________________
૧૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧| સૂત્ર-૪, ૫ સેવનમાં અધિકગુણની વૃદ્ધિ થાય છે, તેથી અધિક નિર્જરાની પ્રાપ્ત થાય છે અને તેના કારણે તે મહાત્મા શીધ્ર સંસારને તરી શકે છે; કેમ કે સર્વજ્ઞપ્રણીત આગમ જે કૃત્યથી જેને અધિક લાભ થાય તેને તે જ કૃત્ય સેવવાની અનુજ્ઞા આપે અને ટીકામાં આપેલા ઉદ્ધરણ અનુસાર દસપૂર્વધર અસંપૂર્ણ હોય ત્યાં સુધી જ તે મહાત્મા જિનકલ્પ ગ્રહણ કરવાના અધિકારી છે, તેથી એ ફલિત થાય કે સૂત્ર-૨માં કહેલા ગુણસંપન્ન મહાત્મા પણ જો દશ પૂર્વધર ન થયા હોય અને પોતાના સંયોગ અનુસાર નિરપેક્ષયતિધર્મના પાલન માટે યોગ્ય હોય તો નિરપેક્ષયતિધર્મ તેમને સ્વીકારવો ઉચિત છે અને જેઓ દસપૂર્વધર કે, તેથી અધિક છે તેઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો ભગવાને નિષેધ કરેલ છે. I૪/૩૭૧ અવતરણિકા -
एषोऽपि किमर्थमित्याह - અવતરણિતાર્થ :
આ પણ=દશ પૂર્વધર મહાત્માને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો નિષેધ પણ કેમ છે? એથી કહે
સૂત્ર -
પાર્થસમ્પતિનોપપત્તઃ II/રૂરી સૂત્રાર્થ :
પરાર્થસંપાદનની ઉપપતિ હોવાથી દશ પૂર્વધરને નિરપેક્ષયતિધર્મનો નિષેધ છે. પ/૩૭૨ા. ટીકા :
'परार्थस्य' परोपकारलक्षणस्य सम्पादनं' करणं 'तदुपपत्तेः,' स हि दशपूर्वधरस्तीर्थोपष्टम्भलक्षणं परार्थं सम्पादयितुं यस्मादुपपद्यत इति ।।५/३७२।। ટીકાર્ય :
રાર્થચ'... રિ પ પરોપકારરૂપ પરાર્થનું સંપાદન=કરણ તેની ઉત્પત્તિ હોવાથી તે દશ પૂર્વધરને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો નિષેધ છે એમ અવય છે. તે સ્પષ્ટ કરે છે –
જે કારણથી તે દશ પૂર્વધર તીર્થના ઉપખંભરૂપ પરાર્થસંપાદન કરવા માટે સમર્થ બને છે તે કારણથી નિરપેક્ષયતિધર્મનો નિષેધ છે એમ અવય છે.
રિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ/૩૭૨ાા