________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧| સૂત્ર-૨ અથવા તે તે દેશકાળ પ્રમાણે પરોપકાર કરવાની વિશેષ શક્તિ છે તેઓ નિરપેક્ષયતિધર્મ સેવવાના સામર્થ્યવાળા હોય તો પણ તેઓને નિરપેક્ષયતિધર્મ કરતાં સાપેક્ષયતિધર્મમાં વિશેષ ફળની પ્રાપ્તિ છે, તેથી પ્રસ્તુત અધ્યાયમાં પૂર્વે કહ્યું કે પોતાના આશય આદિને ઉચિત અનુષ્ઠાન સાધ્યની સિદ્ધિનું અંગ છે, તેથી વિશિષ્ટ શક્તિવાળા મહાત્માઓ નિરપેક્ષયતિધર્મની શક્તિ હોવા છતાં, સાપેક્ષયતિધર્મ સેવીને જ સાધ્યસિદ્ધિ કરી શકે છે તે બતાવવા અર્થે તેવા મહાત્માને સાપેક્ષયતિધર્મ જ મહાન કલ્યાણનું કારણ છે તે બતાવવા તેવા મહાત્માનું સ્વરૂપ બતાવે છે – (૧) કલ્યાણ આશયવાળા :
જે મહાત્મા મોહથી અનાકુળ અવસ્થારૂપ ભાવઆરોગ્ય સ્વરૂપ મુક્તિની પ્રાપ્તિના અનન્ય કારણ એવા પરિણામવાળા છે તેઓ કલ્યાણના આશયવાળા છે. જો કે સામાન્યથી સર્વ યતિઓ કલ્યાણના જ આશયવાળા હોય છે તોપણ પ્રસ્તુત મહાત્મા પ્રાયઃ અખ્ખલિત ભાવઆરોગ્યની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરી શકે તેવા વિશિષ્ટ કલ્યાણના આશયવાળા છે, જેથી શિષ્યસંપદા કે શ્રુતસંપદા કોઈ ભાવ તેમના પરિણામને સ્પર્શતો નથી. કેવળ નિર્લેપતાપૂર્વક આત્માને શ્રુતથી વાસિત કરી શકે છે અને શિષ્યોને દઢ યત્નપૂર્વક યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે છે તેવા કલ્યાણના આશયવાળા છે. (૨) શ્રતરત્નના મહોદધિ :
વળી, જે મહાત્મા સંયમ ગ્રહણ કરીને ભગવાનના શાસનના શ્રુતજ્ઞાનરૂપી રત્નના મહાસમુદ્ર છે અર્થાત્ દશ પૂર્વધર આદિ શ્રુત ભણેલા છે, તેથી રાત્રી-દિવસ શ્રુતથી આત્માને ભાવિત કરીને ક્ષપકશ્રેણીને અનુકૂળ મહાબળનો સંચય કરી રહ્યા છે અને યોગ્ય જીવોને શ્રુતના પારગામી બનાવીને પોતાના તુલ્ય કરી રહ્યા છે. (૩) ઉપશમ આદિ લબ્ધિવાળા -
વળી, શાસ્ત્રોથી અતિભાવિત થવાને કારણે તે પ્રકારે તે મહાત્માને લબ્ધિ પ્રાપ્ત થઈ છે જેથી યોગ્ય જીવોને કષાય આદિ ઉપશમ કરવામાં તેઓ પ્રબળ નિમિત્ત બને તેવા છે. આથી જ ઘણા કલ્યાણના અર્થી શિષ્યો શાસ્ત્રાનુસારી ક્રિયા કરતા હોય તોપણ અનાદિ ભવના અભ્યસ્તને કારણે વિશેષ પ્રકારના ઉપશમને પામી ન શકતા હોય, તેથી વિશેષ પ્રકારના સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકતા નથી, પરંતુ આવા મહાત્માઓના સાન્નિધ્યના બળથી અને ઉપદેશ આદિના નિમિત્તના બળથી તેઓના કષાય વિશેષ પ્રકારે ઉપશમભાવને પામે છે. (૪) પરહિત ઉધત :
વળી, તે મહાત્મા સંસારના વાસ્તવિક સ્વરૂપથી અત્યંત ભાવિત હોય છે અને સમભાવનો પરિણામ તેમનામાં અત્યંત સ્થિર થયેલ હોય છે, તેથી જગતના સર્વ જીવો તેઓને પોતાના તુલ્ય જણાય છે; તેથી જેમ તે મહાત્મા પોતાના શક્તિના પ્રકર્ષથી પોતાના હિત માટે ઉદ્યમ કરે છે તેમ જગતના સર્વ જીવોમાં જે જીવોનું જે પ્રકારે હિત સંભવે તે પ્રકારનાં હિતમાં યત્નવાળા છે. આથી જ તે મહાત્મા પૃથ્વીકાય આદિ