________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૧૯૮), છે ! ૧૧ છે વળી જે સ્ત્રીએ તમને જન્મ આપે, તે વળી બીજી વાર કેમ પરણું, કારણ કે એકવાર પરણ્યા પછી સ્ત્રીના પુનર્લગ્ન તે થાય નહીં તે ૧૨ છે માટે એ બને શંકાઓનું આજે તમે નિવારણ કરો જેથી અમારૂં મન નચિંત થઈને કામ સફળ થાય છે ૧૩ છે
અમલી લાલ રંગાવે વરનાં મોલીયાં-એ દેશી. મને વેગ કહે ભાઈ સાંભલે, સૂત્ર કંઠ તુમે છો સુજાણ; બ્રાંતિ ભાજે જેમ સઘલી મન તણી, તેમ બોલું હું હવે વાણરે.
સ્મૃતિ પુરાણ વેદમાં જુઓ છે એ આંકણી ૧. મોટે પારાસર રિષિમાં કહ્યું, એક દિવસ કીધે વિહાર ગંગા નદી ઉપકઠે રહી તીહાં, નાવ ખેડે કન્યા એક સારરે. સ્મૃ. ૨ મચ્છગંધા નામ છે તેહને, કુરૂપ અભાગણી દેહરે, ગંધાય શરીર જોજન લગે, બીજું નામ ધર્યું વલી તહરે. મૃ ત્યારે મને વેગે કહ્યું કે, હે બ્રાહ્મણે તમે બુદ્ધિવાન છે; માટે હવે તમને સ્મૃતિ, વેદ, પુરાણ વિગેરેમાં જેમ કહ્યું છે, તેમ તમને સંભળાવું છું, કે જેથી તમારી શંકા દૂર થશે છે ૧ પુરાણમાં એક પારાસર નામે મેટા રૂષિનું વૃતાંત આવે છે; તે રૂષિ એક દિવસ ચાલતાં ચાલતાં ગંગાના કિનારા પાસે આવ્યું, ત્યાં તેણે એક બાલિકાને નદીમાં હેડી ફેરવતી જોઈ છે ૨ છે તેનું મચ્છગંધા નામ હતું, અને તે અભાગણીનું શરીર એવું તો કદરૂપુ અને વાસ મારતું હતું કે, તેની દુર્ગધ એક જન સુધી ફેલાતી હતી, માટે તેનું “જે જનગધા” પણ નામ કહેતા કા દીઠી એકલી કન્યા પારાસરે, નાવે બેઠા જોઈ તે રૂપરે; જ મનોભાવ તવ સ્તન દેખીને, વિકાસ થયું તવ સ્વરૂપરે. સ્મૃ૪ ઋષિ કહે અમસ્ કૃપા કરે, દાન દેઓ કાયાની સારીરે; સુણે તપસી તવ ભણે કામની, મુજ તનુ દુર્ગધ ધારીરે. સ્મૃ૦ પા અજુઆલે લોક દેખે સહુ અઘટતું કેમ કીજે કાજ રે; દેહ કીધે સુગંધ હાથ ફેરીને, ધુંવર કેરી લોપી લાજ રે. મૃ. . ૬ તે કન્યાને પારાસરે એકલી નાવમાં બેઠેલી જોઈને, પિતે પણ તેમાં બેઠે, અને તેનાં સ્તનેને જેવાથી, તે કામાંધ થયે, અને તેથી તેનું ચિત્ત વિકાર યુક્ત થયું છે જો તેથી રૂષિએ તેની પાસે માગણી કરી કે, તમારું શરીર અને ભેગવવા આપે, ત્યારે તેણીએ કહ્યું કે, મારું શરીર તો દુર્ગધ વાળું છે પછે વળી આવા અને જવાળામાં કોઈ આપણને તેમ કરતાં જુવે, તો પણ તે અયુક્ત કહેવાય, તે સાંભળી રૂષિએ હાથ ફેરવીને તેનું શરીર સુગંધ યુક્ત કર્યું, અને માછીની લાજને લેપ કર્યો. ૬
ભોગ વિલાસ કરતાં અનુક્રમે, જનમ દુઓ વેદ વ્યાસ મુછ કુછને કમંડલ ધયાં હાથમેં, વેદ પુરાણ મુખ બોલે ભાસરે. મૃ૦૭