________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૫૫) એક દીન ઈશ્વરની પૂજા કરી, આરાધે અતિહી ચંગરે; નવ મસ્તક હસ્તે છેદી કરી, પૂછ્યું ઈશ્વરનું લીંગરે. દ. ૪ એક મસ્તક રાખ્યું ધડ ઉપરે, નવિ કીધી એહ તણી પૂરે; ઈશ્વર તે મુજને ત્રસે નહીં, કેસું કરે અબુજરે. દoછે ૫. નવ શિરકમલે શંકર અરચીયારે, લોચન કમલ અઢારે; ઈશ્વરે વરદાન નહીં આપીયેરે, કશો વલી કરૂં હું વિચારરે. દાદા પછી એક દીવસ મહાદેવની ખૂબ પૂજા કરીને તેનું આરાધન કર્યું, તથા પિતાના નવ માથા કાપીને તે વતી મહાદેવનું લીંગ પૂર્યું છે ૪ છે અને બાકી એક મસ્તક ધડ ઉપર રહેવા દેઈ, તેની પૂજા ન કરી, અને વિચારવા લાગ્યું કે, મહાદેવ તો મારા પર તુષ્ટમાન થતા નથી, અને હું આ અજ્ઞાન કષ્ટ શું કરું છું ? કે ૫ છે આવી રીતે મેં નવ મસ્તક કમળથી, તથા અઢાર ચક્ષુ કમળથી મહાદેવની પૂજા કરી તે પણ તેણે મને વરદાન આપ્યું નહીં, તે હવે વળી કઈ બીજો ઉપાય કરૂં. ૬
રાવણે નિજ બાંહીં સુધલા છેદીયારે, નસ કાઢી વલી દેહરે; રાવણ હથી બાંધી તેણે કીયેરે, નસા જાલી ગુંથી તેહરે. દ૭ છે સારીગમ પદની સરસ ભલી, તાન માન ધ્યાન ઉલ્લાસરે; ગીત ગાન ગાયે અતિ ઘણુરે, છ રાગ છત્રીસે ભાસરે. દવે ૮ છે તાંડવ નાટિક નૃત્ય કરે વલીરે, ગીત તણે ઉછલે ઘેરે; ઈશ્વર તવ મનમાં ઉલસ્યારે, પામ્યા અતિહિ સંતોષરે. દ૦ ૯. પછી રાવણે પિતાના સઘળા હાથ કાપીને તેનો હાથ બાંધ્યું, તથા શરીરમાંથી ન કાઢીને તેની જાળી ગુથી ! ! વળી સારી-ગ-મ-પ-દ-ની વિગેરેના તાન લઈ અત્યંત આનંદથી, છ રાગ અને છત્રીસ રાગણ સહીત તે ગાવા લાગ્યા. ૮ વળી ત્યાં ઉત્તમ પ્રકારનું ઉચ સ્વરે ગાયન સહિત તે નાટક કરવા લાગ્યું, તે જોઈ મહાદેવ મનમાં આનંદ પામ્યા છે ૯ છે
ચદચોકડી રાજ ભોગવે રે, મસ્તક મલ ઠામરે, રામાયણ વાલિમકે એમ બોલીયુરે, અન્ય પુરાણે વલી તામરે. દ૦૧૦ વિપ્ર વચન વલતું બોલીયારે, સાંભલ ભાઈ અમ તણી વાચરે; પુરાણ પ્રસિદ્ધ રાવણ તીરે, કથા કહી તે સાચરે. દ| ૧૧ છે નવ મસ્તક છેદી હસ્તે કરો, પૂછ્યું ઈશ્વર તણું લીંગરે;
ચંદ ચેકડી રાજ્ય આપ્યું ખરૂરે, માથાં વળગ્યાં તેહ તણાં અંગરે.૧૨ પછી મહાદેવે કહ્યું કે, ચૌદ ચોકડી સુધી રાજ ભોગવજે, તથા તારા મસ્તકે પણ પાછા સ્થાનકે ચોંટશે; અને તેવી જ રીતે થયું, એમ વાલિમક રૂષિએ રામાયણમાં કહ્યું છે, તેમ બીજા પુરાણોમાં પણ કહ્યું છે કે ૧૦ છે તે સાંભળી બ્રાહ્મણે બેલ્યા કે, હે ભાઈ તે પુરાણની ખરેખરી રાવણની વાત કહી ૧૧ છે અને ખરેખર રાવણે પિતાના નવ માથા હાથેવતી કાથીને મહાદેવનું લીંગ પૂજયું હતું, તથા