Page #1
--------------------------------------------------------------------------
________________ કે ર II MOILUUN ILMULUIURE POUVOTUTORIUILIBRIONU થઇ છે 4 8 8 8 8 8 8 8 - ક bH Reda URRE લખ38 પૂ.મુનિશ્રીતવાનંદવિષ્યજીમહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________ a * * * * * BIWS * * * 0600 HITTIT''7''PolTryTALIM / દોમ)થી થી છેટે પીછે પોપw. અષ્ટ મહાપ્રાતિહાર્ય સહ બિરાજમાન અરિહંત પરમાત્મા
Page #3
--------------------------------------------------------------------------
________________ અષ્ટ મહાપાતિહાર્ચ સહ અરિહંત પરમાત્માનો વિહાર
Page #4
--------------------------------------------------------------------------
________________ અરિહંતના અતિભાવો (“દેવદેિવ ભગવાન મહાવીરનું નૂતન સંસ્કરણ) લેખકઃ પ. પૂ. મુનિરાજ શ્રી તયાવિજયજી મ.સા. નવસંસ્કરણ - સંપાદક પૂ.બા.શ્રી વિજય કર્સિયસૂરીશ્વરજી મહારાજ : પ્રકાશક: સન્માર્ગ પરત પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ 001.
Page #5
--------------------------------------------------------------------------
________________ આરતના અતિરો ISBN 81-87163-12-7. પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન જે. મૂ. તપ. જૈન આરાધના ભવન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. મૂલ્ય : રૂ. 75.00 નકલ : 3000 + પ્રકાશન : વિ. સં. 2054 સેટીંગ : સન્માર્ગ પ્રકાશન મુદ્રક : ત્રિશલા પ્રિટર્સ 0i (022) 8659527 --> સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન - -* અમદાવાદ : બાબુભાઈ કકલદાસ શાહ - ટ્રસ્ટી C/o. કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું. રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧. ફોન : (ઓ) 5357648, (ઘ) 5356995 કે. નીતિન એન્ડ કું. 21, આનંદ શોપિંગ સેન્ટર, રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧. ફોન : 5356380 શાહ હરિચંદભાઈ પ્રતાપચંદ - ચેરમેન 38, સહજીવન સોસાયટી, શાંતિનગર, ઉસ્માનપુરા, અમદાવાદ-૧૩. * ફોન : (ઓ) 383046, (5) 7551877 ડૉ. રમેશભાઈ શાંતિલાલ વોરા - મંત્રી દેવસાના પાડાની સામે, કાલુપુર, અમદાવાદ-૧. ફોન : (ઓ) 2162303, (ઘ) 466466 શાહ વાઘજીભાઈ ભુદરભાઈ - સહમંત્રી સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુર, અમદાવાદ-૧. ફોન : (ઓ) 2165346, () 5351861 નવસારી : ભાઈલાલભાઈ વી. શાહ 901, સુપ્રીમ એપાર્ટમેન્ટ, માણેકલાલ રોડ, નવસારી. ફોન : 57124 સુરત : શાહ નવિનચંદ્ર તારાચંદ - મંત્રી C/o. વિપુલ ડાયમંડ, 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩. ફોન : 0 421205, R. 220405 મુંબઈ: મહેતા જયંતકુમાર શાંતિલાલ - મંત્રી C/o. શાંતિલાલ એન્ડ સન્સ, 2, પહેલે માળ, કાચવાલા બિલ્ડીંગ, 63, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ફોન : 3693853, Fax - 3630340 વિરવાડીયા પ્રફુલકુમાર શાંતિલાલ ૪૦૧/સી. ચંદ્રપુરી, કેદારમલ રોડ, મલાડ (પૂર્વ), મુંબઈ-૪૦૦0૯૭. ફોન : 8835339, R. 8838920 અનિલકુમાર ડી. શાહ મહાજનમ્, 510. પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ-400004 ફોન : 3610218- 3619928 રાજુભાઈ બી. શાહ ડી. એન. આર. ડાયમન્ડ 205 શ્રીજી દર્શન, પ્રસાદ ચેમ્બર સામે, ઓપેરા હાઉસ, મુંબઈ-400004 ફોન : 364 2930-1-3 ફેક્સ : 368 3888 .
Page #6
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકીય અષ્ટમહાપ્રાતિહાર્યાદિ અતિશયસંપન્ન શ્રી અરિહંતના જગત-ઉદ્ધારક ધર્મશાસનની વર્તમાનકાળમાં અદ્વિતીય કહી શકાય એવી આરાધના-પ્રભાવના અને સર્વતોમુખી રક્ષા કરનાર વ્યાખ્યાન વાચસ્પતિ પરમશાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યદેહને જ્યારે જ્યારે ગંભીર વ્યાધિનો ઉદય નડ્યો ત્યારે ત્યારે એ પરમતારક કરુણાનિધિએ પોતે જીવનભર આત્મસ્થ કરેલા ભેદજ્ઞાનની પરિણતિને સ્થિરપ્રદીપસદશ રાખવા માટે જેમ વિવિધ આગમગ્રંથો- સંવેગરંગશાળા-ઉપમિતિ જેવા પ્રકરણ ગ્રંથો તેમજ અધ્યાત્મનિષ્ઠ બોધક પદોનું ચિંતન-મનન તેમજ સતત શ્રવણ જારી રાખ્યું હતું તેમ જે પરમતારક અરિહંત પરમાત્માનાં એક સુસમર્થ પ્રામાણિક વારસદાર તરીકે પોતે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તે અરિહંત પરમાત્માના ધ્યાનમાં પોતાની સમગ્ર ચેતનાને નિહિત કરવા માટે પૂ. મુનિશ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજે શાસ્ત્રોના ગહન દોહન દ્વારા આલેખેલ પ્રસ્તુત પુસ્તકના દરેકે દરેક અંશનું પુનઃ પુનઃ શ્રવણ કર્યું હતું. આમાં વર્ણવેલ શ્રી અરિહંતના અતિશાયી સામ્રાજ્યમાં પૂજ્યપાદશ્રી ખોવાઈ જતા, જીવનમાં ક્યારેય દઈને નહિ ગણકારતા તેઓશ્રીની દર્શકને અવિશ્વસનીય લાગે એવી છતાં નિતાંત વાસ્તવિક સહનશીલતા અકથ્ય વધી જતી, પરમાત્મા અને આત્માના ઐક્યનું પરમ રહસ્ય તેઓ અનુભવતા અને અંતરમાં થયેલ પરમાત્મ મિલનનો અનિર્વચનીય આનંદ એમના હંમેશા પ્રસન્ન રહેતા મુખપટલ પર છવાઈ જતો, એમની આંખોમાં અનેરી ચમક આવી જતી, એમના ગાત્રો પ્રફુલ્લિત બની જતા. એમની એ અવસ્થાને જોનાર શિષ્ય-ભક્ત કે અન્ય દર્શક પણ ક્ષણવાર આશ્ચર્યમાં ડૂબી જતાં, એમને પણ ચોક્કસ થઈ જતું કે ખરેખર, પૂજ્યપાદશ્રી કોઈક દિવ્ય તત્ત્વનો રસાસ્વાદ કરી રહ્યા છે.' જે ભાવના અને અહંભક્તિ-વાત્સલ્યથી પ્રેરાઈને પૂ. મુનિશ્રી તન્વાનંદવિજયજી મહારાજે આ નવસર્જન કર્યું, તે વર્તમાનકાલીન સર્વોચ્ચ કહી શકાય એવા પણ શાસન શિરતાજ સૂરિદેવને આત્માનંદની મસ્તી માણવામાં ઉપયોગી બનેલ આ પ્રકાશન દ્વારા શાસનસ્થ હરકોઈ આવી જ અનુપમેય આત્મ-પરમાત્મ-અનુભૂતિના સ્વામી બની શકે એ માટે વર્ષોથી અલભ્ય બનેલ આ પુસ્તકનું નવસંસ્કરણ કરી પ્રકાશન કરવાનું ધાર્યું.
Page #7
--------------------------------------------------------------------------
________________ એ માટે એ જ પરમતારક સૂરીશ્વરજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજના વિનયરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરતાં ઘણી જ વ્યસ્તતા હોવા છતાં અત્યંત ટૂંક સમયમાં સમગ્ર પુસ્તકનું નવસંસ્કરણ કરી આપી અમારા પર મહાન ઉપકાર કર્યો છે. સૌ કોઈ આ ગ્રંથના વિધિવત્ ચિંતન-મનન-શ્રવણ દ્વારા અરિહંતના અતિશાયી સામ્રાજ્યના જ્ઞાતા બની અંતે પરમાત્મતત્ત્વના સ્વામી બનો એ જ અભિલાષા. -સન્માર્ગ પ્રકાશન @ @ @ @
Page #8
--------------------------------------------------------------------------
________________ K. આધાર સ્થંભા સન્માર્ગ પ્રકાશનના શુભ કાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ 1. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ 2. હસમુખલાલ ચુનિલાલ મોદી મુંબઈ 3. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ 4. માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ 5. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ મુંબઈ 6, ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ મુંબઈ 7. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ 8. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ 9. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ 10. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ 11. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર મુંબઈ 12. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી 13. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત 14. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત 15. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત 16. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી 17. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે 18. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ 19. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ 20. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ 21. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ રર. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ર૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ર૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ર૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ર૬. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ 27. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ 28. શ્રીમતી સીતાબેન મફતલાલ વારીયા હ. કીર્તીભાઈ મફતલાલ વારીયા પાટણ મુંબઈ ડીસા
Page #9
--------------------------------------------------------------------------
________________ મુંબઈ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભ કાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ 1. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી 2. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત 3. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત 4. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ 5. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ 6. શ્રી કેશવલાલ દલપતભાઈ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ , 7. શ્રી મણીલાલ નીહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ 8. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબેન મૂળચંદજી પરિવાર 9. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ મુંબઈ 10. શાહ પારૂલબેન મયાચંદ વરઘાજી જતાવાડા 11. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત 12. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી 13. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત 14. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા 15. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ 16. શાહ માણેકલાલ નાનચંદ 17. શાહ મયાચંદ મલકચંદ પરિવાર 18. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) - મુંબઈ 19. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા 20. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન 21. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ રર. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ 23. સ્વ. રસીકલાલ ચીમનલાલ ઝવેરી હ. અભયભાઈ મુંબઈ 24. શેઠશ્રી મફતલાલ જેસીંગલાલ શાહ (હાલ નવસારી) નવા ડીસા હ, ભરતભાઈ મફતલાલ શાહ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ આલવાડા
Page #10
--------------------------------------------------------------------------
________________ wામાર હાર્દિક અનુમોદન સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પુસ્તક અહિતના અતિશયો ના પ્રકાશનનો લાભ લેનાર 5 સ્વ. કપુરચંદ ગુલાબચંદ સંઘવીના આત્મશ્રેયાર્થે એમના પૌત્રી જલ્પા તથા પરિવાર તરફથી આપે કરેલી શ્રુતભક્તિની અમે હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સન્માણl ualBIT
Page #11
--------------------------------------------------------------------------
_
Page #12
--------------------------------------------------------------------------
________________ અરિહંતના અતિયો (‘દેવાધિદેવ ભગવાન મહાવીર'નું નૂતન સંસ્કરણ) : લેખક : પ.પૂ. મુનિરાજ શ્રી સત્યાનંદવિજયજી મ.સા. : નવસંસ્કરણ - સંપાદકઃ પૂ.મા.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ અરિહંતના અતિદાયો
Page #13
--------------------------------------------------------------------------
________________ અરહંતના અતિયો (દેવાધિદેવ ભગવાન મહાવીર નું નૂતન સંસ્કરણ) (સર્વ તીર્થકર સ્વરૂપ સાકાર પરમાત્મતત્ત્વ) આ ગ્રંથમાં જે બાર ગણાસ્વરૂપ 38 અતિટાયો અને 8 મહાપ્રતિહાર્યો દટાવ્યા છે, તે બાર | જેને હોય તે જ દેવાધિદેવ પદવીને યોગ્ય છે. આ બાર ગુણ યર મતીર્થપતિ ભગવાન મહાવીરને તેમજ સર્વ તીર્થકરોને હોય છે. તીર્થકરો સિવાય આ ગુણો બીજાને હોતા. નથી. આ ગ્રંથમાંનું સર્વ વન દેવાધિદેવ ભગવાન મહાવીર તેમજ સર્વ તીર્થકરોને પ્રાયઃ એક સરખી રીતે લાગુ પડે છે. અરિહંતના અતિશયો
Page #14
--------------------------------------------------------------------------
________________ { વાદિવપમાં | દેવાધિદેવપણું “માં અાઠ મહાપ્રતિહાયરૂપ સાધારણ ચિહ્નોથી ભાવંતનું દેવાધિદેવવ@ જેવી રીતે સ્વયં પ્રતીત થાય છે, તેવી રીતે બીજ કોઈ વણt (થ વડે તે પોતાની મેળે પ્રતીત થઈ શકતું નથી. અશોક વૃક્ષ વોરે મા કાઠ ચિહ્નો બીજા કોઈ પણ દેવોને હોતા નથી.” - સંસ્કૃત કાવ્યની એક નાનકડી પંક્તિ રચીને તેના 8 લાખ અર્થો કરનાર એવા મહાકવિ મહામહોપાધ્યાય શ્રી સમયસુંદર ગણિ વિરચિત શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રવૃત્તિમાંથી અષ્ટમહાપ્રાતિહાર્ય સ્તુતિઓની અવતરણિકાના આધારે. અરિહંતના અતિશયો 3
Page #15
--------------------------------------------------------------------------
________________ 24 દેવાધિદેવા चउव्वीसं देवाहिदेवा पन्नत्ता, तं जहा - કસમ - ગણિત - સંમત - ગમvi - सुमइ - पउमप्पह - सुपास - चंदप्पह - સુવિધિ - સીગન - સિક્વંસ - વાસુપુજ્ઞ - વિન - અનંત - ઘમ - સંતિ - - ર - મ7ી - ળિસુત્ર - નમિ - નેમિ - પાસ - વર્તમાT | ચોવીસ દેવાધિદેવ કહ્યા છે, તે આ રીતે : ઋષભ - અજિત - સંભવ - અભિનંદન - સુમતિ - પત્તપ્રભ - સુપાર્શ્વ - ચંદ્રપ્રભ - સુવિધિ - શીતલ - શ્રેયાંસ - વાસુપૂજ્ય - વિમલ - અનંત - ધર્મ - શાંતિ - કુંથુ - અર - મલ્લી - મુનિસુવ્રત - નમિ - નેમિ - પાર્થ - વર્ધમાન. - શ્રી સમવાયાંગ સૂત્ર અરિહંતના અતિશાયો
Page #16
--------------------------------------------------------------------------
________________ નિવેદન પરમ પવિત્ર દિવસ હતા વિક્રમ સંવત ૨૮૨૭ના અષાઢ સુદ બીજ . એ દિવસથી એક નવીનતમ જીવનની શરૂઆત થઈ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન વિરત શ્રી વીતરાગસ્તવના અખંડ પારાયણની સાથે તે દિવસથી રોજ એક વખત એ સ્તવનું સંપૂર્ણ પારાયણ ચાલુ રાખ્યું. તેના અર્થની ભાવના પણ ચાલુ હતી. તેથી જિનભક્તિના પરિણામ વધતા ગયા અને શ્રી જિનશ્વર ભગવંતના સ્વરૂપની અધિક અધિક સ્પષ્ટતા થતી રહી. જેમ જેમ પારાયણ ભાવવાહી થવા લાગ્યું તેમ તેમ આત્મામાં નવા નવા અથા ફુદવા લાગ્યા અને શ્રી જિનેશ્વર ભગવંતની પ્રાતિહાર્યાદિ પ્રત્યક વસ્તુ પ્રત્યે અભૂતપૂર્વ ભક્તિભાવ પ્રગટવા લાગ્યો. ધીરે ધીરે સમજાતું ગયું કે શ્રી કલિકાલ સર્વજ્ઞ પોતાની સંપૂર્ણ પ્રતિભા, ભક્તિ અને શ્રદ્ધા પ્રત્યેક શબ્દમાં ઠાંસી ઠાંસીને ભરી દીધી છેવી વીતરાગ નવ પાતામાં પરિપૂર્ણ છે. તેમાં આરાધનાને લગતી કોઈ પણ બાબત છોડી દીધી હોય એવું નથી. પ્રત્યેક બાબતન યોગ્ય સ્થાન ગાઠવી છે. એમાં પણ ભગવંતના 34 અતિરાયા અને પ્રાતિહાર્યને લગતા વીતરાગસ્તવના પ્રકાશ - 2 - પ ના પારાયામાં તો બહુ જ દિવ્ય માવા આત્માન સમજતા ગયા. એમાં પણ સાચું રહસ્ય દેવકૃત અતિશયામાં છે. કારણ કે તે અતિશયામાં ભગવંતની અતિશયિતા અને tવાની ભક્તિ પ્રેરિત રચના શક્તિ એ એ એ કીભાવ છે. જો કે અનિરાયા અને પ્રા નહાયો અને નવી નવી અદભૂત ફરી રિનર થઈ = છે, તો પણ આપણે ઇકમી હોવાથી તે બધી જ સ્ટ્રગાન ગ્રંથા કાર આપવામાં જોખમ રહેલું છે, એમ પણ મનમાં લાગે છે. તેથી પૂર્વના મહર્ષિઓએ ટલું લખ્યું છે, તેને જ ગુજરાતીમાં રજૂ કરવાનો વિચાર રાખલ છે, એથી શુદ્ધ પરંપરા જળવાય છે, આ નિયમ કાળમાં ભગવાનની શુદ્ધ પરંપરાવાળા માર્ગને જાળવવો એ જ દરેક જેનની સામે સૌથી મહાન કાર્ય છે. કોઈ પણ શાસ્ત્રીય બાબતોમાં પૂર્વાચાર્યોએ સ્વમતિ ચલાવી નથી, એ જ તેઓએ કરેલ આપણા ઉપરનો સૌથી મહાન ઉપકાર છે. દરેક પોતપોતાની મતિ ચલાવ્ય જ ગયા હોત તા આજે આપણી સામ શુદ્રમાર્ગ કેવી રીતે રહેત ? ભગવા શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ મહાપુરપ પણ જયારે ભગવંતનું સંક્ષિપ્ત ચરિત્ર યોગશાસ્ત્રની સ્વાપર ટીકાના પ્રારંભમાં લે છે, ત્યારે પ્રતિજ્ઞાપૂર્વક કહે છે કે - પરંપરાગત અર્થન જ હું રજૂ કરીશ, તેઓ સમર્થ અને પ્રતિભાસંપન્ન મહાન આચાર્ય હોવા છતાં ભગવંતના માભિપક વગેરે પ્રસંગોમાં પોતાની કોઇ પણ કલ્પના ચલાવતા નથી. જેવા પ્રસંગો હતા તેવા જ રજૂ કરે છે, જયારે આના કહેવાતા વિકાના માભિષક સમયમાં મારા મોટા કળશાઓ વગર ન કલ્પના માનીને ભગવાનના ચરિત્રમાં લખતા જ નથી. આ બધું જ્ઞાનાવરણીયાદિ કર્મના તવા અરિહંતના અતિશયો
Page #17
--------------------------------------------------------------------------
________________ પ્રકારનો ઉદય કરાવે છે. પરંતુ તેવા પ્રકારના કર્મોની ક્ષીણતા થયા પછી જ આત્મામાં સત્ય સમજાય છે. જેન બીજાઓ કેવળ કલ્પના કહે છે, તે જ પ્રસંગોમાં (જન્માભિષેક આદિ પ્રસંગોમાં) શ્રી તીર્થકર ભગવંતનું પરમ દિવ્ય રહસ્ય રહેલું છે, જે ભક્તિ વિના કદાપિ આત્મામાં પ્રકાશિત થતું નથી. ભગવંતની એક એક બાબત, ભગવંતનું એક એક વર્ણન, ભગવંતના વિષયમાં કવિઓએ કરેલી એક એક ઉ—ક્ષા કે ઉપમા વગેરે બધું જ અત્યંત સાર્થક છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે જિનભક્તિથી પરિકર્મિત બુદ્ધિની જરૂર છે. જિનભક્તિના અંતરંગ અને બહિરંગ સ્પર્શ વિના દેવતત્ત્વને જાણવાનો પ્રયત્ન તે કેવળ નિરર્થક પરિશ્રમ છે. શ્રી જિનેશ્વર ભગવંતો, વીતરાગ અને સર્વજ્ઞ હોવાથી અને પૂર્વાચાર્યો, ભગવંત પ્રત્યે સર્વથા સમર્પિત હોવાથી અસત્ય વચનનો કોઈપણ પ્રસંગ જ ઉપસ્થિત થતો નથી. સંપૂર્ણ સત્ય વાણી વડે જીવમાત્રનું હિત કરનારા ભગવાન, જે અતિશયો નથી તેને શા માટે વર્ણવે ? ભગવંતનું પ્રત્યેક નિરૂપણ સંપૂર્ણ યથાર્થ છે, વાસ્તવિક છે અને પરમાતિપરમ સત્ય છે. તેમાં શ્રદ્ધા મૂકવી તે જ સ્વાર કલ્યાણનો સાચો માર્ગ છે. જો કે આ વિષયમાં ઘણું ઘણું કહેવાની અંત:પ્રેરણા થઈ રહી છે, પણ આ વિષયનો વિસ્તાર કરવા અહીં ઉચિત નથી. અતિશયો અને પ્રાતિહાયના વિશેષ સ્વરૂપને સમજવા માટે શ્રી સમવાયાંગ સૂત્ર, મહાનિશીથ સૂત્ર, વીતરાગ સ્તવ, અભિધાન ચિંતામણિ, લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં આવતું પ્રસ્તુત વિષયના સ્વરૂપનું મનન મેં ચાલુ રાખ્યું, પ્રયત્ન કરતાં કરતાં આ વિષયનું કાંઈક રહસ્ય સમજાતું ગયું. નીચેની ગાથાનું મનન ઉપયોગી થયું : चउतीसअइसयजुआ, अठुमहापाडिहेरकयसोहा / तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं / / - તિજયપહત્ત સ્તોત્ર, ગા. 10 - ચોત્રીશ અતિશયોથી સહિત, આઠ મહાપ્રાતિહાર્યોથી શોભતા અને નિર્મોહ શ્રી તીર્થકર ભગવંતોનું ધ્યાન પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ. આ ગાથામાં સંપૂર્ણ ધ્યાન પ્રક્રિયા છે. ધ્યાન માટે શ્રી તીર્થંકરની આટલી વસ્તુઓ પરમ ઉપયોગી છે : (1) 34 અતિશયો, (2) 8 પ્રાતિહાર્યો અને (3) મોહરહિતતા. આ ગાથામાં રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ છે. બીજા પણ અનેક શાસ્ત્રોમાં રૂપસ્થ વિશેષ સાધના દ્વારા સમજાયું કે ચૌદ પૂર્વના સાર શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ અરિહંતના અતિશયો
Page #18
--------------------------------------------------------------------------
________________ ( નવકાર )નું પણ રહસ્ય પ્રથમ પદ નમો રિહંતા માં છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ આજે વસ્તુ કહી છે. નમ રહંતા નું પણ રહસ્ય અરિહંત પદ અને તેનું રહસ્ય બાર છે. તાત્પર્ય કે બાર ગુણોનું આલંબન લીધા વિના શ્રી અરિહંત પરમાત્મા કદાપિ બુદ્ધિ વડે પકડાય તેવા નથી. બાર ગુણાના આલંબન વિનાનું શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન તે શ્રી જિનાક્ત સાવશ અને નિગ્રંથભાવ વિનાના માણસને સાધુ માનીને તેની ઉપાસના કરવા બરાબર છે. બાર ગુણ અને અરિહંતના અવિનાભાવ સંબંધ છે. કવલજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ તીર્થકરને 12 ગુણ પ્રગટ થાય છે. તે જ ભગવાનનાં લક્ષણ છે એટલે કે ભગવાનને ઓળખવાનાં સાધન છે. ભગવાન તીર્થકર જ્યારે વિદ્યમાન હોય છે, ત્યારે સમકિતી જીવો તેઓને આ 12 ગુણા દ્વારા શ્રી તીર્થંકરના રૂપમાં ઓળખ છે. મિથ્યાદષ્ટિ ભવ્ય જીવો તે જોઈને ચમત્કૃત થતા થતા ધર્મ પામી જાય છે. આ 12 ગુણો મહાપ્રભાવશાળી છે, ઉપદેશ વિના પણ દર્શન માસથી અનેક જીવાના હૃદયને હચમચાવી નાખનારા છે. શ્રી અરિહંત ભગવંતના મહાન મહિમાનું આ 12 ગુણા મૂર્તિમાન સ્વરૂપ છે. આ 12 ગુણામાં 8 તા પ્રાતિહાર્ય જ છે અને બાકીના ચાર અતિશય છે : જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને 8 પ્રાતિહાર્ય સમાઈ જાય છે. એટલું નિશ્ચિત છે કે 34 અતિશય અને 8 પ્રાતિહાયોના ધ્યાન કરતાં જગતમાં કોઈ અન્ય ધ્યાન પ્રક્રિયા ચડિયાતી નથી. એવી કોઈ ધ્યાન પ્રક્રિયા પણ કોઈ પણ ધર્મમાં નથી કે જેનો સમાવેશ 34 અતિશય અને 8 પ્રાતિહાર્યની ધ્યાન પ્રક્રિયામાં ન થતો હોય. જગતમાં એવું કોઈ ફળ નથી કે જે 34 અતિશયો અને 8 પ્રાતિહાયથી સહિત ભગવાન તીર્થકર ન આપી શકે. એવા કોઈ પ્રશ્ન નથી કે જેનું નિરાકરણ આવા ભગવાનમાં ન હોય. એવું કોઈ દુઃખ કે પાપ જગતમાં નથી કે આવા ભગવાન સાચા ભાવથી હૃદયમાં આવતાં જ ક્ષણવારમાં જ નાશ ન પામી શકે. તથી હ ભવ્ય જીવો ! જગતમાંની કોઈ આડી અવળી વસ્તુને પકડવા કરતાં આવા ભગવાનના ચરણ-યુગલને જ દઢ પકડવાની મહેનત કરો, શ્રદ્ધાપૂર્વક પકડો, પછી જુઓ કે આ તીર્થકર ભગવાન તમારા માટે શું કરી શકે છે ! / શ્રી તીર્થકર ભગવાનનું સાતિશય રૂપ જાતાં જ નિરાકાર રૂપની તો વાત જ શી કરવી !) આંખ નીરખી નીરખીને આસક્ત થઈ જાય, હર્ષાશ્રુઓની ધારાઓ વહેવા માંડે, त्वत्संस्तवेन भवसन्ततिसंनिबद्ध, ' પાપ ક્ષત્સિવમુતિ શરીરમાનામ્ ! - ભક્તામર, ગાથા-૭. અરિહંતના અતિશયો
Page #19
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિ એની પરમ હદે પહોંચી જાય, શબ્દો વર્ણવતાં વર્ણવતાં થાકી જાય અને તે છતાં ય એ સાતિશય રૂ૫ અનિરીક્ષ્ય, અચિત્ય અને અવર્ણનીય જ રહી જાય ! એનો અર્થ એ પણ નથી કે શબ્દો દ્વારા તે એકાંતે અવાચ્ય જ છે. શ્રી ગણધર ભગવંતાદિના શબ્દો સામર્થ્યવાળા છે. તેઓએ તે શબ્દોમાં રૂપને જ કરી લીધું છે. તે શબ્દોમાં તે જ તે રૂપને પામી શકે કે જેની પાસે સમ્યગ્દર્શન હોય. આજે પણ આપણી પાસે પૂર્વાચાર્યોના જે શબ્દો છે, તે તે રૂપને સમજવા માટે પર્યાપ્ત છે. માત્ર જોઈએ સાચી શોધ. કોઈ જો એમ કહે કે પૂર્વાચાર્યોના શબ્દોના આલંબન વિના જ હું તે રૂપને શોધીશ, તો હું તેને કહીશ કે “મહાનુભાવ ! એ મૃગજલ છે, તારો બધો શ્રમ વ્યર્થ જશે !' માટે હે ભવ્ય જીવો ! પૂર્વાચાર્યોના શબ્દોની કદર કરો. વિજયાદશમી (સં. ૨૦૨૭)ના સવારમાં ચાર વાગે સ્વપ્ન આવ્યું તેમાં મેં મારી સામે ત્રણ અમૃતના મોટા મોટા નીલ રત્નમય કુંભ જોયા. મારા હાથમાં સોનાની કલમ હતી અને સુંદર કાગળ ઉપર હું શ્રી તીર્થકર ભગવંતની વિશેષતાઓ લખી રહ્યો હતો. ઊંઘ ઊડી ગઈ, આનંદનો અને પ્રમોદભવનો પાર ન હતો. મેં સ્વપ્નની વાત સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મ. સા. પાસે રજૂ કરી. તેઓ પ્રસન્ન થયા. મેં કહ્યું, “આજથી ભગવંત અંગે યથાશક્તિ લખવાની શરૂઆત કરવી છે, આપ શુભ આશીર્વાદ આપો.' તેઓના શુભાશિષ અને વાસક્ષેપ સાથે મેં લેખનની શરૂઆત કરી. તે દિવસે અઠ્ઠમનો તપ કરવાનો વિચાર હતો પણ સ્વ. પૂ. આચાર્યદેવે કહ્યું, “આયંબિલ કરો,' એટલે શુદ્ધ આયંબિલ કર્યું. સર્વ પ્રથમ ચોત્રીશ અતિશયો અને આઠ પ્રતિહાર્યોનું વર્ણન લખવાની શરૂઆત કરી. ઉલ્લાસ અપૂર્વ હતો. શ્રી વીતરાગસ્તવનું ભાવવાહી પારાયણ ચાલુ હતું. સ્વ. પૂ. આચાર્ય દેવની કૃપા હતી અને શ્રી તીર્થકર ભગવંત હૃદયમાં વસી રહ્યા હતા, તેથી ક્રમે ક્રમે બધી અનુકૂળ સામગ્રી ગોઠવાતી ગઈ. આ લખાણ માટેના કાગળો, પેન, ફાઈલો વગેરે બધું જ અલગ રાખેલ અને જ્યારે કોઈ પણ જાતનો સૂક્ષ્મ પણ કાપાયિક ભાવ આત્મામાં દેખાય, ત્યારે આ લખાણ કર્યું નથી, પણ જ્યારે સંપૂર્ણ ભક્તિ હૃદયમાં હોય, ત્યારે જ આ લખ્યું છે. જેમ જેમ અતિશયોનું વર્ણન લખાતું ગયું તેમ તેમ રહસ્ય પણ સ્પષ્ટ થતું ગયું. આ પુસ્તકમાં જે ગ્રંથોના નામનિર્દેશ કરેલ છે, તે સિવાયના કેટલા ગ્રંથોમાં આ વિષયનું વર્ણન મળે છે, પણ તે વર્ણન, આ પુસ્તકમાંના વર્ણનને મળતું હોવાથી, અહીં લીધેલ નથી, બીજું કારણ એ પણ છે કે પુસ્તકનું કદ બહુ મોટું થઈ જાય. આ બધું લખાણ સંપૂર્ણ શાસ્ત્રીય છે. તેમાં કોઈ પણ સ્વકલ્પના નથી. પૂર્વાચાર્યોનું જ બધું છે. એમાં મારું પોતાનું કશું જ નથી. છતાં છબસ્થતાદિ દોષોના કારણે મારાથી કાંઈ પણ અનુચિત લખાઈ ગયું હોય તો તે અંગે ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે. - મુનિ તવાનંદવિજય અરિહંતના અતિશયો
Page #20
--------------------------------------------------------------------------
________________ અતિશય યુકત સમવસરણસ્થ અરિહંત પરમાત્મા
Page #21
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન વાચસ્પતિ સંઘ સન્માર્ગદર્શક અરિહંત ધ્યાન નિરત સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
Page #22
--------------------------------------------------------------------------
________________ વિષયાનુક્રમ 18 2 P 0 2 0 P અહંદુ વાત્સલ્ય પુષ્પરાવર્ત (ગ્રંથશ્રેણી અને પ્રકાશનના નામ અંગે કિંચિતુ) આ ગ્રંથના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો : ગ્રંથનામ સંકેતસૂચિ શબ્દ સંકેતસૂચિ આદિમંગલ-૧ આદિમંગલ-૨ સર્વ તીર્થકરોનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ વિષય પ્રવેશ-૧ (4 અથવા 12 ગુણ) વિષય પ્રવેશ-૨ (34 અતિશયો). 34 અતિશયો-સંક્ષિપ્ત વર્ણન વિષય પ્રવેશ-૩ (8 મહાપ્રાતિહાર્યો) 0 P LL P - X 5 GA - મધ્યમંગલ 74 05 88 105 143 અધ્યયન-૧ : 4 સહજ અતિશયો અધ્યયન-૨ : 11 કર્મલયજ અતિશયો અધ્યયન-૩ : 19 દેવકૃત અતિશયો અધ્યયન-૪ : 8 મહાપ્રાતિહાર્યો અંતિમ મંગલ પરિશિષ્ટો-૧ થી 22 ઉપકાર-સ્મૃતિ અંતિમ અંતિમ મંગલ 165 196 276 276 અરિહંતના અતિશયો
Page #23
--------------------------------------------------------------------------
________________ વિશેષ વિષયાનુક્રમ ) o) - W V 2 F = S " S S 100 101 111 111 111 112 116 લોકાત્તર સુગંધવાળું શરીર રોગરહિત શરીર સ્વેદ અને મલથી રહિત શરીર કમલ સમાન સુગંધી શ્વાસોશ્વાસ દૂધ જેવાં શ્વેત માંસ અને રૂધિર યોજન ક્ષેત્રમાં દેવો વગેરેની કોડાકોડી સંખ્યાનો સમાવેશ વાણી-સર્વભાષાવાદિની યોજનગામિની ભામંડલ કર્મક્ષયજ અતિશય 4/11 રોગ વગેરેનો પ્રથમ ધર્મચક્ર ચામર સિંહાસન ત્રણ છત્ર ઇંદ્રધ્વજ સુવર્ણ કમળો ત્રણ ગઢ ચતુર્મુખતા સમવસરણસ્થ ભગવંતનાં ધ્યાન વિશે શિવદત્ત મંત્રીનાં પુત્રનું દષ્ટાંત સમવસરણસ્થ ભગવંતના ધ્યાનની વિધિ ચૈત્યવૃક્ષ-અશોકવૃક્ષ કાંટાઓનું અધોમુખ થવું વૃક્ષોનું નમન દુંદુભિ વાયુનું અનુકૂલ વહન પક્ષીઓની પ્રદક્ષિણા ગંધદકની વર્ષા પુષ્પવૃષ્ટિ કેશ વગેરેની અવસ્થિતતા કરોડો દેવતાઓ સેવામાં હોય ઋતુઓ અને ઇંદ્રિયાર્થોનું અનુકૂલપણું દિવ્યધ્વનિ અતિશયો-પ્રાતિહાર્યો દ્વારા અદભૂત સ્તવના- વિતરાગ સ્તવ - વિશેષ વિવેચન 126 127 13) 130 131 131 132 133 134 135 136 137 14 ઉપર 171 1. આ વિષય ખાસ વાંચવા જેવો છે. અરિહંતના અતિશયો
Page #24
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ - અનુક્રમ નં. નામ 166 171 175 181 213 218 22) 223 227 234 236 1. સમવાયાંગ સૂત્ર 2. ઋષિભાષિત સૂત્ર (ઇસિભાસિઆઈ) 3. અભિધાન ચિંતામણિ 4. વીતરાગ સ્તવ પ. યોગશાસ્ત્ર 6. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર 7. પ્રવચનસારોદ્ધાર 8. લોકપ્રકાશ 9. ઉપદેશ પ્રાસાદ 10. પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકા 11. ઉમચરિય 12. તિલોયપણતી 13. કુવલયમાલા 14. જૈન તત્ત્વાદર્શ 15. ચઉપમહાપુરિસચરિય 16. દેવવંદનમાલા 17. સમોસરણનાં ઢાળિયાં 18. ચૈત્યવૃક્ષ 19. દેવાધિદેવનાં પાંચ વર્ણ 20. પ્રકીર્ણ અવતરણો 21. બુદ્ધના પ્રાતિહાર્યો (વિનયપિટક) 22. ભક્તામર સ્તોત્ર (પદ્ય-૩૧ કથા) 238 241 244 247 249 254 261 263 265 271 263 1. આમાં વીતરાગ સ્તવ પ્રકાશ-૨-૩-૪-૫ મૂલ, શબ્દાર્થ અને ભાવાર્થ ટીકા અને અવચૂર્ણોને આધારે સ્તુતિરૂપે વિસ્તારથી આપેલ છે. એ ખાસ વાંચવા યોગ્ય છે. અરિહંતના અતિશયો 22
Page #25
--------------------------------------------------------------------------
________________ ગ્રંથનામ સંકેતસૂચિ સંકેત ગ્રંથનામ અ.સા. ભાવા. અ. ચિં. અ. રાજે. આવ. મલય. આવ. નિ.હારિ. ઈસિભાસિઅ. ઉપ. પ્રા.ભાષાં. કલ્પ. સુબો. જેન. સ્તો. ત્રિષષ્ઠિ. S. Dwa. અધ્યાત્મસાર ભાવાનુવાદ અભિધાન ચિંતામણિ અભિધાન રાજેન્દ્ર આવશ્યક નિર્યુક્તિ મલયગિરિવૃત્તિ આવશ્યક નિર્યુક્તિ હરિભદ્રી ટીકા ઈસિભાસિઅ સુત્ત ઉપદેશ પ્રાસાદ ભાષાંતર કલ્પસૂત્ર સુબોધિકા જૈનસ્તોત્ર સંદોહ (ભાગ-૧) ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર The Text of Siddhasena Divakar's 21 Dwatrimsikas દ્વાત્રિશત્ કાત્રિશિકા (સટીક) નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગ નમસ્કાર સ્વાધ્યાય સંસ્કૃત વિભાગ પ્રવચન સારોદ્ધાર પાઈઅસ૬મહણવો ભક્તામર સ્તોત્ર ગુણાકર વૃત્તિ (સિરિ) મહાનિસીહ સુત્ત મહાપ્રભાવિક નવસ્મરણ મન્નાધિરાજ ચિંતામણિ યોગદષ્ટિ સમુચ્ચય સટીક યોગશાસ્ત્ર. દ્વા. લા. ન. સ્વા.પ્રા.વિ. ન. સ્વા.સં.વિ. પ્રવ સારો. પાઈઅસ૬. ભક્તા. સ્તો.ગુણ. મહાનિસીહ. મહા. નવ. મંત્ર. ચિંતા. યોગદષ્ટિ. યોગશા. અરિહંતના અતિશયો
Page #26
--------------------------------------------------------------------------
________________ યોગ શા. અષ્ટમ. વિ. લ. વિસ્ત. લોક. પ્ર. અયોગ. વ્ય. વી. . કાવ્યાનુવાદ, યોગશાસ્ત્ર અષ્ટમપ્રકાશ વિવરણ લલિત વિસ્તરા લોકપ્રકાશ અયોગ વ્યવચ્છેદ કાત્રિશિકા (શ્રી વીતરાગ મહાદેવ સ્તોત્ર મૂલ બે બત્રીસીઓથી સહિત) વિતરાગસ્તવ વીતરાગસ્તવઃ સવિવેચનઃ સકાવ્યાનુવાદ વિશેષાવશ્યક ભાષ્ય પઉમરિયમ્ સમવાયાંગ સૂત્ર સિદ્ધહેમ શબ્દાનુશાસન સિદ્ધાચલ સ્તવનાવલી વિશેષા. ભા. પઉમ. સમવાય. સિદ્ધહેમ. સિદ્ધા. સ્તવ. શબ્દસંકેત સૂચી કા. કાંડ ગ્લો. શ્લોક . સ્વોપજ્ઞ વિવરણ કાલલોક કા, લો. સર્ગ વિવ. પૃષ્ઠ વિવરણ અવચૂર્ણિ (અવસૂરિ) ટીકા અવે. ટી. ભાષાં. ભાષાંતર વ્યા. ગાથા ભાગ અરિહંતના અતિશયો 9 3
Page #27
--------------------------------------------------------------------------
________________ છે અહંદુ વત્સલ્ય ઉદ્ઘટાવતી T (ગ્રંથશ્રેણીના નામ અંગે કિંચિતુ) ભાર મા ન કર અત્યાર જ્યારે સૌથી પ્રથમ વાર શ્રી તીર્થકર નામકર્મની નિકાચનાના પરમ હેતુરૂપ શ્રી 20 સ્થાનકોનું વર્ણન મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના લોકપ્રકાશ ગ્રંથમાં વાંચ્યું, ત્યારે મારા આત્માને એ સ્થાનકો પ્રત્યે ન કહી શકાય તેવું અદ્ભુત આકર્ષણ જાગ્યું. શ્રી જિનશાસનનું રહસ્ય નવકાર, તેનું રહસ્ય પ્રથમ પરમેષ્ઠી દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા, શ્રી અરિહંતપદનું રહસ્ય ભગવંતના 12 ગુણ, તેનું રહસ્ય શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના વખતનાં 20 સ્થાનકોની મહાન ઉપાસનાથી ઓતપ્રોત આત્માના પરમશુભ પરિણામ અને તેનું પણ રહસ્ય : એ વિશે વીશ સ્થાનકોમાં પ્રથમ સ્થાનક અદ્ વાત્સલ્ય છે, એમ સમજાયું. આ પ્રથમ સ્થાનક એવું છે કે તે શ્રી તીર્થંકર ભગવંતની પ્રકૃતિ (સ્વભાવ) ગત છે. જેવું વાત્સલ્ય (સ્નેહ, પ્રેમ, ભક્તિ, અનુરાગ, આદર, બહુમાન વગેરે.) શ્રી તીર્થકરના જીવોમાં સર્વ અહંતો (તીર્થકરો) પ્રત્યે હોય છે, તેવું વાત્સલ્ય અન્ય જીવોમાં અહંતો પ્રત્યે કદાપિ હોતું નથી. એનું એક જ કારણ એ છે કે શ્રી તીર્થકર ભગવંતોના જીવોનું તેવા પ્રકારનું અનાદિકાલીન વિશિષ્ટ તથાભવ્યત્વ બીજા જીવો કરતાં તદ્દન જુદું હોય છે. જેમ મહાપુરુષ થનાર બાળકનાં લક્ષણો શિશુકાળથી જ જુદાં હોય છે, તેમ સંપૂર્ણ સંસારમાં ચરમભવી જીવોમાં પણ સર્વથી ઉત્તમોત્તમ થનાર શ્રી તીર્થકર ભગવંતની પ્રકૃતિ અનાદિ કાળથી જુદા જ પ્રકારની હોય છે અને એવું હોય તો જ તેઓ છેલ્લા ભવમાં પરમોત્તમ- પુરુષોત્તમ થઈ શકે. આ એક મહાન પ્રાકૃતિક નિયમ છે. પ્રથમ સ્થાનકનું નામ છે : અહંદૂ-વાત્સલ્ય. એમાંના બંને શબ્દો શાસ્ત્રીય-પારિભાષિક હોવાથી પૂર્વ નિર્ધારિત અર્થને સંપૂર્ણ રીતે ધ્વનિત કરનારા છે. અહિંનું એટલે પંચ મહાકલ્યાણકોને કારણે જેઓ જગતમાં સર્વોત્તમ છે, તે ભગવાન અરિહંત, અહંતુ નાં ચાર રૂપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ ચાર મહાન પવિત્ર રૂપો વડે ભગવાન 1. અહંદુ = અરિહંત પ્રત્યે વાત્સલ્યભક્તિ શ્રી જિનશાસનમાં ઉત્તમ પુરુષોને “શલાકા પુરુષ' કહેવામાં આવે છે. તેમાં પણ ચોવીશ તીર્થકરોને ‘ઉત્તમોત્તમ શલાકા પુરુષ' કહેવામાં આવે છે. 2. આ પદાર્થનું વધુ નિરૂપણ પુરુષવરત' ગ્રંથમાં છે. અરિહંતના અતિશયો
Page #28
--------------------------------------------------------------------------
________________ અરિહંત ત્રણે લોકને સર્વદા પવિત્ર કરનારા છે. નામ અહંનું એટલે અરિહંતોનાં ઋષભ આદિ જેટલાં પણ નામો છે અથવા અરિહંત, તીર્થકર, જિન, વિશ્વાત્મા, સર્વજ્ઞ, વીતરાગ, જગન્નાથ વગેરે જેટલાં પણ પર્યાયવાચી નામો કે વિશેષણો છે, તે બધાં જ ભગવંતનું નામ સ્વરૂપ છે. તે આલંબન લેવા યોગ્ય છે. સ્થાપના એટલે ભગવાનની મૂર્તિ, આકૃતિ વગેરે. બધી જ શાશ્વત અને અશાશ્વત જિન પ્રતિમાઓ ઉપાસનીય છે. જે ભવમાં શ્રી તીર્થકર ભગવંતો નિર્વાણને પામે, તે ભવની અપેક્ષાએ છેલ્લા ત્રીજા ભવમાં તેઓ શ્રી તીર્થકર નામકર્મની ઉપાર્જનાનાં હેતુભૂત વીશ સ્થાનકોનું પરમોચ્ચ ભાવથી આસેવન કરે છે. તે વીશ સ્થાનક (આરાધનાનાં સ્થાન, પદ) આ રીતે છે :1. અહેવાત્સલ્ય (અહેસાકાર પરમાત્મા) 2. સિદ્ધ-વાત્સલ્ય (સિદ્ધ=નિરાકાર પરમાત્મા) 3. પ્રવચન-વાત્સલ્ય (પ્રવચન=શ્રુતજ્ઞાન, સંઘ) 4. ગુરુ-વાત્સલ્ય (ગુરુ=ધર્મ પમાડનાર) 5. સ્થવિર-વાત્સલ્ય (સ્થવિર વૃદ્ધ સાધુ) 6. બહુશ્રુત-વાત્સલ્ય (બહુશ્રુત=જ્ઞાની) 7. તપસ્વિ-વાત્સલ્ય 8. સદા જ્ઞાનોપયોગ (ઉપયોગ રમણતા) 9. સમ્યક્ત-અતિચાર વર્જન (અતિચાર=દોષ) 10. વિનય-અતિચારવર્જન 11. આવશ્યક-અતિચારવર્જન 12. શીલવ્રત-અતિચારવર્જન (શીલ મૂલગુણ વ્રત–ઉત્તરગુણ) 13. ક્ષણલવ (સદા વૈરાગ્યભાવના) 14. તપ 15. ત્યાગ 16. વૈયાવૃજ્ય (સાધુસેવા) 17. સમાધિ 18. અપૂર્વજ્ઞાન ગ્રહણ (અપૂર્વ=નવીન) 19. શ્રત બહુમાન (શ્રુત આગમ) 20. પ્રવચનમભાવના (જિનધર્મની ઉન્નતિ) અરિહંતના અતિશયો
Page #29
--------------------------------------------------------------------------
________________ દ્રવ્ય અરિહંત એટલે સ્વર્ગમાંથી ચ્યવન થતાં જ માતાના ગર્ભમાં આવેલા ભગવંતની ચ્યવન અવસ્થાથી માંડીને નિર્વાણ સુધીની બધી જ અવસ્થાઓ અને તે પછીની સિદ્ધાવસ્થા પણ દ્રવ્ય અરિહંત છે. તેમાં ફક્ત જ્યારે ભગવાન સમવસરણમાં ચતુર્મુખ વિરાજમાન થઈ ભવ્ય જીવોના હિતને માટે ધર્મદેશના આપતા હોય છે, ત્યારે તે ભાવ અરિહંત કહેવાય છે. આ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ : એ ચારે પ્રકારની અહિંદુ-અવસ્થાઓ વાત્સલ્ય ધારણ કરવા યોગ્ય છે. વાત્સલ્ય એટલે કે જે રીતે ઉચિત હોય તે તે સર્વ રીતે સંપૂર્ણ ભક્તિ કરવી તે. જગતમાં એવો શાશ્વત નિયમ છે કે જેને જેમાં અનન્ય શ્રદ્ધા હોય તે તેવો થાય જ. આ નિયમથી જ અરિહંતોના જીવોને જ અરિહંતો પ્રત્યે સર્વશ્રેષ્ઠ અહ-વાત્સલ્ય હોય છે. આ અહેવાત્સલ્યના મહાન પ્રભાવથી બધી જ ઉપાસનાઓમાં અપૂર્વ બળ, વીર્ય, પરાક્રમ, સામર્થ્ય વગેરે પ્રગટે છે અને તે સર્વશ્રેષ્ઠ બળ, વીર્યાદિના પ્રભાવે જ સર્વોત્તમ પુણ્યરૂપ શ્રી તીર્થંકર નામકર્મ બંધાય છે, એવી શ્રી મહાનિશીથ સૂત્રની વાણી છે. મારાથી પણ આ પ્રથમ સ્થાનક અહંદુ-વાત્સલ્યની યથાર્થ ઉપાસના થાય એ માટે શ્રી તીર્થકરના સ્વરૂપને જેમ બને તેમ અધિક શાસ્ત્રીય શબ્દોમાં જાણવાની જિજ્ઞાસા જાગી. પ્રયત્ન શરૂ થયો. જિનરૂપની ભાવના શ્રી વીતરાગ સ્તવના આધારે શરૂ કરી. તેથી ભગવાન પ્રસન્ન થયા અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય પણ. તેથી નવા નવા અપૂર્વ ભાવો આત્મામાં પ્રકાશિત થવા લાગ્યા અને તે બધા જ ગ્રંથરૂપે થાય, એવી ભાવના પ્રજ્વલિત-વધુ પ્રજ્વલિત થવા લાગી. તેનું સર્જન પ્રસ્તુત ગ્રંથશ્રેણિ છે. આ શ્રેણીમાં અનેક પુસ્તકો અનુકૂળતાએ પ્રગટ થશે. બધાં જ પુસ્તકોનો એક જ વિષય હશે - દેવાધિદેવ ભગવાન મહાવીર. (અરિહંતના અતિશયો-નવસંસ્કરણ) વાત્સલ્ય એ જ જગતમાં સર્વ રસોમાં ચરમ મહાન રસ છે. તે પ્રશાંત રસની પરાકાષ્ઠા છે, જે શ્રી તીર્થકરને જગતમાં પ્રગટ કરે છે. આ રીતે અહેવાત્સલ્ય નામ મારા મનમાં લાંબા કાળથી ઘોળાતું હતું પણ ગ્રંથશ્રેણિનું નામ પરિપૂર્ણ કેમ થાય એ એક મહાન પ્રશ્ન હતો. એટલામાં એક દિવસ જ્યારે હું ‘ભક્તામર સ્તોત્ર'નું ભાવપૂર્વક પારાયણ ઉપાશ્રયની ગેલેરીમાં બેસીને કરતો હતો, ત્યારે ઉનાળો હોવા છતાં આકાશમાં વાદળો દેખાયાં, વર્ષા થઈ, થોડાક છાંટા દેહ ઉપર પડ્યા અને ત્યાં જ પુષ્પરાવર્ત નામ મનમાં સ્ફર્યું. નિર્ણય થઈ ગયો નામનો. તે નામ હતું - શ્રી અહં વાત્સલ્ય પુષ્પરાવર્ત. પુષ્પરાવર્ત એટલે સર્વોત્તમ પ્રકારનો એક મેઘ, શાસ્ત્રીય શબ્દ છે, આ. ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજા “અમૃતવેલની સઝાયમાં અરિહંતના અતિશયો
Page #30
--------------------------------------------------------------------------
________________ વચનામૃત વરસાવે છે કે - “શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ઘરે ચિત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ-મિત્ત રે.” ચે. 4 જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે. 2. 5 આ પદોમાં “પુષ્પરાવર્ત' શબ્દનો પ્રયોગ છે. ‘નરાવજી પુરાવર્તો... !' એ પ્રસિદ્ધ પદમાં પણ પ્રયોગ છે. તેનો અર્થ એ છે કે શ્રી શાંતિનાથ તીર્થકર ભગવાન સર્વ પુણ્યરૂપ વેલડીઓને સિંચવા માટે પુષ્પરાવર્ત મેઘ છે. મહાકવિ કાલિદાસ “મેઘદૂતમાં ગાય છે કે - 'जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानाम् / ' જે મેઘને ઉદ્દેશીને આ કાવ્ય સ્ફર્યું છે તે મેઘ વિશ્વવિખ્યાત પુષ્પરાવર્ત મેઘોના વંશમાં ઉત્પન્ન થયેલ મેઘ છે. | 1 શ્રી સ્થાનાંગ સૂત્ર વગેરેમાં પણ આ મેઘનો ઉલ્લેખ છે ત્યાં કહ્યું છે કે પુષ્પરાવર્ત મેઘની એક જ વૃષ્ટિથી પૃથ્વી (જમીન) સુસ્નિગ્ધ, રસભાવિત અને દસ હજાર વર્ષો સુધી ધાન્ય ઉપજાવવાને યોગ્ય થાય છે. લોકપ્રકાશ સર્ગ-૩૦માં કહ્યું છે કે - પ્રથમ સ્થાનક અહેવાત્સલ્યમાં નામ આદિ ચારે પ્રકારના અરિહંત લેવા અને વાત્સલ્ય એટલે - (1) ભક્તિરાગ, (2) અરિહંતના વાસ્તવિક ગુણોનું લોકમાં પ્રખ્યાપન (સવિશેષ કીર્તન) અને (3) ઉચિત ઉપચાર (ઉપચાર = દ્રવ્યપૂજા અને ભાવપૂજા) આ રીતે વાત્સલ્ય ત્રિવિધ અર્થને પ્રસ્તુત કરે છે. તેમાં ભક્તિરાગ અંતરંગ વસ્તુ છે. ગુણપ્રખ્યાપન લોકની સાથે સંબંધ ધરાવે છે, તે લોકના હૃદયમાં ભક્તિરાગ જન્માવે છે અને ઉચિત ઉપચારનો સંબંધ, મન, વચન અને કાયાની સાથે છે. વચન અને મનથી ભાવપૂજા કરવાની હોય છે અને 1. ચેતન જ્ઞાન અજુવાળીએ 2. પુનાવા મહામે જેમાં વાસે રસ વાસદસારું ભાવેતિ 1 (સ્થા.-૪, સૂત્ર-૪.) 3. આ જ વિષયનું વર્ણન લોકપ્રકાશના ર૯મા સર્ગમાં છે. અરિહંતના અતિશયો
Page #31
--------------------------------------------------------------------------
________________ શરીરથી દ્રવ્યપૂજા. દ્રવ્યપૂજા વખતે પણ માનસિક ઊંચા ભાવો તો હોવી જ જોઈએ. આ ત્રણેને સર્વતોમુખી વિકસાવવાથી વાત્સલ્ય પ્રવર્ધમાન બને છે અને તેની પરાકાષ્ઠામાં શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના થાય છે. શ્રી અરિહંત ભગવંતના વાસ્તવિક ગુણોને અર્થી આત્માઓ સમજે, તેથી ભગવંત પ્રત્યે ભક્તિરાગ વધે અને તેઓ ઉત્તમ પ્રકારની દ્રવ્ય અને ભાવપૂજા કરી શકે, એ દિવ્ય આશયથી પ્રસ્તુત ગ્રંથશ્રેણીનું પ્રકાશન છે. ભગવંતની કૃપાથી મારા હૃદયમાં જાગેલા અહેવાત્સલ્યને પ્રવર્ધમાન બનાવવા માટે હું આ પ્રયત્નો કરી રહ્યો છું. નામમાં “રસ” શબ્દ ગુપ્ત છે. વાત્સલ્ય પોતે જ રસ છે. વાત્સલ્ય એટલે ભક્તિરસની પરાકાષ્ઠા. “પુષ્પરાવર્ત’ શબ્દ દ્વારા હું ભગવંતની કૃપા યાચું છું અને ભગવંતને પ્રાર્થના કરું છું કે - હે કૃપારસસિન્હો ! દેવાધિદેવ ! તીર્થંકર ભગવંત ! આપની કૃપાથી, આપના પ્રભાવથી, આપના અનુભાવથી, આપની દયાથી, આપની કરુણાથી અને આપની અનુકંપાથી આ ગ્રંથશ્રેણી આપના વિશેના ભવ્ય જીવોના વાત્સલ્યને પુષ્પરાવર્ત મેઘની જેમ વરસે. એક એક વર્ષા એવી કરે કે જે ભવ્ય જીવોના હૃદય ક્ષેત્રમાં ભક્તિને અનુકૂળ પરમ ભાવોને સુનિષ્પન્ન કર્યા જ કરે ." નામને સ્પષ્ટ કરવા જે જરૂરી હતું, તે પ્રદર્શાવીને વિરમું છું. - લેખક 18 અરિહંતના અતિશયો
Page #32
--------------------------------------------------------------------------
________________ આ ગ્રંથના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો 1. ઉપાધ્યાય ભ. શ્રી યશોવિજયજી મ. | 6. શ્રી મલયગિરિ આચાર્યકૃત વિવરણ વિરચિત સહિત अध्यात्मसारः શ્રી ભદ્રબાહુ સ્વામીકૃત નિયુક્તિ સહિત મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી મ. કૃત શ્રી આવાયફૂટ (પ્રત) ગુજરાતી ભાવાનુવાદ પ્રકાશક : શ્રી આગોદય સમિતિ, મુંબઈ. પ્રકાશક : કમલ પ્રકાશન, અમદાવાદ-૭. સંજ્ઞા : આવ. મલય. ANEKANTA JAYAPATAKA 7. શ્રી ગણધર સુધર્માસ્વામી રચિત (અનેકાન્ત નપતા) શ્રી ભદ્રબાહુસ્વામી શ્રુતકેવલીકૃત By HARIBHADRA SURI નિયુક્તિયુક્ત Edited by -- શ્રી હરિભદ્રસૂરિ પ્રણીત વૃત્તિયુક્ત H. R. Kapadia, M. A. શ્રી ઝવત્રમ્ (પ્રત) Published by -- સંજ્ઞા : આવ. નિ. હારિ. Oriental Institute. Baroda. 8. સિમાલિક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત (श्री ऋषिभाषितसूत्रम्) अभिधान चिंतामणि (તુસ્ત્રિન્નિતિશયસ્તવન - જૈન સ્તોત્ર સ્વોપજ્ઞ ટીકા સહિત સંદોહ ભા. 1 પૃ. ૮૧ને આધારે) સંપાદકો : 5. હરગોવિંદદાસ અને સંપાદક : શ્રી ચતુરવિજય મુનિ પં, બેચરદાસ પ્રકાશક : શ્રી સારાભાઈ મણિલાલ પ્રકાશક : નાથાલાલ લક્ષ્મીચંદ વકીલ નવાબ, અમદાવાદ. (દાદર જૈન જ્ઞાન મંદિર, પુસ્તક નં. (દાદર જૈન જ્ઞાનમંદિર, પુસ્તક નં. 368) 4858) સંજ્ઞા : ઇસિભાસિઆ સંજ્ઞા : અ. ચિ. ઉપદેશ પદ શ્રી વિજયરાજેન્દ્રસૂરિ વિરચિત ગુર્જર અનુ. - આ. શ્રી હેમસાગરસરિ મ. મિયાન રાજેન્દ્રોપ (પાપા /7) પ્રકાશક : ચંદ્રકાંત સાકરચંદ ઝવેરી, પ્રકાશક : અભિધાન રાજેન્દ્ર કાર્યાલય, 31/33, ખારાકૂવા, ત્રીજે માળ, રતલામ, મુંબઈ-૨. (દાદર જૈન જ્ઞાનમંદિરનાં પુસ્તકો 10. ૩૫શપ મહા (પ્રત) ઉપરથી) પ્રકાશક: શ્રી મુક્તિકમલ જૈન સંજ્ઞા : અ. રાજેન્દ્ર મોહનમાલા, 5. અજ્ઞાતકર્તક સ્તોત્ર કોઠીપોળ, વડોદરા. ‘ગરિરાજ નો', (દાદર જૈન જ્ઞાનમંદિર, પ્રત નં. 187) નસ્વા. પ્રા. વિ. પૃ. 204 1. 2. જે જ્ઞાનભંડાર વગેરેના પુસ્તકનો અહીં ઉપયોગ કરેલ છે, તેનું આ નામ વગેરે જાણવું. જુઓ ગ્રંથનામ સંકેતસૂચિ. અરિહંતના અતિશયો
Page #33
--------------------------------------------------------------------------
________________ 11. શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત 17. નિસ્તોત્રસંવાદ (પ્રથમ માજ) ૩પવેશપ્રાસાદિ ગુજરાતી ભાષાંતર સંપા. ચતુરવિજય મુનિ પ્રકાશક : જૈન ધર્મ પ્રસારક સભા, પ્રકા. સારાભાઈ મણિલાલ નવાબ, ભાવનગર. ત્રીજી આવૃત્તિ અમદાવાદ (જે. સા. વિ. મંડળ, પુ. નં. 5612). સંજ્ઞા : જૈન સ્તો. સં. 1 સંજ્ઞા : ઉ. પ્રા. ભાષાંતર = ભાષાં. 18. શુલ્લક જિનેન્દ્રવર્ણ વિરચિત વ્યાખ્યાન = વ્યા. जैनेन्द्र सिद्धांत कोश 12. યુગપ્રધાન પૂર્વધર શ્રી ભદ્રબાહુ વિરચિત પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ, પ્રધાન મહામહોપાધ્યાય શ્રી વિનયવિજય કાર્યાલય ગણિકૃત સુબોધિકા વૃત્તિયુક્ત. 3620/21, નેતાજી સુભાષ માર્ગ, વન્યસૂત્ર (પ્રત) દિલ્હી-૬. પ્રકાશક : મફતલાલ ઝવેરચંદ ગાંધી, | 19. શ્રી યતિવૃષભાચાર્ય વિરચિત અમદાવાદ, तिलोयपण्णति સંજ્ઞા : કલ્પ. સુબો. પ્રકા. જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સોલાપુર 13. શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત 20. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત कल्याणमंदिरस्तोत्रम् ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર મહામહોપાધ્યાય શ્રી સમયસુંદરગણિકૃત ગુજરાતી ભાષાંતર વૃત્તિ સહિત (પ્રતાકારે) પ્રકા. જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર પ્રકાશક : મહાવીરસ્વામી મંદિર, (જે. સા. વિ. મંડળ, પુસ્તક નં. 1239) પાયધુની, મુંબઈ. સંજ્ઞા : ત્રિષષ્ટિ (જે. સા. વિ. મ. પ્રત નં. 1076) 29. SIDDHASENA DIVAKAR'S (NYAYAVATARA As well As) ગૂર્જરાનુવાદ આ. હેમસાગરસૂરિ મ. The Text of 21 DWATRIMS'IKAS પ્રકાશક : શ્રી ચંદ્રકાંત સાકરચંદ ઝવેરી, (& Vinayvijaya's NYAYA 3133, ખારાકૂવા, ૩જે માળ, KARNIKA With English મુંબઈ-૨. Translation & Notes) 15. દાક્ષિણ્યચિહ્નાંક શ્રી ઉદ્યોતનસૂરિ Edited by -- Dr. A. N. Upadhye વિરચિત M. A., D.Litt. વયમાતા (પ્રાકૃત) Published by -- Jain Sahitya પ્રકા. સિંધી જૈન સિરીઝ, ભારતીય Vikas Mandal, Mumbaiવિદ્યાભવન, મુંબઈ. 400056. 16. શ્રી આત્મારામજી મહારાજ કૃત સંજ્ઞા : S. Dwa. जैनतत्त्वादर्श 22. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય પ્રકા. શ્રી આત્માનંદ જૈન સભા, અંબાલા, ભગવંત શ્રી યશોવિજયજી મ. વિરચિત પંજાબ, ક્રિશ-FિશિવI (સીએ) પ્રત 1. જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલે પારલે, મુંબઈ. અઢતના અતer
Page #34
--------------------------------------------------------------------------
________________ પ્રકા. જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર સંજ્ઞા : દ્વા. તા. 23-24, નમસ્જર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગ. સંસ્કૃત વિભાગ પ્રકા.જૈન સાહિત્ય વિકાસ મંડલ 112, સ્વામી વિવેકાનંદ માર્ગ, ઈરલા બ્રિજ, મુંબઈ-૪000૫૯. A.s. સંજ્ઞા : ન. સ્વા. પ્રા. વિ.સં. વિ. 25. ઝારસિરિ વિમનસૂરિવિશં पउमचरियं हिन्दीअणुवायसहियं સંપાદક : ડૉ. હર્મન જે કોબી સંશોધક અને પુનઃ સંપાદક : મુનિ પુણ્યવિજય હિંદી અનુવાદક : પ્રા. શાંતિલાલ મ. વોરા એમ, એ. પ્રકા.: પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાણસી-૫. સંજ્ઞા : ૫૩મ 26. શ્રી વિમલસૂરિ વિરચિત પડમર્વ (પદ્મચરિત) ગુર્જરનુવાદ અનુવાદક : પૂ. આ. શ્રી હેમસાગરસૂરિ પ્રકા મુંબઈ ગોડીજી દેરાસરનું ટ્રસ્ટી મંડળ 27. શ્રી વજસ્વામીની વિનંતીથી શ્રી નમસ્કારમંત્ર બૃહદ્રવૃત્તિમાંથી શ્રી ભદ્રગુપ્તસ્વામી વડે ઉદ્ધત पंचपरमेष्ठिमहामंत्रयंत्रचक्रवृत्तिः ન. સ્વા. પ્રા. વિ. પૃ. 213 28. શ્રી પ્રતિમાસૂત્ર તથા નવસ્મરણ (પ્રવધ ટીશાનુસારી - ઉદરી) પ્રકા. જેને સા. વિ. મંડલ, ઈરલા, વિલેપારલે, મુંબઇ-પ૬. 26. PAIN - SADDA - MAHANNAO (૫ફિસમvurat) (Dictionary Complied by Sheth Pandit Hargovinddas T.) Published by The Complier, 26, Zakariah St. Calcutta સંજ્ઞા : પાઈઅ સ૬ 30. શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત (सिरि) पासनाहचरियं પ્રકા. મણિવિજય ગ્રંથમાળા, લાંચ. 31. પ્રતિક્રમણસૂત્ર - પ્રબોધટીકા લે. ધીરજલાલ ટોકરશી શાહ પ્રકા. જૈન સા. વિ. મંડલ, વિલેપારલે, મુંબઇ 32. શ્રી નેમિચંદ્રસૂરિ નિર્મિત प्रवचनसारोद्धारः શ્રી દેવભદ્રસૂરિ શિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિ કૃત - તત્ત્વજ્ઞાન વિશની ટીકા સહિત (પ્રત) પ્રકા. દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી શાં. જીવણચંદ સાકરચંદ 426, ઝવેરી બજાર, મુંબઇ. (જૈન સા. વિ. મંડલ પ્રત-૭૯૭) સંજ્ઞા : પ્રવ. સા. ટીકા = ટી. 33, શ્રી વાદિદેવસૂરિ વિરચિત प्रमाणनयतत्त्वालोकालंकार स्यावाद रत्नाकर टीका પ્રકા, મોતીલાલ લાધાજી, પૂના. દાદર જ્ઞાનમંદિર, પુ. નં. 323. 34. ભક્તામર મંત્ર માહાભ્ય પ્રયોજક : સદાનંદ મુનિ છોટાલાલજી 35. ભક્તામર-રહસ્ય લે, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ પ્રકા. જૈન સાહિત્ય પ્રકાશન મંદિર લધાભાઈ ગણપત બિલ્ડીંગ, ચીચ બંદર, મુંબઈ-૯. 36. શ્રીમાનતુંગસૂરિ પ્રણીત શ્રી ગુણાકરસૂરિ વિરચિત ટીકા સહિત શ્રી અમર સ્તોત્રમ્ (પ્રત) પ્રકા. શ્રી જિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, પાલીતાણા અરિહંતના અતિશયો
Page #35
--------------------------------------------------------------------------
