________________
(૨૪)
બંડ પામે. મન પિગળ્યું નહીં, કારણ કે તે મહાદુષ્કમી હતે ૧૧ છે એવી રીતે સીતાનાં હમેશાં વચન સાંભળે, અને પછી વિચારે કે, લાવતા તે લવાઈ ગઈ, પણ હવે તે સતી છે, માટે વધારે કહેવું નહીં . ૧૨ છે લીધા મેલી વાત થઈ તે, અહીયે છછુંદરી પકડી મેલે તે થાય આંખો અંધ, ખાધે મરે પડયો જકડી. મુ. ૧૩ એણી પરે મનમાં જાણે રાવણ, કરતાં સંતે કીધી; થાનારે થાસે જે આગલ, લેતાં સુજે લીધી. મુ. ૧૪ પાંચમા ખંડ તણીએ ઢાલ, આઠમી સહી કરી જાણે, રંગવિજયનો શિષ્ય એમ ભણે, તેમની વાત વખાણે. મુમે ૧૫ હવે રાવણને તે વાત લીધા મેલી જેવી થઈ, એટલે જેમ સર્ષ છછુંદર પકડે, ને પછી તેને મેલે તો તે આંધળો થાય, અને ખાય તે પિતે મરી જાય એમ થયું, ૧૩ પછી રાવણે વિચાર્યું કે, કામ કરતાં તો કરાઈ ગયું, હવે જેમ આગળ બને તેમ ખરૂં . ૧૪ છે એવી રીતે પાંચમાં ખંડની આઠમી ઢાલ કહી, રંગવિજયના શિષ્ય નેમવિજય કહે છે કે તે વાત વખાણવા લાયક છે કે ૧૫
સાત માસ નવ દિન લગે, પૂજ્યા થંભણ પાસ; અધિષ્ટાતા શેષનાગજી, પસાય કીધે તાસ ૧ લશ્કર પાજે ઉતર્યો, લંકા નેડી લીધ; ખબર થઈ રાવણ ભણી, નગરમાં વાત પ્ર-- સિદ્ધ ૨. બિભિક્ષણ ભાઈને કહે, રામ ચડી આવ્યા
આજ; ભાઈ કરીને થાપીયે, સરવે સરસે કાજ | ૩ | હવે રામે સાત મહિના અને નવ દિવસ સુધી થંભણ પાર્શ્વનાથની મૂર્તિની પૂજા કરી, તેથી તેના અધિષ્ઠાતા શેષનાગે તેના પર પસાય કર્યો. ૧ લશ્કર સઘળું પાજ ઉપર થઈ સમુદ્ર ઓળંગીને લંકાની નજીક આવ્યું, ત્યારે તે વાતની રાવણને તથા નગરમાં પણ લેકને ખબર પડી કે ૨ | હવે બિભિક્ષણ રાવણને કહેવા લાગ્યું કે, રામ ચડીને આવ્યા છે, તે તેને આપણે ભાઈ કરીને બોલાવી સલાહ કરીએ, તો આપણું સર્વ સારૂં થશે . ૩
રાવણ કહે ભાઈ સુણે, રામ છે દુશ્મન જાત; બનેવી આપણ મારી, વિધનપતિ નામ સુજાત. એ વેરી મેલો, તે અપજસ જગ હેય; ઘર આંગણે આવ્યો થકો, જાવા દે કહો કોય. ૫ બિભિક્ષણ કહે રામસું, ભાઈજી મ કરે વેર;
વેધ પડસે એ વાતમાં, થાસે એ કામે ઝેર છે ૬ ત્યારે રાવણે કહ્યું કે, હે ભાઈ, રામ તે આપણે દુશ્મન છે, કારણ કે તેણે આપણા બનેવીને તથા તેના પુત્ર વિધ્રપતિને માર્યો છે ૪ માટે એવા વેરીને જે આ પણે છોડી દઈએ, તે જગતમાં પણ આપણે અપકીર્તિ થાય, વળી તે પોતે ઘર