________________ શરીરથી દ્રવ્યપૂજા. દ્રવ્યપૂજા વખતે પણ માનસિક ઊંચા ભાવો તો હોવી જ જોઈએ. આ ત્રણેને સર્વતોમુખી વિકસાવવાથી વાત્સલ્ય પ્રવર્ધમાન બને છે અને તેની પરાકાષ્ઠામાં શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના થાય છે. શ્રી અરિહંત ભગવંતના વાસ્તવિક ગુણોને અર્થી આત્માઓ સમજે, તેથી ભગવંત પ્રત્યે ભક્તિરાગ વધે અને તેઓ ઉત્તમ પ્રકારની દ્રવ્ય અને ભાવપૂજા કરી શકે, એ દિવ્ય આશયથી પ્રસ્તુત ગ્રંથશ્રેણીનું પ્રકાશન છે. ભગવંતની કૃપાથી મારા હૃદયમાં જાગેલા અહેવાત્સલ્યને પ્રવર્ધમાન બનાવવા માટે હું આ પ્રયત્નો કરી રહ્યો છું. નામમાં “રસ” શબ્દ ગુપ્ત છે. વાત્સલ્ય પોતે જ રસ છે. વાત્સલ્ય એટલે ભક્તિરસની પરાકાષ્ઠા. “પુષ્પરાવર્ત’ શબ્દ દ્વારા હું ભગવંતની કૃપા યાચું છું અને ભગવંતને પ્રાર્થના કરું છું કે - હે કૃપારસસિન્હો ! દેવાધિદેવ ! તીર્થંકર ભગવંત ! આપની કૃપાથી, આપના પ્રભાવથી, આપના અનુભાવથી, આપની દયાથી, આપની કરુણાથી અને આપની અનુકંપાથી આ ગ્રંથશ્રેણી આપના વિશેના ભવ્ય જીવોના વાત્સલ્યને પુષ્પરાવર્ત મેઘની જેમ વરસે. એક એક વર્ષા એવી કરે કે જે ભવ્ય જીવોના હૃદય ક્ષેત્રમાં ભક્તિને અનુકૂળ પરમ ભાવોને સુનિષ્પન્ન કર્યા જ કરે ." નામને સ્પષ્ટ કરવા જે જરૂરી હતું, તે પ્રદર્શાવીને વિરમું છું. - લેખક 18 અરિહંતના અતિશયો