________________ (દાદર જ્ઞાનમંદિર, પ્રત નં. 355) સંજ્ઞા : ભક્તા. સ્તો. ગુણા. 37. महानिसीह सुत्त ન. સ્વા. પ્રા. વિ. સંજ્ઞા : મહાનિસીહ 38. महाप्रभाविक नवस्मरण પ્રકા. સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ, સંજ્ઞા : મહા. નવ. 39. મન્નાથરાન - વિજ્ઞાન (જૈન સ્તોત્ર સંદોહ, ભાગ-૨) સંપા. ચતુરવિજય મુનિ પ્રકા. સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ. સંજ્ઞા : મંત્ર, ચિંતા 40. યાકિનીમહારાસૂનું શ્રી હરિભદ્રસૂરિ વિરચિત योगदृष्टिसमुशय सटीक ziellus : Prof. L. Suali, Ph.D. (Italy) પ્રકાશક : દેવચંદ લાલભાઈ ઝવેરી ટ્રસ્ટ 325, ઝવેરી બજાર, મુંબઈ. સંજ્ઞા : યોગદષ્ટિ 41. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત સ્વપજ્ઞ વિવરણ સહિત યોજાશRI (પ્રત) 42. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત योगशास्त्र સ્વપજ્ઞ વિવરણ સહિત ગુજરાતી અનુવાદક - આ. શ્રી | હેમસાગરસૂરિ પ્રક. ચંદ્રકાંત સાકરચંદ ઝવેર 31/33, ખારાકૂવા, ત્રીજે માળ, મુંબઈ-૨. 43. योगशाख अष्टमप्रकाश विवरण પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, | વિલે પારલે, મુંબઈ-પ૬. સંજ્ઞા : અષ્ટમ વિ. 44. શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ललितविस्तरा (ચૈત્યવંદન સૂત્રવૃત્તિ) શ્રી મુનિચંદ્રસૂરિ કૃત પમ્બિા સહિત સંપા. મુનિશ્રી રાજેન્દ્રવિજયજી મ. પ્રકા. દિવ્યદર્શન સાહિત્ય સમિતિ, અમદાવાદ, સંજ્ઞા : લ. વિસ્ત. 45. લલિત-વિસ્તરા અનુવાદ-વિવેચન પ. પૂ. આ. શ્રી વિજય ભુવનતિલક - સૂરિશિષ્ય પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરકૃત પ્રકાશક : શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી, ગુજરાત. 46. લલિત-વિસ્તરા પરમતજ (વિવેચન) ભા. 1-2. વિવેચનકાર - પૂ.પં. શ્રી ભાનુવિજયજી ગણિવર પ્રકાશક : | દિવ્યદર્શન સાહિત્ય સમિતિ, કાળુશીની પોળ, અમદાવાદ. 47. લલિતવિસ્તરા ચિદ્મવિશોધિની ટીકા કર્તા : ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા (M.B.E.S.). પ્રકાશક : જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગોડીજી ચાલ, મુંબઈ-૩. 48. શ્રી લલિત સ્તોત્રાદિ સંદોહ સંપા. પં. શ્રી હ્રીંકારવિજયજી ગણી પ્રકા. પં. કુંવરજી મૂલચંદ દોશી, મદ્રાસ, 49. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ. વિરચિત લોકપ્રકાશ 22 અરિહંતના અતિશયો
Page #36
--------------------------------------------------------------------------
________________ મૂળ તથા ભાષાંતર સહિત પ્રકા. શ્રી જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર. દાદર જૈન જ્ઞાનમંદિર, પુસ્તક નં. 20. સંજ્ઞા : લોક પ્ર., કાલલોક = કા. લો. સર્ગ = સ. પૃષ્ઠ = પૃ. 50. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત विशेषावश्यक भाष्य પ્રકા. લાલભાઈ દલપતભાઈ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૯. સંજ્ઞા : વિશેષા. ભાગ = ભા. 51. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી વીતરા-મહાવ-તોત્ર (મૂલમાત્ર) અન્યયોગ વ્યવચ્છેદ અને અયોગ વ્યવચ્છેદ કાત્રિશિકાઓથી સહિત સંપાદક : મુનિ ચરણવિજય પ્રકાશક : શ્રી આત્માનંદ જેનસભા, ભાવનગર સંજ્ઞા : વી. મહા. સ્તો. અન્ય. વ્ય. અયોગ. વ્ય. 52. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત श्री वीतरागस्तवः ('श्री वीतरागस्तोत्रम्) શ્રી પ્રભાનંદસૂરિ કૃત વિવરણ - શ્રી સોમાદયણિકૃત અવચૂર્ણિ સહિત (પ્રત) પ્રકાશક : કેશરબાઇ જ્ઞાનમંદિર, પાટણ સંપાદક : પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિ શિષ્ય મુનિ કાંતિવિજય (પાછળથી પંન્યાસ) (દાદર જ્ઞાનમંદિર, પ્રત નં. 398) સંજ્ઞા : વી. સ્વ. વિવ=વિવરણ અવ અવચૂર્ણિ પ્ર=પ્રકાશ. શ્લો. =શ્લોક. 53. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત वीतरागस्तव સવિવેચન : સકાવ્યાનુવાદ ગુજરાતી-વિવેચન-કાવ્યાનુવાદ કર્તા - ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા (M.B.E.S.) પ્રકા, શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડળ, અમદાવાદ, સંજ્ઞા : કાવ્યાનુવાદ 54. પં. શ્રી મુક્તિવિજયજી ગણી વિરચિત શબ્દરત્નમહોદધિ કોષ (ભાગ-૧/૨). (દાદર જ્ઞાનમંદિરનાં પુસ્તકો) સંજ્ઞા : શ. મહોદધિ 55. શ્રી પુષ્પદંત-ભૂતબલિ પ્રણીત શ્રી વીરસેનાચાર્ય રચિત ધવલા ટીકા સહિત षटखण्डागम ન. સ્વા. પ્રા. વિ. પૃ. 164 56. શ્રી દેવસુંદરસૂરિ શિષ્ય શ્રી ક્ષેમકરગણિ પ્રણીત षट्पुरुषचरित (સંસ્કૃત પ્રત) પ્રકાશક : દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત. (શ્રી અમરેન્દ્રસાગરજી પુસ્તક સંગ્રહ જૈન ઉપાશ્રય, સાંતાક્રુઝ, મુંબઇ, પ્રત નં. 364). 57. શ્રી હરિભદ્રસૂરિ કૃત षोडशक-प्रकरण ન, સ્વા. સં. વિ. પૃ. 293 58. શ્રી આત્મારામજી મ. વિરચિત સત્તરભેદી પૂજા 59. ગણધર ભગવાન શ્રી સુધર્મસ્વામી સૂત્રિત श्री समवायाङ्गसूत्रम् नवाङ्गी टीकाकार श्रीमदभयदेवसूरि विरचित ટોપેતમ્ (પ્રત) પ્રકા. આગમાદય સમિતિ, મુંબઇ. (દાદર જ્ઞાનમંદિર, પ્રત નં. 6) સંજ્ઞા : સમવાય 1. મૂળ નામ શ્રી વીતરાસ્તવ છે. છપાયેલ પ્રતમાં શ્રી વીતરાજ સ્તોત્રમ્ એવું નામ આપેલ છે. અરિહંતના અતિશયો 23
Page #37
--------------------------------------------------------------------------
________________ 60. પૂર્વાચાર્ય પ્રણીત શ્રી સિદ્ધયંત્રો પૂનવિ (પ્રત) પ્રકા. શ્રી નેમિ-અમૃત-ખાંતિ-નિરંજન ગ્રંથમાળા, અમદાવાદ, 61. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત सिद्धहेमचन्द्रशब्दानुशासनम् स्वोपज्ञतत्त्वप्रकाशिका टीका - शब्दमहार्णवन्याससंवलितम् સંજ્ઞા : સિદ્ધહેમ 62. શ્રી સિદ્ધાચલ મહાતીર્થાદિ સ્તવનાવલી પ્રકા.આ.શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા, વરતેજ . સંજ્ઞા : સિદ્ધા. ત. પરિશિષ્ટોમાં ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો 63. શ્રી શીલાંકસૂરિ વિરચિત વરપત્ર-પુરિસ (પ્રાકૃત) સંશોધક : સંપાદક : 5. અમૃતલાલ મોહનલાલ ભોજક પ્રકા. પ્રાકૃત ગ્રંથપરિષદ્વારાસણી. (જૈ. સા. વિ. મ. 4399) 64. ઉપર કહેલ પુસ્તકનો અનુવાદ ચોપન મહાપુરુષોનાં ચરિત અનુવાદક : શ્રી હેમસાગરસૂરિ મ. 65. દેવવંદનમાલા પ્રકા. જેન પ્રકાશન મંદિર, દોશીવાડાની પોળ, અમદાવાદ. 66. સમોસરણનાં ઢાળિયાં (દાદર જૈન જ્ઞાનમંદિર, પુસ્તક નં. 713) 67. શ્રી સિદ્ધાંતસારમુનિ વિરચિત રનરત્ના (સંસ્કૃત પ્રત) પ્રકા. જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ, (જૈ. સા. વિ. મ. પ્રત નં. 3797) 68. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી મલ્લિષેણસૂરિ વિરચિત ટીકા સહિત ચાવા મંજરી (હિંદી અનુવાદ સાથે) પ્રકા. પરમકૃત પ્રભાવક મંડલ, મુંબઈ. સંપા. શાસ્ત્રી જગદીશચંદ્ર, (M.A.) (દાદર જૈન જ્ઞાનમંદિર, પુ. નં. 4098) 69. શ્રી સિદ્ધર્ષિ પ્રણીત સમિતિમવારંવાળા (સંસ્કૃત પ્રત) પ્રકા. શાહ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, મુંબઇ. (દાદર જૈન જ્ઞાનમંદિર, પ્રત-૯૪૨) 70. વિનયપિટલ (માદાવા પાત્રી) Pali Publication Board, Bihar Govt. પ્રધાન સંશોધક - મવમવું નવીશ વસૂપો 71. વિનયપિટક (હિંદી) અનું. પં. રાહુલ સાંસ્કૃત્યાયન પ્રકા. મહાબોધિ સભા, સારનાથ, | | | 24. અરિહંતના અતિશયો
Page #38
--------------------------------------------------------------------------
________________ આદિ મંગલ-૧ પ્રારંભમાં શ્રી અરિહંત ભગવંતોને 108 નમસ્કાર કરવામાં આવ્યા છે. આ રિહંતનમોહકારાવલિયા (ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૮૪)નો લગભગ અક્ષરશઃ અનુવાદ છે. આ 108 નમસ્કાર દ્વારા ભગવંતની 108 સર્વોત્તમ અવસ્થાઓનું સહજ ધ્યાન થઈ જાય છે. રોજ પ્રાતઃકાળમાં કરાયેલા આ નમસ્કાર મહામંગલકારી છે. આ કૃતિ કોઈક (અજ્ઞાત નામ) મહાન પૂર્વાચાર્યની છે. જેઓને પ્રાકૃતમાં પાઠ ફાવે તેઓએ નમસ્કાર સ્વાધ્યાય-પ્રાકૃત વિભાગ અથવા શ્રી તિતસ્તોત્રસિંહોદ ગ્રંથ દ્વારા તે જરૂર કરવો, જેઓને પ્રાકૃત પાઠ ન ફાવે, તેઓએ અહીં આપેલો ગુજરાતી પાઠ કરવો. અરિહંતના અતિશયો
Page #39
--------------------------------------------------------------------------
________________ - આદિ મંગલ-૧ 1. નમો ચૌદ મહાસ્વપ્ન દ્વારા સૂચિત અવતારવાળા અરિહંતોને 2. નમો ગર્ભમાં ત્રણ જ્ઞાનથી યુક્ત અરિહંતોને 3. નમો ચોસઠ ઇન્દ્રો વડે સ્તવાતા અરિહંતોને 4. નમો ગર્ભમાં મહાયોગનો અભ્યાસ કરતા અરિહંતોને 5. નમો ત્રણે લોકમાં સૂર્યોદય સમાન જન્મોદયને પામેલા અરિહંતાન 6. નમો સર્વ જીવોને સુખદાયક જન્મકલ્યાણકને સંપ્રાપ્ત અરિહંતને 7. નમો છપ્પન દિકકુમારીઓ વડે પ્રસૂતિકર્મને પ્રાપ્ત અરિહંતોને 8. નમો દેવેન્દ્રના કરસંપુટમાં રહેલા અરિહંતોને 9. નમો મેરુપર્વતના મસ્તકે રહેલ સિંહાસન પર વિરાજમાન અરિહંતોને 10. નમો સર્વ દેવતાઓ અને અસુરો વડે કુસુમાંજલિથી પૂજાતા અરિહંતોને 11. નમો ક્ષીરસમુદ્રના જલથી ભરેલા એક હજાર અને ચોસઠ કળશાઓ વડે જન્માભિષેક કરાતા અરિહંતોને 12. નમો શ્રેષ્ઠ પડહ, ભેરી, ઝાલર, દુંદુભિ વગેરે દેવતાઈ વાજિંત્રોના નાદથી પૂજાતા અરિહંતોને 13. નમો અત્યંત સુગંધી શ્રેષ્ઠ ગોશીષ ચંદન વડે પૂજાતા અરિહંતોને 14. નમો જળ અને પૃથ્વી પર ઉત્પન્ન થતા તથા દેવતાઈ પુષ્પોથી વિરચિત મહામાળાઓથી શોભતા કંઠવાળા અરિહંતોને 15. નમો શ્રેષ્ઠ હાર, અર્ધહાર, કડાં અને મુકુટ વડે શોભતા અરિહંતોને 16. નમો શ્રેષ્ઠ વેણુ, વિણા, મૃદંગ, અનેક પ્રકારના તાલ, ઘૂઘરાઓ અને “ઘમઘમ' ધ્વનિઓથી સહિત નૃત્યવિધિ વડે પૂજાતા અરિહંતોને 17. નમો ‘જય જય' શબ્દનો સમુચ્ચાર કરતા દેવતાઓના સમૂહની સાથે માતાના ભવનમાં આવેલા અરિહંતોને 1. ભગવંત ગર્ભમાં આવતાં જ માતાને ચૌદ સ્વપ્ન આવે છે. 2. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. 26 અરિહંતના અતિશયો
Page #40
--------------------------------------------------------------------------
________________ 18. નમો અંગૂઠામાં ઇન્દ્ર સ્થાપિત કરેલ અમૃતને ચૂસતા અરિહંતોને 19. નમો ચર્મચક્ષુથી અદશ્ય આહાર અને નીહારવાળા અરિહંતોને 20. નમો પરસેવો, મેલ અને રોગથી રહિત શુભ શરીરવાળા અરિહંતોને 21. નમો ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને રક્તવાળા અરિહંતોને 22. નમો મંદાર અને પારિજાત પુષ્પો જેવા સુગંધી શ્વાસોચ્છવાસવાળા અરિહંતોને 23. નમો છત્ર, ચામર, પતાકા, યૂપ (સ્તંભ), જવ વગેરે ચિહ્નોથી સહિત હાથ અને પગવાળા અરિહંતોને 24. નમો એક હજાર અને આઠ લક્ષણોથી શોભતા અરિહંતોને 25. નમો ઇન્દ્રની આજ્ઞાથી ધાત્રીરૂપે રહેલી પાંચ દેવાંગનાઓ વડે સેવા પામતા અરિહંતોને 26. નમો નવા નવા દેવકુમારો સાથે રમતા અરિહંતોને 27. નમો બાળપણામાં પણ અબાલભાવવાળા અરિહંતોને 28. નમો સર્વ કળાઓ અને વિજ્ઞાનના પારને પામેલ અરિહંતોને 29. નમો ત્રણે લોકને આશ્ચર્યકારક રૂપ, યૌવન અને ગુણવાળા અરિહંતોને 30. નમો બાલબ્રહ્મચારી અરિહંતોને 31. નમો વિવાહિત અરિહંતોને 32. નમો મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના ભોગોમાં આસક્તિ વિનાના અરિહંતને 33. નમો પરમનીતિ વડે રાજ્ય કરવા દ્વારા સર્વ પ્રજાને સુખ આપતા અરિહંતોને 34. નમો વિશુદ્ધ અધ્યવસાયરૂપ ભાવનાવાળા અરિહંતોને 35. નમો પોતાની મેળે જ પરમ વૈરાગ્ય પામેલ સ્વયંસંબુદ્ધ અરિહંતોને 36. નમો ભક્તિના પ્રકર્ષ વડે નમ્ર લોકાંતિક દેવો વડે વંદાતા અરિહંતોને 37. નમો “માગો માગો, જે માગશો તે મળશે,’ એ ઢંઢેરા સાથે સાંવત્સરિક મહાદાનને આપતા અરિહંતોને 38. નમો સર્વ ઇન્દ્રો વડે દીક્ષાભિષેક કરાતા અરિહંતોને પ્રાજ્ઞભાવવાળા અધ્યવસાય-આત્મપરિણામ 3. પાંચમા દેવલોકમાં રહેનારા વિશિષ્ટ દેવતાઓ અરિહંતના અતિશયો 27
Page #41
--------------------------------------------------------------------------
________________ 39. નમો શિબિકામાં વિરાજમાન અરિહંતોને 40. નમો અશોક આદિ વૃક્ષોથી શોભતા ઉપવનમાં આવેલા અરિહંતોને 41. નમો ઇન્દ્ર સ્થાપેલ સિંહાસન પર વિરાજમાન અરિહંતોને 42. નમો શ્રેષ્ઠ કડાં, કુંડલ, હાર, અર્ધહાર, મુકુટ અને માળાને નિજ શરીર પરથી ઉતારતા અરિહંતને 43. નમો કાજળ જેવા અતિ શ્યામ વાળોનો પંચમુષ્ટિ લોચ કરતા અરિહંતોને 45. નમો સર્વ સાવદ્ય યોગોના પચ્ચખાણ કરતા અરિહંતોને 46. નમો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નમાલાથી અલંકૃત અરિહંતોને 47. નમો સમુત્પન્ન નિર્મલ વિપુલમતિ મન:પર્યય જ્ઞાનવાળા અરિહંતોને 48. નમો સમિતિ-ગુપ્તિરૂપ“ શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત અરિહંતોને 49. નમો દશવિધ શ્રમણધર્મને સંપૂર્ણ રીતે પાળતા અરિહંતોને 50. નમો કમળપત્રની જેમ નિર્લેપ અરિહંતોને 51. નમો જીવની જેમ અપ્રતિઘાતી શ્રેષ્ઠ વિહાર કરતા અરિહંતોને પર. નમો આકાશની જેમ નિરાશ્રયતા ગુણથી શોભતા અરિહંતોને 53. નમો અસ્મલિત પવનની જેમ અપ્રતિબદ્ધ અરિહંતોને 1. હાથ વડે વાળ ઉખેડી કાઢવાની વિશિષ્ટ ક્રિયા 2. સિદ્ધશિલા નામના લોકમાંના સર્વોપરિ સ્થાનને 3. મુક્તાત્માઓને પાપવ્યાપારના 5. મહાન પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ 6. આ ત્રણ મળીને સંપૂર્ણ મોક્ષ સાધન થાય છે. 7. મનના ભાવોને જાણનારું જ્ઞાન 8. ઇર્ષા સમિતિ આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ 9-10. કર્મરૂપ પ્રતિબંધ-અટકાવ દૂર થતાં જ જેમ સંસારથી મુક્ત જીવ એક જ સમયમાં અપ્રતિઘાતી-અસ્મલિત ગતિએ સિદ્ધશિલાએ પહોંચી જાય છે તેમ ભગવંતને પ્રતિબંધરાગદ્વેષ ન હોવાથી તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. 28 અરિહંતના અતિયો
Page #42
--------------------------------------------------------------------------
________________ 54. નમો છૂપાવી દીધેલાં અંગોપાંગોવાળા કાચબાની જેમ ગુપ્ત ઇન્દ્રિયોવાળા અરિહંતોને પપ. નમો પક્ષીની જેમ વિપ્રમુક્તતા ગુણવાળા અરિહંતોને પક. નમો ગેંડાના શીંગડાની જેમ એકત્વભાવને પામેલા અરિહંતોને 57. નમો ભાખંડ પક્ષી જેવા અપ્રમત્ત અરિહંતોને 58. નમો સુલક્ષણો અને ગુણોથી યુક્ત શ્રેષ્ઠ વૃષભની જેમ મેરુ જેવા મહાવ્રતોના ભારને વહન કરવામાં સમર્થ અરિહંતોને 59. નમો હાથીની જેમ શૂરતા ગુણથી સહિત અરિહંતને 10. નમો સિંહ જેવા નિર્ભય અરિહંતોને 61. નમો સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ગંભીરતા ગુણથી અલંકૃત અરિહંતોને 92. નમો પૂર્ણિમાના ચંદ્રની જેમ સૌમ્ય સ્વભાવવાળા અરિહંતોને 63. નમો સૂર્ય સમાન દીપ્ત તપતેજવાળા અરિહંતને 64. નમો પૃથ્વીની જેમ સર્વસહત્વ ગુણે શોભતા અરિહંતોને 65. નમો શરદઋતુના પાણીની જેમ સ્વચ્છ મનોભાવવાળા અરિહંતોને 16. નમો નાના દેશોમાં વિચરતા અરિહંતોને 67. નમો બહુ પુણ્યોદયવાળા ભવ્યજનોના દ્વારે આવેલા અરિહંતોને 68. નમો બેતાલીશ દોષથી રહિત આહારને ગ્રહણ કરતા અરિહંતોને 69. નમો છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસખમણ, માસખમણ આદિ તપને તપતા અરિહંતોને 7). નમો વીરાસન વગેરે અનેક આસનોએ સ્થિર અરિહંતોને 71. નમો બાવીશ પરિષહોને સુંદર રીતે સહન કરતા અરિહંતોને 72. નમો બાહ્ય અને આંતરિક પરિગ્રહથી રહિત અરિહંતોને 73. નમો મહાવનમાં પ્રતિમાઓને વહન કરતા અરિહંતોને 1. પક્ષી જેમ આકાશમાં મુક્ત રીતે ગતિ કરે તેમ ભગવાન જગતમાં પ્રતિબંધ વિના વિચરે છે. 2. બધું જ સહન કરવું. 3. ગોચરી (ભિક્ષા) માટે 4. અનુક્રમે-૨, 3, 4, 5, 15, 30 ઉપવાસ. 5. વિશિષ્ટ સાધનાઓ અરિહંતના અતિશયો
Page #43
--------------------------------------------------------------------------
________________ 74. નમો વિશુદ્ધ અને પવિત્ર ધર્મધ્યાન અને શુક્લધ્યાનને સાધતા અરિહંતોને 75. નમો ક્ષપકશ્રેણીએ ચડેલા અરિહંતોને 76. નમો મોહમલ્લનો નાશ કરતા અરિહંતોને 77. નમો લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાનને પામેલા અરિહંતોને 78. નમો રૂપું, સોનું અને રત્નોથી નિર્મિત ત્રણ ગઢ વડે શોભતા અરિહંતોને 79. નમો દેવનિર્મિત સુવર્ણ કમળોને વિશે પગને સંસ્થાપિત કરતા અરિહંતોને 80. નમો ચતુર્મુખે ચાર સિંહાસને વિરાજમાન અરિહંતોને 81. નમો દેવનિર્મિત ઉત્તમ છત્રોથી શોભતા અરિહંતોને 82. નમો બાર ગુણા ઊંચા એવા દેવકૃત અશોક વૃક્ષની રચના દ્વારા પૂજાતા અરિહંતોને 83. નમો દેવનિર્મિત મણિઓ અને સોનાના દંડવાળા સુંદર શ્વેત ચામરો વડે વીંઝાતા અરિહંતોને 84. નમો દેવતાઓ વડે જેઓની આસપાસ ચારે બાજુ જાનુ પ્રમાણ પુષ્પસમૂહો રચાયા છે એવા અરિહંતોને 85. નમો અગ્રભાગે દેવનિર્મિત સૂર્ય સમાન તેજસ્વી ધર્મચક્ર વડે શોભતા અરિહંતોને 86. નમો પૃષ્ઠભાગે નિર્મલ ભામંડલથી અલંકૃત અરિહંતોને 87. નમો દેવદુંદુભિના નાદથી સૂચિત ત્રિભુવનસ્વામિત્વવાળા અરિહંતોને 88. નમો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોને પ્રતિબોધ કરતી પાંત્રીશગુણયુકત વાણીવાળા અરિહંતોને 89. નમો ભવ્યજનરૂપ કમળોના વિકાસક અરિહંતોને 90. નમો ચૌદ પૂર્વોના બીજભૂત ત્રિપદી ગણધરોને આપતા અરિહંતોને 1. ઘાતી કર્મની ક્ષપણા-ક્ષય અર્થે નવા નવા ગુણસ્થાનની પ્રાપ્તિની વેગવંત ગુણશ્રેણી. 2. લોકમાંના સર્વ પદાર્થોના સર્વ ભાવોને તેમ જ લોકબાહ્ય અવસ્થિત અનંત આકાશરૂપ અલોકના સંપૂર્ણ સાક્ષાત્કારમય સંપૂર્ણ જ્ઞાનને. 3. ભગવંતનું એક મૂળરૂપ પૂર્વદિશામાં અને દેવનિર્મિત ત્રણ રૂપ અન્ય દિશાઓમાં. 4. ભગવંતની ઊંચાઈ કરતાં બાર ગુણા. 5. 35 ગુણોનું વર્ણન દ્વિતીય કર્મક્ષયજ અતિશયના વર્ણનમાં આપેલ છે. 30 અરિહંતના અતિશયો
Page #44
--------------------------------------------------------------------------
________________ 91. નમો ચૌદ પૂર્વરૂપ સૂત્રોની રચના કરનારા શિષ્યોને ગણધર પદે સ્થાપતા અરિહંતોને 92. નમો સર્વ સુરો, અસુરો અને મનુષ્યો વડે નમસ્કૃત ચતુર્વિધ સંઘને સ્થાપતા અરિહંતોને 93. નમો સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને વિશે કરુણાભાવવાળા અરિહંતોને 94. નમો દેવેન્દ્રો, ચક્રવર્તિઓ, વાસુદેવો અને બલદેવો વડે વંદાતા અરિહંતોને 95. નમો અનુત્તર વિમાનવાસી દેવતાઓના સંશયને દૂર કરતા અરિહંતોને 96. નમો શુક્લ લેગ્યાએ તેરમે ગુણઠાણે રહેલા અરિહંતોને 97. નમો જીવ, અજીવ વગેરે પદાર્થોને પ્રકાશતા અરિહંતોને 98. નમો આયુ.કર્મને પરોપકાર વડે સુંદર રીતે સમાપ્ત કરતા અરિહંતોને 99. નમો લોકાગ્રે જવાને યોગ્ય ક્ષેત્રે આવેલા અરિહંતોને 10). નમો સિદ્ધિસુખને આપનારા અંતિમ તપને કરતા અરિહંતોને 101. નમો ચૌદમે ગુણસ્થાને રહીને શૈલેશીકરણ કરતા અરિહંતોને 102. નમો સર્વ સુરાસુરોથી વિરચિત ચરમ સમવસરણમાં વિરાજમાન અરિહંતોને 103. નમો અનાદિ કર્મસંયોગથી સર્વથા મુક્ત થયેલા અરિહંતોને 104. નમો દારિક, તેજસ અને કાર્મણ શરીરથી રહિત અરિહંતોને ૧૦પ. નમો રાગદ્વેષરૂપ જળથી ભરેલા સંસાર સાગરને સારી રીતે તરી ગયેલા અરિહંતોને 10. નમો જીવપ્રદેશોને શરીરના ત્રીજા ભાગે ન્યૂન અને ઘન કરતા અરિહંતોને 107. નમો પૂર્વધ્યાન પ્રયોગથી ધનુષ્યમાંથી છૂટેલા બાણ જેવી ગતિને પામેલા અરિહંતોને 108. નમો શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાન પામેલા અરિહંતોને. 1. મેરુ પર્વત જેવી નિશ્ચલ આત્મદશા. 2. યોગનિરોધને અભિમુખ ભગવાન જે ધ્યાનક્રિયા કરે તેથી. અરિહંતના અતિશયો 32
Page #45
--------------------------------------------------------------------------
________________ આદિ મંગલ-૨ 1. શ્રી તીર્થકર ભગવંતના સર્વ અતિશયો અને પ્રાતિહાર્યોને હું નમસ્કાર કરું છું. 2. પાંચ પરમેષ્ઠિઓને, ઋષભાદિ ચોવીશ તીર્થકરોને, શ્રમણ ભગવાન મહાવીર દેવને, ગણધરોને અને ભગવાનની પરંપરાના બધા જ આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. 3. ચતુર્વિધ સંઘને હું નમસ્કાર કરું છું. 4. ભગવંતના ધર્મને, તીર્થને અને શાસનને હું નમસ્કાર કરું છું. 5. સર્વ ચૈત્યો, જિનબિંબો, આગમો અને ધર્મની બધી જ વસ્તુઓને હું નમસ્કાર કરું છું 6. શ્રી જિનવાણીને હું નમસ્કાર કરું છું. 7. શ્રી જિનધર્મના બધા જ સ્તોત્રો, યંત્રો અને મંત્રાક્ષરોને હું નમસ્કાર કરું છું. 8. સર્વ સમ્યગ્દષ્ટિ દેવતાઓને હું નમસ્કાર કરું છું. 9. પ્રવચનની અધિષ્ઠાત્રી ભગવતી શ્રુતદેવતાને, શાંતિદેવતાને, સર્વ પ્રવચનદેવતાઓને, દશ દિગ્ધાલદેવતાઓને અને પાંચ લોકપાલદેવતાઓને હું નમસ્કાર કરું છું. 10. અરિહંતાદિ 9 નવપદોને, મ મ આદિ માતૃકાક્ષરોને, ત્રિપદીને, અનાહત દેવતાને, લબ્ધિપદોને, જિનપાદુકાઓને, ગુરુપાદુકાઓને, જયાદિ આઠ દેવીઓને, સોળ વિદ્યા દેવીઓને, સર્વ યંત્રોના અધિષ્ઠાયક દેવ- દેવીઓને, 24 યક્ષયક્ષિણીઓને, ચાર દ્વારપાલોને, ચાર વીરોને, દશ દિગ્ધાલોને, નવ ગ્રહોને અને નવ નિધાનોને હું નમસ્કાર કરું છું. જેના સ્વાધ્યાયથી શ્રી તીર્થકર ભગવંતને હું કાંઈક સાચા અર્થમાં સમજી શક્યો અને ભગવંત વિશે લખવાની પ્રેરણા જાગી તે સર્વ શ્રેષ્ઠ સ્તુતિકાર આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેન દિવાકરની શ્રી વર્ધમાન જિન સ્તવનાત્મક બત્રીશીઓ, એ જ મહાન આચાર્ય ભગવંતનું શક્રસવ, કલ્યાણ મંદિર સ્તોત્ર તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન વિરચિત શ્રી વિતરાગસ્તવ અને મહાન પ્રભાવશાળી આચાર્ય શ્રી માનતુંગસૂરિ વિરચિત શ્રી ભક્તામર સ્તોત્ર-એ ચાર સ્તવોના અક્ષરે અક્ષરને, એ મહાન સ્તુતિકારોને અને એ મહાન સ્તુતિકારોના હૃદયમાં જે ભગવદ્ભક્તિ હતી, તેને હું ફરી ફરી નમસ્કાર કરું છું. 12. સર્વ નમસ્કાર કરવા યોગ્ય વસ્તુઓને હું નમસ્કાર કરું છું. - લેખક 1. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય 2. અનાહત દેવતાનો નિર્દેશ સિદ્ધચક્ર યંત્રોદ્ધાર પૂજનવિધિમાં છે. ૩ર અરિહંતના અતિશયો
Page #46
--------------------------------------------------------------------------
________________ સર્વ તીર્થકરોનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ [અહીં સર્વ તીર્થકરોને લગતી સામાન્ય વસ્તુઓ સંક્ષેપમાં પુરુષ' ગ્રંથને આધારે રજૂ કરવામાં આવી છે.] બધા પુરુષોમાં પુરુષત્વ સમાન હોવા છતાં પૂર્વકૃત શુભાશુભ કર્મના પરિણામને કારણે ચાર પ્રકારના પુરુષાર્થોની સાધનામાં ભેદ પડે છે, તેથી આગમોમાં છ પ્રકારના પુરુષો વર્ણવવામાં આવ્યા છે. તે આ રીતે : 1. અધમાધમ, 2. અધમ, 3. વિમધ્યમ, 4. મધ્યમ, 5. ઉત્તમ અને 6. ઉત્તમોત્તમ. વિશેષાર્થીઓએ પ્રથમ પાંચ પ્રકારના પુરુષોનું વર્ણન પુરુષત્તિથી જાણી લેવું. અહીં ફક્ત ઉત્તમોત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવંતનું વર્ણન જ આપવામાં આવ્યું છે. ઉત્તમોત્તમ પુરુષો તીર્થંકર નામકર્મના ઉદયવાળા શ્રી તીર્થકરો જ છે. તેઓ ત્રણે લોકના ઈશ્વર, ત્રણે લોકના નાથ, ત્રણે લોકમાં સૌથી અધિક પૂજનીય, ત્રણે લોક વડે સ્તવવા યોગ્ય, ત્રણે લોક વડે ધ્યાન કરવા યોગ્ય, સંપૂર્ણ નિર્દોષ અને સર્વગુણસંપૂર્ણ હોય છે. તેથી જ તેઓ સર્વ પ્રકારે સર્વ જીવોથી ઉત્તમોત્તમ છે. જ્યારે તે તીર્થંકર ભગવંતોના જીવો અનાદિ કાળમાં અવ્યવહાર રાશિમાં હોય છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના તથાભવ્યત્વના વિપાકથી અનેક વિશેષ ગુણોને કારણે બીજા જીવો કરતાં ઉત્તમ હોય છે. તે પછી યથાપ્રવૃત્તકરણ (?) વડે જ્યારે તેઓ વ્યવહારરાશિમાં આવે છે, ત્યારે પણ તેઓ તેવા પ્રકારના કર્મવિપાકના સદ્ભાવથી પૃથ્વીકાયના જીવોમાં ચિંતામણિ રત્ન, પધરાગ રત્ન વગેરે ઉત્તમ રત્નોની જાતિમાં ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે. અપૂકાયમાં તે તે મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે ઉત્પન્ન થાય છે. તેઉકાયમાં મંગલદીપ આદિ રૂપે ઉત્પન્ન થાય છે. વાયુકાયમાં હોય ત્યારે મલયાચલ પર્વતના વસંતઋતુકાલીન મૃદુ, શીતલ અને સુગંધિ વાયુ વગેરે રૂપે ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં હોય ત્યારે ઉત્તમ પ્રકારનાં ચંદન, કલ્પવૃક્ષ, પારિજાત, આમ્ર, ચંપક, અશોક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્રાક્ષાવેલ, નાગવેલ વગેરે પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે. અરિહંતના અતિશયો 33.
Page #47
--------------------------------------------------------------------------
________________ બેઇન્દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, શક્તિકા, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે તે ઇન્દ્રિય તથા ચૌરિંદ્રિયમાં પણ ઉત્તમ રૂપે ઉત્પન્ન થાય છે. પંચેદ્રિય તિર્યંચમાં સર્વોત્તમ પ્રકારના હાથી રૂપે અથવા સારાં લક્ષણોવાળા અસ્વરૂપ વગેરે ઉત્પન્ન થાય છે. તે પછી મનુષ્યોમાં આવેલા તેઓ ઉત્તમ કુલોમાં ઉત્પન્ન થઈ, અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ કરી, અનિવૃત્તિકરણ વગેરે ક્રમે સમ્યક્ત પામીને, તેવા પ્રકારના ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ આદિરૂપ સંપૂર્ણ સામગ્રી પામીને, અવાત્સલ્યાદિ વીસ સ્થાનકની ઉત્તમ આરાધના કરીને અને તેથી શ્રી તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરીને અનુત્તર વિમાન આદિ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દેવલોકનાં ઉત્તમ સુખોને અનુભવીને, ત્યાંથી અવેલા તેઓ ચરમ જન્મમાં સર્વોત્તમ અને વિશુદ્ધ જાતિ-કુલ-વંશોમાં ઉત્પન્ન થાય છે. તે વિશુદ્ધ જાતિ, કુલોમાં તેમના અવતારના પ્રભાવથી માતાને ચૌદ મહાસ્વપ્નો આવે છે. તેઓ ગર્ભાવાસમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હોય છે. તેઓના મહાન પુણ્યોદયથી પ્રેરાયેલ જંભક દેવતાઓ ગર્ભાવતાર સમયે ઇન્દ્રના આદેશથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના મહાનિધાનો ભગવંતના ગૃહમાં નિક્ષિપ્ત કરે છે. તેઓ જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે બીજા ગર્ભોની જેમ તેઓને વેદના હોતી નથી તથા માતાને પણ વેદના હોતી નથી. તેઓને તથા માતાને આહાર આદિની અશુભ પરિણતિ હોતી નથી. માતાને સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે; રૂપ, સૌભાગ્ય, કાંતિ, બુદ્ધિ, બલ આદિમાં વૃદ્ધિ થાય છે. મન-વચન-કાયાના યોગો શુભ થઈ જાય છે. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય આદિમાં ઘણી જ વૃદ્ધિ થાય છે; પરોપકાર, દયા, દાન, દેવગુરુ ભક્તિ વગેરે ગુણો વિકસે છે. સ્વજનો તરફથી અત્યંત બહુમાન મળે છે અને સર્વ પ્રિય ઇન્દ્રિયવિષયોની પ્રાપ્તિ થાય છે. માતા સૌને પ્રિય લાગે છે. પિતાને અત્યંત હર્ષ પ્રાપ્ત થાય છે. પિતાનો ક્યાંય પણ પરાભવ થતો નથી, બધા જ રાજાઓ નમે છે. સર્વત્ર પિતાની આજ્ઞાનું વિશાળ પ્રવર્તન થાય છે. પિતાની યશકીર્તિ સર્વ દિશાઓમાં ફેલાય છે. વંશની ઉન્નતિ થાય છે, ઘરમાં સર્વ સુંદર વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને ચારે બાજુથી સર્વ પ્રકારની સંપત્તિઓ આવે છે, વિપત્તિઓ દૂર જાય છે. 34 અરિહંતના અતિશયો
Page #48
--------------------------------------------------------------------------
________________ તેઓના જન્મક્ષણે સર્વ શુભ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હોય છે, ત્રણે લોકમાં સર્વત્ર ઉદ્યોત થાય છે, અંતર્મુહૂર્ત સુધી નારીઓને પણ સુખ થાય છે, પ્રમુદિત થયેલા દેવતાઓ ભગવંતના ગૃહાંગણમાં રત્નોનાં, સોનાનાં અને રૂપાનાં આભરણોની, ઉત્તમ વસ્ત્રોની, પુષ્પોની અને સુગંધી જલની વૃષ્ટિ કરે છે. દેવતાઓ “જય જય” શબ્દથી આકાશને ભરી નાખે છે. દેવોની દુંદુભિઓ આકાશમાં હાથથી તાડન કર્યા વગર વાગતી જ રહે છે. સર્વ દિશાઓ પ્રસન્ન થય છે. સુગંધી અને શીતલ વાયુઓ વાય છે. પૃથ્વી ઉપરની ધૂળ સર્વત્ર શાંત થઈ જાય છે. પૃથ્વી સુગંધી અને શીતલ થાય છે. છપ્પન દિકુમારીઓ સુખકારક સૂતિકર્મ કરે છે. ચોસઠ ઇન્દ્રો મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરે છે, જગત ક્ષણવાર સર્વથા નિરુપદ્રવ, સમૃદ્ધિમય અને આનંદમય થઈ જાય છે. તે આ રીતે - દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોના પરસ્પરનાં વૈર નાશ પામે છે. લોકોનાં આધિ અને વ્યાધિ શમી જાય છે. લોકમાં ક્ષુદ્ર ઉપદ્રવો થતા નથી. શાકિનીઓ કોઈનું કાંઈ પણ અનિષ્ટ છે. ભૂત, પ્રેત વગેરેના ઉપદ્રવો ઉપશાંત થાય છે, લોકોનાં મન પરસ્પર પ્રીતવાળાં થાય છે. પૃથ્વીમાં દૂધ, ઘી, તેલ, ઈક્ષરસ વગેરેની વૃદ્ધિ થાય છે. સર્વ વનસ્પતિઓને વિશે પુષ્પો, ફળો અને નવકોમલ પત્રોની સમૃદ્ધિ થાય છે, મહાન ઔષધિઓના પોતપોતાના પ્રભાવમાં ઘણી જ વૃદ્ધિ થાય છે; રત્નો, સોનું, રૂપું આદિ ધાતુઓની ખાણોમાં તે તે વસ્તુઓની ઘણી જ અધિક ઉત્પત્તિ થાય છે. સમુદ્રોમાં ભરતી આવે છે. પાણીઓ અત્યંત સ્વાદિષ્ટ અને શીતલ થાય છે. બધાં પુષ્પો અધિક સુગંધવાળાં થાય છે. પૃથ્વીમાં રહેલાં નિધાનો ઉપર આવે છે. વિદ્યાઓ અને મંત્રોના સાધકોને સિદ્ધિઓ સુલભ થાય છે. લોકોના હૃદયમાં બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓનાં મન દયાથી આદ્ર થાય છે. મુખમાંથી અસત્ય વચનો નીકળતાં નથી. બીજાંઓનું ધન લઈ લેવાની બુદ્ધિ જાગતી નથી. કુશીલ લોકોનો સંગ હોતો નથી, કારણ કે લોકોમાં કુશીલતા જ હોતી નથી. ક્રોધ વડે પારકાનો પરાભવ હોતો નથી, કારણ કે ક્રોધ જ હોતો નથી. વિનયનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માન જ હોતો નથી. પારકાની વંચના હોતી નથી કારણ કે માયા જ હોતી નથી. લોકો ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરતા નથી, કારણ કે લોભ જ હોતો નથી. માનસિક સંતાપ હોતો નથી. પરને પીડા કરે તેવાં વચન કોઈ બોલતું નથી. કાયાથી અશુભ ક્રિયાઓ કોઈ કરતાં નથી. પાપ કરવાની બુદ્ધિ થતી નથી. લોકો સુકૃત કરીને મનઃશુદ્ધિવાળાં થાય છે. લોકનાં અરિહંતના અતિશયો 3
Page #49
--------------------------------------------------------------------------
________________ મનોવાંછિતની પૂર્તિ થાય છે. લોકોમાં પારકાના ગુણ ગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે. લોકો ઘેર ઘેર મહોત્સવ કરે છે, ભગવંતના જન્મનાં મંગલ ગીતો ગવાય છે. ઘરેઘરે વધામણાં કરાય છે. ભગવંતના જન્મથી સ્વર્ગ અને પાતાલભૂમિમાં રહેતા દેવતાઓ પ્રમુદિત થાય છે. તેઓ શાશ્વત ચૈત્યોમાં મહોત્સવ કરે છે. દેવાંગનાઓ ધાત્રીકર્મ કરે છે. દેવાંગનાઓ નવાં નવાં આભરણો ધારણ કરે છે અને અનેક પ્રકારની ક્રીડાઓ કરાવે છે. દેવેન્દ્ર પુષ્ટિ માટે ભગવંતના જમણા હાથના અંગૂઠામાં અમૃતનો સંચાર કરે છે. બાલકાલમાં પણ શ્રી તીર્થકર ભગવંતો ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી સહિત હોય છે, અપરિમિત બલ અને પરાક્રમવાળા હોય છે, દેવતાઓ અસુરો અને મનુષ્યો વડે અક્ષોભ્ય હોય છે, બીજા બાળકો કરતાં અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હોય છે, ત્રણે લોકની રક્ષા કરવામાં અશુધ્ધ શક્તિવાળા હોય છે, અધ્યયન કર્યા વિના પણ વિદ્વાન હોય છે, શિક્ષણ પામ્યા વિના બધી જ કળાઓના સમૂહોમાં કુશળ હોય છે, અલંકાર વિના જ બધાં જ અવયવોથી ઉત્તમ સૌંદર્યવાળા હોય છે, શિશુકાળમાં પણ વાણી અવ્યક્ત હોવા છતાં પણ દેવો, અસુરો અને મનુષ્યોને પણ આનંદ પમાડનારા હોય છે, અચપલ સ્વભાવવાળા હોય છે, લોલુપતા વિનાના હોય છે અને શેય પદાર્થોના સ્વભાવને જાણનારા હોવાથી નિઃસ્પૃહ હોય છે. શ્રી તીર્થકર ભગવંતો જન્મથી જ રોગ, સ્વેદ [પરસેવો] મલ વગેરેથી રહિત દેહવાળા હોય છે. તત્કાલ અત્યંત વિકસિત કમળની જેમ બહુ સુવાસિત દેહવાળા હોય છે અને ગાયના દૂધની ધારા જેવા શ્વેત રક્ત અને માંસથી સહિત દેહવાળા હોય છે. તેઓના આહાર-નવાર ચર્મચક્ષુવાળા માટે અદશ્ય હોય છે. આ ચાર અતિશયો તેઓને જન્મથી જ સહજ હોય છે. અપ્રતિમ રૂપ અને સૌભાગ્યના ઉદ્દભવથી પવિત્ર એવા તેઓના યૌવનકાળમાં તેઓનાં રૂ૫ અને સૌભાગ્યની શોભા તો એવી અદ્ભુત હોય છે કે દેવતાઓ, અસુરો અને મનુષ્યોના સ્વામીઓના (ઇન્દ્ર આદિના) અંતઃકરણમાં પણ પરમોચ્ચ ચમત્કાર ઉત્પન્ન થાય છે. સર્વદેવતાઓ મળીને એક અંગુષ્ઠપ્રમાણ રૂપને નિર્માણ કરે તો પણ તે રૂ૫ ભગવંતના અંગૂઠાના રૂપની આગળ જાજ્વલ્યમાન અગ્નિની આગળ અંગારાની જેમ શોભાને પામતું નથી. વિશિષ્ટ પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થકર ભગવંતોના સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ (ચાલ), સત્ત્વ, ઉચ્છવાસ વગેરે બધું જ જગતમાં સર્વોત્તમ હોય છે. ખરેખર રૂપ, સૌભાગ્ય અને એક હજાર ને આઠ બાહ્ય લક્ષણોથી સહિત એવું તેઓનું 36 અરિહંતના અતિશયો
Page #50
--------------------------------------------------------------------------
________________ શરીર સૌન્દર્યનું, લાવણ્યનું, કાંતિનું, દીપ્તિનું અને તેનું પરમ અદ્દભુત ધામ હોય છે. સ્વર્ગમાં દેવદેવીઓ તે રૂપ આદિનું ગુણગાન અને ચિંતન કરે છે, પાતાલલોકમાં પાતાલવાસી દેવાંગનાઓ તેને સ્તવે છે અને મર્યલોકની અંદર મનુષ્યસ્ત્રીઓ તેનું ધ્યાન કરે છે. ખરેખર તેના જેવું રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલોકન, વચન, દર્શન, સ્પર્શન, શ્રવણ, ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, સમર્યાદવ, આર્યત્વ, દયાળુતા, અનુદ્ધતા, સદાચાર, મનઃસત્ય, વચનસત્ય, કામક્રિયાસત્ય, સર્વપ્રિયત્વ, પ્રભુત્વ, પ્રશાંતત્વ, જિતેંદ્રિયત્વ, ગુણિત્વ, ગુણાનુરાશિત્વ, નિર્મમત્વ, સૌમ્યતા, સામ્ય, નિર્ભયત્વ, નિર્દોષત્વ વગેરે જગતમાં બીજા કોઈમાં પણ હોતું નથી. ત્રણે લોકમાં અત્યંત અલૌકિક અને સૌથી ચડિયાતા ગુણોના સમૂહોના કારણે તે તીર્થકર ભગવંતો સૌથી મહાન છે અને તેથી જ સર્વત્ર મહાન પ્રતિષ્ઠા (કીર્તિ, યશ આદિ)ને પામેલા છે. તેઓ સર્વત્ર ઉત્તમ વિવેકથી વિવિધ કાર્યોને કરે છે અને સર્વત્ર ઉચિત જ આચરવામાં અત્યંત ચતુર હોય છે. આત્મામાં અભિમાન આદિ વિકારને ઉત્પન્ન કરનારાં સર્વોત્તમ જાતિ, કુલ, રૂપ, બલ, પ્રભુતા, સંપત્તિ વગેરે અનેક કારણો વિદ્યમાન હોવા છતાં પણ તેઓ સર્વત્ર નિર્વિકાર હોય છે. તેઓ જાણે છે કે વિષયસુખ અનંત દુ:ખનું કારણ છે અને સ્થિરતાનું નાશક છે, છતાં પૂર્વના ભવોમાં ઉપાર્જિત કરેલ તેવા પ્રકારના ભોગોને આપનાર કર્મોના બળથી તેઓ વિપુલ સામ્રાજ્ય લક્ષ્મીને ભોગવે છે. તે વખતે પણ તેઓ નિરૂપમ વૈરાગ્ય રંગથી રંગાયેલા હોય છે. જ્યારે તેઓ દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મીને ભોગવતા હોય છે, ત્યારે પણ તેઓ વિરક્ત જ હોય છે. સંસારમાં એવી કોઈ રમ્ય ભોગસંપત્તિ નથી કે જે તેઓના મનમાં રાગને ઉત્પન્ન કરી શકે. સંસારમાં એવી કોઈ વસ્તુ વાસ્તવિક રીતે સારભૂત નથી કે જે તેઓના મનને આકર્ષી શકે. એવું હોવા છતાં પણ તેઓ વિધિપૂર્વક ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે પુરુષાર્થો સિદ્ધ કરે છે. ચોથો પુરુષાર્થ જે મોક્ષ, તેની સાધનાનો હવે સમય થયો છે, એમ જાણતા હોવા છતાં પણ જ્યારે પાંચમા દેવલોકમાં રહેલા લોકાંતિક દેવતાઓ ભગવંત પાસે આવીને સાંવત્સરિક દાનના સમયને જણાવે છે, ત્યારે તેઓ દીક્ષાની તૈયારી કરે છે. પ્રભાત સમયે ભગવંત સ્વયં જાગૃત થાય છે, છતાં શંખ વગેરેના ધ્વનિઓથી તથા “જય જય' આદિ શબ્દોથી તેઓને સમયનો ખ્યાલ આપવામાં આવે છે. તે પછી ગામ, નગરો વગેરેમાં પટના વગાડવાપૂર્વક ‘વરવરિકા' કરાવવામાં આવે છે. વરવરિકા એટલે ‘દરેકને અરિહંતના અતિશયો
Page #51
--------------------------------------------------------------------------
________________ ઇચ્છિત અપાય છે', એવી સાંવત્સરિક મહાદાનની ઉદ્ઘોષણા. તે પછી સોનું, રજત, રત્નો, વસ્ત્રો, આભૂષણો, હાથીઓ, ઘોડાઓ વગેરે વડે સાંવત્સરિક મહાદાન કરવામાં આવે છે. તેમાં ભગવંતની બધા લોકો ઉપર સમાન કૃપા હોય છે. તે પછી સંપૂર્ણ પૃથ્વીને ઋણથી રહિત કરવામાં આવે છે. તે પછી સર્વત્ર યશ અને કીર્તિનો સૂચક પટહ વગાડવામાં આવે છે. ચોસઠ ઇન્દ્રો ભગવંતના દીક્ષા સમયને અવધિજ્ઞાન વડે જાણે છે. તેઓ પરિવાર સહિત ભગવંતની પાસે આવે છે. તેઓ સર્વ સમૃદ્ધિ વડે સર્વ પ્રકારે આઠ દિવસનો મહોત્સવ કરે છે. તે પછી ભગવંતો સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. તેઓ સર્વ શિક્ષાઓના રહસ્યને જાણે છે. તેઓનું ચિત્ત કેવળ મોક્ષમાં બંધાયેલું હોય છે. જે જે કાળે જે જે ઉચિત કરવું જોઈએ તે બધું તેઓ જાણે છે. તેઓ પૃથ્વીતલ ઉપર અપ્રતિબદ્ધ રીતે વિચરે છે અને પરિષહો અને ઉપસર્ગોને સહન કરે છે, તેઓ સમસ્ત બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે, તેથી નિગ્રંથ કહેવાય છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓથી તેઓ ધર્મ-ધ્યાનને સ્થિર કરે છે. તે પછી શાન્તિ આદિ આલંબનોથી શુક્લધ્યાન ઉપર આરૂઢ થાય છે. તે પછી ક્ષપકશ્રેણી દ્વારા ચાર ઘાતિકર્મનો ક્ષય કરે છે. તેથી સર્વદ્રવ્યો અને તેઓના સર્વ પર્યાયોનો સાક્ષાત્કાર કરતું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઘાતિકર્મનો ક્ષય થતાં જ શ્રી તીર્થકર ભગવંતોને વિશિષ્ટ પ્રકારની નામકર્મની પ્રકૃતિનો ઉદય થાય છે. તે તીર્થકર નામકર્મ કહેવાય છે. તેનો મહિમા આ રીતે છે : એક યોજન પ્રમાણ ભૂમિનું વાયુમાર દેવતાઓ પ્રમાર્જન કરે છે. મેઘકુમાર દેવતાઓ સુગંધિ જલથી સિંચન કરે છે. તુકુમાર દેવતાઓ પાંચ વર્ણનાં સુગંધિ પુષ્પોની વૃષ્ટિ કરે છે. અંતર દેવતાઓ મણિઓ, રત્નો અને સુવર્ણથી નિર્મિત એક યોજન પ્રમાણ પીઠબંધ તૈયાર કરે છે. તે પીઠબંધ ઉપર વૈમાનિક દેવતાઓ રત્નમય પ્રથમ પ્રાકાર બનાવે છે. તેના કાંગરાઓ મણિઓના હોય છે. તેને ચાર દ્વાર હોય છે. તે પતાકાઓ, તોરણો, ધજાઓ વગેરેથી સુશોભિત હોય છે. જ્યોતિષી દેવતા સોનાનો બીજો પ્રકાર બનાવે છે. તેને રત્નમય કાંગરાઓ હોય છે. તેને ચાર દ્વાર હોય છે. ભવનપતિ દેવતાઓ ત્રીજો રૂપાનો બાહ્ય પ્રાકાર રચે છે. તેને સોનાના કાંગરાઓ હોય છે અને ચાર દ્વાર હોય છે. કલ્યાણી ભક્તિને ધારણ કરનાર દેવતાઓ ચૈત્યવૃક્ષ, રત્નમય પીઠ, દેવચ્છંદ, સિંહાસન વગેરે અન્ય રચનાઓ પણ કરે છે. આ રીતે સમવસરણ (દશના સ્થાન)ની રચના થાય છે. 18 અરિહંતના અતિશયો
Page #52
--------------------------------------------------------------------------
________________ તે પછી ભગવંત સોનાનાં નવ કમળો ઉપર પગ મૂકતા મૂકતા તથા ચારે પ્રકારના દેવતાઓથી પરિવરેલા સમવસરણમાં પધારે છે, તીર્થને પ્રણામ કરે છે અને સિંહાસન ઉપર પૂર્વાભિમુખવિરાજમાન થાય છે. એ વખતે દેવતાઓ બીજી ત્રણ દિશાઓમાં ભગવંતના ત્રણ રૂપની રચનાઓ કરે છે. આ રચના કરે છે દેવતાઓ, પણ થાય છે ભગવંતના અતિશયના પ્રભાવથી. તે વખતે બાર પર્ષદાઓ પોતપોતાના સ્થાનમાં બેસી જાય છે. તે વખતે ભગવંત યોજનગામિની, સર્વસંદેહનાશિની અને સર્વભાષાસંવાદિની એવી સર્વોત્તમ વાણી વડે ધર્મદેશના આપે છે. તે દેશના દ્વારા ભગવંત મોક્ષમાર્ગ બતાવે છે. તે ભગવાન જગતના ગુરુ, જગતના નાથ, જગતના તારક અનંત ગુણોના કારણે સર્વોત્તમ, અનંત શક્તિવાળા, અનંત મહિમાવાળા, ચોત્રીસ અતિશયોથી સહિત, અષ્ટ મહાપ્રાતિહાર્યોથી શોભતા, વાણીના પાંત્રીશ ગુણો વડે દેવતાઓ, અસુરો, મનુષ્યો અને તિર્યંચોને આનંદિત કરતા સર્વગુણસંપન્ન અઢાર દોષોથી રહિત હોય છે. તેઓ જઘન્યથી એક કરોડ ભક્તિવાળા દેવતાઓથી સદા સહિત હોય છે. આવા ભગવંત સ્વયં કૃતાર્થ હોવા છતાં પણ પરોપકાર માટે જગત ઉપર વિચરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - ચોત્રીશ અતિશયોથી સહિત, અષ્ટ મહાપ્રાતિહાર્યોથી શોભતા અને મોહથી રહિત એવા તીર્થકરોનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ.” ‘ચાર અતિશય જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણીસ દેવકૃત એમ ચોત્રીસ અતિશયો ભગવંતને હોય છે.' - “અશોકવૃક્ષ, દેવવિરચિત પુષ્પપ્રકર, મનોહર દિવ્યધ્વનિ, સુંદર ચામરયુગ્મ, શ્રેષ્ઠ આસન, ભામંડલથી દેદીપ્યમાન શરીર, મધુર નાદયુક્ત દુંદુભિ અને ત્રણ છત્ર, એમ ભગવંતના અષ્ટ મહાપ્રાતિહાર્ય કોના મનમાં પ્રમોદ ઉત્પન્ન કરતા નથી ?' -- “જેઓ ચોત્રીશ અતિશયોથી સહિત, અષ્ટ મહાપ્રાતિહાર્યથી શોભતા, વાણીના પાંત્રીશ ગુણોથી યુક્ત, અઢાર દોષોથી રહિત અને રાગ, દ્વેષ અને મોહરૂપ મહાશત્રુઓને જીતનારા છે, તેઓને જ જગતમાં દેવાધિદેવ એવું નામ શોભે છે.' આ રીતે ગુણસમૂહના કારણે મહાન, ત્રણે લોકમાં મહાન ખ્યાતિ પામેલા અને સર્વ દેવતાઓ, અસુરો અને મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ એવા ભગવંત પૃથ્વીતલ ઉપર વિચરીને કુમતરૂપ અંધકારનો નાશ કરીને સુમતરૂપ પ્રકાશ પાથરે છે. તેઓ અનાદિકાલીન પ્રબલ મિથ્યાત્વનો નાશ કરે છે, જ્ઞય ભાવોને જણાવે છે, ભવભ્રમણના કારણરૂપ અજ્ઞાનનો નાશ કરે છે અને અનેક ભવ્યજનોને પ્રતિબોધ કરે છે. અરિહંતના અતિશયો 39
Page #53
--------------------------------------------------------------------------
________________ અંતે આયુકર્મની સમાપ્તિને સમયે શુક્લ ધ્યાનવડે ભવોપગ્રાહી ચાર કર્મનો ક્ષય કરે છે અને એક જ સમયમાં ઋજુશ્રેણી વડે લોકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મોક્ષમાં ચાલ્યા જાય છે. તેઓ તેથી પર જતા નથી કારણ કે ત્યાં - અલોકમાં ઉપગ્રહનો અભાવ છે. તેઓ નીચે પણ આવતા નથી કારણ કે તેઓમાં હવે ગુરુતા નથી. યોગ-પ્રયોગનો અભાવ હોવાથી તેઓને તિરછી ગતિ પણ નથી. મોક્ષમાં રહેલા તે ભગવંતોને સિદ્ધ કહેવામાં આવે છે. સર્વ દેવો અને મનુષ્યો ઇન્દ્રિયોના અર્થોથી ઉત્પન્ન થતું, સર્વ ઇન્દ્રિયોને પ્રીતિકર અને મનોહર એવું જે સુખ ભોગવે છે તથા મહર્ધિક દેવતાઓએ ભૂતકાળમાં જે સુખ ભોગવ્યું છે અને ભવિષ્યમાં જે સુખ ભોગવશે, તેને અનંત ગુણ કરવામાં આવે તો પણ તે સિદ્ધ ભગવંતના એક સમયના સ્વાભાવિક અને અતીન્દ્રિય સુખની તુલનામાં ન આવે, તે સિદ્ધ ભગવાન અનંત દર્શન, જ્ઞાન, શક્તિ અને સુખથી સહિત છે. તેઓ સદા ત્યાં જ રહે છે. તે જ સમયે અવધિજ્ઞાન વડે ચોસઠ ઇન્દ્રો ભગવંતના નિર્વાણને જાણીને નિર્વાણભૂમિ પર પરિવાર સહિત આવે છે. ગોશીર્ષ ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી ભગવંતના દેહના અંતિમ સંસ્કાર કરે છે અને સર્વ શાશ્વત ચૈત્યોમાં મહોત્સવ કરે છે. શ્રી તીર્થંકર ભગવંતનો જીવ અનાદિકાળથી સંસારમાં બીજા જીવો કરતાં વિશિષ્ટ હોય છે. તેઓનું ચ્યવન, જન્મ, ગૃહવાસ, દીક્ષા, કેવળજ્ઞાન,નિર્વાણ વગેરે બધું જ અલૌકિક હોય છે. આ રીતે તીર્થકર ભગવંતો સર્વ સંસારી જીવોથી સર્વ પ્રકારે ઉત્તમોત્તમ હોય છે. તેઓ તે તે પ્રકારની ઉત્તમોત્તમતા વડે વિશ્વને સર્વસુખો આપનારા છે.સ્વયં અવ્યય પદને પ્રાપ્ત કરવા અને ભવ્ય જીવોને મહાન ઉદયવાળું અવ્યય પદ આપવા માટે સર્વ રીતે સમર્થ છે. 1. ધર્માસ્તિકાય દ્રવ્ય Yo અરિહંતના અતિશયો
Page #54
--------------------------------------------------------------------------
________________ વિષય પ્રવેશ-૧ દેવાધિદેવ ભગવાન મહાવીર તથા સર્વ અરિહંતોના 4 ગુણ (ચાર મૂલાતિશયો) અથવા 12 ગુણો (૪મૂલાતિશયો + 8 મહાપ્રાતિહાર્યો) 4 અથવા 12 ગુણ આરાધના - સાધનાની દૃષ્ટિએ જગતમાં ત્રણ જ તત્ત્વ પ્રધાન છે : દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્વ. સમગ્ર જિનવાણીનો સાર શ્રી નમસ્કાર મંત્ર છે, નમસ્કાર બે પ્રકારનો છે : દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર. શ્રી માનતુંગસૂરિએ નમસ્કાર સાર સ્તવનની નમસ્કાર વ્યાખ્યાન ટીકા નામની ટીકામાં એ બન્ને પ્રકારના નમસ્કાર અને તે બેનો પ્રભાવ સુંદર રીતે વર્ણવ્યો છે. વિશેષાર્થીઓએ તે ત્યાંથી જાણી લેવો. અહીં પદાર્થની દૃષ્ટિએ ભાવનમસ્કાર સમજવા જેવો છે. તેને સમજાવતાં શ્રી માનતુંગસૂરિ કહે છે કે - तथा भावनमस्कारमाह - 'तत्ततियं' - तत्त्वत्रिकं देवगुरुधर्मविषयम्, भावनमस्कारः सम्यक्त्वम् / દેવ-ગુરુ-ધર્મ એ ત્રણ તત્ત્વોને યથાર્થ રૂપમાં જાણીને સમ્યગ્દર્શન ગુણની સ્પર્શનાપૂર્વક જે નમસ્કાર તે ભાવનમસ્કાર છે. અનંતીવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યું અને છોડ્યું, પણ તે સફળ ન થયું.” 1. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 334-336. 2. ન. સ્વા. પ્રા. વિ. નમસ્કાર વ્યાખ્યાન ટીકા. પૃ. 336. અરિહંતના અતિશયો 42
Page #55
--------------------------------------------------------------------------
________________ શુદ્ધદેવને શુદ્ધ દેવસ્વરૂપે, શુદ્ધગુરુને શુદ્ધગુરુસ્વરૂપે અને શુદ્ધધર્મને શુદ્ધધર્મસ્વરૂપે ઓળખવા, એ ત્રણમાં જ સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, એ ત્રણ સિવાયના બીજાઓને દેવરૂપે, ગુરુ રૂપે અને ધર્મરૂપે કદાપિ ન જ માનવા, તે સમ્યગ્દર્શન નામનું પ્રથમ ગુણરત્ન છે. એ ત્રણને યથાર્થ સ્વરૂપમાં જાણવા માટે એ ત્રણમાંથી દરેકના જે પ્રધાન વાસ્તવિક અને અસાધારણ ગુણ વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જિનોએ કહ્યા છે, તે શ્રદ્ધા સહિત જાણવા બહુ જ જરૂરી છે. જગતની સર્વ બાહ્ય સંપત્તિ કરતાં પણ અનંત ગુણ અધિક મૂલ્ય આમાંના એક એક તત્ત્વનું છે. આવી કિંમતી વસ્તુ પરીક્ષા વિના કેમ ગ્રહણ કરી શકાય ? જેમ રત્નના ગુણીની પરીક્ષા ઝવેરીઓ કરે છે, તેમ ઉત્તમ ભવ્ય આત્માઓ આ ત્રણ તત્ત્વરત્નો પરીક્ષાપૂર્વક ગ્રહણ કરે છે. જેમ ઉત્તમ ઝવેરીઓ યથાર્થ પરીક્ષાથી પ્રાપ્ત થયેલ. ઉત્તમ રત્નોની પ્રાપ્તિથી સંપત્તિમાન થઈ જાય છે, તેમ ભવ્ય આત્મા આ ત્રણ રત્નોની પ્રાપ્તિથી ધન્ય બની જાય છે. આ ત્રણ તત્ત્વોમાં પ્રધાન તત્ત્વ દેવતત્ત્વ છે. તેને તેના વાસ્તવિક, પ્રધાન અને અસાધારણ (બીજા કોઈમાં પણ ન હોય તેવા) ગુણો વડે જાણવું બહુ જ જરૂરી છે. આવા ગુણોને જાણ્યા વિના તે દેવતત્ત્વની અન્ય સર્વ ધર્મોએ માનેલ દેવતત્ત્વ કરતાં સર્વશ્રેષ્ઠતાના યથાર્થ નિર્ણય કેવી રીતે થઈ શકે ? પરમ ઉપાસ્ય તત્ત્વ જે દેવતત્ત્વ તેના આવા નિર્ણય વિના સર્વોત્તમ સમ્યક્ત કેવી રીતે હોઈ શકે ? સમ્યક્ત વિનાનું ધ્યાન તે જીવ આ અનાદિ સંસારમાં અનંતીવાર કર્યું, છતાંયે ભવનો અંત નહીં જ આવ્યો. સમ્યક્વના મહાપ્રભાવથી દેવતત્ત્વનો યથાર્થ અને અવિચલ નિર્ણય થતાં જ ધ્યાનની પ્રાપ્તિ દૂર નથી. સમ્યક્તની પ્રાપ્તિથી સુદેવની ઓળખથી સુદેવના ગુણો ઓળખાય છે. તેથી સુદેવ ઉપર અપાર પ્રમ-વાત્સલ્ય જાગે છે. જૈન શાસ્ત્રોમાં અહીં વાત્સલ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જે વીસ પદો-સ્થાનકોની આરાધનાથી જીવ પોતે જ સુદેવ-તીર્થકરપદને પ્રાપ્ત થાય છે, તે વીસ સ્થાનકોમાં પહેલું સ્થાનક અહંદુ વાત્સલ્ય છે. અહંદુ એટલે અરિહંત. વાત્સલ્ય એટલે ભક્તિરાગ. અરિહંત ઉપરના વાત્સલ્ય, ભક્તિરાગ કે પ્રેમ વિના કોઈ પણ જીવ તીર્થંકર થઈ શકતી નથી, કારણ કે એવા નિયમ છે કે જેની જેમાં ઉત્તમ શ્રદ્ધા હોય છે, તે તે જ થાય છે. તીર્થકરના જીવોને જેવી શ્રદ્ધા સુદેવ, સુગુરુ અને સદ્ધર્મમાં હોય છે, તેવી શ્રદ્ધા અન્ય જીવોને કદાપિ હોતી નથી, એથી જ તીરના જીવોના સમ્યગ્દર્શનને વરબોધિ સર્વશ્રેષ્ઠ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. 42 અરિહંતના અતિશયો
Page #56
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે જેવાં શમ-સંવેગ-નિર્વેદ અનુકંપા-આસ્તિક્ય તીર્થકર થનાર જીવોમાં હોય છે, તેવાં અન્ય જીવોમાં કદાપિ હોતા નથી. તેથી તીર્થકરના જીવો 20 સ્થાનકની આરાધનામાં જેવો પ્રબળ પુરુષાર્થ કરે છે, તેવો પુરુષાર્થ અન્ય જીવોમાં હોતો નથી. તેથી જેવું પુણ્ય શ્રી તીર્થકરના જીવો ઉપાર્જે છે, તેવું પુણ્ય અન્ય જીવો ઉપાર્જી શકતા નથી. તેથી બધા જ જીવો તીર્થકર થઈ શકતા નથી. શ્રી તીર્થકર ભગવંતનું પુણ્ય સર્વોત્તમ-સર્વ જીવોનાં સર્વ પુણ્યરાશિ કરતાં અનંત ગણું અધિક હોય છે. આ પુણ્યનું મૂળ કારણ છે, તીર્થકરના જીવોની તેવા પ્રકારની પાત્રતાયોગ્યતા. આ જ પાત્રતાને કારણે તેઓ જગતમાં સૌથી અધિક પૂજ્ય અરિહંત બને છે. અરિહંત એટલે જ પાત્ર, યોગ્ય, પૂજ્ય વગેરે. પ્રાકૃત અરિહંત શબ્દ ધાતુ પરથી બનેલ છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે - - “જેઓ બીજાઓનાં વંદન માટે, નમસ્કાર માટે, પૂજા-સત્કાર માટે યોગ્ય પાત્ર છે અને જેઓ બીજાઓનાં સિદ્ધિગમન માટે મહાન પાત્ર (ભવદરિયે પાત્ર યાન-જહાજ) છે, તેઓ અરિહંત કહેવાય છે.' આવા અરિહંતોના યથાર્થ અને અસાધારણ (બીજાઓમાં ન હોય તેવા) ગુણો ચાર જ છે. યાકિનીમહત્તરાધર્મસૂન આચાર્ય શિરોમણિ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા અનેકાંતજયપતાકા ગ્રંથની સ્વપજ્ઞ વ્યાખ્યામાં કહે છે કે - गुणा मूलातिशयाश्चत्वारः तद्यथा - अपायापगमातिशयः, ज्ञानातिशयः, पूजातिशयः, वागतिशयश्च / અરિહંતોના યથાભૂત વાસ્તવિક અને બીજાઓમાં ન હોય તેવા ગુણો ચાર જ છે અને તે ચાર મૂલ અતિશયો છે. તે ચાર ગુણો-મૂલાતિશયો આ રીતે છે : 1 અપાયાપગમ અતિશય 2 જ્ઞાનાતિશય 3 પૂજાતિશય અને 4 વાગતિશય-વચનાતિશય આ ચારનો સંક્ષેપમાં અર્થનિર્દેશ કરતાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - 1. શમ-કષાયનિગ્રહ, સંવંગ-મોક્ષાભિલાષ, નિર્વેદ-સંસાર પર અરુચિ, અનુકંપા-દયા અને આસ્તિક્ય-જિન વચનની યથાર્થતાનો અવિચળ નિર્ણય. 2. 20 સ્થાનકોના વર્ણન માટે જુઓ લોકપ્રકાશ, સર્ગ-૩) પ્રારંભ. 3. અનેકાંત જય પતાકામાં પૂજાતિશયમાં આઠ મહાપ્રાતિહાર્યોનો સમાવેશ કરેલ છે. જુઓ પૃ. 4. 4. પ્રથમ શ્લો. વિવરણ. અરિહંતના અતિશયો 43
Page #57
--------------------------------------------------------------------------
