________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૧૧ નિરપેક્ષયતિધર્મસ્વીકારના વિષયમાં આજ્ઞા જ પ્રમાણ છે એ પ્રકારના પરિણામથી, તે પ્રકારની જ યોગવૃદ્ધિથી=સ્વીકારવાની ઇચ્છા કરાયેલા નિરપેક્ષયતિધર્મના અનુરૂપપણાથી જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનસમ્યક્ચારિત્રરૂપ ધર્મવ્યાપારની વૃદ્ધિથી, પ્રાયઃ ઉપવેશનની જેમ=અનશનની જેમ=આયુષ્યના પર્યંતકાલમાં કરણીય એવા અનશનની ક્રિયા તુલ્ય કલ્પાદ્દિગ્રંથપ્રસિદ્ધસ્વરૂપવાળો જિનકલ્પાદિરૂપ નિરપેક્ષયતિધર્મ અતિપ્રશસ્ય વર્તે છે.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૧૧/૩૭૮।।
ભાવાર્થ
૨૨
-
નિરપેક્ષયતિધર્મ સ્વીકા૨વા માટે નવ આદિ પૂર્વના ધરનારા સાધુ અધિકારી છે. વળી, સૂત્ર-૨માં જે સાપેક્ષયતિધર્મના અધિકારીનાં વિશેષણો આપેલાં તેવા ગુણવાળા જ સાધુ નિરપેક્ષયતિધર્મના અધિકારી છે. ફક્ત સાપેક્ષયતિધર્મ માટે એવા ગુણવાળા દશ પૂર્વધર મહાત્મા અધિકારી છે અને તેનાથી ન્યૂન એવા શ્રુતને ધારણ કરનારા નિરપેક્ષયતિધર્મને માટે અધિકારી છે. નિરપેક્ષયતિધર્મને સ્વીકારવા માટે તત્પર થયા પૂર્વે તેઓએ સુંદર શિષ્યની નિષ્પત્તિ કરી હોય અર્થાત્ ભગવાનના શાસનની ધુરાને સમ્યક્ વહન કરી શકે તેવા આચાર્ય આદિ પાંચ પ્રકારના શિષ્યોને જેમણે નિષ્પન્ન કર્યા છે તેઓ જ નિરપેક્ષયતિધર્મના અધિકારી છે અને જો શિષ્યો તે પ્રકારે સંપન્ન થયા ન હોય તો તે મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારી શકે નહિ.
વળી, સાધ્વીઓના પરિપાલન કે ગચ્છના પરિપાલનરૂપ કોઈ સાધ્યાન્તર વિદ્યમાન ન હોય તો જ તેઓ નિરપેક્ષયતિધર્મ સ્વીકારે. આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ પોતે શિષ્યસમુદાયને ઉચિત અનુશાસન આપીને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકે છે તેમ ગચ્છને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાળા યોગ્ય શિષ્ય નિષ્પન્ન થયા હોય તો પોતાના નિરપેક્ષયતિધર્મના સ્વીકારથી ગચ્છમાં વર્તતા સુસાધુઓના કોઈ સંયમયોગની હાનિ થવાની સંભાવના રહેતી નથી ત્યારે તેઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકા૨વાની ભગવાનની અનુજ્ઞા છે.
વળી, આ સર્વ સંયોગ વિદ્યમાન હોય અને પોતાની કાયાનું અને મનનું તેવું સામર્થ્ય હોય તો જ તે મહાત્માને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત ગણાય. કેવું કાયાનું અને મનનું સામર્થ્ય જોઈએ ? તે સ્પષ્ટ કરે છે. પ્રથમ સંઘયણ હોવાને કા૨ણે મરણાંત ઉપસર્ગમાં પણ તે મહાત્માઓ ચલાયમાન થતા નથી અને શાસ્ત્રના ભાવનને કારણે વજ્રની ભીંત જેવા દુર્ભેદ્ય મનોબળવાળા હોય જેથી કોઈ પ્રતિકૂળ સંયોગોમાં પણ વીતરાગગામી ચિત્ત સ્ખલના પામે નહીં તેવા હોય તો જ તેઓ નિરપેક્ષયતિધર્મ સ્વીકા૨વા અધિકારી છે.
વળી, વિશેષ પ્રકારના નિરપેક્ષભાવમાં પ્રવૃત્તપણાથી સુંદર વીર્યાચારવાળા હોય તેઓને જ તેવા પ્રકારના પ્રમાદજય માટે નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત ગણાય.
આશય એ છે કે જેઓએ નિરપેક્ષયતિધર્મ સ્વીકાર્યા પૂર્વે સતત જિનવચનના નિયંત્રણથી ત્રણે યોગોને તે