________________
(૧૬)
ખંડ ૩ . રૂઠે જવ માંડ સંહારનેરે લલ, પ્રલય કાર કરે અપારનેરે લોલ;
ઉદરમાં તવ વેગે કરીરે લલ, સુષ્ટિ તમારી મેં ધીરે લોલ. ૧૮ મેં આ આખી સૃષ્ટિ નિપજાવી, પણ તે ક્યાં દેખાતી નથી, તેને શેધવા વાસ્તે હું ઘણે વખત ભટક્યા, પણ કંઈ પત્તો મળે નહીં, તેથી તે અમારી આશા તમારી પાસેથી ફળશે, એમ ધારી તમને ઈહાં સુતેલા જોઈ તમારી પાસે આવ્યે છું કે ૧૬ છે ત્યારે વિષ્ણુએ કહ્યું કે, હે બ્રહ્મા રૂષિ આ ચૌદ ભૂવને તમેએ ઉત્પન્ન કર્યા, તેની રક્ષા અમારે કરવી છે કે ૧૭ છે પણ એટલામાં મહાદેવે તેને પ્રલય કરી સંહાર કરવાનો વિચાર કર્યો, તેથી એકદમ તમારી સૃષ્ટિને મેં મારા પેટમાં નાખી તેનું રક્ષણ કર્યું છે કે ૧૮ છે વચન સુણી રીઝયા તદારે લોલ, ભલો કીધો તમે અમ મુદારે લોલ; સ્વામિ ભુવન દેખાડે હવે રે લોલ, જીવ અમારે ઘણું રે લોલ. ૧૯ હરિ ભણે સાંભલો રૂષિ તમે રે લોલ, મુખમાં પેસે જઈ ઉજમેરે લોલ; સૃષ્ટિ જુઓ તમારી એહવરે લેલ,ભાગે મનના સદસંદેહવીરે લેલ.૨૦ ખંડ ત્રીજે હાલ પાંચમીરે લોલ, શાતા સહુ જનને ગમીરે લેલ; રંગવિજયને શિષ્ય એમ કહેરેલોલ,નેમ તેજસ જગમેં લહેરે લેલ.૨૧ તે વચને સાંભળી બ્રહ્મા ખુશી થઈ કહેવા લાગ્યા કે, તમે અમારા પર બહુજ ઉપકાર કર્યો છે, પણ તે સ્વામિ હવે તે ભુવનનાં (સૃષ્ટિનું) દર્શન અને કરાવે, કારણ કે તે જેવાને અમારે જીવ બહુ આતુર છે ! ૧૯ છે ત્યારે વિષ્ણુએ કહ્યું કે, તમે ખુશીથી મારા મોહડામાં પેસીને તમારી સૃષ્ટિનાં દર્શન કરી લે, કે જેથી તમારા મનની શંકા દૂર થાય છે ૨૦ છે એવી રીતે ત્રીજા ખંડની પાંચમી ઢાલ સાંભળનારાને આનંદકારી છે, રંગવિજયના શિષ્ય નેમવિજયજી કહે છે કે, આથી મને જગતમાં ઘણે જસ મળશે કે ૨૧ છે
કુ. બ્રહ્મા મુખમાં પેઠા જઈ, ચૌદ ભુવન દીઠા ત્યાંહિં સ્વર્ગ મૃત્યુ નરકા વાસ, પર્વત સાગર મહિમાંહીં ના સુરનર કિન્નર દેવતા, હયગય પંખી અનેક ઉદરમાંહિં દીઠે સ, જોતાં કાલ , ગયો છેક છે ૨છે અધે દ્વારે નિકલવા, બ્રહ્માએ વિચારી
વાત મેલ મૂત્ર અરુચિ ભંડારને, દુર્ગધ ગંધ ઉતપાત રા પછી બ્રહ્માએ વિષ્ણુના મુખ વાટે ઉદરમાં જઈ સ્વર્ગ, મૃત્યુ, પાતાલ (નરક) પર્વત, સમુદ્ર, જમીન વિગેરે ચૌદ ભુવન જોયા છે ૧ છે ત્યાં દેવતા, મનુષ્ય, કિન્નર જાતિનાં દેવ, ઘેડા, હાથી તથા અનેક જાતનાં પક્ષ વિગેરે જોતાં જોતાં કેટલેક વખત નિકળી ગયે છે ૨ ! પછી બ્રહ્માએ વિચાર્યું કે, હવે વિષ્ણુના અધે દ્વારેથી મારે નિકળવું, પણ ત્યાંતે, વિષ્ટા, મુત્રાદિક અસુચિ ભરેલા પદાર્થોને લીધે અત્યંત દુર્ગધ આવવા લાગી છે ૩ છે