________________ ‘રાગ આદિ દોષો જીવને હાનિકારક હોવાથી તેઓને અપાય કહેવામાં આવે છે. અપગમ એટલે ક્ષય. રાગ વગેરેનો અપગમ થવાથી ભગવંતને સ્વરૂપનો લાભ થાય છે. આ અપાયાપરમ અતિશય છે. નિર્મલ કેવલજ્ઞાનથી લોક અને અલોકના સંપૂર્ણ સ્વભાવનું ભગવંત અવલોકન કરી રહ્યા છે. આ જ્ઞાનાતિશય છે. ‘સર્વ દેવતાઓ, અસુરો અને મનુષ્યોએ કરેલ ભગવંતની પૂજાની પરાકાષ્ઠા તે ભગવંતનો પૂજાતિશય છે.' ‘સર્વ જીવોને અભયદાન આપવામાં સમર્થ અને સર્વ ભાષાઓમાં પરિણમતી જે ભગવંતની ધર્મવાણી તે ભગવંતનો વચનાતિશય છે. આ વચનાતિશય વડે ભગવંત સર્વ જીવોનું પાલન કરનારા છે.” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના પ્રથમ શ્લોકના વિવરણમાં કહે છે કે - ‘અમોએ આ પ્રથમ શ્લોકમાં શ્રી મહાવીર ભગવાનનાં જે વિશેષણો કહ્યાં છે, તે સદ્ભુત- યથાર્થ-વાસ્તવિક અર્થનું પ્રતિપાદન કરનારાં છે. આ વિશેષણો વડે અમે ભગવંતના અતિશયોને પ્રકાશિત કરીએ છીએ. આ ચાર અતિશયોના પ્રતિપાદન વડે અમોએ ભગવાન મહાવીરની પારમાર્થિક સ્તુતિ કરી છે.” પ્રમાણનય તત્ત્વાલોકાલંકારની પ્રથમ શ્લોકની સ્યાદ્વાદરનાકર' નામની ટીકામાં કહ્યું છે કે - ‘શકેન્દ્ર વડે પૂજ્યશક્રપૂજ્ય (ભગવાન વર્ધમાન સ્વામી). પૂજ્ય એટલે મનહર અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્યોની વિરચના દ્વારા અર્ચનીય.' આ પ્રથમ શ્લોકમાં કહેલ ભગવંતનાં ચાર વિશેષણો વડે અનુક્રમે ચાર મૂલ અતિશયો સ્મૃતિરૂપ દર્પણતલમાં સમુપસ્થિત કરવામાં આવ્યા છે [એટલે કે આ ચાર અતિશયોનું ગ્રંથકર્તાએ મંગલાચરણરૂપે ધ્યાન કરેલ છે. તે ચાર મૂલાતિશયો આ રીતે છે , અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય.” આ ચાર અતિશયોનો આ ક્રમ ઉત્પત્તિની અપેક્ષાએ જાણવો. (આ ક્રમે આ અતિશયો ઉત્પન્ન થાય છે.) તે આ રીતે - જેણે રાગદ્વેષ જીત્યા નથી, તે સર્વ વસ્તુનો જ્ઞાતા ન થાય. જે સર્વ વસ્તુઓનો જ્ઞાતા નથી, તે દેવેન્દ્ર પૂજ્ય ન થાય. સર્વજ્ઞ થતાં જ શક્રેન્દ્ર ભગવંતની પૂજા કરે છે, તે પછી જ ભગવાન તેવા પ્રકારની (અતિશયવાળી) વાણીનો પ્રયોગ કરે છે.” 1. પૃ. 3. 44 અરિહંતના અતિશયો
Page #58
--------------------------------------------------------------------------
________________ આ રીતે પ્રથમ અપાયાપગમ અતિશય ઉત્પન્ન થાય છે. તે પછી જ્ઞાનાતિશય ઉત્પન્ન થાય છે. તે પછી પૂજાતિશય ઉત્પન્ન થાય છે. તે પછી વચનાતિશય ઉત્પન્ન થાય છે.” અનેક પૂર્વાચાર્યોએ સ્વવિરચિત ગ્રંથોમાં ચાર મૂલાતિશયો વડે ભગવંતની સ્તુતિ કરેલ છે. સ્તુતિની-ભાવસ્તવની આ આપણે ત્યાં પ્રાચીન પરિપાટી છે. એ બતાવે છે કે આ ચાર અતિશયો શ્રી અરિહંત ભગવંતનું સંપૂર્ણ સ્વરૂપ કહેવા માટે સંપૂર્ણ સમર્થ છે. આ જ ચાર અતિશયો વડે ભગવંત સ્તવવા યોગ્ય છે. આ જ ચાર અતિશયોમાં અરિહંત ભગવંતનું સંપૂર્ણ રહસ્ય છે. આ જ ચાર અતિશયો મનનીય છે અને આ ચાર જ અતિશયો ધ્યેયોમાં પરમધ્યેય જે ભગવાન અરિહંત તેઓનાં ધ્યાનમાં પરમ આલંબનો છે. આ ચાર અતિશયોથી સહિત ભગવંતનું સ્તવન, ચિંતન, મનન, નિદિધ્યાસન વગેરે કરવાથી ભગવંત પ્રત્યે સાચો સ્નેહ જાગે છે. તેથી ભગવંત આપણા પરમ આત્મીયજન છે, એમ સમજાય છે. તેથી ભગવંત ઓળખાય છે. તેથી ભગવંત ઉપરનો નિષ્કામ પ્રેમ વધે છે. તેથી ધ્યાન માટે પ્રયત્ન કરવો પડતો નથી, પણ ભગવંતની પરમ પાવની કૃપાથી ધ્યાન સ્વયં સિદ્ધ થાય છે. જે ધ્યાનને પામવા માટે યોગીઓને પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે, તે ધ્યાન ભગવંતના સાચા ભક્તજનોને ભગવંતની કૃપાથી ક્લેશ વિના અને આયાસ વિના સહજ આત્મસાત્ થાય છે. ભગવંત ઉપરના નિષ્કામ પ્રેમ વિના ભગવંતને કોઈ પણ પામી શકતું નથી. ભગવંત ઉપરનો સંપૂર્ણ નિષ્કામ પ્રેમ તે જ વરબોધિનું પ્રધાન અંગ છે. વીસ સ્થાનકમાંનું આદિસ્થાનક અહેવાત્સલ્ય છે. સંપૂર્ણ નિષ્કામ પ્રેમ વિના ભક્તિ ઉત્પન્ન થતી નથી. ભક્તિ વિના ધ્યાન ઉત્પન્ન થતું નથી. ધ્યાન વિના ભગવંત સાથે તાદાભ્ય-એકાત્મતા ઉત્પન્ન થતી નથી, તાદામ્ય વિના ભગવંતના અસલી સ્વરૂપનો આત્મામાં અનુભવ થતો નથી. અનુભવ વિના ભગવંતની સાચી આત્મસ્પર્શી ઓળખ કદાપિ થતી નથી અને તે વિના સર્વ જગતને સંપૂર્ણ અભયદાન આપનારી ભગવંતની મહાકણા સ્વિયંભૂરમણ નામના ચરમ સમુદ્રના જલને સ્પર્ધામાં જીતનારી મહાકરુણા] વડે હૃદય આપ્લાવિત-તરબોળ બનતું નથી. મહાકરુણા વગેરે ગુણો દ્વારા ભગવંતમાં ધ્યાન દ્વારા પેસવા માટે આ ચાર અતિશયો જેવું બીજું મહાન ધ્યાનનું આલંબન નથી. પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં સામાન્યથી નવકાર અથવા લોગસ્સના કાઉસ્સગ્ન કરવાના હોય છે. નવકારમાં પહેલે પદે ચાર અતિશય ગુણોવાળા અરિહંત છે અને લોગસ્સ સૂત્રમાં પહેલી જ ગાથામાં ચાર મૂલાતિશયોવાળા અરિહંતોનું જ ધ્યાન છે.' 1. શ્રી નમસ્કાર સૂત્ર અને લોગસ્સ સૂત્રની હારિભદ્રી વગેરે વૃત્તિઓનું મનન કરવાથી આ વાત સ્પષ્ટ થયા વિના રહેતી નથી. અરિહંતના અતિશયો
Page #59
--------------------------------------------------------------------------
________________ આ ચાર મૂલાતિશય કાલ્પનિક નથી, પણ વાસ્તવિક છે. “જૈન આચાર્યો વગેરે ભગવંતની સ્તુતિ અવાસ્તવિક ગુણો વડે કદાપિ કરતા નથી, કારણ કે તેથી ખોટું બોલવાનું પાપ લાગે છે. તેથી આ ચાર અતિશય ગુણોને યથાર્થ, વાસ્તવિક, સદ્ભુત, યથાભૂત અને સત્ એવા ગુણો કહેવામાં આવે છે. અરિહંતની વાસ્તવિક ગુણો વડે સ્તવનાને શાસ્ત્રોમાં ભાવસ્તવ કહેવામાં આવે છે. છ આવશ્યકોમાં બીજું આવશ્યક ચતુર્વિશતિસ્તવ છે. ચતુર્વિશતિસ્તવ એટલે ચોવીશ તીર્થકરોની સ્તવના. સ્તવનાના બે પ્રકાર છે. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ-૩ - પુષ્પો વગેરે પવિત્ર સામગ્રીથી તીર્થંકરની પૂજા કરવી તે દ્રવ્યસ્તવ કહેવાય છે. તીર્થકરોના વાસ્તવિક ગુણોની સ્તુતિ, મનન, ધ્યાન વગેરે ભાવસ્તવ કહેવાય છે. એ અપેક્ષાએ આ સમગ્ર ગ્રંથ તે અરિહંત ભગવંતની ભાવસ્તવના છે. ભાવ સ્તવનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે - सद्गुणोत्कीर्त्तना भावः / સ - વિદ્યમાન, વાસ્તવિક એવા ગુણોનું ઉત્કીર્તન તે ભાવ સ્તવ છે. ઉત્કીર્તન શબ્દમાં ઉત્ નો અર્થ પરમ ભક્તિ વડે’ અને કીર્તનનો અર્થ સ્તુતિ (ગુણગાનથાય છે. ભગવંતના વચનાતિશયની ભાવસ્તવનાનું દષ્ટાંત આ રીતે આપવામાં આવ્યું છે - ‘હે નાથ ! આપે એકલાએ જ વાણી વડે ત્રણે જગત જે યથાર્થ રીતે પ્રકાશિત કર્યા તે રીતે અન્ય ધર્મોના સર્વ નાયકો મળીને પણ ક્યાંથી પ્રકાશિત કરી શકે ? એકલો પણ ચંદ્રમાં લોકને જે રીતે વિદ્યોતિત-પ્રકાશિત કરે છે, તે રીતે એકત્ર થયેલ સર્વ તારાઓનો સમુદાય પણ ક્યાંથી પ્રકાશિત કરી શકે ?" ભગવંતની વાસ્તવિક વિભૂતિનું વર્ણન કરતાં ભક્તામરમાં કહ્યું છે કે - હે જિનેન્દ્ર ! આ રીતે (પૂર્વે વર્ણવ્યા મુજબ) જેવી આપની વિભૂતિ સમવસરણમાં દેશના આપતી વખતે હોય છે, તેવી બીજાઓની ક્યાંથી હોઈ શકે ! જેવી અંધકારનાશક પ્રભા સૂર્યની હોય છે, તેવી વિકાશી એવા પણ ગ્રહગણોની ક્યાંથી હોય !' 1. આવ. નિ.ગા. 191, હારિ. 2-3. આવ. નિ. ગા. 191, હારિ. 4. પુરૂં, સંતાવિત્તા ભાવે ! 5. આવ. નિ. ગા. 191, હારિ. 6, ગા. 33 રૂત્થ-કથા-૧ 46 અરિહંતના અતિશયો
Page #60
--------------------------------------------------------------------------
________________ આ ગ્રંથમાં જે ચોત્રીશ અતિશયો અને આઠ મહાપ્રાતિહાર્યો વિસ્તારથી વર્ણવ્યા છે, તે બધા જ આ ચાર મૂલાતિશયોમાં સમાઈ જાય છે. તે આ રીતે - કર્મલયજ અતિશયો નં. 1 અને 411 અપાયાપગમ અતિશયમાં, કર્મક્ષયજ અતિશય નં. 2 વચનાતિશયમાં તથા દેવકૃત ઓગણીસ અતિશયો અને આઠ મહાપ્રાતિહાય પૂજાતિશયમાં સમાઈ જાય છે. શાસ્ત્રોમાં જ્યાં અરિહંતના ચાર ગુણ કહ્યા હોય ત્યાં ચાર મૂલાતિશય અને બાર ગુણ કહ્યા હોય ત્યાં 8 મહાપ્રાતિહાર્યો અને 4 મૂલાતિશયો જાણવા. 1. અનેકાંત જય પતાકા, મંગલાચરણ સ્વ. વિવરણ. 2. बारस गुण अरिहंता, सिद्धा अद्वेव सूरि छत्तीसं / उवझाया पणवीसं, साहू सगवीसं अट्ठसयं / / અરિહંતના અતિશયો 47
Page #61
--------------------------------------------------------------------------
________________ વિષય પ્રવેશ—૨ 34 અતિશયો चउतीसअइसयजुआ સ૬-૪/પરિર--સોદા तित्थयरा गयमोहा झाएअव्वा पयत्तेणं / / તિજયપહત્ત સ્તોત્ર ગા. 10. ચોત્રીસ અતિશયોથી યુક્ત આઠ મહાપ્રાતિહાર્યોથી કરાયેલી શોભાવાળા (આઠ મહાપ્રાતિહાર્યોથી શોભતા) અને મોહથી રહિત, એવા તીર્થકરોનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. ધ્યેય પાંચ જ પરમેષ્ઠી ભગવંતો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ પાંચમાં પણ પ્રથમ ધ્યેય-કેન્દ્ર ધ્યેય અરિહંત જ છે. અરિહંતને જ પરમ પરમેષ્ઠી કહેવામાં આવે છે. સિદ્ધચક્ર આદિ યંત્રોમાં કેન્દ્રપદરૂપે બેય અરિહંતો જ છે. શ્રી જિનશાસનનું રહસ્ય પાંચ પરમેષ્ઠી ભગવંતો છે, જ્યારે પરમ રહસ્ય અરિહંત પદ . તેથી જ તેનો સમગ્ર શ્રુતજ્ઞાનમાં પ્રથમ પદરૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે. બાકીના બીજાં બધાં જ પદો એ પરમપદમાંથી જ ઉત્પન્ન થાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો અરિહંત પરમ ધ્યેય છે, તો તેનું ધ્યાન કરવું કેવી રીતે ? અરિહંતરૂપ ધ્યેયનાં સર્વ ધ્યાનોમાં પ્રધાન ધ્યાન કયું? આ પ્રશ્નનો ઉત્તર ઉપરની તિજયપહરની ગાથા આપે છે. અથવા નીચેનાં બધાં જ અવતરણોમાં તેનું સમાધાન છે. 1. પ્રસ્તુત વિષયની પ્રધાનતાને સમજવા માટે આ પ્રકરણ વાંચવું અત્યંત જરૂરી છે. 2. મહા. નવ. પૃ. 258. 48 અરિહંતના અતિશયો
Page #62
--------------------------------------------------------------------------
________________ શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના શબ્દમહાર્ણવન્યાસમાં કહ્યું છે કે, તે મર્દ અક્ષરના પરમેષ્ઠી સ્વરૂપ અભિધેયની સાથે આત્માનો અભેદ-એકીભાવ તે અભેદ પ્રણિધાન છે. તે આ રીતે - કેવલજ્ઞાનરૂપ સૂર્ય વડે પદાર્થોના સમૂહોને પ્રકાશિત કરતા, ચોત્રીસ અતિશયો વડે જેઓનું વિશેષ માહાન્ય જણાઈ રહ્યું છે એવા, અષ્ટ મહાપ્રાતિહાર્યોથી દિશાઓના ચક્રને અલંકૃત કરતા, ધ્યાનરૂપ દાવાનલથી જેઓએ સર્વ કર્મકલંક સંપૂર્ણપણે ભસ્મસાત્ કર્યા છે એવા, પરમ જ્યોતિસ્વરૂપ અને સર્વ જ્ઞાનના પરમ રહસ્યભૂત જે પ્રથમ પરમેષ્ઠી અરિહંત પરમાત્મા, તેઓનો આત્માની સાથે અભેદ કરીને “સ્વયં દેવ થઈને દેવનું ધ્યાન કરવું', એ પરમ સિદ્ધાંતથી જે સર્વતોમુખી ધ્યાન તે અભેદ પ્રણિધાન છે. આ જે અભેદ પ્રણિધાન છે, તે જ સર્વ વિઘ્નોનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં સમર્થ છે, એમ જ્ઞાનીઓનો સ્વાનુભવ છે. બીજાં ધ્યાનો અસંપૂર્ણ હોવાથી તેવા પ્રકારનું સામર્થ્ય ધરાવતાં નથી. આ જ તાત્ત્વિક ધ્યાન છે. તેથી અમે પણ શાસ્ત્રના પ્રારંભમાં એ જ અભેદ પ્રણિધાન કરીએ છીએ. આ અભેદ પ્રણિધાન એ જ તાત્ત્વિક નમસ્કાર છે.” શ્રી હરિભદ્રસૂરિ કૃત ખોડ પ્રરમાં કહ્યું છે કે, “સર્વ જગતનું હિત કરનારા, જેઓનાં શરીર આદિના સૌન્દર્યને કોઈ ઉપમા નથી એવા અનુપમ, અતિશયો અને પ્રાતિહાર્યોથી સંપન્ન, સર્વ લબ્ધિઓથી સંપન્ન, સમવસરણમાં અતિશયવાળી વાણી વડે દેશના આપતા, દેવનિર્મિત સિંહાસન પર વિરાજમાન, ત્રણ છત્ર અને અશોક વૃક્ષની નીચે तस्य 'अर्ह' इत्यक्षरस्य यदभिधेयं परमेष्ठिलक्षणं तेनात्मनोऽभेदः एकीभावः / તથા હિ - केवलज्ञानभास्वता प्रकाशितसकलपदार्थसार्थ, चतुस्त्रिंशदतिशयैर्विज्ञातमाहात्म्यविशेषम्, अष्टप्रातिहार्यविभूषितदिग्वलयं, ध्यानाग्निना निर्दग्धकर्मकलवं, ज्योतीरूपं, सर्वोपनिषद्भूतं, प्रथमपरमेष्ठिनम्, अर्हद्भट्टारकम्, आत्मना सहाभेदीकृतम् / 'स्वयं देवो भूत्वा देवं ध्यायेत्' इति यत् सर्वतो ध्यानं तद् अभेदप्रणिधानम् इति / अस्यैव विघ्नापोहे दृष्टसामर्थ्याद् अन्यस्य तथाविधसामर्थ्याविकलस्य असम्भवात् तात्त्विकत्वादात्मनोऽप्येतदेव प्रणिधेयम् / - શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન-શામદાવચા, ન. વી. સં. વિ. પૃ. રૂદ तदभिधेयेन चाभेदः / वयमपि चैतच्छास्त्रारम्भे प्रणिदध्महे / अयमेव हि तात्त्विको नमस्कार इति / - શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન તત્ત્વપ્રકાશિકા, ન. સ્વા.સં.વિ. પૃ. 36. 2. ન. સ્વા. સં. વિ. પૃ. 296-97. અરિહંતના અતિશયો
Page #63
--------------------------------------------------------------------------
________________ રહેલા, દેશના દ્વારા સર્વ જીવોના હિતમાં પ્રવૃત્ત, અત્યંત મનોહર, જીવોની શારીરિક અને માનસિક પીડાઓના પરમ ઔષધ, સર્વ સંપત્તિઓના અવંધ્ય બીજ, ચક્ર આદિ 1008 સર્વશ્રેષ્ઠ, અતુલ માહાત્મવાળા, દેવતાઓ, વિદ્યાસિદ્ધો અને મહાયોગીઓને પણ વંદનીય અને ‘વરેણ્ય' આદિ શબ્દોથી વાચ્ય એવા શ્રી જિનેન્દ્ર પરમાત્માના રૂપનું ધ્યાન કરવું જોઈએ.’ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગશાસ્ત્ર પ્રકાશના-૯ના શ્લોક-૧ થી 7 માં ભગવંતના રૂપસ્થ ધ્યાનનું વર્ણન આ રીતે છે : મોક્ષ લક્ષ્મીની સન્મુખ થયેલા, જેમણે ઘાતકર્મનો નાશ કર્યો છે એવા, ચતુર્મુખ, સર્વ જગતને અભય આપનારા, ચંદ્રમંડલ સમાન ત્રણ છત્રથી શોભતા, પ્રકાશમાન ભામંડલની શોભા વડે સૂર્યને પણ જીતતા, દિવ્ય દુંદુભિઓનો ધ્વનિ જેઓના સામ્રાજ્યની સંપત્તિઓનું ગાન કરી રહેલ છે એવા, રણ પણ કરતા ભ્રમરોના ઝંકાર ધ્વનિથી વાચાળ થયેલ અશોક વૃક્ષથી શોભતા, સિંહાસન પર વિરાજમાન, ચામરોથી વીંઝાતા, નમન કરતા સુરો અને અસુરોના મુકુટમણિઓની પ્રભાથી જેઓનાં ચરણના નખોની કાંતિ દીપ્તિમાન બની છે એવા, જેઓની પર્ષદાની ભૂમિ દેવતાઓએ વિરચેલ પુષ્પપ્રકરો વડે વ્યાપ્ત છે અને કરોડો દેવતાઓ, દાનવો, માનવો, તિર્યંચો, વાહનો વડે સંકીર્ણ (ખીચોખીચ ભરાયેલી છતાં કોઈને પણ બાધા ન થાય તેવી) છે એવા, ઊંચી થયેલી ડોકવાળાં પશુઓ વડે જેમનાં દિવ્ય ધ્વનિનું અમૃતપાન કરાઈ રહ્યું છે એવા, જેઓના જન્મજાત વૈર શાંત થઈ ગયાં છે એવા હાથી, સિંહ, ઉદર, બિલાડી, સર્પ, નોળિયો વગેરે જેઓનાં સંનિધાનની સમુપાસના કરી રહેલાં છે એવા; સમવસરણમાં વિરાજમાન, પરમ પરમેષ્ઠી સર્વ અતિશયોથી સંપન્ન અને કેવલજ્ઞાનથી સૂર્ય સમાન તેજસ્વી એવા શ્રી અરિહંત ભગવંતના રૂપનું આલંબન લઈને જે ધ્યાન કરાય છે તે રૂપસ્થ ધ્યાન છે.” આ રીતે શ્રી અરિહંત ભગવંતનાં ધ્યાનમાં અનેક વર્ણનો શાસ્ત્રોમાં મળે છે. તે બધાં જ વર્ણનમાં 34 અતિશયો અને 8 મહાપ્રાતિહાર્યોને સૌથી વધારે મહત્ત્વનું સ્થાન છે. ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનાં વર્ણનોમાં શાસ્ત્રોમાં સર્વત્ર અરિહંતના 12 ગુણોનું જ વર્ણન આવે છે. ભગવંતમાં વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા આદિ અનંત ગુણો હોવા છતાં તેમાંના એકનો પણ અહીં પ્રધાન રૂપમાં ઉલ્લેખ ન કરતાં અશોક વૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યો અને પૂજાતિશય આદિ ચાર અતિશયોનો જ ઉલ્લેખ મળે છે. એ જ બતાવે છે કે આ બાર ગુણોમાં-પ્રાતિહાર્યો અને અતિશયોમાં કાંઈક મહાન રહસ્ય છે. વીતરાગતા વગેરે કોઈ પણ આંતરિક ગુણને ન ગણાવતાં સૌથી પહેલાં અશોક વૃક્ષને અરિહંતના અતિશયો
Page #64
--------------------------------------------------------------------------
________________ ગણાવવામાં આવે ત્યારે પ્રશ્ન એ ઊભાં થાય છે કે અશોક વૃક્ષ તો દેવનિર્મિત એક વૃક્ષ છે, તે ભગવંતનો ગુણ કેવી રીતે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ સર્વ શાસ્ત્રોનું રહસ્ય રહેલ છે. અરિહંતના જ્યાં 12 ગુણ કહેવામાં આવેલ છે, ત્યાં ગુણનો અર્થ લક્ષણ-ગુણો લેવાનો છે, એટલે કે આ 12 ગુણ તે ભગવંતનાં 12 લક્ષણ છે. આ 12 લક્ષણ કેવળ અરિહંતમાં જ હોય, સિદ્ધ આદિ અન્ય પરમેષ્ઠિઓમાં પણ તે ન હોય તો પછી બીજા જીવોમાં તે હોવાની વાત જ ક્યાં રહી ? અરિહંતને કેવલજ્ઞાન પ્રગટ થતાં જ આ બાર ગુણો પ્રગટ થાય છે અને નિર્વાણ સુધી કાયમ રહે છે. તિજયપહત્ત સ્તોત્રની પ્રથમ ગાથામાં કહ્યું છે કે - 'तिजयपहुत्तपयासय - કૃમદા ડિરજુત્તાઈi i' ‘ત્રણે જગતના પ્રભુત્વના પ્રકાશક આઠ મહાપ્રાતિહાર્યોથી યુક્ત - જિનેન્દ્રો..” આ કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે - આ આઠ પ્રાતિહાર્યોનું સૌથી પ્રથમ પ્રયોજન એ છે કે ભવ્ય જીવો આ આઠ મહાપ્રાતિહાર્યો દ્વારા એ જાણે કે આ તીર્થકર ભગવંત જ ત્રણ જગતના પ્રભુસ્વામી છે. “જેને આઠ પ્રાતિહાર્યો ન હોય તે ત્રણે જગતના પ્રભુ નહિ', એવી વ્યતિરેક વ્યાપ્તિ વડે અને જેને “આઠ પ્રાતિહાર્યો હોય તે જ ત્રણે જગતના પ્રભુ', એવી અન્વય વ્યાપ્તિ વડે ભગવંતનું ત્રિભુવનસ્વામિત્વ સિદ્ધ થાય છે. ભગવંત જ્યારે સાક્ષાતુ વિદ્યમાન હતા, ત્યારે તો ભવ્ય જીવો એ લક્ષણો દ્વારા ભગવંતને ઓળખતા હતા કે, “આ જ જગતના સાચા ભગવાન દેવાધિદેવ ત્રિભુવનરાજરાજેશ્વર ભગવાન તીર્થકર છે.” ભગવંત પર દૃષ્ટિ પડતાં જ ભવ્ય જીવોના આત્મામાંથી પાપjજો ખરી પડતા હતા અને પુણ્યાનુબંધિ પુણ્યના પરમ પુજો તેઓના આત્મામાં ખડકાતા હતા. એ રીતે એ જીવો કલ્યાણ સાધતા હતા, પણ આજે જ્યારે ભગવંત સાક્ષાત્ વિદ્યમાન નથી, ત્યારે આ ગુણોનો કોઈ ઉપયોગ ખરો ? હા, આ બાર ગુણોનું સતત ધ્યાન કરી જુઓ. આ બારે ગુણોને બરોબર સમજીને તે 1. મહા. નવ. પૃ. 258. 2. તર્કશાસ્ત્રોમાં ‘જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ', આ વિધાનને અન્વય વ્યાપ્તિ કહેવામાં આવે છે તથા જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધુમાડો પણ ન જ હોય', આવા નિષેધાત્મક કથનને વ્યતિરેક વ્યાપ્તિ કહેવામાં આવે છે. આથી સાધ્યના અનુમાનની સિદ્ધિ થાય છે. વિશેષ માટે જુઓ, ન્યાય સિદ્ધાંત મુક્તાવલી, અનુમાન ખંડ. અરિહંતના અતિશયો
Page #65
--------------------------------------------------------------------------
________________ ગુણોથી સહિત ભગવંતને ચિતવતા રહો, તો તમને અલ્પ કાળમાં જ સમજાશે કે ભગવંતનું સ્વરૂપ પૂર્વે જે આપણે માનતા હતા તે કરતાં ઘણું જ જુદું છે. આ બાર ગુણો તે ભગવંતનું શુભાનુબંધિ ઐશ્વર્ય' છે. આવા ઐશ્વર્યનું ધ્યાન ધ્યાતાને ઈશતાનું ભાજન (ઈશ્વર, ઋદ્ધિમાન, સમર્થ) બનાવે છે. શ્રી ભુવનસુંદરસૂરિ મહારાજા શ્રી નિરાકનીમાનપાર્શ્વનાથબિનસ્તવન માં કહે છે કે - सालत्रयान्तरतिशुभ्रतरातपत्रं, सिंहासनस्थममरेश्वरसेव्यमानम् / त्वां भासुरातिशयमाशयदेशमध्ये, ध्यायनरो भवति भाजनमीशतायाः / / હે દેવાધિદેવ ! સમવસરણમાં ત્રણ ગઢની મધ્યમાં સિંહાસને વિરાજમાન, અત્યંત શુભ ત્રણ છત્રવાળા, દેવેન્દ્રોથી સેવાતા અને દેદીપ્યમાન અતિશયોવાળા આપનું હૃદયકમળની કર્ણિકામાં ધ્યાન કરનાર મનુષ્ય ઈશ્વરતાનું ભાજન થાય છે - પરમેશ્વર બને છે. ભગવંતના આ બાહ્ય ઐશ્વર્યને પણ જે નહિ સમજે તે અંતરંગ કેવલજ્ઞાનાદિ અનંત ઐશ્વર્યને કેવી રીતે સમજી શકશે ? આ બાહ્ય ઐશ્વર્ય લૌકિક નથી લોકોત્તર છે. જેમ ઐશ્વર્ય બે પ્રકારનું છે : લૌકિક અને લોકોત્તર, તેમ તેના દર્શનથી જીવોના હૃદયમાં ઉત્પન્ન થતું આશ્ચર્ય પણ બે પ્રકારનું છે : લૌકિક આશ્ચર્ય અને લોકોત્તર આશ્ચર્ય. ભગવંતનું લોકોત્તર ઐશ્વર્ય લોકોત્તર ચમત્કાર-આશ્ચર્યને ઉત્પન્ન કરનારું હોવાથી, તે ઉપેક્ષણીય નથી પણ ધ્યેય છે. જે લોકોત્તર ઐશ્વર્યા વિનાના હોય, તે અરિહંત પણ હોતા નથી. તેથી ઐશ્વર્ય વિનાના અરિહંતનું ધ્યાન તે ભાવનિક્ષેપથી અરિહંતનું ધ્યાન જ નથી. સમવસરણમાં ભગવંતને જોઈને જીવોનાં હૃદયમાં થયેલ લોકોત્તર ચમત્કાર તેમાં ધર્મશ્રવણની યોગ્યતા ઉત્પન્ન કરે છે. આ ચમત્કારનું માહાભ્ય વર્ણવતાં શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - ___ लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः / ' આ પંક્તિની અવસૂરિમાં કહ્યું છે કે - लोकशब्देन लोकमध्यस्थिता हरिहरादिदेवा ज्ञायन्ते, तेभ्य उत्तीर्णस्तै: कदाचिन कृत इति लोकोत्तरः स चासौ चमत्कारश्च तत्करणशीला / 1. શુભાનુબંધિ ઐશ્વર્યનું વર્ણન લલિતવિસ્તરાના આધારે આઠ પ્રાતિહાર્યોના વર્ણનમાં આપેલ છે. 2. મંત્ર, ચિંતા, પૃ. ૧૫૧-૫ર. 3. વી. સ. પ્ર. 2, શ્લો. 8. પર અરિહંતના અતિશયો
Page #66
--------------------------------------------------------------------------
________________ ભગવન્! આપની ભવસ્થિતિ લોકોત્તર ચમત્કારને કરનારી છે. લોક એટલે લોકમાં રહેલા વિષ્ણુ, મહાદેવ વગેરે દેવો. તે દેવોથી આ ચમત્કાર ઉત્તીર્ણ છે એટલે કે તેઓ આવો ચમત્કાર કદાપિ કરી શકતા નથી. તેથી આ ચમત્કાર લોકોત્તર છે. આવો ચમત્કાર તે આપના અતિશયો કરે છે. વળી શ્રી વિતરાગ સ્તવમાં કહ્યું છે કે - હે નાથ ! આપની આ ચમત્કારિક પ્રાતિહાર્યલક્ષ્મીને જોઈને કયા મિથ્યાષ્ટિઓ પણ ચમત્કાર નથી પામતા ? - एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव / चित्रीयन्ते न के दृष्ट्वा, नाथ ! मिथ्यादृशोऽपि हि' / / આ શ્લોકના વિવરણમાં કહ્યું છે કે - “હે નાથ ! આપની આ અલૌકિક પ્રાતિહાર્યલક્ષ્મીને જોઈને સમ્યગ્દષ્ટિ આત્માઓ તો ચમત્કાર પામે જ છે, પણ કયા મિથ્યાષ્ટિઓ (તત્ત્વદર્શન પ્રત્યે વિપરીત દૃષ્ટિવાળા) પણ આશ્ચર્ય નથી પામતા ? - અહીં રહસ્ય આ રીતે વર્તે છે : - તેઓ (મિથ્યાષ્ટિઓ) અજ્ઞાની હોવાથી ભગવંતને વીતરાગ વગેરે રૂપમાં ઓળખતા નથી, તો પણ જગતમાં સૌથી અદ્ભુત આશ્ચર્યકારક પ્રાતિહાર્યોને જોઈને તેઓ અત્યંત વિસ્મયરસ અને આનંદામૃતથી પ્લાવિત થાય છે. તેથી તેઓના આત્મામાં રહેલ મિથ્યાત્વરૂપ ઝેર થોડુંક ઉપશમે છે. તેથી તેઓ બોધિ-સમ્યગ્દર્શનને અભિમુખ થાય છે. અહો ! અદ્ભુત છે સ્વામીની સર્વોપકારિતા.” ભગવંત જેવું ઐશ્વર્ય જગતમાં અન્યત્ર નથી. અનન્યસામાન્ય ઐશ્વર્યનું જ નામ અતિશય. અનન્ય સામાન્ય એટલે બીજાઓમાં જેની સમાનતા નથી એવું, કેવળ સમાનતા નથી એટલું જ નહીં, પણ બીજાઓનાં કોઈ પણ જાતના ઐશ્વર્ય કરતાં અનંતગુણ ચડિયાતું. આવું ઐશ્વર્ય તે કેવળ ચમત્કાર માનીને ગૌણ કરવા જેવું નથી. આવું ઐશ્વર્ય - આ અતિશયો અને પ્રાતિહાર્યો તો જગતની સૌથી મહાન પરમ પાત્રતાના અભિવ્યંજ ક છે, એમ શ્રી મહાનિશીથ સૂત્રની વાણી છે. એ સૂત્રમાં કહ્યું છે કે - “સંપૂર્ણ જગતમાં જેઓની પાત્રતા સૌથી પ્રવર અને ઉત્તમ હોય છે, તે અરહંત કહેવાય છે. તે પાત્રતા આઠ મહાપ્રાતિહાર્ય 1. વી. સ. પ્ર. 5, શ્લો. 9. 1. અહીં અવતરણચિહ્નમાં તે વિવરણનો અનુવાદ આપેલ છે. મૂળપાઠ આ રીતે છે : इदमत्र हृदयम् / किल यद्यपि तेषामज्ञानपहतत्वेन भगवतो यथावद् वीतरागतादिरहस्यानवबोधस्तथापि भुवनाद्भुतप्रातिहार्यदर्शनाद् विस्मेरविस्मयानाममन्दानन्दपीयूषपानामनागुपशान्तमिथ्यात्वविषाणां भवत्येव વોfમમુહ્મચરો સ્વામિનઃ સર્વોપત્તેિરિ - વિ. . પ્ર. 5. શ્લો. 7, વિવ. અરિહંતના અતિશયો
Page #67
--------------------------------------------------------------------------
________________ વગેરે પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસમાન, અચિંત્યમાહાસ્યવાળી અને કેવલજ્ઞાનથી અધિષ્ઠિત હોય છે.” પખંડાગમ મહાગ્રંથમાં કહ્યું છે કે - अतिशयपूजार्हत्वाद् अर्हन्तः / स्वर्गावतरणजन्माभिषेक-परिनिष्क्रमण-केवलज्ञानोत्पत्तिपरि-निर्वाणेषु देवकृतानां पूजानां देवासुरमानवप्राप्तपूजाभ्योऽधिकत्वाद् अतिशयानामर्हत्वाद् ગર્દન્ત: | અતિશયો અને સર્વોત્તમ પ્રજાને માટે જે યોગ્ય હોય તે અહંત કહેવાય છે. જગતમાં સર્વ દેવો, અસુરો અને માનવોને જે પૂજા (સત્કાર, સન્માન વગેરે) પ્રાપ્ત થાય છે, તેના કરતાં અનંત ગુણ અધિક ઉત્તમ પૂજા તીર્થકરોને સ્વર્ગથી ચ્યવન, જન્માભિષેક, દીક્ષા, કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને નિર્વાણ એ પાંચ કલ્યાણકો પ્રસંગે પ્રાપ્ત થાય છે. આ મહાન પૂજા માટે તેઓ લાયક-યોગ્ય-પાત્ર હોવાથી અહંત કહેવાય છે. વળી ચોત્રીસ અતિશયો માટે પણ ભગવંત યોગ્ય હોવાથી અહંત કહેવાય છે. અતિશય’ શબ્દની સૌથી ઉત્તમ વ્યાખ્યા શ્રી અભિધાન ચિંતામણિની સ્વોપજ્ઞ ટીકામાં મળે છે. તે આ રીતે છે : जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशयाः / જે ગુણો વડે શ્રી તીર્થકર ભગવંતો સમસ્ત જગત કરતાં પણ અતિશાયી-ચડિયાતા હોય છે, તે ગુણોને અતિશયો કહેવામાં આવે છે. આજે અતિશય શબ્દ વધુ પ્રચલિત છે, જ્યારે શાસ્ત્રોમાં આના માટે સેસ - અતિશેષ એવો શબ્દ પણ મળે છે, શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - चोत्तीसं बुद्धाइसेसा पण्णत्ता / ચોત્રીશ બુદ્ધ (તીર્થકર)ના અતિશયો કહ્યા છે. શાંતિસ્તવ (લઘુશાંતિ)માં 1. सनरामरासुरस्स णं सबस्सेव जगस्स अट्टमहापाडिहेराइपूयाइसओवलक्खियं अणण्णसरिसमचिंतमाहप्पं केवलाहिट्ठियं पवरुत्तमत्तं अरहंति ति अरहंता / - ન, સ્વા. પ્રા. વિ. પૃ. 42 2. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 176, 3. સંસ્કૃતમાં 4 ધાતુ ઉપરથી ગર્દન પાદ બન્યો છે. ગર્વ ના અર્થો શબ્દરન મહોદધિમાં આ રીતે છે : લાયક થવું, યોગ્ય થવું. તેથી ગત્ત નો અર્થ પૂજા અને અતિશયોને યોગ્ય એવો કરવામાં આવ્યો છે. 4. કાંડ-૧, શ્લો. 58, સ્વો, ટી. 5. સૂત્ર-૧૪ 3. પંચપ્રતિ. હિન્દી પૃ. 191, ગાથા-૩. પ૪ અરિહંતના અતિશયો
Page #68
--------------------------------------------------------------------------
________________ “સવિશેષ-પદ-સમ્પત્તિ સમન્વિતાર' પદનો પ્રયોગ છે. તેનો અર્થ એ છે કે “સર્વ અતિશેષક (અતિશયો) રૂપ મહાસંપત્તિથી યુક્ત.' અહીં પણ અતિશેષ શબ્દનો પ્રયોગ છે. સંસ્કૃતમાં જ સ્વાર્થમાં લાગે છે, એટલે કે અતિશષક કે અતિશેષ બંને એક જ અર્થવાળા છે. પ્રાતિહાર્યો પણ એક જાતના અતિશયો જ છે. પૂર્વે કહેલ વ્યાખ્યામાં મહત્ત્વનો પદાર્થ એ છે કે - નતોડતત્તે..” સંપૂર્ણ જગત કરતાં ચડિયાતા. આના બે અર્થ થાય : 1. જગતના કોઈ પણ જીવ કરતાં ચડિયાતા અને 2. જગતના બધા જ જીવો કરતાં ચડિયાતા. આમાં પહેલો અર્થ સરલ અને પ્રચલિત હોવાથી, તે અંગે સમજાવવાની જરૂર રહેતી નથી. બીજો અર્થ સૂક્ષ્મ અને ગંભીર છે. ભગવંતના અલૌકિક રૂપનું જ દૃષ્ટાંત આપણે લઈએ. ખરી રીતે તે કેવળ રૂપ નથી, પણ રૂપાતિશય છે. જગતના બધા જ દેવતાઓ એકત્ર થાય અને સર્વે મળીને પોતાની સર્વ શક્તિ વડે ભગવંતના પગના અંગૂઠા જેટલું જ રૂપ વિકુર્વે, તો પણ ભગવંતના અંગૂઠાના સૂર્ય જેવા તેજની તુલનામાં તે દેવવિમુર્વિત રૂપ બુઝાવાની તૈયારીમાં હોય તેવા અંગારાના રૂપ જેવું ભાસે, ક્યાં ભગવંતનો સ્વાભાવિક દદીપ્યમાન અંગૂઠો અને ક્યાં તે દેવવિકુર્વિત નકલી અંગૂઠો ? ભગવંત જેવું રૂપ જગતમાં કોઈનું પણ ન હોય એટલું જ નહીં કિન્તુ સર્વ જીવોના સુંદર રૂપનો એક પિંડ બનાવવામાં આવે, તો પણ તે ભગવંતના પગના અંગૂઠાના તેજની આગળ નિસ્તેજ અંગારાના ઢગલા જેવો ભાસે. આ થયાં ભગવંતનો રૂપાતિશય. પણ દેવકૃત અતિશયોમાં એક રાતિશય છે : સમવસરણમાં ભગવંતની ચતુર્મુખતા. સમવસરણમાં પૂર્વ દિશામાં ભગવંતનું મૂળરૂપ હોય છે અને બાકીની ત્રણ દિશામાં ત્રણ પ્રતિરૂપ દેવતાઓ વિકુર્વે છે. પૂર્વે આપણે જોયું કે સર્વ દેવતાઓ મળીને પણ ભગવંતના પગના એક અંગૂઠા જેવો એક અંગૂઠો પણ ન વિકુર્તી શકે, જ્યારે એક જ દેવતા ભગવંતનાં સંપૂર્ણ ત્રણ રૂપ બનાવી શકે. આમાં આપણને દેવકૃત અતિશયોનું રહસ્ય મળી આવે છે. ભલે રચે દેવતાઓ પણ અતિશય (પ્રભાવ) તો - વી. . પ્ર. 5, શ્લો, 9. અવે. 1. સર્વેડપ પ્રતિરાતિશવિશેષા: | 2. સત્રસુરા ન રૂd, ગંદુપમનવં વિજ્ઞા નિપાલં પરું, ન સોદા તં ગાતો . - આવ. હરિ. નિયુક્તિ ગાથા-૫૩૯. અરિહંતના અતિશયો પપ
Page #69
--------------------------------------------------------------------------
________________ ભગવંતનો જ, કારણ કે ભગવંતના પ્રભાવ વિના સર્વ દેવતાઓ મળીને એક અંગૂઠો પણ ન રચી શકે, જ્યારે ભગવંતના પ્રભાવથી એક જ દેવતા સંપૂર્ણ ત્રણ રૂપ રચી શકે છે. બધા જ દેવતાઓમાં ભગવંતના અંગૂઠા જેવો એક અંગૂઠો પણ બનાવવાની શક્તિ નથી, પણ ભગવંતના અચિંત્ય તીર્થકર નામકર્મરૂપ મહાપુણ્યના ઉદયથી પ્રેરાયેલ એક જ દેવતામાં ત્રણ ત્રણ રૂપ રચવા જેટલી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. બધા જ દેવત અતિશયોને આ વાત લાગુ પડે છે. ભગવંતના પ્રભાવને-અતિશયને બાદ કરીએ, તો 19 માનો એક પણ અતિશય દેવતા ન રચી શકે. કદાચ કોઈ માયાવી દેવતા કે પુરુષ તેની નકલ કરવાની કોશિશ કરે તો પણ તે ભગવંતની ઋદ્ધિથી અનંતગુણહીન ઋદ્ધિવાળું જ બને. એ જ રીતે ભગવંતનું સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, શ્વાસોચ્છવાસ વગેરે બધું જ અનુત્તર હોય છે, કારણ કે તેવા વિશિષ્ટ પ્રકારના નામકર્મનો ઉદય અન્ય જીવોને કદાપિ હોતો નથી. વજ-ઋષભ-નારાજ નામનું પહેલું સંઘયણ સામાન્યથી પહેલા સંઘયણવાળા બધા જીવોનું ભલે સરખું હોય, પણ તેમાં પણ તારતમ્ય હોય છે. તેમાં તીર્થંકર ભગવાન જેવું સંઘયણ કોઈનું પણ હોતું નથી. જેનું બળ, રૂપ, સત્ત્વ વગેરે બધું જ બીજા જીવો કરતાં અત્યંત જુદી જ જાતનું હોય, તેનું સંઘયણ પણ કેમ જુદું ન હોય ? વિશિષ્ટ સર્વોત્તમ સંઘયણ વિના જન્મથી જ તેઓ અનંતબલી કેવી રીતે હોઈ શકે ? અતિશયનો અર્થ જ એ છે કે તે વસ્તુ જગતમાં શ્રી તીર્થકર ભગવાન સિવાય કોઈની પાસે હોય નહીં. ભગવાનની ગેરહાજરીમાં બધા જ દેવતાઓ એકત્ર થાય અને ભગવંતના અશોક વૃક્ષ જેવું વૃક્ષ બનાવવા માગે, તો પણ ત્રણે કાળમાં કદાપિ ન જ બનાવી શકે. જે વૃક્ષ તેઓ બનાવે, તે નકલી વૃક્ષ અસલીની તુલનામાં ક્યાંથી આવી શકે ? 1. ને તે રેસિં , તિતિ પાવII તરસ | तेसिपि तप्पभावा, तयाणुरूवं हवइ रूवं / / - વિશેષ, ભા. 2, ગા. 447 (ટિપ્પણી) - આવ. મલય. નિયુક્તિ ગા. 557 આમાં ટીકામાં તણખાવ નો અર્થ તીર્થભાવાત્ એમ કરેલ છે, દેવતાઓએ ભગવંતના જે ત્રણ પ્રતિરૂપ ત્રણ દિશાઓમાં કરે છે, તે પ્રતિરૂપોનું રૂપ ભગવંતના પ્રભાવથી ભગવંત જેવું જ થાય છે. संघयणरूवसंठाणवण्णइसत्तसारऊसासा / एमाइ अणुत्तराई भवंति नामोदया तस्स / / - આવ. હરિ. નિયુક્તિ ગા. 571. - આવ. મલય. નિયુક્તિ ગા. 571. પ૬. અરિહંતના અતિશયો
Page #70
--------------------------------------------------------------------------
________________ ભગવંતના વૃક્ષની શોભાથી અનંતગુણહીન શોભા જ તેને હોય. કાચના ટુકડામાં સાચા હીરાની શોભા અને ગુણો ક્યાંથી હોય ? આપણે જોઈ ગયા કે બધા દેવતાઓ મળીને પણ ભગવાનની ગેરહાજરીમાં અશોક વૃક્ષ-પ્રાતિહાર્ય ન બનાવી શકે, જ્યારે એક જ મહર્ધિક દેવતા ભગવંતના સામીપ્યમાં ભગવંતના પ્રભાવથી પ્રાતિહાર્યરૂપે સંપૂર્ણ અશોક વૃક્ષ બનાવી શકે. તાત્પર્ય કે ભક્તિ દેવતાની, પણ પ્રભાવ તો ભગવંતનો જ. આનું નામ અતિશય. વળી આ પ્રત્યેક અતિશય અને પ્રાતિહાર્યની પાછળ શ્રી તીર્થકર નામરૂપ મહાપુણ્યનો ઉદય પણ સક્રિય છે. કર્મના જે વિશુદ્ધ પુણ્યમય અણુઓમાંથી આ અતિશયનો ઉદ્ગમ થાય છે, તે પવિત્ર કર્માણુઓ બીજા કોઈ પણ જીવ સાથે સંલગ્ન હોતા નથી, એટલું જ નહિ પણ બધા જ જીવોનું પુણ્ય એકત્ર કરવામાં આવે તો પણ તે તીર્થકરના પુણ્યથી અનંત ગુણહીન જ થાય. આ છે ભગવાનનો મહાન પુણ્યાતિશય. જે બાકીના બધા અતિશયોનું મૂળ કારણ છે. જે મહાન પવિત્ર પ્રશસ્ત અધ્યવસાયોથી શ્રી તીર્થકર-નામકર્મની નિકાચના થાય છે, તેવા મહાન અધ્યવસાયો, તેવી દઢતા, તેવી સ્થિરતા, તેવું સમ્યક્ત, તેવું વીર્ય વગેરે બીજા જીવોમાં કદાપિ હોતું નથી, એવી શ્રી મહાનિશીથ સૂત્રની પરમ સત્ય વાણી છે.' જેવાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય શ્રી તીર્થકરના જીવમાં શ્રી તીર્થકર નામકર્મની નિકાચના વખતે હોય છે, તેવાં બીજા જીવોમાં કદાપિ હોતાં નથી, તેથી તેઓ તીર્થકર જેવા દૃઢ સત્ત્વવાળા હોતા નથી, તેથી તેવા પુણ્યવાળા હોતા નથી, તેથી તેઓ આ અતિશયો માટે પણ પાત્ર નથી. માત્ર તો છે એક જ ભગવાન તીર્થંકર આ અતિશયો ભગવાનને ઓળખાવે છે. આથી જાણી શકાય કે આ જ ભગવાન તીર્થકર છે. એથી જાણી શકાય કે આ જ જગતના સ્વામી છે, જગતમાં સર્વોત્તમ છે અને જગતની સર્વોત્તમ પૂજાના મહાપાત્ર છે. આવા અતિશયો જેને ન હોય તે ભગવાન નથી, તે જીવોને હિતકર નથી. તેની વાણી અનુસરનારા જીવો જગતની માયાના મહાચક્રમાં ચકરાવા ખાધા જ કરે છે. આ પ્રત્યેક અતિશયનું વર્ણન એટલે બુદ્ધિની પરાકાષ્ઠા છે. આવે સામે કોઈ પણ બુદ્ધિમાન અને એક પણ અતિશય કરતાં ચડિયાતી કોઈ પણ વસ્તુને બુદ્ધિ કલ્પનાથી કહી બતાવે. તે જે પણ વર્ણન કરશે તે આ એક પણ અતિશયના વર્ણનની આગળ ઝાંખુ પડી જશે. એથી જ શ્રી ભક્તામરકારને કહેવું પડ્યું કે - यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा / तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि / / 1. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 49. 2. પંચપ્રતિ. હિન્દી, ભક્તામર સ્તોત્ર ગા. 33, પૃ. 414. અરિહંતના અતિશયો
Page #71
--------------------------------------------------------------------------
________________ ભગવંતની જે અતિદિવ્ય ઋદ્ધિ સમવસરણમાં હતી, તેવી બીજા બધા જ ધર્મોના નાયકોની એકત્રિત પણ ક્યાંથી હોય? અંધકારનો સંપૂર્ણ નાશ કરનારી જેવી પ્રભા સૂર્યની હોય છે તેવી પ્રભા બાકીના બધા જ ગ્રહોની કોઈ પણ સમયે ક્યાંથી હોઈ શકે ? ભક્તામરકારની આ ગાથામાં અન્ય ધર્મકારોની ઋદ્ધિ વિશે દયાનો ભાવ છે. જેમ સૂર્યના તેજને અને ગ્રહોના તેજને એકીસાથે બુદ્ધિતુલામાં આરોપનાર ગ્રહોના તેજ ઉપર દયાભાવવાળો થાય, તેમ અહીં પણ છે. અહીં અન્ય ધર્મકારોની ઋદ્ધિનો તિરસ્કાર નથી પણ દયા છે. ભગવંતના જ્ઞાનના અને અન્ય ધર્મકારોના જ્ઞાનના વિષયમાં પણ ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે : तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं / नैवं तु काचशकले किरणाकुलेऽपि / / 20 / / વજરત્ન, વૈર્યરત્ન, પારાગરત્ન વગેરે રત્નોના સમૂહ ઉપર નાચતું સૂર્યનું તેજકિરણ જે મહાન શોભાને પ્રાપ્ત કરે છે, તે જ તેજકિરણ કિરણોથી વ્યાપ્ત (ચમકતા) કાચના ટુકડા વિશે ક્યાંથી શોભાને પ્રાપ્ત થાય ! ભગવાન તીર્થકર તે રત્નોના સમૂહ છે અને બીજા બધા જ ધર્મકારો મળીને પણ કાચનો ફક્ત એક જ ટુકડો ! ક્યાં ભગવાનનું સંપૂર્ણ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન એને ક્યાં બીજાઓનું ફક્ત પોતાના આત્માનું પણ અસંપૂર્ણ અને અસત્ય જ્ઞાન! બીજા ધર્મકારોની વાત તો જવા દઈએ પણ આપણા જ કેવલીનું જ્ઞાન પણ સંપૂર્ણ હોવા છતાં અતિશય નથી, જ્યારે ભગવંતનું જ્ઞાન જ્ઞાનાતિશય છે. પાંચ પ્રકારના અનુત્તર દેવતાઓના તત્ત્વજ્ઞાન વિશેના સંશયો ભગવાન જ્ઞાનાતિશયથી દૂર કરે છે. ભગવંતના સમીપમાં આવેલા બધા જ જીવોના સંશયો એકી સાથે છેદાઈ જાય છે, એ જ્ઞાનાતિશય છે.' સંશયછેદનનું આવું સામર્થ્ય સામાન્ય કેવલીઓમાં તેમ જ સિદ્ધ ભગવંતોમાં પણ હોતું નથી. ખુદ તીર્થકર ભગવાન પણ સિદ્ધ થઈ ગયા પછી જ્ઞાનાતિશયથી રહિત હોય છે. 1. જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે. ભવિયા. 3. ચાર ઘને મઘવા સ્તરે, પૂજાતિશય મહંત; પાંચ ઘને યોજન ટળે રે, કષ્ટ એ તુર્ય પ્રસંત રે. ભવિયા. 4. - સિદ્ધા. સ્વ. શ્રી વીરજવિજયજી કૃત આદિ જિન સ્તવન, ચાર ઘન એટલે 44444=44. મઘવા=ઇદ્ર. ચોસઠ ઇંદ્રો ભગવંતના જન્માદિ સમયે ભક્તિ કરે છે. તે ભગવંતની પૂજાતિશય છે. પાંચ ઘન એટલે 2x545=125. ભગવંતની આજુબાજુના 125 યોજના ક્ષેત્રમાં દુષ્કાળ વગેરે સર્વ કષ્ટો પ્રશાંત થઈ જાય છે, શમી જાય છે, એ ભગવંતનો તુર્થ એટલે ચોથો અપાયાપગમાતિશય છે. અરિહંતના અતિશયો
Page #72
--------------------------------------------------------------------------
________________ એવી જ રીતે ભગવંત જે વચન બોલે છે તે સામાન્ય વચન હોતું નથી, પણ વચનાતિશય કહેવાય છે. તે વચન 35 ગુણોથી સહિત હોય છે અને તેનાથી એકી સાથે અનેક દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પ્રતિબોધને પામે છે. એવી જ રીતે ભગવંતની જે પૂજા (ભક્તિ વગેરે) દેવતાઓ વગેરે વડે થાય છે, તે કેવળ પૂજા નથી, પણ પૂજાતિશય કહેવાય છે. ભગવંતનાં પાંચે કલ્યાણકોમાં (સ્વર્ગથી ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ સમયે) જગતમાં ઐશ્વર્ય, સત્તા વગેરેમાં સૌથી ચડિયાતા ગણાતા ચોસઠ ઇન્દ્રો પણ ભગવંતની અત્યંત ભાવપૂર્વક પૂજા-ભક્તિ કરે છે. સારાંશ કે ભગવંત જેવી પૂજા જગતમાં કોઈને પણ પ્રાપ્ત થતી નથી, એ પૂજાતિશય છે. ભગવંત જ્યાં વિદ્યમાન હોય તેની ચારે દિશાઓમાં પચીસ પચીસ યોજન, એમ સો યોજન, ઊર્ધ્વ દિશામાં સાડા બાર યોજન અને અધોદિશામાં સાડા બાર યોજન, એમ કુલ૧૨૫ યોજન સુધી લોકોમાં દુર્ભિક્ષ વગેરે સર્વ પ્રકારનાં કષ્ટો શમી જાય છે, તે ભગવંતનો અપાયાપગમાતિશય છે. આવી કષ્ટહારિણી શક્તિ જગતમાં અન્ય કોઈમાં પણ હોતી નથી. અહીં અપાય=કષ્ટ અને અપગમ=દૂર થવું, એ અર્થ સમજવો. ખરી રીતે અતિશયો ચોત્રીસ જ છે, એવું નથી. શ્રી તીર્થકર ભગવંતના અતિશય તો અનંત છે. ચોત્રીસની સંખ્યા બાળજીવોને સમજાવવા માટે છે. ચ્યવન કલ્યાણકથી માંડીને નિર્વાણ કલ્યાણક સુધીની ભગવંતની બધી જ અવસ્થાઓ અલૌકિક હોવાથી અતિશય જ છે. તે અવસ્થાઓની અન્ય કોઈની સાથે પણ સરખામણી થાય જ નહીં, એ અપેક્ષાએ ભગવંતનો સંપૂર્ણ ચરમભવ અને તેની પ્રત્યેક વસ્તુ કે અવસ્થા, તે અતિશય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - तथा चतुस्त्रिंशता ते-ऽतिशथैः सहिता जगत् / दीपयन्ति प्रकृत्योपकारिणो भास्करादिवत् / / ચોત્રીસ અતિશયોથી સહિત અને સ્વભાવથી જ પરોપકારી એવા એ તીર્થકર ભગવંતો જગતને સૂર્ય વગેરેની જેમ પ્રકાશિત કરે છે. તાત્પર્ય એ છે કે ભગવંતની તે પ્રવર અને ઉત્તમ પાત્રતા આઠ પ્રાતિહાર્ય વગેરે પૂજાતિશયથી ઉપલક્ષિત હોય છે. ઉપલક્ષિત એટલે ઓળખી શકાય તેવી, અર્થાત્ આઠ 1. નનુ ગતિશી: વસ્ત્રિમ્ કવ ? न, अनंतातिशयत्वात्, तस्य चतुस्त्रिंशत् संख्यानं बालावबोधाय / શું અતિશયો ચોત્રીસ જ છે? ના. અનંત છે. અતિશયોની ચોત્રીસ સંખ્યા તો બાળજીવો સહેલાઈથી સમજી શકે તે માટે શાસ્ત્રોમાં કહી છે. - વી. . પ્ર. 5, શ્લોક-૯, અવ. અહિંતના અતિશયો - 59
Page #73
--------------------------------------------------------------------------
________________ પ્રાતિહાર્ય આદિ પૂજાતિશય એ ભગવંતને ઓળખવાની નિશાની છે. જેને આ પ્રાતિહાર્યો હોય તે જ ભગવાન. સારાંશ કે ભગવંતનું લોકોત્તર સ્વરૂપ આ અષ્ટ મહાપ્રાતિહાર્ય અને ચોત્રીશ અતિશયોના ધ્યાન દ્વારા અતિસ્પષ્ટ થાય છે, વસ્તુના અમુક જ્ઞાન વિના ધ્યાન સંભવતું નથી અને ધ્યાનથી વસ્તુનું વિશેષ જ્ઞાન પોતાની મેળે અંદરથી થાય છે, તેથી ભગવંતના આઠ પ્રાતિહાર્યો અને ચોત્રીસ અતિશયોને જાણવા અતિ જરૂરી છે.એજ અપેક્ષાએ શાસ્ત્રોમાં જેટલું વર્ણન એ વસ્તુનું મળે છે તેટલું વર્ણન અહીં એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. ધ્યાનમાં ઉત્તરોત્તર વિકાસ સાધવા માટે જ ધ્યેયનો મહિમા સાધકે મનમાં બરોબર દર કરવો જોઈએ, મહિમા રસને જગાડે છે અને વધારે છે. રસની વૃદ્ધિથી ધ્યાન વિકસે છે. અન્યથા ધ્યાન આગળ વધી શક્યું નથી. ભગવંતનો સૌથી અધિક મહિમા આ 12 ગુણોમાં છે. તેથી અહીં આ જ બાર ગુણોને-પ્રાતિહાર્યો અને અતિશયોને વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રી તીર્થકર ભગવંત પ્રત્યે આદરવાળા દરેક જીવ માટે આ ગ્રંથ સંપૂર્ણ ઉપયોગી થશે. એમાં મને લેશ પણ સંદેહ નથી. આ ગ્રંથમાં કોઈ પણ જાતની ન્યૂનતા હોય તો તે મારી છદ્મસ્થતા આદિના કારણે જાણવી અને આમાં જે કાંઈ સારું છે, તે બધું જ પૂર્વાચાર્યોનું છે. તે પૂર્વાચાર્યોએ આ અમૂલ્ય સંપત્તિ અથાગ પરિશ્રમે આપણા સુધી પહોંચાડી છે. આપણું કર્તવ્ય છે કે તેની સુરક્ષા કરી ભાવિ લોકોના હાથમાં તે સોંપવી. જ્યારે જ્યારે ભગવાન તીર્થંકરનું ધ્યાન કરવું હોય ત્યારે ત્યારે આ પ્રાતિહાર્યો અને અતિશયો અવશ્ય ચિંતવવા અથવા ઓછામાં ઓછા આઠ પ્રાતિહાર્યો ચિતવવા, આ ચિંતન પ્રત્યેક સાધક માટે ઘણું જ ઉપયુક્ત છે. તેથી ધીમે ધીમે ભગવાન પોતાની મેળે જણાતા જશે. મહાપુરુષોનો આ સ્વાનુભવ છે. સર્વ જીવો ભગવંતને ઓળખે અને ભગવંતનું શરણ પ્રાપ્ત કરે એ જ કામના. - લેખક GO અરિહંતના અતિશયો
Page #74
--------------------------------------------------------------------------
________________ 34 અતિશયો | (સંક્ષિપ્ત વર્ણન) ચોત્રીસ અતિશયોમાં ચાર અતિશયો ભગવંતને જન્મથી જ હોય છે, એ ચાર અતિશયો સહજ અતિશયો કહેવાય છે ચોત્રીસ અતિશયોમાં અગિયાર અતિશયો ઘાતિકર્મનો ક્ષય થતાં જ ભગવંતને પ્રાપ્ત થાય છે. તેથી એ અગિયાર અતિશયો કર્મક્ષય અતિશયો - કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા અતિશયો કહેવાય છે. ચોત્રીસ અતિશયોમાં ઓગણીશ અતિશયો દેવતાઓ કરે છે, તેથી તે દેવકૃત અતિશયો કહેવાય છે. એમ (4+11+19) કુલ ચોત્રીસ અતિશયો છે. ચાર સહજ અતિશયો આ રીતે છે : 1. ભગવંતનું રૂપ જન્મથી જ અદ્ભુત હોય છે. શરીર સુગંધી તથા રોગ, પ્રસ્વેદ (પરસેવો) અને મેલથી રહિત હોય છે. 2. ભગવંતનો શ્વાસોચ્છવાસ જન્મથી જ કમલ સમાન સુગંધી હોય છે. 3. ભગવંતનાં રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધની ધારા જેવાં ધવલ અને દુર્ગધ વિનાનાં હોય છે. 4. ભગવંતની આહાર અને નીહાર (શૌચ)ની ક્રિયા જન્મથી જ અદૃશ્ય હોય છે. (અવધિજ્ઞાની વિના તેને કોઈ પણ જોઈ ન શકે.) અગિયાર કર્મક્ષયજ અતિશયો આ રીતે છે : 1. ભગવંતના સમવસરણમાં યોજન માત્ર ક્ષેત્રમાં મનુષ્યો, દેવો અને તિર્યંચો કોડાકોડી સંખ્યામાં સમાઈ જાય છે, છતાં પણ કોઈ પણ જાતની બાધા (સંકડાશ વગેરે) વિના, સુખેથી ભગવંતની વાણી સાંભળી શકે છે. 2. ભગવંતની વાણી સર્વ ભાષાઓમાં પરિણમનારી હોવાથી બધા જીવો પોત પોતાની ભાષામાં સાંભળે છે. તે વાણી એક યોજન સુધી સંભળાય તેવી હોય છે. 1. અહીં અતિશયો અભિધાન ચિંતામણિ ના ક્રમે આપ્યા છે. અરિહંતના અતિશયો
Page #75
--------------------------------------------------------------------------
________________ 3. ભગવંતના મસ્તકની પાછળ તેજમાં સૂર્યની શોભાને પણ જીતતું દેદીપ્યમાન ભામંડલ- તેજોવર્તુળ હોય છે. 4. થી 11. ભગવંતની આસપાસ સવાસો યોજનામાં રોગ, વૈર, ઇતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્મિક્ષ અને સ્વપરચક્રભય ન હોય. દેવકૃત ઓગણીસ અતિશયો આ રીતે છે : 1. ભગવંતની આગળ આકાશમાં દેદીપ્યમાન ધર્મચક્ર હોય છે. 2. ભગવંત જ્યારે ચાલતા હોય ત્યારે તેમની આગળ ઉપર આકાશમાં ચામરો ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તેમની બંને બાજુ દેવતાઓ ચામર વીંઝતા હોય છે. 3. ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત એવું નિર્મલ સ્ફટિક રત્નનું સિંહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલે છે અને ભગવંત બેસે ત્યારે સિંહાસન ભગવંતને બેસવાના સ્થાને ઉચિત રીતે ગોઠવાઈ જાય છે. 4. ભગવંત જ્યારે ચાલતા હોય ત્યારે ભગવંતની ઉપર આકાશમાં ત્રણ છત્ર ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તે ત્રણ છત્ર ભગવંતના મસ્તક ઉપર થોડેક દૂર સમુચિત સ્થાને ગોઠવાઈ જાય છે. 5. ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે તેમની આગળ જમીનથી અદ્ધર રત્નધ્વજ (ઇન્દ્રધ્વજ, ધર્મધ્વજ) ચાલે છે. સમવસરણમાં તે ઉચિત સ્થાને ગોઠવાઈ જાય છે. 6. ભગવંત ચાલતા હોય ત્યારે જ્યાં જ્યાં ભગવંતના પગ પડે ત્યાં ત્યાં દેવતાઓ તે પગ પડે તે પૂર્વે જ તેની નીચે સોનાનાં કમળો ગોઠવી દે છે. નવ સુવર્ણકમળોની શ્રેણી હોય છે. તેમાં પહેલાં બે કમળો પર ભગવંતનાં પગ હોય છે, જ્યાં ભગવંત આગળ પગ ઉપાડે કે સૌથી છેલ્લું કમળ અનુક્રમે આગળ ગોઠવાતું જાય છે. આ રીતે ભગવાનની સાથે સાથે કમળો પણ પંક્તિ-બદ્ધ ચાલે છે. 7. સમવસરણમાં રત્નમય, સુવર્ણમય અને રજતમય, એમ ત્રણ મનોહર ગઢ દેવતાઓ રચે છે. 1. આ અતિશયોનાં નામ ચોથો - રોગનો અભાવ, પાંચમો - વૈરનો અભાવ, એમ અનુક્રમે જાણવા. ઇતિ - ધાન્યને હાનિકારક તીડો વગેરેનો ઉપદ્રવ. મારી - અનેકનાં એકી સાથે મરણ થવા. 2. અતિવૃષ્ટિ-નુકસાનકારક અત્યંત વરસાદ. 3. અવૃષ્ટિ-વરસાદ ન થવો. 4. દુર્ભિક્ષ- દુકાળ. 5. સ્વચકભય-પોતાના દેશમાં આંતરવિગ્રહ વગેરે. પરચક્રભય-પરરાષ્ટ્રનું આક્રમણ વગેરે. અરિહંતના અતિશયો
Page #76
--------------------------------------------------------------------------
________________ 8. સમવસરણમાં ભગવંત ચતુર્મુખ હોય છે. આ ચાર શરીરોમાં ભગવંતનું મૂળ શરીર પૂર્વ દિશામાં હોય છે, બાકીનાં ત્રણ શરીરની રચના દેવતાઓ કરે છે, પણ તે શરીરમાં ભગવંતના રૂપ જેવું જ રૂપ ભગવંતના જ અચિંત્ય પ્રભાવથી થઈ જાય છે. 9. સમવસરણના મધ્યભાગમાં અશોક વૃક્ષ હોય છે. તેનો ઉપરના ભાગનો વિસ્તાર યોજન જેટલો હોય છે. તે સંપૂર્ણ સમવસરણ ઉપર છત્ર જેવો શોભે છે. તે વિહાર વખતે ભગવંતની સાથે સાથે ઉપર આકાશમાં ચાલે છે. 10. ભગવંત ચાલતા હોય ત્યારે માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ (નીચી અણીવાળા) થઈ જાય છે. 11. ભગવંત ચાલતા હોય ત્યારે માર્ગની બંને બાજુ રહેલાં વૃક્ષો નમી જાય છે, જાણે ભગવંતને વંદન ન કરતાં હોય ! 12. આકાશમાં દુંદુભિ-નાદ થાય છે. 13. પવન અનુકૂળ વહે છે, તેથી સૌને સુખકારક લાગે છે. 14. ભગવંત ચાલતા હોય ત્યારે ઉપર આકાશમાં પક્ષીઓ પ્રદક્ષિણા આપે છે. 15. ભગવંત જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં ઊડતી ધૂળ વગેરેને શમાવવા માટે દેવતાઓ સુગંધી જળની મંદ મંદ વર્ષા કરે છે. 19. ભગવંત જ્યાં વિદ્યમાન હોય ત્યાં ચારે બાજુ દેવતાઓ અનેક વર્ણવાળા મનોહર અને સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરે છે. 17. દીક્ષા સમયથી ભગવંતનાં કેશ, રોમ, દાઢી અને નખ વધતાં નથી. સદા એકસરખાં રહે છે. 18. ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ ભગવંતની સમીપમાં સેવા માટે સમુપસ્થિત હોય છે. 19. સર્વ ઋતુઓ અને પાંચ ઇન્દ્રિયોના અર્થો (વિષયો) અનુકૂલ થઈ જાય છે, એટલે કે છએ ઋતુઓ પોતાની સર્વ પુષ્પ વગેરે સામગ્રીની સાથે પ્રગટ થાય છે અને ઇન્દ્રિયોના મનોહર વિષયોનો પ્રાદુર્ભાવ થાય છે. ભગવંતની હાજરીમાં પ્રતિકૂળ વિષયો (કુરૂપતા વગેરે) હોતા નથી. આ રીતે અહીં દરેક અતિશયનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે, દરેક અતિશયનું વિશેષ વર્ણન આગળ ક્રમશઃ આપવામાં આવશે. અરિહંતના અતિશયો 63
Page #77
--------------------------------------------------------------------------
________________ વિષય પ્રવેશ-૩ (આઠ મહાપ્રાતિહાર્યો) સમગ્ર જિન પ્રવચનનો સાર શ્રી નવકાર મંત્ર છે, તેનો સાર શ્રી અરિહંતપદ છે અને તેનો પણ સાર અરિહંતપદના 12 ગુણ છે. આ બાર ગુણોમાં પહેલા આઠ ગુણો તો આઠ પ્રાતિહાર્યો જ છે અને બાકીના ચાર મૂલાતિશયો છે : પૂજા અતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય અને અપાયાપગમાતિશય. એ દૃષ્ટિએ શ્રી જિનશાસનમાં આ પ્રાતિહાર્યો અને અતિશયોનું બહુ જ મહત્ત્વનું સ્થાન છે. આ જે ઉપર ચાર અતિશયો કહ્યા તેમાં પૂર્વે કહેલા ચોત્રીશ અતિશયો સમાઈ જાય છે. તેમાં દેવકૃત સર્વ અતિશયો અને અપેક્ષાએ સર્વ પ્રાતિહાર્યો પણ ભગવંતના પૂજાતિશયમાં સમાઈ જાય છે. ભગવંતના વચનને લગતા જે અતિશયો છે, તે સર્વ વચનાતિશયમાં સમાઈ જાય છે. ભગવંતના અસ્તિત્વમાત્રથી તેમનાં સંનિધાનમાં જીવોના જે સંશય એકીસાથે સમકાળે નાશ પામે છે, તે જ્ઞાનાતિશયનો મુખ્ય ગુણ છે. પ્રાયઃ કર્મક્ષયજ સર્વ અતિશય અપાયાપગમ અતિશયમાં સમાઈ જાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજ જેન તત્ત્વાદર્શમાં કહે છે કે - 'प्रथम बारह गुण लिखते हैं / अशोक वृक्षादि अष्ट महाप्रातिहार्य तथा चार मूलातिशय एवं सर्व बारह गुण हैं / तिसमें चार मूलातिशय का नाम लिखते हैं - 1. ज्ञानातिशय, 2. वागतिशय, 3. अपायापगमातिशय, 4. पूजातिशय / 1. ચાર મૂલાતિશયોનો આ ક્રમ લોકપ્રકાશ (સર્ગ-૩૦, પૃ. 314) મુજબ આપેલ છે. તે આ રીતે છે : चत्वारोऽतिशयाश्चान्ये तेषां विश्वोपकारिणां / पूजा 1 ज्ञान 2 वचो 3 ऽपायापगमाख्या 4 महाद्भुताः / / 17 / / अष्टकं प्रातिहार्याणां चत्वारोऽतिशयाः / इत्येवं द्वादश गुणा अर्हतां परिकीर्तिताः / / 18 / / તે વિશ્લપકારી અરિહંત ભગવંતોના મહાઅદ્ભુત એવા બીજા (મૂલ) ચાર અતિશયો. 1. પૂજાતિશય, 2. જ્ઞાનાતિશય, 3. વચનાતિશય અને 4. અપાયાપગમાતિશય એ નામના છે. આઠ પ્રાતિહાર્યા અને આ ચાર અતિશયો એમ અરિહંતોના 12 ગુણ શાસ્ત્રોમાં કહેવાયા છે. 2. ભાગ-૧, પૃ. 37, 64 અરિહંતના અતિશયો
Page #78
--------------------------------------------------------------------------
