________________
૧૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૬, ૭ સર્વધર્મ અનુષ્ઠાન કરતાં અધિક ઉત્તમ છે, તેથી નિરપેક્ષયતિધર્મ સેવવાથી જે ફળ પ્રાપ્ત થાય, તેનાથી પણ અધિક ફળ દસપૂર્વધ૨વાળા મહાત્માઓના અમોઘ દેશનાના પરોપકારથી સંપાદન થાય છે. II૬/૩૭૩II અવતરણિકા :
एतदपि कथमित्याह -
અવતરણિકાર્થ :
આ પણ=નિરપેક્ષયતિધર્મ કરતાં દશ પૂર્વધરવાળા મહાત્મા દ્વારા કરાયેલો પરોપકાર ગુરુ છે એ પણ કેવી રીતે નક્કી થાય છે ? એથી કહે છે –
સૂત્ર :
સર્વથા ૩:૯મોક્ષાત્ ।।૭/૩૭૪||
સર્વથા દુઃખનો મોક્ષ હોવાથી=દશ પૂર્વધર દ્વારા કરાયેલા પરોપકારથી સ્વ-પર બન્નેનાં દુઃખનો મોક્ષ હોવાથી તેઓનો પરોપકાર ગુરુ છે. Il૭/૩૭૪||
ટીકાઃ
સૂત્રાર્થ
:
'सर्वथा' सर्वैः प्रकारैः स्वस्य परेषां चेत्यर्थः 'दुःखानां' शारीरमानसरूपाणां मोचनात् ।।૭/૩૭૪।।
ટીકાર્ય :
‘સર્વથા’ મોચનાત્ ।। સર્વથા=સર્વ પ્રકારે, સ્વ અને પરનાં દુઃખોનો=શારીરિક-માનસિકરૂપ દુ:ખોનું મોચન હોવાથી તેઓનો પરોપકાર ગુરુ છે. ૭/૩૭૪॥
.....
ભાવાર્થ:
દશ પૂર્વધર મહાત્માઓ જ્યારે યોગ્ય જીવને સન્માર્ગ બતાવીને ઉપકાર કરે છે ત્યારે પોતાનાં અને બીજાઓનાં શારીરિક માનસિક દુઃખોનો નાશ થાય છે; કેમ કે તેમના ઉપદેશના બળથી ઘણા યોગ્ય જીવો અસંગભાવની પરિણતિને પ્રાપ્ત કરીને પોતાનાં શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત બને છે.
વળી, તે ઉપદેશક મહાત્મા પણ તે ઉપદેશકાળમાં જે ઉપદેશ આપે છે તેનાથી પોતાને પણ અસંગની પરિણતિમાં ઉત્કર્ષ થાય છે જેથી તે દશ પૂર્વધર મહાત્માનાં પણ શારીરિક-માનસિક દુઃખોનો નાશ થાય છે; કેમ કે સંગના પરિણામથી જ શારીરિક-માનસિક દુઃખો સ્પર્શી શકે છે. અસંગ પરિણતિવાળા મહાત્માઓને શરીરનાં દુ:ખો પણ સ્પર્શી શકતાં નથી. કેમ શારીરિક-માનસિક દુઃખો સ્પર્શી શકતાં નથી ? તેનું કારણ