________________
૨૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૦, ૧૧ આ નિરપેક્ષથર્મોવત 'માં રહેલા “પ” શબ્દથી અનુચિતને તો નિરપેક્ષયતિધર્મ સ્વીકારનો પ્રતિષેધ છે પરંતુ ઉચિતને પણ નિરપેક્ષયતિધર્મનો પ્રતિષેધ છે. ભાવાર્થ :
જે મહાત્માઓ ભગવાનનાં વચનથી અત્યંત ભાવિત થયા છે, શાસ્ત્રના વિશેષ પારગામી છે તેઓ નવમા પૂર્વની ત્રીજી વસ્તુ કે તેનાથી અધિક ભણેલા હોય અને ગચ્છની વ્યવસ્થા પોતાની જેમ પોતાના શિષ્ય કરી શકે તેમ હોય ત્યારે પોતાની શક્તિનું સમાલોચન કરીને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવા તત્પર થાય છે. આવા મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારવા માટે નિરપેક્ષયતિધર્મને અનુકૂળ ભાવનાઓથી આત્માને ભાવિત કરતા હોય, ત્યારે તેઓને જણાય કે પોતાના શિષ્ય આદિનું પરાર્થ જે પ્રકારે પોતે સંપાદન કરી શકે છે તે પ્રકારે અન્ય મહાત્મા કરી શકતા નથી, તેથી શિષ્યસમુદાય વિશેષ પ્રકારની રત્નત્રયીની આરાધના કરવા સમર્થ બનતો નથી, તે વખતે તે મહાત્મા નિરપેક્ષયતિધર્મ માટે સમર્થ થયેલા હોવા છતાં તેઓને નિરપેક્ષયતિધર્મસ્વીકારનો ભગવાને પ્રતિષેધ કરેલ છે; કેમ કે તેવા મહાત્મા દશ પૂર્વધર નહિ હોવા છતાં યોગ્ય જીવોને જે પ્રકારે અનુશાસન આપીને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવશે તેનાથી જે પ્રકારનો લાભ તે મહાત્માને અને તે શિષ્યને થશે તેવો લાભ તે શિષ્યોની ઉપેક્ષા કરીને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવામાં થાય નહિ. માટે તેવા મહાત્માને સાપેક્ષયતિધર્મ સ્વીકારવો એ ગુરુ છેઃઉત્તમ છે. II૧૦/૩૭ળા અવતરણિકા -
इत्थं सापेक्षयतिधर्मयोग्यमुक्त्वा निरपेक्षयतिधर्मयोग्यं वक्तुमाह - અવતરણિકાર્ય :
આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સાપેક્ષયતિધર્મના યોગ્ય કહીને નિરપેક્ષયતિધર્મના યોગ્યને કહેવા માટે કહે છે – સૂત્ર :
नवादिपूर्वधरस्य तु यथोदितगुणस्यापि साधुशिष्यनिष्पत्तौ साध्यान्तराभावतः सति कायादिसामर्थ्य सद्वीर्याचारासेवनेन तथा प्रमादजयाय सम्यगुचितसमये आज्ञाप्रामाण्यतस्तथैव योगवृद्धेः प्रायोपवेशनवच्छ्रेयान्निरपेक्षयतिधर्मः ।।११/३७८ ।। સૂત્રાર્થ :
નવાદિ પૂર્વધર યથોદિતગુણવાળાને પણ સૂત્ર-૨માં કહેલા કલ્યાણ આશય આદિ યથોદિતગુણવાળાને પણ, સુંદર શિષ્યોની નિષ્પત્તિ થયે છતે, સાધ્યાત્તરનો અભાવ હોવાને કારણે,