________________
૨૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૪, ૧૫ અનુસાર સ્વીકારાયેલ અનુષ્ઠાનથી ઉત્તર ઉત્તરની રત્નત્રયીની આરાધના થાય છે, તેથી યોગમાર્ગની સર્વ ભૂમિકાઓમાં સ્વભૂમિકા અનુસાર અપ્રમાદભાવથી કરાતું ઉચિત અનુષ્ઠાન રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને છે. માટે પ્રધાન કર્મક્ષયનું કારણ છે. II૧૪/૩૮૧ અવતરણિકા -
अत्रैव व्यतिरेकमाह - અવતરણિકાર્ય :
આમાં જsઉચિત અનુષ્ઠાન ઉદગ્રવિષયવાળું હોવાથી રત્નત્રયીનું કારણ છે એમ કહ્યું એમાં જ, વ્યતિરેકને કહે છે – સૂત્ર :
अननुष्ठानमन्यदकामनिर्जराङ्गमुक्तविपर्ययात् ।।१५/३८२ ।। સૂત્રાર્થ :
અન્ય ઉચિત અનુષ્ઠાનથી અન્ય, અનનુષ્ઠાન છે અકામનિર્જરાનું અંગ છે; કેમ કે ઉક્તનો વિપર્યય છે=ઉદગ્રેવિવેકના અભાવને કારણે રત્નત્રયીની આરાધનાનો વિપર્યય છે. ll૧૫/૩૮ાા ટીકા -
'अननुष्ठानम्' अनुष्ठानमेव न भवति 'अन्यत्' विलक्षणं उचितानुष्ठानात्, तर्हि कीदृशं तद् ? इत्याह-'अकामनिर्जराङ्गम्, अकामस्य' निरभिलाषस्य तथाविधबलीवर्दादेरिव या 'निर्जरा' कर्मक्षपणा तस्या 'अङ्ग' निमित्तम्, न तु मुक्तिफलाया निर्जरायाः, कुत ? इत्याह-'उक्तविपर्ययात्' उदग्रविवेकाभावेन रत्नत्रयाराधनाभावादिति ।।१५/३८२।। ટીકાર્ય :
‘મનનુષ્ઠાનમ્' . રત્નત્રવારનામાવતિ અન્યaઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ અનુષ્ઠાન છે=અનુષ્ઠાન જ નથી=મોક્ષના કારણભૂત અનુષ્ઠાન જ નથી. તો તે સ્થૂલથી દેખાતું ધર્મનું અનુષ્ઠાન, કેવું છે? એથી કહે છે –
અકામનિર્જરાનું અંગ છે=નિરભિલાષ તેવા પ્રકારના બળદ આદિની જેમ=નિર્જરાના અભિલાષ વગરના અને સંયોગથી ચાબખાના મારને સહન કરનારા બળદ આદિની જેમ, જે કર્મક્ષપણારૂપ નિર્જરા તેનું નિમિત છે–તેનું નિમિત્ત તે અનુષ્ઠાન છે, પરંતુ મુક્તિના ફલવાળી નિર્જરાનું અંગ નથી; કેમ કે ઉક્તનો વિપર્યય છે=ઉદગ્રેવિવેકના અભાવના કારણે રત્નત્રયીની આરાધનાનો અભાવ છે તે ધર્મઅનુષ્ઠાન રત્નત્રયીની નિષ્પત્તિનું કે વૃદ્ધિનું કારણ બનતું નથી. II૧૫/૩૮૨I.