________________ तत्र प्रथम ज्ञानातिशय का स्वरूप कहते हैं / केवलज्ञान, केवलदर्शन करी भूत, भविष्य वर्तमानकाल में जो सामान्य विशेषात्मक वस्तु है, तिसको तथा 'उत्पादव्ययध्रौव्ययुक्तं सत्' - तिकाल सम्बन्धी जो सत् वस्तु का जानना तिसका नाम ज्ञानातिशय है / दूजा वचनातिशय - तिसमें भगवंत का वचन पैंतीस अतिशय करी संयुक्त होता है / ... तीसरा अपायापगमातिशय-एतावता उपद्रव निवारक है / और चौथा पूजातिशय अर्थात् भगवान तीन लोक के पूजनीक / इन दोनों अतिशयों के विस्तार रूप चौंतीस अतिशय हैं / સર્વ સ્થળોમાં અરિહંત ભગવંતના મુખ્ય ગુણો તરીકે અતિશય અને પ્રાતિહાર્યો જ લેવામાં આવ્યા છે. દા.ત. શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્ધાર પૂજનવિધિમાં નવપદોના પૂજનમાં દરેક પદનું વિશિષ્ટ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ત્યાં અરિહંત પદ વિશે કહ્યું છે કે - ____ॐ ह्रीं सप्रातिहातिशयशालिभ्यः अर्हद्भ्यो नमः / પ્રાતિહાર્યો અને અતિશયોથી શોભતા અરિહંતોને નમસ્કાર. પ્રતિમાઓની અંદર પણ જે પરિકર સહિત પ્રતિમાઓ હોય છે, તે અરિહંત અવસ્થાની પ્રતિમાઓ કહેવાય છે અને પરિકર રહિત જે પ્રતિમાઓ હોય છે, તે સિદ્ધ અવસ્થાની પ્રતિમાઓ કહેવાય છે. પ્રાયઃ બધા જ પરિકરોની કોતરણીમાં આઠેય પ્રાતિહાર્યો દર્શાવવામાં આવેલા હોય છે. એ પ્રાતિહાર્યો જ સૂચવે છે કે આ અરિહંત અવસ્થાની પ્રતિમા છે. આ રીતે શ્રી અરિહંતના 12 ગુણોમાં આઠ પ્રાતિહાર્યોને સર્વ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આઠ પ્રાતિહાર્યોનું વર્ણન શ્રી અભિધાનચિંતામણિમાં ક્રમશઃ ન હોવાથી અને શ્રી નેમિચંદ્રસૂરિના રચિત પ્રવચન સારોદ્ધાર અને શ્રી દેવભદ્રસૂરિના શિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિ કૃત તત્ત્વવિકાશિની નામની પ્રવચન સારોદ્ધારની ટીકામાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન વિશદ હોવાથી એ બે ગ્રંથોને આધારે અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે બીજા ગ્રંથોમાં આવતી એ વિષયની વિશેષતાઓ પણ સંકલિત કરી લેવામાં આવી છે. જો કે શ્રી વીતરાગસ્તવના પ્રકાશ પાંચમામાં પ્રાતિહાર્યોનું ક્રમશઃ વર્ણન 1. અહીં વાણીના 35 અતિશયોનું વર્ણન છે, તે દ્વિતીય કર્મક્ષયજ અતિશયમાં આપેલ વર્ણન મુજબ જાણવું. 2. અહીં છેલ્લા બે મૂલાતિશયોમાં 34 અતિશયોનો સમાવેશ કરેલ છે. (પૃ. 79) 3. આ પછી જેન તત્ત્વાદર્શમાં 34 અતિશયો સંક્ષેપમાં લખ્યા છે. અરિહંતના અતિશયો
Page #79
--------------------------------------------------------------------------
________________ છે, પણ તે સ્તુતિરૂપે હોવાથી તેને પરિશિષ્ટમાં લીધેલ છે. શ્રી જિનશાસનમાં શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર, લોકપ્રકાશ, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથો પદાર્થસંગ્રહની દૃષ્ટિએ અજોડ ગ્રંથો છે. તેમાં આઠ મહાપ્રાતિહાર્યોના વર્ણનમાં શ્રી પ્રવચનસારોદ્વાર પોતાની આગવી વિશેષતા ધરાવે છે. એ આકરગ્રંથમાં અનેક પદાર્થોને વિષયવાર નિરૂપવા માટે સ્વતંત્ર દ્વારો છે. તેમાંથી ૩૯મા દ્વારમાં આઠ મહાપ્રાતિહાર્યોનું વર્ણન છે. તેમાં એક જ ગાથામાં આઠેઆઠ પ્રાતિહાર્યોને આગમિક પ્રાકૃત શૈલીમાં આ રીતે રજૂ કરવામાં આવ્યા છે : कंकिल्लि कुसुमवुट्ठी, देवज्झुणि चामराऽऽसणाइं च / भावलय भेरि छत्तं, जयंति जिणपाडिहेराई / / આ વિષયમાં શાસ્ત્રોમાં સંસ્કૃત ગાથા આ રીતે મળે છે : अशोकवृक्षः सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासनं च, भामण्डलं दुन्दुभिरातपत्र, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् / / પ્રાતિહાર્ય શબ્દની વ્યાખ્યા કરતાં પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે : प्रतिहारा इव प्रतिहाराः सुरपतिनियुक्ता देवास्तेषां कर्माणि-कृत्यानि प्रातिहार्याणि / / દેવેન્દ્ર નિયુક્ત કરેલા જે દેવતાઓ પ્રતિહાર-સેવકનું કામ કરે છે, તેઓને ભગવંતના પ્રતિહાર (સેવક) કહેવામાં આવે છે. તેઓ દ્વારા ભગવંતની ભક્તિ નિમિત્તે નિર્મિત કરાયેલ અશોકવૃક્ષ વગેરેને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. પ્રતિહાર શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે - પ્રત્યે હરતિ સ્વામિપાર્ષમાનતિ (પ્રતિ + 8 + 1) દરેકને સ્વામી પાસે લઈ આવે તે પ્રતિહાર, દ્વારપાળ, બારણાં આગળ પહેરો ભરનાર, બારણાંનો રક્ષક. 1. ગાથા-૪૪૦. અર્થ : અશોક વૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્રત્રય એ જિન પ્રાતિહાર્યો સંદા જય પામે છે. 2. આ ગાથાનો અર્થ સરલ છે. આતપત્ર એટલે છત્ર. લોકપ્રકાશમાં શ્લોક આ રીતે મળે છે : अशोकद्रुः पुष्पराशिः सद्ध्वनिश्चामरासने / . છત્ર સામાનં મેરી પ્રાતિહાર્યા રાય: - સ. 30, પૃ. 311 66 અરિહંતના અતિશયો
Page #80
--------------------------------------------------------------------------
________________ પ્રતિહારનો બીજો અર્થ દ્વાર, દરવાજો, બારણું વગેરે પણ થાય. પાફકસમદUUવો માં પ્રાતિહાર્ય શબ્દનો અર્થ આ રીતે કરવામાં આવ્યા છે. 1. દેવતાકૃત પ્રતિહાર કર્મ, 2. દેવસાંનિધ્ય. માટે રચ્યા છે કે આ પ્રાતિહાર્યો જગતના લોકોને સ્વામી પાસે લઈ આવે - એટલે કે જગતના લોકોને એ સુવિદિત થાય કે આ ‘ત્રિભુવન રાજરાજેશ્વર દેવાધિદેવ ભગવાન શ્રી અરિહંત પરમાત્મા છે, તેથી ઉપાસ્યતમ છે.' જેમ રાજાના છત્ર, ચામર, સિંહાસન વગેરે રાજચિહ્નો હોય છે, તેમ ત્રિભુવનરાજરાજેશ્વર દેવાધિદેવ ભગવાન તીર્થંકરનાં 15 છત્ર', અનેક દેવો વડે વીંઝાતા ચામરો, ચાર સિંહાસનો વગેરે લોકોત્તર રાજચિહ્નો છે. જેમ છત્ર, ચામર, સિંહાસન વગેરે ચિહ્નો રાજાના અસ્તિત્વને કહેનારા પ્રાતિહાર-છડીદાર જેવાં છે, તેમ અશોક વૃક્ષ વગેરે આઠ પણ પ્રતિહારનું કાર્ય કરતા હોવાથી ભગવંતના અસ્તિત્વના સૂચક એ અપેક્ષાએ જ લોકપ્રકાશમાં પ્રથમ પ્રાતિહાર્ય અશોક વૃક્ષનું વર્ણન કરતાં કહ્યું છે કે : અત્યંત શોભાવાળો અશોક વૃક્ષ એક યોજન વિસ્તૃત હોય છે. તેના ચંચલ (હાલતાં) નવકોમળ પાંદડાં જોતાં એવું લાગે છે કે : તે હાથના અગ્રભાગ વડે ભવ્ય જીવોને સમવસરણમાં વિરાજમાન અથવા વિહાર વગેરેથી ભૂમિકલને પાવન કરતા શ્રી જિનેન્દ્ર પરમાત્માની પાસે આવવા જાણે આમંત્રણ ન આપતો હોય ! દેવતાઓ એક એવો અશોક વૃક્ષ બનાવે છે, એક એવી પુષ્પવૃષ્ટિ કરે છે, એવા વાજિંત્રનાદો ભગવંતની વાણી સાથે સુરબદ્ધ કરે છે, એવી રીતે ચામરો વીંઝે છે, એવું સિંહાસન રચે છે, સમવસરણમાં એવા ત્રણ ભામંડલ રચે છે, આકાશમાં એવો દુંદુભિનાદ કરે છે અને એવાં ત્રણ છત્ર રચે છે કે જગતમાં કોઈ પણ દેવેન્દ્ર કે ચક્રવર્તી માટે પણ ત્રણે કાળમાં કદાપિ ન રચાયાં હોય. આ બધી વસ્તુઓને જોતાં જ ભવ્ય જીવોને એમ થઈ જાય છે કે - 1. ચાર દિશામાં 3-3 અને ઊર્ધ્વ દિશામાં 3 એમ 15. અન્નમસ્કારાવલિકામાં કહ્યું છે કે - નમો પંજીયાસોદિગા રિહંતા - પંદર છત્ર રત્નોથી સુશોભિત અરિહંતોને નમસ્કાર. - ન. સ્વા. પ્રા. વિ. પૃ. 190. 2. અશોક વૃક્ષ: શ્રીજો ભવેત્ યોગનવિસ્તૃત: | રાલ્વત્રિવ - લોક. પ્ર. સ. 30, પૃ. 312. અરિહંતના અતિશયો 67
Page #81
--------------------------------------------------------------------------
________________ જગતના સાચા સ્વામી આવા ઐશ્વર્યવાળા આ એક જ છે.” પ્રાતિહાર્યો પણ એક જાતના અતિશયો જ છે, તેથી અતિશય શબ્દના પૂર્વે કરેલ બધા જ અર્થો અહીં લાગુ પડે છે. તેથી અશોક વૃક્ષ વગેરે પ્રત્યેક પ્રાતિહાર્ય સુંદરતા વગેરે ગુણોથી યુક્ત કોઈ પણ ઉત્તમ વૃક્ષ વગેરે કરતાં અનંતગુણ અધિક ઉત્તમ હોય છે, દરેક પ્રાતિહાર્યને આ હકીકત લાગુ પડે છે. ઇન્દ્રનાં પોતાનાં ઉદ્યાનોમાં પણ આવું સુંદર વૃક્ષ હોતું નથી. બીજું, આ વસ્તુઓ દેવતાઓ બનાવે છે. છતાં પણ બને છે ભગવંતના પ્રભાવથી. બધા જ દેવતાઓ મળીને ભગવંતની હાજરી વિના પોતાની સર્વ શક્તિ વડે એક સુંદર અશોક વૃક્ષ બનાવે તો પણ તે એક જ દેવતાએ ભગવંતના અતિશય તરીકે બનાવેલ અશોક વૃક્ષ કરતાં શોભા વગેરેમાં અનંત ગુણહીન હોય, કારણ કે આ અશોક વૃક્ષ તે ભગવંતનો અતિશય છે. આ રીતે અતિશય પદના બધા જ અર્થોની ઘટના પૂર્વે બતાવેલ રીતે કરી લેવી. લલિત વિસ્તરામાં માવંતા પદની વ્યાખ્યામાં કહ્યું છે કે - समग्नं चैश्वर्यं भक्तिनम्रतया त्रिदशपतिभि: शुभानुबन्धिमहाप्रातिहार्यकरणलक्षणम् / ભગવંતનું સમગ્ર ઐશ્વર્ય એટલે ભક્તિથી અતિનમ્ર બનેલા દેવેન્દ્રો વડે શુભાનુબંધી એવા આઠ પ્રાતિહાર્યોની રચના. અહીં શુભાનુબંધી શબ્દ બહુ જ મહત્ત્વનો છે. શુભાનુબંધી એટલે પુણ્યાનુબંધી. દેવેન્દ્રો તો આ પ્રાતિહાર્ય-રચના કરીને ઉત્તરોત્તર અવિચ્છિન્ન ધારાવાળું પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જે જ છે, પણ જે કોઈ આ પ્રાતિહાર્યોના આદરભાવ અને અહોભાવપૂર્વક દર્શન કરે તે બધા જ ભવ્ય જીવો ઉત્તરોત્તર અવિચ્છિન્ન ધારાવાળું ઉત્તમ પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જે છે. ઐશ્વર્ય તો ઇન્દ્ર વગેરે પાસે પણ હોય છે, પણ તે ઐશ્વર્ય જીવોનાં હૃદયમાં ધર્મ ઉત્પન્ન ન કરી શકે, જ્યારે ભગવંતનું આ પ્રાતિહાર્ય-ઐશ્વર્ય જીવોનાં હૃદયમાં ધર્મોત્પત્તિનું પ્રધાન સાધન છે. લલિતવિસ્તરામાં મજાવંતા પદની અવતરણિકામાં કહ્યું છે કે - एते चार्हन्तो नामाद्यनेकभेदा: 'नाम स्थापनाद्रव्यभावतस्तत्र्यासः' (तत्त्वार्थ. अ. 1 सू. 5) इति वचनात् तत्र भावोपकारकत्वेन भावार्हत्संपत् परिग्रहार्थमाह - 'भगवद्भ्य' इति / 1. સર્વેડપિ પ્રતિદીતિશવિશેષ: | - વી. સ. પ્ર. 5, શ્લોક-૯, અવ. 2. લ. વિસ્ત, પૃ. 17. 3. ‘શુભાનુબંધિ'નો અર્થ પુણ્યાનુબંધિ ઉપરાંત “શુભસંસ્કારાનુબંધિ' પણ લઈ શકાય, કેમ કે 8 પ્રાતિહાર્યના દર્શન, પ્રશંસા-સ્તુતિ સ્મરણ આદિ કરનાર જીવ એવા શુભ સંસ્કાર પણ ઊભા કરે છે કે જે એને ભાવિમાં વિશેષ શુભ ભાવો આપે. 4. લ. વિ. પૃ. 16. 68 અરિહંતના અતિશયો
Page #82
--------------------------------------------------------------------------
________________ આ અરિહંતોના નામઅરિહંત વગેરે અનેક પ્રકારો છે. શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે કે - નામસ્થાપનાદિવ્યમાવતતા : (અ. 1 સૂ. 5) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તેનો ન્યાસ કરવો. તાત્પર્ય કે ઓછામાં ઓછા અરિહંતના ચાર પ્રકાર તો વિચારવા જ. તે આ રીતે નામઅરિહંત, સ્થાપનાઅરિહંત, દ્રવ્યઅરિહંત અને ભાવઅરિહંત. તેમાં ભાવઉપકાર કરનાર ભાવઅરિહંતની જે સંપત્તિ (પ્રાતિહાર્યાદિ ઐશ્વર્ય)ને કહેનારું આ ભગવંતા પદ છે. ભાવઉપકારની વ્યાખ્યા કરતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે - __ भावुवयारो सम्पत्तनाणचरणेसु जमिह संठवणं / ભાવઉપકાર=સમ્યક્ત, જ્ઞાન અને ચારિત્રમાં બીજા જીવોને જે સ્થાપવા, તે તેમના ઉપરનો ભાવઉપકાર છે. ભાવઉપકાર કરનારી હોવાથી ભગવંતની પ્રાતિહાર્યાદિ સંપત્તિ એ શ્રી ભગવંતનું અંક લોકોત્તર ઐશ્વર્ય છે. આ પ્રાતિહાર્યાદિ-સંપત્તિના કારણે લોકોને ભગવંતની સંપૂર્ણ પ્રભુતાના દર્શન થાય છે. એથી જ કલ્યાણ મંદિર સ્તોત્રમાં દુંદુભિ મહાપ્રાતિહાર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે - भो भोः प्रमादमवधूय भजध्वमेन - मागत्य निवृतिपुरी प्रति सार्थवाहम् / एतनिवेदयति देव ! जगत्त्रयाय, मन्ये नदनभिनभः सुरदुन्दुभिस्ते / / હું (સ્તોત્રકાર) માનું છું કે આકાશમાં નાદને કરતી આપની દેવદુંદુભિ ત્રણે જગતને કહે છે - 1. નામ અરિહંત - અરિહંતના પર્યાયવાચક શબ્દો જેમ કે જિન, અહમ્, પારગત વગેરે અથવા ઋષભ, અજિત વગેરે અરિહંતનાં નામો. નામ અરિહંતની ઉપાસના એટલે અરિહંત, ઋષભ વગેરે નામનું સ્મરણ. તેનાથી આત્મા પવિત્ર થાય છે. સ્થાપના અરિહંત - અરિહંત ભગવંતની પ્રતિમાઓ. દ્રવ્ય અરિહંત - જે આત્માઓ અરિહંત પદવીને પીને સિદ્ધ થયા છે, તે આત્મા અને જેઓ અરિહંત પદ પામશે તે જીવો. ભાવ અરિહંત - અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સમૃદ્ધિને સાક્ષા અનુભવતા કેવલી અરિહંતો. અરિહંતની ભાવાવસ્થાનું ધ્યાન તે રૂપ ધ્યાન કહેવાય છે. તે ધ્યાનમાં પ્રાતિહાય અને અતિશયોનું ધ્યાન અવશ્ય કરવાનું હોય છે. અરિહંતના અતિશયો GC
Page #83
--------------------------------------------------------------------------
________________ હે લોકો ! નિવૃતિપુરી (મોક્ષપુરી) પ્રત્યેના આ સાર્થવાહ (જિનપતિ)ની પાસે આવીને પ્રમાદનો સર્વથા ત્યાગ કરીને તેમની સેવા કરો. આટલા વર્ણનથી સમજાશે કે - ભગવંતનું પ્રાતિહાર્યાદિ ઐશ્વર્ય જીવોને ભગવંતની સમીપમાં લાવનારું અને ભગવંતને ઓળખાવનારું પરમ સાધન છે. શુક્લ ધ્યાનમાં પ્રથમ બે પાયાનું ધ્યાન સંપૂર્ણ થતાં જ ભગવંતને ઘાતકર્મનો ક્ષય થાય છે અને લોક તથા અલોકના સર્વભાવોને સંપૂર્ણ રીતે પ્રતિક્ષણ જાણનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારથી જ ભગવંત વાસ્તવિક અર્થમાં જગતના પૂજ્ય અહંત કહેવાય છે. તે જ સમયે પૂર્વે ત્રીજા ભવમાં બાંધેલું તીર્થકર નામકર્મ ઉદયમાં આવે છે. તે જ ક્ષણે દેવેન્દ્રોનાં આસન કંપિત થાય છે. આસનકંપથી તેઓ જાણે છે કે - ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે જ ક્ષણે ચોસઠ દેવેન્દ્રો પોતપોતાના પરિવારથી સહિત કેવલજ્ઞાનની ઉત્પત્તિના સ્થાને આવે છે. તે પછી ત્યાં દેવતાઓ સમવસરણ રચે છે. તેમાં આઠ પ્રાતિહાર્યોની રચના વગેરે થાય છે. સમવસરણ ન હોય ત્યારે પણ આઠ પ્રાતિહાર્યો તો નિયત જ હોય છે. ભગવંતની પ્રાતિહાર્યાદિ સંપત્તિ જોઈને ભવ્ય જીવોને અનેક જાતના પવિત્ર ભાવો જાગે છે. યુગાદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવંતની માતા મરુદેવીને ભગવંતની પ્રાતિહાર્યાદિ લક્ષ્મી જોઈને જ ક્ષેપક શ્રેણી ઉપર આરૂઢ થવા યોગ્ય વિચારધારા ઊભી થઈ હતી. ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમ ઇન્દ્રભૂતિને સમવસરણના સોપાને આવતાં અને ભગવંત પર દૃષ્ટિ પડતાં જ વિચાર આવ્યો હતો કે - કોણ છે આ ? બ્રહ્મા ? વિષ્ણુ ? સદાશિવ ? શંકર ? ચિંદ્ર છે ? ના, ચંદ્ર તો કલંકવાળો છે. સૂર્ય છે ? ના, સૂર્યનું તેજ તો તીવ્ર હોય છે. મેરુ છે ? ના, મેરુ તો કઠણ હોય છે. વિષ્ણુ ? ના, તે તો શ્યામ હોય છે. બ્રહ્મા છે ? ના, તે તો જરાથી યુક્ત હોય છે. કામદેવ છે ? ના, તે તો અંગ રહિત હોય છે. જાણ્યું, આ તો દોષ રહિત અને સર્વગુણ સંપન્ન છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર દેવ છે.' 1. વિશેષ માટે જુઓ લો. પ્ર. સ. 30, પૃ. 253/4. 2. यदापि न स्यात्समवसरणं स्यात्तदापि हि वक्ष्यमाणं प्रातिहार्याष्टकं नियतमहताम / - લોક પ્ર. સ. 30, પૃ. 311 3. પ્રમો: છત્રામરાિં પ્રતિહાર્યનક્ષ્મી નિરીક્ષ્ય વિધાનસ - કલ્પ. સુબો. બા. 7, પૃ. 178. 4. કલ્પ. સુબો. બા. 6, પૃ. 130. 70 અરિહંતના અતિશયો
Page #84
--------------------------------------------------------------------------
________________ આ રીતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં સમવસરણની ઋદ્ધિ જોઈને જ અગિયારે અગિયાર ગણધરો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વીતરાગસ્તવમાં ઠીક જ કહ્યું છે કે - एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव / વિત્રીયને ન ટર્કી, નાથ ? મિથ્યાદશપિ દિવ-દ્દાઓ હે નાથ ! આ તમારી ચમત્કારક પ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને કયા મિથ્યાદૃષ્ટિ જીવો પણ ચમત્કારને પામતા નથી ? ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગાયું છે કે - દિવ્ય ધ્વનિ સૂરફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. સિંહાસન અશોક, બેઠા મોહે લોક; આજ હો સ્વામી રે શિવગામી, વાચક યશ થપ્પોજી. શ્રી દેવચંદ્રજી કહે છે : પ્રાતિહારજ અતિશય શોભા, તે તો કહી ન જાય જી; ધૂક બાલકથી રવિકરભરનું, વર્ણન કેણી પેરે થાય છે. ભક્તામરસ્તવમાં પણ કહ્યું છે કે : इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र ! धर्मोपदेशविधौ न तथा परस्य / यादृक् प्रभा दिनकृत: प्रहतान्धकारा, तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि / / આ રીતે હે જિનેન્દ્ર ! ધર્મના ઉપદેશના સમયે તમારી જેવી વિભૂતિ હોય છે, તેવી બીજા અરિહંતના અતિશયો 72
Page #85
--------------------------------------------------------------------------
________________ કોઈની પણ હોતી નથી. અંધકારનો સંપૂર્ણ રીતે નાશ કરનારી જેવી પ્રભા દિનકર (સૂર્ય)ની હોય તેવી વિકસ્વર એવા પણ ગ્રહગણોની ક્યાંથી હોય ? આ રીતે પ્રાતિહાર્યાદિ લક્ષ્મીને ઉદ્દેશીને અનેક મહાપુરુષોએ શું શું કહ્યું છે, તેનો એક વિશાળ ગ્રંથ થઈ શકે તેમ છે. સ્થળસંકોચને કારણે અહીં ફક્ત થોડાંક જ અવતરણો આપ્યાં છે. સૌથી સુંદર વર્ણન શ્રી મહાનિશીથ સૂત્રમાં પ્રાપ્ત થાય છે, તે આ રીતે : ભગવંતનાં અત્યંત કાંત (મનોહર), દીપ્ત (દેદીપ્યમાન) અને ચારુ (સુંદર) પગના અંગૂઠાના અગ્રભાગનું પણ રૂ૫ એટલું બધું અતિશયવાળું હોય છે કે સૂર્ય જેમ દશે દિશાઓમાં સ્કુરાયમાન પોતાનાં કિરણોના તેજ વડે સર્વ ગ્રહો, નક્ષત્રો, ચન્દ્ર અને તારાઓના સમૂહનાં તેજને ઢાંકી દે છે, તેમ તે પગના અંગૂઠાના અગ્રભાગના સૌભાગ્ય વગેરેની આગળ વિદ્યાધર દેવીઓ, દેવેન્દ્રો, અસુરેન્દ્રો વગેરે સર્વ દેવોનાં સૌભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય વગેરે સર્વ રૂપલક્ષ્મી નિસ્તેજ બની જાય છે. આ મહાન રૂપલક્ષ્મી સ્વાભાવિક, કર્મક્ષયજ અને દેવકૃત એવા પ્રવર, નિરુપમ, અસામાન્ય વિશેષ અતિશયો, દેહ ઉપરનાં 1008 લક્ષણો વગેરેનું દર્શન થતાં જ ભવનપતિ- વાણવ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક-અહમિન્દ્ર-ઇન્દ્ર-કિન્નર-વિદ્યાધર વગેરે સર્વ દેવદેવીઓને એમ થઈ જાય છે કે - __'अहो अहो अहो अज्ज अदिट्ठपुव्वं दिट्ठमम्हेहिं, इणमो सविसेसाउलमहंताचिंतपरमच्छेरयसंदोहं समकालमेवेगटुं समुइयं दिटुं / ' અહો ! અહો !! અહો !!આજે અમે પૂર્વે કદી પણ ન જોયું હોય એવું જોયું ! આ - તો અત્યંત વિશિષ્ટ પ્રકારનાં, અતુલ્ય, મહાન અને અચિંત્ય એવા પરમ આશ્ચર્યોનો સમૂહ એક જ કાળે એક જ જગ્યાએ એકત્ર થયેલ અમે જોયો ! આ વિચારની સાથે જ તે દેવદેવીઓને તે જ ક્ષણે ઘન (ગાઢ), નિરંતર, વિપુલ પ્રમોદ થાય છે. એ વખતે તેઓને હર્ષ, પ્રીતિ, અનુરાગ વગેરેથી પવિત્ર એવાં નવી નવી આત્મવિશુદ્ધિના વિશેષ પરિણામો જાગે છે. તે પરિણામોના આવેગમાં તેઓ એકબીજાને આ અતિશયો અને પ્રાતિહાર્યો વિશે કહે છે કે - “ખરેખર આ મહાન મહોત્સવ છે ! 1. ગાથા-૩૩, 44 ગાથાના સ્તોત્રની અપેક્ષાએ. 2. વિશેષ માટે જુઓ ન. સ્વા. પ્રા. વિ. રિમનિસીદસુત્તાસંમો પૃ. 45 46. આ સંપૂર્ણ સંદર્ભ વિશેષ જિજ્ઞાસુઓ માટે અવશ્ય વાંચવા જેવો છે. 72 અહિંતના અતિશયો
Page #86
--------------------------------------------------------------------------
________________ મહાન ! મહાન ! મહાન !!!'' આ રીતે પ્રાતિહાર્યોના સાક્ષાત્ દર્શનથી જાગેલા ભાવો વિશે પણ અનેક ગ્રંથોમાં અનેક વર્ણન મળે છે. તે બધાં સ્થળસંકોચના કારણે અહીં આપ્યાં નથી. ભગવંતના વિરહમાં પ્રાતિહાર્યોનું ધ્યાન પરમ ઉપયોગી છે. તેથી સાચા ભગવંત સમજાય છે, ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે અને આત્મવિશુદ્ધિના ઉત્તરોત્તર ચડિયાતા ભાવો જાગે છે. પૂર્વાચાર્યોએ ઘણા સ્તોત્રોમાં પ્રાતિહાર્યો સ્તવ્યા છે. તે સ્તવો પણ પ્રાતિહાર્યોના ધ્યાનમાં સુંદર સાધન છે, ખાસ કરીને કલ્યાણ મંદિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર અને વીતરાગસ્તવમાં પ્રાતિહાર્યોનું વર્ણન બહુ જ ભાવવાહી છે. પૂર્વે શ્રી ભુવનસુંદરસૂરિનું અવતરણ આપણે વાંચી ગયાં છીએ. તેમાં કહ્યું છે કે, દેદીપ્યમાન અતિશયો અને પ્રાતિહાર્યોથી સહિત ભગવંતનું ધ્યાન ધ્યાતાને ઇતા ભાજન બનાવે છે. તે આઠ મહાપ્રાતિહાર્યોનાં નામો અનુક્રમે આ રીતે છે : પ્રથમ મહાપ્રાતિહાર્ય અશોકવૃક્ષ બીજું મહાપ્રાતિહાર્ય પુષ્પવૃષ્ટિ ત્રીજું મહાપ્રાતિહાર્ય દિવ્યધ્વનિ ચોથું મહાપ્રાતિહાર્ય ચામરો પાંચમું મહાપ્રાતિહાર્ય સિંહાસન છઠ્ઠ મહાપ્રાતિહાર્ય ભામંડલ સાતમું મહાપ્રાતિહાર્ય દુદુભિ આઠમું મહાપ્રાતિહાર્ય ત્રણ છત્ર દરેક મહાપ્રાતિહાર્યનું વર્ણન આગળ વિસ્તારથી આપેલું છે. સર્વ જીવોને પ્રાતિહાર્યો અને અતિશયોથી સહિત એવા ભગવાન તીર્થકરનાં રો!! ! દર્શન થાઓ, એ જ મંગલ કામના. - લખન 1. અહીં શ્રી મહાનિશીથ સૂત્રનું અવતરણ પૂરું થાય છે. અરિહંતના અતિશયો
Page #87
--------------------------------------------------------------------------
________________ મધ્યમંગલ ચાર જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણીસ દેવકૃત, એમ ચોત્રીસ અતિશયોને હું વંદન કરું છું. આ ચોત્રીસ અતિશયો મેં વર્ણવ્યા છે. સર્વ દેવાધિદેવ મને શ્રુતજ્ઞાન અને બોધિ આપો. - શ્રી ઋષિભાષિત સૂત્ર 74 અરિહંતના અતિશયો
Page #88
--------------------------------------------------------------------------
________________ || અધ્યયન-૧ || ચાર સહજ અતિશયો 1. तेषां च देहोऽद्भुतरूपगंधो, निरामयः स्वेदमलोज्झितश्च / અદભુત રૂપ અને સુગંધવાળું તથા રોગ, પ્રસ્વેદ અને મલથી રહિત શરીર. 2. શ્વાસોડાન્યા ! કમલસમાન સુગંધી શ્વાસોચ્છવાસ. 3. रुधिरामिषं तु गोक्षीरधाराधवलं ह्यविस्रम् / ગાયના દૂધની ધારા સમાન ધવલ અને દુર્ગધ વિનાનાં માંસ અને રક્ત. 4. ગાદાનીદારવિધિત્ત્વદર: આહાર અને નીહાર (શૌચ)ની ક્રિયા અદૃશ્ય. चत्वार एतेऽतिशया सहोत्थाः / આ ચાર સહજ અતિશયો છે. પ્રથમ સહજાતિશય અદ્ભુત રૂપ અને સુગંધવાળું, રોગ, સ્વેદ અને મલથી રહિત શરીર. तेषां च देहोऽद्भूतरूपगन्यो, निरामयः स्वेदमलोज्झितश्च / તે તીર્થકર ભગવંતનું શરીર અભુત રૂપવાળું, અદ્ભુત ગંધવાળું, રોગ રહિત, સ્વેદ રહિત અને મલરહિત હોય છે. અહીં શરીરનાં પાંચ વિશેષણો દર્શાવ્યાં છે : 1. અભુત રૂપવાળું 2. અદ્ભુત ગંધવાળું 1. અ. ચિ. કાં. 1 શ્લો. 56-57. 2. તેષાં તે તીર્થકર ભગવંતોનું. 3, સ્વેદ-પરસેવો. 4. અ. ચિ. કાં. 1 શ્લો. પ૭. અરિહંતના અતિશયો ૭પ
Page #89
--------------------------------------------------------------------------
________________ 3. રોગરહિત 4. સ્વદરહિત અને 5. નિર્મલ આ પાંચે વિશેષણોને આપણે ક્રમશઃ વિચારીશું. 1. અભુત રૂપવાળું શરીર : અભુત એટલે લોકોત્તર. શ્રી તીર્થકર ભગવંતના શરીરનું રૂપ લોકાતર હોય છે, એટલે કે શ્રી તીર્થકર ભગવંતનું રૂપ લોકમાં સૌથી ઉત્તમ હોય છે. ભગવંતના જેવું રૂપ સંપૂર્ણ જગતમાં બીજા કોઈનું પણ હોતું નથી. લોકપ્રકાશમાં કહ્યું છે કે - જગતમાં પ્રથમ નંબરનું રૂપ શ્રી તીર્થકર ભગવંતનું બીજા નંબરનું રૂપ શ્રી ગણધર ભગવંતનું, ત્રીજા નંબરનું રૂપ આહારક શરીરવાળાનું અને ચોથા નંબરનું રૂપ અનુત્તર વિમાનવાસી દેવતાનું હોય છે, તે પછી અનુક્રમે ઊતરતું રૂપ ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ અને મહામાંડલિક રાજાઓનું હોય છે. તે પછી ઊતરતું રૂપ બીજા રાજાઓ વગેરેનું હોય છે. તાત્પર્ય કે - બીજા રૂપવાળાઓ કરતાં જેમનું રૂપ અનંતગણ અધિક છે, એવા અત્તર વિમાનના દેવતાઓ કરતાં અનંતગુણ અધિક રૂપ આહારક શીરીનું, આહારક શરી . કરતાં અનંતગુણ અધિક રૂપ ગણધર ભગવંતનું અને ગણધર ભગવંત કરો અનંત ગર અધિક રૂપ શ્રી તીર્થકર ભગવંતનું હોય છે. બીજી રીતે કહેવામાં આવે તો શ્રી તીર્થકર ભગવંત કરતાં અનંત ગાડીનું રૂપ છે ગણધર ભગવંતનું હોય છે. તેથી અનંત ગુણહીન રૂપ આહારક શરીરીનું હોય છે. તેથી અનંત ગુણહીન રૂપ અનુત્તર વિમાનવાસી દેવનું હોય છે, તેથી અનંત ગુણહીન રૂપ અનુક્રમે બીજા દેવતાઓ વગેરેનું હોય છે. દેવતાઓની રૂપ વિક્ર્વવાની શક્તિ અભુત હોય છે. તેઓ ધારે તે રૂપ વિફર્વી શકે, પણ ભગવંત સમાન રૂપ તેઓ કદાપિ વિકવી શકે નહીં જ્યારે તેની રૂપને વિદુર્વવાની શક્તિમાં ભગવંતનો અતિશય (પ્રભાવ) ભળે ત્યારે તેઓ ભગવંત જેવું જ રૂપ વિકર્વી શકે. 1. લોક પ્ર. કા. લા. સ. 30, પૃ. 304. 2. કોડી દવ મિલકે કરે ન સકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદ; એસા અદભુત રૂપ તિહારો, બરસત માનું અમૃત કો બુંદ. ઉપા. શ્રી યશોવિજયજી કૃત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવન સિદ્ધા. સ્ત, પૃ. 243. અરિહંતના અતિશયો
Page #90
--------------------------------------------------------------------------
________________ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે - પોતાની અદ્ભુત શક્તિથી સર્વ દેવતાઓ મળીને એક અંગુષ્ઠપ્રમાણ રૂપ વિદુર્વે અને તે રૂપને ભગવંતના અંગૂઠાની તુલનામાં મૂકવામાં આવે તા દેવનિર્મિત અંગૂઠાની તેવી સ્થિતિ થાય કે જેવી સૂર્યની સામે અંગારાની' ! એવી રીતે ભગવંતનાં સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, સાર, શ્વાસ વગેરે સર્વ લોક કરતાં અત્યંત (અનંતગુણ) ઉત્તમ હોય છે. તેનું કારણ એ છે કે તે ભગવંતને તેવા પ્રકારના વિશિષ્ટ નામકર્મનો ઉદય વર્તતો હોય છે. વજઋભિ નારાચ નામનું સંઘયણ બધા પ્રથમ સંઘયણવાળા જીવોમાં અમુક અપેક્ષાએ સમાન હોવા છતાં, તેમાં પણ તારતમ્ય હોય છે. સંપૂર્ણ વિશ્વમાં ભગવંત જેવું સમચતુરસ્ત્ર સંસ્થાન બીજા જીવોનું હોતું નથી. એવી જ રીતે ભગવંતના શરીર જેવો શ્વેત આદિ વર્ણ બીજા જીવોના શરીરમાં કદાપિ હોતો નથી. એવી જ રીતે ભગવંત જેવી ગતિ, ભગવંત જેવું સત્ત્વ, ભગવંત જેવો સાર (બલ) વગેરે બીજા જીવોમાં કદાપિ હોતાં નથી. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે - “અનેક જન્મોમાં સંચિત કરેલ સર્વશ્રેષ્ઠ પુણ્યાતિશયના પ્રભાવથી ભગવંતમાં અતુલ બલ, વીર્ય, ઐશ્વર્ય, સત્ત્વ, પરાક્રમ વગેરે હોય છે.' 1, સર્વસુરા ન વં કૃપમાનવ વિશ્વેજ્ઞા . जिणपादंगुठं पइ न सोहए तं जहिंगालो / / 569 / / - આવ. નિ. હારિ. 2, સંપથUવસંદા વિUTVIફસત્તસાર સાસા | एमाइ अणुत्तराई भवंति नामोदया तस्स / / 572 / / - આવ. નિ. હારિ. ગા. 572 દિગંબર જન્મથી 10 અતિશય માને છે. તે આ રીતે - 1. સ્વદરહિતતા, 2. નિર્મલશરીરતા, 3. દૂધ જેવું શ્વેત રુધિર, 6. વજઋષભનારાચ સંઘયણ, 5. સમચતુરસ સંસ્થાન, 7. અનુપમ રૂપ, 7, નૃપચંપકપુષ્પની ગંધરામાન ઉત્તમ ગંધને ધારણ કરવી, 8. 1008 ઉત્તમ લક્ષણ, 9. અનંતબલ અને 10. હિત, મિત અને મધુર ભાષણ. (જૈ. સિ. કો. પૃ. 141), આમાં અતિશય-૧, 2, 3, 6 અને ૭નું વર્ણન અભિધાન ચિંતામણિમાં દર્શાવેલ ચાર સહજાતિશયોનાં વર્ણનમાં સમાઈ જાય છે. વીતરાગ સ્તવની પ્ર. 5, શ્લો. 9 અવચૂર્ણિમાં કહ્યું છે કે - नन्वतिशयाश्चतुस्त्रिंशदेव ? न, अनन्तातिशयत्वात्, तस्य चतुस्त्रिंशत् संख्यानं बालवबोधाय / શું અતિશય ચોત્રીસ જ છે ? ના, અતિશયો તો અનંત છે, ચોત્રીસ સંખ્યા તો બાલ જીવોના સુબોધાર્થે શાસ્ત્રોમાં કહેવામાં આવી અવચૂર્ણિના આ ઉલ્લેખના હિસાબે દિગંબરમાન્ય તે દર્શાદશને અતિશય કહેવામાં જરા પણ બાધ નથી. અરિહંતના અતિશયો 77
Page #91
--------------------------------------------------------------------------
________________ ‘જેમ સૂર્ય દશે દિશાઓમાં પ્રકાશથી સ્કુરાયમાન પ્રકટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વ ગ્રહ, નક્ષત્ર, તારા અને ચન્દ્રની પંક્તિને નિસ્તેજ બનાવી દે છે, એવી જ રીતે ભગવંતનાં અત્યંત કાંત, દીપ્ત અને સુંદર પગના અંગૂઠાના અગ્રભાગનો રૂપાતિશય એવો હોય છે કે - તેની આગળ સર્વ ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ, દેવતાઓ, દેવીઓ, વિદ્યાધરો, વિદ્યાધરીનાં સોભાગ્ય, કાંતિ, દીપ્તિ, લાવણ્ય, રૂપ વગેરેનાં સમુદાયની બધી જ શોભા અત્યંત તુચ્છ ભાસે છે. ‘સર્વ સુંદર મનુષ્ય, દેવતાઓ, અસુરો અને તેઓની સુંદરીઓનું રૂપ, લાવણ્ય, કાંતિ, સૌંદર્ય, સૌભાગ્ય, દીપ્તિ વગેરેને એકત્ર કરી એક મહાન રાશિ બનાવવામાં આવે અને તે એક બાજુ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવંતના પગના અંગૂઠાના અગ્રભાગનો કરોડમો ભાગ મૂકવામાં આવે તો રાખનો ઢગલો જેમ કંચનગિરિની બાજુમાં શોભા ન પામે તેમ તે પણ શોભા ન પામે.” એક બાજુ ત્રણે ભુવનના તીર્થકર સિવાયના બધા લોકો એકત્ર ઊભા રાખવામાં આવે અને બીજી બાજુ એક જ તીર્થકર હોય તો પણ તે સર્વ લોકોના સર્વ ગુણો મળીને પણ ભગવંતના ગુણોના અનંતમાં ભાગ પણ ન આવે. એથી જ ભગવાન તીર્થંકર પરમ પૂજનીય છે." લોકપ્રકાશમાં કહ્યું છે કે બધા જ દેવતાઓ ભેગા થાય અને તેઓ પોતાની બધી જ શક્તિ અને બધો જ પ્રયત્ન એકત્ર કરીને ભગવંતના પગના અંગૂઠા જેવો એક જ અંગૂઠો બનાવે, તો પણ સર્વ જગતને રૂ૫ વડે સર્વ પ્રકારે જીતનારા ભગવાન શ્રી તીર્થકરના પગના અંગૂઠાની તુલનામાં, ભગવંતની સામે દુર્વાદીઓના સમૂહની જેમ, બૂઝાઈ ગયેલા અંગારા જેવો લાગે.” અતિશય કોને કહેવાય તે બરાબર સમજવા માટે ભગવંતના રૂપનું દૃષ્ટાંત બહુ જ મનનીય છે. બધા જ દેવતાઓ મળીને પણ સર્વશક્તિ અને પ્રયત્નથી પણ ભગવંતના પગના અંગૂઠા જેવો એક અંગૂઠો પણ ન બનાવી શકે, જ્યારે એક જ દેવતા ભગવંતના સંપૂર્ણ ત્રણ રૂપ બનાવી શકે. આ બે જાતનાં શાસ્ત્રવચનો સાપેક્ષ છે. અહીં પ્રથમ વિકલ્પમાં ભગવંતના અતિશયની વિદ્યમાનતા ન હોવાથી સર્વ દેવતાઓ એક અંગૂઠો પણ ન બનાવી શકે. બીજા વિકલ્પમાં એક જ દેવતા ભગવંતના પ્રભાવથી ભગવંત જેવાં જ બીજાં ત્રણ રૂપ બનાવી શકે છે. 1. મહાનિસીહ ન, વા, પ્રા. વિ. 2. લોકમ. કા. લા. સ. 32. પૃ. 303, શ્લો. 905 ક. અરિહંતના અતિશયો
Page #92
--------------------------------------------------------------------------
________________ ‘અતિશય’ શબ્દના અર્થને સમજાવતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા અભિધાનચિંતામણિની સ્વોપજ્ઞ ટીકામાં કહે છે કે -- जगतोऽप्यतिशेरते तीर्थकरा एभिरित्यतिशया: / જે ગુણો વડે તીર્થકરો સર્વ જગતથી ચડિયાતા લાગે છે, તે ગુણોને અતિશય કહેવામાં આવે છે. દા.ત. રૂપ ગુણ. જગતના સર્વ સુંદર જીવોનું રૂપ એકત્ર પિડિત કરવામાં આવે, તો જે રૂપરાશિ થાય તેના કરતાં ભગવંતનું રૂપ અનંતગુણ ચડિયાતું છે. આ 34 અતિશયોમાંનો કોઈ પણ અતિશય લો અને તેના જેવી જગતની બધી જ વસ્તુઓ ભેગી કરો, તો ભેગી કરેલી સર્વ વસ્તુઓના ગુણરાશિ કરતાં ભગવંતનો એક અતિશય અનંતગુણ અધિક ગુણવાળો જ હોય. આમાં કોઈ અપવાદ નથી. અતિશય સ્વરૂપ વરમાં જે સંપૂર્ણ જગત કરતાં ચઢિયાતાપણું આવે છે, તે ભગવંતના પ્રભાવથી અને ભગવંતના મહિમાથી જ આવે છે, એ વાત નિશ્ચિત છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - प्रतिरूपेषु यत्तेषु नाकिभिर्विहतेष्वपि / रूपं स्याद् भगवत्तुल्यं तन्महिम्नैव तध्रुवं / / 904 / / - કાલલોક સર્ગ. 30, પૃ. 303. ભગવંતના સમવસરણમાં ત્રણ પ્રતિરૂપ ભલે દેવતાઓએ બનાવ્યા હોય, તો પણ તે પ્રતિરૂપોનાં રૂપમાં જે ભગવંતના રૂપની સાથે તુલ્યતા આવે છે, તે તો નિશ્ચિત રીતે ભગવંતના મહિમાથી જ છે. દરેક અતિશયને આ ભગવંતના મહિમાનો ધુવનિયમ સદા લાગુ પડે છે. પૂર્વે રૂપનું દૃષ્ટાંત સમજાવેલ છે. વધુ સ્પષ્ટતાની ખાતર સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્યલઈએ, પ્રાતિહાર્યો પણ વિશિષ્ટ પ્રકારના અતિશયો જ છે. શ્રી તીર્થંકર ભગવંતની ભક્તિ નિમિત્તે દેવતાઓ એક યોજન સુધી જાનુપ્રમાણ જેવી પુષ્પવૃષ્ટિ કરે છે, તેવી ઉત્તમોત્તમ પુષ્પવૃષ્ટિ ભગવંતના અભાવમાં સર્વ દેવતાઓ મળીને પણ ન કરી શકે. કદાચ તેવી પુષ્પવૃષ્ટિ કરવાનો પ્રયત્ન કરે તો પણ ભગવંતના મહિમાથી પુષ્પવૃષ્ટિમાં જેવા ઉત્તમ ગુણો સિદ્ધ થયા છે, તેવા કદાપિ ન થઈ શકે. પુષ્પોને તેઓના 1. અ. ચિ. કાં. 1 ગ્લો. 58 ટીકા. 2. સર્વે પ્રતિષ્યિતિથિવિશેષા: || - વી. સ્ત, પ્ર. 5, ગ્લો. 9, અવ, અરિહંતના અતિશયો 79
Page #93
--------------------------------------------------------------------------
________________ ઉપરથી કરોડો લોકો ગમનાગમન કરવા છતાં, પીડા થતી નથી, એટલું જ નહીં, પણ પુષ્પો સમુલ્લાસ અનુભવે છે, તે કેવળ ભગવંતનો જ પ્રભાવ છે. દેવતાઓ પપ્પાની આ બાધારહિતતા અને સમુલ્લસિતતા કદાપિ સર્જિત ન કરી શકે. ભગવંતના પ્રભાવથી આ પુષ્પવૃષ્ટિ સૌને માટે જેવું સુખમય વાતાવરણ સર્જે છે, તેવું વાતાવરણ દેવતાઓ ત્રણે કાળમાં પણ ન નિર્માણ કરી શકે. શ્રી આત્મારામજી મહારાજ સત્તરભેદી પૂજામાં ગાય છે કે - ताप हरे तिहुं लोक का रे, जिन चरणे जस डेरा / શ્રી જિનેશ્વર ભગવંતના ચરણે જે પુષ્પોનો આશ્રય છે, તે પુષ્પો - તે પુષ્પવૃષ્ટિ ત્રણે લોકના તાપને (દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના તાપને) હરે છે. વિશિષ્ટ વાતાવરણને સર્જવા માટે બધી જ વસ્તુઓ જરૂરી હોય છે. ભગવંતની દેશનાને શ્રવણ કરનારા જીવોના હૃદયમાં, જીવોનાં શરીરમાં અને બાહ્ય વાતાવરણમાં શ્રવણ માટેની સંપૂર્ણ યોગ્યતા જે ઉત્પન્ન થવી જોઈએ, તેના માટે સાક્ષાત્ ભગવાન, બધા જ પ્રાતિહાર્યો, બધા જ અતિશયો, તેવા પ્રકારની પર્ષદા, તેવું સમવસરણ વગેરે બધું જ જરૂરી હોય છે. દરેક વસ્તુની પોતપોતાનાં સ્થાને મહત્તા છે. જેમ ઘડિયાળમાં દરેક ભાગની પોતપોતાનાં સ્થાને મહત્તા હોય છે, તેમ જ સમગ્ર ઘડિયાળની અપેક્ષાએ પણ તેનું મહત્ત્વ હોય છે તેમ અહીં પણ જાણવું. લોકપ્રકાશમાં કહ્યું છે કે - ભગવંતનું તે અદ્ભુત રૂપ જગતના સર્વ જીવોની વાણીનો અવિષય છે. સારાંશ કે જગતના બધા જ જીવો ભગવંતનાં રૂપને વાણી વડે વર્ણવવા જાય તો પણ તે રૂપનું સર્વાગ સંપૂર્ણ વર્ણન થઈ શકે નહીં. શ્રી ભક્તામર સ્તોત્રમાં રૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે - यः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितस्त्रिभुवनैकललामभूत / तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां, यत्ते समानमपरं न हि रूपमस्ति / / 12 / / ત્રણે ભુવનના અદભુત તિલકરૂપ (સર્વોત્તમ રૂપવંત) હે ભગવંત ! શાંતરસની શોભાવાળા જે પરમાણુઓ વડે આપ નિર્માણ કરાયા છો, તે પરમાણુઓ વિશ્વમાં ખરેખર તેટલા જ છે, કારણ કે આપના જેવું રૂપ જગતમાં બીજું નથી જ. 1 તાદશાડ્યાáતાં રૂ–જીલ્લાવામા રાત્ aa - કાલલોક, સર્ગ. 30, પૃ. 304, ગ્લો. 908. 80 અરિહંતના અતિશયો
Page #94
--------------------------------------------------------------------------
________________ ભગવંતનું શરીર સર્વ જીવોનાં શરીર કરતાં અત્યંત વિલક્ષણ હોય છે. કેટલાક તીર્થકરોનું શરીર પ્રિયંગુ વૃક્ષ સમાન નીલ વર્ણનું, કેટલાકનું સુવર્ણ સમાન પીત, કેટલાકનું પદ્મરાગ મણિ સમાન લાલ અને કેટલાકનું અંજન સમાન શ્યામ વર્ણનું હોય છે. આ ઉપમા પણ સમજાવવા માટે જ છે. બાકી તો શ્વેતવર્ણના એક જ શ્રી તીર્થંકર ભગવંતનું રૂપ એવું હોય છે કે તેની આગળ બધા જ સ્ફટિક મણિઓ ઝાંખા પડી જાય. સ્ફટિક મણિ કરતાં અનંતગુણ ઉજ્વલતા તેમાં હોય છે. બીજા વર્ષોના વિષયમાં પણ એ જ રીતે સમજી લેવું. ભગવંતમાં પરમાત્મ તત્ત્વ અંતર્ગત હોય છે, તેને ભલે કોઈ જાણે કે ન જાણે, પણ જ્યાં ભગવંતનાં રૂપ ઉપર દૃષ્ટિ પડી, ત્યાં જ જોનારનું અંતઃકરણ પરમ અભુત રસથી સર્વ રીતે વાસિત થઈ એકદમ ભગવંત તરફ આકર્ષિત થઈ જાય છે. ભગવંતનું રૂપ જ એવું દિવ્યાતિદિવ્ય હોય છે કે જોનારની દૃષ્ટિ તે રૂપમાં તરત જ નિમગ્ન થઈ જાય. સમવસરણમાં બેઠેલા બધા જ જીવો ભગવંતના રૂપ ઉપર સ્થિર દૃષ્ટિવાળા થઈ જાય, એમાં જરા પણ આશ્ચર્ય નથી. સમવસરણમાં આવેલા ભવ્ય જીવો પણ એવું વિશિષ્ટ પુણ્ય કરીને આવેલા હોય છે કે તેઓ એ દિવ્ય વાતાવરણ જોઈ શકે. ભગવંતનું અદ્ભુત રૂપ, અતિશય, પ્રાતિહાર્યો, પર્ષદા, દિવ્યવાણી વગેરે બધી જ વસ્તુઓ સમવસરણમાં એક એવું વાતાવરણ સર્જે છે, કે તેમાં આવેલા જીવને પરમ સુખ, શાંતિ, સ્વસ્થતા, સમાધિ વગેરેનો અનુભવ થાય. આવો અનુભવ ભગવંતની વાણીને ઝીલવા માટે જરૂરી હોય છે અને વાણી પોતે પણ એ અનુભવને ઉત્તેજિત કરનારી હોય છે. ધર્મનું જેવું મૂર્તિમાન ભવ્ય સ્વરૂપ સમવસરણમાં વિદ્યમાન હોય છે, તેવું મહાન સ્વરૂપ અન્યત્ર કોઈ પણ કાળમાં જોવા મળે નહીં. સમવસરણમાં બધું જ લોકોત્તર હોય છે. જગતનાં સર્વ આશ્ચર્યા જ્યાં એકસાથે જોવા મળે તેનું જ નામ સમવસરણ ! જગતનાં બીજાં આશ્ચર્યો તો એવાં હોય છે કે જીવને શાંતરસ સિવાયના બીજા રસોમાં લઈ જાય, જ્યારે સમવસરણની પ્રત્યેક વસ્તુ શાંતરસનું મૂર્તિમાન રૂપ હોઈ જીવોમાં શાંતરસની નિરંતર વૃદ્ધિ કરનાર હોય છે. 2. લોકોત્તર સુગંધવાળું શરીર : જે વિશેષતાઓ આપણે ભગવંતનાં રૂપમાં જોઈ ગયા તે બધી જ ગંધના વિષયમાં પણ ઉચિત રીતે સમજી લેવી. ભગવંત જે પુણ્ય કરીને આવેલા છે, તે પુણ્ય જ એવું છે કે જગતના અન્ય કોઈ પણ જીવમાં તે હોય નહીં, એટલું જ નહીં પણ જગતના સર્વ જીવોનાં પુણ્યનો સરવાળો કરવામાં આવે તો પણ તે ભગવંતના પુણ્યના અનંતમા ભાગે પણ ન અરિહંતના અતિશયો 87
Page #95
--------------------------------------------------------------------------
________________ આવે. આવા પુણ્યના પ્રભાવથી ભગવંતને મળેલું રૂપ કેવું હોય તે આપણે પૂર્વે જોઈ ગયા. જેવું રૂપ અદભુત તેવી જ સુગંધ પણ અદ્ભુત. જગતના સર્વ સુગંધી પદાર્થોના સુગંધના તત્ત્વ કરતાં અનંતગણ અધિક સુગંધ ભગવંતના શરીરની હોય છે. તેના માટે બધી ઉપમાઓ નિરર્થક છે. કલ્પવૃક્ષોનાં પુષ્પોની માળાની સુગંધ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચંપક પુષ્પોની સુગંધ ભગવંતના દેહની નિત્ય સુગંધની કોઈ વિસાતમાં નથી. બીજાઓનાં શરીરને સુગંધી બનાવવા માટે કસ્તુરી, ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી વારંવાર વાસિત કરવા પડે છે, છતાં તે સુગંધ ઊડી જતાં વાર નથી લાગતી, જ્યારે ભગવંતના શરીરને કોઈ સુગંધી દ્રવ્યથી વાસિત કર્યા વિના જ તે નિત્ય સુગંધી રહે છે. તેનો સ્વભાવ જ સુગંધમય છે. જેમ ભગવંતનાં રૂપ પર સ્થિર થતાં ચક્ષુઇન્દ્રિય સમાધિને અનુભવે છે, તેમ ભગવંતની સુગંધમાં લીન થયેલી ધ્રાણેન્દ્રિય પણ વિશિષ્ટ સમાધિને પામે છે. આ રીતે ભગવંતનાં સંનિધાનમાં ભગવંતના પ્રભાવથી જીવોને સર્વ ઇન્દ્રિયોની સમાધિ (સ્થિરતા) અત્યંત સુલભ થાય છે. અહીં લોકોત્તર સુગંધ તે ઉપલક્ષણ જાણવું, બાકી તો ભગવંતના શરીરના સ્પર્શ વગેરે પણ લોકોત્તર હોય છે. 3. રોગરહિત શરીર : શ્રી વીતરાગ-સ્તવની અવચૂર્ણિમાં કહ્યું છે કે - तथा स्वभावादेव भगवतामर्हतामङ्गान्यशेषव्याधिवेधुर्यवर्जितान्येव / તેવાં પ્રકારના વિશિષ્ટ સ્વભાવથી જ શ્રી અરિહંત ભગવંતોનાં અંગો સર્વ પ્રકારના રોગો તેમ જ વિકલતા (ખોડખાંપણ વગેરે)થી રહિત જ હોય છે. ભગવંતનું શરીર સંપૂર્ણ નિરામય હોય છે. ભગવંતના ચ્યવનથી માંડીને નિર્વાણ સુધીના કાળમાં ભગવંતના શરીરમાં કોઈ પણ રોગ ઉત્પન્ન થતો નથી. ભગવંત શારીરિક દૃષ્ટિએ સંપૂર્ણ આરોગ્યવાળા હોય છે. કોઈ પણ જીવને સંપૂર્ણ જન્મકાળમાં એક પણ રોગ ન થાય એવું ભાગ્યે જ બને. આમ તો શાસ્ત્રો પોતે જ શરીરને સર્વ રોગોનું આલય (ઘર) કહે છે. છતાં કદાચ કોઈ એવા મનુષ્યો હોય કે જે સંપૂર્ણ જીવન સુધી સુંદર આરોગ્યવાળા રહ્યા હોય, તો તેવા પ્રકારના મનુષ્યો કરતાં પણ ભગવંતનું આરોગ્ય અનંતગુણ અધિક હોય છે. દેવતાઓમાં રોગ હોતા નથી. તેઓ સુંદર આરોગ્યવાળા હોય છે. બધા જ આરોગ્યવાળા મનુષ્યો અને દેવતાઓ કરતાં ભગવંતનું આરોગ્ય અનંતગુણ અધિક હોય છે. 82 અરિહંતના અતિશયો
Page #96
--------------------------------------------------------------------------
________________ ભગવંતને ઉત્તમ આયુષ્ય, પરમરૂપ, પરમ નીરોગીતા (આરોગ્ય), જગન્યૂજનીયતા વગેરે જે પ્રાપ્ત થાય છે તેનું પરમકારણ સર્વ જીવો પ્રત્યેની તેઓની અસીમ ભાવદયા હોય છે. ત્રણ ત્રણ ભવ સુધી જગતના સર્વ જીવોના ઉદ્ધારરૂપી ભાવદયાથી - ભાવ અહિંસાથી જે ભગવંતનો આત્મા સંપૂર્ણ ભાવિત થઈ ગયો હોય તે ભગવંતને રૂપ, આરોગ્ય, આયુ, બલ વગેરે બધું જ સર્વોત્તમ મળે, એમાં જરા પણ આશ્ચર્ય નથી. ભાવદયા-અહિંસાનું ફળ બતાવતાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता / સાયા: પન્ન સર્વ મિત્ વાવ સા II - p. 2, . 12. દીર્ઘ આયુ, પરમરૂપ, પરમ આરોગ્ય, જનપ્રશંસનીયતા વગેરે બધું જ અહિંસાનું ફળ જાણવું. વધારે શું કરીએ ? તે અહિંસા તો કામદા-સર્વ મનોરથ પરિપૂર્ણ કરનારી જ છે. પૂર્વના કાળમાં યોગીઓ શરીરને નીરોગી અને સુદઢ રાખવા માટે કાયાકલ્પનો પ્રયોગ કરતા હતા. આ રીતે કાયા-કલ્પ કરેલ બધા જ યોગીઓ કરતાં ભગવંતનું શરીર અનંતગુણ નીરોગી અને સ્વાભાવિક રીતે જન્મથી જ સુદઢ હોય છે. જેના ભાવી કર્મક્ષયજ અતિશયના પ્રભાવથી સવાસો યોજન પ્રમાણ ભૂમિમાં રહેનારાં બધાં જ પ્રાણીઓ સંપૂર્ણ રોગરહિત થવાનાં હોય તે ભગવંતને જન્મથી જ કોઈ પણ રોગ કેવી રીતે હોઈ શકે ? ભગવંતના જન્મકાલીન શરીર આદિનું વર્ણન કરતાં કલ્પસૂત્રમાં કહ્યું છે કે - સુકોમળ હાથપગવાળા, કોઈ પણ જાતની ખોડખાંપણ વિનાના એવા સંપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, સ્વસ્તિક વગેરે 1008 લક્ષણો અને મસ, તલ વગેરે ચિહ્નોથી યુક્ત, શરીરના સર્વ ઉત્તમ ગુણોથી સહિત, માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ શોભાયુક્ત સર્વાગ સુંદર શરીરવાળા ચંદ્રસમાન સૌમ્ય, કાંત, પ્રિય, સુરૂપ.' 4. સ્વેદ અને મલથી રહિત શરીર : ભગવંતનું શરીર સ્વેદ અને મલથી રહિત હોય છે. બીજાઓનાં શરીર ગરમીના દિવસોમાં સ્વેદથી પરસેવાથી ભીંજાઈ જાય છે, જ્યારે ભગવંતનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે ગમે તેવી ગરમીમાં પણ ભગવંતના શરીરે પરસેવો થાય નહીં. સામાન્ય લોકોનાં શરીરની ચામડીને વારંવાર સાફ ન કરવામાં આવે તો તેના પર મેલના થર બાઝી જાય છે. ભગવંતનું શરીર સ્વભાવથી જ એવું હોય છે કે શરીરના 1. सुकुमालपाणिपायं अहीणसंपुनपंचिंदियसरीरं लक्खणवंजणगुणोववेयं माणुम्माणपमाणपडिपुत्रसुजायसव्वंगसुंदरंग ससिसोमाकारं कंतं पियं सुदंसणं / सूत्र-५३. અરિહંતના અતિશયો
Page #97
--------------------------------------------------------------------------
________________ આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાં રહેલા રજકણ આદિ કોઈ પણ કારણોથી ભગવંતનું શરીર મેલથી તદ્દન નિર્લેપ હોય છે. જે માણસના શરીરે ઓછામાં ઓછો મેલ ચડતો હોય એવા માણસનાં શરીરને અત્યંત સ્વચ્છ કર્યા પછી તેના શરીરની જે નિર્મળતા હોય છે તેના કરતાં અનંતગુણ અધિક નિર્મળતા ભગવંતનાં શરીરની સ્વભાવથી જ હોય છે. આ અતિશયને સમજાવવા માટે શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - __ निरामया निरूवलेवा गायलठ्ठी / જાયન્ટ્રી એટલે ગાત્રયષ્ટિ એટલે શરીર. તે નિરામય-રોગરહિત અને નિરૂપલેપ હોય છે. અહીં નિરૂપલેપ શબ્દ બહુ જ મહત્ત્વનો છે. તે બતાવે છે કે - કોઈ પણ કારણથી ભગવંતના શરીરને મેલનો ઉપલેપ (મેલનું બાઝવું વગેરે) થાય નહિ.' પરિષહોને અને ઉપસર્ગોને સહેવા જ્યારે ભગવાન મહાવીર અનાર્ય દેશમાં વિચરતા હતા ત્યારે ત્યાંના અનાડી માણસો ધ્યાનસ્થ ભગવંતના શરીર પર ધૂળના મોટા મોટા ઢગલાઓ કરી નાખતા. આવી સ્થિતિમાં પણ ભગવંતના શરીરને તે ધૂળનો લેશ પણ લેપ લાગે નહીં, તે આ અતિશયના પ્રભાવથી જાણવું. જેમ સર્વ જીવો જેને આત્મભૂત થઈ ગયા છે, જે સર્વ જીવોને સમ્યગ્ રીતે જુએ છે, જેણે સર્વ આશ્રવો સ્થગિત કર્યા છે અને જેણે ઇન્દ્રિયોને દમી નાખી છે, એવા મુનિના આત્માને પાપકર્મની રજ ન ચોંટે, તેમ ભગવંતના શરીરને કોઈ પણ જાતનો મેલ ચોંટી શકે નહીં. દ્વિતીય સહજાતિશય કમળસમાન સુગંધી શ્વાસોચ્છશ્વાસ શ્વાસીડબાંધ: | ભગવંતનો શ્વાસ અદ્ભુગંધ હોય છે. શ્વાસ એટલે ઉચ્છવાસ અને નિઃસ્વાસ. અન્ન એટલે કમળ, તેના જેવી છે ગંધ જેની તે અદ્ભૂગંધ. સારાંશ કે ભગવંતના ઉચ્છવાસ અને નિઃશ્વાસ બન્ને કમલસમાન સુગંધી હોય છે. જગતનાં ઉત્તમમાં ઉત્તમ કમળમાં જે સુગંધ હોય છે તેના કરતાં અનંતગુણી સુગંધ ભગવંતના ઉચ્છવાસ અને નિઃશ્વાસમાં હોય છે. એક બાજુ જગતનાં બધા જ સુગંધી પદાર્થોની સુગંધ મૂકવામાં આવે અને એક બાજુ ભગવંતના શ્વાસોચ્છવાસની સુગંધ મૂકવામાં આવે તો અન્ય પદાર્થોની સુગંધ ભગવંતની શ્વાસોચ્છવાસની સુગંધ કરતાં અનંત ગુણહીન હોય છે. 1. 1. 2. સૂત્ર-૩૪. અ. ચિ. કાં૧ શ્લો, 57. શ્વાસ:==વાસનિ:શ્વાસમ્ | - અ. ચિ. કાં. 1, ગ્લો. 57 સ્વ. 84 અરિહંતના અતિશયો
Page #98
--------------------------------------------------------------------------
________________ જગતમાં ઉત્તમમાં ઉત્તમ સુગંધી કોઈ વસ્તુ હોય તો તે ભગવંતનો ઉચ્છવાસ અને નિઃશ્વાસ છે, જ્યારે ભગવંત વિહરમાન હોય છે ત્યારે સુગંધના સાચા રસિક એવા ભમરાઓ જે જે પુષ્પ પર લીન થઈને બેઠેલા હોય તે તે બધાં જ પુષ્પોને તત્ક્ષણ તજી તજીને ભગવંતના શ્વાસોચ્છવાસને અનુસરે છે. શ્રી વીતરાગ સ્તવ પ્રકાશ-૨, શ્લોક-૭માં કહ્યું છે કે - હે ભગવન્! આપના નિઃશ્વાસની સુરભિતા ચારે દિશાઓમાં એટલી બધી ફેલાય છે કે - જલમાં ઉત્પન્ન થયેલાં પુંડરીક આદિ કમળો તેમ જ ભૂમિ પર ઉત્પન્ન થયેલા તિલક, ચંપક, અશોક, કેતકી, બકુલ, માલતી વગેરે પુષ્પોને તત્કાલ તજીને સુગંધરસિક ભમરાઓ આપની નિઃશ્વાસની સુરભિતાને અનુસરે છે. તૃતીય સહજાતિશય ગાયના દૂધની ધારા સમાન ધવલ (દ્વૈત) દુર્ગધ વિનાના માંસ અને રક્ત रुधिरामिषं तु गोक्षीरधाराधवलं ह्यविस्रम् / તે તીર્થકર ભગવંતના શરીરનાં માંસ અને રક્ત (લોહી) ગાયના દૂધની ધારા જેવાં ધવલ-બ્ધત-સફેદ અને દુર્ગધ વિનાનાં હોય છે. - ભગવંતના રૂ૫, લાવણ્ય, બલ, સર્વ કળા - નૈપુણ્ય, દાન, ધ્યાન, જ્ઞાન, ત્રણ ગઢ, ત્રણ છત્ર, ચામર, ઇન્દ્રધ્વજ , ઇન્દ્રોનું પણ પગમાં પડવું વગેરે ગુણો તો સર્વ જગત કરતાં વિલક્ષણ છે જ; આ બધા ગુણો અલ્પ પ્રમાણમાં બીજાઓમાં પણ હોય છે, જ્યારે ભગવંતનાં માંસ અને રક્તની જે ધવલતા અને અદુર્ગધતા છે, તે તો કોઈનાં પણ માંસ અને રક્તમાં હોતી જ નથી. તાત્પર્ય કે રક્તમાંસની ધવલતા અને અદુર્ગધતા સો સો ટકા ફા તીર્થકર ભગવંતના શરીરમાં જ હોય છે. રક્ત અને માંસ કેવળ અદુર્ગધી જ હોય છે, એટલું જ નહીં, પણ પરમ પરિમલ-સુવાસથી સમૃદ્ધ પણ હોય છે. બીજાઓનાં રક્ત-માંસ તો જોવાં પણ ન ગમે તેવાં હોય છે, જ્યારે ભગવંતનાં રક્ત માંસ અજુગુપ્સનીય નફરત ન.પેદા કરે તેવાં હોય છે. કેવળ અજુગુપ્સનીય જ નહિ પરંતુ જોવો ગમે તેવાં અને આશ્ચર્ય પમાડે તેવાં હોય છે. ભગવંતના પગે ચંડકૌશિક સર્પ હસ્યા તો ખરી, પણ જ્યાં ભગવંતના પગમાંથી નીકળતું ગાયના દૂધની ધારા સમાન શ્વેત રક્ત જોયું, ત્યાં તો આશ્ચર્યથી ચકિત થઈ ગયા. કોઈ પણ જીવમાં જોવા ન મળે એવું, સફેદ લોહી તેણે જોયું. ભગવંતના લોહીનું દર્શન કરનાર એ જ એક ભાગ્યશાળી જીવ હતો ! બીજા કોઈએ પણ ભગવંતના દેહનાં 1. અ. ચિ. કાં. 1 શ્લો. 57. અરિહંતના અતિશયો
Page #99
--------------------------------------------------------------------------
________________ રક્તનાં ચર્મચક્ષુથી દર્શન કર્યા હોય, એવું જાણવા મળ્યું નથી. લોહી જોતાં જ આશ્ચર્ય અને ઊહાપોહ બન્નેની ધારાઓ તેના મનમાં પ્રવર્ધમાન થવા (વધવા) માંડી, ત્યાં તો ભગવંતની અસીમ મહાકરુણાના અમૃત નિયંદ રૂપ (અમૃતનાં ઝરણારૂપ) “લુફ્સ ! બુ ! ચંદોનિયાં !' એ શબ્દોએ કર્ણમાર્ગ દ્વારા તેના હૃદયમાં પ્રવેશ કર્યો અને પછી શું થયું, તે તો જગજાહેર છે જ. અભિધાન ચિંતામણિમાં અહીં ક્ષીરઘારાઘવનં પદનો પ્રયોગ છે. ધારા શબ્દ અહીં મહત્ત્વ છે. ગાયના સ્તનમાંથી દૂધની ધારા નીકળતી હોય તે વખતની તેની ધવલતા અહીં ઇષ્ટ છે. તે વખતે તેમાં લેશ પણ મલિનતા હોતી નથી, પણ તે દૂધને પાત્ર (વાસણ)નો સંયોગ થતાં જ તેની નિર્મળતાના ટકા ઘટવા લાગે છે. વળી ગાયનું દૂધ તો અહીં ઉપમાન માત્ર છે. બાકી ખરી રીતે તો ગાયના દૂધની ધારા કરતાં ભગવંતનાં રક્તમાંસ અનંતગુફા અધિક ધવલતાદિ ગુણોથી સમૃદ્ધ હોય છે. શરીરની ધાતુઓમાં જેની ગણના થાય છે, એવાં રક્ત-માંસ પણ જો ભગવંતના શરીરનાં સર્વ જીવો કરતાં વિલક્ષણ હોય, તો પછી ભગવંતની બધી જ વસ્તુઓ સર્વ જીવો કરતાં વિલક્ષણ અને શ્રેષ્ઠ હોય એમાં શું આશ્ચર્ય છે ! ચતુર્થ સહજાતિશય આહાર અને નીહારની ક્રિયા અદૃશ્ય. મદરનીદારવિધિસ્વર: આહાર એટલે ખાવું-પીવું, નીહાર એટલે મલ અને મૂત્રનો ત્યાગ અને વિધિ એટલે ક્રિયા. તે અદશ્ય એટલે ચર્મચક્ષુથી ન જોઈ શકાય તેવી હોય છે. તે તીર્થકર ભગવંતની આહાર અને નીહારની ક્રિયા ચર્મચક્ષુથી અદશ્ય હોય છે. અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળાને (અવધિજ્ઞાની દેવતા કે મનુષ્યને) તે અદશ્ય હોતી નથી. શ્રી સમવાયાંગમાં કહ્યું છે કે : पच्छन्ने आहारनीहारे अदिस्से मंसचक्खुणा / 1. હે ચંડકૌશિક ! પ્રતિભા પામ ! પ્રતિબોધ પામ ! અચિ. ક. 1, ક્ષો, 58. 2. સૂત્ર-૩૪. 3. સરખાવો - आहारा नीहारा अदिस्सा मंसचखुणो सययं / - આહાર અને નીહાર માંસચમુવાળાને સતત અદશ્ય હોય છે. - શ્રી ઋષિભાષિત સૂત્ર 86 અરિહંતના અતિશયો
Page #100
--------------------------------------------------------------------------
________________ ભગવંતના આહાર-નીહાર પ્રચ્છન્ન-ગુપ્ત હોય છે, માંસચક્ષુવાળા જીવો તે જોઈ શકતા નથી. આ વિષયને સ્પષ્ટ કરતાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે - તો ક્રિયા ન દુતે માંસાક્ષા.... કરાતા તે આહાર અને નીહાર માં ચક્ષુથી દેખાતા નથી. આ અવતરણ શ્રી વીતરાગસ્તવના પ્રકાશ-૨, શ્લો. ૮ના વિવરણમાંથી લીધું છે. તે વિવરણમાં કહ્યું છે કે : તા 2 - देहं विमलसुअंधं, आमेयपस्सेयवज्जियं रूवं / रहिसं गोक्खीराभं, निविसं पण्डुरं मंसं / / 1 / / आहारा नीहारा, अदिस्सा मंसचक्खुणो सययं / नीसासो अ सुअंधो, जम्मप्पभिई गुणा एए / / 2 / / इत्यादिऋषिभाषितस्य संवादः / આનો અનુવાદ પરિશિષ્ટમાં આપેલ છે. અહીં આ વિવરણમાં આ અવતરણને શ્રી ઋષિભાષિતનું કહેવામાં આવ્યું છે. સુધર્મા જ્ઞાનમંદિર, 17, કાંદાવાડી, મુંબઈ, તરફથી સ. 2020, દીપમાલિકાના (તા. 17- 10-1993) દિવસે સમાવિડુિં સુતારૂં ગ્રંથ બહાર પડેલ છે. તેના અનુવાદક તથા સંપાદક મુનિશ્રી મનોહરમુનિજી મહારાજ છે. આ ગ્રંથમાં ઉપરનું અવતરણ ક્યાંય મળતું નથી. વળી આ ગ્રંથનું સંપૂર્ણ અવગાહન કર્યા પછી પણ એ પ્રશ્ન ઉભા જ રહે છે કે આ siથ તે સાચું ઋષિભાષિત છે કે કેમ ? પરિશિષ્ટમાં આપેલ સિમઝાડું ની ગાથાન જૈન સ્તોત્ર સંદોહમાં વસ્ત્રિનિતિશયસ્તવન” એ નામ આપ્યું છે, પણ શ્રી વીતરાગસ્તવનું વિવરણ જોતાં આ ગાથાઓ ઋષિમfષત (મસિવું) ની હોય એમ લાગે છે. અરિહંતના અતિશયો.
