________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૩૨૩) સુધાંનું રક્ષણ કરી, તે આવા પદ્ધિ જીવને કેમ મારીયે? | ૭ પછી સેમાએ તે સઘળી વાત માંડીને કહી સંભળાવી, અને તે વખતે સુમિત્રાએ પણ તે સર્પ અને ઘડે વિગેરે દેખાડ્યાં; પછી ત્યાં આગળ જ્યારે તે માળા સમાએ ઝાલી ત્યારે તે ફરીને કુલની માળા થઈ, અને સુમિત્રાએ ઝાલી ત્યારે તે સર્પ થઈ છે ૮ એવી રીતે ત્રણ વાર કરવાથી પણ તે સા૫ અને ફુલની માળા થઈ, તે જોઈ સભાના સર્વ માણસે કહેવા લાગ્યા કે, સમા સાચી છે, વળી તે ચમત્કાર જોઈ રાજા પણું વિચારવા લાગ્યું કે, એ ખરેખર દેવી છે, મનુષ્ય નથી કે હું
તે કર જોડી કરે રાય સોમાસું વિનતી, કમલતા છવાડે અછો તુમ મહા સતી; મંત્ર નવકાર પ્રભાવ મૂછ મટી ગઈ, સતી તણે કર સ્પર્શે ઉઠી બેઠી થઈ ૧૦ | સુમિત્રા નિજ કરતૂક પ્રકાશી શુભ મતે, ધર્મ તણું ફલ દેખ લહૈ ધર્મ ભૂપ તે; રૂદ્રદત્તાદિક અવર તિહાં શ્રાવક થયા, તેણે ઠામે સુણી સ્વામિ પાપ સવિ મુજ ગયાં છે ૧૧ એ શેઠ શેઠાણી સર્વ કહે સાચું કહ્યું, કુંદલતા કહે જૂઠ મેં નવિ સહ્યું; શ્રેણિક અભયકુમાર વચન તે સાંભલી, ચિંતે હઠીલી નાર ન દીસે એ ભલી છે ૧૨ દેશું દંડ પ્રભાત રાતે નવિ બોલીયે, વેચીને નિજ ઊંધ ઉજાગર કેણ
લીયે; આઠમે ખડે ઢાલ બીજી એ સેહતી, કહેશે મિત્રશ્રી વાત નેમ | મન મેહતી ને ૧૩ છે. પછી રાજાએ હાથ જોડીને સમાને કહ્યું કે, તું મહાસતી છે, માટે હવે આ કામલતાને જીવતી કર, પછી નવકાર મંત્રના પ્રભાવથી તેની મુછો નાશ પામી તથા તે સતીના હાથને સ્પર્શ થતાં જ તે ઉઠીને બેઠી થઈ છે. ૧૦ પછી સુમિત્રાને પણ ઉત્તમ બુદ્ધિ આવવાથી તેણે પિતાનું કાવતરૂં પ્રગટ કર્યું, તથા તે ધર્મનાં ફળ જેને રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો, વળી ત્યાં રૂદ્રદત્ત આદિકે પણ શ્રાવકનાં વ્રતે લીધાં, અને તે વાત સાંભળી મારાં પણ પાપનો નાશ થવાથી હું ધમૅ પામી. ૧૧ તે સાંભળી શેઠ શેઠાણી વિગેરે કહેવા લાગ્યાં કે, તે વાત ખરી છે, ત્યારે કુંદલતાએ કહ્યું કે, હું તે વાત માનતી નથી, તે સાંભળી શ્રેણિક રાજા તથા અભયકુમાર વિચારવા લાગ્યા કે, આ સ્ત્રી ખરેખર હઠીલીજ છે, સારૂં માણસ લાગતી નથી. ૧૨ માટે એને સવારે શિક્ષા કરશે, અત્યારે રાત્રે કંઈ બોલવું નહીં, કારણ કે, પિતાની Gધ વેચીને ક માણસ ઉજાગો ગ્રહણ કરે. એવી રીતે આઠમા ખંડની બીજી હાલ સંપૂર્ણ થઈ, હવે મિત્રશ્રી જે વાત કહેશે, તે નેમવિજયજીને બહુજ સારી લાગશે કે ૧૩
અહાસ મિત્રશ્રી પ્રતે, પૂછે બદ્ધ ધરી પ્રેમ કેમ પ્રાપ્તિ થઈ ધર્મની, સા પામી કહે તેમ છે ૧૫ વચ્છ દેશે નગરી વડી, કોસંબી સુખ થાન; ધનંજય રાજા તિહાં, સેમસર્મ પરધાન