________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૨૩) પાછળ ગયે, પણ એટલામાં મેઘવાહને અજિતનાથ પ્રભુનું સમેસરણ જયાથી, તેમાં તે દાખલ થયે, અને પ્રભુને નમસ્કાર કર્યો છે ૧૪છે પાછળથી તેને શત્રુ સહસ્ત્રલોચન પણ ત્યાં આવ્યું, પણ ત્યાં તેણે માનને નાશ કરનારા અજિતનાથ પ્રભુને જેવાથી, તેનું માન ઉતરી ગયું, અને તેથી શાંત થઈ તેણે પ્રભુને વાંઘા. ૧૫
વયર મૂકી દોય જણ મલ્યા, નર કોઠે બેઠા છે જમ; તે પૂર્વ ભવાંતર જિનેશ્વરે કહ્યા, સાંભલી હરખીયા તામ. તે ૧૬ છે પાંચમા ખંડ તણી ભલી, હાલ ત્રીજી કહી સુવિસાલ; તે રંગવિજયનો શિષ્ય એમ ભણે, નેમવિજયને મંગલ માલ. તે ૧૭ પછી તેઓ બને પિત પિતાના વેરને ત્યાગ કરી મનુષ્યના ગઢમાં બેઠા, ત્યાં જિનેશ્વરે તેમના પૂર્વલાભને વૃતાંત કહી સંભળાવ્યું, જે સાંભળી તેઓ આનંદ પામ્યા છે ૧૬ મે એવી રીતે રંગવિજયના શિષ્ય નેમવિજયે મંગલ રૂપ પાંચમાં ખંડની ત્રીજી ઢાલ કહી છે ૧૭ છે
દુહા. રાક્ષસ ઇંદ્ર ભોમ મહાભીમ, વ્યંતર કેટી સુણ તેહમેઘવાહન ભવાંતર જાણી, પૂર્વ અમ પુત્ર એહ છે ૧. રાક્ષસને સ્નેિહ ઉપન્યો, રાક્ષસી વિદ્યા દીધ; નવસર હાર આપ્યો
ભલો, નવ મુખ દીસે માંહી સીધ | ૨. મેધવાહન લંકા દ્વિપ, સાતમેં જે જન માન; ત્રિકુટ ગઢ નવ જજન લગે, બત્રીસ જોજન પુર થાન છે ૩ છે છત્ર મુગટ ધાદિક શીરે, રાક્ષસ લાંછન સોય; ભીમ મહાભીમે સહુ દીયે, મેઘવાહન
લંકાપતિ મય છે ૪. મેઘવાહનના પૂર્વ ભવની વાત સાંભળીને ત્યાં બેઠેલા રાક્ષસોના રાજા ભીમ મહા. ભીમે પૂર્વે તે અમારો પુત્ર હતું એમ જાણ્યું, તેમજ ઘણા વ્યંતરોએ એ વાત જાણી છે ૧ છે ત્યાં રાક્ષસને મેઘવાહન ઉપર પ્યાર આવવાથી તેણે રાક્ષસી વિદ્યા આપી, અને એક નવ સરેહાર આપ્યો, કે જેમાંથી જુદાં જુદાં નવ મહેડાં દેખાતાં હતાં ૨ વળી મેઘવાહનને લંકાદ્વીપ, કે જેનું સાતસો જે જનનું પ્રમાણ હતું, વળી તેને નવ જનને ત્રગડે ગઢ હતા, અને તેનું નગર (લકા) બત્રીસ જેજનનું હતું તે આપ્યું છે ૩ છે વળી રાક્ષસના ચીહો છત્ર, મુગટ, ધજા, વિગેરે ભીમ મહાભીમે આપીને મેઘવાહનને લંકાને રાજા સ્થાપે છે ૪
----- ઢાઢ વોથી. એ કેમ વિસરે રે સુખડાં, વાલાજીનાં જેવા સરીખાં મુખડાં, મુખડે મોહ્યારે ઈદ,
વદન કમલ જાણે સારદ ચંદા–એ દેશી. મેઘવાહન રાણી તનુમતી, મહા રાક્ષસ સુત હું શુભ મતિ; ગુણવંતી રાણીના પુત્ર બેહ, ભાનુ રાક્ષસ દેવ રાક્ષસ તેહ છે ૧છે