________________
ધર્મ પરીક્ષાના રાસ.
(૨૮૭) હવે તે રાજા વેરીને જીતીને પાછો આવ્યો, ત્યારે સઘળા લેકે તેને લેવાને સામા ગયા, ત્યારે રાજાએ લોકોને પુછયું કે, તમે સઘળા સુખ સાતામાં તે છે? ત્યારે લેકે કહેવા લાગ્યા કે, યમદંડના પસાયથી અમે સઘળાને આનંદ છે વળી રાજાએ ઘડી વાર પછી ફરી લેકને પુછયું કે, તમે સઘળા આનદમાં તે છે? ત્યારે લોકે કહેવા લાગ્યા કે, અમે સઘળા યમદંડના પસાયથી આનંદમાંજ છીએ, અમને કંઈ દુઃખ નથી ૮ છે એવું સાંભળી રાજા મનમાં વિચારવા લાગ્યું કે, જે રાજા સુખ ચેનમાં પોતાને કાળ કહાડવા વાસ્તે માણસને રાજ્ય સેપે છે, તેનું રાજ્ય, બીલાડીને દૂધ સોંપવા જેવું થાય છે, અને પાછળથી તે રાજાને પસ્તાવું પડે છે ૯
કુડ રાખી મનમાં ઘણો, રાજ મન કરે ભૂપાલ, ઇંગિત આકારે ઓળખે, રાજા જાણે મનમેં કોટવાલરે ૧૦ છે મંત્રી પુરોહિત ભૂપતિ, રાજ ત્રણે મળી એક હાયરે; યમદંડને યમધર ભણી, રાજા મૂકણ વિચાર કરાયરે છે ૧૧ છે દેખો દરજન દરમતિ, રાજ પરે જસ દેખ્યો ન સુહાયરે; રાજા પરધાન પુરોહિત મળી, રાજા કુકરમ એહ કમાયરે છે ૧૨ પછી રાજા તે કપટ કિયાથી મનમાં દ્વેષ રાખી ઉપરથી મૌન પણું બતાવે, પણ કોટવાલ તેના આચરણથી વાત કળી ગયે, કે રાજા મારી, અદેખાઈ કરે છે ? પછી એક દહાડે, મંત્રી, પુરોહિત, તથા રાજા, એ ત્રણે જણેએ એકઠા થઈ યમદંડને મારી નાખવાને વિચાર કર્યો છે ૧૧ છે કવિ કહે છે કે, દુષ્ટ માણસની નીચ બુદ્ધિ તે તમે જુઓ. બીજાની કીર્તિ (યમદંડની કીર્તિ) રાજા સહન કરી શકતો નથી, તેથી અહીં રાજા, પ્રધાન, તથા પુરે હિત મળી આવું દુષ્ટ કર્મ કરવા લાગ્યા. ૧૨
ખજાનો નિજ ખોસવા, રાજા મધ્ય રાત્રે પેઠે તેહરે, કુડ કપટ કરે ઘણાં, રાજા અંતે પડી મુખ ખેહરે ૧૩ મુદ્રા જઈ પાદુકા, રાજ મુખે મૂકે લેઈ ખાત્રરે; ધન કાઢે તે ધસમસી, રાજા કામ કરે એહ કુપાત્રરે છે ૧૪ ખાત્ર મુખે વિસરી ગયા, રાજા પાદુકા મુદ્રા કઈરે;
પ્રાત સમે યમદંડને, રાજા તેડીને ભાંખે સોઈરે છે ૧૫ છે પછી તે ત્રણે જણાએ મધ્ય રાતે પિતાના (શજાના) ખજાનામાં પેસી કેટલુંક ધન ચોરવાનો ઈરાદો કર્યો, એવું કુડ કપટ તેમણે કર્યું, પણ અંતે તેમનાજ મહેડા ઉપર ધૂળ પડશે કે ૧૩ છે તે ત્રણે જણે ખાતર પાડી પિતાની વીંટી, જઈ અને પાડીઓ તેના મુખ આગળ બહાર મુકીને અંદરથી ઉતાવળે ઉતાવળે ચોરીને ધન કાઢવા લાગ્યા છે ૧૪ છે પણ પાછળથી જતી વખતે તે ત્રણે વસ્તુ (પાવડીઓ, વીંટી અને જનોઈ) તેઓ ત્યાંજ ભુલી ગયા; હવે સવાર થયા પછી રાજાએ યમદંડને તેડાવી ખાતરની સઘળી વાત કહી છે ૧૫ છે