________________
૨૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૬| સૂત્ર-૧૫, ૧૬
ભાવાર્થ :
જે જીવો કલ્યાણના અર્થી છે, મોક્ષની કામનાવાળા છે, મોક્ષ અર્થે જ તપ-સંયમનું કષ્ટકારી અનુષ્ઠાન સેવે છે છતાં ઉદગ્રેવિવેક નહિ હોવાને કારણે પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સ્વીકારીને અને સ્વીકારાયેલા અનુષ્ઠાનને ઉચિત રીતે સેવવા માટે યત્ન કરતા નથી તેઓનું તે અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ હોવાને કારણે અનનુષ્ઠાન છે અર્થાત્ મોક્ષનું કારણ બને તેવું અનુષ્ઠાન નથી, તેથી સહન કરેલા કષ્ટથી અકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે. જેમ નિર્જરાનો નહિ અર્થી એવો બળદ તેવા પ્રકારના સંયોગને કારણે ચાબખા આદિના મારને વેઠે છે જેનાથી અકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે તેમ જ અનુષ્ઠાનમાં મોક્ષને અનુકૂળ ભાવ કરવાને અનુરૂપ ઉચિત વિવેક નથી તેવા કષ્ટકારી અનુષ્ઠાનથી મોક્ષનો આશય હોય તોપણ અકામનિર્જરાની જ પ્રાપ્તિ થાય છે, કેમ કે મોક્ષને અનુકૂળ અંતરંગ કોઈ પ્રવૃત્તિ થાય એવા વિવેકવાળી તે પ્રવૃત્તિ નથી. II૧૫/૩૮શા
અવતરણિકા :
एतदेव भावयन्नाह - અવતરણિકાર્ચ -
આને જsઉચિત અનુષ્ઠાનથી વિપરીત અનુષ્ઠાન સકામનિર્જરાનું કારણ નથી પરંતુ ઉચિત અનુષ્ઠાન જ સકામનિર્જરાનું કારણ છે એને જ, ભાવન કરતાં કહે છે – સૂત્ર :
निर्वाणफलमत्र तत्त्वतोऽनुष्ठानम् ।।१६/३८३ ।। સૂત્રાર્થ :
અહીં જિનવચનમાં, નિર્વાણના ફલવાળું તત્ત્વથી અનુષ્ઠાન છે. I૧૬/૩૮૩ ટીકા -
'निर्वाणफलं' मुक्तिकार्यम् 'अत्र' जिनवचने 'तत्त्वतः' परमार्थवृत्त्या अनुषङ्गतः स्वर्गादिफलभावेऽपि, 'अनुष्ठानं' सम्यग्दर्शनाद्याराधनारूपं प्रोच्यत इति ।।१६/३८३।। ટીકાર્ય :
નિર્વાનં' ... બોત તિ | અહીં=જિતવચનમાં, નિર્વાણના ફલવાળું મુક્તિના કાર્યવાળું, તત્વથી=અનુગથી સ્વર્ગાદિ લનો ભાવ હોવા છતાં પણ પરમાર્થવૃત્તિથી, સમ્યગ્દર્શનાદિ આરાધનારૂપ અનુષ્ઠાન કહેવાય છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૬/૩૮૩