________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૮૫) સાવધાન રહેવા ફરમાવ્યું, પછી રાત પડી ત્યારે રાજા પ્રધાનને કહેવા લાગ્યો. ૧૮ એવી રીતે સાતમા ખંડની પહેલી ઢાલ, હે શ્રોતાજને તમે સાંભળજે, અને તેથી રંગવિજય કવીશ્વરના શિષ્ય નેમવિજયને જય થશે કે ૧૯ છે
ચાલે જોવા જઈએ, બેલે શ્રેણિક રાય; અભયકુમાર વલતું કહે, નાવે મારે દાયો ૧. નારી જતિ મલી તિહાં, પુરૂષ નહીં છે છેક આપણ કેમ જઈએ તીહાં, મનમાં ધરે વિવેક છે ૨ ઇંદ્રિ પાંચ જતિ જીકે, તે વિનયી કહેવાય; ગુણ
વંત કહીયે તે નરા, સહુ જનમાં પૂજાય છે ૩છે , ત્યારે શ્રેણિક રાજાએ અભયકુમારને (પ્રધાનને) કહ્યું કે, ચાલે આપણે મહોત્સવ જેવા જઈએ, તે સાંભળી કુમારે કહ્યું કે, તે વાત મને ફાવશે નહીં ૧ છે ત્યાં સઘળી સ્ત્રીઓ એકઠી થઈ છે, કઈ પણ પુરૂષ ત્યાં નથી, માટે તમે વિવેક સહિત વિચાર કરે કે, આપણે ત્યાં શી રીતે જઈ શકીયે છે ૨ કે જે માણસે પિતાની પાંચે ઇંદ્રિય વશમાં રાખી છે, વિનયવંત કહેવાય છે, વળી જે માણસો સઘળાઓમાં પૂજનીક થાય, તેને જ ગુણવાન કહીયે ૩ છે
રાજા કહે પરધાનને, હું છું ઈદ્ર સમાન; લેકે શું કરશે મને, બલવંત દુ રાજાનો ૪ પ્રધાન વિલતું એમ કહે, અભિમાન ન કીજે ફોક પરજ થકી સુખ પામીયે, દુઃખ ન દીજે લોક છે ૫ | વલી નરપતિ એમ ઓચરે, ઘણે ન સીજે કા
જ; સૂરજ ઉગ્યે એકલો, તારા જાયે ભાજ | ૬ | ત્યારે રાજા પ્રધાનને કહેવા લાગ્યું કે, આ વખતે તે હું ઇંદ્રિ સરખું છું, માટે હ એવી રીતે બળવાન રાજા હોવાથી કે મને શું કરવાના છે? | ૪ તે સાંભળી પ્રધાને ઉત્તર આપ્યું કે, હે રાજા ફેકટ અભિમાન કરવું નહીં, કારણ કે આપણે આપણી પ્રજાથીજ સુખ પામીયે છીયે, માટે પ્રજાને દુઃખ દેવું નહીં. પા ત્યારે રાજા ફરીને બે કે, ઘણું લેકે એકઠા મળીને પણ મને બળવાનને શું કરવાના હતા! કારણ કે એક સૂર્ય ઉગવાથી સઘળા તારાઓ નાશ પામે છે. દા
પ્રધાન કહે નરપતિ તમે, બધુસું ન કરે વેર; ઘણુ મલી કલ્યાણ કરે, ઘણાંથી ઉપજે ઝેર ૭ છે તે ઉપરે કથા ક, ' સુધન નૃપની વાત, વાતો મન સીતલ કરે, વાત કરે
ઉતપાત ૮ - ત્યારે પ્રધાને વળી રાજાને કહ્યું કે, આપને ઘણુ લેકે સાથે વેર કરવું ગ્ય નથી, કારણ કે, ઘણા લોકો એકઠા થવાથી કલ્યાણ થાય છે, તેમ ઘણું માણસ મળવાથી તે ઝેર પણ વરશાવી શકે છે કે ૭ છે હવે તે ઉપર હું તમને સુધન રાજાની વાત કહું છું તે સાંભળે; કારણ કે, વાતેથી ચિત્ત ઠંડું પડે છે, તથા વાતથી જ મનને સંતાપ થાય છે કે ૮ "