Page #101
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-ર) 11 કર્મક્ષયજ અતિશયો क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि नृदेवतिर्यग्जनकोटिकोटे:' / / એક યોજનમાત્ર ક્ષેત્રમાં મનુષ્યો, દેવો અને તિર્યંચોની કોડાકોડી સંખ્યાનો સમાવેશ. 2. વાળી કૃતિર્ધવરત્નોમાપ - संवादिनी योजनगामिनी च / વાણી-મનુષ્ય, તિર્યંચો અને દેવોની સર્વ ભાષાઓમાં પરિણમતી અને યોજનગામિની. 3 भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलश्रि / મસ્તકની પાછળ સૂર્યમંડલની શોભાને જીતતું સુંદર ભામંડલ. 4/22. સાત્રે 2 વ્યતિશતી ના", "वैरेत यो "मार्यतिवृष्ट्यवृष्टयः / स्यानेत एकादश कर्मघातजाः / / 250 ગાઉ (125 યોજન)માં રોગ, વેર, ઇતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્મિક્ષ અને સ્વપરચક્રભય ન હોય. આ 11 કર્મક્ષય અતિશયો છે. પ્રથમ કર્મક્ષયજ અતિશય યોજનમાત્ર ક્ષેત્રમાં મનુષ્યો, દેવો અને તિર્યંચોની કોડાકોડી સંખ્યાનો સમાવેશ. क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि नृदेवतिर्यग्जनकोटिकोटेः / / એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોની કોડાકોડી સંખ્યાનો અનાબાધ સમાવેશ થાય છે. 1. અહીં સંસ્કૃતમાં આપેલ મૂળપાઠ અભિધાનચિંતામણિ, દેવાધિદેવ કાંડ, શ્લો. પ૭૬૪નો છે. 2. અ. ચિ. કાં. 1, લા. 58. 3. કડાકડી = 1 કરોડ 1 1 કરોડ ( સમદvat) 88 અરિહંતના અતિશયો
Page #102
--------------------------------------------------------------------------
________________ ભગવંતના આ પ્રથમ કર્મક્ષયજ અતિશયના પ્રભાવથી કોડાકોડી સંખ્યામાં રહેલા દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો ફક્ત એક જ યોજનપ્રમાણ ભૂમિમાં સમાઈ જાય છે. બધા સુખેથી દેશના સાંભળે છે, કોઈને પણ સંકોચાઈને બેસવું પડતું નથી અને તેથી કોઈને પણ કોઈ જાતની પીડા થતી નથી. કર્મક્ષયજ અતિશય એટલે તે અતિશય કે જે જ્ઞાનાવરણીય કર્મ વગેરે ચાર ઘાતિ કમાંનાં ક્ષયથી ઉત્પન્ન થાય છે. ભગવંતના ઘાતિકર્મોનો ક્ષય થતાં જ ભગવંતને કર્મલયજ અગિયાર અતિશયો ઉત્પન્ન થાય છે. આ અગિયાર કર્મક્ષય અતિશયોના વિશે શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - “હે યોગવર ચક્રવર્તિ ! આ જે અગિયાર અતિશયો પૂર્વે વર્ણવ્યા, તે આપના દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયના પરમ એકીભાવરૂપ યોગસામ્રાજ્યનો મહાન મહિમાં છે. હે દેવ ! આપની વિશુદ્ધ રત્નત્રયી જ સાચું સામ્રાજ્ય છે, કારણ કે તે ત્રણે ભુવનમાં સનાતન એવી સંપત્તિને ઉત્પન્ન કરનાર છે. હે સ્વામિનું ! કોઈ પણ બુદ્ધિમાન પુરુષ આપના આ મહાન કર્મય, શય સ્વચક્ષુથી નીરખીને વિસ્મય પામ્યા વિના ન જ રહે નાથ ! આપના આ અતિશયો કવળ . જી રે બે હજાર માણસોને જ વિદિત હોય એવા નથી, એ તો ચરાચર વિશ્વમાં સુવિખ્યાત છે. હે દેવાધિદેવ ! આપે લોકોત્તર ભવ્ય પુરુષાર્થ કરીને જે કર્મક્ષય કર્યો છે. પ્રભ! થો આ યોગલક્ષ્મી આપને સ્વયે વરી છે.” ઘાતિકર્મનો અને રાગદ્વેષનો ક્ષય તો બધા જ વીતરાગ મહાપુરુષો કરે જ છે, તે પછી તે બધાને કેવલજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. બધા જ વીતરાગ ભગવંતા ઘાનિક કે રાગદ્વેષનો ક્ષયની અપેક્ષાએ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષાએ સમાન છે. રોગલ' હતું 1. આવશ્યક નિર્યુક્તિ ગા. ૫૩૯ની હારિભદ્રીવૃત્તિમાં કહ્યું છે કે - .... સંધ્યયfમરેંaffમ: परिवृतो देवोद्योतेनाशेषं पन्थानमुद्योतयन् देवपरिकल्पितेषु पद्येषु चरणन्यासं कुर्वन मध्यमानगयों महासेनवनोद्यानं संप्राप्तः / શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં જ ચારે પ્રકારના દેવતા આ યા , દેવતાઓએ એક મુહૂર્ત સુધી ભગવંતની પૂજા કરી. ભગવંતે દેશના આપી. તે પછી અન્યૂ કરોડ દેવતાઓથી પરિવરેલા, દેવતાઓએ કરેલ ઉદ્યોતથી સંપૂર્ણ પથને પ્રકાશિત કરતા અને દેવરચિત સુવર્ણ કમળો પર ચરણન્યાસ કરતા ભગવાન મધ્યમાં નામની નગરીમાં મહાસન વન ઉદ્યાનમાં પધાર્યા. અહીં અસંખ્ય કરોડ દેવતાઓનો નિર્દેશ છે. 2. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મ. 3. વી. સ્વ. વિવ. અવ. પ્ર. 3, શ્લો. 12. અરિહંતના અતિશયો
Page #103
--------------------------------------------------------------------------
________________ અવસ્થારૂપ વીતરાગતા અને કેવલજ્ઞાનરૂપ સર્વજ્ઞતા બધામાં સમાન છે. તેમાં તરતમતા નથી, છતાં વિશેષગ્રાહી નયોની અપેક્ષાએ ભગવંતના રાગદ્વેષજયને અપાયાપગમાતિશય કહેવામાં આવે છે. અર્થાત્ રાગદ્વેષરૂપ અપાયનો (આત્માને હાનિકારક વસ્તુનો) જે અપગમ-નાશ ભગવંતમાં થયેલ છે, તે અતિશય છે, કારણ કે ભગવંતનાં સન્નિધાનમાં બીજાઓના પણ અપાયો દૂર થાય છે. અતિશય એટલે બીજા બધા કરતાં અનંત ગુણ ચડિયાતો ગુણ. એ અપેક્ષાએ ભગવંતની વીતરાગતા તે કેવળ વીતરાગતા જ નથી પણ તે અપાયાપગમ અતિશય છે, અર્થાત્ ભગવતમાં જે વીતરાગતા છે, તે બીજા વીતરામ આત્માઓ કરતાં અનંતગુણ ચડિયાતી છે. ભગવાન તીર્થકર તે ભગવાન તીર્થકર જ છે. તેમના જેવા :- + પીજી કોઈ વસા નથી, થતા નથી અને થવાના પણ નથી. ભગવંતનો પ્રત્યેક ગુણો . ' , , , કેજર વસ્તુ છે. તેની સમાનતા અન્ય કોઈ પણ આત્માદિમાં કદાપિ હા - કે નહી. તો પછી અધિકતા તો હોઈ જ ક્યાંથી શકે ? બધા સિદ્ધ સરખા હોવા છતાં ઘી લોગસ્સ સૂત્ર - ને નો ઉત્તમ સિદ્ધા એમ કહીને તીર્થકર ભગવંતોને લોકમાં ઉત્તમ એવા સિદ્ધ ' કહે છે. આ બધાં જ કથન વિશેષગ્રાહી નયનાં જાણવાં. સામાન્ય પ્રા. યોની અપેક્ષાએ બધાં જ વીતરાગ જીવોમાં વીતરાગતા સમાન હોય છે. શ્રી જિ. ભારતની મને વરતમાત સામાન્ય- વિશેષ ઉભયાત્મક હોય છે. એ જ અપેક્ષાએ ભગવંતના જીવની ભોગોમાં રતિ કે રાજ્યપાલન વગેરે અવસ્થામાં પણ લોકોત્તર હોય છે. તે બધી જ અવસ્થાઓમાં ભગવંત લોકોત્તર વૈરાગ દ્વારા કર્મને ક્ષય જ કરતા હોય છે. ભગવંતના વૈરાગ્ય વિશે શ્રી વીતરાગસ્તવમાં નીચેની વસ્તુઓ બહુ જ મહત્વની કહી છે : 1. ભગવંતને છેલ્લા જન્મમાં જન્મથી જ સહજ વૈરાગ્ય હોય છે. 2. ભગવંત મોક્ષના ઉપાયોને વિશે સદા કુશળતાપૂર્વક પ્રવૃત્તિશીલ અને સુખ અને સુખના હેતુઓમાં પણ સદા વૈરાગ્યવાળા હોય છે. 3. ભગવંતનો વૈરાગ્ય વિવેકપૂર્ણ હોય છે. 1. जगतोऽप्यतिशेरते तीर्थंकरा एभिरित्यतिशयाः / આ ગુણો વડે તીર્થકરો જગતના બધા જ જીવો કરતાં ચડિયાતા હોવાથી આ ગુણો અતિશય કહેવાય છે 2. પ્રકાશ 12. CO અરિહંતના અતિશયો
Page #104
--------------------------------------------------------------------------
________________ 4. ચરમ જન્મના પૂર્વના જન્મમાં જ્યારે ભગવંત દેવતાઈ સુખો ભોગવતા હોય છે, ત્યારે અને છેલ્લા જન્મમાં રાજ્યસુખ વગેરે સુખો ભોગવતા હોય છે, ત્યારે પણ સદા વિરક્ત હોય છે. 5. ભગવંત નિત્ય વિરક્ત હોય છે. 6. ભગવંત સુખ-દુ:ખ વિશે કે ભવ-મોક્ષ વિશે ઉદાસીન હોય છે. 7. ભગવંતને સહજ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. 8. ભગવંત સદા ઉદાસીન હોવા છતાં સદા સતત વિશ્વના ઉપકારક હોય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા યોગદષ્ટિસમુચ્ચયમાં, ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજા ધાત્રિશત્ દ્વાત્રિશિકામાં ૨૪મી બત્રીશીમાં, યોગદષ્ટિની સઝાયમાં કાંતાદૃષ્ટિના વર્ણનમાં અને અધ્યાત્મસારના વૈરાગ્ય સંભવ અધિકારમાં ઉત્તમ પ્રકારના વૈરાગ્ય વિશે કહે છે કે - વૈરાગ્યની આ ઉચ્ચ દશામાં કામભોગોનો સંયોગ પણ મહાત્માઓની અતિ બળવાન ધર્મશક્તિનો નાશ કરતો નથી. દીપકને ઓલવનાર વાયુ પ્રજવલિત દાવાનલન ન ઓલવી શકે. - અસ્થાયી વૈરાગ્યવાળા જીવની ધર્મશક્તિને અહીં દીપકની અને ઉત્તમ વૈરાગ્યવાળા જીવની ધર્મશક્તિને અહીં દાવાનલની ઉપમા આપવામાં આવી છે. વાયુ દીપકને ઓલવી નાખે, પણ દાવાનલને પ્રજ્વલિત કરે, તેમ કામભોગોનો સંયોગ ઉત્તમ આત્માઓના વૈરાગ્યાદિને વધારે છે. તેઓ સ્વેચ્છાથી કામભાગોમાં પ્રવર્તતા નથી, પણ કર્મ તેને પ્રવર્તાવે છે. ભોગના સંયોગમાં પણ તેઓ અંતરાત્માથી વિરા હાઈ કર્મનિર્જરા કરતા હોય છે. દ્વિતીય કર્મક્ષયજ અતિશય વાણી - સર્વભાષાસંવાદિની અને યોજનગામિની वाणी नृतिर्यक्सुरलोकभाषा संवादिनी योजनगामिनी च / વાણી = ભાષા-અર્ધમાગધી. સંવાદિની=મનુષ્યો, તિર્યંચો અને દેવોની ભાષારૂપે પરિણમતી. યોજનગામિની = એક યોજન સુધી સર્વ દિશામાં ફેલાતી. ભગવંત અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. ભગવંતના પ્રભાવથી આ ભાષા સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. એટલે કે સમજાય છે. 1. ધર્મશજી ને ન્યત્ર, માથાનો વધat | हन्ति दीपापहो वायुर्व्वलन्तं न दावानलम् / / 2. એ. 4i. કાં. 1 લા૫૮ - અધ્યાત્મસાર, કે . અરિહંતના અતિશયો
Page #105
--------------------------------------------------------------------------
________________ ભગવંતને સર્વ જીવો પ્રત્યે કે પ્રત્યેક જીવ પ્રત્યે પૂર્વના ભવોમાં જે મહાન વાત્સલ્ય સિદ્ધ કર્યું છે, તેનું આ સર્વોત્તમ ફળ છે, ભગવંતની દેશના તો સર્વ ભાષાઓમાં પરિણમે જ છે, પણ બીજા કોઈ પણ મહાત્માની વાણી કોઈ પણ જીવને જે જ્ઞાન કરાવી શકે તેના કરતાં અનંતગણુ ઉત્તમ આત્મસંસ્પર્શી જ્ઞાન કરાવવાની શક્તિ ભગવંતની વાણીમાં છે, કેવળ ભગવંતની વાણી જ જ્ઞાન કરાવે છે એવું નથી, ભગવંતનું અસ્તિત્વ પણ ઉત્તમ પ્રકારના જ્ઞાનમાં હતુ છે, તેથી અનેક જીવોના અનેક સંશય સ્વયં દૂર થઈ જાય છે. જીવોને પ્રતિબોધ કરવાનું કામ ભગવંતની વાણી કરે છે. જીવોના સંશયોનો ઉછંદ ભગવંત કેવલજ્ઞાન-જ્ઞાનાતિશયથી કરે છે. શ્રી વીરવિજયજી મહારાજ આદિજિન સ્તવનમાં કહે છે કે -- જ્ઞાનાતિશય ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે, ભવિયા. 3 ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પંચ ઘને યોજન ટળે રે, કષ્ટ એ સૂર્ય પ્રશસ્ત રે. ભવિયા. 4 શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કે - संशयानाथ ! हरसेऽनुत्तरस्वर्गिणामपि / अत: परोऽपि किं कोऽपि, गुण: स्तुत्योऽस्ति वस्तुत: / / 3 / / હે નાથ ! અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓના સંશયોને અહીં રહ્યા થકી જ આપ દૂર કરો છો. આના કરતાં બીજો આપનો કયો ગુણ અધિક વખાણવા લાયક છે ? મનુષ્ય ક્ષેત્રથી અનુત્તર દેવતાઓ સાત રજુમાં કાંઈક ન્યૂન એટલા દૂર છે. આ અંતર ઊર્ધ્વ દિશામાં ઘણું જ મોટું કહેવાય. મનુષ્ય ક્ષેત્રમાં રહેલા તીર્થકર ભગવંત અહીંથી જ તે દેવોના સંશયોને દૂર કરે છે. ત્યાં રહેલા અનુત્તર દેવતાઓ મનથી જ ભગવંતને પ્રશ્ન કરે છે, ભગવંત કેવલજ્ઞાનથી તે પ્રશ્નને જાણે છે અને તે દેવતાઓ ઉપરના અનુગ્રાર્થે પ્રશ્નના ઉત્તરને મનમાં ધારણ કરે છે. અનુત્તર દેવોને સંપૂર્ણ લોકનાલિકાને જોઈ શકનારું અવધિજ્ઞાન હોય છે. તેથી તેઓ ભગવંતના રૂપી મનમાં રહેલ ઉત્તરને પ્રાપ્ત કરે છે અને 1. સિદ્ધા. ત. પૃ. 83. 2. ચાર ઘન = 6x6x4 = 64. મઘવા = ઈન્દ્ર. ચોસઠ ઇન્દ્રો દ્વારા સ્તવના તે મહાન પૂજાતિશય પાંચ ઘન = 54585 = 125. સવાસો યોજન સુધી કષ્ટ ટળે, એ તુર્ય = ચોથો પ્રશસ્ત અપાયપગમાતિશય છે. 3. પ્ર. 10, શ્લો. 3. 92 અરિહંતના અતિશયો
Page #106
--------------------------------------------------------------------------
________________ તેથી અતિ આનંદિત થાય છે. આવી શક્તિ ભગવંત સિવાય બીજા જીવોમાં હોતી નથી.' ભગવંતની વાણી ફક્ત અર્ધમાગધી ભાષામય હોવા છતાં તે એકીસાથે દેવતાઈ વાણીમાં, સર્વ માનુષી વાણીઓમાં અને તિર્યંચ સંબંધી વાણીઓમાં પરિણમે છે. તેથી બધા પોતપોતાની ભાષામાં સમજી શકે છે. કહ્યું છે કે - देवा दैवीं नरा नारी, शबराश्चापि शाबरीम् / तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवद् गिरम् / / ભગવંતની એક જ પ્રકારની વાણીને દેવો દેવી ભાષામાં, મનુષ્યો માનુષી ભાષામાં, ભીલો તેઓની શાબરી ભાષામાં અને તિર્યંચો (પશુ-પક્ષીઓ) તેઓની પોતપોતાની વાણીમાં સાંભળતાં સાંભળતાં પરમ આનંદને પામે છે. ભગવંતની વાણી, સાંભળનાર દરેક જીવનું હૃદય આકર્ષી લે છે અર્થાત્ તે અત્યંત મનોહર હોય છે. પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે - योजनव्यापिनी एकस्वरूपाऽपि भगवतो भारती वारिदविमुक्तवारिवत् तत्तदाश्रयानुरूपतया परिणमति / યોજનપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપતી ભગવંતની વાણી એક જ સ્વરૂપવાળી હોવા છતાં જેમ વાદળાંઓમાંથી પડેલ પાણી જે જે પાત્રમાં પડે છે તે પાત્રને અનુરૂપ આકારને ધારણ કરે છે, તેમ જેના જેના કાને તે વાણી પડે તે તે જીવની પોતાની ભાષારૂપે તે પરિણમે છે. ભગવંતની વાણીનો આવો અતિશય ન હોય તો ભગવંત એકીસાથે અનેક જીવો પર ઉપકાર કરી પણ કેવી રીતે શકે ? શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - अप्पणो हियसिवसुहयभासत्ताए परिणमइ / તે તે જીવોને હિત આપનારી, શિવ આપનારી અને સુખ આપનારી પોતપોતાનો ભાષારૂપે પરિણમે છે. અહીં હિત અભ્યદય, શિવ=મોક્ષ અને સુખશ્રવણનો આનંદ સમજવો. સામાન્ય વક્તાઓ જે હોય છે, તેઓની વાણીને સભામાં પાછળ બેઠેલા શ્રોતાજનોને સાંભળવામાં મુશ્કેલી પડે છે, કારણ કે અવાજ દૂર જતાં ધીમો પડી જાય છે, જ્યારે 1. જુઓ વી. સ્ત, પ્ર. 10, ગ્લો. 3 વિવ. 2. ગા. ૪૪૩ની ટીકા. 3. न हि एवंविधभुवनाद्भुतमतिशयमन्तरेण युगपदनेकसत्त्वोपकारः शक्यते कर्तुमिति / - પ્રવ, સા. ગા. 443 ટી. 4. સૂત્ર-૩૪ અર્થ ટીકાના આધારે કરેલ છે. અરિહંતના અતિશયો 93
Page #107
--------------------------------------------------------------------------
________________ ભગવંતની સભામાં એક યોજન સુધીના વિસ્તારમાં બધા જ જીવ એકસરખી રીતે સાંભળી શકે છે. આ અતિશય જાણવો. ભગવંતની વાણીના એક જ વચનથી એકીસાથે અનેક જીવો અનેક રીતે પ્રતિબોધ પામ છે. એ વિશે ઉપદેશ પ્રાસાદમાં એક ભીલનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે, તે આ રીતે - सरःशरस्वरार्थेन, भिल्लेन युगपद्यथा / सरो नत्थीति वाक्येन, प्रियास्तिस्रोऽपि बोधिताः / / સરોવર, બાણ અને સારો કંઠ - એ ત્રણે અર્થ કહેવાની ઇચ્છાવાળા કોઈ ભીલે ‘સરો નત્યિ' “સર નથી” એ વાક્ય કરીને પોતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી. કોઈ એક ભીલ જેઠ મહિનામાં પોતાની ત્રણે સ્ત્રીઓને સાથે લઈને કોઈક ગામ તરફ જતાં હતાં. રસ્તામાં એક સ્ત્રીએ તેને કહ્યું કે - “હે સ્વામી ! આપ સુંદર રાગથી ગાયન કરો, કે જે સાંભળવાથી મને આ રસ્તાનો શ્રમ તથા સૂર્યના તાપ બહુ દુઃસહ ન થાય.' બીજી સ્ત્રીએ કહ્યું કે - હે નાથ ! આપ સરોવરમાંથી કમળની સુગંધવાળું શીતલ પાણી લાવી આપીને મારી તરસને દૂર કરો.' બીજી સ્ત્રી બાલી કે પ્રિય ! મને હરણનું માંસ લાવી આપીને મારી ભૂખને દૂર કરો.' તે ત્રણે સ્ત્રીઓનાં તે તે વાક્યો સાંભળીને તે ભોલે - “સરો નત્યિ' ‘સર નથી,' એ એક જે વાક્યથી તે ત્રણાને ઉત્તર આપ્યો. તમાં પહેલી સ્ત્રી એમ સમજી કે, સ્વર નથી', એમ કહીને મારા સ્વામી કહે છે કે મારો કંઠ સારો નથી, તેથી શી રીતે ગાન કરું ?' બીજી સમજી કે કોઈ સરોવર આટલામાં નથી; પાણી ક્યાંથી લાવું ?' ત્રીજી સમજી કે સર=શર=બાણ નથી, તો શી રીતે હરણને મારીને માંસ લાવી શકાય ?" આ પ્રમાણે ભીલના એક જ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પોતપોતાના માટે ઉચિત ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ. ભગવંતની વાણી તો સવોત્તમ છે, તેથી એકીસાથે અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે ? 1 . ભાષાતર ભાગ-1 , વ્યાખ્યાન 1 . GY અરિહંતના અતિશયો
Page #108
--------------------------------------------------------------------------
________________ ભગવંતની વાણી રૂપ અતિશયોથી સહિત હોય છે. આમાંનો એક પણ અતિશય બીજા કોઈની પણ વાણીમાં હોતો નથી. પૂર્વે આપણે જોઈ ગયા છીએ કે અતિશય તેને જ કહેવાય કે જે ગુણ તેની પરાકાષ્ઠાએ ફક્ત ભગવંતમાં જ હોય, બીજા કાર્યમાં પણ તે ગુણ હોય તો તે ભગવંત કરતાં અનંતગુણ હીન જ હોય અને બીજા કોઈમાં પણ તે ગુણ ઉત્તમ કક્ષાએ હોય તો પણ તેના કરતાં પણ ભગવંતમાં અનંતગુણ અધિક જ હોય. દા.ત. ભગવંતની વાણીનો પ્રથમ અતિશય-ગુણ સંસ્કારવત્ત્વ. જેવા ઉત્તમ સંસ્કારોવાળી વાણી ભગવંતની હોય છે, તેવી બીજા કોઈની પણ હોતી નથી. ઉત્તમ કેળવણી પામેલ માણસની ભાષા સંસ્કારવાળી હોય છે, એટલે કે તે ભાષા વ્યાકરણ આદિના નિયમાથી શુદ્ધ હોય છે અને સભ્યતા, સંસ્કારિતા વગેરેને સૂચવનારી હોય છે. ઉત્તમમાં ઉત્તમ સંસ્કારવાળી ભાષા બોલનાર માણસની ભાષાની સંસ્કારિતા કરતાં ભગવંતની વાણીની સંસ્કારિતા અનંતગુણ અધિક હોય છે. અર્ધમાગધી ભાષા તા બોલનારા ઘણા હોય છે, પણ ભગવંતની જેવી પરમ સત્ય. પરમ સુંદર અને પરમ કલ્યાણકારી અર્ધમાગધી ભાષા તો ભગવંત જ બોલે છે. આ વાણીના 35 અતિશયાને શ્રી સમવાયાંગ સૂત્ર વગેરેમાં સત્ય વચનના અતિશય તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - પતિ સવારૂસા | - સત્યવચનના 35 અતિશેષ છે - અતિશયો છે. શ્રી અભિધાન ચિંતામણિ'માં કહ્યું છે કે - અથ વચનાતિયાન કાર - ‘હવે વચનાતિશયો કહે છે,' એમ કહીને પ્રથમ કાંડ શ્લો. 65 ૭૧માં 35 વચનાતિશયોનું વર્ણન છે. એ શ્લોકની ટીકાના ઉપસંહારમાં કહ્યું છે કે - इत्येवमर्हतां पञ्चत्रिंशद्वाचां गुणा अतिशया भवन्तीति / આ રીતે અરિહંતોની વાણીના 35 ગુણો-અતિશયો હોય છે. 35 વચનાતિશયોનું વર્ણન શ્રી સમવાયાંગ સૂત્ર (સૂત્ર-૩૫), શ્રી અભિધાન ચિંતામણિ વગેરે અનેક ગ્રંથોમાં મળે છે. તે સામાન્યથી આ રીતે છે : 1. સંસ્કારવન્તઃ સભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કારોથી યુકન ( ર ; } 1. સ્વો, ટી. બ્લો. 65. 2. દેવાધિદેવકાંડ, લો. 65 71 3. આ નામો શ્રી અભિધાનચિંતામણિના આધારે અહીં આપ્યા છે. આ પ ારા ભગવંતના વચનના છે. અરિહંતના અતિશયો
Page #109
--------------------------------------------------------------------------
________________ 2. ઔદાર્યો : એ સ્વરે બોલાતું (ઉદાત્ત) 3. ઉપચારપરીનતા : અગ્રામ્ય (ઉપચારોપત) 4. મેઘગંભીરઘોષત: મેઘની જેમ ગંભીર શબ્દવાળું (ગંભીર-શબ્દ) 5. પ્રતિવાદવિધાયિતા : પ્રતિધ્વનિ, પડઘાવાળું (અનુનાદિ) કે દક્ષિણત્વ : (સરલ) 7. ઉપનિીતરાગત્વ: માલકોશ વગેરે ગ્રામરાગોથી યુક્ત (આ સાત વચનાતિશયો શબ્દની અપેક્ષાએ છે, બીજા અતિશયો અર્થની અપેક્ષાએ છે.) 8. મહાર્થતા : મહાન-વ્યાપક વાચ્ય અર્થવાળું. 9. અવ્યાહતવ્ય : પૂર્વે કહેલ અને પછી કહેલ વાક્યો અને અર્થો સાથે વિરોધ વિનાનું. (અવ્યાહતપૌર્વાપર્ય) 10. શિષ્ટત્વ : અભિમત ઇષ્ટ સિદ્ધાંતના અર્થને કહેનાર અને વક્તાની શિષ્ટતાનું સુચક (નિર્મળ જ્ઞાન, વૈર્ય, સજ્જનતા વગેરે ગુણોથી યુક્ત પુરુષને શિષ્ટ પુરુષ કહેવામાં આવે છે, તેનું વચન પણ શિષ્ટ-વચન કહેવાય છે.) 11. સંશયોનો અસંભવ : અસંદિગ્ધતા, સંદેહરહિત (અસંદિગ્ધ). 12. નિરાકૃતાન્યોત્તરત્વ : બીજાઓ જેમાં દૂષણ ન બતાવી શકે એવું (અપહતાયોત્તર). 13. હૃદયંગમતા : હદય-ગ્રાહ્ય, હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર. 14. મિથસાકાંક્ષતા : પદો અને વાક્યોની પરસ્પર સાપેક્ષતાવાળું (અન્યોન્યપ્રગૃહીત). 15. પ્રસ્તાવોચિય : દેશ અને કાળને ઉચિત (દેશકાલાવ્યતીત). 1 કે, તત્ત્વનિષ્ઠતા : વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતું (તત્ત્વાનુરૂ૫). 10. અપ્રકીર્ણ પ્રવૃત્વ : સુસંબદ્ધ, વિષયાંતરથી રહિત અને અતિવિસ્તાર વિનાનું. 1 8. અસ્વશ્લાઘાનિન્દતા સ્વપ્રશંસા અને પરનિંદા વગરનું (પરનિંદા આત્મોત્કર્ષ વિયા ) 19. આભિજાત્ય : વક્તાની અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરતું. (અભિજાત). 10. અતિસ્નિગ્ધ મધુરત્વ અત્યંત સ્નેહ (મૈત્રી)ના કારણે સ્નિગ્ધ અને મધુરતાવાળું. ઘી, ગોળ વગેરેની જેમ સુખકારી. કામ માં કપલ આ નામ શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાંથી ગ્રહણ કરેલ છે. જ્યાં કૌંસમાં નામ ખાખ થી ત્યાં | અભિધાનચિંતામણિ જેવા જાણવા. અરિહંતના અતિશયો
Page #110
--------------------------------------------------------------------------
________________ 21. પ્રશસ્યતા : ઉપરના ગુણોના કારણે પ્રશંસાને પામેલ (ઉપગત શ્લાઘ). 22. અમર્મવેધિતા : બીજાઓના મર્મને ખુલ્લાં ન પાડનારું અને તેથી બીજાઓના હૃદયને નવીંધનારું. (અપરમર્મવધિ). 23. ઔદાર્ય: ઉદાર-અતુચ્છ અર્થને કહેનારું (ઉદાર). 24. ધર્માર્થ પ્રતિબદ્ધતા ધર્મ અને અર્થથી અરહિત (અર્થધર્માભ્યાસાનપત). 25. કારકાદિ-અવિપર્યાસ : કારક, કાલ, વચન, લિંગ વગેરેના વ્યત્યય (વિપર્યાસ) રૂપ વચનદોષથી રહિત (અનાનીત) . 29. વિશ્વમાદિવિયુક્તતા: વિભ્રમ, વિક્ષેપ, કિલિકિંચિત વગેરે મનના દોષોથી રહિત. વિભ્રમ=વક્તાના મનની ભ્રાંતિ. વિક્ષેપ=કહેવા યોગ્ય અર્થ પ્રત્યે વક્તાની અનાસક્તતા. કિલિકિંચિત=રોષ, ભય, અભિલાષ વગેરે ભાવોની એકસાથે અથવા અલગ અલગ મનમાં વિદ્યમાનતા. (વિભ્રમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિ વિમુક્ત.) 27. ચિત્રકૃત્ત્વ કહેવાતા અર્થના વિષયમાં શ્રોતાઓમાં અવિચ્છિન્ન (સતત) કૌતુક કુતૂહલને ઉત્પન્ન કરતું (ઉત્પાદિતાવિચ્છિન્ન-કૌતૂહલ). 28. અદ્ભુત 29. અનતિવિલંબિતા : અતિવિલંબથી રહિત (બે વર્ગો, શબ્દો, પદો, વાક્યોની વચ્ચે અતિવિલંબ થાય તો સાંભળનારને સમજવામાં મુશ્કેલી પડે.) 30. અનેકજાતિવૈચિત્ર્ય : જાતિઓ એટલે વિવક્ષિત વસ્તુનાં સ્વરૂપનાં વર્ણનો. વર્ણન કરાતી વસ્તુનાં સ્વરૂપનાં વર્ણનોની વિચિત્રતા અને વિવિધતાથી યુક્ત. વસ્તુ | સ્વરૂપનાં વિચિત્ર અને વિવિધ વર્ણનોથી યુક્ત અનેક જાતિ સંશ્રયથી (વિચિત્ર). 31. આરોપિતવિશેષતા : બીજાં વચનોની અપેક્ષાએ વિશિષ્ટ (આહિતવિશેષ). 32. સર્વપ્રધાનતા : સત્ત્વ સાહસ સાહસની પ્રધાનતાવાળું (સત્ત્વ-પરિગૃહીત). 33. વર્ણ-પદ-વાય-વિવિક્તતા વર્ણો, પદો અને વાક્યોના ઉચ્ચારની વચ્ચે જેટલું સમુચિત અંતર જોઈએ તેટલા અંતરવાળું. સ્પષ્ટ વર્ગો, પદો અને વાક્યોવાળું (સાકાર). 34. અત્રુચ્છિત્તિ H વિવક્ષિત અર્થની સંપૂર્ણ સુંદર સિદ્ધિ ન થાય ત્યાં સુધી અખંડ રીતે તેને (વિવક્ષિત અર્થને) વિવિધ પ્રમાણથી સિદ્ધ કરતું. અખંડ ધારાબદ્ધ (અવ્યુચ્છેદિ). 35. અખેદિવ: કહેતી વખતે વક્તાને જેમાં ખેદ-શ્રમ-આયાસ નથી એવું. સુખપૂર્વક કહેવાતું (અપરિખેદિત). અરિહંતના અતિશયો
Page #111
--------------------------------------------------------------------------
________________ શ્રી સમવાયાંગ સૂત્રની ટીકાનાં નામોનો (જે પૂર્વે કૌસમાં આપ્યા છે) ક્રમશઃ સંગ્રહ આ રીતે છે : 'વચન ગુણવાનું કહેવું જોઈએ. તે આ રીતે : 1. સંસ્કારવતું. 2. ઉદાત્ત. 3. ઉપચારોપેત. ૪.ગંભીર શબ્દ. 5. અનુનાદિ. 6. સરલ. 7. ઉપનીત રાગ. 8. મહાર્થ. 9. અવ્યાહતપૌર્વાપર્ય.૧૦.શિષ્ટ.૧૧.અસંદિગ્ધ.૧૨.અપહૃતાન્યોત્તર.૧૩. હૃદયગ્રાહિ. 14. દેશકાલાવ્યતીત. 15. તત્ત્વાનુરૂપ. 11. અપ્રકીર્ણપ્રસૃત. 17. અન્યોન્યપ્રગૃહીત. 18. અભિજાત. 19. અતિ સ્નિગ્ધ મધુર. ૨૦.અપરમર્મવિદ્ધ. ૨૧.અર્થધર્માભ્યાસાનપત. 22. ઉદાર. 23. પરનિંદા-ત્મોત્કર્ષવિપ્રયુક્ત. 24. ઉપગતશ્લાઘા. ૨૫.અનપનીત. રક. ઉત્પાદિતાવિચ્છિન્નકૌતુહલ. 27. અદ્ભુત. 28. અનતિવિલંબિત. 29 વિભ્રમવિક્ષેપકિલિકિંચિતાદિવિમુક્ત. 30. અનેકજાતિ સંશ્રયથી વિચિત્ર. 31. આઈતિવિશેષ. 32. સાકાર. 33. સત્ત્વપરિગ્રહ. 34. અપરિખેદિત. 35. અવ્યુચ્છેદ. આવા ગુણોવાળું વચન મહાનુભાવોએ (મહાન ભાગ્યવાળા પુરુષોએ) કહેવું જોઈએ.' જગતમાં જેટલા પણ મહાનુભાવ પુરુષો છે, તેના સ્વામી ભગવાન તીર્થકર છે. મહાનુભાવ મહાત્માઓમાં અગ્રણી ગણધર ભગવંતો હોય છે. તેમનું વચન ઉપર કહેલ 35 ગુણોથી સહિત હોય છે. પરંતુ તે જ 35 ગુણો ભગવાન તીર્થકરમાં અતિશય કહેવાય છે, કારણ કે બીજા બધા કરતાં ભગવંતમાં તે ગુણો અનંતગણ અધિક હોય છે. તેનું કારણ એ જ છે કે ભગવંતનું પુણ્ય બીજા જીવો કરતાં અનંતગણ અધિક હોય છે. તૃતીય કર્મક્ષયજ અતિશય ભામંડલ भामण्डलं चारु च मौलिपृष्ठे विडम्बिताहर्पतिमण्डलथि / ભા=પ્રભા. મંડલ=વર્તુળ. ચારુ=મનોહર. મૌલિપૃષ્ઠ=મસ્તકના પાછળના ભાગમાં. વિ. સૂર્યમંડલની શોભા કરતાં અત્યંત અધિક શોભાવાળું, ભગવંતના મસ્તકના પાછળના ભાગમાં અત્યંત મનોહર અને સૂર્યમંડલની શોભા કરતાં અત્યંત અધિક શોભાવાળું ભામંડલ હોય છે. 1. અહીંથી આપેલ વિષય સમવાયાંગ સૂત્રની ટીકાન જાણવો. 2. અહીં સુધીના વિષય શ્રી સમવાયાંગ સૂત્રની ટીકાનો છે. 3. અ. ચિ. કાં. 1, શ્લો. પ૯. 98 અરિહંતના અતિશયો
Page #112
--------------------------------------------------------------------------
________________ ભામંડલના વર્ણનમાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - इसि पिठ्ठओ मउडठाणंमि तेयमंडलं अभिसंजायइ, अंधकारे वि य णं दसदिसा पभासेइ' / ભગવંતના મસ્તકની બહુ જ નજીક પાછળના ભાગમાં તેજમંડલ-પ્રભાઓનું વર્તુળ ઘાતિકર્મનો ક્ષય થતાં જ સમુત્પન્ન થાય છે. તે અંધકારમાં પણ દશે દિશાઓને પ્રકાશિત કરે છે. ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે કે : ભગવંતના મસ્તકની પાછળ બાર સૂર્યોની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનોહર એવું ભામંડલ હોય છે. ભામંડલ એટલે પ્રકાશના પંજનો ઉઘાત. વર્ધમાનદેશના'માં કહ્યું છે કે - रूवं पिच्छंताणं, अइदुल्लहं जस्स होउ मा विग्धं / तो पिंडिऊण तेअं. कुणंति भामंडलं पिट्टे / / ભગવંતનું રૂપ અતિ તેજસ્વી હોય છે, તેથી જોનારાઓને તેનું દર્શન અતિદુર્લભ ન થઈ જાય, તે માટે તે સર્વ તેજનો પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ ભામંડલ રૂપે રહે છે. તેથી ભગવંતનું દર્શન કરવાની અભિલાષાવાળા જીવો ભગવંતને સુખે સુખે જોઈ શકે છે - ભગવંતની સામું જોઈ શકે છે. આ વિષયમાં શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - હે મુનિજન શિરોમણિ જિનદેવ ! આપના મસ્તકની પાછળ તેજમાં સૂર્યમંડળને પરાજિત કરતું એવું ભામંડલ દેદીપ્યમાન છે. આ ભામંડલ એ આપનો ઘાતિકર્મક્ષય સહચરિત અતિશય છે, છતાં જોતાં એવું લાગે છે કે આપનું અનંત તેજોમય અને સકલ જનને જોવાલાયક શરીર અતિ તેજના કારણે અદશ્ય ન થઈ જાય, તે માટે જ જાણે દેવતાઓએ તે રચ્યું ન હોય !' પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે - ભગવંતના મસ્તકની પાછળ તેજસ્વિતામાં બાર સૂર્યોના તેજને જીતતું એવું ભામંડલ હોય છે. તેનો ઉદ્યોત-પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે. આ અતિશયનું વર્ણન કરતાં ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે કે - 1. સૂત્ર-૩૪, અતિશય-૧૨, પ્રત પૃ. 59 60. 2. વી. સ્વ. પ્ર. 3, શ્લો. 11. વિવ. અવ. 3. अतिभास्वरतया जितबहुतरणिः तिरस्कृतद्वादशार्कतेजाः प्रसरति भामण्डलस्य प्रमापटलस्योद्योतः / બા. 464 ટીડા, 1. પર્વ 1 2, સર્ગ-૬, પૃ. 200 5. હિંતના અતિશયો
Page #113
--------------------------------------------------------------------------
________________ ‘જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને તેમાં સૂર્યમંડલને જીતનારું ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ શોભી રહ્યું હતું.' આ અતિશય વિશે કેટલાક ગ્રંથોમાં મળતા 48 ગાથાવાળા ભક્તામર સ્તોત્રમાં ગાથા ૩૪મીમાં નીચે મુજબ કહ્યું છે : शुम्भत् प्रभावलयभूरिविभा विभोस्ते, लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ति / प्रोद्यदिवाकरनिरन्तरभूरिसंख्या, दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् / / હે વિભો ! તમારા શોભાયમાન ભામંડલ (પ્રભાવલય)ની અતિશય તેજસ્વિતા ત્રણ જગતના ઘુતિમાન પદાર્થોની વૃતિનો તિરસ્કાર કરે છે અને અનેક પ્રકાશમાન સૂર્યોની સમાન તેજસ્વી હોવા છતાં પણ ચન્દ્રમાના કારણે સૌમ્ય એવી રાત્રિને પણ (શીતળતામાં) જીતી લે છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ શોભી રહ્યું છે, જાણે રોજના નિયત (અવશ્ય થનારા) અસ્તથી કદર્થનાને પામેલ સૂર્યમંડલ ભગવંતના શરણે ન આવ્યું હોય ! કર્મક્ષયજ અતિશયો - 4 થી 11 સવાસો યોજનમાં રોગ”, વૈર", ઇતિ, મારિ, અતિવૃષ્ટિ‘, અવૃષ્ટિ, દુર્મિક્ષ9, સ્વપરચભય ન હોય. 1. મહા, નવ, પૃ. 374, 2. આ પ્રાતિહાર્યથી ગભિત મંત્ર આ રીતે છે : ॐ ह्रीं भामण्डलप्रातिहार्यप्रभास्वते श्रीजिनाय नमः / - જુઓ કલ્યાણ મંદિર સ્તોત્ર ગા. 24 મહા. નવ, પૃ. 475 ભામંડલ પ્રાતિહાર્યના ધ્યાનથી શત્રુ સૈન્ય પર વિજય મળે છે, સર્વત્ર જય થાય છે અને પ્રતાપ વધે છે, એવું ભામંડલ પ્રાતિહાર્ય ગર્ભિત સ્તોત્રોની ગાથાઓનાં વિધિ વિધાનો જોતાં સ્પષ્ટ થાય છે. તિલોય પણત્તિમાં આ ભામંડલની એક અનોખી વિશેષતા દશ વિવાહમાં આવી છે, તે આ રીતે --- ‘દર્શન માત્ર થતાં જ સર્વ લોકોને સેંકડો ભવોનું જ્ઞાન (જાતિ સ્મરણ જ્ઞાન) કરાવનારું અને કરોડો સૂર્યો સમાન ઉજ્વલ એવું શ્રી તીર્થકર ભગવંતોનું ભામંડલ જયવંતુ વર્તે છે.' - ચતુર્થ મહાધિકાર 3. સર્ગ-૩૦, પૃ. 312 4 11, આ વસ્તુઓના અભાવને તે તે અતિશય ક્રમશઃ જાણવો. દા.ત. 4 = ચોથો કર્મક્ષયજ અતિશય રોગનો અભાવ. 200 અરિહંતના અતિશયો
Page #114
--------------------------------------------------------------------------
________________ साग्रे त्र गव्यूतिशतद्वये रूजा, वैरेतयो मार्यतिवृष्टयवृष्टयः / दुर्भिक्षमन्यस्वकचक्रतो भयं, स्यानत एकादश कर्मधातजाः / / સા=૫૦ ગાઉ = 25 યોજન અધિક. ૧ભૂતિશતદરે બસો ગાઉમાં = 100 યોજનમાં.રૂના=રોગ.રેતા =વેર અને ઇતિ. માર્વતિવૃષ્ટપૃદય =મારિ, અતિવૃષ્ટિ અને અવૃષ્ટિ =દુકાળ.ગચસ્વવત મયંસ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ભય. =ન હોય. વાલી મૈયાતિના =આ અગિયાર અતિશયો કર્મક્ષયથી ઉત્પન્ન થાય છે. ભગવંત જ્યાં વિચરતા હોય તે પ્રદેશમાં સવાસો યોજન સુધીમાં રોગ, વૈર, ઇતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્મિક્ષ અને સ્વચક્ર-પરચક્રભય ન હોય. શ્રી અભિધાન ચિંતામણિમાં કર્મક્ષયજ ચોથા અતિશયથી માંડીને અગિયારમા અતિશયનું વર્ણન એક જ શ્લોકમાં આપેલું હોવાથી અહીં પણ એકી સાથે જ આપ્યું છે. શ્રી વીતરાગ સ્તવમાં દરેક અતિશયનું વર્ણન અલગ અલગ શ્લોકમાં આપેલ છે. અભિધાન ચિંતામણિની સ્વોપજ્ઞ ટીકા મુજબ આ અતિશયોનું સંક્ષિપ્ત વર્ણન આ રીતે છે : અતિશય ૪-તાવ વગેરે રોગો ન હોય. અતિશય પ-વેર એટલે લોકોમાં એકબીજા સાથે વિરોધ ન હોય. અતિશય કઇતિ એટલે ધાન્ય વગેરેને હાનિ કરનાર અતિપ્રમાણમાં ઉંદરી, તીડો, પોપટો વગેરે પ્રાણીઓના સમૂહ ન હોય. અતિશય ૭-મારી (મરકી) એટલે ઔપાતિક એટલે કે દુષ્ટ દેવતા વગેરેએ કરેલ સર્વત્ર મરણ, તે ન હોય. અકાલ મૃત્યુ પણ ન થાય. અતિશય ૮-અતિવૃષ્ટિ એટલે નિરંતર ઘણો જ વરસાદ, તે ન હોય. અતિશય ૯-અવૃષ્ટિ એટલે સર્વથા વરસાદનો અભાવ, તે ન હોય. 1. અ. ચિ. કાં. 1 શ્લો. 60. 2. પૂર્વે કહેલ 3 અને અહીં કહેલ 8 અતિશયો. 3. જુઓ પરિશિષ્ટ, 4. કોઈ પણ જાતના ઉત્પાતથી થતી વસ્તુને ઔત્પાતિક કહેવામાં આવે છે. આકાશમાંથી પથરા વગેરેની વૃષ્ટિરૂપ જે અનિષ્ટ વસ્તુઓ તેને ઉત્પાત કહેવામાં આવે છે. 5. અતિ વરસાદથી પાકને નુકસાન પહોંચે. અરિહંતના અતિશયો 101
Page #115
--------------------------------------------------------------------------
________________ અતિશય ૧૦-દુર્મિક્ષ દુષ્કાળ, તે ન હોય. વિહાર પૂર્વે ઉત્પન્ન થયેલ દુષ્કાળ નાશ પામે, નવો ઉત્પન્ન ન થાય. અતિશય ૧૧-સ્વરાષ્ટ્રથી ભય અને પરરાષ્ટ્રથી ભય ન હોય. આ અગિયાર અતિશયો ભગવંતને જ્ઞાનાવરણીય વગેરે ઘાતકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. જ્યાં જ્યાં ભગવાન વિચરતા હોય ત્યાં ત્યાં સવાસો યોજનમાં આ રોગ આદિ ઉપદ્રવોનો અભાવ હોય. સવાસો યોજનાની ગણના આ રીતે કરવામાં આવે છે : ચારે દિશાઓમાંની દરેક દિશામાં પચીસ પચીસ યોજન, ઊર્ધ્વ દિશામાં સાડા બાર યોજન અને અધોદિશામાં સાડા બાર યોજન, એમ કુલ સવાસો યોજન. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - जओ जओ वि य णं अरहंता भगवंतो विहरंति तओ तओ वि य ण जोअणपणवीसारणं ईती न भवइ, मारी न भवइ, सचक्कं न भवइ, परचक्कं न भवइ, अवुट्ठी न भवइ, अनावुट्ठी न भवइ, दुब्भिक्खं न भवइ, पुबुपण्णा वि य णं उप्पाइया वाही खिप्पामेव उवसंमति / જ્યાં જ્યાં પણ અરિહંત ભગવંતો વિચરતા હોય છે, ત્યાં ત્યાં (દરેક દિશામાં) પચીશ યોજનમાં ઇતિ ન હોય, મારી ન હોય, સ્વચક્ર ન હોય, પરચક ન હોય, અતિવૃષ્ટિ ન હોય, અનાવૃષ્ટિ ન હોય, દુર્મિક્ષ ન હોય તથા પૂર્વે ઉત્પન્ન થયેલા ઉત્પાતો અને રોગો પણ તરત જ શમી જાય. શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામાં સ્થાન-૧૦માં કહ્યું છે કે - જેઓના પ્રભાવથી સવાસો યોજનમાં પ્રશાંત થયા છે, વૈર, મારી, સ્વચક્ર-પરચક્રભય, દુર્મિક્ષ વગેરે ઉપદ્રવો, એવા ભગવાન મહાવીર'... કર્મક્ષયજ અતિશય 4, “રોગોનો અભાવ'ની વિશેષતા - શ્રી વીતરાગસ્તવ વિવરણ અને અવચૂર્ણિમાં કહ્યું છે કે - ભગવંત જે પ્રદેશમાં આવે ત્યાં છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલ બધા જ રોગો શમી જાય અને છ મહિના સુધી નવા રોગો ઉત્પન્ન ન થાય. 1. સ્વદેશમાં બળવો, હુડ ગેરે. 2. પરદેશની સાથે યુદ્ધ વગર, 3. સૂત્ર-૩૪. 4. ઉત્પાત = અનિષ્ટસૂચક રુધિરવૃષ્ટિ વગેરે અનર્થો (સમવાયાંગ સૂત્ર ટીકા પૃ. 92). 5. महावीरस्य भगवतः स्वप्रभावप्रशमितयोजनशतमध्यगतवैरिमारिविड्वरदुर्मिक्षाद्युपद्रवस्य / 6. પ્રા. 3, શ્લો. 4, વિશેષ માટે જુઓ પરિશિષ્ટ-વીતરાગ સ્તવ. 202 અરિહંતના અતિશયો
Page #116
--------------------------------------------------------------------------
________________ કર્મક્ષયજ અતિશય 5, “વેરનો અભાવની વિશેષતા. સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે - જન્માંતરમાં કે વર્તમાન જન્મમાં પૂર્વે બાંધેલ કે નિકાચિત કરેલ વૈરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળા પ્રાણીઓ પણ ભગવંતની પર્ષદામાં હોય ત્યારે પ્રશાંત મનવાળાં થઈને ધર્મ સાંભળે છે. બીજા પ્રાણીઓની વાત તો બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિ તીવ્ર વરવાળા વૈમાનિક દેવો, અસુરો, નાગ નામના ભવનપતિ દેવો, સુંદર વર્ણવાળા જ્યોતિષ્ક દેવ, યક્ષો, રાક્ષસો, કિન્નરો, કિંપુરુષો, ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દવા, ગંધર્વો અને મહોરગ નામના વ્યંતર દેવતાઓ પણ અત્યંત પ્રશાંત મનવાળા થઈને બહુ જ ભાવપૂર્વક ધર્મદેશના સાંભળે છે. પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે - પૂર્વભવોમાં બાંધેલ અથવા જન્મજાત (ઉંદર-બિલાડી વગેરેનું) વૈર શમી જાય છે. શ્રી વીતરાગસ્તવ વિવરણ અને અવચૂર્ણિમાં કહ્યું છે કે - હે દેવાધિદેવ ! આપની નિષ્કારણ કરુણા, બીજા કોઈ પણ સાધનથી ન ગમે એવા ભવોભવ સુધી સદા પ્રજવલિત રહેનાર દુર્ધર વૈરાનુબંધોને તત્કાલ પ્રશાંત કરે છે. તે વૈરાનુબંધો સ્ત્રી સંબંધી, ભૂમિ સંબંધી, ગામ-નગર વગેરેની માલિકી અંગે, કૌટુંબિક કારણો વગેરે કોઈ પણ જાતના હેતુઓથી થયા હોય અથવા તે વૈરાનુબંધો કૌરવ-પાંડવ વગેરેની જેમ કુલના ઉચ્છેદના નિમિત્ત થતા હોય, તો પણ આપના વિહાર માત્રથી તત્કાલ શમી જાય છે.” કર્મક્ષયજ અતિશય 7, “મારીનો અભાવની વિશેષતા -- પઉમરિયમાં ઉપદેશ આપતા મુનિવર શત્રુનને કહે છે કે હે શત્રુઘ્ન ! આ તારી નગરીને વિશે મારીનો ઉપદ્રવ થશે. તું જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ ઘરે ઘરે સ્થાપિત કરાવ. અંગુષ્ઠ પ્રમાણ પણ જિનપ્રતિમા જેના ઘરમાં હશે, તેના ઘરમાંથી મારી તરત જ નાશ પામશે. એમાં જરા પણ સંદેહ નથી. 1. જુઓ પરિશિષ્ટમાં પ્ર. સા. ના મૂલપાઠ. नेव भवन्ति पूर्वभवनिबद्धानि जातिप्रत्ययानि च वैराणि / - ગાથા- 886, ટીકા. 2. તારું નવરાપ ઘરે ઘરે વેવ પદમાગ ! | સર્ગ- 88, ૧૧-બ. अंगुटुपमाणावि हु जिणपडिमा जस्स होहिई घरम्मि तस्स भवणाउ मारी, नासिहिई लहु न संदेहो / - સ -9, ગ-૫૮. અરિહંતના અતિશયો 203
Page #117
--------------------------------------------------------------------------
________________ આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સ્વયં ભગવંતમાં તો કર્મક્ષયજ અતિશયો છે જ, પણ ભગવંતના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચારે નિક્ષેપાઓ અચિંત્ય સામર્થ્યવાળા છે. પ્રસ્તુત ગ્રંથનો આ વિષય ન હોવાથી અહીં તેનો વિસ્તાર કર્યો નથી. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણનમાં કર્મક્ષયજ આ અતિશયોનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે : વિહાર સમયમાં પોતાની ચારે દિશાએ સવાસો યોજન સુધી લોકોની વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ ભગવંત જગતના જીવોને શાંતિ પમાડતા હતા. રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ ઉંદર, પોપટ, તીડ વગેરે ધાન્યને ઉપદ્રવ કરનારા જીવોની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા. અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણિઓનાં નૈમિત્તિકર અને શાશ્વત વૈર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા. ઔષધ જેમ અજીર્ણ અને અતિસુધાનો નાશ કરે તેમ અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિના ઉપદ્રવનો નાશ કરતા હતા. અંતઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રનો ભય દૂર થવાથી તત્કાલ પ્રસન્ન થયેલા લોકો ભગવંતના આગમનનો મહોત્સવ કરી રહ્યા હતા. માંત્રિક પુરુષ જેમ ભૂત, રાક્ષસ વગેરેથી રક્ષા કરે છે, તેમ જનસંહારને કરનારા ઘોર દુભિક્ષથી ભગવંત સૌની રક્ષા કરતા હતા. 1. પર્વ ૧ર સર્ચ 6, પૃ. ૨૦૪પ. 2. સ્ત્રી, ધન વગેરેના નિમિત્તે થતાં વૈર. 3. ઉંદર-બિલાડીની જેમ જન્મજાત વૈર. 204 અરિહંતના અતિશયો
Page #118
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૩ 19 દેવકૃત અતિશયો છે. ઘર્મવમ્િ | આકાશમાં ધર્મચક્ર 2. જે રમ: | આકાશમાં ચામરો 3. खे सपादपीठं मृगेन्द्रासनमुज्ज्वलम् / આકાશમાં પાદપીઠથી સહિત ઉજ્વલ સિંહાસન 4. જે છત્રયમ્ આકાશમાં ત્રણ છત્ર છે. એ નમો qના ! આકાશમાં રત્નમય ધ્વજ 6. અંતિચારે પામીરગનિ પગ મૂકવા માટે સોનાનાં કમળ 7. પ્રત્ર ચાર | મનોહર ત્રણ ગઢ 8. ચતુર્મુસાફા ! સમવસરણમાં ચાર શરીર 2. ચતુ: | અશોક વૃક્ષ 10. अधोवदनाः कण्टकाः / કાંટાઓની અણી નીચી થાય 22. સુમનતિઃ | વૃક્ષો નમે 22. સુમિના 3: I ઊંચેથી દુંદુભિનાદ 1. આ સંસ્કૃત મૂલ પાઠ અભિધાન ચિંતામણિ, દેવકાંડ શ્લો. ૬૧/૯૪નો છે. અરિહંતના અતિશયો 105
Page #119
--------------------------------------------------------------------------
________________ રૂ. વાતોડનુત્ત: | પવન અનુકૂલ વાય. 24. શના: પ્રUિT: I પક્ષીઓ પ્રદક્ષિણામાં ફરે. 25. ન્યાનુવૃષ્ટિ: I સુગંધી જલની વૃષ્ટિ. 16. बहुवर्णपुष्पवृष्टिः / પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ. 17. कचश्मश्रुनखाप्रवृद्धिः / કશ, રામ, દાઢી અને નખ ન વધે. 18. चतुर्विधाऽमर्त्यनिकायकोटिजघन्यभावादपि पार्श्वदेशे / ચાર નિકાયના ઓછામાં ઓછા એક કરોડ દેવી સેવામાં પાસે હોય. 19. ऋतुनामिन्द्रियार्थानामनुकूलत्वम् / સર્વ ઋતુઓ અને ઇન્દ્રિય વિષયો અનુકૂલ (સુખકારક) થાય. इत्यमी एकोनविंशतिदैव्याश्चतुस्त्रिंशच्च मीलिताः / / આ રીતે આ દેવકૃત 19 અતિશયો છે. બધા મળીને 34 અતિશયો હોય છે. દેવકૃત પ્રથમ અતિશય ધર્મચક્ર खे धर्मचक्रम् / હે=આકાશમાં. ઘર્મર=ધર્મચક્ર, ધર્મપ્રકાશક ચક્ર હોય છે. ભગવંતની આગળ આકાશમાં ધર્મચક્ર હોય છે. અહીંથી દેવોએ ભક્તિ નિમિત્તે કરેલા અતિશયોનો પ્રારંભ થાય છે. તેમાં આ ધર્મચક્ર પ્રથમ અતિશય છે. આ બધા જ અતિશયો કરે છે દેવતાઓ, પણ થાય છે ભગવંતના પ્રભાવથીઅતિશયથી. ભગવંતની હાજરી વિના બધા જ દેવતાઓ મળીને ધર્મચક્ર જેવું ધર્મચક્ર બનાવે, તો પણ તે ભગવંતની હાજરીમાં બનાવેલ, ધર્મચક્ર જેવું ન બને. ભગવંતના ધર્મચક્ર કરતાં તે અનંતગુણહીન પ્રભાવ, શોભા, તેજ વગેરેવાળું હોય. ભગવંતનું ધર્મચક્ર તેના કરતાં અનંતગણ અધિક ઉત્તમ હોય. બધા જ અતિશયોને વિશે આટલું જરૂર લક્ષમાં 1. અ. ચિ. કાં. 1, શ્લો. 61. 206 અરિહંતના અતિણાયો
Page #120
--------------------------------------------------------------------------
________________ રાખવું. તેથી અતિશય બરાબર સમજાશે. ભગવંતના મહાન પયાદયથી ત ધર્મચક બ• છે. ભગવંતની હાજરી વિના બધા જ દેવતા ભગા થાય અને ધર્મરાક બનાવ, પો ભગવંતના પુણ્યોદય તેઓ ક્યાંથી લાવે ? ભગવંતની હાજરીમાં તો એક જ દેવભગવંતના પ્રભાવથી સવોત્તમ ધર્મચક્ર બનાવી શકે. આ બધા જ અતિશયોમાં ભગવંતનું ઉદય પ્રાપ્ત તીર્થકર નામકર્મ મુખ્ય છે. તેના જ આ બધા દેવકૃત મહિમા છે. દેવતાઓ ઊંચામાં ઊંચી ભક્તિ કરે છે, છતાં એમ માને છે કે અમે કશું જ કરી શકતા નથી. આ ભગવંત તો અવા મહાન છે કે તેઓ માટે અમે જેટલું કરીએ તેટલું ઓછું જ છે.' લોકોત્તમ પ્રભાવવાળા ભગવાનને સાક્ષાત જાઈ રહેલા કરોડ દેવતાઓનાં મનમાં જે ભક્તિભાવો જાગે છે, તે ભક્તિભાવાનું મૂર્ત સ્વરૂપ. તીર્થંકર નામકર્મના ઉદયનું મૂ સ્વરૂપ, ભગવંતની સર્વોત્તમ પાત્રતાનું મૂર્ત સ્વરૂપ અને ભગવંત પૂર્વના ભવામાં જે કાંઈ સારું કર્યું છે. તેનું મૂર્ત સ્વરૂપ આ અતિશયો અને પ્રાતિહાર્યો છે. શ્રી તીર્થકર ભગવંત સિવાયના બીજા જીવો તેવા પ્રભાવશાળી ન હોવાથી તેઓ વિરા તેવા ઉત્તમ ભક્તિભાવો દેવતાઓના મનમાં ન જાગવાથી, બીજા જીવોને કદાપિ તીર્થકર નામકર્મનો ઉદય ન હોવાથી બીજા જીવોમાં તેવી લોકોત્તમ પાત્રતા ન હોવાથી અને બીજા જીવાએ તેવું સર્વોત્તમ શુભકર્મ કરેલું ન હોવાથી, બીજા જીવોને આ અતિશયોમાંના એક પણ અતિશય કે પ્રાતિહાર્યોમાંનું એક પણ પ્રાતિહાર્ય ત્રણે કાળમાં કદાપિ હોતું નથી. "જેન આ અતિશયો કે આ પ્રાતિહાર્યો હોય તે જ ભગવાન: બીજા કોઈ કદાપિ ભગવાન હોઈ શકે જ નહીં આ સર્વોત્તમ સિંદ્ધાંતનાં મૂર્તિમાન સ્વરૂપ આ અતિશયો અને આ પ્રાતિહાર્યો છે. આવા ભગવાન સિવાયના બીજા કોઈને પણ ભગવાન તરીકે માનવા આનું જ નામ અનેક ભવસંચિત મિથ્યાત્વનો ઉદય છે. ખરી રીતે તો આવા અતિશયો અને આવા પ્રાતિહાર્યા વિના અન્ય કોઈ પણ ભગવાન બનવા માટે લાયક જ નથી. આ ધર્મચક્ર અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - आगासगयं चक्कं / આકાશમાં દેદીપ્યમાન ચક્ર હોય છે. ભગવંત વિહાર કરતા હોય છે ત્યારે ભગવંતની સાથે સાથે ઉપર આકાશમાં ધર્મચક્ર ચાલે છે. આ અતિશય દેવકૃત હોવાથી આ ધર્મચક્રન દેવતાઓ ઉપર ચલાવે છે. આ ધર્મચક્ર અત્યંત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હોય છે અને આ ચક્રમાંથી ફેલાતું તેજ અંતરીક્ષમાં દશે દિશાઓને પ્રભાવિત કરે છે. 1. સૂત્ર-૩૪. અરિહંતના અતિશયો 207
Page #121
--------------------------------------------------------------------------
________________ જેમ પ્રલયકાલીન સુર્યની સામ લાકા પોતાની આંખને એક ક્ષણ પણ સ્થિર ન કરી શકે તેમ માદષ્ટિ જીવા ક્ષણ વાર પણ આ ધર્મચક્રાતિશયને જોઈ શકતા નથી. તેઓની આંખ અજાઈ જાય છે. આ જ ધર્મચક્ર સમ્યગ્દષ્ટિ આત્મા માટે અમૃતમય અંજન બની જાય છે. તે-નાની દષ્ટિ તેના ઉપર સ્થિર થઈ જાય છે અને તે વધુ ને વધુ સ્થિર થવા લાગે છે. એ ચક્રના મહાન પ્રભાવથી તેનાં કર્યાંધકારનાં પડલ વિખરાઈ જાય છે અને આત્મા સ્વપ્રકાશથી વધુ ને વધુ પ્રકાશિત થાય છે. આ ધર્મચક્ર તીર્થકર લક્ષ્મીના ભાલનું પ્રશસ્ત તિલક છે.' આ ધર્મચક વિશે ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિતમાં કહ્યું છે કે ''આગળ ચાલતાં ચક્રથી જેમ ચક્રવર્તી શાભ તેમ આગળ ચાલતા અસાધારણ તજવાળા ચક્રથી ભગવાન ઋષભદેવ શોભી રહ્યા હતા. ચક્રવર્તીનું ચક્ર જેમ બતાવે છે કે - “આ છ ખંડના વિજેતા છે. તેમ આ ધર્મચક્ર એ 'બતાવ છે કે - "આ દવાધિદવ ત્રણ ભુવનના વિજેતા છે." ચક્રવર્તન જેમ ચક્ર હોય છે અને ઇન્દ્રને જમ વજ, તેમ સર્વ જીવાના સમસ્ત કર્મશત્રુઓ પર વિજય મેળવવા ભગવંતને ધર્મચક્ર હોય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે -- "ભગવંત જ્યારે સમવસરણમાં ચતુર્મુખપ વિરાજમાન હોય ત્યારે દરેક સિહાસનની આગળ સોનાના કમળ પર પ્રતિષ્ઠિત એવું એકેક ધર્મચક્ર હોય છે. તે તજમાં સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી હોય છે. તે ધર્મચક્ર એ બતાવે છે કે - આ ભગવાન ત્રણે ભુવનમાં સર્વોત્તમ ચક્રવર્તી ધર્મ ચક્રવર્તી છે. તેનો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલાયેલા હોય છે. ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે. ત્યારે આ ધર્મચક્ર ઉપર આકાશમાં ચાલે છે.' ધર્મ વરચક્રવર્તી દવાધિદેવ ભગવાન શ્રી તીર્થકરનું ધર્મચક્ર સદા અપ્રતિહત હોય છે. તે કદી પણ નિષ્ફળ ન જ જાય. ચક્રવર્તીના ચક્રનું ફળ તો અનેકાંતિક છે. એટલે કે તે સ્વકાર્ય સાથે અથવા ન પણ સાધે, જેમ ભરતચકીનું ચક્ર બાહુબલિ ઉપર ન ચાલ્યું. આ ધર્મચક્ર પર દૃષ્ટિ પડતાં જ વિરોધીઓના મદ ઓગળી જાય છે. આ ધર્મચક્રનું 1 મિથ્યા થTIIના: સુદામમૃતાઝના I तिलकं तीर्थकृल्लम्या, पुरश्चक्रं तवैधते / / મિથ્યા દ્રષ્ટિ માટે પ્રલય કાલીન સૂર્ય, સમ્યગ્દષ્ટિઓ માટે અમૃતમય અંજન અને તીર્થકર લક્ષ્મીનું તિલક, અવું ધર્મચક, હે પ્રભો ! આપની આગળ ચાલે છે. - વી. ત. પ્ર. 4, શ્લોક-૧. પર્વ 1 , સર્ગ-૬, પૃ. 204 5. કે, લોક છે. તે 30 બ્લા, 20 22. અરિહંતના અતિશયો
Page #122
--------------------------------------------------------------------------
________________ સ્મરણ- ધ્યાન પણ શત્રુના મદને દૂર કરે છે.' અનેક મહાન વિદ્યાઓમાં આ ધર્મચકનું ધ્યાન હોય છે. તેનું વર્ણન કરતા મંત્રાલરાથી તે ધ્યાન ગર્ભિત હોય છે. આ ધર્મચક્રનું ધ્યાન મિથ્યાત્વને હરે છે. એટલું જ નહીં પણ તેનું વિશિષ્ટ ધ્યાન કરનાર સાધક સર્વત્ર અપરાજિત થાય છે. રિદા નમો સ્તોત્રમાં કહ્યું છે કે તે -- અહંતુ દેવેન્દ્ર વંદિત મહાન ભગવાન મહાવીર સ્વામીને અમારો નમસ્કાર થાઓ કે - જેનું આ શ્રેષ્ઠ વર ધર્મચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે, તેજથી પ્રજ્વલિત એવું તે જેઓની આગળ ચાલી રહ્યું છે. જે આકાશ પાતાલ અને સકલ મહીમંડળને પ્રકાશિત કરી રહ્યું છે અને જે ત્રણે લોકમાં રહેલ મિથ્યાત્વ અંધકારને દૂર કરી રહ્યું છે. ઉપર જેનો ભાવાર્થ કહેવામાં આવેલ છે. તે ગાથાઓ આ રીત છે : अह अरहओ भगवओ महइमहावीरवद्धमाणस्स / पणयसुरेसरसेहरवियलियकु-समच्चियकमस्स' / / 18 / / जस्स वरधम्मचक्कं दिणयरबिंब व भासुरच्छायं / तेएण पज्जलंतं गच्छइ पुरओ जिणिंदस्स / / 19 / / आयासं पायालं सयलं महिमंडलं पयासंतं / मिच्छत्तमोहतिमिरं हरेइ तिण्हंवि लोयाणं / / 20 / / - ન સ્વી પ્રા. વધુ 27 આ ગાથાઓમાં વિદ્યા ગર્ભિત છે. તે વિદ્યા આ રીતે છે : ॐ नमो भगवओ महइ महावीरवद्धमाणसामिस्स जस्स वरधम्मचक्कं जलंत गच्छइ आयासं पायालं लोयाणं भूयाणं जूए वा रणे वा रायंगणे वा वारणे बंधणे मोहणे थंभणे सव्वसत्ताणं अपराजिओ भवामि स्वाहा / આવી જાતની ધર્મચક્રને દર્શાવતી વિદ્યાઓનું ધ્યાન અનેક યંત્રો અને ર કારમાં જોવામાં આવે છે, તે બધાં સ્થળોનો નિર્દેશ અહીં કરવો આવશ્યક નથી. એટલી વાત સુનિશ્ચિત છે કે ધર્મચક્રનું ધ્યાન કરનાર સાધક સર્વત્ર અપરાજિત થાય છે. પૂર્વના કાળમાં આચાર્યો વગેરે જે મહાપ્રભાવશાળી હતા. તે આવી જાતની વિદ્યા મા જ્ઞાતા હતા, તેથી. 1. મૃતપ પ્રતિપક્ષમાપદમ્ | - લાકે પ્ર, સ 30, કલા, 2 1 , 2. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 200. 3. જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૂ. ર૧૨ પછીનું શ્રી પંચનમરકારચક્રનું ચિત્ર. વલય . અરિહંતના અતિશયો 108
Page #123
--------------------------------------------------------------------------
________________ મ ધર્મ ના થાનના આવો મહિમા છે. તેમ દરેક પ્રાતિહાર્ય અને અતિશયની પાઇ' ઘણું ઘણું જાય રહેલું છે. પણ કાલાનુભાવથી તેવું સાહિત્ય આજે ઉપલબ્ધ નથી. આ બધા જ અતિશયા કે પ્રાતિહાયાનાં વર્ણનાની બીજી વિશેષતા એ છે કે લગભગ બધા જ વર્ણનામાં ક્રિયાપદા વર્તમાન કાળમાં છે. ભક્તામર વગેરે સ્તોત્રોનું અધ્યયન એ રસ્પર બતાવી આપે છે. જ્યારે ભગવત વિરાજમાન હતા. ત્યારે તો આ બધો પ્રભાવ હતો જ. પણ ત્યાર પછીના મહામુનિઓએ પણ આ પ્રાતિહાય અને અતિશયોથી સહિત જ ભગવંતનું ધ્યાન કરેલું છે. તે અનક સ્તાત્રામાં સ્પષ્ટ દેખાય છે. કેવળ ધ્યાન કર્યું છે એટલું જ નહીં, પણ તે યાનનાં ફળ પણ તે મહામુનિઓએ અનુભવ્યાં છે અને તે દ્વારા શ્રી જિનશાસનની મહાન પ્રભાવના કરી છે. બધા જ વર્તમાનકાળવાચી ક્રિયાપદોમાં એ સંકેત નિહિત છે કે, ભગવંતનું ધ્યાન જાણે કે ભગવાન સાક્ષાત્ વિદ્યમાન હોય તે સ્વરૂપમાં કરવું. આવી અસ્તિતાને ધ્યાનગમ્ય અસ્તિતા કહેવામાં આવે છે, તે શાશ્વત હોય છે. અતિશયો અને પ્રાતિહાયથી સહિત અવા આદિ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવ આજે પણ ભવ્યજીવોને સહાય કરવા માટે સદા તત્પર છે. અમ શું ભક્તામર સ્તોત્ર નથી કહતું ? ભક્તામર સ્તોત્ર માત્ર એટલું જ કહે છે. એમ નહીં. પરંતુ ભક્તામર સ્તોત્રની તો આ ચિરંજથી પ્રતિજ્ઞા છે. બધા જ સ્તોત્રો વગેરેમાં કયા કયા અતિશયોથી સહિત ભગવાન છે તે વર્ણન કરવા જતાં તો એક સ્વતંત્ર મહાગ્રંથ તૈયાર થઈ જાય તેમ છે. કેવળ નમૂનારૂપે અહીં આ એક અવતરણ આ ___ ततश्च उत्तप्तवर्णं समवसरणस्थं अष्टमहाप्रातिहार्यसमन्वितं चतुस्त्रिंशदतिशयोपेत अर्हद्भट्टारकं द्वात्रिंशत्सुरेन्द्रैः पूज्यमानं श्रीवर्धमानस्वामिनं अभिसंचिन्त्य गणधरावानं कृत्वा वर्धमानमन्त्रं अष्टोत्तरसहस्त्रं जपेत् / પંચ નમસ્કાર ચક્રોદ્ધાર વિધિ, | (પંચ પરમેષ્ઠિ મહામંત્ર યંત્ર ચક્ર વૃત્તિ) ન. સ્વા. પ્રા. વિ. પૃ. 221 - તે પછી અત્યંત તપાવેલ (દેદીપ્યમાન) સુવર્ણસમાન વર્ણવાળા, સમવસરણમાં વિરાજમાન. આઠ મહાપ્રાતિહાર્યોથી સહિત. ચોત્રીશ અતિશયોથી યુક્ત, બત્રીશ દેવેન્દ્રોથી પૂજાતા. અરિહંત ભગવંત શ્રી વર્ધમાન સ્વામીનું એકાગ્ર ભાવે ચિંતન કરવું, તે પછી ગણધરોનું આહ્વાન કરવું અને તે પછી વર્ધમાન મંત્રનો 1008 જપ કરવો. 110 અરિહંતના અતિશયો
Page #124
--------------------------------------------------------------------------
________________ દેવકૃત બીજો અતિશય ચામરો છે આકાશમાં ચમર: ચામરી હોય છે. ભગવંત જ્યારે ચાલતા હોય છે ત્યારે તેમની આગળ ઉપર આકાશમાં ચામરો ચાલે છે અને ભગવંત જ્યારે બેસે. ત્યારે ભગવંતની બંને બાજુ દેવતાઓ ચામરો વીંઝતા હોય છે. આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ ચતુર્થ મહાપ્રાતિહાર્ય ચામર શ્રેષિાનું વર્ણન દેવકૃત ત્રીજો અતિશય સિંહાસન खे सपादपीठं मृगेन्द्रासनमुज्ज्वलम् / / એ-આકાશમાં સપડું પાદપીઠથી સહિત પૃદ્રાસન સિહાસન ઉષ્ય ઉજ્જવલ. ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત એવું નિર્મલ સ્ફટિક રત્નનું બનાવેલું ઉજ્વલ સિંહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલતું હોય છે અને ભગવંત બેસે ત્યારે તે સમુચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે. આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ પંચમ મહાપ્રાતિહાર્ય સિંહાસનનું વર્ણન. દેવકૃત ચોથો અતિશય ત્રણ છત્ર खे छत्रत्रयम् / યે આકાશમાં છત્રવેત્રણ છત્ર હોય છે. ભગવંત જ્યારે ચાલતાં હોય છે, ત્યારે ભગવંતની ઉપર આકાશમાં ત્રણ 9 ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તે ત્રણ છત્ર ભગવંતના મસ્તકની ઉપર થોડેક દૂર સમુચિત સ્થાને ગોઠવાઈ જાય છે. આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ અષ્ટ મહાપ્રાતિહાર્ય ત્રણ છત્રનું વર્ણન. 1. અ. ચં. કાં. 1, શ્લો. 61. 2. અ. ચિ. કાં. 1, શ્લો. 61. 3. અ. ચિ. કાં. 1, શ્લો. 61. અરિહંતના અતિશયો 111
Page #125
--------------------------------------------------------------------------
________________ દેવકૃત પાંચમો અતિશય રત્નધ્વજ (ઇન્દ્રધ્વજ, ધર્મધ્વજ) खे रत्नमयो ध्वज:' / છે આકાશમાં સ્ત્રમો ધ્વનરત્નમય ધ્વજ હોય છે. ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ભગવંતની આગળ આકાશમાં (જમીનથી અદ્ધર) રત્નમય ધ્વજ ચાલે છે. ભગવંતના સમવસરણમાં તે યોગ્ય સ્થાને ગોઠવાઈ જાય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - - आगासगओ कुडभीसहस्सपरिमंडिआभिरामो इंदज्झओ पुरओ गच्छइ / ઉપર આકાશમાં અત્યંત ઊંચો હજારો નાની પતાકાઓથી સુશોભિત અને મનોહર આવો ઇન્દ્રધ્વજ ભગવંતની આગળ ચાલે છે. તે ઇન્દ્રધ્વજ સુરો અને અસુરોથી સંચારિત હોય છે. તે એક હજાર યોજન ઊંચો હોય છે. તેને જોતાં જ એવું લાગે કે જાણે ઉજ્જવલ દેવગંગાનો પ્રવાહ નીચે ઊતરતા ન હોય 'તે ધ્વજને મણિઓની કિંકિણીઓ હોય છે. તે કિંકિણીઓનો મંજુલ ધ્વનિ સાંભળતાં એવું લાગે છે કે જાણે દિશાઓ રૂપ દેવાંગનાઓ મંજુલ ગીતો ગાઈ રહી ન હોય ! આ ધ્વનિ બહુ જ મધુર હોય છે. આ ધ્વજ વિશે શ્રી વીતરાગસ્તવ માં કહ્યું છે કે - જગતમાં આ એક જ સ્વામી છે. એમ એકની સંખ્યા બતાવવા આ ઇન્દ્રધ્વજના બહાનાથી ઇન્દ્ર પોતાની તર્જની આંગળી ઊંચી કરી છે. જગતમાં આ ઇન્દ્રધ્વજ જેવી ઊંચી મનોહર અને ઉત્તમ ધજા બીજી હોતી નથી. આ ધજા જેવા રત્ના બીજે જોવા પણ ન મળે.બધા ધ્વજોમાં આ જ ધ્વજ અતિ મહાનું હોવાથી એને ઇન્દ્રધ્વજ કહેવામાં આવે છે. જેમ દેવતાઓમાં ઇન્દ્ર શ્રેષ્ઠ. તેમ ધ્વજોમાં આ ધ્વજ સર્વશ્રેષ્ઠ હોય છે. આ ધ્વજને ધર્મધ્વજ પણ કહેવામાં આવે છે. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યું છે કે - 1. અ. ચિ. કાં. 1, ગ્લો. 61. 2. સૂત્ર-૩૪, અતિશય-૧૦. 3. પ્ર. 4 ગ્લો. 4. પર્વ 22, સર્ગ-૬, પૃ. 204/5. 222 અરિહંતના અતિશયો
Page #126
--------------------------------------------------------------------------
