________________
(૩૧૨)
ખંડ ૭ મે. ત્યારે તે પહેલી સ્ત્રી કહેવા લાગી કે, હે સ્વામિ ઉજજૈણી નામે નગરીમાં સંગ્રામસુર નામે એક ગુણવાન રાજા હતા, ત્યાં એક રિષભસેન નામે સમીતી શ્રાવક રહેતો હતે. ૧ તેને ઘેર સીતા સમાન શીલવંત તથા ગુણવંત જયસેના નામે સ્ત્રી હતી, તે હમેશાં શુદ્ધ સમકતી હતી, પણ કમેશે તે વાંઝણ હતી ૨ કે એક દિવસ તે સ્ત્રી પિતાના પતિને કહેવા લાગી કે, હવે પુત્ર વિના આપણે વંશ શી રીતે રહેશે? , કારણ કે ઘડી પણ એક ઘડીવાર પછી પાણીમાં ડુબી જાય છે, તેવી જ રીતે પુત્ર વિના વશ પણ એક ક્ષણમાંજ ડુબી જાય છે ૩ છે
બીજી નારી તણે વિવાહ, કંત કરે કરી મન ઉચ્છાહ; વય પરિણત થઈ સુણ નારી, વાત મા કહે એ મુખ બહારી ૪ લોક હસે કહે બુઢો બેલ, વરઘોડે ચઢીયો થઈ છેલ; સંતતિ કાજે નહીં કેઈ દૂષણ, પુત્ર થયા પછી થાસે ભૂષણ છે ૫ જેરે ઇભ્ય તણું એક બેટી, પરણાવી સુંદરી ગુણ પેટી;
સુંદરીને સોંપી ઘર ભાર, જયસેના કરે ધર્મ વ્યાપાર છે ૬ માટે ઉત્સાહ લાવીને હે સ્વામિ તમે બીજી સ્ત્રી સાથે પરણે, તે સાંભળી શેઠે કહ્યું કે, હું સ્ત્રી, હવે મારી વય પાકી થઈ, માટે એવી પરણવાની વાત તારે મુખમાંથી કહાડવી જ નહીં ૪ છે વળી લેકે પણ મશ્કરી કરે છે, અરે આવે બૂઢે ખખ બેલ સરખો માણસ તે એક જુવાનની માફક વરઘોડે ચડ્યો છે, ત્યારે સ્ત્રીએ કહ્યું કે, પુત્ર માટે તેમ કરવામાં કંઈ અડચણ નથી, કારણ કે પુત્ર થયા બાદ તેજ લેકે તમારી પ્રશંસા કરશે . પ . પછી બળાત્કારે એક મોટી શાહકારની સુંદરી નામે કન્યા સાથે તેનું લગ્ન કરાવ્યું અને જયસેના પછી સઘળું ઘરનું કામ કાજ સુંદરીને સેંપીને પિતે તે ધર્મ ધ્યાન કરવા લાગી છે ૬ છે
સુંદરીને જન્મ્યો સુત સાર, વાંઝીયાનાં ઉઘડયાં ઘરબાર; પીહર સુંદરી પહેલી જામ, બંધૂસરી માતા પૂછે તામ | ૭ સુખણી તું છે મારી જાઈ, સેક્ય સંકટમાં કેસ સુખ માઈ શોક ઉપર દીધી તુમે જાણી, પૂછવું ઘર પીને પાણી છે ૮ | શોકમાંહી ઘાલી સુખ ઈચ્છા, માથું મુંડાવી નક્ષત્રની પ્રીછા;
જયસેના મુજ ઘણું સંતાપે, માહારી છાંહ દેખે તિહાં કાપે છે ૯ છે. પછી તે સુંદરીએ એક ઉત્તમ પુત્રને જન્મ આપવાથી શેઠનું વાંઝીયા મેણું ટળ્યું ત્યાર પછી જ્યારે તે સુંદરી પિતાને પીયર ગઈ, ત્યારે તેની બંધુસરી માતાએ પુછયું કે, જે ૭ છે હે પુત્રી તને સાસરે સુખ તે છે? ત્યારે સુંદરી બોલી કે, તમે જાણી જોઈને મને શક ઉપર આપી છે, તે શેક આડે તે શું સુખ બન્યું હોય! હવે પાણી પીને ઘર શું પુછે છે! છે ૮ શેક ઉપર જવાથી સુખની ઇચ્છા તે ક્યાંથી હોય! માથું મુંડાવ્યા પછી નક્ષત્ર પુછવા જેવું તમે કરો છે, ત્યાં સાસરે મારી જયસેને શેક મને ઘણું દુઃખ દે છે, મારી છાયા દેખે છે, ત્યાં પણ તે ગુસ્સે થાય છે ! ૯ છે