________________
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૪
સૂત્ર :
उदग्रविवेकभावाद् रत्नत्रयाराधनाद् ।।१४/३८१ ।। સૂત્રાર્થ:
ઉદગ્રેવિવેકનો ભાવ હોવાથી રત્નત્રયઆરાધનનું કારણ હોવાને કારણે ઉચિત અનુષ્ઠાન પ્રધાન કર્મક્ષયનું કારણ છે એમ અન્વય છે. ll૧૪/૩૮૧ ટીકા -
'उदग्रस्य' उत्कटस्य 'विवेकस्य' विधेयाविधेयवस्तुविभागविज्ञानलक्षणस्य 'भावात्' सकाशात्, किमित्याह-'रत्नत्रयाराधनात्, रत्नत्रयस्य' सम्यग्दर्शनादेः 'आराधनात्' निष्पादनात्, उचितानुष्ठाने हि प्रारब्धे नियमाद् रत्नत्रयाराधक उदग्रो विवेको विजृम्भते इत्येतत् प्रधानं कर्मक्षयकारणमिति
૨૪/૨૮ાા ટીકાર્ય :
૩ ..... કર્મક્ષયRurમિતિ | ઉદગ્ર=ઉત્કટ, વિવેકનું વિધેય અવિધેય વસ્તુવિભાગના યથાર્થ જ્ઞાનરૂપ વિવેકનો ભાવ હોવાથી શું? એથી કહે છે – રત્નત્રયીનું આરાધન થવાને કારણે=સમ્યગ્દર્શન આદિ રત્નત્રયી નિષ્પાદન થવાને કારણે, ઉચિત અનુષ્ઠાન પ્રધાન કર્મક્ષયનું કારણ છે એમ અન્વય
આ કથનનું તાત્પર્ય ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
ઉચિત અનુષ્ઠાન પ્રારબ્ધ કરાયે છતે નિયમથી રત્નત્રયનો આરાધક એવો ઉદગ્ર વિવેક ઉલ્લસિત થાય છે, એથી આ ઉચિત અનુષ્ઠાન, પ્રધાન કર્મક્ષયનું કારણ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૪/૩૮૧ાા ભાવાર્થ :
કોઈપણ મહાત્મા માટે પોતાની ભૂમિકા અનુસાર શું કર્તવ્ય છે ? અને શું અકર્તવ્ય છે ? એ રૂ૫ વસ્તુના વિભાગનું યથાર્થ જ્ઞાન એ વિવેક છે અને જે મહાત્માને જિનવચનના પારમાર્થિક બોધને કારણે એવો ઉત્કટ વિવેક પ્રગટ્યો છે તે મહાત્મા સ્વભૂમિકાનાં ઉચિત અનુષ્ઠાનને સ્વીકારીને સ્વભૂમિકા અનુસાર શક્તિના પ્રકર્ષથી અપ્રમાદથી યત્ન કરે ત્યારે તે મહાત્મા ઉત્તરની ઉચિત ભૂમિકાનું નિષ્પાદન કરે છે. આથી જિનવચનના પરમાર્થને જાણનારા દશ પૂર્વધર મહાત્મા વિશિષ્ટ રત્નત્રયીને પ્રાપ્ત કરવા અર્થે નિરપેક્ષયતિધર્મ સ્વીકારેલ હોવા છતાં તેનો ત્યાગ કરીને ગચ્છમાં આવે છે અને સાપેક્ષયતિધર્મ સ્વીકારે છે. દશ પૂર્વધરથી ન્યૂન શ્રુતજ્ઞાન ધારણ કરનારા મહાત્મા નિરપેક્ષયતિધર્મને સ્વીકારી શકે તેવી શક્તિ હોય તો પોતાની ભૂમિકા અનુસાર અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે. આ રીતે સ્વભૂમિકા