________________ સર્વ કર્મનો જય કરવાથી ચા જયસ્તંભ જેવાં નાની નાની હજારો પતાકાઓથી યુક્ત ધર્મધ્વજ તેની આગળ ચાલતો હતો. દેવકૃત છઠ્ઠો અતિશય પગ મૂકવા માટે સોનાનાં કમળો अंहिन्यासे चामीकरपङ्कजानि મંદિજાણે પગ મૂકવા માટે યાવરપત્નનિ સોનાનાં કમળો હોય છે. જ્યાં જ્યાં ભગવંતના પગ પડે ત્યાં ત્યાં દેવતાઓ તે પગ પડે તે પૂર્વે જ સોનાનાં કમળો ગોઠવી દે છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી ભગવંતના ચરણો ભૂમિને સ્પર્શતાં નથી. ભક્તિથી સભર- હૃદયવાળા દેવતા ભગવંતના પાદન્યાસ નિમિત્તે નવ સુવર્ણ કમળની સતત કમબદ્ધ રચના કરે છે. આ કમળો સોનાનાં હોવા છતાં સ્પર્શમાં માખણ જેવાં મૃદુ હોય છે. નવ કમળો ક્રમબદ્ધ પંક્તિમાં હોય છે. તેમાંના બે કમળો ઉપર ભગવાન પોતાનું ચરણ-યુગલ (બે પગ મૂકતાં મૂકતાં વિચરે છે. બાકીનાં સાત કમળો પાછળ હોય છે. નવું પગલું જ્યાં ભગવંત મૂકે ત્યાં તે પૂર્વે જ પાછળનું છેલ્લું કમળ આગળ પગ નીચે ગોઠવાઈ જાય છે. શ્રી વીતરાગ-સ્તવમાં સ્તુતિ કરતાં કહ્યું છે કે - "હે નાથ ! જ્યાં જ્યાં આપનાં પગલાં પડે છે ત્યાં દેવતાઓ સોનાનાં કમળોની રચનાનાં બહાનાથી કમલવાસિની શ્રી લક્ષ્મી)ને વેરે છે.” શ્રી વીતરાગસ્તવ પ્ર. 4, શ્લો. ૩ના વિવરણમાં કહ્યું છે કે - भवति च त्रिभुवनलक्ष्मीनिवासस्य भगवतश्चरणन्यासादवने: सश्रीकतेति / -- ત્રણે ભુવનની લક્ષ્મીના નિવાસ એવા ભગવંતના પાદવાસથી ભૂમિ શ્રીવાળી થાય છે. ભક્તામર સ્તવમાં કહ્યું છે કે - વિકસ્વર એવાં સુવર્ણનાં નવીન કમળોના પુંજ જેવી કાંતિવાળા અને સર્વ બાજુએ - વિશેષા, ભા. 2, પૃ. 338. 1. અ. ચિ. 2. રોહિં પાદિ પવા, મા દોડ સત્તડશે ! 3. યત્ર પણ પવૅ વત્તત્તવ તત્ર સુ/શુI: I किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवासिनीम् / / જ્યાં જ્યાં તારા પદ પદ ઘરે ત્યાં સુરાસુરવૃન્દ. વેરે લક્ષ્મી કમલ છલથી પધસવા મુનીંદ ! - વી. સ્ત, પ્ર. 4, શ્લો. 3. - કાવ્યાનુવાદ અરિહંતના અતિશયો 23
Page #127
--------------------------------------------------------------------------
________________ પર્યુક્લાસ કરતી ઊછળતી, જાણે નૃત્ય કરતી હોય તેવી) નખોનાં કિરણોની શિખાઓ. (અગ્રભાગ) વડે મનોહર એવા આપના પગ જ્યાં પગલાં ધરે (મૂકે છે, ત્યાં વિબુધો (દેવતાઓ), હે જિનેન્દ્ર ! સુવર્ણનાં નવ કમળો પરિકલ્પ (વિરચે) છે. - ભક્તા. ગા. 32. ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યું "દેવતાઓએ સંચાર કરેલાં સુવર્ણકમલો ઉપર રાજહંસની જેમ લીલા સહિત તેઓ ચરણ- ન્યાસ કરતા હતા." આ નવે કમળોમાંનું દરેક કમળ બહુ જ સુંદર અને મૂલ્યવાન હોય છે. આ નવ કમળો તે ફક્ત તીર્થકર ભગવંતને જ હોય છે. જગતમાં બીજા કોઈને પણ પગ મૂકવા માટે આવાં સોનાનાં કમળો કદાપિ મળતાં નથી. આવાં કમળો ફક્ત ભગવાનની હાજરીમાં જ ભગવંતના અતિશયરૂપે દેવતાઓ રચી શકે છે. ભગવંતની હાજરી ન હોય અને બધા જ દેવતાઓ મળીને પણ આમાંના એક પણ કમળ જેવું કમળ કદાપિ ન બનાવી શકે. કદાચ બધા જ દેવતાઓ મળીને પણ એક કમળ બનાવે તો પણ તે કમળ ભગવંતના કમળની તુલનામાં કદાપિ ન જ આવી શકે તે કમળના બધા જ ગુણો ભગવંતના કમળ કરતાં અનંતગુણહીન હોય કારણ કે ભગવંતનું કમળ તે અતિશય છે. અતિશય એટલે જ તસમાન વસ્તુ કરતાં બધી જ અપેક્ષાએ અનંતગણ અધિક ગુણવાન વસ્તુ. આ વ્યાખ્યા આપણે પૂર્વે જોઈ ગયા છીએ. ભગવંતના એક એક સુવર્ણકમળનું મૂલ્ય કેટલું તે તમે જાણો છો ? એક બાજુ જગતનું બધું જ સુવર્ણ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવંતના પગનું એક જ કમળ મૂકવામાં આવે તો સર્વ સુવર્ણની રાશ કરતાં ભગવંતના એક જ કમળનું મૂલ્ય અનંતગણ અધિક થાય. આ બધા જ પ્રભાવ ભગવંતનો છે. તેઓની લોકોત્તર પાત્રતાનો છે અને મહત્તમ પુણ્યના ઉદયનો છે. ભગવંતની હાજરી વિના બધા જ દેવતાઓ એક પણ સુવર્ણ કમળ ન રચી શકે, જ્યારે ભગવંતની હાજરીમાં ભગવંતના અતિશયથી એક જ દેવતા નવેનવ કમળોની રચના કરી શકે. આ બધો પ્રભાવ પણ ભગવંતનો જ જાણવો. કરોડો દેવતાઓ ભગવંતની સાથે હોય છે. બધા જ ભગવંતને લોકોત્તમ પુરુષ તરીકે સાક્ષાત્ નીહાળતા હોય છે. બધા જ જાણતા હોય છે કે ભગવંત સવોત્તમ પૂજા માટે સર્વોત્તમ પાત્ર છે. આવી સ્થિતિમાં ભગવંત માટે દેવતાઓ અતિભક્તિપૂર્વક આવાં કમળો બનાવે. એમાં જરા પણ આશ્ચર્ય નથી. 1. પર્વ 1 2 સર્ગ-૬, પૃ. 204 5. 114 અરિહંતના અતિશયો
Page #128
--------------------------------------------------------------------------
________________ ભક્તિમાન આત્માઓ ભક્તિનાં પાત્ર માટે બધું જ કરી છૂટે છે. કોઈ સહેજ આગળ પડતો માણસ ઘરે આવે તોય લોકો ગાલીચા વગેરે પાથરે છે, તો પછી ત્રણ જગતના અગ્રેસર ભગવાન માટે દેવતાઓ સુવર્ણ-કમળો બનાવે. તેમાં કશું જ આશ્ચર્ય નથી. તે સર્વ જીવોને પણ ધન્ય છે કે જેઓએ સુવર્ણ કમળો પર પગ મૂકતા મૂકતા, ગણધરો, ઇન્દ્રો વગેરેથી સહિત એવા ભગવંતનો વિહાર જોયો હશે ! આવાં દશ્ય ફક્ત ભગવંતની વિદ્યમાનતામાં જ જોવા મળે અને તે માટે પણ મહાન સદ્ભાગ્ય જોઈએ. શ્રી ભક્તામર સ્તોત્રમાં ૩રમા પદ્ય રૂપે નવ સુવર્ણ કમળોને વર્ણવતી જે ગાથા છે, તે આ રીતે છે : उनिद्रहेमनवपंकजपुंजकांती' पर्युल्लसत्रखमयूखशिखाभिरामौ / पादो पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः, पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति / / 32 / / આ ગાથાનો અર્થ પૂર્વે આ જ અતિશયના વર્ણનમાં આપેલ છે. આ ગાથા મંત્રપદોથી ગર્ભિત છે. તેની વિધિપૂર્વક આરાધના કરવાથી સુવર્ણ વગેરે ધાતુના વેપારમાં અત્યંત લાભ થાય છે, રાજસન્માન મળે છે અને વચન આદય થાય છે. સુવર્ણ કમળોથી ગર્ભિત ધ્યાનમાં જે જે શક્તિઓ છે તેમાંની થોડીક જ શક્તિઓનો અહીં ઉપર નિર્દેશ કરેલ છે. સુવર્ણ-કમળો પર નિહિત ભગવંતનાં ચરણ-યુગલનું ધ્યાન અનેક ભયહર સ્તોત્રોમાં આવે છે, તે ધ્યાનથી ગમે તેવા મોટામાં મોટા ભયો તત્કાળ દૂર થઈ જાય છે. આ વસ્તુની વિશેષ સમજણ માટે નમક સ્તોત્રનું અધ્યયન બહુ જ જરૂરી છે. તેમાં ફરી ફરી ભગવંતના ચરણયુગલનું જ ધ્યાન છે. આના પ્રભાવથી એ સ્તોત્રનું નામ મહાભયહર સ્તોત્ર પણ કહેવાય છે. મહાપ્રભાવિક નવ સ્મરણોમાંના નમઝા, માન અને અન્યામંદિર એ ત્રણ સ્તોત્રોના પ્રારંભમાં જ ભગવંતના ચરણ યુગલનું ધ્યાન છે. સુવર્ણ કમળો પર નિહિત ભગવંતનાં ચરણયુગલના પ્રભાવથી જીવને સંસારમાં ગમે તેવી આપત્તિમાંથી રક્ષણ મળે છે. મોહાંધકાર દૂર થાય છે. પાપોનો નાશ થાય છે, ભયમાં અભય મળે છે, સંપત્તિઓની પ્રાપ્તિ સ્વયં થાય છે અને જીવ અનુક્રમે મોક્ષ 1. અહીં પહેલા ચરણમાં શાંતી શબ્દમાં દીર્ઘ ની છે અને પ્રથમ ચરણ પારો નું સ્વતંત્ર વિશેષણ છે. જુઓ ભક્તા. સ્તો. ગુણા. પૃ. 34 ટિપ્પણી. અરિહંતના અતિશયો રુપ
Page #129
--------------------------------------------------------------------------
________________ લક્ષ્મીને વરે છે. એથી જ ભક્તામરકારે એ ચરણયુગલને માત્ર પવનને પતતા નાના' - ભવસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓ માટે આલંબન તરવાનું સાધન કહ્યું છે અને કલ્યાણમંદિરકારે "સંસાર સાનિમળશેષનન્તપોતામાન -- સંસારસાગરમાં ડૂબતા સર્વ જીવો માટે નૌકાસમાન કહેલ છે. દેવકૃત સાતમો અતિશય ત્રણ ગઢ વાત્ર ચાર | ગા=મનોહર વાત્ર ત્રણ ગઢ હોય છે. સમવસરણમાં રત્નમય. સુવર્ણમય અને રજતમય એમ ત્રણ મનોહર ગઢ હોય છે. ભગવંતની નજીકનો સૌથી પ્રથમ રત્નોનો ગઢ વૈમાનિક દેવતાઓ બનાવે છે. તે પછીનો બીજો ગઢ જ્યોતિષી દેવતાઓ સુવર્ણનો બનાવે છે. તે પછીનો ત્રીજો ગઢ ભુવનપતિ દેવતાઓ રજત-ચાંદીનો બનાવે છે. પ્રથમ ગઢમાં જેવાં રત્નો હોય છે, તેવાં રત્નો જગતમાં અન્યત્ર ક્યાંય પણ હોતાં નથી. આમાંનું એક એક રત્ન પોતાની કાંતિ આદિ ગુણો વડે જગતનાં સર્વ રત્નોને જીતવા માટે સમર્થ હોય છે. એવી જ રીતે બીજા ગઢમાં જે સોનું હોય છે. તેના જેવું સોનું જગતમાં હોતું નથી. તે અત્યંત મનોહર હોય છે. એવી જ રીતે ત્રીજા ગઢમાં જે ચાંદી હોય છે, તે ઉત્તમ પ્રકારની ટ્વેતતા આદિ અનેક ગુણોથી સહિત હોય છે. તેની કાંતિ પણ અદ્ભુત હોય છે. તેવી ચાંદી જગતમાં અન્યત્ર હોતી નથી. એક બાજુ જગતની બધી જ ચાંદી મૂકીએ અને બીજી બાજુ ભગવંતના ત્રીજા ગઢની ચાંદી, તો ભગવંતના ગઢની ચાંદીનું મૂલ્ય બીજી બધી ચાંદી કરતાં અનંતગણું અધિક થાય. આવા ઉત્તમ ત્રણ વપ્ર-પ્રાકાર-ગઢ દેવતાઓ ભક્તિવશ રચે છે. શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે "હે દેવ !ત્રણે ભુવનને રાગ-દ્વેષ-મોહરૂપ ત્રણે દોષોથી બચાવવા આપ પ્રવૃત્ત થયા છો, એ જોઈને જાણે ત્રણ પ્રકારના દેવતાઓએ ત્રણ ગઢ ન બનાવ્યા હોય !' શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિકૃતિ કલ્યાણમંદિરમાં કહ્યું છે કે - ગાથા-૧, 2. ગાથા-૧. અ. ચિ, કાં, 1 ગ્લો. 62. 4. પ્રવું. સારો. ટી. ગા. 447, ઉપ. પ્રા, ભાષા. વ્યા. 1 અને વી. સ. પ્ર. 4 ગ્લો. 5 અવ. 5. વી. સ્વ. પ્ર. 4, શ્લ. 4. 16 અરિહંતના અતિશયો
Page #130
--------------------------------------------------------------------------
________________ . હે ભગવન્! આપ મણિઓ, સુવર્ણ અને રજતથી સુંદર રીતે બનાવાયેલા ત્રણ ગઢ વડે સર્વ બાજુએથી શોભી રહ્યા છો, જાણે એ ત્રણ ગઢ એટલે આપના વિશ્વવ્યાપી કાંતિ, પ્રતાપ અને યશન સંચય ન હોય ?' ત્રણ ગઢમાં ત્રણ જગત છે : દેવજગત, મનુષ્યજગત અને તિર્યંચજગત છે. સારાંશ કે દેવજગતના પ્રતિનિધિ દેવો સમવસરણમાં છે. એવી જ રીતે મનુષ્યો અને તિર્યંચો વિશે પણ જાણવું. મહાકવિ કાંતિને રત્નોના વર્ણવાળી, પ્રતાપને સુવર્ણના વર્ણવાળ અને યશને રજતના વર્ણવાળો વર્ણવે છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની સ્વાભાવિક સર્વોત્તમ કાવ્યશક્તિ અહીં ઝળકી ઊઠે છે. ખરેખર જ પછી થયેલા કવિઓએ જે કહ્યું છે કે - "ગસિદ્ધસેને વા: બધા જ કવિઓ સિદ્ધસેનથી ઊતરતા છે, તે તદ્દન યથાર્થ છે. પહેલી બત્રીશીમાં શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ કહ્યું છે કે - હે દેવ ! મારામાં કાવ્યશક્તિ છે અથવા મને બીજા કવિઓને વિષે ઇર્ષ્યા છે, માટે હું આપની સ્તુતિ નથી કરતો અથવા મારી કીર્તિ જગતમાં ફેલાય એટલા માટે પણ હું આપની સ્તુતિ નથી કરતો અથવા આપના ઉપર કેવળ શ્રદ્ધા છે એટલા માટે પણ હું આપની સ્તુતિ નથી કરતો, પણ મેં એ નિશ્ચિત રીતે જાણ્યું છે કે ગુણના જ્ઞાતા એવા મહાપુરુષોના પણ આપ પૂજનીય છો, માટે જ હું આપની સ્તુતિ કરું છું.” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન પણ અયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકામાં કહે છે કે क्व सिद्धसेन-स्तुतयो महार्थाः अशिक्षितालापकला क्व चैषा' / ક્યાં મહાન અર્થવાળી શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની સ્તુતિ અને ક્યાં આ અભણની બડબડ કરવાની કળા ? આથી બે વસ્તુઓ સમજાય છે કે - શ્રી સિદ્ધસેનસૂરિનું સ્થાન તેમની પછીના મહાનમાં મહાન કવિઓનાં હૃદયમાં પણ કેવું ઉચ્ચ હતું અને ગુણગ્રાહિતા પણ કેવી હતી ? . 8. 1, ગા, 27, 2. રાવ્યોને પરસ્પર્ધા, न वीर ! कीर्तिप्रतिबोधनेच्छया / न केवलं श्राद्धतयैव नृयसे गुणज्ञपूज्योऽसि यतोऽयमादरः / / 4 / / 3. અયોગ વ્ય. ગા. 3. - S. Dwa. 1, Stanza-4 અરિહંતના અતિશયો 27
Page #131
--------------------------------------------------------------------------
________________ એ જ કલિકાલસર્વજ્ઞ વીતરાગસ્તવમાં પોતાની જાત (સ્વવ્યક્તિત્વ વિશે કહે છે કે -- क्वाह पशोरपि पशुः वीतरागस्तवः क्व च ' / ક્યાં પશુ કરતાં પણ પશુ એવા છે અને ક્યાં આ વીતરાગની સ્તવના ? આવી લઘુતા જ્યારે હૃદયમાં આવે ત્યારે જ ભગવાન સાચા અર્થમાં સમજાય છે અને ત્યારે જ સર્વ શાસ્ત્રીનાં રહસ્ય હદયમાં સ્વયં પ્રકાશિત થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય જે કલિકાલસર્વજ્ઞની પદવીન વર્યા, તે સરસ્વતીના પ્રસાદથી તો ખરું જ, કિન્તુ તે કરતાં પણ ભગવાન વીતરાગની કૃપા તેઓ અધિક પામ્યા હતા, તેનું એક જ કારણ હતું કે તઓના હૃદયમાં શ્રી વીતરાગ ભગવંત પ્રત્યે અસાધારણ ભક્તિ હતી. જે તેમના રચેલા વિતરાગસ્તવમાં સ્પષ્ટ દેખાય છે. આવી વ્યક્તિ આવે ત્યારે જ અતિશય અને પ્રાતિહાર્યોની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ વીતરાગસ્તવના પ્રકાશ-ર૩-૪-પમાં. ભક્તામર સ્તોત્રમાં, કલ્યાણમંદિર સ્તોત્રમાં અને બીજા અનેક રતવામાં અંતર્ગર્ભિત છે. તે વિના આવી રચનાઓ જ અશક્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યના હૃદયમાં ભગવંતના ગુણોમાં સૌથી અધિક મહત્ત્વ અતિશયો અને પ્રાતિહાર્યોનું જ હતું. તેથી જ વીતરાગ સ્તવમાં સૌથી મહત્ત્વનાં ગુણો તરીકે અતિશયો અને પ્રાતિહાર્યોને વર્ણવવા માટે પહેલા-૨-૩૪-૫ પ્રકાશ Chapters). વીતરાગ સ્તવના કુલ-૨૦ પ્રકાશમાંથી, તેઓએ અતિશયો અને પ્રાતિહાર્યોન આપી દીધા છે. જંએ પોતાને જ આખા જગત કરતાં અધિક વિદ્વાન માની લીધા છે એવા કેટલાક તાર્કિકા આ વિષયમાં પ્રશ્નોની ઝડીઓ વરસાવે છે કે - "જો ભગવંતને આવા અદ્દભુત અને મહાન અતિશયો અને પ્રાતિહાર્યો હોય, જો ભગવંત સાથે કરોડ દેવતાઓ વિચરતા હોય અને આવો અદ્દભુત ભગવંતનો પ્રભાવ હોય તો તે કાળમાં વિદ્યમાન બીજા ધર્મવાળાઓને તે કેમ ન દેખાયો ? તેઓએ પોતાના એક પણ ગ્રંથમાં તેનું જરા પણ વર્ણન કેમ ન કર્યું ? બધા જ લોકો જેન કેમ ન થઈ ગયા " વગેરે વગેરે. જો કે આવા પ્રશ્નોના ઉત્તર આપવાનું આ સ્થળ નથી, છતાં એક ઉત્તર જરૂર આપીશ કે -- શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે મહાન તાર્કિકોએ આમાંનો એક પણ તર્ક કર્યો નથી ? શું તેઓ તર્ક કરી શકતા ન હતા ? શું તેમના કરતાં પણ આજના આ વિદ્વાનોની બુદ્ધિ દોઢી (દોઢ ડાહ્યા) છે ? આવા સમર્થ આચાર્યોએ પણ પૂર્વ પરંપરાથી જેવું 1, વી, સ્ત, પ્ર. 1 ગ્લો. 7. 118 અરિહંતના અતિશયો
Page #132
--------------------------------------------------------------------------
________________ વર્ણન ચાલતું આવ્યું, તેવું જ વર્ણન કર્યું છે. તેમાં એક પણ અક્ષર અધિક કે ઓછો નહીં. આ આચાર્યોની આવી શાસન પ્રત્યેની સમર્પિતતાના કારણે જ આજે આવા વિષમ કાળમાં પણ ભગવંતના આવા દિવ્યાતિદિવ્ય સ્વરૂપનું વર્ણન આપણને ઉપલબ્ધ થાય છે. તેઓ જો તર્ક વિતર્ક કરવા ગયા હોત, તો આવું ઉત્તમ ભગવાનનું સ્વરૂપ આપણી વચ્ચેથી અદશ્ય થઈ ગયું હોત અને એક વાર શાસ્ત્રોમાંથી ખુદ ભગવંતનું રૂપ જ જો લુપ્ત થાય, તો પછી બાકી રહે પણ શું? એટલું નિશ્ચિત સમજજો કે બીજા ધર્મશાસ્ત્રકારોની જેમ જૈનોના ઈશ્વર મતિકલ્પિત નથી. જૈનોના ઈશ્વર ભગવાન તીર્થકર તો જગતનું સૈકાલિક અબાધિત શાશ્વત પરમાર્થ સત્ય છે. જેમ ભગવાન પરમાર્થ સત્ય છે, તેમ આ અતિશયો અને પ્રાતિહાર્યો પણ પરમાર્થ સત્ય છે, કારણ કે આ અતિશય ગુણોનો ભગવાન તીર્થકરની સાથે અવિનાભાવ સંબંધ છે, એટલે કે ભગવાન પ્રાતિહાર્યા વિનાના પણ કદાપિ હોતા નથી અને પ્રાતિહાર્યો ભગવાન વિનાના કદાપિ હોતા નથી. આ ત્રણ ગઢરૂપ અતિશયના વર્ણનમાં અભિધાન-ચિંતામણિની સ્વપજ્ઞ ટીકામાં કહ્યું છે કે - तथा समवसरणे रत्नसुवर्णरूप्यमयं प्राकारत्रयं मनोजं भवतीति सप्तमः' / સમવસરણમાં રત્ન-સુવર્ણરજતમય ત્રણ મનોહર ગઢ હોય છે. એ સાતમ દેવકૃત અતિશય છે. આમાં સમવસરણનો ઉલ્લેખ હોવાથી અને ત્રણ પ્રકારને સમજવા માટે સમવસરણનું જ્ઞાન જરૂરી હોવાથી અહીં સંક્ષેપમાં સમવસરણનું વર્ણન આપીએ છીએ, તે આ રીતે : જે સમયે ભગવંને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે. એ જ ક્ષણે ચોસઠ ઇન્દ્રનાં આસન કંપાયમાન થાય છે. ઉપયોગ મૂકીને જોતાં તેમને જણાય છે કે ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી આનંદિત મનવાળા તે ઇન્દ્રો પોતાના પરિવાર સાથે કેવલજ્ઞાનના સ્થળે આવે છે અને તે દેવતાઓ સમવસરણની રચના આ રીતે કરે છે : વાયુકમાર દેવતાઓ યોજન પ્રમાણ ભૂમિમાંથી કચરો વગેરે દૂર કરીને ભૂમિને શુદ્ધ કરે છે. તે પછી વ્યંતર દેવતાઓ તે ભૂમિથી સવા કોસ ઊંચુ એવું સુવર્ણ-રત્નમણિમય પીઠ બનાવે છે. 1. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 12 ટી. લો, પ્ર, સ, 30, 5. ૨૫૩/૨૬૭નો સારાંશ. અરિહંતના અતિશયો 119
Page #133
--------------------------------------------------------------------------
________________ તે પછી ભવનપતિ દેવતાઓ ભૂમિથી દશ હજાર પગથિયાં ઊંચો ચાંદીની પ્રાકાર (ગઢ) બનાવે છે. એક એક પગથિયું એકેક હાથ ઊંચુ અને પહોળું હોય છે. આ રીતે આ ગઢ જમીનથી અઢી હજાર ધનુષ એટલે સવા ગાઉ ઊંચો હોય છે. આ ગઢની ભીંતો પાંચસો ધનુષ ઊંચી અને 33 ધનુષ + 32 અંગુલ પહોળી હોય છે. તે ગઢની ભીંતો ઉપર ઉત્તમ પ્રકારની કાંતિવાળા સોનાના કાંગરા હોય છે. તે ગઢને રત્નના ચાર દરવાજા હોય છે. દરેક દરવાજા ઉપર સુંદર પૂતળીઓ હોય છે. દરેક દરવાજા ઉપર મગરના ચિહ્નવાળી ધજાઓથી અંકિત ત્રણ મણિમય તોરણો હોય છે. દરેક દ્વારે ધજાઓ, અષ્ટમંગલ, પુષ્પમાળાઓ, કળશો અને વેદિકા હોય છે. દરેક દ્વારે ઉત્તમ પ્રકારના દિવ્યધૂપને વિસ્તારતી ધૂપ-ઘટીઓ હોય છે. આ ગઢના ખૂણેખૂણે મીઠાં પાણીવાળી મણિમય પગથિયાંવાળી વાવો હોય છે. આ ગઢને પૂર્વ ધારે તુંબરુ નામનો દેવ, દક્ષિણ દ્વારે ખાંગી નામનો દેવ, પશ્ચિમ દ્વારે કપાલી નામનો દેવ અને ઉત્તર દ્વારે જટામુકુટકારી નામનો દેવ દ્વારપાળ તરીકે હોય છે. તેમાં તુંબરૂ નામનો દેવ ભગવંતનો પ્રતિહાર કહેવાય છે, કારણ કે ભગવાન પૂર્વ તરફના દ્વારથી ગઢ ઉપર ચડે છે. આ પહેલા ગઢમાં ચારે બાજુ પ્રતર=સમતલ ભૂમિભાગ 5) ધનુષ પ્રમાણ હોય છે, આ ગઢમાં વાહનો હોય છે અને સમવસરણમાં આવતાં અને સમવસરણમાંથી જતાં દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પણ જતાં આવતાં હોય છે. તે 50 ધનુષ પ્રતરના અંતે બીજા ગઢના પગથિયાંની શરૂઆત થાય છે. તે પગથિયાં એક હાથ ઊંચા અને એક હાથ પહોળાં હોય છે. તે પગથિયાં પાંચ હજાર હોય છે. તેટલાં પગથિયાં ચડ્યા પછી બીજો સુંદર આકારવાળો ગઢ આવે છે. બીજો પ્રાકાર જ્યોતિષી દેવતાઓ ઉત્તમોત્તમ સુવર્ણથી રચે છે. તેને અનેક પ્રકારનાં રત્નમય દેદીપ્યમાન કાંગરાઓથી સુંદર બનાવે છે. ગઢની ઊંચાઈ વગેરે પ્રથમ ગઢની માફક જાણવાં. ચારે દ્વારની રચના પણ તે મુજબ જ સમજી લેવી. તે ગઢના પૂર્વ ધારે જયા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે. તે શ્વેત વર્ણની જ હોય છે અને તેમના બંને હાથ અભયમુદ્રા વડે શોભતા હોય છે. દક્ષિણ દ્વારે વિજયા નામની બે દેવીઓ દ્વારપાલિકા હોય છે. તેઓ રક્તવર્ણની હોય છે. તેમના હાથમાં અંકુશ હોય છે. પશ્ચિમ દ્વાર અજિતા નામની બે દેવીઓ હોય છે. તેઓ પીત વર્ણની હોય છે અને તેમના હાથમાં પાશ હોય છે. ઉત્તમ હારે અપરાજિતા નામની બે દેવીઓ હોય છે. તેઓના વર્ણ નીલ હોય છે અને હાથમાં મકર (?) હોય છે. 1. બીશ નહિ' એમ હાથના વિશિષ્ટ આકાર વડે દર્શાવવું, તે અભયમુદ્રા છે. 220 અરિહંતના અતિશયો
Page #134
--------------------------------------------------------------------------
________________ બીજા ગઢનો પ્રતર સમતલ ભૂમિભાગ પાંચસો ધનુષ હોય છે. આ બીજા ગઢમાં સિંહ. વાઘ, હરણ, મોર વગેરે તિર્યંચો (પશુપક્ષીઓ) હોય છે. આ ગઢમાં ઈશાન ખૂણે મનોરમ દેવછંદો દેવતાઓ રચે છે. પ્રથમ પહોરે દેશના આપ્યા પછી દેવતાઓથી સેવાતા એવા ભગવંત ત્યાં આવીને બેસે છે. બીજા ગઢના પ્રતરના અંતે ત્રીજા ગઢનાં પગથિયાંની શરૂઆત થાય છે. તે પગથિયાં પાંચ હજાર હોય છે. તેનું માપ પણ પૂર્વની જેમ જ જાણવું. તે પગથિયાં ચડ્યા પછી ત્રીજો ગઢ આવે છે. ત્રીજો રત્નમય ગઢ વૈમાનિક દેવો બનાવે છે. તેને ઉજ્વલ મણિના કાંગરા હોય છે. આ ગઢની ઊંચાઈ વગેરે પહેલા ગઢની માફક જાણવાં. આ ગઢના પૂર્વ ધારે સોમ નામનો વૈમાનિક દેવતા દ્વારપાળ હોય છે. તેના શરીરની કાંતિ ઉત્તમ સુવર્ણ જેવી હોય છે. તેના હાથમાં ધનુષ્ય હોય છે. દક્ષિણ દ્વારે યમ નામનો વ્યંતર દેવતા દ્વારપાળ હોય છે. તેના વર્ણ ગૌર હોય છે અને તેના હાથમાં દંડ હોય છે. પશ્ચિમ ધારે વરુણ નામનો જ્યોતિષી દેવતા દ્વારપાળ હોય છે. તેનો વર્ણ રક્ત હોય છે અને તેના હાથમાં પાશ હોય છે. ઉત્તર દ્વારે ધનદ નામનો ભવનપતિ નિકાયનો દેવ હોય છે. તેના શરીરની કાંતિ શ્યામ હોય છે. તેના હાથમાં ગદા હોય છે. ત્રીજા ગઢના મધ્યમાં સમભૂતલ (Plain) એવું પીઠ હોય છે. તે એક ગાઉ અને હસા ધનુષ લાંબુ-પહોળું હોય છે. આ ગોળ (વર્તુળ) આકારના સમવસરણની વિગત જાણવી. આ ભૂમિથી અદ્ધર હોય છે. તે પગથિયાંની રચના વડે ચારે તરફથી ઊંચુ હોય છે. તેમાં રત્નના ગઢની પરિધિ 1 યોજન અને 433 ધનુષમાં કાંઈક ન્યૂન હોય છે. સોનાના ગઢની પરિધિ ર યોજન અને 865 ધનુષ અને કાંઈક ન્યૂન એવા 2 હાથ હોય છે. રૂપાના ગઢની પરિધિ 3 યોજન અને 1333 ધનુષ અને 1 હાથ અને 8 અંગુલ હોય છે. આ ગોળાકાર સમવસરણની વિગત થઈ. એ જ રીતે ચોરસ સમવસરણ પણ હોય છે. તેના માપ વગેરેની વિગત લોકપ્રકાશ-કાલલોક, સર્ગ-૩૦, પૃ. 2597262થી જાણી લેવી. પૂર્વે જે ત્રીજા ગઢમાં સમભૂતલ પીઠ કહ્યું છે, તેની મધ્યમાં ઉત્તમ એવું અશોકવૃક્ષ હોય છે. તે એક યોજન વિસ્તારવાળું હોય છે. તેની છાયા ગાઢ હોય છે. તે વૃક્ષ ભગવંતના શરીરથી બાર ગુણું ઊંચુ હોય છે. તે વૃક્ષ સર્વ બાજુએ પુષ્પો, પતાકા અને તોરણોથી શોભતું હોય છે. તેમાં ભગવંતના મસ્તક પર આવે એ રીતે ત્રણ છત્ર શોભતાં હોય છે. તે અશોકવૃક્ષના મૂળમાં ભગવંતનો દેવછંદો-ઉપદેશ આપવા માટે બેસવાનું સ્થળ અરિહંતના અતિશયો
Page #135
--------------------------------------------------------------------------
________________ ઊંચી પીઠ જેવું હોય છે. ત્યાં ચાર દિશામાં પાદપીઠથી સહિત ચાર સિંહાસન હોય છે. સિંહાસનો ઉત્તમ પ્રકારનાં સોનાથી બનાવેલાં અને રત્નખચિત હોય છે એટલે કે તેને હીરા જડેલા હોય છે. પાદપીઠ પણ રત્નમય હોય છે. દરેક સિંહાસન અને પાદપીઠની જ્યોતિ અપાર હોય છે. તેના ઉપર પરમથી પણ પરમ (પરમાતિપરમ) જ્યોતિસ્વરૂપ પ્રભુ વિરાજમાન હોય છે. દરેક સિંહાસન ઉપર ત્રણ રત્નમય છત્ર હોય છે. તે મોતીઓની શ્રેણિઓથી શોભતાં હોય છે. દરેક સિંહાસનની બંને બાજુએ ઉજ્વલ બે ચામરીને ધારણ કરતા બે બે દેવતાઓ હોય છે. તે દેવતાઓ ઉત્તમમાં ઉત્તમ આભૂષણોથી શોભતા હોય છે. દરેક સિંહાસનની આગળ સુવર્ણકમળ પર પ્રતિષ્ઠિત એવું તેજોમય ધર્મચક્ર હોય છે. ચારે દિશાઓમાં ચાર મહાધ્વજ હોય છે. તેમાંનો દરેક એક હજાર યોજન ઊંચો હોય છે. દરેક ધ્વજ ઘંટાઓ અને નાની પતાકાઓથી શોભતો હોય છે. આ ચાર મહાધ્વજોનાં નામો આ રીતે છે : 1. પૂર્વદિશામાં-ધર્મધ્વજ 2. દક્ષિણ દિશામાં માનધ્વજ 3. પશ્ચિમ દિશામાં-ગજધ્વજ 4. ઉત્તર દિશામાં સિંહધ્વજ અહીં મણિપીઠ (સમવસરણના મધ્યભાગનું પીઠ), ચૈત્યવૃક્ષ (અશોકવૃક્ષ), સિંહાસન. છત્ર, ચામર, દેવજીંદો વગેરે વ્યંતર દેવતાઓ રચે છે. આ બધી વિગત સામાન્ય સમવસરણની જાણવી, બાકી તો કોઈ મહાન દેવતા ભક્તિવશ એકલો પણ બધું જ રચી શકે છે. હર્ષના ઉત્કર્ષમાં ત્યાં દેવતાઓ સિંહનાદ કરે છે. આકાશમાંથી ઊતરતાં ઊતરતાં દુંદુભિ વગાડે છે. આવા દિવ્ય સમવસરણમાં અને વાતાવરણમાં દેવતાઓથી સહિત ભગવાન સૂર્યોદય સમયે સુવર્ણ કમળો પર પગ મૂકતાં મૂકતાં પધારે છે. ભગવંત પૂર્વકાર વડે સમવસરણમાં મંગલ પ્રવેશ કરે છે. અશોકવૃક્ષની પાસે આવીને તે વૃક્ષને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરે છે. તે પછી ભગવંત પૂર્વ સિંહાસને બેસે છે. ભગવંતનાં બંને ચરણ પાદપીઠ ઉપર હોય છે. ભગવંત સર્વ પ્રથમ નો તિર્થસ કહીને તીર્થને નમસ્કાર કરે છે. તે પછી મેઘગંભીર, મધુર અને સવોત્તમ ગુણોથી સમૃદ્ધ એવી વાણી વડે દેશના આપે છે. 1. ભગવંત પણ જેને પ્રદક્ષિણા આપે એવો અશોક વૃક્ષ એથી જ જાણે પ્રાતિહાર્યોમાં પ્રથમ સ્થાન ન પામ્યો હોય ! 222 અરિહંતના અતિશયો
Page #136
--------------------------------------------------------------------------
________________ લતીર્થ એટલે ચતુર્વિધ સંઘ, ભગવાન સર્વપ્રથમ સંઘને નમસ્કાર કરે છે. સ્વયં ભગવાન જેને નમસ્કાર કરે તેને લોકો પણ પૂજે. ભગવાન કૃત્યકૃત્ય હોવા છતાં લોકને પૂજનીય વસ્તુની પૂજાનો આદર્શ આપવા માટે એટલે તીર્થ-સંઘ પૂજનીય છે એ બતાવવા માટે સ્વયં સર્વપ્રથમ તીર્થને નમસ્કાર કરે છે, જેમ ભગવાન કૃતકૃત્ય હોવા છતાં ધર્મ કહે છે, તેમ તીર્થન નમસ્કાર પણ કરે છે અથવા તીર્થ એટલે શ્રુતજ્ઞાન ભગવાન શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે - કૃતજ્ઞતા બતાવવા માટે, કારણ કે પૂર્વના તીર્થોમાં આરાધેલ શ્રુતજ્ઞાનના અભ્યાસથી તેઓએ આ અરિહંતપણું પ્રાપ્ત કર્યું છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે - तप्पुब्बिया अरहया पूइयपूआ य विणयकम्मं च / कयकिच्चो वि जह कहं कहए णमए तहा तित्थं / / આની વૃત્તિમાં કહ્યું છે કે - तीर्थं - श्रुतज्ञानं तत्पूर्विकाऽर्हत्ता तदभ्यासप्राप्तेरिति / ઉપર કહેલી નિયુક્તિના પાઠનો અને તેના પરની વૃત્તિનો સાર એ છે કે (I) તપૂર્વક અર્વત્તા છે : શ્રુતજ્ઞાનના અભ્યાસથી અરિહંતપણું પ્રાપ્ત થતું હોવાથી શ્રુતજ્ઞાન તીર્થ છે. તેથ! ભગવાન તવા તીર્થને નમસ્કાર કરે છે. (2) પૂજિત પૂજા-ભગવાને પણ તીર્થને પૂજેલ છે, તેથી લોક પણ આદરપૂર્વક તેની પૂજા કરે, એ માટે ભગવાન તીર્થને નમસ્કાર કરે છે આ બન્નેમાં વિનયકર્મ છે. પ્રથમ તણૂર્તિ સત્તા માં ભગવાન પોતાના હૃદયમાં રહેલો પૂજ્યભાવ-નમસ્કારરૂપ વિનય દ્વારા વ્યક્ત કરે છે. પૂનિતપૂનામાં લોકોને વિનય શીખવવા ભગવાન નમસ્કાર કરે છે. ઘણી વિદ્યાઓમાં સમવસરણનું ધ્યાન કરવામાં આવે છે. તેનાથી સાધકને અનેક લાભો થાય છે. શ્રી વર્ધમાન વિદ્યાની વિધિમાં કહ્યું છે કે - अमृतमुद्रया सजीवितापादनं, समवसरणस्थभगवद्रूपध्यानम् / અમૃતમુદ્રા વડે સમવસરણનું વાતાવરણ સજીવન કરવું. તે પછી સમવસરણમાં રહેલ ભગવંતના રૂપનું ધ્યાન કરવું. 1. લોકપ્રકાશ, સર્ગ-૩, પૃ. ૨૬૭ને આધારે. 2. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 107. અરિહંતના અતિશયો 2 23
Page #137
--------------------------------------------------------------------------
________________ આવા ઉલ્લેખો અનેક વિદ્યાઓ, મંત્રો, યંત્રો વગેરેનાં વિધાનોમાં મળે છે. અહીં ફક્ત ઉપરનું એક જ વર્ણન દૃષ્ટાંત રૂપે આપેલ છે. શ્રી વર્ધમાન વિદ્યા વગેરે અનેક વિદ્યાઓના પટોમાં પણ ત્રણ ગઢનું આલેખન કરવામાં આવે છે.” આથી સ્પષ્ટ સમજાશે કે ત્રણ ગઢ વગેરે પ્રત્યેક અતિશયની પાછળ મહાન ધ્યાન પ્રક્રિયાઓ રહેલી છે. દેવકૃત આઠમો અતિશય ચતુર્મુખાંગતા चतुर्मुखाङ्गता' / સમવસરણમાં ભગવંત ચાર મુખ અને ચાર અંગવાળા હોય છે. સમવસરણમાં પૂર્વદિશાના સિંહાસને ભગવંત પોતે બેસે છે. બીજી ત્રણ દિશાઓમાં અંતર દેવતાઓ સિંહાસન વગેરેથી સહિત ભગવંતના શરીરની ત્રણ પ્રતિકૃતિઓ રચે છે. આ ત્રણ પ્રતિકૃતિઓ રચે છે દેવતાઓ, પણ તે થાય છે -- ભગવંતના પ્રભાવથી જ, ભગવંતના પ્રભાવથી જ દરેકને એમ લાગે છે કે સ્વયં ભગવંત જ અમન ધર્મ ક રહ્યો છે.' શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે - जे ते देवेहिं कया, तिदिसि पडिरूवगा तस्स / तेसिपि तप्पभावा, तयाणुरूवं हवइ रुवं / / દેવોએ જે ત્રણ દિશામાં ભગવંતના ત્રણ પ્રતિરૂપ કર્યા છે, તે પ્રતિરૂપોને પણ ભગવંતના પ્રભાવથી જ ભગવંત જેવું રૂપ હોય છે. શ્રી વીતરાગ સ્તવમાં અલંકારિક ભાષામાં કહ્યું છે કે - "હે નાથ ! દાન-શીલ-તપ-ભાવરૂપ ચતુર્વિધ ધર્મપુરુષાર્થની એકી સાથે એક જ કાળમાં પ્રરૂપણા કરવા માટે જ જાણે આપ ચતુર્મુખ ન થયા હો !" 1. વર્ધમાન વિદ્યાના પટને વિશે ભાવના કરવાનું વિધાન છે 2. જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૃ. 104 ની સામે દર્શાવેલ વર્ધમાન વિદ્યાના પટનું ચિત્ર. 3. અ. ચિ, કાં, 1 શ્લો. ૬ર. 4. चत्वारि मखानि अंगानि गात्राणि च यस्य स तथा तदभावश्चतमखाङ्गाता भवतीति / અ, ચિ, કાં, 1 ગ્લો. 62, ટી. 5. પ્ર. સારો, ગા. 447 ટીકા. 6. વિશેષા, ભા. 2 પૃ. 338, ટિપ્પણી તથા આવ, મલય. ગા. 557. 224 અરિહંતના અતિશયો
Page #138
--------------------------------------------------------------------------
________________ ભગવંતનું રૂપ જગતમાં સૌથી સુંદર હોય છે. જગતના બીજા સૌંદર્યવાળા દેવતાઓ વગેરે સર્વ જીવોના સૌંદર્ય વગેરેનો એક પિંડ કરવામાં આવે તો પણ તેના કરતાં અનંતગુણ સૌંદર્ય વગેરે ભગવંતના પગના અંગૂઠાના અગ્રભાગનું હોય છે. જેના પગના અંગૂઠાનું આવું સૌંદર્ય છે. આવું તેજ છે, આવી કાંતિ છે, આવી દીપ્તિ અને લાવણ્ય વગેરે છે. તેનાં સર્વ અંગોનાં સૌંદર્ય વગેરે જેવાં હશે ! ત્રણે કાળના બધા જ દેવતાઓ ભેગા થાય અને ભગવંત જેવું બીજું રૂપ પોતાની સર્વ શક્તિથી સર્જવા લાગે, તો પણ કદાપિ સર્જી ન શકે. ભગવંતની હાજરી વિના તે સર્જન ન જ થઈ શકે. જ્યારે ભગવંતની હાજરી માત્રથી ભગવંતના અતિશય રૂપે એક જ વ્યંતર દેવતા ભગવંતનાં ત્રણ રૂપ સર્જી શકે; એક જ દેવતામાં તે શક્તિ આવી જાય છે કે જે શક્તિ સર્વ દેવતાઓમાં પણ હોતી નથી. આનું જ નામ દેવકૃત અતિશય આ અતિશય ચતુર્મુખતા રચે છે દેવતાઓ, પણ અતિશય છે ભગવંતનો. આથી એ પણ સમજાય છે કે ભગવંતના સંનિધાન માત્રથી એક જ દેવતામાં તેવી શક્તિ આવી જાય છે કે જે શક્તિ ત્રણે કાળના સર્વ દેવતાઓ વગેરેમાં પણ કદાપિ હોતી નથી. આ બધો જ પ્રભાવ ભગવંતની શુદ્ધિ અને પુષ્ટિનો છે. શુદ્ધિ એટલે ઘાતિકર્મથી રહિત ભગવંતનું શુદ્ધ આત્મસ્વરૂપ અને પુષ્ટિ એટલે મહાનમાં મહાન પુણ્યાનુબંધ પુણ્યરૂપ જે તીર્થકર નામકર્મ, તેના લોકોત્તર પુણ્યાણુઓનો સંચય. ભગવંતના ઘાતકર્મના ક્ષય જેવો ક્ષય બીજા જીવોમાં હોતો નથી. કારણ કે ભગવંતના ઘાતિકર્મનો ક્ષય તે અતિશય છે, જ્યારે બીજા કેવલીઓનો ઘાતિકર્મ ક્ષય તે અતિશય નથી. ઘાતિકર્મનો ક્ષય થતાં જ ભગવંતને કર્મક્ષયજ અગિયાર અતિશય પ્રગટ થાય છે. જયારે બીજા કેવલીઓને તે હોતા નથી. એથી પણ ભગવંતનો ઘાતિકર્મ ક્ષય સર્વ જીવોના ઘાતિકર્મ ક્ષય કરતાં વિલક્ષણ છે. એથી ભગવંતના આત્માની શુદ્ધિ લોકોતર છે. એવી જ રીતે પુષ્ટિ પણ લોકોત્તર છે. સમવસરણમાં ભગવંત ચતુર્મુખ હોવા છતાં દરેક જીવન ભગવંતનું એક જ મુખ દેખાય, કોઈ પણ જીવને બે-ત્રણ કે ચાર મુખ ન દેખાય. આ પણ ભગવંતનો અતિશય જ છે. પૂર્વ દિશા સિવાયના ત્રણ મુખ દેવકૃત હોવા છતાં કોઈને પણ એવો ભાસ ન થાય કે આ ભગવાન નથી, આ પણ ભગવંતનો જ અતિશય છે. જે જે પ્રકારના ઉચ્ચાર વગેરે પૂર્વ દિશાના મુખમાંથી નીકળતા દેખાય તેવા જ પ્રકારના સર્વ ભાવો બાકીના દરેક મુખ સંબંધિ હોય છે. આ પણ ભગવંતનો જ અતિશય છે. તાત્પર્ય કે આને સર્વાભિમુખત્વ પણ કહેવામાં આવે છે, એટલે કે ભગવંત સૌને સદા અભિમુખ જ હોય છે. એટલે કે સામે મુખવાળા હોય છે. કોઈને પણ પરાક્ષુખ હોતા નથી. એથી જ વીતરાગ સ્તવની અવચૂરિમાં કહ્યું છે કે -- અરિહંતના અતિશયો
Page #139
--------------------------------------------------------------------------
________________ तीर्थकरा हि सर्वत: सम्मुखा एव, न तु पराङ्मुखाः क्वापि' / - તીર્થકરો સર્વ રીતે સંમુખ જ હોય છે, પણ ક્યાંય પણ પરાક્ખ હોતા નથી. સારાંશ કે ભગવંતનો આગળનો ભાગ જ દેખાય, પણ પીઠ દેખાય નહિ. ભલે ભગવંતની સન્મુખ અવસ્થાનાં અને ચારમાંથી એક જ શરીરનાં દર્શન સમવસરણમાં થાય તો પણ જ્યારે જ્યારે ભગવંતનું રૂપસ્થ ધ્યાન કરવામાં આવે ત્યારે ત્યારે તે ચારે મુખનું જ ધ્યાન કરવું જોઈએ. યોગશાસ્ત્ર વગેરેમાં આ ધ્યાનના નિરૂપણમાં - " તુક્ષય ધ્યાને" એમ કહેલ છે. સમવસરણમાં વિરાજમાન ચતુર્મુખ ભગવંતના ધ્યાનથી અંતરાયકર્મનો ક્ષય વગેરે અનેક લાભો થાય છે. એ માટે શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત કરિપાસનાદર માં શિવદત્ત મંત્રીના પુત્ર દેવપ્રસાદનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. સંક્ષેપમાં તે આ રીતે છે : શિવદત્ત નામનો રાજમંત્રી છે. તે દારિદ્ર ને રાજાના અપમાનથી પીડાય છે. મંત્રીનાં કુટુંબમાં મંત્રી પોતે, મંત્રીની પત્ની, પુત્ર દેવપ્રસાદ તથા તે પુત્રની પત્ની, એમ ચાર જણ છે. શિવદત્તને એક વખત જ્ઞાની મુનિનો યોગ થાય છે. તે પોતાનાં દારિદ્ર વગેરેનાં કારણ તે મુનિને પૂછે છે અને મુનિ તેમનાં પૂર્વભવનું વૃત્તાંત જણાવતાં કહે છે કે - "પૂર્વકૃત સાધારણ (સાથે કરેલાં) કર્મોનાં કારણે તમને બધાને એક કુટુંબ મળ્યું છે. તમારા બધાંમાં દેવપ્રસાદનું અંતરાયકર્મ બહુ ભારી છે. તેથી તમો બધાને આ દરિદ્રતા. રાજાપમાન વગેરે પ્રાપ્ત થયાં છે." દેવપ્રસાદ મુનિનાં ચરણોમાં પડે છે અને અંતરાયકર્મને જલદીથી ખપાવવાના ઉપાયને પૂછ છે. તે વખતે મુનિ સમવસરણમાં રહેલા ચતુર્મુખ ભગવંતનું ધ્યાન બતાવે છે. કેવળ અંતરાય જ નહીં કિન્તુ સર્વ કર્મવૃક્ષોને મૂળથી ઉખેડી નાખવા માટે આ ધ્યાન પ્રચંડ વાયુ સમાન છે. એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે. મુનિની દેશના પછી દેવપ્રસાદ જેમાં ધ્યાન એ જ પરમાર્થ છે, એવા શ્રાવકધર્મને સ્વીકાર છે. પ્રસ્તુત ધ્યાનના પ્રકર્ષના પ્રભાવથી દેવપ્રસાદનાં અંતરાય વગેરે કર્મો ક્ષીણ થાય છે. તે રાજાનું બહુમાન પામે છે અને સાથે સાથે ઉત્તમ સમૃદ્ધિને પણ પામે છે. ધ્યાનના પ્રભાવથી બીજી ધર્મારાધનામાં પણ તેનો વિકાસ ઘણો જ થાય છે. તે વધુને વધુ ધર્મ આરાધે છે. તેનો વૈરાગ્ય વધે છે, તે દીક્ષા લે છે અને આરાધના દ્વારા ઉત્તમ સદ્ગતિને પામે છે. 1. પ્ર. 3. ગ્લો. 1 અવ. 2. યોગશા. પ્ર. 9 શ્લો. 1. 3. યોગશા. અષ્ટમ વિ. પૃ. 218 224. 226 અરિહંતના અતિશયો
Page #140
--------------------------------------------------------------------------
________________ મુનિએ દેવપ્રસાદને કહેલી ધ્યાનવિધિ આ રીતે છે : શુચિ શરીર અને માનસિક પ્રસન્નતાથી યુક્ત ધ્યાતા પવિત્ર સ્થાનમાં - 1. સુખપૂર્વક પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસે. 2. સમુચિત પર્યકાસન વગેરે આસન દ્વારા શરીર સ્થિર કરે. 3. ધ્યાનમાં અનુપયોગી એવા મન, વચન અને કાયાના યોગોનો વિરોધ કરે. 4. નેત્ર નિમીલિત (બંધ) રાખે અથવા નાસાગ્ર દષ્ટિ કરે. પ. ઉચ્છવાસ અને નિશ્વાસને મંદ કરે 6. પોતે પૂર્વે કરેલાં પાપોની ગહ કરે. 7. સર્વ પ્રાણીને ખમાવે. 8. પ્રમાદને દૂર કરે. 9 શ્રી જિનેશ્વર ભગવંતના ધ્યાન માટે એકાગ્રચિત્તવાળો થાય. 10. શ્રી ગણધર ભગવંતોનું સ્મરણ કરે. 11. શ્રી સદ્ગુરુઓનું સ્મરણ કરે. તે પછી આ રીતે ચિંતન કરે : 1. સમવસરણ માટેની ભૂમિ વાયુકુમાર દેવતાઓ શુદ્ધ કરે છે. 2. તે ભૂમિને મેઘકુમાર દેવતાઓ ઉત્તમ સુગંધી પાણી વડે સીચ છે. 3. તે ભૂમિમાં ઋતુ દેવતાઓ ઢીંચણ સુધી પુષ્પો વરસાવે છે. 4. વૈમાનિક દેવતાઓ ત્યાં મણિઓનો પહેલો પ્રાકાર (ગઢ) બનાવે છે. 5. જ્યોતિષ્ક દેવતાઓ સોનાનો બીજો ગઢ બનાવે છે. 9. ભવનપતિ દેવતાઓ રૂપાનો ત્રીજો ગઢ બનાવે છે. 7. મધ્યભાગમાં દેવતાઓ અશોક વૃક્ષ, પાદપીઠથી યુકત ચાર સિંહાસન. ત્રણ છત્ર વગેરેની રચના કરે છે. 8. દેવતાઓ સમવસરણમાં તોરણો, વાપીઓ, પતાકાઓ, ધર્મધ્વજ વગેરેની રચના કરે છે. તે પછી દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે ધ્યાન કરે : 1. ભગવંત વ્યંતર દેવતાઓએ રચેલાં સુવર્ણ કમળોની કર્ણિકામાં પગ મૂકતાં મૂકતાં પધારી રહ્યા છે. 2. દેવતાઓ ભગવંતને ચામર વીંઝી રહ્યા છે અને "જય જય" શબ્દની ઘોષણા કરી રહ્યા છે. 3. ભગવંતની આગળ ચાલતા ઇન્દ્રો માર્ગમાં રહેલા લોકોને બાજુએ કરી રહ્યા છે. અરિહંતના અતિશયો 227
Page #141
--------------------------------------------------------------------------
________________ 4. ભગવંત પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે. તે પછી આ રીતે ધ્યાન કરે : 1. ભગવંત સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. 2. અન્ય ત્રણ દિશાઓમાં દેવતાઓએ રચેલાં ભગવંતનાં પ્રતિરૂપ છે. 3. હર્ષથી પુલકિત ઇન્દ્રો રત્નના દંડવાળા અતિ શ્વેત ચામરો વીંઝી રહ્યા છે. 4. ચારે દિશાઓમાં ભવ્ય જીવો પોતપોતાને ઉચિત સ્થાને બેસી ગયા છે. પ. અનેક પ્રકારનાં તિર્યંચોના સમૂહો સમવસરણના બીજા વલયમાં છે. તે બધા પરસ્પર વૈરનો ત્યાગ કરી. શાંત રસમાં તરબોળ બની ભગવંતની દેશના સાંભળી રહ્યા છે. તે પછી સમવસરણની મધ્યમાં કલ્પવૃક્ષ અને ત્રણ છત્ર નીચે સિંહાસન પર વિરાજમાન ભગવંતનું આ રીતે ધ્યાન કરે : 1. એકીસાથે એક જ સમયે ઉદયને પામેલા બાર સૂર્યોના સમૂહ સમાન દેદીપ્યમાન શરીરવાળા. 2. સર્વ સુંદર જીવો કરતાં અનંતગણ અધિક રૂપવાળા. 3. અનાદિ મહવૃક્ષના મૂળથી નાશ કરનારા. 4. રાગરૂપ મહારોગનો નાશ કરનારા. 5. ક્રોધરૂપ અગ્નિને બુઝવનારા. 6. સર્વ દોષોનાં અવંધ્ય ઔષધ. 7. અનંત કેવલજ્ઞાન વડે સર્વવસ્તુઓના પરમાર્થને જાણનારા. 8. દુસ્તર ભવસમુદ્રમાં પડેલા જીવોનો ઉદ્ધાર કરવા માટે અચિંત્ય સામર્થ્યવાળા. 9. લોક પુરુષના મસ્તકમણિ. 10. ત્રણે લોકના પરમગુરુ. 11. ત્રણે લોકવડે નમન કરાએલા. 12. ત્રણે લોકને તારનાર માહાત્મવાળા. 13. જીવોના ઉપકારમાં તત્પર. 14. વિશ્વોપકારક ધર્મને કહેતા. 15. લોકનાં સર્વ પાપોનો નાશ કરતા. 16 જીવોને માટે સર્વ સંપત્તિઓનાં મૂળ કારણ. 17. સર્વ લક્ષણોથી સંપન્ન. 18. સર્વોત્તમ પુણ્યાનુબંધી પુણ્યથી નિર્મિત દેહવાળા. 228 અરિહંતના અતિશયો
Page #142
--------------------------------------------------------------------------
________________ 19. જીવોનાં મોક્ષનું પરમ સાધન. 20. પરમ યોગીઓનાં મનને પ્રસન્ન કરનારા. 21. જન્મ, જરા. રોગ વગેરેથી રહિત. 22. સિદ્ધ હોવા છતાં પણ જાણે ધર્મ માટે જ કાયામાં રહેલા. 23. હિમ, હાર કે ગાયનાં દૂધ જેવા નિર્મલ. 24. કર્મ સમૂહોનો નાશ કરનારા. આ પ્રમાણે ધ્યાન નિશ્ચલ ચિત્તથી ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ સામે હોય તેવા ભાસે. તે પછી - 1. ઘૂંટણ ભૂમિ પર રાખી અત્યંત ભક્તિપૂર્વક નમેલા શીર્ષ વડે પરમાત્માના ચરણયુગલનો સ્પર્શ કરવો અને પોતાનો આત્મા પરમાત્માના શરણે છે, એમ ભાવવું. 2. વાસક્ષેપ આદિથી સામે ભાસતા પરમાત્માની ભાવનાથી સર્વાગ પૂજા કરવી-પોતે વાસક્ષેપ વગેરેથી જાણે પૂજા કરતા હોય તેમ ભાવવું. 3. ચૈત્યવંદન કરવું. બોધિલાભ આદિ માટે પ્રાર્થના કરીને ધ્યાને સમાપ્ત કરવું. આ રીતે ધ્યાનની પ્રક્રિયા બતાવીને મુનિ દેવપ્રસાદને કહે છે કે - આ પ્રમાણે નિત્ય ધ્યાનાભ્યાસ કરવાથી એકાગ્ર ચિત્તવાળા તે સાધકને - 1. ભગવંતનાં રૂપ વગેરે તથા તેમનાં ગુણોનું અનુભવપૂર્ણ જ્ઞાન થાય છે. 2. સંવેગની વૃદ્ધિ વડે કર્મક્ષય થાય છે. 3. સુદ્રજનો કશું જ બગાડી શકતા નથી. 4. વચનસિદ્ધિ મળે છે. 5. રોગો નાશ પામે છે. 6. ધનને ઉપાર્જન કરવાના ઉપાયો અત્યંત સફળ થાય છે. 7. સૌભાગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. 8. મનુષ્યો અને દેવતાઓનાં ઉત્તમ સુખો તથા મોક્ષનું સુખ અનુક્રમે વિના વિલંબે પ્રાપ્ત થાય છે.' આ રીતે ધ્યાનવિધિ અને તેનાં ફળો બતાવ્યા પછી અંતે મુનિ દેવપ્રસાદને કહે છે કે - "હે દેવાનુપ્રિય ! જો કલ્યાણની કામના હોય તો પરમગુરુપ્રણીત આ ધ્યાન વિધિનો તમે સારી રીતે આદરપૂર્વક અભ્યાસ કરો." 1. ધ્યાનના ફળોનું આ વર્ણન સામાન્ય છે, બાકી તો સમવસરણમાં વિરાજમાન, જગતના સર્વ જીવોના યોગ અને ક્ષેમના વિધાયક શ્રી જિતેન્દ્ર પરમાત્માના આ ધ્યાનથી સર્વ દુઃખો સ્વયં ટળે છે અને સર્વ પ્રશસ્ત સુખો પોતાની મેળે આવીને સાધકને પ્રાપ્ત થાય છે, એ વાત નિઃસંદેહ છે. અરિહંતના અતિશયો 29
Page #143
--------------------------------------------------------------------------
________________ દેવકૃત નવમો અતિશય ચૈત્યવૃક્ષ (અશોકવૃક્ષ) ચંદુ: | चैत्याभिधानो गुमोऽशोकवृक्षः स्यात् / ' ચૈત્ય નામનો વૃક્ષ, જે ચૈત્યવૃક્ષ કહેવાય છે, તે દેવતાઓ રચે છે. તે અશોકવૃક્ષ પણ કહેવાય છે. આ અતિશયનું સંપૂર્ણ વર્ણન પ્રથમ મહાપ્રાતિહાર્ય અશોકવૃક્ષના વર્ણનમાં આપેલ છે. દેવકૃત દશમો અતિશય કાંટાઓનું અધોમુખ થવું अधोवदना कण्टकाः / કાંટાઓ નીચે મુખવાળા થઈ જાય છે. જે માર્ગથી ભગવંત વિહરતા હોય છે તે માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ એટલે કે નીચી અણીવાણા થઈ જાય છે, તેથી તે કોઈને પણ વાગતા નથી. શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - "હે સ્વામિનું ભવ્ય સત્ત્વોને સંસારથી મુક્ત કરવા માટે આપ જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યારે સર્વ પ્રકારના કાંટાઓ અધોમુખ થઈ જાય છે. દુર્જનોનાં મુખ પણ નીચાં થઈ જાય છે. કાંટાઓ અને દુર્જનોની એ અધોમુખતા જોતાં એવું લાગે છે કે કષાયરૂપ કંટકથી રહિત આપનું મુખ જોતાં જ કાંટાઓ અને દુર્જનો પોતાનું મુખ આપને બતાવી શકતા ન હોવાથી જાણે અધોમુખ-નીચા મુખવાળા ન થયા હોય અને પાતાલમાં ઊંડે અદશ્ય થઈ જવા ન માગતા હોય ! હે દેવ ! આપ સર્વજ્ઞ હોવાથી દુર્જનોનાં સર્વ પાપોને સાક્ષાત્ જુઓ છો. તેથી આપની સામે આવતાં દુર્જનોને શરમ આવે છે. તેથી જ જાણે તેઓનું મુખ નીચું થયું ન હોય ! હે નાથ ! શું પ્રખર તેજવાળા સૂર્યની સામે અંધકારના સમૂહો અથવા ઘુવડ આદિ પક્ષીઓ આવી શકે ?" 1. અ. ચિ. કાં. 1 ગ્લો. 62. 2. અ. ચિ. કાં. 1 શ્લો. ૯ર, સ્વો, ટી. 3. અ. ચિ. કાં. 1 શ્લો. ૬ર. 4. વી. સ્ત. પ્ર. 4 ગ્લો, વીત. અવ. 5. સંસ્કૃત ભાષામાં કંટક શબ્દ દુર્જનના અર્થમાં પણ વપરાય છે. 230 અરિહંતના અતિશયો
Page #144
--------------------------------------------------------------------------
________________ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યું છે કે - "જાણે ભયથી રસાતલમાં પેસી જવા માગતા ન હોય તેમ નીચા મુખવાળા થયેલા તીર્ણ કાંટાઓથી ભગવંતનો પરિવાર આશ્લિષ્ટ થતો ન હતો. દેવકૃત અગિયારમો અતિશય વૃક્ષોનું નમવું કુમાનંતિઃ | ભગવંત જે માર્ગે વિહાર કરતા હોય તે માર્ગની બન્ને બાજુનાં વૃક્ષો નમે છે. તે જોતાં એવું લાગે છે કે જાણે તેઓ ભગવાનને પ્રણામ કરી રહ્યાં ન હોય ! શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - | "હે જગતના શિમણિ ! વિવેકી દેવતાઓ અને મનુષ્યો આપને નમે એમાં કોઈ વિશેષતા નથી. પણ આપના વિહારમાર્ગમાં રહેલાં તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લોકોત્તમ માહાભ્યથી ચમત્કારને ન પામ્યાં હોય તેમ મસ્તક વડે આપને નમન કરે છે. તે સ્વામિનું! આ નમન વડે તેઓનું મસ્તક કૃતાર્થ-સફળ છે, પણ મિથ્થામતિવાળા જે જીવો આપને નમતા નથી, તેઓનું મસ્તક વ્યર્થ છે !" ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વર્ણનમાં કહ્યું છે કે - "દૂરથી નીચા નમતા માર્ગનાં વૃક્ષો, જો કે તેઓ સંજ્ઞા રહિત છે, તો પણ જાણે ભગવંતને નમસ્કાર કરતાં હોય તેવાં જણાતાં હતાં.' દેવકૃત બારમો અતિશય દુંદુભિનાદ दुन्दुभिनाद उच्चकैः / उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः / 1. પર્વ 12, સર્ગ-૬, પૃ. ૨૦૪પ. 2. અ. ચિ. કાં. 1 શ્લોક. 12. 3. વી. સ્વ. પ્ર. 4, શ્લોક. 13, વીવ. એવ. 4. પર્વ 12, સર્ગ-૬, પૃ. 2045. 5. અ. ચિ. કાં. 1 ગ્લો. 62. 6. અ. ચિ. કાં. 1 શ્લો. 62. સ્વ. ટી. અરિહંતના અતિશયો 232
Page #145
--------------------------------------------------------------------------
________________ દેવતાઓ આકાશમાં ઊંચેથી દુંદુભિનો નાદ કરે છે. તે નાદ સર્વ દિશાઓમાં વ્યાપી જાય છે. આ અતિશયનું સંપૂર્ણ વર્ણન સાતમું પ્રાતિહાર્ય જે દેવદુંદુભિ, તેના વર્ણનમાં આપેલ છે. દેવકૃત તેરમો અતિશય વાયુનું અનુકૂલ થવું વતોડનુન: | वात: सुखत्वाद् अनुकूलो भवति / ભગવંતના પ્રભાવથી પવન અનુકૂલ થાય છે, સૌને સુખકારક લાગે તે રીતે વહે છે. ભગવંત જ્યારે વિચરતા હોય છે, ત્યારે પવન ભગવંતની સામેથી વાતો નથી, કિન્તુ ભગવંતની પાછળથી વાય છે. તેથી તે અનુકૂલ કહેવાય છે. શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - હે નિર્મલ ન્યાયના પરમાધાર ! પુણ્યથી પાંચ ઇન્દ્રિયોને પામેલા એવા તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓ આપની સમીપતામાં દુઃશીલ-પ્રતિકૂળ કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે, કારણ કે એકેન્દ્રિય એવો પવન પણ આપની હાજરીમાં પ્રતિકૂળતા (પ્રતિકૂળ વહન)નો ત્યાગ કરે છે. | "હે દેવ ! આપ વિચરતા હો ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય." "હે ભગવનું ! આપના પ્રભાવથી એકેન્દ્રિય જીવો પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તો પછી પંચેન્દ્રિય જીવો વિનયને ધારણ કરે, એમાં શું આશ્ચર્ય છે ?" શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે - सीयलेणं सुहफासेणं सुरहिणा मारुएणं जोयणपरिमंडलं सव्वओ समंता संपमज्जिइ / સંવર્તક નામના શીતલ, સુખસ્પર્શવાળા અને સુગંધિ પવનથી એક યોજન પ્રમાણ ભૂમિ સર્વ બાજુએથી શુદ્ધ થાય છે. આની વ્યાખ્યા કરતાં પ્રવચન-સારોદ્ધારની ટીકામાં અને ઉપદેશ-પ્રાસાદમાં કહ્યું છે કે - 1. અ. ચિ. કાં. 1 શ્લો. 92. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 62. સ્વ. ટી. 3. વી. સ્વ. પ્ર. 4 ગ્લો. 12 વીવ. અવ. 4. સૂત્ર-૩૪, અતિશય-૧૬. 5. પ્ર. સારો. ગા, 449 ટી. 6. ઉપ. પ્રા. ભાષા. વ્યા, 1. 232 અરિહંતના અતિશયો
Page #146
--------------------------------------------------------------------------
________________ સંવર્તક નામનો પવન એક યોજન પ્રમાણભૂમિને શુદ્ધ કરતો હોવાથી અને સુગંધિ, શીતલ અને મંદગતિવાળ હોવાથી અનુકૂલ-સુખકારક થાય છે. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણન વખતે પવનનું વર્ણન કરતાં કહ્યું છે કે - "સુગંધિ પંખાના વાયરાની માફક મૃદુ, શીતલ અને સુગંધિ અનુકૂળ પવન ભગવંતની નિરંતર સેવા કરતો હતો." દેવકૃત ચૌદમો અતિશય પક્ષીઓ પ્રદક્ષિણામાં ફરે શના: પ્રHિTT: | शकुनाः पक्षिण: प्रदक्षिणगतयः स्युः / ભગવંત જે રસ્તે વિહાર કરતા હોય તે રસ્તે ઉપર આકાશમાં જતા ઉત્તમ પક્ષીઓની પંગતિ પ્રદક્ષિણાવાળી થાય છે. પોપટ, ચાસ, મોર વગેરેમાં પક્ષીઓ દક્ષિણાવર્તમાં પ્રદક્ષિણા આપે છે. શકુન શાસ્ત્રની દૃષ્ટિએ આને ઉત્તમ શકુન કહેવામાં આવે છે. વિતરાગ સ્તવમાં કહ્યું છે કે - "હે રંગભૂજ્ય : દેવો, દાનવો અને માનવો તે આપને પ્રદક્ષિણા કરે જ છે, પણ પોપટ આદિ પક્ષીઓ પણ આપ જ્યારે વિહાર દ્વારા પૃથ્વીતલને પાવન કરતા હો ત્યારે ઉપર આકાશમાં પ્રદક્ષિણામાં ફરે છે. હે દેવાધિદેવ ! તે પક્ષીઓ દક્ષિણાવર્તમાં પ્રદક્ષિણામાં ફરીને આપ માટે સર્વોત્તમ શકુનને સમુપસ્થિત કરે છે. અહીં કવિ આલંકારિક ભાષામાં કહે છે કે - "તેઓ પક્ષીઓ અલ્પજ્ઞાનવાળાં હોવા છતાં પણ તેઓની આપની વિશે અનુકૂળ એવી દક્ષિણાવર્ત ગતિ હોય છે; પણ દુર્લભ માનવજન્મ, સંપૂર્ણ ઇન્દ્રિયાદિ સામગ્રી અને વિશાળ જ્ઞાનને પામવાનાં કારણે પક્ષીઓ કરતાં મહાન હોવા છતાં પણ જેઓ જગદ્ વત્સલ એવા આપને વિશે વામ વૃત્તિ-પ્રતિકૂલ આચરણ કરે તો તેઓની શી ગતિ થશે ?" 1. પર્વ 12, સર્ગ-૬, પૃ. ૨૦૪પ. 2. અ. ચિ. કાં. 1 ગ્લો. 62. 3. અ. ચિ. કાં. 1 શ્લો. 12 સ્વો. ટી. 4. પ્ર. સારી. ગા. 449 ટી. 5. વી. સ્ત, પ્ર. 4 શ્લો. 11 વીવ. એવ. અરિહંતના અતિશયો 233
Page #147
--------------------------------------------------------------------------
________________ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહે છે - "સ્વામીથી પ્રતિકૂળ હવામ) વર્તનારાનું શુભ થાય નહીં, એમ જાણે જાણતા હોય તેમ પક્ષીઓ આકાશમાં ઉપરથી નીચે ઊતરી સ્વામીને પ્રદક્ષિણા ફરી જમણી બાજુએ ચાલ્યાં જતાં હતાં." દેવકૃત પંદરમો અતિશય ગંધોદકની વર્ષા गन्धाम्बुवर्षम् / गन्धोदकवृष्टिरिति / જે સ્થળે ભગવંત વિરાજમાન હોય, તે સ્થળે ધૂળ (રજ)શમાવવા માટે ઘનસાર વગેરે ઊંચા સુગંધિ દ્રવ્યોથી યુક્ત એવા જલની-ગંધીદકની વૃષ્ટિ મેઘકુમાર દેવતાઓ કરે છે.' આ અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - जुत्तफुसिएणं मेहेण य निहयरयरेणूयं किज्जइ / ' ભગવંત જ્યાં જ્યાં વિચરતા હોય તેના આસપાસની યોજન પ્રમાણ ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર વરસતાં સુગંધિ જલનાં વાદળાંઓમાંથી થતી સુગંધિ જલની વૃષ્ટિ વડે રજ (પવનથી આકાશમાં ઊડતા માટીના કણો) અને રેણુ જમીન પર રહેલ ધૂળ)થી રહિત કરાય છે. આ અતિશય વિશે શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च / भावित्वत्पादसंस्पर्शी, पूजयन्ति भुवं सुराः / / "હે દેવાધિદેવ ! આપનાં ચરણકમળનો પવિત્ર સ્પર્શ જે ભૂમિને ભાવિમાં નજીકના જ કાળમાં) થવાનો હોય, તે ભૂમિને દેવતાઓ સુગંધી જલની વર્ષાથી અને દિવ્ય પુષ્પોના સમૂહોની ઉત્તમ રચનાઓથી પૂજે છે." 1. વી. . પ્ર. 4 બ્લો. 11 વીવ, નવ 2. એ, ચિ. કાં. 1 શ્લો. 63. 3. અ, ચિ. કાં. 1 શ્લો. 13 સ્વ. ટી. 4. ઉપ પ્રા.ભાષા, ભા. 1 દેવકૃત અતિશય 15 માં અને પ્રસારો. ગા, 449 ટીકા. 5. સૂ. 34, અતિશય-૧૭ મો. 6. સમવાય સૂ. 34 ટીકા. 7. પ્ર. 4, શ્લો. 10. 234 અરિહંતના અતિશયો
Page #148
--------------------------------------------------------------------------
________________ આ વિશે શ્રી વીતરાગ સ્તવના વિવરણમાં અને અવચૂરિમાં કહ્યું છે કે - "હે જગતના પૂજ્ય ! દેવેન્દ્રોથી પરિપૂજિત એવા આપની તો દેવતાઓ પૂજા કરે જ છે, પણ સમવસરણની જે ભૂમિને ભાવિમાં આપનાં ચરણોનો પવિત્ર સ્પર્શ થવાનો હોય, તે ભૂમિની પણ પૂજા કરે છે. તે ભૂમિમાં દેવતાઓ સુગંધિ ઉદક (જલ)ની વર્ષા કરે છે અને કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિવ્ય પુષ્પોના પ્રકારોથી (સમૂહોથી) સ્વસ્તિક, શ્રી વત્સ આદિની રચના કરીને ભૂમિની ભક્તિ કરે છે. "હે જગતના પરમપિતા ! જે જે સમવસરણની ભૂમિ આપથી અધ્યાસિત - આપના દેશનાકાલીન નિવાસથી પવિત્રિત હોય, તે તે સર્વભૂમિ તીર્થસ્વરૂપ છે. એમ માનીને દેવતાઓ તે ભૂમિની અર્ચના કરે એમાં આશ્ચર્ય જ શું છે ?" જેમ ધર્મચક્ર વગેરે ભગવંતના અતિશયો છે, તેમ ભગવંતને વિશે પરમ ભક્તિ તે દેવતાઓનો અતિશય કહી શકાય. દેવતાઓ પ્રાતિહાર્યો વગેરેનું વિક્ર્વણ (સર્જન) કરીને જે ભક્તિ કરે છે તે બીજાઓ કેવી રીતે કરી શકે ? દેવતાઓની આ ભક્તિ દ્વારા ભગવંતની પરમ મહાન પાત્રતાને જોતાં જોતાં અનેક ભવ્ય જીવોના હૃદયમાં બોધિબીજા વવાઈ જાય છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે શ્રી જિનપૂજા બે આશયોથી ઉત્તમ રીતે કરવી જોઈએ : (1) આત્મકલ્યાણાર્થે અને (2) તે ભવ્ય પૂજાને જોનારાઓ અનુમોદના કરીને બોધિ સમ્યગ્દર્શન પામી જાય તે માટે. દેવકૃત સોળમો અતિશય બહુવર્ણ પુષ્પવૃષ્ટિ बहुवर्णपुष्पवृष्टिः। बहुवर्णानां पंचवर्णानां जानूत्सेधप्रमाणपुष्पाणां वृष्टिः स्याद् / અનેક રંગોનાં એટલે કે પાંચ રંગોનાં પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ કરે છે. તે પુષ્પોનો ઢીંચણ સુધી ઊંચાઈવાળો થર ભૂમિ પર થઈ જાય છે. દેવકૃત આ અતિશયનું સંપૂર્ણ વર્ણન બીજા મહાપ્રાતિહાર્ય સુરપુષ્પવૃષ્ટિનાં વર્ણનમાં આપેલું છે. 1. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 93. અ. ચિ. કાં. 1 શ્લો. 63 સ્વ. ટી. અરિહંતના અતિશયો 35
Page #149
--------------------------------------------------------------------------
________________ દેવકૃત સત્તરમો અતિશય કેશ, રોમ, દાઢી અને નખોની અવસ્થિતતા कचश्मश्रुनखाप्रवृद्धिः / कचानां केशानामुपलक्षणत्वात् लोम्नां च श्मश्रुणः कूर्चस्य, नखानां पाणिपादजानामप्रवृद्धिरवस्थितस्वभावत्वम् / દીક્ષા સમયથી ભગવંતનાં કેશ, રોમ, દાઢી અને હાથ-પગના નખ વધતા નથી, સદા એકસરખા રહે છે. શ્રી સમવાયાંગ સૂત્રના એક નાનકડા સૂત્રમાં આ અતિશયનું વર્ણન આ રીતે કર્યું છે - અર્થ અવસ્થિત કેશ-દાઢી-રોમ-નખો. શ્રી સમવાયાંગ સૂત્રમાં આ અતિશયને ચોત્રીશ અતિશયોમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરથી એનું મહત્ત્વ સમજી શકાય તેવું છે. બીજા તેત્રીશ અતિશયોમાંથી ચાર જન્મ સમયથી જ હોય છે અને ર૯ કેવલજ્ઞાન થતાં જ પ્રગટ થાય છે. જ્યારે આજ એક એવો અતિશય છે કે જે દીક્ષા સમયથી નિર્વાણ પર્યત હોય છે. દેવકૃત બે અતિશયો ભગવંતના શરીર સંબંધી છે. બીજા બધા દેવકૃત અતિશયો પ્રતિશરીર દેવકૃત હોવાથી અપેક્ષાએ બાહ્ય કહેવાય પણ તે તે બાજુની પર્ષદાને તે જ ભગવંતનું સાક્ષાત્ રૂપ ભાસતું હોવાથી બાહ્ય ન પણ કહેવાય. જ્યારે આ કેશ વગેરેની અવસ્થિતતાનો સંબંધ તો સીધો જ ભગવંતના શરીર સાથે જ છે. એ અપેક્ષાએ આ એ ખ્યાલમાં રહેવું જોઈએ કે આ અતિશય દેવત છે. એટલે કે જ નહિ પણ દેવેન્દ્રકૃત છે. એ વિશે વીતરાગસ્તવમાં અને તેના વિવરણ-અવસૂરિમાં બહુ જ સુંદર વર્ણન મળે છે. ત્યાં કહ્યું છે કે - ભગવંતની સર્વ વિરતિ-સામાયિકની મહાપ્રતિજ્ઞાના અવસરે ઉપસ્થિત થયેલ 1. 2. 3. અ. ચિ. કાં. 1 ગ્લો. 63. અ. ચિં. કાં. 1 શ્લો. 13 સ્વ. ટી. પ્ર. 4 શ્લો. 7. 236 અરિહંતના અતિશયો
Page #150
--------------------------------------------------------------------------
________________ દેવગણોમાંથી દેવેન્દ્ર સ્વયં આગળ આવે છે અને તે દેવેન્દ્રથી પ્રેરિત વજ વડે નખાદિમાં જે વધવાની શક્તિ છે તેને કુંઠિત કરી દેવામાં આવે છે. તેથી તે નખ વગેરે વૃદ્ધિ કે હાનિ પામતાં નથી. સદા એકસરખાં રહે છે." ઉપર કહેલ વિવરણ અને અવચૂરિનો સારાંશ આ રીતે છે : “હે સર્વાતિશાયી મહિમાને ધારણ કરનાર સ્વામિનું ! એ સત્ય છે કે અન્ય શારાના માં સ્થાપકો અસર્વજ્ઞ હોવાથી આપના જેવો કેવલજ્ઞાનાદિ આંતરિક યોગ મહિમા તો નથી જ પામી શક્યા, પણ આપના જેવી કેશાદિની સદા અવસ્થિતતારૂપ બાહ્ય યોગ મહિમાને પણ તેઓ પામી શક્યા નથી. “હે દેવાધિદેવ ! આપ જ્યારથી સર્વવિરતિ સામાયિકની મહાપ્રતિજ્ઞાનો ઉચ્ચાર (સ્વીકાર કરો છો ત્યારથી જ આપના કેશ, રોમ, નખ, દાઢી અને મૂછ સદા એકસરખાં રહે છે. તે વધતાં પણ નથી અને ઘટતાં પણ નથી." “હે નાથ ! આપની સર્વ વિરતિની પ્રતિજ્ઞાના અવસરે ઇન્દ્રથી પ્રેરિત વજ વડે આપનાં નખાદિની ઉમ-શક્તિ પ્રતિહત થઈ જાય છે. તેથી તે વૃદ્ધિ કે હાનિને પામતાં નથી." હે દયાનિધે ! કેશ આદિને વ્યવસ્થિત રાખવા એ કર્મ તો ખરી રીતે નાપિત હજામનું છે, પણ ભક્તિવશ નમ્ર બનેલા દેવોના સ્વામી ઈન્દ્ર એ કર્મ સ્વયં કરે છે, અનાથી વધુ ભક્તિ બીજી કઈ હોઈ શકે ? મહાન સમૃદ્ધિવાળા દેવતાઓ પણ જેને સ્વામી માને છે, દેવન્દ્ર પણ આ રીતે અતિ વિનમ્ર દાસભાવને ધારણ કરી આપની મહાન ભક્તિ કરે. એનાથી વધુ અતિશયિતા આપની કઈ હોઈ શકે ?" “હે અર્પતુ! બીજા શાસનોના અધિપતિઓ તો કેશ, રોમ, નખ, દાઢી અને મૂછથી કદર્શિત (પીડિત છે - આપના જેવો આ બાહ્ય યોગમહિમા પણ તેઓની પાસે નથી, તો પછી આપના જેવા આંતરિક યોગમહિમાથી તેઓ સર્વથા દરિદ્ર હોય, એમાં આશ્ચર્ય જ શું છે ?" હે સ્વામિનું ! દેવેન્દ્રો પણ આપની આવી ચાકરી કરે, એ જ આપનો મહાન યોગમહિમા છે." દેવકૃત અઢારમો અતિશય ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સદા સાથે હોવું. चतुर्विधाऽमर्त्यनिकायकोटिर्जघन्यभावादपि पार्श्वदेशे' / भवनपत्यादिचतुर्विधदेवनिकायानां जघन्यतोऽपि समीपे कोटिर्भवतीति / 1. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 63. અ. ચિ. કાં. 1 શ્લો. 63 સ્વો. ટી. અરિહંતના અતિશયો 237
Page #151
