________________
(૧૪૦) ' ખંડ ૨ જે. તવ રૂદ્ર તિહાં ગયો, જ્યાં છે પિતા ઠામહ સાતકી મુનિ પિતાને, લીધી દીક્ષા તામહો. હે ! ૧૦ | સિધાંત શાસ્ત્ર શિખે ઘણું, ભણે અંગ અગ્યારહે; દશ પૂરવ પાઠ કર્યા, લીધી વિદ્યા સારા. હે. ૧૧ -- , વડી વિધા વસુધા ભલી, જાણે તે સત પહો;
લધુ વિદ્યા છે સાતસે, બોલે તે વળી સંચા, હો ૧૨ છે પછી રૂકે ત્યાંથી પિતાના પિતા સાતકી મુનિને સ્થાનકે જઈ તેની પાસે દીક્ષા લીધી છે ૧૦ છે ત્યાં કેટલાંક સિદ્ધાંત શાસ્ત્રો તથા અગ્યારે અંગ ભયે, વળી દશે પૂર્વ પણ મેહે કરીને સઘળી ઉત્તમ વિદ્યાઓ મેળવી છે. ૧૧ છે આ જગતમાં રહેલી પાંચસે મોટી વિદ્યાઓ તે ભયે, વળી સાત તે નાની વિદ્યાઓને તેણે સંગ્રહ કર્યો (શિ ) મે ૧૨ • પુણ્ય પ્રભાવે તુમ તણે, સિધાં સ૬ અમે આજહે; કર જોડી વિદ્યા ભણે, કઈ દિયે અમ કાજહે. હે. ૧૩ રૂદ્ર વિદ્યા વશ કરી, રાખી સહુ જામહ; ગકરણગિરિ આવે ઘણું, શ્રાવક અભિરામ. હે છે ૧૪ સાતકી મુનિવર વાંદવા, શ્રાવક બદ્દ આવ્યા;
વાઘ સિંહ રૂ૫ રૂઢે કરી, ઘણે ત્રાસ પડાવ્યા. હોટ છે ૧૫ પછી એક દિવસ સઘળી વિદ્યાઓ હાથ જોડી તેને કહેવા લાગી કે, તમારા પુણ્ય પસાથે અમે સઘળાએ તમારી સેવામાં હાજર છીએ, માટે અમને કંઈ કામ સેંપ છે ૧૩ છે હવે એવી રીતે રૂઢે સઘળી વિદ્યાઓને વશ કરીને તેણે પોતાની પાસે રાખી; ત્યાં પર્વતમાં કેટલાક શ્રાવકે વીગેરે આવવા લાગ્યા છે ૧૪ છે એક વખત સાતકી મુનિને વાંદવાને ઘણું શ્રાવકે આવ્યા, તે વખતે કે વાઘ અને સિંહનું રૂપ કરી તેઓને ઘણે ભય પમાડ્યો છે ૧૫ છે
સાતકી મુનિવર એમ ભણે રૂદ્ર સાંભલો આજહે; દુષ્ટ ચેષ્ટા તું કાં કરે, નહીં તુજને લાજહો. હોટ છે ૧૬ નારી નિમિત્ત તુજ તપ તણે, હસે તેહને ભંગ હે; સાંભળીને રૂદ્ર વેગે ગયે, કૈલાસ ગિરિ ઉતંગ હે. હે. ૧૭ આતાપન જેગે ર, કૈલાસ ગિરિએ જમ હે;
અવર કથા તુમે સાંભલો કહેશું તે અભિરામ હા. હેમે ૧૮ છે તે જોઈ સાતકી મુનિવરે તેને ઠપકો આપે કે, હે રૂદ્ર આવી ખરાબ ચેષ્ટા કરવાથી તને શરમ નથી લાગતી છે ૧૬ ! આ તારા તપને સ્ત્રીને નિમિત્તે ભંગ થશે તે સાંભળી રૂદ્ર ત્યાંથી એકદમ ઉઠીને કૈલાસ નામે ઊંચા ડુંગરાપર ગયે છે ૧૭ ! ત્યાં કેલાસનાં શિખર ઉપર સૂર્યની આતાપના લેતે થકે તે જોગમાં રહેવા લાગે; હવે તેની બીજી મને કથા કહેશું, તે તમે હે શ્રોતાજને સાંભળજે. ૧૮