________________
૨૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-3| અધ્યાય-૧ | સૂત્ર-૧૧, ૧૨ રીતે પ્રવર્તાવ્યા છે કે જેથી તેઓમાં રહેલું સામર્થ્ય પ્રાયઃ ગુણસ્થાનકની વૃદ્ધિમાં વ્યાપારવાળું હોય તેવા સદ્વર્યાચારના સેવનથી જેઓ સંપન્ન થયા છે તેવા મહાત્માને વિશેષ પ્રકારના પ્રમાદના જય માટે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે; જેથી નિરપેક્ષયતિધર્મ સ્વીકાર્યા પછી નિદ્રા કે નિમિત્તો પ્રમાણે કોઈ ભાવો ન થાય, પરંતુ જગતથી પર એવો આત્માનો સ્થિર ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે પ્રકારે આત્માને સદા શ્રુતથી વાસિત કરી શકે તેવો અપ્રમાદભાવ પ્રગટ થાય. તેવા પ્રકારના પ્રમાદય માટે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે.
વળી, નિરપેક્ષયતિધર્મ સ્વીકારતાં પૂર્વે શાસ્ત્રોક્ત નીતિથી તપાદિ પાંચ ભાવનાઓથી આત્માને સંપન્ન કરીને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે; જેથી કોઈપણ સંયોગોમાં નિરપેક્ષયતિધર્મભાવનો ક્ષય ન થાય તે પ્રકારનું આત્મબળ પ્રગટે છે.
વળી, ઉચિત સમયમાં ભગવાનની આજ્ઞાના પ્રામાણ્યપણાથી જ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે. અર્થાત્ ભગવાનની આજ્ઞા છે કે સાપેક્ષયતિધર્મનાં સર્વ કાર્યો સિદ્ધ થયાં હોય અને આયુષ્ય હજુ ઘણું હોય તો અનશનનો સ્વીકાર કર્યા પૂર્વે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો જોઈએ. જો તે ન સ્વીકારવામાં આવે તો ઉચિત શક્તિનું ગોપવન થવાથી અન્ય સર્વ ઉચિત આચારો તે મહાત્મા સેવતા હોય તો પણ તેમનું અંતિમ જીવન વિરસ છે, તેથી પૂર્ણ જીવનને સફળ કરવા અર્થે મહાત્માએ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો જોઈએ તે પ્રકારની ભગવાનની આજ્ઞાથી તે મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે.
વળી, જે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો છે તેને, ઉચિત રત્નત્રયીની વૃદ્ધિ થાય એ રીતે જ નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે. અર્થાત્ પૂર્વમાં જે રત્નત્રયી હતી તેના કરતાં અધિક નિર્મળતર વીતરાગભાવને આસન્ન એવી રત્નત્રયી પ્રગટ થાય તે પ્રકારનો વ્યાપાર થાય તે રીતે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો જોઈએ.
વળી, જેમ જીવનના અંત સમયે અનશન સ્વીકારવામાં આવે છે તે વખતે જેમ શક્તિના પ્રકર્ષથી આહાર આદિ પરત્વે નિરપેક્ષ થઈને વીતરાગભાવમાં જવા માટે દઢ શ્રુતનું અવલંબન લઈને યત્ન કરાય છે તેના તુલ્ય દઢ યત્નવાળી નિરપેક્ષયતિધર્મના સેવનની ક્રિયા છે, તેથી તેની શક્તિવાળા મહાત્માઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો શ્રેયકારી છે. ll૧૧/૩૭૮II અવતરણિકા :તથા –
અવતરણિકાર્ય :અને –
સૂત્ર -
तत्कल्पस्य च परार्थलब्धिविकलस्य ।।१२/३७९ ।।