--------------------------------------------------------------------------
________________ કેવલજ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ ભગવંતની સાન્નિધ્યમાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ તો હોય જ છે. આ અતિશય વિશે એક સુંદર સ્પષ્ટતા શ્રી ઋષિભાષિત સૂત્રમાં મળે છે, તે આ રીતે - इंतेहिं जंतेहिं बोहिनिमित्तं च संसयत्थीहिं / अविरहियं देवेहिं जिणपयमूलं सयाकालं / / બોધિ-સમ્યગ્દર્શનની નિર્મલતા માટે સંશયોના સમાધાનના અર્થી એવા આવતા જતા દેવતાઓથી ભગવંતનું પાદમૂલ સદા અવિરહિત હોય છે. જઘન્યથી જે કરોડ દેવતાઓ કહ્યા છે તે તો સેવામાં હોય છે, તદુપરાંત ઉપરની હકીકત જાણવી. બોધિ નિમિત્તે પ્રશ્નોનાં સમાધાનના અર્થી કેવળ દેવતાઓ જ આવ-જા કરે છે, એવું નથી, પણ તે તે ક્ષેત્રમાં અનેક બુદ્ધિશાળી અને લોકમાં ઊંચા ગણાતા એવા અનેક પુરુષો પણ ભગવંતના વિહાર વખતે ભગવંતની પાસે સદા આવ-જા કરતા હોય છે. એમાંથી કેટલાક ભદ્રિક મનુષ્યો તો સદા હાથ જોડીને ભગવંતની પર્યુપાસનામાં તત્પર હોય છે.” આ વિશે શ્રી સમવાયાંગ સૂત્રમાં ત્રણ અલગ અતિશયો ગણાવવામાં આવ્યા છે. તે આ રીતે - અતિશય-૨૪ पुवबद्धवेरा वि य णं देवासुरनागसुवण्णजक्खरक्खसकिंनरकिंपुरिसगरुलगंधब्बमहोरगा अरहओ पायमूले पसंतचित्तमाणसा धम्मं निसामंति / અતિશય-૨૫ अण्णउत्थियपावणिया वि य णमागया वंदंति / 1. આ સૂત્રનો મૂલ સંદર્ભ પરિશિષ્ટમાં આપેલો છે. તેમાં જુઓ ગાથા-૧૧ મી. 2. આ વિષયનો સમાવેશ આપણે ત્યાં આ આતિશયમાં કરવામાં આવ્યો છે, જ્યારે દિગંબર આ વિષયની ગણના ચતુર્થ મહાપ્રાતિહાર્ય તરીકે કરે છે. તે વિશે તિનો ઇત્તિ માં કહ્યું છે કે - ગાઢ ભક્તિમાં આસક્ત, હાથ જોડેલા અને વિકસિત મુખકમલવાળા જનસમૂહો પ્રત્યેક તીર્થકરને વીંટળાઈને ઘેરીને રહેલા હોય છે. દિગંબર માન્યતાને અભિપ્રેત અતિશયોનું સંપૂર્ણ વર્ણન રિનોવપvorત્તિ ના આધારે પરિશિષ્ટમાં આપેલ છે. તે અતિશયોનું વર્ણન ભગવંત પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ કરનારું હોવાથી આરાધક આત્માઓએ તેનો સમુચિત રીતે સમન્વય કરી લેવો જોઈએ. 3. સમવાય સૂ. 34. 138 અરિહંતના અતિશયો
Page #152
--------------------------------------------------------------------------
________________ અતિશય-૨૧ आगया समाणा अरहओ पायमले निप्पलिवयणा हवंति / ટીકામાં અર્થ આ રીતે કરેલ છે : અતિશય-૨૪ પૂર્વે આ જન્મમાં કે જન્માંતરમાં બાંધેલ કે નિકાચિત કરેલા વરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળાં પ્રાણીઓ પણ ભગવંતની પાસે પ્રશાંત મનવાળાં થઈન ધર્મ સાંભળે છે. બીજાં પ્રાણીઓની વાત તો બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિ તીવ્ર વરવાળા વમાનિક દેવો, અસુરો, નાગ નામના ભવનપતિ દેવો, સુંદર વર્ણવાળા જ્યોતિષ્ક દેવો, યક્ષો, રાક્ષસો, કિંનરો, કિંગુરુષો, ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવતાઓ. ગંધર્વો અને મહારગ નામના વ્યંતર દેવતાઓ પણ અત્યંત પ્રશાંત મનવાળા થઈને બહુ જ વિનયપૂર્વક અને ભાવપૂર્વક ધર્મ સાંભળે છે. અતિશય-૨૫ અન્ય ધર્મોમાં સંન્યસ્ત પ્રવચનિકો-સંન્યાસીઓ પણ ભગવંત પાસે આવીને ભગવંતને નમન કરે છે. અતિશય-૨૧ ભગવંતના પાદમૂલમાં આવેલા તે પ્રાવચનિકો નિરુત્તર થઈ જાય છે. આ અતિશયથી ગર્ભિત સ્તુતિ વડે શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કે - “હે સ્વામિન્ ! ઊર્ધ્વલોક, અધોલોક અને તિસ્કૃલોકમાં રહેલા ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ આપની સદા ભક્તિપૂર્વક સેવા કરે છે. ઉત્કૃષ્ટથી આપની સમીપમાં કોડાકોડી સંખ્યાવાળા દેવતાઓ આપની ઉપાસનામાં ભક્તિપૂર્વક સમુપસ્થિત થાય છે.” હે નાથ ! અગણિત પુણ્યસંચયથી પ્રાપ્ત થતા પ્રયોજનને વિશે મંદબુદ્ધિવાળા જન પણ ઉદાસીન (પ્રયત્નરહિત) હોતા નથી, તો પછી આ તો દેવતાઓ છે, તેઓ મહાનું પુણ્યાનુબંધિ પુણ્યથી પ્રાપ્ત થયેલી આપની ભક્તિને વિશે ઉદાસીન કેમ હોય ?" 1. પ્ર. 4 ગ્લો. 14 વીવ. એવ. અરિહંતના અતિશયો 239
Page #153
--------------------------------------------------------------------------
________________ દેવકૃત ઓગણીસમો અતિશય ઋતુઓ અને ઇન્દ્રિયાર્થોનું અનુકૂલપણું ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वम् / ऋतूनां वसन्तादीनां सर्वदापुष्पादिसामग्रीभिरिन्द्रियार्थानां स्पर्शरसगन्धरूपशब्दानाममनोज्ञानामपकर्षेण मनोज्ञानां च प्रादुर्भावनानुकूलत्वं भवतीति एकोनविंशः (अतिशयः')। વસંત વગેરે છએ ઋતુઓ પોતપોતાની પુષ્પાદિ સામગ્રીથી સર્વદા અનુકૂલ થાય છે. અને મનોહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપી ઇન્દ્રિયોના પ્રશસ્ત અર્થોનો પ્રાદુર્ભાવ અને મનને ન ગમતા અપ્રશસ્ત ઇન્દ્રિયાર્થોનો અપકર્ષ-હીનતા થાય છે. આ દેવકૃત ઓગણીશમાં અતિશય છે. 1. અ. ચિકાં. 1 શ્લો. 64. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 64, વો. ટી. 3. પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં ઋતુઓની અનુકૂળતા અને ઇંદ્રિયાથની અનુકુળતા એમ અલગ અલગ ગણી બે અતિશય તરીકે ગણવામાં આવ્યા છે. પ્રવચન સારોદ્ધાર અને તેની ટીકામાં આ દેવકૃત અતિશયોનું વર્ણન આ રીતે થાય છે : અતિશય-૧૨ : શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શરૂપી પાંચ ઇન્દ્રિયામાં જે અમનોહર હોય તેનો અભાવ થાય છે અને મનહર ઇન્દ્રિયાર્થોનો પ્રાદુર્ભાવ થાય છે. અતિશય-૧૩ : વસંત વગેરે છએ ઋતુઓ શરીરને સુખકર-અનુકૂલ સ્પર્શ ઉત્પન્ન કરવાથી તથા વિકસિત એવી પુષ્પાદિની સમૃદ્ધ સામગ્રીથી સદા અનુકૂળ બને છે. શ્રી સમવાયાંગ સૂત્ર અને તેની ટીકામાં - આ જ અતિશયના ત્રણ અલગ અલગ અતિશયો ગણાવ્યા છે. તે આ રીતે -- અતિશય-૧૫ - સર્વ ઋતુઓ સદા અનુકૂલ-સુખ સ્પર્શદિવાળી થાય છે. અતિશય-૧૯ - ભગવંત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમનોજ્ઞ-મનને ન ગમતા શબ્દ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ એ પાંચ ઇન્દ્રિયાર્થોનો અભાવ થાય છે. અતિશય-૨૦ - મનોજ્ઞ-મનગમતાં શબ્દાદિ ઇન્દ્રિયાર્થોનો પ્રાદુર્ભાવ થાય છે. આ અતિશયોની ગણના વિશે “અભિધાન ચિંતામણિ'ની સ્વપજ્ઞ ટીકામાં કહ્યું છે કે - ત્તેિ જ થાડપિ ટલ્લે તનેતાન્તરમવાસ્થતિ ! (કાંડ-૧ ગ્લો. 64 ટીકા), સારાંશ કે આ અતિશયો બીજા ગ્રંથોમાં જે બીજી રીતે પણ દેખાય છે, તે મતાંતર જાણવું. 140 અરિહંતના અતિશયો
Page #154
--------------------------------------------------------------------------
________________ ઋતુઓની અનુકૂળતા વિશે શ્રી વીતરાગસ્તવ.' તેનું વિવરણ અને તેની અવચૂરિમાં ભગવંતની સ્તવના કરતાં કહ્યું છે કે - હે વિશ્વના ઉપાસનીય ! આપનાં પવિત્ર ચરણકમળોનાં શરણે આવીને વસંત આદિ છયે ઋતુઓ એકીસાથે સમકાલ આપનાં ચરણયુગલની ઉપાસના કરે છે.’ હે દેવ !આ ઋતુઓ આપનાં ચરણકમળને ભક્તિથી નહીં. કિન્તુ ભયથી સેવે છે !'તે ઋતુઓને એવો ભય છે કે : અમોએ અનાદિ કાલથી ભગવંતના નિષ્કારણ શત્રુ એવા કામદેવને સહાય કરી છે, તેથી જેવી નિર્દયતાથી ભગવંતે કામદેવનો પરાજય કર્યો. તેવી જ નિર્દયતાથી અમારો પણ નિગ્રહ કરી લેશે !' હે સ્વામિનું ! આ રીતે જાણે ભયભીત ન થએલી હોય તેમ સર્વ ઋતુઓ પોતાને સમુચિત એવાં પુષ્પો, ફળો વગેરેનાં ભેટમાં નિજ હસ્તમાં લઈને આપની એકસાથે સમકાલ ઉપાસના કરે છે.” પાંચ ઇન્દ્રિયોના અર્થોની અનુકૂળતા વિશે વીતરાગસ્તવ' તેનું વિવરણ અને તેની અવચૂરિમાં કહ્યું છે કે - હે વચનાતીત ચરિત્રવાળા સ્વામિનું ! ત્રણે જગતના પરમ ગુરુ એવા આપ જ્યાં વિચરતા હો તે પ્રદેશમાં પાંચે ય ઇન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ થતા જ નથી, એટલું જ નહિ. કિન્તુ તે બધાં આપને અનુકૂળ થઈ જાય છે.' “આપ જે પ્રદેશમાં વિચરતા હો તે પ્રદેશમાં વેણુ, મૃદંગ, મધુરગીત વગેરેના શબ્દો તથા "જય પામો, જય પામો", "ઘણું જીવો, ઘણું જીવો'', વગેરે પ્રશસ્ત ઉચ્ચારો જ સંભળાય. તે બધા જ શબ્દો કન્દ્રિયને સુખકર જ હોય છે. પરંતુ રૂદન વગેરેના કરુણ શબ્દો તથા ગધેડું, ઊંટ, કાગડો વગેરેના કર્કશ શબ્દો, જે કર્ણ ઇન્દ્રિયને દુઃખકારક હોય તે કદાપિ ન જ સંભળાય.” ‘એવી જ રીતે તે પ્રદેશમાં સુંદર સ્ત્રીઓ-પુરુષો, રાજાઓ, દેવતાઓ, દેવવિમાનો, ઉત્તમ ફળોથી સહિત ઉદ્યાનો, જલપૂર્ણ સરોવરો, સુંદર કમલખંડ વગેરે પ્રશસ્ત નયનેન્દ્રિયના વિષયો જ આંખ સામે આવે, કિન્તુ મેલા શરીરવાળાં પ્રાણીઓ. રોગીઓ, મૃતશરીર વગેરે 1. પ્ર. 4 ગ્લો. 9. 2. આ આલંકારિક ભાષા છે. 3. વસંત આદિ ઋતુઓ તે તે પ્રકારના કામવિકારોનું ઉદ્દીપન કરે છે, તેથી. 4. પ્ર. 4 ગ્લો. 8. અરિહંતના અતિશયો 24
Page #155
--------------------------------------------------------------------------
________________ દષ્ટિપથમાં કદાપિ ન આવે.” એવી જ રીતે સાકર, ખજૂર, નાળિયેર, શેરડી, આંબા, નારંગી, કેળાં, દાડિમ વગેરે વસ્તુઓ ઉત્તમ મધુર રસમાં પરિણત થાય છે, કિન્તુ અપ્રિય રસવાળી વનસ્પતિઓ તે પ્રદેશમાં કદાપિ હોતી નથી.” એવી જ રીતે તે પ્રદેશમાં અત્યંત મૃદુ સ્પર્શવાળાં અને ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત નરનારીઓ વગેરે જ વિદ્યમાન હોય, કિન્તુ કઠિન સ્પર્શવાળાં પ્રાણીઓ, પત્થરો વગેરે વિદ્યમાન ન હોય.” એવી જ રીતે કસ્તુરી, ચંદન, પારિજાત, કમલ વગેરેની સુગંધ જ ત્યાં હોય, પણ ક્લેવર વગેરેની દુર્ગધ ત્યાં કદાપિ ન હોય.' હે દેવ ! જેમ બૌદ્ધ, સાંખ્ય, શૈવ, મીમાંસક, ચાર્વાક વગેરે મતોના તાર્કિકો આપની સમીપમાં આવતાં જ પ્રતિહત પ્રતિભાવાળા થઈ જવાથી પ્રતિકૂળતાનો ત્યાગ કરે છે. તેમ પાંચ ઇન્દ્રિયોના વિષય આપની સમીપતામાં પ્રતિકૂળતાનો ત્યાગ કરી અનુકૂલ થઈ જાય છે.” 24 2 અરિહંતના અતિશયો
Page #156
--------------------------------------------------------------------------
________________ અધ્યયન-૪ 8 મહાપ્રાતિહાર્યો कंकिल्लि'-कुसुमबुट्ठी, સેવા -ચામરેT-ડડસUડું . ભાવન-એરિ-છત્ત, जयंति जिणपाडिहेराई / 1 અશોક વૃક્ષ, 2 પુષ્પવૃષ્ટિ, 3 દિવ્યધ્વનિ, 4 ચામર, 5 સિંહાસન, 9 ભામંડલ, 7 દુંદુભિ અને 8 ત્રણ છત્ર એ જિનપ્રાતિહાર્યો સદા જય પામે છે. - પ્રવચન સારોદ્ધાર, ગાથા-૪૪૦. अशोकवृक्षः' सुरपुष्पवृष्टिः - दिव्यो ध्वनि चामर मासनं च / भामंडलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् / / શ્રી યાકિનીમહત્તરારૂનુશ્રી હરિભદ્રસૂરિ–સૂત્રિત નેસ્તનાપતાપ્ર - ગાથા ૧ની સ્વપજ્ઞ વ્યાખ્યામાં આપેલ પૂર્વાચાર્યોનું અવતરણ 1 અશોકવૃક્ષ, 2 સુરપુષ્પવૃષ્ટિ, 3 દિવ્યધ્વનિ, 4 ચામર, 5 સિંહાસન, કે ભામંડલ, 7 દુંદુભિ અને 8 ત્રણ છત્ર - આ આઠ શ્રી જિનેશ્વરોના સત્કાતિહાર્યો છે. સત્ એટલે વિદ્યમાન, વાસ્તવિક, સત્ય; પણ અવિદ્યમાન, અવાસ્તવિક, અસત્ય કે કાલ્પનિક નહીં. પ્રાતિહાર્યો દેવનિર્મિત હોય છે. તે વિશે ઉપમિતિમાં કહ્યું છે કે - इत्येवमादिभिर्देव ! देवदानवनिर्मितैः / / प्रातिहार्यमहाभागः, स वरिष्ठो विराजते / / હે દેવ !' એવી રીતે દેવો અને અસુરોથી નિર્મિત આ પ્રાતિહાર્યો વડે તે મહાન ભાગ્યશાળી રાજાધિરાજ વરિષ્ઠ (તીર્થકર ભગવાન) શોભે છે. 1. “હે દેવ !', એ તે રાજાનું સંબોધન છે કે જેને ઉદ્દેશીને આ વાક્ય કહેવાઈ રહ્યું છે, જુઓ ઉપમિતિ પૃ. 602, શ્લો. ક૨૫. અરિહંતના અતિશયો 43
Page #157
--------------------------------------------------------------------------
________________ પ્રથમ મહાપ્રાતિહાર્ય અશોક વૃક્ષ દેવતાઓ શ્રી જિનેશ્વર ભગવંત ઉપર સદા અશોક વૃક્ષની રચના કરે છે. ભગવંત જ્યારે સિંહાસન ઉપર વિરાજમાન હોય ત્યારે તે વૃક્ષ ઉચિત રીતે ઉપર ગોઠવાયેલો હોય છે અને જ્યારે ભગવંત ચાલતા હોય છે, ત્યારે તે વૃક્ષ ભગવંત અને ભગવંત સાથેનાં સર્વ જનો ઉપર છાયા કરતો આકાશમાં ચાલે છે. તાત્પર્ય કે આ વૃક્ષ ભગવંતની સાથે જ સદા હોય છે. તે અશોક વૃક્ષ અત્યંત નજીક નજીક રહેલા, પવનથી અવિરત હાલતા, નવીન, કોમળ અને રક્ત વર્ણનાં પલ્લવોના સમૂહથી શોભે છે. તેના ઉપર સર્વ ઋતુઓનાં સુવિકસિત સર્વોત્તમ પુષ્પો હોય છે. તે પુષ્પોમાંથી સતત નીકળતા પરિમલથી ભમરાઓના સમૂહો દૂર દૂરથી અંચાઈને આવે છે. તે ભમરોનો રણરણ અવાજ ત્યાં આવેલા ભવ્ય જીવોના કાનને મધુર સંગીત અર્પિત કરે છે. આવો મનોરમ આકારવાળો, વિશાળ શાખાઓવાળો અને એક યોજન પ્રમાણ વિસ્તારવાળો તે અશોક વૃક્ષ હોય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - जत्थ जत्थ वि य णं अरहंता भगवंतो चिटुंति वा निसीयंति वा तत्थ तत्थ वि य णं जक्खा देवा संच्छन्नपत्तपुप्फपल्लवसमाउलो सच्छत्तो सज्झओ सघंटो सपडागो असोगवरपायवो अभिसंजायइ / જ્યાં જ્યાં પણ અરહંત ભગવંતો ઊભા હોય છે અથવા બેસે છે ત્યાં ત્યાં યક્ષ દેવતાઓ પાંદડાંઓથી સંછન્ન, પુષ્પા અને પલ્લવોથી સમાકુલ તથા છત્રો, ધજાઓ, ઘંટો અને પતાકાઓથી સહિત એવા શ્રેષ્ઠ અશોક વૃક્ષની રચના કરે છે. આ અશોક વૃક્ષની ઊંચાઈ ભગવંતની ઊંચાઈ કરતાં બાર ગણી હોય છે. શાસ્ત્રોમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવંતના અશોક વૃક્ષની ઊંચાઈ ૩ર ધનુષ પ્રમાણ 1. उल्लसद्बहलपाटलपल्लवजालसर्वकालविकसदसमानकुसुमसमूहविनिः सरदविरलपरमपरिमलोद भारभरसमाकृष्यमाणभ्रमद्-भ्रमरनिकुरम्बरणरणारावशिशिरीकृतप्रणमद्-भव्यजननिकर श्रवणविवरोऽतिमनोरमाकारशालिविशालशाल: ककेलितरु: अशोकतरुर्जिन-स्योपरि देवैविधीयते / - પ્રવ. સારો. ગા. 440 વૃત્તિ. 2. निच्चोउगो त्ति नित्यं सर्वदा ऋतुरेव पुष्पादिकालो यस्य स नित्यर्तुकः / આ અશોક વૃક્ષને સદા ઋતુ-પુષ્પ વગેરેનો કાળ હોય છે. - પ્રવ. સાર. ગા. 440 વૃત્તિ. 3. સૂત્ર-૩૮. 4. असोगवरपायवं जिणउच्चताओ बारसगुणं सक्को विउब्वइ / -- જિનશ્વરની ઊંચાઈથી બાર ગુણ અશોક વૃક્ષ શક્ર વિદુર્વે છે. - આવશ્યક ચૂર્ણિ 144 અરિહંતના અતિશયો
Page #158
--------------------------------------------------------------------------
________________ બતાવવામાં આવી છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે -- उसभस्स तिन्नि गाउ य, बत्तीस धणूणि वद्धमाणस्स / सेसजिणाणमसोओ सरीरओ बारसगुणो उ' / શ્રી ઋષભદેવ ભગવંતનો અશોક વૃક્ષ 3 ગાઉ ઊંચો, શ્રી વર્ધમાન સ્વામીનો 32 ધનુષ્ય અને બાકીના જિનેશ્વર ભગવંતોનો અશોક વૃક્ષ તે તે જિનેશ્વરોના શરીર કરતાં બાર ગણો ઊંચો હોય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - શ્રી વર્ધમાન સ્વામીનું શરીર 7 હાથ હતું. તેને 12 થી ગુણતાં 84 હાથ એટલે 21 ધનુષ અશોક વૃક્ષની ઊંચાઈ થાય. આ 21 ધનુષવાળા અશોક વૃક્ષ ઉપર 11 ધનુષ ઊંચો સાલવૃક્ષ હોય છે. એ બન્નેની ઊંચાઈ મળીને 32 ધનુષ ગણવામાં આવે છે. આ સાલવૃક્ષ તે વૃક્ષ છે કે જેની નીચે શ્રી વર્ધમાન સ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. શાસ્ત્રીય પરિભાષામાં આને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. આ ચૈત્યવૃક્ષની વ્યાખ્યા કરતાં લોકપ્રકાશમાં કહ્યું છે કે -- વૃક્ષ જ્ઞાનોત્તવૃક્ષા | ચૈત્યવૃક્ષો તે વૃક્ષો કહેવાય છે કે જેની નીચે શ્રી ઋષભાદિ જિનેશ્વરોને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. દરેક તીર્થકરને ઉત્તમ વૃક્ષની નીચે જ કેવલજ્ઞાન થાય છે. ચોવીસે વૃક્ષોનાં નામ સમવાયાંગ સૂત્રમાં છે. તેનું અવતરણ લોકપ્રકાશમાં છે. દરેક તીર્થકર ભગવંતને જે વૃક્ષની નીચે કેવલજ્ઞાન થાય છે, તે ચૈત્યવૃક્ષને દેવતાઓ દિવ્ય અશોક વૃક્ષ ઉપર સ્થાપિત કરે છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - न्यग्रोधाद्या अमी ज्ञानो - त्पत्तिवृक्षा यथायथम् / सर्वेषामर्हतां भाव्या, अशोकोपरिवर्तिनः / / 1. સર્ગ-30, પૃ. 293. 2. લોક પ્ર. સ. 30, પૃ. 263. 3. લોક પ્ર. સ. 30, પૃ. 263. 4. લોક. પ્ર. સ. 30, પૃ. 264. અરિહંતના અતિશયો 145
Page #159
--------------------------------------------------------------------------
________________ આ ન્યગ્રોધ આદિ જ્ઞાનોત્પત્તિ વૃક્ષો તે તે શ્રી ઋષભાદિ અરિહંતોના અશોક વૃક્ષ ઉપર રહેલા જાણવા. તિલોયપત્તિમાં કહ્યું છે કે આ અશોક વૃક્ષ લટકતી માળાઓથી સહિત, ઘંટાઓના સમૂહોથી રમણીય, પલ્લવો, પુષ્પો વગેરેથી નમી ગયેલી શાખાઓથી શોભે છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - સમવસરણની મધ્યપીઠની મધ્યમાં ઉત્તમ અશોક વૃક્ષ હોય છે. તેની શાખાઓ વિસ્તીર્ણ અને છાયા નીરંધ્ર-ગાઢ હોય છે. અશોક વૃક્ષની નીચેથી કોઈ ઉપર જુએ તો તેને આકાશ જરા પણ ન દેખાય, સર્વત્ર ઝાડનાં પાંદડાં વગેરે જ દેખાય. તેની નીચે બેસનારને સૂર્યનો તડકો જરા પણ ન લાગે. તે એક યોજન જેટલો વિસ્તૃત (ફેલાયેલો) હોય છે. તેની ઉપર સર્વત્ર પતાકાઓ, તોરણો વગેરે હોય છે. તે વેદિકાથી સહિત હોય છે. તેમ જ તેના ઉપર ભગવંતના મસ્તક ઉપર આવે એ રીતે ત્રણ છત્ર ગોઠવાયેલાં હોય છે. તેની ઉપર સર્વત્ર સર્વકાળમાં ઋતુ હોય છે એટલે કે પુષ્પો વગેરે હોય છે. તે વૃક્ષની ઉપર ભગવંતનું જ્ઞાનોત્પત્તિ-વૃક્ષ હોય છે, તે ચૈત્યવૃક્ષ દેવતાઓથી પૂજિત હોય છે. તે અશોક વૃક્ષના મૂલ પાસે અરિહંતોનો દેવછંદો (દેશના વખતે બેસવાનું સ્થાન) હોય છે, ત્યાં ચાર દિશાઓમાં ચાર સિંહાસન હોય છે. જગતમાં સૌથી સુંદર વૃક્ષો ઇન્દ્રનાં ઉદ્યાનોમાં હોય છે. તે સુંદર વૃક્ષો કરતાં પણ આ અશોક વૃક્ષ અનંતગુણ સુંદર હોય છે. આ અશોક વૃક્ષને બનાવનાર દેવતાઓ હોય છે, છતાં તેમાં સૌંદર્ય આદિ ગુણોની જે પરાકાષ્ઠા આવે છે, તે ભગવંતનો અતિશય છે. 1. ઋષભદેવ ભગવંતને ન્યોધવૃક્ષ નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. શ્રી ઋષભાદિ 24 તીર્થકરોના ચૈત્યવૃક્ષોનાં નામો અનુક્રમે આ રીતે છે - 1. ન્યગ્રોધ, 2. સપ્તપર્ણ, 3. સાલ, 4. પ્રિયક, 5. પ્રિયંગુ, ક. છત્રાધ, 7, સરિસ, 8. નાગવૃક્ષ, 9. માલીક, 10. પીલધુ, 11. હિંદુગ, 12. પાડલ, 13, જંબૂ, 14. અશ્વત્થ, 15. દધિપર્ણ, 16. નંદી, 17. તિલક, 18. અંબ, 19. અશોક, 20. ચંપક, 21. બકુલ, 22. વેડસ(તસ), 23. ધવ અને 24. સાલ. - લોક. પ્ર. સ. 30, પૃ. 263. 2. ચતુર્થ મહાધિકાર 3. લોક. પ્ર. સ. 30, પૃ. 264. 4. असुरसुरगरुलमहिया चेइयरूक्खा जिणवराणं / શ્રી જિનવરોનાં ચૈત્યવૃક્ષો અસુરો, સુરો અને ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર ભવનપતિ દેવતાઓથી પૂજિત હોય છે. - લોક. પ્ર. સ. 30, પૃ. 293. 5. તિસ્તોયYouત (ચતુર્થ મહાધિકાર)માં કહ્યું છે કે - આ અશોક વૃક્ષને જોઈને ઇન્દ્રનું ચિત્ત પણ પોતાના ઉદ્યાનોમાં રમતું નથી. 14 અરિહંતના અતિશયો
Page #160
--------------------------------------------------------------------------
________________ ભગવંત જ્યારે સમવસરણમાં અશોક વૃક્ષ પાસે પધારે છે, ત્યારે સૌથી પહેલાં ત્રણ પ્રદક્ષિણા અશોક વૃક્ષને કરે છે. તે પછી જ ભગવંત સિંહાસન પર બેસે છે. ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં કહ્યું છે કે - ‘જગત્પતિએ ભવ્ય જનોનાં હૃદયની જેમ મોક્ષદ્વારરૂપ એ સમવસરણમાં પ્રવેશ કર્યો. અશોક વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી. તે પછી પૂર્વ દિશા તરફ આવી. “નમસ્તી' એમ કહીને એટલે કે તીર્થને નમસ્કાર કરી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ સિંહાસન ઉપર વિરાજમાન થયા તે જ ક્ષણે બાકીની ત્રણ દિશાઓમાં વ્યંતર દેવોએ ભગવંતનાં ત્રણ પ્રતિરૂપ વિકવ્ય. શ્રી વીતરાગ સ્તવના વિવરણમાં અને અવચૂરિમાં કહ્યું છે કે - હે દેવાધિદેવ ! આપની મહાપૂજા માટે દેવતાઓ અષ્ટ મહાપ્રાતિહાર્યની રચના કરે છે. તેમાં અશોક વૃક્ષ સૌથી પ્રથમ હોય છે. જેમ જંબૂઢીપની મધ્યમાં જંબૂ મહાવૃક્ષ છે તેમ સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષ હોય છે. હે નાથ ! સર્વ જીવોને અભય આપનારા આપનાં સમવસરણમાં આપના શરીરની ઊંચાઈ કરતાં તે અશોક વૃક્ષ બાર ગણો ઊંચો હોય છે. તે પરિમંડલકારે સંપૂર્ણ સમવસરણ ઉપર એક યોજન સુધી વિસ્તરેલો હોય છે. હે સ્વામિનું! આપની સમવસૃતિ (સમવસરણ) રૂપ મહાલક્ષ્મીનાં મસ્તકે તે મહાન સુંદર છત્રની જેમ શોભે છે. વ્યંતર દેવતાઓ આપની મહાભક્તિ નિમિત્તે પ્રથમ મહાપ્રાતિહાર્યરૂપે તે અશોક વૃક્ષની રચના કરે છે.” જગતના સર્વ સત્ત્વોના શોકને દૂર કરનાર છે સ્વામિનું ! આપના મહાપ્રભાવથી દેવતાઓ વડે વિરચિત અશોક વૃક્ષ પરમ આનંદને પામી રહેલ છે.” અશોક વૃક્ષ એ વિચારથી પ્રમોદ પામી રહેલ છે કે - ‘કષાયોરૂપ દાવાનલથી પરિતપ્ત અને અતિકષ્ટ કરીને જેનો પાર પામી શકાય એવી સંસાર- અટવીમાં અનાદિકાળથી પરિભ્રમણ કરીને બહુ જ થાકી ગયેલા ભવ્ય જીવો માટે આ ભગવંત જ મહાવિશ્રામ આપનાર મહાવિશ્રામ વૃક્ષ છે. હું તો અત્યંત ભાવશાળી છું કે આ વિશ્રામ વૃક્ષરૂપ ભગવંતનો પણ હું વિશ્રામ વૃક્ષ છું, કારણ કે આ ભગવાન પણ પોતાના સર્વ ભક્તજનો સાથે મારી છાયામાં વિશ્રાંતિ પામે છે ! આથી અધિક સૌભાગ્ય જગતમાં બીજું કયું હોઈ શકે ? સર્વ જગતનાં મસ્તકે રહેલ ભગવંતનાં પણ મસ્તકે હું છું.” હે સ્વામિનું ! આ અશોક વૃક્ષના પ્રમોદનાં ચિહ્નો અમે જોયાં અને તેથી જ ઉપરનું 1. ભાષા. પર્વ-૧, સર્ગ-૬, પૃ. 207. 2. પ્ર. 5, લો. 1. આ વર્ણન ભગવંતની સ્તુતિરૂપે અહીં આપ્યું છે. 3. વીતરાગ સ્તવની આ સ્તવના છે. પ્ર. 5, શ્લોક. 1. અરિહંતના અતિશયો 147
Page #161
--------------------------------------------------------------------------
________________ અનુમાન કર્યું છે. ગીત, નૃત્ય અને અનુરાગનું પ્રગટીકરણ એ પ્રમોદનાં ચિહ્નો છે.” તે સર્વ ચિહ્નો અમે આ અશોક વૃક્ષમાં સ્પષ્ટ જોઈએ છીએ. તે આ રીતે - હે દેવ ! અશોક વૃક્ષનાં પુષ્પોની સુગંધથી લુબ્ધ થઈને મસ્તીમાં ભમતા આ ભમરાઓનો જે ઝંકારનાદ છે, તે વડે તે આપના ગુણોનું આનંદથી ગાન કરી રહેલ છે.' “હે નાથ ! આ મૃદુ પવનની લહરીઓથી ચંચલ થયેલાં પાંદડાંઓ વડે તે નૃત્ય કરી રહેલ છે.” “હે પ્રભો ! તે રક્ત (લાલ) વર્ણવાળો એટલા માટે થયો છે કે - ત્રણે જગતના ભવ્ય જીવોના મનમાં રહેલા આપના પ્રત્યેના પ્રશસ્ત રાગની સંજીવનીરૂપે રહેલા આપના ગુણોમાં તેને બહુ જ રાગ છે.” ત્રણે જગતમાં સર્વથી ઉપર રહેલ આપ ભગવંતની પણ ઉપર જેને રહેવાનું મળ્યું તે પ્રમોદથી મસ્ત કેમ ન હોય ?" અશોક વૃક્ષ મહાપ્રાતિહાર્યની સાથે ભગવંત કેવા દેખાય છે, તેનું રમણીય ચિત્ર અંતઃચક્ષુ સામે ઉપસ્થિત કરતાં શ્રી ભક્તામરસ્તવમાં કહ્યું છે કે - उच्चैरशोकतरुसंश्रितमुन्मयूख - माभाति रूपममलं भवतो नितान्तम् / स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं, बिम्बं रवेरिव पयोधरपार्श्ववति / / 28 / / જેવી રીતે પ્રકાશમાન કિરણોવાળું અને અંધકારના સમૂહને નષ્ટ કરનારું સૂર્યનું બિંબ વાદળાંની સમીપે શોભે છે, તેવી રીતે અશોક વૃક્ષની નીચે ઊંચે જતાં કિરણોવાળું આપનું નિર્મળ રૂપ પણ અત્યંત શોભે છે. ભક્તામરસ્તવની આ ગાળામાં પ્રથમ પ્રાતિહાર્ય ગર્ભિત ભગવંતનું ધ્યાન છે. એ ગાથાની વિધિપૂર્વકની આરાધનાથી સર્વ પ્રકારનાં કાર્યો સિદ્ધ થાય છે, વ્યાપારમાં લાભ મળે છે, સુખ પ્રાપ્ત થાય છે અને વિજય મળે છે. લોકપ્રકાશમાં અશોક વૃક્ષ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે - चलत्किसलयो भव्यान, कराग्रैराह्वयत्रिव / 1. સ્તુતિરૂપે અશોક વૃક્ષ પ્રાતિહાર્યનું વર્ણન અનેક સ્તોત્રોમાં મળે છે. જુઓ-જૈન સ્તોત્ર- સંદોહ ભા. 1-2 સ્થળ સંકોચાદિ કારણે તે અહીં આપેલ નથી. 2. ભક્તામર-મંત્ર-માહાભ્ય, પૃ. 183. 3. સર્ગ-૩૦, પૃ. 312. 148 અરિહંતના અતિશયો
Page #162
--------------------------------------------------------------------------
________________ હાલતાં પાંદડાવાળો તે જાણે ભવ્ય જીવોને હાથમાં અગ્રભાગો વડે બોલાવતો ન હોય ! બીજું મહાપ્રાતિહાર્ય પુષ્પવૃષ્ટિ દેવતાઓ જલમાં તથા ભૂમિ પર ઉત્પન્ન થતા અને વિક્ર્વેલા પાંચ વર્ણના વિકસ્વર સુગંધી પુષ્પની સતત વૃષ્ટિ કરે છે. દેવતાઓ આ પુષ્પો એવી રીતે વરસાવે છે કે પુષ્યોનાં ડીંટીયાં નીચે હોય અને વિકસિત મુખભાગ ઉપર હોય. આ વૃષ્ટિ દ્વારા ભગવંતની ચારે બાજુ ભૂમિ પર પુરુષના ઢીંચણ પ્રમાણ પુષ્પોનો થર થઈ જાય છે." સમવસરણભૂમિમાં આ પુષ્પવૃષ્ટિ એક યોજન સુધી સર્વત્ર હોય છે. તેમાં સ્થલજ અને જલજ પુષ્પો સચિત્ત હોય છે અને દેવવિમુર્વિત પુષ્પો અચિત્ત હોય છે. ગમે તેટલા લોકો તે પપ્પા ઉપરથી જાય-આવે તો પણ તે પુષ્યોને ભગવંતના પ્રભાવથી લેશ પણ પીડા થતી નથી, એટલું જ નહીં, કિન્તુ ભગવંતની દેશનાદિના કારણે ગમનાગમન કરનારા તે લોકોના પગના સ્પર્શથી તે પુષ્પો જાણે અમૃતથી સિંચાયાં હોય તેમ વધુ ઉલ્લાસવાળા થાય છે. આ પણ ભગવંતનો જ અચિંત્ય અને અનુપમ પ્રભાવ છે. આ રીતે વસ્તુસ્થિતિ હોવાથી તે સચિત્ત પુષ્પો ઉપરથી ગમનાગમન કરનારા મુનિ ભગવંતોને પણ વિરાધનાનો દોષ લાગતો નથી. 1. तथा जलस्थलजविकुर्वणाविरचितानां पंचवर्णानां विकस्वराणामधःकृतवृन्तानामुपरिमुखाणां મુનાનાં પુરુષનાતોષવૃષ્ટિ %િાર્તા - પ્રવ. સાર, ગા. 840, વૃત્તિ. बिंटछाइं सुरहिं जलथलयं दिव्वकुसुमनीहारिं / પરિતિ સતેvi રસદ્ધવન્ન કુસુમવાસં - આવ. મલય. ગા. 546. નીચાં બિટવાળા, ઉપર વિકસિત દલોવાળાં, પાંચ રંગના, જલ અને ભૂમિને વિશે ઉત્પન્ન થયેલાં, સુગંધિ, મનોહર પુખા તથા જેમાંથી પ્રબલ સુગંધ નીકળી રહેલ છે એવાં દેવકુર્વિત પુખોની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તાર છે. આ જ ગાથા વિશેષાવશ્યકભાષ્યમાં આ રીતે છે : बिंटछाई सुरभि जलथलयं दिव्वकुसुमनीहारिं / પતિ સમંતi (સદ્ધવUgi સુમવુ૬િ || - વિશેષા, ભા. 1, ગા. 1979. આવશ્યકસૂત્રની હારિભદ્ર ટીકામાં આ ગાથામાં નિદર શબ્દનો આ રીતે અર્થ કરેલ છે : नीहारिं-निर्हारि-प्रबलो गन्धप्रसरः / અર્થાત્ એવી દિવ્ય પુષ્પવર્ષા કે જેમાં થતી સુગંધન પ્રસાર (ફેલાવો) બહુ જ ઉત્કટ છે. - આવ. હારિ. ગાથા-૫૮૬. 2. આ પ્રવે. સારો. ગા, 440 વૃત્તિનો સારાંશ છે. અરિહંતના અતિશયો 249
Page #163
--------------------------------------------------------------------------
________________ શ્રી સમવાયાંગ સૂત્રમાં પુષ્પવૃષ્ટિને બદલે પુષ્પોપચાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પુષ્પોપચારનો અર્થ ટીકામાં પુષ્પપ્રકર કરવામાં આવ્યો છે. તેનો અર્થ પુષ્પની વ્યવસ્થિત રચના થાય છે. દેવતાઓ કેવળ પુષ્પો વરસાવે છે, એવું નથી પણ સાથે સાથે તે પુષ્પોની વ્યવસ્થિત રચના પણ કરે છે. તેમાં સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે પ્રશસ્ત આકૃતિઓની રચનાઓ કરાય છે. જેમ આજે પણ ભગવંતની લાખો પુખોથી આંગી રચવામાં આવે છે, તેમાં લગભગ મોટા ભાગનાં પુષ્પો ભગવંતની આગળ વ્યવસ્થિત આકૃતિઓમાં (ડીઝાઈનોમાં) પાથરવામાં આવે છે, તેમ ભગવંતની ચારે બાજુ ઢીંચણ પ્રમાણ પુષ્યરચના દેવતાઓ કરે છે. આઠે મહાપ્રાતિહાર્યોમાં પ્રથમ બે પ્રાતિહાર્યો દૃશ્યની અપેક્ષાએ વ્યાપક છે. ભગવંતના મસ્તક ઉપર આકાશમાં ચારે બાજુ લાલ પાંદડાંઓ, પુષ્પો વગેરેવાળો એક યોજન વ્યાપી અશોક વૃક્ષ હોય છે, જ્યારે ભગવંતના પગની ચારે બાજુ ભૂમિ ઉપર યોજન વ્યાપી પુષ્પપ્રકર હોય છે. અશોક વૃક્ષની ઉપરના વાતાવરણમાં ભુવનવ્યાપી દુંદુભિનાદ હોય છે, જ્યારે અશોક વૃક્ષની નીચેના વાતાવરણમાં યોજન વ્યાપી દિવ્યધ્વનિ હોય છે. પ્રકાશની અપેક્ષાએ સમવસરણમાં ચાર રૂપવાળા ભગવંતનો તેમજ ચાર ભામંડલનો સૌમ્ય અને આંખને આનંદ આપનાર પ્રકાશ સર્વત્ર હોય છે. સમવસરણની મધ્યમાં ભગવંતનો, ભામંડલનો, ચામરોના મણિમય દંડનો, સિંહાસનના રત્નોનો અને ત્રણે છત્રોનો પ્રકાશ હોય છે. આવો સમુદિત પ્રકાશ જગતમાં સમવસરણ સિવાય અન્યત્ર ક્યાંય કદી પણ જોવા મળે જ નહીં. પુષ્પવૃષ્ટિમાં કલ્પવૃક્ષનાં પુષ્પો, પારિજાત પુષ્પો વગેરે પ દિવ્ય પુષ્પો હોય છે. તેમ જ મચકુંદ, કુંદ, કુમુદ, કમલ, મુકુંદ, માલતી વગેરે જલનસ્થલજ પુષ્પો હોય છે. 1. નાલુસેરામામને પુછવયારે વિM . ઢીંચણ સુધીની ઊંચાઈવાળો પુષ્પોપચાર કરાય છે. - સૂત્ર-૩૪. 2. स्वस्तिकश्रीवत्सादिरचनाविशेषेण देवैः रचितत्वादिव्य: पंचवर्णपुष्पप्रकरः / સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે વિશેષ પ્રકારની રચના વડે દેવતાઓએ રચેલ દિવ્યપુષ્પપ્રકર. - વી. સ્વ. પ્ર. 4 અવ. શ્લો. 10. 3. કર્યુવનવ્યાપી ડુમિધ્વાન ચા - અ. ચિ, કાં, 1 શ્લો, 62 ટીકા. 4. વિશેષ માટે જુઓ ત્રીજા મહાપ્રાતિહાર્યનું વર્ણન. 5. વી. સ્વ. પ્ર. 4. શ્લોક. 10 ટીકા. 6. પ્રવ. સાર. ગા. 440, વૃત્તિ. 7. પિત્તોપતિમાં કહ્યું છે કે - “શ્રી જિનેન્દ્ર ભગવંતનાં ચરણકમળોનાં મૂલમાં ભક્તિયુક્ત દેવોએ કરેલી ઉત્તમ પુષ્પવૃષ્ટિ થાય છે. તે પુષ્પો રણરણ કરતા ભમરાઓથી વ્યાપ્ત હોય છે. - ચતુર્થ મહાધિકાર 250 અરિહંતના અતિશયો
Page #164
--------------------------------------------------------------------------
________________ ભગવંતને પગ મૂકવા માટે દેવતાઓ સુવર્ણ કમળો રચે છે અને ભગવંતની ભક્તિ નિમિત્તે પુષ્પવૃષ્ટિ કરે છે. જેમ ભગવંતના પગ ભૂમિ પર હોતા નથી, સુવર્ણ કમળો પર હોય છે, તેમ ભગવંત સાથે ચાલતા ગણધરો વગેરે સૌના પગ ભૂમિ ઉપર હોતા નથી, પુષ્પપ્રકરપર હોય છે. ભગવંતના પ્રભાવથી સાથે રહેલા જનોના પગને પણ કઠિન ભૂમિ સ્પર્શી શકતી નથી. વળી પુષ્પોનાં બિટ નીચે હોવાથી પુષ્પના બિટ જેવી સહેજ કઠણ વસ્તુ પણ ભગવંત સાથે ચાલનારાઓના પગને સ્પર્શી શકતી નથી. ગમે તેટલા લોકો તે પુષ્પો પરથી ચાલે તો પણ તે પુષ્પો નીચે દબાઈ જાય નહીં, તેથી પુષ્પોની સપાટી કાયમ એકસરખી જ રહે અને તેથી સ્વસ્તિક વગેરે રચનાઓ પણ તેવી જ રહે છે. આ પુષ્પોના વર્ણન (રંગને) ઉપમા વડે દર્શાવતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં કહે છે કે - ‘યંતર દેવતાઓએ ઇન્દ્રધનુષના ખંડના જેવી પંચવર્ષી જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરી.” આ પુષ્પવૃષ્ટિ મહાપ્રાતિહાર્ય દ્વારા શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવંતની સ્તવના કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે કે - चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः / त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश ! गच्छन्ति नूनमध एव हि बन्धनानि / / હે વિભો ! આપ જ્યાં જ્યાં વિચરો છો, ત્યાં ત્યાં અને સમવસરણમાં ચારે તરફ દેવતાઓ સુગંધીદાર પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરે છે, તેમાં સર્વ પુષ્પોની ડીંટીયા નીચે રહે અને પાંખડીઓ ઉપર રહે. એવી રીતે કેમ પકડે છે, તે આશ્ચર્ય છે અથવા હે મુનીશ ! તે તો યોગ્ય જ છે કારણ કે આપ જ્યાં પ્રત્યક્ષ હો ત્યાં સુમનસોનાં (સારા મનવાળા ભવ્ય પ્રાણીઓનાં) બેડી વગેરે બાહ્ય બંધનો અને કર્મરૂપ આંતરિક બંધનો નીચે જ જાય છે - - તૂટી પડે છે. “સુમનસુ' એટલે પુષ્પો પણ કહેવાય છે. તેથી પુષ્પોનાં બંધનો એટલે ડીંટીયા પણ નીચે હોય છે. તે યોગ્ય જ છે. 1. પર્વ. 1, સર્ગ. 6, પૃ. 206. 2. ગા. 20 આ ગાથાની વિધિમાં એક મંત્ર કહ્યો છે, તે મંત્રથી સફેદ ફૂલને 108 વાર મંત્રીને રાજા વગેરેને સુંઘવા આપવાથી તે વશ થાય છે અને ગુનો માફ કરે છે. - મા, નવ. 873. 3. આ પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય દ્વારા ભગવંતના સ્મરણ માટે કલ્યાણમંદિર સ્તોત્રનાં વિધિવિધાનોમાં આ મંત્ર પ્રાપ્ત થાય છે : 34 પુષ્પવૃષ્ટિપ્રતિહાર્યોપfમતા શનિનાય નમ: - મહા. નવ. પૂ. 473. અરિહંતના અતિશયો 151
Page #165
--------------------------------------------------------------------------
________________ કેટલાક ગ્રંથોમાં ભક્તામર સ્તોત્રની 48 ગાથાઓ મળે છે, તેમાં ગાથા-૩૩માં કહ્યું છે કે - मन्दारसुन्दरनमेरूसुपारिजात - सन्तानकादिकुसुमोत्करवृष्टिरुद्धा / गन्धोदबिन्दुशुभमन्दमरुत्प्रपाता, दिव्या दिवः पततिं ते वचसां ततिर्वा / / સુગંધી જળનાં બિંદુઓથી શુભ અને મંદ પવનથી સહિત એવી મંદાર, સુંદર નમે, સારાં પારિજાત અને સંતાનકાદિ વૃક્ષનાં પુષ્પોની જે શ્રેષ્ઠ વૃષ્ટિ આકાશમાંથી પડે છે, તે જાણે કે આપશ્રીનાં વચનોની દિવ્ય પંક્તિ હોય નહિ, તેવી દેખાય છે. ઉપમિતિમાં કહ્યું છે કે - દેવતાઓ અને અસુર હાથ વડે પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, ઝંકાર કરતા ભમરાઓથી સહિત એવી તે પુષ્પવૃષ્ટિ ઊંચેથી નીચે પડી રહી છે અને તેની સુગંધ વડે દિશાઓ સુગંધિત થઈ ગઈ છે. ત્રીજું મહાપ્રાતિહાર્ય દિવ્યધ્વનિ બધી જ પ્રવૃત્તિઓ છોડીને એકદમ દોડી આવેલા એવા અને જેઓએ પોતાનું મુખ ઊંચુ કર્યું છે એવા હરિણોના સમૂહ વડે અત્યંત આકુળતાપૂર્વક શ્રવણ કરાતો, સર્વજનોને આનંદપ્રમોદ આપનારો અને અત્યંત સરસ અમૃતરસ-જેવો દિવ્યધ્વનિ દેવો વડે કરાય છે. અહીં કેટલાક એ પ્રશ્ન કરે છે કે ઉત્તમ સાકર અને દ્રાક્ષ વગેરેના રસથી મિશ્રિત, સારી રીતે ઉકાળાયેલ સ્નિગ્ધ દૂધ જેવો અને સર્વ જનોને આલાદદાયક જે તીર્થકર ભગવંતનો ધ્વનિ ને પ્રાતિહાર્ય કેમ કહેવાય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે શ્રી તીર્થકર ભગવંતની વાણી સર્વ મધુર અને મનોરમ પદાર્થોના સમૂહો કરતાં અત્યંત મધુર શબ્દવાળી સ્વભાવથી જ હોય છે. જ્યારે માલકોશ વગર રાગો વડે ભવ્યજનોના ઉપકાર માટે ભગવાન દેશના આપે છે, ત્યારે ભગવંતની બન્ને બાજુ રહેલા દેવતાઓ વડે વેણુ, વીણા વગેરેના ધ્વનિ વડે તે જ ભગવંતના શબ્દો વધારે ક પ્રિય કરાય છે. જેવી રીતે મધુર ગાયનમાં પ્રવૃત્ત અત્યંત 1. પૃ. 602, શ્લો. 618. 2. सरसतरसुधारससोदरः सरभसविविधदेशापड़तमुक्तव्यापार-प्रसारितवदनेः कुरंगकुलेराकुलाकुलैरुत्कर्णराकर्ण्यमानः सकलजनानन्द-प्रमोददायी दिव्यध्वनिवितन्यते / - પ્રવ. સારો. ગા. 440, વૃત્તિ 3. પ્રય, સારો, ગા. 8 60, વૃત્તિ. અરિહંતના અતિશયો
Page #166
--------------------------------------------------------------------------
________________ તરુણ ગાયિકા-સમૂહોનો ગીતધ્વનિ ઉચિત વાજિંત્રોના ધ્વનિ વડે વધારે મધુર કરાય છે, તેમ અહીં પણ જાણવું. સંગીતમાં વાજિંત્રો વગેરેનો ધ્વનિ ભળતાં તે વધુ આસ્લાદક થાય છે, એ તો સુવિદિત જ છે. અહીં જેટલા અંશમાં દેવતાઓનો ધ્વનિ (વાજિંત્રનાદ) છે, તેટલા અંશમાં પ્રાતિહાર્યપણું જાણવું. | દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય કેમ કહેવાય છે, તે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં દર્શાવેલી અપેક્ષાને આપણે જોઈ ગયા. હવે વીતરાગસ્તવની ટીકામાં દર્શાવેલી બીજી અપેક્ષાએ તે જોઈએ. તે આ રીતે છે - तथा धर्मोपदेशावसरे हि भगवान् स्वभावसुभगंभविष्णुना श्रोतृजनश्रोत्रपुटविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विद्यते, किन्तु वृत्तिकृत इव सूत्रं, सुरास्तमेव स्वरमायोजनं विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते / ધર્મનો ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિવરોમાં પેસતા અમૃતના નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડ દેશના આપે છે, પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તાર છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હોવાથી તે અપેક્ષાએ દિવ્યધ્વનિ કહેવાય છે. આ દિવ્યધ્વનિ વિશે લોકપ્રકાશમાં કહ્યું છે કે - मालवकैशिकीमुख्यग्रामरागांचितोऽर्हताम् / आयोजनं ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति / / માલકોશ પ્રમુખ રાગોમાં કહેવાતી ભગવંતની દેશનાનો ધ્વનિ દિવ્યધ્વનિથી મિશ્ર થઈને એક યોજન સુધીમાં ફેલાય છે. આ પ્રાતિહાર્યને વિશે શ્રી વીતરાગસ્તવમાં તથા તેની ટીકા અને અવસૂરિમાં કહ્યું ‘ક્ષીરાસવી, સર્ષિરાવી, મધ્વાસવી અને અમૃતસવી* મુનિવરોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડ જ્યારે આપ દેશના આપો છો. ત્યારે માધુર્ય રસથી પરિપૂર્ણ એવા આપની વાણીના 1 વી, સ્ત, પ્ર. 5 બ્લાક, 3 ટીકાની અવતરણિકા 2. લા ક , સ ' , 3 '' - 3. પ્ર. 5 કે . 8. 4. મુનિનો આ ચાર લબ્ધિ (સિદ્ધિ ની છે. એ ચારમાં અનુક્રમે વાણી જાણ મીર ઘત, મધુ અને મધના માધુર્યન ન »રતી હોય તેવી હોય છે. અરિહંતના અતિશયો 253
Page #167
--------------------------------------------------------------------------
________________ ધ્વનિને અપૂર્વ આનંદમાં નિમગ્ન મન વડે દેવગણો તો સાંભળે જ છે, કિંતુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અધિનિર્માલિત થયાં છે, એવાં મૃગલાંઓ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.' ‘સર્વ જીવોના વચનથી અનંતગુણ અધિક ઉપાદેયતાવાળા વચનના અધિપતિ છે સ્વામિનું! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્યધ્વનિને સાંભળે છે, ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હોય તેવા અતિસ્થિર થઈ જાય છે.” “હે નાથ ! આપનો તે લોકોત્તમ ધ્વનિ માલવકેશિક (માલકોશ) પ્રમુખ ગ્રામરાગા વડે પવિત્રિત-સંવલિત હોય છે. જગતના પરમગુરુ હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં કો: પતિઃ' - તે ધ્વનિનું મૃગલાંઓ વડે પાન કરાય છે,’ એમ એટલા માટે કહે છે કે મૃગલાં ધ્વનિ- રસિક હોય છે. ‘સર્વજ્ઞત્વને કારણે સંગીતના ગ્રામરાગોનાં સર્વસ્વને જાણનાર હું કલાનાથ ! આપ માલકોશ રાગમાં દેશના એટલા માટે આપો છો કે તે રાગ વૈરાગ્યરસ ઉત્પન્ન કરવા માટે અતિસરસ હોય છે.' આ દિવ્યધ્વનિ પ્રાતિહાર્યથી ગર્ભિત ભગવંતની સ્તુતિ કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે કે -- स्थाने गभीरहदयोदधिसम्भवायाः, पीयूषतां तव गिरः समुदीरयन्ति / पीत्वा यत: परमसंमदसङ्गभाजो, भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् / / હે સ્વામિન્ ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાન માં || અમે 5 કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજ મ ર ર ' , રદ જ રીતે તમારી વાણીનું શ્રોત્રંદ્રિય (કાન) વડે પાન કરીને --- શ્રવ . રાને 1 પ્રાણી મા પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે અજરામરપણાને મોક્ષને પામ છે. કેટલાક ગ્રંથોમાં મળતા 48 ગાથાવાળા “ભક્તામર સ્તોત્ર માં એ પ્રાતિહાર્ચ વિશ ૩પમી ગાથા નીચે મુજબ મળે છે : 1. માનવી વેરાયવ્યક્ત તિસરનો રસવિશેષ: - વી, સ્વ. પ્ર. 5 લાક. 3 અને ગા. 21, આ ગાથામાં ગણિવિદ્યા ગર્ભિત છે. તે વિદ્યા સર્વ મનોરથોને પૂરનાર, સિદ્ધિને આપનાર અને સર્વ ભયોને દૂર કરનારી છે. આ પ્રાતિહાર્ય વિશેનો મંત્ર આ રીતે મળે છે -- >> મનરાત્રિનપ્રતિદીર્થોપશોભિતાય શ્રી નિનાય નમ: | - મહા. નવ. પૂ. 403. 154 અરિહંતના અતિશયો
Page #168
--------------------------------------------------------------------------
________________ स्वर्गापवर्गगममार्गविमार्गणेष्ट - सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः / दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व, भाषास्वभावपरिणामगुणप्रयोज्यः / / સ્વર્ગ અને મોક્ષ તરફ જનાર માર્ગને શોધનાર જે સદ્ધરૂપ સારભૂત તત્ત્વ, તેને ત્રણે લોકને કહેવામાં અત્યંત નિપુણ એવો આપનો દિવ્યધ્વનિ સ્પષ્ટ અર્થવાળો અને સર્વ ભાષાઓના સ્વભાવરૂપે પરિણમવારૂપ જે ગુણ તેનાથી પ્રયુક્ત હોય છે. આ જ ગાથા આ રીતે પણ મળે છે : भाषाविशेषपरिणामविधौ पटिष्ठो जीवादितत्त्वविशदीकरणे समर्थः / दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवार्हन् !, आकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् / / હે અહનું! સર્વ ભાષાઓમાં પરિણમવામાં અત્યંત નિપુણ અને જીવ વગેરે તત્ત્વોને સ્પષ્ટ કરવામાં સમર્થ એવો તમારો દિવ્ય ધ્વનિ સર્વ દિશાઓને ધ્વનિત કરતા મનુષ્યોને શ્રેષ્ઠ મોક્ષપથને વિષે આકર્ષે છે. | દિવ્ય ધ્વનિ વિશે ઉપમિતિમાં કહ્યું છે કે - ત્રણ પ્રકારની વચ્ચે વિરાજમાન ભગવંત જ્યારે ધર્મદેશના આપે છે, ત્યારે સતત આનંદ આપનાર એવો દિવ્ય ધ્વનિ સંભળાયા કરે છે. ચોથું મહાપ્રાતિહાર્ય ચામરો (ચામર શ્રેણી) હે મા આકાશમાં ચામર વીંઝાતા હોય છે. ભગવંત ચાલતા હોય છે ત્યારે ઉપર આકાશમાં ચામરો વીંઝાતા હોય છે અને જ્યારે દેશના વગેરે માટે બેસે છે, ત્યારે તેમની બંને બાજુ ચામરો વીંઝાય છે. ભગવંત જ્યારે 1. મહા. નવ, પૃ. 375. 2. મહા. નવ. પ્રસ્તાવના પૃ. 9. 3. પૃ. 302, લો. 619. 4. અ. ચિ, કાં, 1 શ્લો, 61 ટીકા. અરિહંતના અતિશયો ૨પપ
Page #169
--------------------------------------------------------------------------
________________ સમવસરણમાં ચતુર્મુખ હોય છે, ત્યારે ભગવંતની દરેક આકૃતિની બન્ને બાજુ દેવતાઓ વડે ચામર વીંઝાતા હોય છે. સૂત્ર દ્વારા વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - आगासगयाओ सेयवरचामराओ / આકાશમાં અત્યંત દેદીપ્યમાન અને શ્વેત શ્રેષ્ઠ ચામરો વીંઝાય છે. શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં અન્ય વાચનામાં મળતું એક મૂલ સૂત્ર આ રીતે આપેલું છે - ___ उभओ पासिं च णं अरहंताणं भगवंताणं दुवे जक्खा कडतुडियर्थभियभुया चामरुक्खेवणं करंति / શ્રી અરિહંત ભગવંતની બન્ને બાજુએ જેઓની ભુજાઓ ઉપર અત્યંત મૂલ્યવાન આભૂષણો છે, એવા બે યક્ષ દેવતાઓ ચામર વીંઝે છે. તિલોયપત્તિમાં કહ્યું છે કે - મૃણાલ, કુંદપુષ્ય, ચંદ્રમા અને શંખ સમાન શ્વેત અને નમેલા દેવતાઓના હાથો વડે વીંઝાતા ચામરો વડે ભક્તિ કરાતા શ્રી જિનેન્દ્ર ભગવંત જયવંતા વર્તે છે.' તે ચામરોમાં રહેલા વાળ એટલા બધા શ્વેત અને તેજસ્વી હોય છે તેમાંથી ચારે બાજુ કિરણો નીકળતાં હોય છે. તે ચામરોને ઉત્તમ રત્નોથી ખચિત મન સાનાના દંડ થાય. ) હોય છે, તેમાંથી પણ રંગ-બેરંગી તેજવી કિરણો નીકળ.નાં હોય છે. જે દેવતાઓને હાથમાં તે ચામરી હોય છે, તે દેવતાઓ અને તેનાં આભૂપમાં પણ તેજસ્વી હોય છે. તે આભૂષણોમાંથી પણ પ્રકાશ વહેતો હોય છે. આ બધાં કારણોથી જયારે તે ચાના વીંઝાતા હોય છે ત્યારે તે ચામરોની ચારે બાજુએ તેજસ્વી કિરણો જાણે ચ ન કરતાં હોય તેવો ભાસ થાય છે. જોનારને એવો આભાસ થાય છે કે જાણે અનેક ઇન્દ્રધનયો નૃત્ય ન કરી રહ્યાં હોય’ ! લોકપ્રકાશમાં કહ્યું છે કે - ચન્દ્રમાં સમાન ઉજ્જવલ ચામર વારંવાર નીચે અને ઊંચે વી રહ્યા હોય છે. તેઓ નમન (નીચે જવું) અને ઉન્નમન (ઊંચ જવું) વડે સૂચવે છે કે - પ્રભુને નમસ્કાર કરવાથી સજ્જનો ઊંચી ગતિને પામે છે." છે 1 ઉ૮, અતિશય 8. જ છે .•ાંતર સૂત્રમાં અતિશય-૨૦. '. ' દુર્થ મહાધિકાર. ': ': વે સારી ગો, 840 વત્તિનો ભાવાર્થ છે. છે. '' 3'), પૃ. 312. 456 અરિહંતના અતિશયો
Page #170
--------------------------------------------------------------------------
________________ આ પ્રાતિહાર્ય વિશે શ્રી વીતરાગસ્તવ અને તેની ટીકા તથા અવચૂરિમાં કહ્યું છે કે - હે ભગવન્! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હો અથવા પૃથ્વીતલન વિહાર વડે પાવન કરતા હો ત્યારે આપ સુરો અને અસુરોના હાથમાં રહેલ ચામરોની શ્રેણિથી નિરંતર વીંઝાઓ છો. હે સ્વામિનું ! શરદ ઋતુના ચંદ્રમાના કિરણોના સમૂહ જેવા ઉજ્વલ એવા તે ચામરો બહુ જ સુંદર રીતે શોભે છે. આ દૃશ્ય જોતાં જ એવું લાગે છે કે જાણે ચામરો રૂપી હંસોની શ્રેણી આપના મુખકમલની પરિચર્યા સમુપાસનામાં પરાયણ-તત્પર ન હોય ?" હે દેવાધિદેવ ! આપના મુખને કવિઓ કમલની ઉપમા એટલા માટે આપે છે કે આપનું મુખકમલ કોમલ કંઠરૂપ નાલથી સહિત છે, લાલિત્યથી પરિપૂર્ણ એવા અધર (ઠ) રૂપ દલોથી શોભે છે, દંતપંક્તિનાં કિરણોરૂપ કેસરોની શ્રેણીથી વિરાજિત છે, તિલ આદિ શુભ ચિહ્નરૂપ ભ્રમરોથી પરિચુંબિત છે, સ્વભાવથી જ સુરભિ (સુગંધી) છે અને કેવલ્યરૂપ લક્ષ્મીનું નિવાસસ્થાન છે.” કલ્યાણમંદિર સ્તોત્રમાં આ પ્રાતિહાર્ય ગર્ભિત સ્તુતિ વડે કહ્યું છે કે -- स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो, मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः / येऽस्मै नतिं विदधते मुनिपुंगवाय, ते नूनमूर्ध्वगतयः खलू शुद्धभावाः / / 22 / / હે સ્વામિનું! હું એમ માનું છું કે - દેવોથી વીંઝાતા પવિત્ર-ઉજ્વલ ચામરોના સમૂહ અત્યંત નીચા નમીને ઊંચે ઊછળે છે તેઓ જાણે એમ કહેતા હોય કે - જે પ્રાણીઓ મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા આ શ્રી પાર્શ્વનાથ પ્રભુને નીચે નમીને નમસ્કાર કરે છે, તેઓ શુદ્ધ ભાવવાળા થઈને ઊર્ધ્વ ગતિમાં જાય છે - મોક્ષપદને પામે છે. આ પ્રાતિહાર્ય વિશે ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે -- कुन्दावदातचलचामरचारुशोभं, विभ्राजते तव वपुः कलधौतकान्तम् / उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् / / 30 / / મોગરાના પુષ્પ જેવા શ્વેત વીંઝાતા ચામરો વડે સુંદર શોભાવાળું અને સુવર્ણ 8 થી 1. વી. સ્ત. પ્ર. 5 શ્લો. 4 ટીકા. અવ. 2. આ પ્રાતિહાર્યથી ગર્ભિત મંત્ર આ રીતે પ્રાપ્ત થાય છે -- ॐ ह्रीं चामरप्रातिहार्योशोभिताय श्री जिनाय नमः / - મહી. નવે , 5, ( 1 / અરિહંતના અતિશયો ૭પ૭
Page #171
--------------------------------------------------------------------------
________________ કાંતિવાળું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા નિર્મલ ઝરણાંના પાણીની ધારાઓથી સુશોભિત મંચ પર્વતની ઊંચી સુવર્ણમય ભૂમિ જેવું શોભે છે. પાંચમું મહાપ્રાતિહાર્ય સિંહાસન खे पादपीठेन सह मृगेन्द्रासनं सिंहासनमुज्ज्वलं निर्मलमाकाशस्फटिकमयत्वाद् / આકાશમાં પાદપીઠથી સહિત સિંહાસન હોય છે. તે નિર્મલ આકાશ સ્ફટિકમય હોવાથી અત્યંત ઉજ્જવલ હોય છે. ભગવાન ચાલતા હોય છે. ત્યારે આ સિંહાસન પાદપીઠથી સહિત) ઉપર આકાશમાં ચાલે છે, ભગવંત બેસે ત્યારે તે ઉચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે અને સમવસરણમાં અશોકવૃક્ષના મૂળમાં ચાર દિશામાં ચાર સિંહાસન હોય છે. આ સિંહાસનનો સ્કંધબંધ (પાછળનો પીઠ ટેકવાનો ભાગ) અત્યંત તેજસ્વી એવા રક્તવના હોય છે. આ સિંહાસન સ્પષ્ટ દેખાતી એવી વિકટ દાઢાઓથી કરાલ અને જાણે સજીવ હોય તેવા સિંહની આકૃતિ પર પ્રતિષ્ઠિત હોય છે, એ સિંહાસન અનેક ઉત્તમ રત્નોથી ખચિત હોય છે. તે રત્નામાંથી અનેક રંગોનાં કિરણો નીકળતાં હોય છે. આવું સુંદર સિંહાસન દેવતાઓ રચે છે. લોકપ્રકાશ'માં કહ્યું છે કે -- અશોકવૃક્ષના મૂળભાગમાં ચાર દિશામાં ચાર સિહાસન હોય છે. તે સિંહાસનો સુવર્ણમય અને પ્રકાશમાન રત્નોની પંક્તિઓથી ખચિત હોય છે. તે રત્નપંક્તિઓને જોતાં એવું લાગે છે કે જાણે સિંહાસનોએ પોતે જ પોતાના ઉપર વિરાજમાન પુરુષસિંહ ભગવાન તીર્થકરને સાક્ષાત્ જોવા માટે લાખો ઉજ્જવળ વિકસિત નિર્નિમેષ નેત્રો ધારણ કર્યા ન હોય ! દરેક સિંહાસનની આગળ જેનાં રત્નમાંથી અત્યંત પ્રકાશમાન જ્યોતિસમૂહો નીકળી રહ્યા છે, એવું પાદપીઠ હોય છે, તેનો દિવ્ય પ્રકાશ જોતાં એવું લાગે છે કે તે જાણે ભગવંતના પાદસ્પર્શની પ્રાપ્તિથી ઉલ્લાસવાળું ન બન્યું હોય ! દરેક સિંહાસન ઉપર મોતીઓની માળાઓથી શોભતાં ત્રણ છત્ર હોય છે. દરેક 1. અ. ચિ. કાં. 1 શ્લો. 61. માસનામવં સપાયä સદાસ ! - શ્રી સમવાયાંગ સુત્ર-૩૪, અતિશય-૯ . આકાશ સ્ફટિકમય સિંહાસન પાદપીઠથી સહિત હોય છે. આકાશ ટિ ક અત્યંત સ્વચ્છ હોય છે. 3. આ પ્રવ. સારા. ગા, 840 વૃત્તિનો ભાવાર્થ છે. 4. સ30, પૃ. 265 . અરિહંતના અતિશયો
Page #172
--------------------------------------------------------------------------
________________ સિંહાસનની બાજુમાં ચંદ્ર સમાન ઉજ્જવલ બે ચામરોને ધારણ કરીને ઉભેલા અને ઉત્તમ અલંકારોથી તેજસ્વી એવા બે દેવતાઓ હોય છે. તેઓ ચામર વીંઝતા હોય છે. દરેક સિંહાસનની આગળ સુવર્ણ કમલ ઉપર પ્રતિષ્ઠિત એક એક ધર્મચક્ર હોય છે. તે તેજમાં સૂર્યને જીતતું, સ્મરણ કરતાની સાથે જ શત્રુઓના અભિમાનને હરનારું અને અરિહંતોના ધર્મચક્રવર્તિપણાને સૂચવનારું હોય છે. ચારે દિશાઓમાં એક એક મહાધ્વજ હોય છે. તે એક હજાર યોજન ઊંચો હોય છે. આ સિંહાસન, ધર્મચક્ર, ધ્વજ, ત્રણ છત્ર અને ચામરો જ્યારે ભગવંત વિહાર કરતા હોય ત્યારે આકાશ માર્ગ ઉપર ચાલતા હોય છે.' શ્રી વીતરાગસ્તવ તથા તેની ટીકા અને અવચૂરિમાં કહ્યું છે કે - મદોન્મત્ત વાદીઓ રૂપ હાથીઓની સામે સિંહ સમાન, હે સ્વામિન્ ! આપ જ્યારે દેવનિર્મિત સિંહાસન ઉપર આરૂઢ થઈને ભવના વૈરાગ્યને અને પરમપદના અનુરાગને ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપતા હો છો ત્યારે વિશુદ્ધ તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ મેધાવાળાબુદ્ધિમાન દેવતાઓ અને મનુષ્યો શ્રવણ કરવા સમુપસ્થિત થાય છે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી; કિન્તુ બુદ્ધિવિહીન મૃગો-પશુઓ પણ તે દેશનાને સાંભળવા માટે અને જાણે મૃગેન્દ્રાસન (સિંહાસન) ઉપર વિરાજમાન પોતાના સ્વામી મૃગેન્દ્ર સિંહ) સમાન એવા આપની ઉપાસનામાં સમુપસ્થિત થાય છે, એ જ મહાન આશ્ચર્ય છે અને એ જ આપનો મહાન પ્રભાવ છે.' - ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિતમાં ભગવંત શ્રી ઋષભદેવ પ્રભુના વિહારના વર્ણનમાં કહ્યું જાણે પોતાનો યશ હોય તેવા આકાશમાં ચાલતા પાદપીઠથી સહિત સ્ફટિક રત્નનાં સિંહાસનથી તેઓ શોભતા હતા.' આ પ્રાતિહાર્યથી ગર્ભિત સ્તુતિ કરતાં શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહ્યું છે કે - श्यामं गभीरगिरमुज्ज्वलहेमरत्नसिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् / / आलोकयन्ति रभसेन नदन्तमुच्चै शामीकरादिशिरसीव नवाम्बुवाहम् / / 23 / / 1. आगासगएणं चक्केणं, आगासगएणं छतेणं, आगासगएणं सपायपीढेणं सिंहासणेणं, आगासगयाहिं સેગવરવામરહિં.... / 2. પ્ર. 5, શ્લો. 5. 3. પર્વ 1-2, સર્ગ-૬, પૃ. 204-205. અરિહંતના અતિશયો 259
Page #173
--------------------------------------------------------------------------
________________ હે પ્રભુ! અહીં સમવસરણને વિશે નીલા વર્ણવાળા, ઉજ્વલ, દેદીપ્યમાન રત્નજડિત સુવર્ણના સિંહાસન પર બેઠેલા અને ગંભીર વાણીવાળા એવા તમોને ભવ્ય પ્રાણીઓ રૂપી મોરો મેરુ પર્વતના શિખર પર રહેલા અને મોટી ગર્જના કરતા નવ મેઘની જેમ ઉત્સુકતાથી જુએ છે. આ પ્રાતિહાર્ય વિશે ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે - सिंहासने मणिमयूखशिखाविचित्रे, विभ्राजते तव वपुः कनकावदातम् / बिम्बं वियद्विलसदंशुलतावितानं, तुङ्गोदयादिशिरसीव सहस्ररश्मेः / / 29 / / હે ભગવન્! જેવી રીતે ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઉપર ઉદ્યોતમાન કિરણોરૂપી લતામંડપ વડે સૂર્યનું બિબ શોભે છે તેવી જ રીતે મણિઓનાં કિરણોના અગ્રભાગોથી વિચિત્ર (રંગબેરંગી) સિંહાસન ઉપર સુવર્ણ જેવું આપનું શરીર વિશેષ કરીને શોભે છે. તિલોયપત્તિમાં કહ્યું છે કે તે તીર્થકરોનું નિર્મલ સ્ફટિક રનથી નિર્મિત અને ઉત્કૃષ્ટ રત્નોના સમૂહોથી ખચિત જે વિશાળ સિંહાસન હોય છે, તેનું વર્ણન કોણ કરી શકે ?" છઠું મહાપ્રાતિહાર્ય ભામંડલ આ પ્રાતિહાર્યનું વર્ણન પૂર્વે કર્મક્ષયજ અતિશયોમાં તૃતીય કર્મક્ષયજ અતિશય ભામંડલના વર્ણનમાં આપેલ છે. સાતમું મહાપ્રાતિહાર્ય દુંદુભિ उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः स्याद् / ઊંચે આકાશમાં ભુવનવ્યાપી દુંદુભિધ્વનિ થાય છે. દુંદુભિના પર્યાયવાચી શબ્દો ‘ભેરી” અને “મહાઢક્કા’ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં મળે છે. 1. ચતુર્થ મહાધિકાર. 2. અ. ચિ. કાં. 1 શ્લો. ૬ર. 3. પ્રવ. સાર. ગા. 480 વૃત્તિ. o અરિહંતના અતિશયો
Page #174
--------------------------------------------------------------------------
________________ શ્રી વીતરાગસ્તવ, તેની ટીકા અને અવચૂરિમાં કહ્યું છે કે - હે વિશ્વવિશ્વેશ ! આપના આગળના ભાગમાં આકાશમાં દેવતાઓના હસ્તતલથી તાડિત-વગાડાતાં એવાં દુંદુભિ વાજિંત્રો પોતાના નાદ વડે સમસ્ત અંતરાલ (આકાશભાગ)ને પ્રતિધ્વનિત કરે છે. તે દુંદુભિ કહે છે કે - “વિશ્વમાં આપના શાસનનું ઉદ્વહન કરતા ગણધરો વગેરે આપ્ત પુરુષોને વિષે પણ આપનું જ પરિપૂર્ણ સામ્રાજ્ય છે. આપ જ ધર્મના ચક્રવર્તી છો. નાથ ! તે દુંદુભિનાદ સાંભળતાં જ તે આપ્તજનોને અત્યંત આનંદનો અનુભવ થાય છે. હે દેવાધિદેવ ! દુંદુભિનાદ વિના સર્વ લોકોને એકી સાથે કેવી રીતે ખબર આપી શકાય કે સૌના મનોરથોને પૂર્ણ કરનાર જગતના સ્વામી પધારી રહ્યા છે.” શ્રી ઋષભદેવ ભગવંતના વિહાર વખતના આ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત માં કહ્યું છે કે - ‘જાણે ભગવંતનું પ્રયાણચિત કલ્યાણમંગળ કરતો હોય તેવો પોતાની મેળે સતત શબ્દ કરતો દિવ્યદુંદુભિ ભગવંતની આગળ વાગતો હતો.' તિલોયપણત્તિમાં કહ્યું છે કે - વિષયકષાયોમાં અનાસક્ત અને મોહથી રહિત થઈને શ્રી જિનપ્રભુના શરણે જાઓ', એમ ભવ્યજીવોને કહેવા માટે જ જાણે દુંદુભિ વાદ્ય ગંભીર શબ્દ ન કરતું હોય ! લોકપ્રકાશમાં કહ્યું છે કે - ભગવાન વિદ્યમાન છતે પ્રાણીઓને કર્મજન્ય કષ્ટ ક્યાંથી હોય !" એમ ગર્જના કરીને જાણે કહેતો હોય તેમ ભગવંતની આગળ આકાશમાં દેવદુંદુભિ વાગે છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા આ પ્રાતિહાર્યથી ગર્ભિત ભગવંતની સ્તુતિ કરતાં કહે છે કે - भो भोः प्रमादमवधूय भजध्वमेन - मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहम् / एतनिवेदयति देव ! जगत्त्रयाय, મળે નખનમ: સુરકુમિતે" iાર |ii. 1. પ્ર. 5, શ્લો. 7. 2. પર્વ 1-2, સર્ગ-૬, પૃ. ૨૦૪પ. 3. ચતુર્થ મહાધિ કારી. 4. સ. 30, પૃ. 312. 5. ગા. 25. આ ગાથાના મંત્ર આ રીતે મળે છે -- ____ॐ ह्रीं दुन्दुभिप्रातिहार्यसहिताय श्रीजिनाय नमः / મહા . નવ. પૂ. 471. અરિહંતના અતિશયો 151
Page #175
