________________
ધર્મ પરીક્ષાના રાસ.
(૧૦૯)
તણી, બેટી જગ ગુણ ધાર, સારદા કુમરી રૃભા જીસી, દેખી ચલીયા તેણી વાર મારા કામે પીયેા પુરે થા, ભારતી નાઠી જાય; વનમાં નાશી તે ગઇ, પુત્રી પુડે થાય ॥૩॥ હૈ છાયાની માતા, વળી પણ હું પોતે તે બ્રહ્માની વેદ પુરાણમાં કહેલી એક સાચી વાત તને કહી સ ́ભળાવુ છુ, તે સાંભળ ! ૧ ! તે બ્રહ્માને સાવિત્રી નામે સ્રી હતી, અને તેનાથી એક રભા સમાન રૂપાળી અને ગુણવાન સારદા નામે પુત્રી થઇ, તેણીને જોઇને બ્રહ્માનુ મન કામાંધ થયું ॥ ૨ ॥ એવી રીતે કામાતુર થયા થકા બ્રહ્મા તેણીની પાછળ પડ્યા, તેથી તે સાદા નાસતી નાસતી વનમાં થઇ, ત્યાં પણ તે પાતાની પુત્રીની પાછળ પડ્યા ॥ ૩ ॥
બ્રહ્મા છેતરવા મહી, મૃગલી રૂપ ધર્યું. સાર; તવ બ્રહ્માકુરંગના, રૂપ ધરી વ્યભિચાર ॥ ૪ ॥' પુત્રીને વિલસી કરી, એહવા જેના કામ; તે પુત્રી છાયા આપણી, ફેમ ભલાવીચે તામ ।। ૫ । તાસ કહે નારી ભણી, પુત્રી ન છેડે એહ; હરિહર બ્રહ્માં સારિખા, પર નારી ન મૂકે તેહ ॥ ૬ ॥ તે વખતે સારદાએ પ્રશ્નાને છેતરવા વાસ્તે એક મૃગલીનુ' રૂપ કર્યું, તે જોઈ બ્રહ્માએ હરણનું રૂપ કરીને તેણીની સાથે વ્યભિચાર કર્યેા ॥ ૪ ॥ એવી રીતે જેણે પાતાનીજ પુત્રી સાથે વ્યભિચાર કયા, એવા જે કામાતુર માણસ છે, તેને આપણી આ છાયા પુત્રી શી રીતે સાંપી શકીયે? ૫ ૫ ૫ વળી તાપસે પેાતાની સ્ત્રીને કહ્યું કે, રિ, મહાદેવ, તથા બ્રહ્મા એ સઘળા, પરસ્ત્રી લપટ છે, માટે તેઓને સાંપવાથી તેઓ આપણી પુત્રીને તે કેમ છેડે? ॥ ॥
કર જોડી તાપસી ભણે, સાંભળ સ્વામિ કત; સૂરજ પાસે સાંપીયે, છાયા બાલા સંત ાછા તાપસ કહે સુણુ તાપસી, દિનકર છે છીનાળ; કુંતી કન્યા જેણે ભાગવી, ફિમ છેડે તે બાળ ૫૮ ૫
ત્યાર પછી તાપસણીએ હાથ જોડી કહ્યું' કે, હે સ્વામિ, ત્યારે આપણે તેણીને સૂરજને સેપીએ તે કેમ ? ॥ 9 ॥ ત્યારે તાપસે કહ્યુ` કે, હું તાપસી સૂર્ય તે મહા છીનાલવેા છે, કારણ કે, તેણે કુ તી કન્યાને ભાગવી છે, તે આપણી આ બાળકીને ફ્રેમ છેડે? !! ૮ ૫
ઢાજ વારમાં.
દીલ લગારે વાદલ વરણી. એ. દેશી.
સાંભળ તાપસી જાદવ રાજા, સમુદ્ર વિજય સુખકારી, તુમે સુણજોરે આગે હાઈ જે વાત, મુકી પર તણી તાત. તુ એ આંકણી. તેહની ભગની ક્રુતિ કન્યા, રૂપે રંભા અવતારી. તુ॰ ॥ ૧ ॥