________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૬૩)
અપર કથા તુમે સાંભલો, ગેરી નંદન ગણપત પાર્વતી એક અવસરે, મજ્જન કરવા નિમિત્ત મેળા અંગ મેલ ઉતારવા, સખી સંધાતે બેઠ; અંગ ઉગટણે ઘણે, પુરૂષ નિપાયે તેઠ
૨ ગણેશ રૂપ કરી થાપી, જીવતે કીધે તેહ ખડગ
આપ્યા નિજ હાથમેં, સમજાવે વળી જેહ. ૩ વળી પણ તમે પાર્વતીના પુત્ર ગણપતિની એક વાત સાંભળે? પાર્વતી એક વખતે સ્નાન કરવા બેઠી છે ૧ છે તે વખતે સખીની સાથે પિતાના અંગને મેલ ઉતારવા લાગી, અને ખુબ ચોળી ચોળીને તે મેલ એકઠા કરીને, તેમાંથી એક પુરૂષ બના ૨ છે તેનું ગણેશ નામ પાડી, તેને જીવતે કરી, હાથમાં ખડગ આપીને કેટલીક શિખામણ દીધી છે ૩ છે
બેસાડે તે બારણે, ચોકી કરવા કાજ; અવર દે જે આ વવા, નાવા બેઠી આજ. ૪ ઈશ્વર આવ્યા ઉતાવલા, બેઠે
દીઠ તેહ; અન્યો અને પૂછે ફરી, કેણુ તું માહરે ગેહપા પછી તેને ચેક કરવા વાસ્તે બારણામાં બેસાડ્યો, અને કહ્યું કે, બીજા કેઈને અંદર આવવા દેતે નહીં, એમ કહી તે પાર્વતી સ્નાન કરવા બેઠી છે ૪. એટલામાં એકદમ ત્યાં મહાદેવ આવ્યા, તે ગણપતિને જોઈ એક બીજાને પુછવા લાગ્યા કે તમે કોણ છો ? છે પ છે
ઢાણ છે.
ચોપાઈની દેશી. ગણેશ બોલ્યો તવ કેણ છે તું, ઘરમાં પણ નહીં દેઉં હું તવ તે લાગ્યો જુદ્ધ અપાર, ગણેશ ઈશ્વરે ઝુકે ઝુઝાર. ૧. તવ તે ઈશ્વર કેપે કરી, ખડગે માર્યું મસ્તક ધરી; ઉડી ગયું મસ્તક તે તણું, છયાસી જે જન પિચ્યું ઘણું છે ૨ ઇશ્વર તવ આવ્યા ઘરમાંહીં; પાર્વતી નાહે છે ત્યાંહીં,
કેમ સ્વામિ આવ્યા ઈહાં ઈસ, દ્વારપાળ માય મેં રીસા ૩ પછી ગણેસે મહાદેવને કહ્યું કે, તું કેણ છે? હું તને ઘરમાં આવવા નહીં દઉ; પછી ત્યાં ગણપતિ અને મહાદેવ વચ્ચે લડાઈ શરૂ થઈ છે ૧ છે તે વખતે મહાદેવે તે રીસ કરીને તેના માથામાં તલવાર મારી, તે વખતે તે ગણપતિનું માથું ઉડીને છયાસી જે જન ઉચે પહોંચ્યું છે ૨ કે પછી મહાદેવ જ્યાં પાર્વતી ન્હાય છે ત્યાં આવ્યા? પાર્વતીએ પુછયું કે, સ્વામી તમે આંહીં શી રીતે આવ્યા, ત્યારે મહાદેવે કહ્યું કે, ચેકી કરનારને મારીને હું અહીં આવ્યો છું. વાત
પાર્વતી બોલ્યાં જગદીસ, એહ પાપ શું કીધું શિ; પુત્ર માહેર માર્યો તમે, નહીં બોલું હવે તુમસે અમે છેક