________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૩, ૧૪ સૂત્રાર્થ :
હિ=જે કારણથી ઉચિત અનુષ્ઠાન પ્રધાન કર્મક્ષયનું કારણ છે તે કારણથી, સ્વભૂમિકા અનુસાર સાપેક્ષયતિધર્મ કે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે એમ અન્વય છે. ll૧૩/૩૮oll ટીકા :_ 'उचितानुष्ठानं हि' यस्मात् 'प्रधानम्' उत्कृष्टं कर्मक्षयकारणमिति ।।१३/३८०।। ટીકાર્ય :
કવિતાનુષ્ઠાન દિ'.... કર્મક્ષયરતિ / જે કારણથી ઉચિત અનુષ્ઠાન પ્રધાનઃઉત્કૃષ્ટ કર્મક્ષયનું કારણ છે તે કારણથી ભૂમિકા અનુસાર સાપેક્ષયતિધર્મ કે નિરપેક્ષયતિધર્મ ગ્રહણ કરવો જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૩/૩૮૦ ભાવાર્થ -
જે સાધુ જે ભૂમિકામાં હોય તે ભૂમિકાને અનુસાર અપ્રમાદભાવથી યત્ન કરે તો સ્વભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરના સંયમના કંડકોને સ્પર્શીને તે મહાત્મા વિતરાગભાવને આસન્ન આસન્નતર થાય છે, તેથી સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન જે જે અંશથી વીતરાગભાવને પ્રાપ્ત કરાવે છે તે તે અંશથી નિર્જરા થાય છે અને તેને સામે રાખીને ભગવાને તે ભૂમિકાવાળા દશ પૂર્વધર સાધુને સાપેક્ષયતિધર્મ સ્વીકારવાની આજ્ઞા કરી છે, જેથી સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન કરીને તે મહાત્મા વિશેષ નિર્જરાને પ્રાપ્ત કરે અને જેઓ દશ પૂર્વધરથી ન્યૂન છે અને નિરપેક્ષયતિધર્મ માટે સમર્થ છે એવા મહાત્માઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાની ભગવાને આજ્ઞા કરી છે જેથી નિરપેક્ષયતિધર્મ સેવીને તે મહાત્મા ઘણી નિર્જરા પ્રાપ્ત કરી શકે.
આ નિયમ અનુસાર સર્વ ગુણસ્થાનકોને માટે જે જે જીવ જે જે યોગ્યતા ધરાવતો હોય તે તે યોગ્યતા અનુસાર તે તે ગુણસ્થાનકને સ્વીકારીને, સ્વીકારેલા ગુણસ્થાનકમાં અપ્રમાદથી યત્ન કરે તો શીઘ્ર ઘણી નિર્જરાને પ્રાપ્ત કરે. પોતાની ભૂમિકાનું આલોચન કર્યા વગર જે તે ગુણસ્થાનક સ્વીકારે અથવા સ્વીકારાયેલા ગુણસ્થાનક અનુસાર અપ્રમાદ ભાવથી યત્ન કરે નહિ તો તેનું અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાન બને નહિ, તેથી ઉત્કૃષ્ટ કર્મક્ષયનું કારણ બને નહિ. II૧૩/૩૮ના અવતરણિકા :
एतदपि कुत ? इत्याह - અવતરણિયાર્થ:આ પણaઉચિત અનુષ્ઠાન પ્રધાન કર્મક્ષયનું કારણ છે એ પણ, કેમ છે? એથી કહે છે –