________________
ધર્મ પરીક્ષાને રાસ.
. (૧૫૩). અંગનાએ દેશમાં ચંપાપુરી નામે નગરીમાં ગુણસાગર નામે રાજા હતા, ત્યાં હરિ ભટ્ટ કરીને એક રાજગોર બ્રાહ્મણ હતું, કે જેનાં પગોની રાજા પણ સેવા કરતે. ૪ એક દિવસ તે બ્રાહ્મણ ખરચુ જાવાને પાને ઉલો ભરીને કેટલેક છેટે ગયે, અને દિશા ફારગત કરી ત્યાંથી પાછા વળતાં તેણે રસ્તામાં નદીમાં પાણીનું પૂર આવેલું જોયું છે ૫ છે ત્યાં તેણે પાણી ઉપર એક પત્થરની શીલા તરતી આવતી જોઈ તેથી તે આશ્ચર્ય પામીને રાજાને જઈ કહેવા લાગ્યું કે, હે સ્વામિ, આજતે મે એક આશ્ચર્ય જોયું છે ૬ .
બાહિર ભૂમિ ગયો દ્વેગ, નદી કીનારે ઉભે જામ; . મોટી શીલા એક જલમાં તરતી, દીઠી અમે અભિરામ. સ. ૭ પરહિતની વાણી સાંભલીને, રાજા કહે વિખ્યાત; ભત જેટિંગ વ્યંતરે છલીયો, અસંભવ બોલે વાત, સછે ૮. હરિભટ શાહી દ્રઢતર બાંધ્યો, ઢીંક પાટું ઘણી મૂકે;
ભોપા આણ્યાં મંડલ તવ માંડયો, ચાબખ દોરી ન ચૂકે. સ. ૫ ૯ હે રાજા આજે હું ઘણે દૂર ખરચુ ગયે હતું, ત્યાંથી વળતા જ્યારે નદી કીનારે ઉભે રહ્યો ત્યારે ત્યાં આગળ એક મોટી પત્થરની મનોહર શિલા પાણીમાં તરતી આવતી મેં જોઈ છે ૭ છે પુરેહિતનાં એવા વચન સાંભળીને રાજા કહેવા લાગ્યું કે, આને કાંતે કઈ ભૂત, ડાકણ કે વ્યંતર વળગે છે, નહીંતર આવી અસંભવિત વાત બોલે નહીં તે ૮ કે પછી રાજાએ હરિભદ્રને પકડીને બંધાવ્યું, તથા ખૂબ પાર્ટ, મુક્કીઓ વડે માર્યો, અને ત્યાં કેટલાક ભૂવાઓને બોલાવી, મંડલ કરીને ચાબખાની દેરીથી મારવા માંડ્યો છે ૯ છે
ધૂણે ધંધલે અક્ષત છાંટે, હાથ પાય શિર ફૂટે; બુબ કરેતે હરિભટ ચિંતે, મરણ આવ્યું અણુ ખૂટે. સ૦ મે ૧૦ પુરોહિત કહે સાંભલા ના લોકા, જૂઠયું બોલ્યું નેહે સાચ; ભૂત જેટિંગ વળગ્યો નથી મુજને, ખોટું હાસ્યું હસ્ય વાચ. સ. ૧૧ સીલા તરતી નદીએ ન દીઠી, છોડાવો માહારાજ;
ગુણસાગરે તતખિણ છોડાવ્યો, હરિભટ પામ્યો ઘણી લાજ. સ. ૧૨ તેને ખુબ દૂધેલીને ધુણાવે, તથા ચોખા છાંટે, અને તેથી તે હાથ પગ તથા માથુ કુટીને બુમ પાડી ચિંતવવા લાગ્યું કે, આ વગર મેંતે મરવાનો વખત આવ્યા છે ૧૦ છે પછી તે પુરેહિત રાજાને તથા લોકોને કહેવા લાગ્યું કે, આટલા વખત સુધી તે હું જે બોલ્યા હતા તે સઘળું સાચું નહતું, જુઠું હતું, વળી મને કઈ ભૂત કે ડાકણ વળગી નથી, મેં તો ફેકટ મશ્કરી કરી છે કે ૧૧ છે મેં ન દીમાં શીલા તરતી જોઈ નથી, હવે મને હે મહારાજ તમે છુટો કરો, પછી તે રાજાએ તેને એકદમ છુટે કર્યો, અને તેથી તે ઘણે જ શરમાણે છે ૧૨ છે
ઘરે જઈ પુરોહિત ચિત્ત ચિંતે, મુજ મુખ ભૂપે કયું કાળું સત્ય વચન બોલતાં મુને ફૂટ, ઈહ સાટું કેમ વાળું. જે ૧૩ છે