________________
૧૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૯
સૂત્ર :
योगत्रयस्याप्युदग्रफलभावात् ।।९/३७६ ।। સૂત્રાર્થ :
યોગટયનાં પણ ઉદગ્રફલનો સદ્ભાવ હોવાથી સાપેક્ષયતિધર્મ ગુરુ છે. II૯/૩૭૬ll ટીકા :___ 'योगत्रयस्यापि' मनोवाक्कायकरणव्यापाररूपस्य परार्थसम्पादने क्रियमाणे, न पुनरेकस्यैव इति अपिशब्दार्थः, 'उदग्रफलभावात्', 'उदग्रस्य' प्रकारान्तरेणानुपलभ्यमानत्वेनात्युत्तमस्य, 'फलस्य'= कर्मनिर्जरालक्षणस्य 'भावात्,' नहि यथा देशनायां सर्वात्मना व्याप्रियमाणं मनोवाक्कायत्रयं फलमाप्नोति तथाऽन्यत्र कृत्यान्तर इति ।।९/३७६।। ટીકાર્ચ -
જોત્ર સ્થાપિ' . ચાત્તર ત્તિ પરાર્થસંપાદન કરાય છતે મન-વચન-કાયાના કરણવ્યાપારરૂપ યોગાત્રયના પણ ઉદગ્રફલનો ભાવ હોવાથી=અન્ય પ્રકારથી અનુપલભ્યમાનપણું હોવાને કારણે ઉત્તમ સ્વરૂપ ઉદગ્ર કર્મનિર્જરારૂપ ફલનો ભાવ હોવાથી, દશ પૂર્વધરને સાપેક્ષયતિધર્મ ઉત્તમ છે. કેમ યોગત્રયનું ઉદગ્રફલ દશ પૂર્વધરને છે? એથી કહે છે –
જે પ્રમાણે સર્વસ્વરૂપથી દેશનામાં વ્યાત એવા મનોવાફકાયત્રયના ફલને તે મહાત્મા પ્રાપ્ત કરે છે તે પ્રકારે અન્યત્ર કૃત્યાત્તરમાં નિર્જરારૂપ ફલને પ્રાપ્ત કરતા નથી.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૯/૩૭૬ ભાવાર્થ
દશ પૂર્વધર મહાત્મા ભગવાનનાં વચનના પરમાર્થને વિશેષરૂપે જાણનારા છે અને યોગ્ય જીવોને દેશના આપે છે ત્યારે તે મહાત્માના મન-વચન-કાયાના યોગો સર્વ પ્રકારે સ્વ-પર કલ્યાણ કરવામાં અત્યંત વ્યાપારવાળા હોય છે, અત્યંત સંવેગપૂર્વક દેશના આપવાની વિધિમાં તે મહાત્મા ઉપયોગવાળા છે. તેથી તેઓનો વીતરાગગામી ઉપયોગ અન્ય ક્રિયાકાળમાં જેવો હોય છે તેનાથી પણ અધિક વીતરાગગામી ઉપયોગ દેશનાકાળમાં હોય છે. તેથી દશ પૂર્વધર સાપેક્ષયતિધર્મ સ્વીકારીને યોગ્ય જીવોનાં ઉપકાર અર્થે જ્યારે દેશનામાં પ્રવર્તે છે ત્યારે તે મહાત્માના ત્રણે યોગો અન્ય પ્રકારે નિર્જરા પ્રાપ્ત ન કરી શકે તેવા પ્રકારના ઉત્કટ નિર્જરારૂપ ફલનું કારણ બને છે. માટે ઘણી નિર્જરા કરીને શીધ્ર મોક્ષ-પ્રાપ્તિ માટે વિશેષ કલ્યાણનું કારણ હોવાથી ભગવાને દશ પૂર્વધર મહાત્માને સાપેક્ષયતિધર્મ સ્વીકારવાની જ અનુજ્ઞા આપી છે. II૯૩૭૬ાા