________________
૧૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨ જીવોની પીડા આદિના પરિહાર દ્વારા તેઓનું હિત કરે છે અને ધર્મ પામી શકે તેવા જીવોને સૂક્ષ્મ માર્ગ બતાવીને તેઓનું હિત કરે છે. પોતાના કૃત્યના નિમિત્તે કોઈ જીવને ધર્મ પ્રત્યે અલ્પ પણ દ્વેષ ન થાય તે પ્રકારના ઉચિત યત્નથી તે જીવોના અહિતના પરિહાર દ્વારા તેઓના પણ હિતમાં ઉદ્યમ કરે છે. (૫) અત્યંત ગંભીર ચિત્તવાળા:
સામાન્યથી જીવોને હર્ષ-વિષાદ આદિ કોઈક ભાવો થાય તો તેના મુખાદિ ઉપર તેનો પરિણામ કાંઈક અભિવ્યક્ત થાય છે અને તેના દ્વારા તે જીવો પોતાના હર્ષ-વિષાદ આદિ ભાવોને અતિશયિત કરે છે, જ્યારે મહાત્માઓ નિમિત્તા પ્રમાણે હર્ષ-વિષાદ આદિ ન થાય તે પ્રકારનાં ઉચિત કૃત્યોમાં આત્માને સદા વ્યાપારવાળા રાખે છે તોપણ અનાદિ ભવ-અભ્યાસના કારણે સમભાવનો પરિણામ અત્યંત સ્થિર ન હોય તો બલવાન નિમિત્તને પામીને કંઈક સૂક્ષ્મ પણ હર્ષ-વિષાદ આદિ ભાવો થાય છે અને તે ભાવને અનુરૂપ સૂક્ષ્મ ભાવો તેના મુખાદિ ઉપર પણ દેખાય છે, છતાં સામાન્ય જીવો તે ભાવને જોઈ શકતા નથી. આમ છતાં કોઈક નિપુણ પુરુષ હોય તો તેની સ્વાધ્યાય આદિ ક્રિયામાં થતી અલના આદિના બળથી તે વિકારોને જાણી શકે છે, પરંતુ વિશિષ્ટ પૂર્વધર મહાત્માઓ કે જેઓ અતિગંભીર ચિત્તવાળા છે તેના કારણે તેઓને કોઈક સૂક્ષ્મ પણ હર્ષ-વિષાદ આદિ થાય ત્યારે પણ તેમના ચિત્ત ઉપર નિપુણ પ્રજ્ઞાદિથી જોનારાને પણ વિકાર દેખાતો નથી; કેમ કે તત્ત્વથી અત્યંત ભાવિત પરિણતિવાળા હોવાને કારણે કંઈક સૂક્ષ્મ હર્ષ-વિષાદ આદિ ભાવો પણ તેઓના ચિત્તમાં વિકાર કરાવીને વૃદ્ધિવાળા થતા નથી.
વળી, વિનયરત્નની જેમ કોઈક મહાત્મા માયાથી અંદરના ભાવોને ગોપવીને અંદરમાં હર્ષ-વિષાદ આદિ ભાવો હોવા છતાં બહારથી ઉપશમપ્રધાન ચિત્ત બતાવી શકે છે. તે પ્રકારે અતિગંભીર ચિત્તવાળા વિશિષ્ટ મહાત્માઓ માયાથી ચિત્તનો સંવર કરતા નથી. પરંતુ ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે અતિગંભીર ચિત્ત થયેલું હોવાથી સૂક્ષ્મ હર્ષવિષાદ આદિ ભાવો ક્યારેક થાય તો પણ અત્યંત અવ્યક્ત હોવાથી મુખ ઉપર વ્યક્ત થતા નથી. (૧) પ્રધાન પરિણતિવાળા :
તે મહાત્માઓ અત્યંત ગંભીર ચિત્તવાળા છે, તેથી જ પ્રધાનપરિણતિવાળા છે અર્થાત્ આત્માની અસંગપરિણતિને અનુકૂળ સર્વોત્તમ આત્મપરિણામવાળા છે. આશય એ છે કે શાસ્ત્રવચનથી અતિ ભાવિત થવાને કારણે ચિત્ત એ પ્રકારનું ગંભીર થયેલું છે, જેથી કોઈક નિમિત્તથી હર્ષ-વિષાદ આદિ થાય તોપણ તેમના ચિત્તના વિકારો મુખ આદિ પર અભિવ્યક્ત થઈ ન શકે તે પ્રકારના ઉત્તમ પરિણામવાળા તે મહાત્માઓ છે આથી જ, આત્માની અસંગપરિણતિને અનુરૂપ સર્વોત્તમ આત્મપરિણામવાળા તેઓ વર્તે છે. (૭) વિધૂત મોહવાળા:
સામાન્ય રીતે યોગમાર્ગમાં પ્રયત્ન કરનાર સાધુઓને જે ક્રિયામાં અલનારૂપ અતિચારો થાય છે તે કંઈક મૂઢભાવની જ અસર છે અને તેના કારણે જેમ તંદ્રાવાળો માણસ યથાતથા ચાલે છે, તેમ તેઓ શાસ્ત્રાનુસારી