________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૯૭) થવાથી તે દુઃખ પામવા લાગે છે ૧૨ કે પછી રાજાએ ગુસ્સે થઈ તે મંત્રીને બંધાવીને, ગંગા નદીના વહેતા પાણીમાં નાખી દેવરાવ્યું છે ૧૩ છે પુષ્ય યોગે ત્યાં તેને જમીન મળવાથી જેટલામાં તે વિસામો લેવા ત્યાં બેસે છે, એટલામાં અચાનક નદીમાં પૂર આવવાથી તે બૂમ પાડવા લાગે છે ૧૪ છે
यतः-जेणबी यावरोहन्ति । जेणसिचंतिपायवा ॥
तस्समजेमरिस्सांमि । जायंसरणंउभयं ॥ १ ॥ જે પાણીથી બીજ ઉગે છે, તથા જે પાણીથી વૃક્ષોનું પિષણ થાય છે, તેજ પાણીમાં હું મરું છું, માટે હવે મારે તેનું શરણું લેવું ? ૧ છે
સીતલ જલ ગુણ તાહરાજી, નિરમલ છે તુજ દેહ; અસુચિ સુચિ સંગત હરેજી, થાય નહીં સંદેહ સુ છે ૧૫ છે તાહરા ગુણ કેતા કહું, તું જીવન આધાર;. નીચ પંથ તું આદરે છે, તે કોણ તારણહાર, સુ છે ૧૬ છાના ચર મૂક્યા હતા, સાંભળ્યું તેણે સેવ;
રાજાને આવી કહેછ, ગિરૂઆ નકરે ગર્વ. સુo | ૧૭ વળી તે પાણી, તારે ગુણ પણ ઠંડક આપનારે છે, વળી તારી દેહ પવિત્ર છે, વળી તું સઘળા મેલને પણ નાશ કરે છે, તેમાં જરા પણ સંદેહ નથી ૧૫ વળી તારા કેટલાક હું વખાણ કરું, તું પ્રાણના આધાર રૂપ છે, પણ તું જ જ્યારે. આવું નીચ આચરણ આચરે ત્યારે પછી આ જગતમાં તારનાર કેણ રહે? ૧૬ તે વખતે રાજાએ ગુપ્ત રીતે પિતાના ચાકરેને તે પ્રધાનની તપાસ કરવા મોકલ્યા હતા, તેઓએ પ્રધાનનું બોલવું સાંભળી જઈ રાજાને સઘળે વૃતાંત કહી સંભળાવી, કહ્યું કે, હે દયાળુ રાજા તમારે અહંકાર કરે ન જોઈએ છે ૧૭ છે
નિંદા કરતે આપણીજી, કેમલ કરી પ્રણામ; જલથી તુરત કઢાવીનેજી, થાપ્યો પેહેલે ઠામ. સુ. ૧૮ છે વાત સુણાવી એહવીજી, ગો જમદંડ નિજ ગેહ; '
સાતમા ખંડની પાંચમીજી, ઢાલ કહી નેમે એહ. સુ છે ૧૯ તે સાંભળી રાજાએ પસ્તાઈને પિતાની નીંદા કરી, તે પ્રધાનને પાણીમાંથી કઢાવીને તેને નમસ્કાર પૂર્વક પ્રથમની પદવી આવી છે ૧૮ છે એવી વાત સંભળાવીને તે જમદંડ કોટવાલ પછીથી પિતાને ઘેર ગયે, એવી રીતે સાતમા ખંડની પાંચમી ઢાલ નેમવિજયે કહી છે. ૧૯ છે
જય આ તવ પૂછી, છ દિન ભૂપાલા તસ્કર ખબર નહિ કરે, દીસે વડો વાચાલ સેવા સૂનાં મંદિર શેધીયાં, વેશ્યા તણાં નિવાસ સુઆરી ઘર જોઈયાં, પગ નવિ પામું ૩૮