________________
(૧૩૨)
ખંડ ૨ જે. ભરતાર ભગત છોડી કરીએ, હીંડે ઈશ્વર સાથે સુંદરી કહે શંભુ સાંભલોએ, લીજે આપણ બાથતે છે ૭૫ એક કહે શંકર સુએ, ધરજો મહારાજા અંગે આલિંગન રૂઅડેએ, કૃપા કરી છે આજતો ૮• વનમાં શંકર જઈ રહ્યાએ, ધ્યાન ધરે અપાર તાપસ કામની તિહાં ગઈએ, ઈશ્વરસું ભેગ વિકારતે એ છે પછી જ્યારે મહાદેવ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે તે તાપસી પોતાના ધર્મી ભરતારનો ત્યાગ કરી મહાદેવ સાથે ચાલીને કહેવા લાગી કે, હે શંભુ આપણે બન્ને જણ બાથ (આલીંગની લઈએ પાછા વળી એક કહેવા લાગી કે, હે શંકર, આજે મારાપર કૃપા કરીને મને સારી રીતે આલિંગન દઈને આજે મારો ઉદ્ધાર કરજે. ૮ પછી શંકર ત્યાંથી વનમાં જઈ ધ્યાન ધરવા લાગ્યા, ત્યાં પણ તાપસી જઈને મહાદેવ સાથે જોગ વિલાસની ઈચ્છા કરવા લાગી ૯ છે તાપસ તવ દુખીયા થયાએ, નારીએ મૂક્યો સંગતે વિચાર કરે સઘલા મલીએ, કેમ રહેસે ઘર રંગ છે ૧૦ દેવ પૂજા રહી આપણુએ, અંગે ગયાં સનાનો , રાંધણ સિંધણ સહુ તન્યાએ, ભૂખે ગયાં જીવ જ્ઞાનત છે ૧૧ છે આપણને મૂકી ઘરેએ, હરને સેવે નાર, શંકરને કેમ શ્રાપીએ, એ છે ત્રિભુવન તારે છે ૧૨ છે હવે તાપસ સીએ તેને સંગ ત્યાગ કરવાથી એકઠા થઈ દુઃખી થતા વિચાર કરવા લાગ્યા કે, હવે આપણું ઘરનું કામ કાજ શી રીતે ચાલશે? છે ૧૦ વળી આપણ સઘળાની દેવ પૂજા પણ રહી જાય છે, તેમ નાવા દેવાનું, તથા રાંધવા સિંધવાનું પણ ન બનવાથી, આપણા જીવ ભુખથી માર્યા જઈ આપણુ જ્ઞાનનો નાશ થાય છે કે ૧૧ છે વળી તે તાપસી આપણને મુકીને મહાદેવને ભોગવે છે, છતાં આપણે મહાદેવને કેમ શ્રાપ દઈ શકીએ? કારણ કે, તે તે ત્રણ ભુવનને તારનાર છે ! ૧૨ છે
નારી મેહો આપણીએ, જે દેખીને અંગતે દંડ કરે તુમે તેહનેએ, શ્રાપને કો ભંગત છે ૧૩ છે. તાપસ મલીને શ્રાપીયાએ, લિંગ પડયું તતકાળ; ભુવન માંહે તે વિસ્તર્યુંએ, કર્મ કરે વિકરાલત છે ૧૪ લાગે લક્ષણ પ્રગટ કીયાએ, ત્રિભુવન પાડો ત્રાસ;
નર નારી સંભાવિયાએ, લોક પામે બંદુ હાસ્યતે ૧૫ હવે મહાદેવનું જે અંગ જેવાથી આપણી તાપસી મેહ પામી છે, તે અંગને શ્રાપ દઈ નાશ કરી તેને દંડ કરવો છે ૧૩ છે પછી સઘળા તાપસોએ એકઠા થઈને શ્રાપ દેવાથી મહાદેવનું લિંગ એકદમ તુટી પડયું, અને જગતમાં તેને વિરતાર