોવાથી પરમાર્થથી અનુષ્ઠાન કહેવાય છે. તે સિવાયનું સંયમની કષ્ટકારી આચરણારૂપ અનુષ્ઠાન પણ અનુષ્ઠાન કહેવાતું નથી. આથી જ દશ પૂર્વધર મહાત્મા સ્વભૂમિકા અનુસાર સાપેક્ષયતિધર્મ સેવે તો જ તેઓનું અનુષ્ઠાન મોક્ષસાધક અનુષ્ઠાન બને અને નિરપેક્ષધર્મને યોગ્ય એવા મહાત્મા સ્વભૂમિકા અનુસાર નિરપેક્ષયતિધર્મને ગ્રહણ કરે તો જ તેઓનું અનુષ્ઠાન મોક્ષસાધક અનુષ્ઠાન બને. ll૧૬/૩૮૩ અવતરણિકા :
यदि नामैवं ततोऽपि किमित्याह - અવતરણિયાર્થ:
જો આ પ્રમાણે છે-સૂત્ર-૧૬માં કહ્યું એ પ્રમાણે “અહીં નિર્વાણલિવાળું તત્વથી અનુષ્ઠાન છે એ પ્રમાણે છે, એનાથી પણ શું?=એનાથી પણ શું પ્રાપ્ત થાય? એને કહે છે –
સૂત્ર :
- ન વાસંમિનિવેશવત્તત્ T૧૭/૩૮૪ સૂત્રાર્થ:
તે નિર્વાણ ફળના સાધનરૂપ ઉચિત અનુષ્ઠાન અસઅભિનિવેશવાળું નથી જ. I૧૭/૩૮૪ll ટીકા - ___ 'नच' नैव असुन्दराग्रहयुक्तं 'तत्' निर्वाणफलमनुष्ठानम्, असदभिनिवेशो हि निष्ठुरेऽपि अनुष्ठाने मोक्षफलं प्रतिबध्नातीति तद्व्यवच्छेदार्थमुक्तं 'न चासदभिनिवेशवत्तत्' इति ।।१७/३८४ ।। ટીકાર્ય :
ર ' તિિત | તે=નિર્વાણ ફળને સાધનારું અનુષ્ઠાન અસુંદર આગ્રહવાળું નથી જ. હિ=જે કારણથી, અસઅભિનિવેશ નિષ્ફર પણ અનુષ્ઠાનમાં-અત્યંત બાહવિધિથી શુદ્ધ પણ અનુષ્ઠાનમાં,