--------------------------------------------------------------------------
________________ “હે દેવ ! હું એમ માનું છું કે - આકાશને વ્યાપીને શબ્દ કરતો એવો તમારો દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે કે - હે ત્રણ જગતના લોકો ! તમે આળસનો ત્યાગ કરીને અહીં આવીને મોક્ષનગરીના સાર્થવાહ એવા આ શ્રી પાર્શ્વપ્રભુને ભજો.” કેટલાક ગ્રંથોમાં ભક્તામર સ્તોત્રની 48 ગાથાઓ મળે છે. તેમાં દુંદુભિ પ્રાતિહાર્ય ગર્ભિત ગાથા-૩૨ આ રીતે છે - गम्भीरतारवपूरितदिग्विभाग-, स्त्रैलोक्यलोकशुभसङ्गमभूतिदक्षः / सद्धर्मराजजयघोषणघोषकः सन्, खे दुन्दुभिर्ध्वनति ते यशसः प्रवादी' / / 32 / / ઊંચા અને ગંભીર ધ્વનિથી દશે દિશાઓને પૂરિત કરનાર અને ત્રણે લોકના લોકોને શુભ સમાગમની વિભૂતિને દેનારો જે દુંદુભિ વાગે છે, તે આપશ્રીના ધર્મરાજ્યની ઘોષણા પ્રગટ કરે છે અને આકાશમાં આપના યશને જ કહે છે. આ ગાથા આ રીતે પણ મળે છે : विश्वैकजैत्रभटमोहमहानरेन्द्र, सद्यो जिगाय भगवान् निगदनिवेत्थम् / संतर्जयन् युगपदेव भयानि पुसां, मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुच्चकैस्ते / / ‘સંપૂર્ણ વિશ્વને જિતનાર મહાન યોદ્ધા મોહનરેન્દ્રને ભગવાને તરત જ જીતી લીધેલ છે.” એમ જાણે કહેતો હોય તેમ સર્વ જીવોના સર્વ ભયોની એકી સાથે સંપૂર્ણ રીતે તર્જના કરતો તમારો દુંદુભિ આકાશમાં ગંભીર ધ્વનિ વડે નિનાદ કરી રહેલ છે.” આઠમું મહાપ્રાતિહાર્ય ત્રણ છત્ર खे छत्रत्रयम् / આકાશમાં ત્રણ છત્ર હોય છે. 1. મહા, નવે. પૃ. 373. 2. મહા. નવે. પ્રસ્તાવના પૃ. 10. 3. સર્વ જીવોને જે ભયા હતા, તે તો મહામોહનરેન્દ્રનાં કારણે હતા. હવે તો તે જિતાઈ ગયેલ છે, તેથી ભયો રહ્યા નથી, એ આશય જાણવો. 4. એ. ચિ, કાં, 1 શ્લો. 11 વા, ટી. ૬ર અરિહંતના અતિશયો
Page #176
--------------------------------------------------------------------------
________________ ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ત્રણ છત્ર ભગવન્ત ઉપર આકાશમાં ચાલે છે. ભગવંત જ્યારે દેશના વગેરે માટે બેસે ત્યારે આ ત્રણ છત્ર ઉચિત સ્થાને અશોકવૃક્ષની નીચે ભગવંતના મસ્તક ઉપર ગોઠવાઈ જાય છે. સમવસરણમાં ભગવંતની ચારે આકૃતિઓ ઉપર ત્રણ ત્રણ છત્ર હોય છે. પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે - પૃથ્વી, પાતાલ અને સ્વર્ગ એ ત્રણે ઉપર સર્વોપરિ સામ્રાજ્યને સૂચવતાં, શરદ ઋતુનો ચંદ્રમા, કુંદ અને કુમુદ જેવા અત્યંત શુભ્ર, લટકતી મોતીઓની માળાઓની પંક્તિઓના કારણે અત્યંત મનોરમ અને પવિત્ર એવાં ત્રણ છત્ર દેવતાઓ વડે નિર્મિત કરાય છે.' શ્રી સમવાયાંગ સૂત્રમાં આ અતિશય વિષે કહ્યું છે કે - आगासगयं छत्तं / - આકાશમાં ત્રણ છત્ર હોય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - ઉજ્વલ મોતીઓથી શોભતા એવા ઉપર ઉપર રહેલ ત્રણ છત્ર જગતને વંદનીય એવા ભગવંતની ઉપર શોભે છે; વિહાર વખતે ભગવંતની ઉપર રહીને ભગવંતની સાથે સાથે ચાલે છે. જગતને વંદનીય એવા ભગવંત ઉપર રહેવાનો લાભ પોતાને મળ્યો છે, એથી જ જાણે એ છત્રોએ આનંદથી પોતાની ગ્રીવા ઉપર ન કરી હોય ! આ પ્રાતિહાર્ય વિશે શ્રી વીતરાગસ્તવ અને તેની ટીકા તથા અવસૂરિમાં સ્તુતિરૂપે કહ્યું છે કે - ‘લોકપુરુષરૂપી મહારાજાના મુગુટના મણિ, હે દેવાધિદેવ ! આપના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે. એક છત્ર ઉપર બીજું છત્ર અને બીજા ઉપર ત્રીજું છત્ર, એમ ઉપરાઉપરી રહેલાં આ ત્રણે છત્ર આપની જ પુણ્યસંપત્તિના પ્રવર્ધમાન પ્રકર્ષ સમાન છે. એ ત્રણે છત્ર બતાવે છે કે આપની અંદર જ ત્રણે ભુવનની પ્રભુતાનો પ્રકર્ષ સમાવિષ્ટ છે. શ્રી ભક્તામર સ્તવમાં કહ્યું છે કે - 1. तथा भूर्भुवःस्वस्त्रयेकसाम्राज्यसंसूचकं शरदिन्दुकुन्दकुमुदावदातं प्रलम्बमानमुक्ताफलपटलावचूलमालामनोरमं छत्रत्रयमतिपवित्रमासूत्र्यते / - પ્રવ. સારાં. ગા. 440 વૃત્તિ. 2. સૂત્ર-૩૪. અતિશય-૭ મો. 3. લોક પ્ર. સ. 30, પૃ. 312. 4. પ્ર. 5 શ્લો. 8. અરિહંતના અતિશયો 263
Page #177
--------------------------------------------------------------------------
________________ छत्रत्रयं तव विभाति शशाङ्ककान्तमुच्चैः स्थितं स्थगित भानुकरप्रतापम् / मुक्ताफलप्रकरजालविवृद्धशोभं, प्रख्यापयत्त्रिजगत: परमेश्वरत्वम् / / 31 / / હે પ્રભો ! ચંદ્ર જેવા ઉજ્વલ, મનોહર, તમારા મસ્તકની ઉપર ઊંચે ઉપરાઉપર ધારણ કરાયેલાં, સૂર્યનાં કિરણોના પ્રતાપને ઢાંકી દેનારાં, મોતીઓના સમૂહ વડે કરેલી રચના વિશેષથી શોભતાં અને તમારું ત્રણ જગતનું સ્વામીપણું જગતને જાહેર કરતાં તમારાં ત્રણે છત્રો શોભે છે. આ પ્રાતિહાર્યથી ગર્ભિત ગાથા કલ્યાણ મંદિર સ્તોત્રમાં આ રીતે મળે છે : उयोतितेषु भवता भुवनेषु नाथ ! तारान्वितो विधुरयं विहताधिकारः / मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र - व्याजात् त्रिधा धृततनुर्बुवमभ्युपेतः / / 26 / / હે નાથ ! તમારા વડે ત્રિભુવન પ્રકાશિત થયે છતે તારામંડળ સહિત ચંદ્રમાનો (ભુવનને પ્રકાશિત કરવાનો) અધિકાર સંપૂર્ણ નાશ પામી ગયો છે. તેથી જ તે મોતીઓના સમૂહ કરીને સહિત અને ઉલ્લાસ પામતા એવાં ત્રણ છત્રનાં મિષથી ત્રણ શરીર કરીને તમારી સેવા કરવા આવ્યો હોય એમ નક્કી જણાય છે. આ ગાથાના રહસ્યને સમજાવવા ટીકામાં આપેલી દૃષ્ટાન્તકથા પરિશિષ્ટમાં આપવામાં આવી છે. આ ગાથામાં પ્રત્યંગિરા મહાવિદ્યા ગર્ભિત છે. એ વિદ્યાને આ પ્રાતિહાર્ય ગર્ભિત ગાથા દ્વારા વિધિપૂર્વક આરાધવાથી સર્વ પર વિદ્યાઓનો ઉચ્છેદ થાય છે. સાધક ઉપર કોઈએ પણ પ્રયુક્ત કરેલી કોઈ પણ વિદ્યા નિફળ જાય છે. આ પ્રાતિહાર્યથી ગર્ભિત મંત્ર આ રીતે છે - ॐ ह्रीं छत्रत्रयप्रतिहार्यविराजिताय श्री जिनाय नमः / - મહી, નવપૃ. 477. 174 અરિહંતના અતિશયો
Page #178
--------------------------------------------------------------------------
________________ અંતિમ મંગલ હે દેવાધિદેવ ! આ રીતે જેવી ચોત્રીસ અતિશયો, આઠ પ્રાતિહાર્યો વગેરે મહાન વિભૂતિ (ઋદ્ધિ, ઐશ્વર્ય) ધર્મોપદેશ કરતી વખતે આપને હોય છે, તેવી બીજા દેવોને કદાપિ હોતી નથી. અંધકારનો નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા હોય છે તેવી પ્રભા સંપૂર્ણ વિકસિત (પ્રકાશિત) થયેલા ગ્રહોના સમુદાયની ક્યાંથી હોય ! - ભક્તામર સ્તોત્ર, ગાથા-૩૭ (1) ચોત્રીશ અતિશયોને પ્રાપ્ત, આઠ પ્રાતિહાર્યોથી સંયુક્ત, ભવ્ય જીવોના મોક્ષને કરનારા અને ત્રણે ભુવનના નાથ એવા સર્વ તીર્થકર ભગવંતને હું નમસ્કાર કરું છું. - તિલોય પણત્તિ, મહાધિકાર-૪ અરિહંતના અતિશયો 265
Page #179
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧ 4 કે S $ $ શ્રી અરિહંત ભગવંતના 34 અતિશયો શ્રી સમવાયાંગ સૂત્ર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ વિરચિત ટીકા સહિત. (સૂત્ર-૩૪ : 34 અતિશયો) चोत्तीसं बुद्धाइसेसा पण्णत्ता, तं जहा - 1. अवट्ठिए केसमंसुरोमनहे / 2. નિરામયા નિસ્વર્તવા નથી ! રૂ. નવરપંદુ મંગિણ aa. पउमुप्पलगंधिए उस्सासनिस्सासे / पच्छन्ने आहारनीहारे अदिस्से मंसचक्खुणा / आगासगयं चक्कं / आगासगयं छत्तं / आगासगयाओ सेयवरचामराओ / आगासफालिआमयं सपायपीढं सीहासणं / आगासगओ कुडभीसहस्सपरिमंडिआभिरामो इंदज्झओ पुरओ गच्छइ / जत्थ जत्थ वि य णं अरहंता भगवंतो चिटुंति वा निसीयंति वा तत्थ तत्थ वि य णं जक्खा देवा संछत्रपत्तपुप्फपल्लवसमाउलो सच्छत्तो सज्झओ सघंटो सपडागो असोगवरपायवो अभिसंजायइ / 1. ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામી સુમિત મૂલપાડ તેઓના જ પવિત્ર શબ્દોમાં અહીં રજૂ કરવામાં આવેલ છે. | (સૂત્ર-૩૪) શ્રી સમવાયાંગ સૂત્ર મૂલ અને નવાંગી ટીકાકાર શ્રી અભય દેવસૂરિ રચિત ટીકા-એ બન્નેના આધારે 34 તિરાયો સંકલિત કરી અહીં ગુજરાતીમાં રજૂ કરવામાં આવ્યા છે. (આ સુત્ર પ્રતાકાર છપામેલ છે. પ્રકાશક : આગમોદય સમિતિ-મહેસાણા. મુંબઈ, દાદર જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારની પ્રત નં. ૯ના આધારે પ્રસ્તુત પદાર્થ રજૂ કરેલ છે.)શ્રી સમવાયાંગ સૂત્ર મૂલ અને નવાંગી ટીકાકાર શ્રી અભય દેવસૂરિ રચિત ટીકા-એ બન્નેના આધારે 34 અતિશયો સંકલિત કરી અહીં ગુજરાતીમાં રજૂ કરવામાં આવ્યા છે. (આ સુત્ર પ્રતાકારે છપાએલ છે. પ્રકાશક : આગમોદય સમિતિ-મહેસાણા. મુંબઈ, દાદર જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારની પ્રત નં. ૬ના આધારે પ્રસ્તુત પદાર્થ રજૂ કરેલ છે.) જ છે જે 26s અરિહંતના અતિશયો
Page #180
--------------------------------------------------------------------------
________________ 12. ईसि पिट्ठओ मउडढाणंमि तेयमंडलं अभिसंजायइ, अंधकारे वि य णं दस दिसाओ पभासेइ। 13. बहुसमरमणिज्जे भूमिभागे / 14. अहोसिरा कंटया जायंति / 15. उऊविवरीया सुहफासा भवंति / 16. सीयलेणं सुहफासेणं सुरभिणा मारुएणं जोयणपमंडलं सवओ समंता संपमज्जिज्जइ / जुत्तकुसिएण मेहेण य निहयरयरेणूयं किज्जइ / 18. जलथलयमासुरपभूतेणं बिंटट्ठाइणा दसद्धकुसुवण्णेणं कुसुमेणं जाणुस्सेह पमाणमित्ते पुप्फोवयारे किज्ज / अमण्णुणाण सहफरिसरसरूवगंधाणं अवकरिसो भवइ / कालागुरुपवरकुंदुरुक्कतुरूक्कघूवमघमघंतगन्युद्धयाभिरामे भवइ / 20. उभयो पासिं च णं अरहंताणं भगवंताणं दुवे जक्खा कडयतुडियथंभियभुया चामरुक्खेवणं करंति / ) 20. मण्णुणाणं सद्दफरिसरसरूवगंधाणंपाउब्भावो भवइ / 21. पच्चाहरओ वि हिययगमणीओजोयणनीहारी सरो / भगवं च णं अद्धमागहीए धम्ममाइक्खइ / सा वि य णं अद्धमागही भासा भासिज्जमाणी तेसिं सव्वेसि आरियमणारियाणं दुप्पयचउप्पयमियपसुपक्खिसरीसिवाणं अप्पणो हियसिवसुहयमासत्ताए परिणमइ / पुब्बबद्धवेरा वियणं देवासुरनागसुवण्णजक्खरक्खसकिंनरकिंपुरिसगरूलगंधवमहोरगा अरहओ पायमूले पसंतचित्तमाणसा धम्म निसामंति / अण्णउत्थिय पावयणिया वि य णमागया वंदति / 26. आगया समाणा अरहओ पायमूले निप्पलिवयणा हवन्ति / / 27. जओ जओ वि व णं अरहंतो भगवंतो वि य णं जोयणपणवीसाएणं ईती न हवइ, 28. मारी न भवइ 29. सचक्कं न भवइ, 30. परचक्कं न भवइ, 31. अइबुट्ठी न भवइ, 1. ટીકામાં કોઈ અન્ય વાચનાનો આધાર લઈને અતિશય 19 20 ના સ્થાને અન્ય બે અતિશયો કહ્યા છે. તેનો મૂળપાઠ ઉપર કોંસમાં આપવામાં આવ્યો છે. અરિહંતના અતિશયો 177
Page #181
--------------------------------------------------------------------------
________________ 32. अणावुट्ठी न भवइ, 33. दुब्भिक्खं न भवइ, 34. पुप्पण्णा वि य णं उप्पाइया वाही खिप्पमिव उवसमंति / શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી તીર્થકર ભગવાનના 34 અતિશયો 1. કેશ (માથાના વાળ), દાઢી, રોમ અને નખ સદા અવસ્થિત (વૃદ્ધિ વિનાના) હોય. 2. રોગ રહિત નિર્મલ શરીર. 3. ગાયના દૂધ જેવું સફેદ માંસ અને રક્ત. 4. કમલ સમાન સુગંધી શ્વાસોચ્છવાસ. 5. આહાર અને નીહાર (મલમૂત્રત્યાગ) ચર્મચક્ષુવાળા જીવો ન જોઈ શકે, અવધિજ્ઞાની જોઈ શકે. 6. આકાશમાં દેદીપ્યમાન ધર્મચક્ર હોય. 7. આકાશમાં દેદીપ્યમાન ત્રણ છત્ર હોય. 8. આકાશમાં દેદીપ્યમાન શ્વેત ચામર હોય. 9. આકાશમાં પાદપીઠથી સહિત સ્વચ્છ સ્ફટિકમય સિંહાસન હોય. 10. અત્યંત ઊંચો, હજારો નાની પતાકાઓથી સુશોભિત અને રમણીય ઇન્દ્રધ્વજ ભગવાનની આગળ ચાલે. 11. જ્યાં જ્યાં પણ શ્રી અરિહંત ભગવંતો ઉભા રહે અથવા બેસે ત્યાં ત્યાં યક્ષ દેવતાઓ પાંદડાંઓથી સંછન્ન, પુષ્યો અને પલ્લવોથી સમાકુલ, છત્રોથી સહિત અને પતાકાઓથી સહિત એવા શ્રેષ્ઠ અશોક વૃક્ષની રચના કરે. 12. ભગવંતના મસ્તક પ્રદેશના થોડાક પાછળના ભાગમાં ભામંડલની રચના થાય છે, તેનાથી અંધકારમાં પણ દશે દિશાઓ પ્રભાસિત થાય છે. 13. ભગવંત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે ભૂમિપ્રદેશ અત્યંત સમ અને રમણીય થાય છે. 14. કાંટા અધોમુખ થાય છે. 1. અભિધાન ચિંતામણિના વર્ણનથી જેટલું વર્ણન જુદું દેખાય, તેટલું મતાંતર જાણવું. - નાની નાની ધજાઓને પતા કહેવામાં આવે છે. 268 અરિહંતના અતિશયો
Page #182
--------------------------------------------------------------------------
________________ 15. સર્વ ઋતુઓ અવિપરીત (અનુકૂળ) સુખકારક થાય છે. 16. શીતલ સુખકર સ્પર્શવાળા અને સુગંધી સંવર્તક નામના પવનથી ભગવંતની આસપાસની એક યોજન પ્રમાણ ભૂમિનું સંપ્રમાર્જન થાય છે. 17. તે જ યોજનપ્રમાણ ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર વરસતા સુગંધી જલના વાદળાંઓમાંથી થતી વૃષ્ટિ વડે રજ અને રેણુથી રહિત કરાય છે. ‘ગંધાદરક વર્ષા' નામનો આ સત્તરમો અતિશય છે. 18. જલમાં (સરોવર આદિમાં) ઉત્પન્ન થતા, સ્થલ (ભૂમિ) ઉપર ઉત્પન્ન થતા, સુંદર, ઉત્તમ શોભાવાળા, નીચ દીઠ અને ઉપર વિકસિત ભાગવાળા, પાંચ વર્ણનાં સુગંધી પુષ્પોની ઢીંચણ સુધી ઊંચાઈવાળી રચના થાય છે. આ પુષ્પોપચાર (પુષ્પપ્રકર) નામનો અઢારમી અતિશય છે. 19. ભગવંત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમનોજ્ઞ (મનને ન ગમતા) શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પાંચ ઇન્દ્રિય વિષયોનો અભાવ થાય છે. 20. મનોજ્ઞ (મનગમતા) શબ્દાદિ વિષયોનો પ્રાદુર્ભાવ થાય છે. [19. ભગવંત જ્યાં બેસે તે સ્થાન કાલાગુરુ, કુન્દરુક (ચીડા) કુરુક્ક (શિલ્પક) વગેરે નામના ઊંચા અને અત્યંત શ્રેષ્ઠ ધૂપોના મઘમઘાયમાન (પ્રચુર સુગંધવાળો) ઊંચે જતો જે સુવાસ, તેનાથી અત્યંત રમણીય થાય છે. 20. શ્રી અરિહંત ભગવંતની બન્ને બાજુ જેઓની ભુજા ઉપર અત્યંત મૂલ્યવાન ઘણાં આભૂષણો છે, એવા બે યક્ષ દેવતાઓ ચામર વીંઝે છે.] 21. ભગવંતની દેશના-વાણી હૃદયંગમ અને એક યોજન સુધી સાંભળી શકાય તેવી હોય છે. 22. ભગવંત અર્ધમાગધી ભાષામાં ધર્મદેશના આપે, કારણ કે આ જ ભાષા સૌથી અધિક કોમળ હોય છે. 23. ભગવંત જ્યારે અર્ધમાગધી ભાષામાં ધર્મદેશના આપતા હોય છે, ત્યારે તે ભાષા આર્ય અથવા અનાર્ય મનુષ્યો, હરણ આદિ પશુઓ, પક્ષીઓ અને સર્પ આદિ સરીસૃપ પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમનારી થાય છે અને તે પ્રાણીઓને હિત-અભ્યદય, શિવ મોક્ષ અને સુખ શ્રવણના આનંદને આપનારી થાય છે. 1. રજ=પવનથી આકાશમાં ઊડતી માટીના કણો. રેણુ-જમીન પર રહેલ ધૂળ. 2. આ બે અતિશયનું વર્ણન સૂત્રના મૂલપાઠમાં નથી, પણ ટીકામાં છે, તેથી કૌસમાં મૂકેલ છે. અરિહંતના અતિશયો 269
Page #183
--------------------------------------------------------------------------
________________ 24. પૂર્વે આ જન્મમાં કે જન્માંતરમાં બાંધેલ કે નિકાચિત કરેલ વરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળાં પ્રાણીઓ પણ ભગવંતની પર્ષદામાં હોય ત્યારે પ્રશાંત મનવાળાં થઈને ધર્મ સાંભળે છે, બીજાં પ્રાણીઓની વાત તો બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિતીવ્ર વૈરવાળા વૈમાનિક દેવો, અસુરો, નાગ નામના ભવનપતિ દેવો, સુંદર વર્ણવાળા જ્યોતિષ્ક દેવો, યક્ષો, રાક્ષસ, કિનરાં, કિંજુપ, ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવો, ગંધવાં અને મહોરગ નામના વ્યંતર દેવતાઓ પણ અત્યંત પ્રશાંત મનવાળા થઈને બહુ જ ભાવપૂર્વક ધર્મદેશના સાંભળે છે. 25. અન્ય ધર્મોમાં સંન્યસ્ત પ્રવચનિકો (સંન્યાસીઓ) પણ ભગત પાસે આવીને ભગવંતને નમન કરે છે. 26. ભગવંતના પાદમૂલમાં આવેલા તે પ્રાવચનિકો નિરુત્તર થઈ જાય છે, 27. જ્યાં શ્રી અરિહંત ભગવંતો વિચરતા હોય છે ત્યાં ત્યાં પચીસ યોજનમાં ઇતિ - ધાન્ય આદિને ઉપદ્રવ કરનાર ઉંદર વગેરે પ્રાણિગા ન હોય. 28. મારી-ઘણા લોકો જેમાં મરણ પામે એવા રોગ ન થાય. 29. સ્વચક્ર-સ્વદેશમાં રહેલ સૈન્યનો ઉપદ્રવ ન હોય. 30. પરચક્ર-પરેદશના સૈન્યનો ઉપદ્રવ ન હોય. 31. અતિવૃષ્ટિ-ધાન્યના પાક આદિને નુકસાન કરે એવા અધિક વરસાદ ન થાય. 32. અનાવૃષ્ટિ-પાક આદિને જોઈએ તે કરતાં ઓછો વરસાદ ન થાય. 33. દુર્ભિક્ષ-દુષ્કાળ ન થાય. 34. પૂર્વે ઉત્પન્ન થયેલ ઔત્પાદિક-અનિષ્ટસૂચક રુધિરવૃષ્ટિ વગેરે તથા તેનાથી થતાં અનિષ્ટો અને તાવ આદિ વ્યાધિઓ શમી જાય છે. 270 અરિહંતના અતિશયો
Page #184
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૨ इसिभासिआई [चोत्तीसजिणवराइसयथवणं] (निव२तिशय स्तवन) थोस्सामि जिणवरिंदे अन्भुअभूएहिं अइसयगुणेहिं / ते तिविहा साहाविय कम्मक्खइआ सुरकया य / / 1 / / देहं विमलसुगन्धं आमयपासेहिं वज्जिअं अरअं / रुहिरं गोक्खीराभं निविस्सं पंडुरं मंसं / / 2 / / आहारा नीहारा अदिस्सा मंसचक्खुणो सययं / नीसासो अ सुगन्धो जम्मप्पभिई गुणा एए / / 3 / / खित्ते जोयणमित्ते जं जियकोडीसहस्सओ माणं / सव्वसभासाणुगयं वयणं धम्मावबोहकरं / / 4 / / पुब्बुप्पन्ना रोगा पसमन्ती ईइवयरमारीओ। अइबुट्ठि-अणावुट्ठी न होइ दुभिक्खडमरं वा / / 5 / / देहाणुमग्गलग्गं दीसइ भामण्डलं दिणयराभं / एए कम्मक्खइया सुरभत्तितया इमे अन्ने / / 6 / / चक्कं छत्तं रयणझओ अ सेयवरचामरा पउमा / चउमुहपायारतियं सीहासण दुंदुभि असोगो / / 7 / / 1 અતિશયોના વર્ણન માટે શ્રી જિનેન્દ્ર પરમાત્માની આ સ્તવના પ્રાકૃત ભાષામાં विभाषितमा भणे छ. प्रस्तुत ॥थामो 'चतुस्त्रिंशज्जिनातिशयस्तवनम्' भांथी मोदीधी छ. 521 शत मायामो अषिमाषितनी छे. पुस्तनु नाम : हैन स्तोत्र संहो म. 1, पृ. 81. સંપાદક : શ્રી ચતુરવિજય મુનિ પ્રકાશક : સારાભાઈ મણિલાલ નવાબ, अमावा. मुंबई, 662 शानभा२, पुस्त६ नं. 358. અરિહંતના અતિશયો 171
Page #185
--------------------------------------------------------------------------
________________ कंटयहिठ्ठा हुत्ता ठायंति अवट्ठियं च नहरोमं / पंचेव इंदियत्था मणोरमा हुँति छप्पि रिऊ / / 8 / / गन्धोदगं च वासं वासं कुसुमाण पंचवण्णाणं / सउणा पयाहिणगई पवणणुकूलो नमंति दुमा / / 9 / / भवणवइ वाणमंतर जोइसवासी विमाणवासी अ / चिठ्ठन्ति समोसरणे जहण्णयं कोडिमित्तं तु / / 10 / / इंतेहिं जंतेहिं बोहिनिमित्तं च संसयत्थीहिं / अविरहियं देवेहिं जिणपयमूलं सयाकालं / / 11 / / चउहा जम्मप्पभिई इक्कारस कम्मसंखए जाए / नव दस य देवजणिए चउतीसं अइसए वंदे / / 12 / / चउतीस जिणाइसया एए मे वण्णिआ समासेणं / दितु ममं जिणवसभा सुअनाणं बोहिलाभं च / / 13 / / ઋષિભાષિત (34 અતિશયો) અદ્ભુત અતિશય ગુણો વડે હું જિનવરેન્દ્રોને સાવીશ. તે અતિશય ગણો ત્રણ પ્રકારના છે : સ્વાભાવિક, કર્મક્ષયિક અને સુરકૃત. આ ગુણો જન્મથી હોય છે : 1. દેહ વિમલ અને સુગંધી તથા રોગ અને પ્રસ્વેદથી રહિત, 2. રુધિર ગાયના દૂધ જેવું અને માંસ શ્વેત, અજુગુપ્સનીય.” 3. માંસ ચક્ષુવાળા“ જીવોને આહાર અને નીહાર સતત અદશ્ય 1. આ તેર ગાથાઓ કંઠસ્થ કરવાથી ભગવંતના 34 અતિશય સરલતાથી યાદ થઈ જાય છે. જેઓ પ્રાકૃત ગાથાઓ ન ગોખી શકે, તેઓએ અહીં ગુજરાતીમાં સોપમાં દર્શાવેલ અતિશયો મોઢે કરી લેવા. ભગવંતના આ 34 અતિશયોનું પ્રતિદિન પ્રાતઃકાળમાં સ્મરણ મહામંગલકારી છે. 2. મૂલમાં જેટલું વર્ણન છે, તેટલું જ અહીં આપેલ છે. 3. જન્મથી જ હોય. 4. ઘાતિકર્મનો ક્ષય થતાં જ ઉત્પન્ન થાય. 5. દેવતાઓએ ભક્તિવશ કરેલ. 6. પરસેવાથી રહિત. 7. અબિભત્સ, માંસચક્ષવાળા = સાદી આંખવાળા જીવો ભગવંતના આહાર અને નીહાર મળત્યાગ વગેરે) ન જોઈ શકે, અવધિજ્ઞાનીને દેખાય. 272. અરિહંતના અતિશયો
Page #186
--------------------------------------------------------------------------
________________ 4. શ્વાસોચ્છવાસ સુગંધી. આ અતિશય ગુણ કર્મક્ષયિક છે : 1. એક યોજન માત્ર ક્ષેત્રમાં હજારો કરોડો લોકોનો બાધારહિત સમાવેશ. 2. સૌને પોતપોતાની ભાષામાં સમજાતું ધર્મબોધક વચન. 3. પૂર્વે ઉત્પન્ન થયેલ રોગોનો પ્રશમ. 4. ઇતિનો પ્રથમ. 5. વૈરનો પ્રશમ. 6. મારીનો પ્રશમ. 7. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય. 8. કુર્મિક્ષ ન હોય. 9. સ્વચક્રભય ન હોય. 10. પરચક ભય ન હોય. 11. મસ્તકની સ્ટેજ પાછળ સૂર્યસમાન ભામંડલ. દેવતાઓએ ભક્તિથી કરેલા અતિશયગુણો આ રીતે છે :1. ધર્મચક્ર. 2. ત્રણ છત્ર. 3. રત્નમય ઇન્દ્રધ્વજ. 4. શ્રેષ્ઠ શ્વેત ચામર. 5. પાદન્યાસાર્થે સુવર્ણમય કમળો. 6. ચતુર્મુખતા. 7. ત્રણ ગઢ. 8. સિંહાસન. 9. દુંદુભિ. 10. અશોક વૃક્ષ. 11. કાંટાઓનું અધોમુખ થવું. 12. નખ અને રોમ અવસ્થિત (સદા એકસરખા રહેવા). 13. પાંચ ઇન્દ્રિયવિષયો મનોરમ થાય. 14. છએ ઋતુઓ મનોહર થાય. અરિહંતના અતિશયો 273
Page #187
--------------------------------------------------------------------------
________________ 15. ગંધોદકની વૃષ્ટિ અને પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ. 16. પ્રદક્ષિણગતિવાળાં પક્ષીઓ. 17. પવન અનુકૂલ. 18. વૃક્ષો નમે. 19. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક દેવતાઓ ઓછામાં ઓછા એક કરોડ તો સમવસરણમાં હોય જ. બોધિલાભ માટે સંશયને દૂર કરવાના અર્થી એવા આવતા અને જતા દેવતાઓથી ભગવંતના પાદમૂલ સદા અવિરહિત હોય.' ચાર જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણીશ દેવકૃત એમ ચોત્રીશ અતિશયોને હું વંદન કરું છું. જિનના આ ચોત્રીશ અતિશયો મેં સંક્ષેપથી વર્ણવ્યા. જિનવૃષભો મને શ્રુતજ્ઞાન અને બોધિલાભ આપો. 1. બોધિલાભ માટે સંશયનાશના અર્થી એવા આવતા જતા દેવતાઓ ભગવંત પાસે સદા હોય. 2. તીર્થકરો. શાસ્ત્રોમાં અવધિજ્ઞાનની લબ્ધિવાળા વર્ગરે મુનિઓને પણ ‘જિન' કહ્યા છે, તે બધામાં વૃષભ=શ્રેષ્ઠ. 174 અરિહંતના અતિશયો
Page #188
--------------------------------------------------------------------------
________________ परिशिष्ट-3 કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત અભિધાન ચિંતામણિ (भूख भने स्को५२ टी सहित) [34 अतिशयो] अभिधान थितामह (भूत) तेषां च देहोऽद्भुतरूपगन्धो, निरामयः स्वेदमलोज्झितश्च / श्वासोऽब्जगन्धो रुधिरामिषं तु, गोक्षीरधाराधवलं ह्यविस्रम् / / 57 / / आहारनीहारविधिस्त्वदृश्य: चत्वार एतेऽतिशयाः सहोत्थाः / क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि, नृदेवतिर्यग्जनकोटिकोटेः / / 58 / / वाणी नृतिर्यक्सुरलोकभाषा- संवादिनी योजनगामिनी च / भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलथि / / 59 / / साग्रे च गव्यूतिशतद्वये रुजा, वैरेतयो मार्यतिवृष्ट्यवृष्टयः / दुर्भिक्षमन्यस्वचक्रतो भयं, स्यानैत एकादश कर्मघातजाः / / 60 / / खे धर्मचक्रं चमरा: सपाद-पीठं मृगेन्द्रासनमुज्ज्वलं च / छत्रत्रयं रत्नमयध्वजोंऽह्नि-न्यासे च चामीकरपङ्कजानि / / 61 / / वप्रत्रयं चारु चतुर्मुखाङ्गता-चैत्यद्रुमोऽधोवदनाश्च कण्टकाः / दुमानतिदुंदुभिनाद उच्चकै-,वातोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः / / 62 / / गन्धाम्बुवर्षं बहुवर्णपुष्प-, वृष्टिः कचश्मश्रुनखाप्रवृद्धिः / चतुर्विधाऽमय॑निकायकोटि-, जघन्यभावादपि पार्श्वदेशे / / 3 / / ऋतूनामिन्द्रियार्थानमनुकूलत्वामित्यमी / एकोनविंशतिर्देव्याश्चतुस्त्रिंशच्च मीलिताः / / 64 / / 1. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત આ શબ્દકોશ બહુ જ પ્રસિદ્ધ છે. તેના ઉપર તેઓની પોતાની જ ટીકા છે. મૂલ અને ટીકાના આધારે આ વિષય અમો અહીં રજૂ કરીએ છીએ. દેવાધિદેવકાંડ શ્લોક-૫૭૬૪, પૃ. ૧૯ના આધારે. સંપાદક : પં. હરગોવિંદદાસ અને पं. अय२६.स. 41. नाथा11 सभीयं 4814. मुंब, 662 शानभा२, 5. नं. 4858 . અરિહંતના અતિશયો 175
Page #189
--------------------------------------------------------------------------
________________ અભિધાન ચિંતામણિ (स्वीपक्ष टी सहित) तेषां च देहोऽद्भुतरूपगन्धो निरामयः स्वेदमलोज्झितश्च / श्वासोऽब्जगन्धो रुधिरामिषं तु गोक्षीरधाराधवलं ह्यविस्रम् / / 57 / / आहारनीहारविधिस्त्वदृश्य-श्चत्वार एतेऽतिशया: सहोत्थाः / तेषामिति तीर्थकराणां, देहः कायः, अद्भुतं लोकोत्तरं रूपं गन्धश्च यस्य स तथा, निरामयो नीरोगः, स्वेदेन अङ्गजलेन, मलेन च त्वगावारककिट्टेनोज्झितः, स्वेदमलोज्झितः, एषः प्रथमः सहोत्थोऽतिशयः / श्वास उच्छ्वासनिःश्वासं, अब्नं पद्म, तस्येव गन्धोऽस्याब्जगन्धः इति द्वितीयः / रुधिरं चामिषं च 'अप्राणिपश्वादेः' / / 3 / 1 / 136 / / इति समाहारे रुधिरामिषं मांसशोणितं, गोक्षीरधारावद्धवलं पांडुरं, अविस्त्रं अनामगन्धि इति तृतीयः / / 57 / / ___ आहारोऽभ्यवहरणं नीहारो मूत्रपुरीषोत्सर्गस्तयोविधिः क्रिया न दृश्यते इति अदृश्य मांसचक्षुषा न पुनरवध्यादि लोचनेन पुंसा / यदाहुः - 'पच्छन्ने आहारनीहारे अदिस्से मंसचक्खुणा' एष चतुर्थः / / एते चत्वारोऽपि जगतोऽप्यतिशेरते तीर्थंकरा एभिरित्यतिशया:, सहोत्था: सहजन्मानः / / अथ कर्मक्षयजानतिशयानाह क्षेत्रे स्थितियोजनमात्रकेऽपि नदेवतिर्यग् जनकोटिकोटेः / वाणीनृतिर्यक्सुरलोकभाषा-संवादिनी योजनगामिनी च / भामण्डलं चारु च मौलिपृष्ठे विडम्बिताहर्पतिमण्डलथि / / 59 / / साग्रे च गव्यूतिशतद्वये रुजा, वैरेतयो मार्यतिवृष्ट्यवृष्टयः / दुर्भिक्षमन्यस्वचक्रतो भयं, स्यानैत एकादश कर्मघातजाः / / 60 / / योजनप्रमाणेऽपि क्षेत्रे समवसरणभुवि नृणां देवानां तिरश्चा च जनानां कोटीकोटिसंख्यानां स्थितिरवस्थानमिति प्रथमः कर्मक्षयजोऽतिशयः / ___ वाणी भाषा अर्द्धमागधी नरतिर्यक् सुरलोकभाषया संवदति तद् भाषाभावेन परिणमतीत्येवंशीला, योजनमेकं गच्छति व्याप्नोतीत्येवंशीला योजनगामिनी चेति द्वितीयः / भानां प्रभाणां मण्डलं भामण्डलम्, मौलिपृष्ठे शिरःपश्चिमभागे तच्च विडम्बितदिनकरबिम्बलक्ष्मीकमित्यत एक चारु मनोहरमिति तृतीयः / ___ साग्रे पञ्चविंशतियोजनाधिके, गव्यूतिः क्रोशद्वयम्, गव्यूतीनां शतद्वये योजनशत इत्यर्थः, रुजा रोगो ज्वरादिर्न स्यादिति चतुर्थः / / 177 અરિહંતના અતિશયો
Page #190
--------------------------------------------------------------------------
________________ तथा वैरं परस्परविरोधो न स्यादिति पञ्चमः / तथा ईतिर्धान्याधुपद्रवकारी प्रचुरो मूषिकादिप्राणिगणो न स्यादिति षष्ठः / / तथा मारिरीत्पातिकं सर्वगतं मरणं न स्यादिति सप्तमः / / तथा अतिवृष्टिनिरन्तरं वर्षणं न स्यादित्यष्टमः / / तथा अवृष्टिः सर्वथा वृष्ट्यभावो न स्यादिति नवमः / दुर्भिक्षं भिक्षाणामभावो न स्यादिति दशमः / / तथा स्वराष्ट्रात् परराष्ट्राच्च भये न स्यादित्येकादशः / / एवमेकादश अतिशयाः कर्मणां ज्ञानावरणीयादीनां चतुर्णा घातात् क्षयात् जायते इति / / 60 / / देवकृतानतिशयानाहखे धर्मचक्रं चमरा: सपाद-पीठं मृगेन्द्रासनमुज्ज्वलं च / छत्रत्रयं रत्नमयध्वजोंऽहि-न्यासे च चामीकरपङ्कजानि / / 61 / / वप्रत्रयं चारु चतुर्मुखाङ्गता चैत्यद्रुमोऽधोवदनाश्च कण्टकाः / द्रुमानतिर्दुन्दभिनाद उच्चकै-तोऽनुकूल: शकुना: प्रदक्षिणाः / / 62 / / गन्धाम्बुवर्षं बहुवर्णपुष्प-वृष्टिः कचश्मश्रुनखाप्रवृद्धिः / चतुर्विधाऽमय॑निकायकोटि-र्जघन्यभावादपि पार्श्वदेशे / / 63 / / ऋतूनामिमिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी / एकोनविंशतिर्देव्याश्चतुस्त्रिंशच्च मीलिताः / / 64 / / खे आकाशे धर्मप्रकाशकं चक्रं धर्मचक्रं भवतीति देवकृतः प्रथमोऽतिशयः / तथा खे चमरा इति द्वितीयः। तथा खे पादपीठेन सह मृगेन्द्रासनं सिंहासनमुज्ज्वलं निर्मलमाकाशस्फटिकमयत्वादिति तृतीयः / / तथा खे छत्रत्रयमिति चतुर्थः / / तथा खे रत्नमयो ध्वज इति पञ्चमः / / तथा पादन्यासनिमित्तं सुवर्णकमलानि भवन्तीति षष्ठः / / तथा समवसरणे रत्नसुवर्णरूप्यमयं प्राकारत्रयं मनोजं भवतीति सप्तमः / तथा चत्वारि मुखानि अङ्गानि गात्राणि च यस्य स तथा तद्भावश्चतुर्मुखाङ्गता भवतीति अष्टमः / / तथा चैत्याभिधानो द्रुमोऽशोकवृक्षः स्यादिति नवमः / / तथा अधोमुखाः कण्टका भवन्तीति दशमः / / तथा द्रुमाणामानतिर्नम्रता स्यादिति एकादशः / / तथा उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः स्यादिति द्वादशः / / અરિહંતના અતિશયો 177
Page #191
--------------------------------------------------------------------------
________________ वात: सुखत्वादनुकुलो भवतीति त्रयोदशः / / तथा शकुना: पक्षिणः प्रदक्षिणगतयः स्युरिति चतुर्दशः / / तथा गन्धोदकवृष्टिरिति पञ्चदशः / / तथा बहुवर्णानां पञ्चवर्णानां जानूत्सेधप्रमाणपुष्पाणां वृष्टिः स्यादिति षोडशः / / तथा कचांना केशानामुपलक्षणत्वात् लोम्नां च श्मश्रुणः कूर्चस्य, नखानां पाणिपादजानाम-प्रवृद्धिरवस्थितस्वभावत्वमिति सप्तदशः / / तथा भवनपत्यादिचतुर्विधदेवनिकायानां जघन्यतोऽपि समीपे कोटिर्भवतीति अष्टादशः / / तथा ऋतूनां वसन्तादीनां सर्वदा पुष्पादिसामग्रीभिरिन्द्रियार्थानां स्पर्शरसगन्धरूपशब्दानाममनोज्ञानामपकर्षेण, मनोज्ञानां च प्रादुर्भावेनानुकूलत्वं भवतीत्यकोनविंशः / / इति देवैः कृता एकोनविंशतिस्तीर्थंकृतामतिशयाः / एते च यदन्यथाऽपि दृश्यन्ते तन्मतान्तरमवगम्यमिति / ते च सहजैश्चतुर्भिः कर्मक्षयजैरेकादशभिः सह मीलिता एकत्र योजिताश्चतस्त्रिंशद्भवन्तीति / / 64 / / અભિધાન ચિંતામણી ચાર સહજ અતિશયો : 1. શ્રી તીર્થકર ભગવંતોની કાયા જન્મથી જ લોકોત્તર અભુત રૂપવાળી, લોકોત્તર અદ્ભુત સુગંધવાળી, રોગરહિત તથા પરસેવાથી અને મેલથી રહિત છે. 2. શ્વાસોચ્છવાસ કમલ સમાન સુગંધિ હોય છે. 3. રક્ત અને માંસ ગાયના દૂધની ધારા જેવું ધવલ (દ્વૈત) અને દુર્ગંધથી રહિત હોય છે. 4. આહાર અને નીહાર ચર્મચક્ષવાળ: પુરૂષોથી અદશ્ય હોય છે, પણ અવધિ આદિ જ્ઞાનરૂપ ચક્ષુવાળા પુરુષો તે જોઈ શકે છે. આ ઉપર કહેલ ગુણો વડ શ્રી તીર્થકર ભગવંતો જગતના બધા જ જીવો કરતાં અતિશાયી ચડિયાતા હોય છે. તેથી આ ગુણોને અતિશય કહેવામાં આવે છે.' ઉપર કહેલ ચાર અતિશયો જન્મથી જ હોય છે, તેથી સહજાતિશયો કહેવાય છે. અગિયાર કર્મક્ષયજ અતિશયો : 1. એક યોજનમાત્ર ક્ષત્રપ્રમાણ સમવસરણભૂમિમાં દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચા કોડાકોડી સંખ્યામાં સમાઈ શકે. - અભિધાન ચિંતામણિ ટીકા ક્ષ, 58. 1. નાતો ધ્વરિતે રીર્થકર મરણયા: ! 2. કડાકો ડી = કરોડો કરોડ. 178 અરિહંતના અતિશયો
Page #192
--------------------------------------------------------------------------
________________ 2. ભગવંતની અર્ધમાગધી ભાષા મનુષ્યો, તિર્યંચો અને દેવોને વિશે પોતપોતાની ભાષામાં પરિણામને પામે તથા એક યોજન સુધી સર્વત્ર વ્યાપી જાય છે. 3. સુંદર, મનોહર અને તેજમાં સૂર્યબિંબની શોભાને જીતતું એવું ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ હોય છે. ભા એટલે પ્રભા, તેજ. પ્રભાઓનું મંડલ તે ભામંડલ. 4. ભગવંતની ચારે બાજુ સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં કોઈ પણ પ્રકારના રોગ ન હોય. 5. પરસ્પરના વિરોધરૂપ વૈર ન હોય. 6. ઇતિ-ધાન્ય વગેરે ઉપદ્રવને કરનાર ઉંદર આદિ પ્રાણીઓના સમૂહો ન હોય. 7. મારી-ચેપી રોગોના કારણે લોકોમાં વિપુલ પ્રમાણમાં મરણ ન હોય. 8. અતિવૃષ્ટિ નિરંતર વર્ષા ન હોય. 9. અવૃષ્ટિ-સંપૂર્ણ રીતે વરસાદનો અભાવ ન હોય. 10. દુભિક્ષ-ભિક્ષુઓને ભિક્ષાની અપ્રાપ્તિ-દુષ્કાળ ન હોય. 11. સ્વરાષ્ટ્રથી અને પરરાષ્ટ્રથી ભય ન હોય. ઓગણીસ દેવકૃત અતિશયો : 1. આકાશમાં ધર્મનો પ્રકાશ કરનાર ધર્મચક્ર હોય છે. 2. આકાશમાં ચામરો હોય છે. 3. આકાશમાં સ્ફટિકનું બનેલું નિર્મલ અને ઉજ્વલ સિંહાસન પાદપીઠથી સહિત હોય છે. 4. આકાશમાં ત્રણ છત્ર હોય છે. 5. આકાશમાં રત્નમય ધ્વજ હોય છે. 6. પાદન્યાસ માટે સોનાનાં કમળો હોય છે. 7. સમવસરણમાં અનુક્રમે રત્ન, સુવર્ણ અને રજતના ત્રણ સુંદર ગઢ હોય છે. 8. ભગવંતનાં ચાર મુખ, અંગો અને અવયવો હોય છે. 9. ચૈત્યવૃક્ષ નામનો અશોકવૃક્ષ હોય છે. 10. કાંટાઓ અધોમુખ થાય છે. 11. વૃક્ષો નમે છે. અરિહંતના અતિશયો 279
Page #193
--------------------------------------------------------------------------
________________ 12. સમસ્ત ભવનને વ્યાપતો ઊંચો દુંદુભિનાદ હોય છે. 13. સુખકારી અનુકૂલ પવન હોય છે. 14. પક્ષીઓ પ્રદક્ષિણાવાળી ગતિવાળાં હોય છે. 15. ગળ્યોદકની વૃદ્ધિ થાય છે. 11. અનેક વર્ણવાળાં પુષ્પોની વૃષ્ટિ જાનુપ્રમાણ થાય છે. 17. કેશ, રોમ, દાઢી, મૂછ અને નખો વધતા નથી - સદા એકસરખાં રહે છે. 18. ભવનપતિ આદિ ચારે નિકાયોના ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ ભગવંતની સાથે ને સાથે જ હોય છે. 19. વસંત આદિ ઋતુઓ પુષ્ય આદિ સામગ્રી વડે અનુકૂળ થાય છે. તે અનુકૂળતા અમનોજ્ઞ (અપ્રતીતિકારક) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપ ઇન્દ્રિયાથનો અપકર્ષ (હાનિ) થવા વડે તથા મનોજ્ઞ (મનોહર) ઇન્દ્રિયાર્થોના પ્રાદુર્ભાવ વડે થાય છે. આ રીતે શ્રી તીર્થકર ભગવંતોના આ ઓગણીશ અતિશયો દેવકૃત છે. બીજા ગ્રંથોમાં આ અતિશયો બીજી રીતે પણ જોવામાં આવે છે, તે મતાંતર જાણવું. આ ઓગણીશમાં ચાર સહજ અતિશયો અને અગિયાર કર્મક્ષયજ અતિશયો મેળવીને એ બધાની એકત્ર યોજના કરવાથી ચોત્રીશ થાય છે. 280 અરિહંતના અતિશયો
Page #194
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૪ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત શ્રી વીતરાગ સ્તવ (મૂળ શ્લોકો અને શબ્દાર્થ) પ્રકાશ-૨ સહજાતિશયસ્તવ प्रियंगुस्फटिकस्वर्णपद्मरागाञ्जनप्रभः / vમ તવાતશુચિ:, : મિવ નક્ષપે સારા પ્રભુ ! પ્રિયંગુની જેમ નીલ, સ્ફટિકની જેમ ઉજ્વલ, સુવર્ણની જેમ પીળો, પમરાગની જેમ રાતો અને અંજનની જેમ શ્યામ કાંતિવાળો અને ધાયા વિના જ પવિત્ર એવો આપનો દેહ કોને આશ્ચર્યચકિત ન કરે ? मन्दारदामवनित्यमवासितसुगन्धिनि / तवाङ्गे भृङ्गतां यान्ति, नेत्राणि सुरयोषिताम् / / 2 / / કલ્પતરુનાં પુષ્પોની માલાની જેમ સર્વદા સ્વાભાવિક સુગન્ધિ એવા આપના શરીરને વિપ દેવાંગનાઓનાં નેત્રો ભ્રમરપણાને પામે છે. दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव / समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगव्रजाः // 3 // હે નાથ ! અલૌકિક અમૃતરસના પાનની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ ક્ષય વગેરે રોગરૂપી સર્પના સમૂહો આપના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી. त्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके / क्षरत्स्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः / / 4 / / 1. પ્રસ્તુત લેખન શ્રી ‘વીતરાગ સ્તવપ્રકાશ-૨-૩-૪-૫, મુલ શ્રી ‘પ્રભાનંદસૂરિકૃત વિવરણ' અને શ્રી વિશાલસૂરિકૃત અવચૂર્ણિ ના આધારે કરેલ છે. આ વીતરાગ સ્તોત્ર' વિવરણ અને અવમૂર્ણિથી સહિત પ્રતાકારે કેસરબાઈ જ્ઞાનમંદિર, પાટણ તરફથી પ્રકાશિત થએલ છે. સંપાદક પ. પૂ. આ. દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિખરન મુનિ કાંતિવિજયજી પાછળથી સ્વ. પ. પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવર) છે. મુંબઈ, દાદર જ્ઞાનમંદિરની પ્રત નં. ૩૯૮ના આમાં ઉપયોગ કરેલ છે. પ્રથમ મૂળ શ્લોકો અને શબ્દાર્થ આપેલ છે. તે પછી વિસ્તૃત ભાવાર્થ આપેલ છે. અરિહંતના અતિશયો 282
Page #195
--------------------------------------------------------------------------
________________ દર્પણના મધ્યમાં પ્રતિબિંબિત થયેલા પ્રતિબિબની જેમ સ્વચ્છ એવા આપમાં, શરીરથી ઝરતા પરસેવાથી પીગળી જવાપણાની વાત પણ ક્યાંથી હોઈ શકે ? न केवलं रागमुक्तं, वीतराग ! मनस्तव / वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् / / 5 / / હે વીતરાગ ! કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રૂધિર પણ દૂધની ધારા જેવું ઉજ્વલ છે. जगद्विलक्षणं किं वा, तवान्यद्वक्तुमीश्महे / વિરમવામાં, શુષં માંસપ પ્રમો ! સાદ્દા અથવા તે વિભો ! જગતથી વિલક્ષણ એવું આપનું બીજું કેટલું વર્ણન કરવા અમે શક્તિમાન થઈ શકીએ ? કારણ કે આપનું માંસ પણ દુર્ગધ વિનાનું, દુર્ગછા ન કરાવે તેવું અને ઉજ્વલ છે. जलस्थलसमुद्भूताः, संत्यज्य सुमनःस्रजः / तव नि:श्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः / / 7 / / પાણી અને પૃથ્વી પર ઉત્પન્ન થયેલાં પુષ્પોની માળાનો ત્યાગ કરીને ભ્રમરો આપના નિઃશ્વાસની સુગંધ લેવા માટે આપની પાછળ ભમે છે. लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः / यतो नाहारनीहारौ, गोचरश्चर्मचक्षुषाम् / / 8 / / આપની ભવસ્થિતિ લોકોત્તર ચમત્કાર (અપૂર્વ આશ્ચર્ય)ને પેદા કરનારી છે, કારણ કે આપના આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાઓને દેખાતા નથી. પ્રકાશ-૩ કર્મક્ષયજાતિશયસ્તવ सर्वाभिमुख्यतो नाथ ! तीर्थकृन्नामकर्मजात् / सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः / / 9 / / હે નાથ ! તીર્થકર નામકર્મથી ઉત્પન્ન થએલ ‘સર્વાભિમુખ્ય' નામના અતિશયથી સર્વથા સર્વ દિશાઓ સન્મુખ રહેલા આપ દેવો, મનુષ્યો વગેરે સર્વ પ્રજાને સર્વ પ્રકારે સુખ પમાડો છો. यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि / संमान्ति कोटिशस्तिर्यग् नृदेवाः सपरिच्छदाः / / 2 / / 282 અરિહંતના અતિશયો
Page #196
--------------------------------------------------------------------------
________________ એક યોજન પ્રમાણ એવી પણ ધર્મદેશનાની ભૂમિમાં પોતપોતાના પરિવાર સહિત ક્રોડો તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓ સમાઈ જાય છે. तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् / अप्येकरूपं वचनं, यत्ते धर्मावबोधकृत् / / 3 / / પોતપોતાની (તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની) ભાષામાં પરિણામ પામી જવાવાળું હોવાથી મનોહર તેમ જ એકસરખું પણ આપનું વચન તેઓને ધર્મનું બોધ કરાવનારું થાય છે. साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्नाः गदाम्बुदाः / यदञ्जसा विलीयन्ते, त्वद्विहारानिलोमिभिः / / 4 / / આપના વિહારરૂપી પવનની લહરીઓ વડે સવાસો જોજનમાં પૂર્વે ઉત્પન્ન થયેલા રોગરૂપી વાદળાં તત્કાળ વિવાય પામી જાય છે. नाविर्भवन्ति यद्भूमौ, मूषकाः शलभाः शुकाः / क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः / / 5 / / રાજાઓ વડે દૂર કરાયેલી અનીતિઓની જેમ સવાસો યોજનમાં ઉદર, તીડ અને પોપટ વગરના ધાન્ય વિશેના ઉપદ્રવો ક્ષણ વારમાં નાશ પામે છે અને નવા ઉત્પન્ન પણ થતા નથી. स्त्रीक्षेत्रपद्रादिभवो यद् वैराग्निः प्रशाम्यति / त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले / / 6 / / આપની કૃપારૂપી પુષ્પરાવર્ત સંઘની વૃષ્ટિથી જ જાણે નહિ, તેમ સવાસો યોજનમાં સ્ત્રી, ક્ષેત્ર અને નગરાદિ નિમિત્ત ઉત્પન્ન થયેલ વૈરરૂપી અગ્નિ શમી જાય છે. त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेदडिण्डिमे / सम्भवन्ति न यन्नाथ ! मारयो भुवनारयः / / 7 / / હે નાથ ! અકલ્યાણનો ઉચ્છેદ કરવા માટે ડિડિમનાદ સમાન આપનો પ્રભાવ ભૂમિ ઉપર ફેલાયે છતે જગતના શત્રુ મારી મરકી વગેરે ઉપદ્રવી ઉત્પન્ન થતા નથી. कामवर्षिणि लोकानां, त्वयि विश्वकवत्सले / अतिवृष्टिरवृष्टिा , भवेद्यन्नोपतापकृत् / / 8 / / લોકોના ઇછિતને વરસાવનાર, વિશ્વમાં અદ્વિતીય વત્સલ એવા આપ વિદ્યમાન છતે ઉપતાપને કરનાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી નથી. स्वराष्ट्र-परराष्ट्रेभ्यो, यत्क्षुद्रोपद्रवा द्रुतम् / विद्रवन्ति त्वत्प्रभावात्, सिंहनादादिव द्विपाः / / 9 / / અરિહંતના અતિશયો 283
Page #197
--------------------------------------------------------------------------
________________ સિંહનાદથી જેમ હાથીઓ ભાગી જાય છે તેમ સ્વરાજ્ય અને પરરાજ્યોથી ઉત્પન્ન થયેલ ક્ષુદ્ર ઉપદ્રવો આપના પ્રભાવથી તત્કાલ નાશ પામે છે. यत् क्षीयते च दुर्भिक्षं, क्षितौ विहरति त्वयि / सर्वाद्भुतप्रभावाढ्ये, जङ्गमे कल्पपादपे / / 10 / / સૌથી અદભુત પ્રભાવશાળી જંગમ કલ્પવૃક્ષ સમાન આપ પૃથ્વીતલ ઉપર વિહાર કરતા હો ત્યારે દુર્મિક્ષ નાશ પામી જાય છે. (દુષ્કાળ પડતો નથી). यन्मूल: पश्चिमे भागे, जितमार्तण्डमण्डलम् / मा भूद्वपुर्दुरालोकमितीवोत्पिण्डितं महः / / 11 / આપના શરીરને જોવામાં લોકોને અડચણ ન આવે એ માટે જ જાણે દેવતાઓએ આપના મસ્તકની પાછળ એક સ્થાને ભેગું કરેલું આપના શરીરનું જ મહાતેજ જાણે ન હોય તેવું અને સૂર્યના મંડળને પણ જીતી જનારું તેજનું મંડલ-ભામંડલ શોભી રહ્યું છે. स एष योगसाम्राज्यमहिमा विश्वविश्रुतः / कर्मक्षयोत्थो भगवन् ! कस्य नाश्चर्यकारणम् / / 12 / હે ભગવન્! ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલો તે આ પૂર્વે કહેલ) વિશ્વવિખ્યાત એવો યોગસામ્રાજ્યનો મહિમા કોને આશ્ચર્ય કરનાર નથી ? अनन्तकालप्रचितमनन्तमपि सर्वथा / त्वत्तो नान्यः कर्मकक्षमुन्मूलयति मूलतः / / 13 / / અનંતકાલથી ઉપાર્જન કરેલ અને અંત વિનાના કર્મવનને આપના સિવાય બીજો કોઈ મૂલથી ઉખેડી નાખવાને સમર્થ નથી. तथोपाये प्रवृत्तस्त्वं, क्रियासमभिहारतः / यथानिच्छन्नुपेयस्य, परां श्रियमशिश्रियः / / 14 / / હે પ્રભુ ! ચારિત્રરૂપી ઉપાયમાં વારંવાર અભ્યાસથી આપ તેવા પ્રકારે પ્રવૃત્ત થયા છો કે જેથી નહિ ઇચ્છવા છતાં ઉપય-મોક્ષની ઉત્કૃષ્ટ લમી આપને પ્રાપ્ત થઈ છે. मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने / कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः / / 15 / / મૈત્રીના પવિત્ર પાત્રરૂપ, પ્રમોદ વડે શોભતા તથા કરુણા અને માધ્યશ્મના કારણે પૂજનીય એવા યોગાત્મા-યોગસ્વરૂપ આપને નમસ્કાર થાઓ. 184 અહિંતના અતિશયો
Page #198
--------------------------------------------------------------------------
________________ પ્રકાશ-૪ દેવકૃતાતિશયસ્તવ मिथ्यादृशां युगान्तार्कः, सुदृशाममृतांजनम् / तिलकं तीर्थकृल्लक्ष्म्याः , पुरश्चक्रं तवैधते / / 1 / / મિથ્યાદૃષ્ટિઓને પ્રલયકાલના સૂર્ય તુલ્ય, સમ્યગ્દષ્ટિઓને અમૃતના અંજન તુલ્ય અને તીર્થકરની લક્ષ્મીનું તિલક એવું ધર્મચક્ર આપની આગળ શોભી રહ્યું છે. एकोऽयमेव जगति, स्वामीत्याख्यातुमुच्छ्रिता / उचैरिन्द्रध्वजव्याजातर्जनी जम्भविद्विषा / / 2 / / જગતમાં આ વીતરાગ જ એક સ્વામી છે” એમ કહેવાને માટે જાણે ઇન્દ્ર ઊંચા એવા ઇન્દ્રધ્વજના બહાને પોતાની તર્જની (અંગૂઠા પાસેની આંગળી) ઊંચી કરી ન હોય ! यत्र पादौ पदं धत्तस्तव तत्र सुरासुराः / किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवासिनीम् / / 3 / / જ્યાં આપના બે ચરણો પગ મૂકે છે, ત્યાં દેવ અને દાનવો સુવર્ણ કમળના મિષથી કમળમાં નિવાસ કરનારી લક્ષ્મીને વેરે છે. दानशीलतपोभाव- भेदाद्धर्मं चतुर्विधम् / मन्ये युगपदाख्यातुं, चतुर्वक्त्रोऽभवद् भवान् / / 4 / / દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના ધર્મને એકી સાથે કહેવા માટે જ જાણે આપ ચાર મુખવાળા થયા છો, એમ હું માનું છું. त्वयि दोषत्रयात् त्रातुं, प्रवृत्ते भुवनत्रयीम् / प्राकारत्रितयं चक्रुस्त्रयोऽपि त्रिदिवौकसः / / 5 / / ત્રણે ભુવનને રાગ-દ્વેષ અને મોહરૂપ ત્રણે દોષોથી બચાવવાને માટે આપ પ્રવૃત્ત થવાથી જાણે વૈમાનિક, જ્યોતિષી અને ભવનપતિ એમ ત્રણ પ્રકારના દેવોએ રત્નમય, સુવર્ણમય અને રુખ્યમય એમ ત્રણ પ્રકારના કિલ્લાઓની રચના કરી ન હોય ! अधोमुखा: कण्टका: स्युर्धात्र्यां विहरतस्तव / भवेयुः सम्मुखीनाः किं, तामसास्तिग्मरोचिषः / / 1 / / 6 / / પૃથ્વીતલ પર આપ જ્યારે વિહાર કરો છો ત્યારે કાંટાઓ નીચે મુખવાળા થઈ જા, છે, સૂર્ય ઉદય પામે ત્યારે ઘુવડો વગેરે અથવા અંધકારના સમૂહો સામે થઈ શકે ખરા ? केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् / बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरैः परैः / / 7 / / આપના કેશ, રોમ, નખ અને દાઢી-મૂછના વાળ દીક્ષા ગ્રહણ કરતી વખતે જેટલા હોય અરિહંતના અતિશયો
Page #199
--------------------------------------------------------------------------
________________ તેટલા જ રહે છે. આવો બાહ્ય પણ યોગનો મહિમા (બુદ્ધ વગેરે) અન્ય ધર્મના શાસકોએ પ્રાપ્ત કર્યો નથી. शब्दरूपरसस्पर्शगन्धाख्याः पञ्च गोचराः / भजन्ति प्रातिकूल्यं न, त्वदने तार्किका इव / / 8 / / આપની આગળ બૌદ્ધ, નૈયાયિક વગેરે તાર્કિકોની જેમ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગન્ધરૂપ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રતિકૂલપણાને ભજતા નથી (અનુકૂળતાને ધારણ કરે છે). त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते / आकालकृतकन्दर्प-साहायकभयादिव / / 9 / / અનાદિકાલથી કામદેવને કરેલી સહાયના ભયથી જ જાણે હોય નહિ તેમ સઘળી ઋતુઓ એકસાથે આવીને આપનાં ચરણોની સેવા કરે છે. सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च / માવિત્વતાસંસ્પર્શી, પૂનત્તિ મુવં સુર : ગાર મા . જે ભૂમિને ભવિષ્યમાં આપનાં ચરણોનો સ્પર્શ થવાનો હોય તે ભૂમિને દેવતાઓ સુગંધિ જલની વૃષ્ટિ વડે અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિ વડે પૂજે છે. जगत्प्रतीक्ष्य ! त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् / का गतिर्महतां तेषां, त्वयि ये वामवृत्तयः ? / / 22 / / હે જગભૂજ્ય !પક્ષીઓ પણ આપને પ્રદક્ષિણા(અનુકૂલ વૃત્તિમાં) ફરે છે, તો પછી આપના પ્રત્યે પ્રતિકૂલવૃત્તિ વર્તન રાખનારા મોટા ગણાતા એવા મનુષ્યોની શી ગતિ થશે ? पञ्चेन्द्रियाणां दौःशील्यं, क्व भवेद् भवदन्तिके / एकेन्द्रियोऽपि यन्मुञ्चत्यनिलः प्रतिकूलताम् / / 22 / / એકેન્દ્રિય વાયુ પણ આપની આગળ અનુકૂળ થઈને વહે છે તો પંચેન્દ્રિય જવાનું આપની આગળ પ્રતિકૂળપણું હોય જ ક્યાંથી ? मूर्जा नमन्ति तरवस्त्वन्माहात्म्यचमत्कृताः / तत्कृतार्थ शिरस्तेषां व्यर्थं मिथ्यादृशां पुनः / / 23 / / હે પ્રભુ! આપના માહાત્મથી ચમત્કાર પામેલાં વૃક્ષો પણ આપને મસ્તક વડે નમસ્કાર કરે છે. તે કારણે તેઓનાં મસ્તક કૃતાર્થ છે, કિન્તુ આપને નહિ નમનારા મિથ્યાષ્ટિઓના મસ્તક નિરર્થક જ છે. जघन्यतः कोटिसंख्यास्त्वां सेवन्ते सुरासुराः / भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते / / 24 / / 286 અરિહંતના અતિશયો
Page #200
--------------------------------------------------------------------------
________________ હે પ્રભુ! જઘન્યથી એક ક્રોડ દેવો અને અસુરો આપની સેવા કરે છે. કારણ કે ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલ પદાર્થને વિષે મંદ આત્માઓ પણ ઉદાસીનતા ધારણ કરતા નથી. પ્રકાશ-૫ પ્રાતિહાર્યસ્તવ गायन्निवालिविरुतै-नृत्यत्रिव चलैर्दलैः / त्वद्गुणैरिव रक्तोसो, मोदते चैत्यपादपः / / 2 / / હે નાથ ! ભ્રમરોના શબ્દો વડે જાણે ગાયન કરતો હોય, ચંચલ પાંદડાંઓ વડે જાણે નાચ કરતો હોય અને આપના ગુણો વડે જાણે રાગવાળો (લાલ) બન્યો હોય તેમ આ અશોક વૃક્ષ હર્ષ પામે છે. आयोजनं सुमनसोऽधस्तानिक्षिप्तबन्धनाः / जानुदनी: सुमनसो देशनोर्वां किरन्ति ते / / 2 / / હે નાથ ! એક યોજન સુધી જેનાં ડીંટીયાં નીચાં છે એવા જાનુ પ્રમાણ પુષ્પોને દેવતાઓ આપની દેશના ભૂમિને વિષે વરસાવે છે. मालवकैशिकीमुख्य-ग्रामरागपवित्रितः / तव दिव्यो ध्वनिः पीतो, हर्षोद्ग्रीवैमृगैरपि / / 3 / / આપના માલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલ દિવ્યધ્વનિનું હર્ષ વડે ઊંચી ગ્રીવાવાળા બનેલાં હરણિયાંઓ દ્વારા પણ પાન કરાયું છે. तवेन्दुधामधवला, चकास्ति चमरावली / हंसालिरिव वक्त्राब्ज-परिचर्यापरायणा / / 4 / / આપની ચંદ્રની કાંતિ સમાન ઉજ્વલ ચામરોની શ્રેણી શોભી રહી છે, જાણે આપના મુખકમલની સેવામાં તત્પર થયેલી હિંસની શ્રેણિ ન હોય ! मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् / श्रोतुं मृगास्समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् / / 5 / / આપ જ્યારે મૃગેન્દ્રાસન-સિંહાસન પર આરૂઢ થઈને દેશના આપતા હો છો ત્યારે તે દેશના સાંભળવા માટે મૃગો હરિણયાંઓ આવે છે, જાણે તેઓ પોતાના સ્વામી-મૃગેન્દ્રની સેવા કરવા માટે આવ્યા ન હોય ! भासां चयैः परिवृतो, ज्योत्स्नाभिरिव चन्द्रमाः / चकोराणामिव दृशां, ददासि परमां मुदम् / / 6 / / અરિહંતના અતિશયો 28,
Page #201
--------------------------------------------------------------------------
________________ જ્યોન્નાવડે ચંદ્રમા જેમ ચકોર પક્ષિઓના નેત્રોને આનંદ આપે છે, તેમતેજના પંજસ્વરૂપ ભામંડલ વડે પરિવૃત-સહિત આપ સજ્જનોનાં ચક્ષુઓને પરમ આનંદ આપો છો. दुन्दुभिर्विश्वविश्वेश ! पुरो व्योम्नि प्रतिध्वनन् / जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमिव शंसति / / 7 / / હે સર્વ વિશ્વના ઈશ ! આકાશમાં આપની આગળ નિનાદ કરતો દેવદુંદુભિ જાણે જગતને વિષે આપ્ત પુરુષોમાં આપનું સર્વશ્રેષ્ઠ સામ્રાજ્ય છે', એમ કહેતો ન હોય. तवोर्ध्वमूर्ध्वपुण्यद्धि-क्रमसब्रह्मचारिणी / छत्रत्रयी त्रिभुवन-प्रभुत्वप्रौढिशंसिनी / / 8 / / ઉત્તરોત્તર વધતી જતી એવી આપની પુણ્ય ઋદ્ધિના ક્રમ સમાન ઉપરાઉપરી રહેલાં ત્રણ છત્રો જાણે ત્રણ ભુવનને વિષે રહેલી આપની પ્રભુતાની પ્રૌઢતાને કહી રહ્યાં છે. एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव / चित्रीयन्ते न के दृष्ट्वा, नाथ ! मिथ्यादृशोऽपि हि / / 9 / / હે નાથ ! ચમત્કારને કરનારી આપની આ પ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને કયા મિથ્યાષ્ટિ આત્માઓ પણ આશ્ચર્ય નથી પામતા ? (સૌ કોઈ આશ્ચર્ય પામે છે.) 288 અરિહંતના અતિશયો
Page #202
--------------------------------------------------------------------------
________________ શ્રી વીતરાગ સ્તવ (વિસ્તૃત ભાવાર્થ) પ્રકાશ-૨ - સહજાતિશયસ્તવ ચાર સહજ અતિશયો 1. પ્રથમ સહજાતિશય- શરીરાતિશય અ. પરમ અદ્ભુતરૂપ સહજ નિર્મલ શરીર આ. સહજ સુગંધિ શરીર ઇ. નીરોગી શરીર ઈ. પરસેવાથી રહિત શરીર 2. દ્વિતીય સહજાતિશય- રક્તમાંસાતિશય અ. શ્વેત સુગંધિ રક્ત આ. શ્વેત સુગંધિ માંસ 4. ચતુર્થ સહજાતિશય-આહાર-નીહાર ચર્મ ચક્ષુવાળાને અદશ્ય અરિહંતના અતિશયો 289
Page #203
--------------------------------------------------------------------------
________________ 1. પ્રથમ સહજાતિશય : હે પ્રભો ! જગતના સર્વ જીવોનાં શરીરો કરતાં અત્યંત જુદી જ જાતનાં સર્વલક્ષણસંપન્ન, અદ્દભુત અને અતિ પવિત્ર શરીરને ધારણ કરનાર આપને હું સર્વ રીતે નમું છું. 1. અ. પરમ અભુતરૂપ, સહજ નિર્મલ શરીર હે પરમેષ્ઠિનું ! આપના શરદ ઋતુના ચંદ્રમાના કિરણો જેવા ઉજ્જવલ અન્ય ગુણો તો બાજુએ રહી, પણ ત્રણે જગતના સર્વ જીવોના શરીર કરતાં અત્યંત વિલક્ષણ, પરમ ઉત્તમ એવા આહત્યના સૂચક લક્ષણોથી સહિત અને સમસ્ત આપદાઓનો વિધ્વંસ કરનાર આપના સહજ નિર્મલ શરીરનું રૂપ કોને નથી આકર્ષતું? હે વિભો ! આપમાં સમાવિષ્ટ એવા પરમાત્મતત્ત્વને ભલે કોઈ ન પણ જાણતું હોય, તો પણ આપના સહજ નિર્મલ પરમ અદ્ભુતરૂપવાળા પરમ આશ્ચર્યમય દેહ ઉપર દૃષ્ટિ પડતાં જ કોનું અંતઃકરણ અદ્ભુત રસથી વાસિત થતું નથી ? પ્રિયંગુ વૃક્ષ સમાન નીલ વર્ણની સહજ નિર્મલ કાયાને ધારણ કરનાર છે સ્વામિનું ! આપને મારો સંપૂર્ણ નમસ્કાર થાઓ. સ્ફટિક રત્ન સમાન ઉજ્વલદેહને ધારણ કરનાર, દેવ!આપને મારી નમસ્કાર થાઓ. સુવર્ણસમાન દેહવાળા હે નાથ ! આપને મારો નમસ્કાર થાઓ. પધરાગ મણિ સમાન રક્ત (લાલ) શરીરને ધારણ કરનાર, સર્વ મનોરથોના પૂરક એવા પ્રભો ! આપને મારો નમસ્કાર થાઓ. અંજન (કાજળ) સમાન શ્યામ વર્ણના સહજ નિર્મલ શરીરવાળા હે પાપનાશક પ્રભો ! આપને મારો નમસ્કાર થાઓ. તેવા તેવા પ્રકારના વિચિત્ર નામકર્મના પ્રભાવથી ઉપર કહેલા તે તે વર્ણવાળા સર્વ તીર્થકરોને હું નમું છું. બીજાઓનાં શરીર તો વારંવાર જલ આદિથી સાફ કરવા છતાં પણ અલ્પકાળમાં જ મલિન થઈ જાય છે, જ્યારે તે સૌભાગ્યસિંધો ! આપનું શરીર તો કોઈ પણ જાતના પ્રક્ષાલન વિના જ સદા સહજ નિર્મલ છે. પ્રભો ! આપના નિસર્ગ નિર્મલ દેહને મારો ફરી ફરી નમસ્કાર હો. શ્રેષ્ઠ સુવર્ણ, શંખ, વિદ્રમ (પ્રવાલ), મરકત મણિ અને મેઘ સમાન વર્ણવાળા, 1. કેટલાક તીર્થકરીનાં શરીર નીલવર્ણનાં, કેટલાકનાં શ્વેત વર્ણનાં, કેટલાકનાં પીત વર્ણનાં, કેટલાંકનાં રક્ત વર્ણનાં અને કેટલાકનાં શ્યામ વર્ણનાં હોય છે. 2. સ્ફટિકને સૂર્યકાંત અથવા ચંદ્રકાંત મણિ પણ કહેવામાં આવે છે. 290 અરિહંતના અતિશયો
Page #204
--------------------------------------------------------------------------
________________ મોહરહિત અને સર્વ દેવતાઓથી પૂજિત એકસો સિત્તેર જિનેશ્વરોને હું વંદન કરું છું.' (1) આ. સહજ સુગંધિ શરીર હે જગતના અલંકાર પ્રભો ! જેના ઉપર દેવાંગનાઓનાં નેત્રો ભ્રમરની જેમ વિભ્રમ (વિલાસનૃત્ય) ધારણ કરે છે, તે આપના સહજ સુગંધિ શરીરને મારી નમસ્કાર હો. જેમ કલ્પવૃક્ષનાં પુષ્પોની માળાને વિશે ભ્રમરોની પંક્તિઓ આકૃષ્ટ થાય છે, તેમ વૈમાનિક દેવાંગનાઓનાં પણ નેત્ર જેઓના સહજ સુગંધિ પરમ સૌભાગ્યમય શરીર વિશે સંપૂર્ણ રીતે આકૃષ્ટ થાય છે, એવા આપને દેવ ! મારો નમસ્કાર થાઓ. બીજાઓનાં શરીર કસ્તૂરી, ચંદન આદિ સુગંધિ દ્રવ્યોથી વારંવાર વાસિત થવા છતાં પણ અલ્પકાળમાં જ સુગંધહીન થઈ જાય છે, જ્યારે હે પ્રભો ! આપનું શરીર તો સ્વભાવથી જ નિત્ય સુરભિ છે, સ્વભાવસુરભિ દેહવાળા આપને મારો સંપૂર્ણ નમસ્કાર થાઓ. હે સ્વામિનું ! વૈમાનિક દેવાંગનાઓનાં નેત્ર પણ આપને જોઈને ક્ષોભવાળાં થઈ જાય છે, તો પછી મર્યલોક અને પાતાલની લલનાઓનાં નેત્ર આપને જોતાં જ ક્ષોભવાળાં થાય એમાં આશ્ચર્ય જ શું છે ? આવી જાતની દેવાંગનાઓની દૃષ્ટિઓ પણ જેના આત્માના એક પ્રદેશમાં પણ વિકારની એક નાનકડી રેખા પણ ઉત્પન્ન ન કરી શકે, એવા સદા સર્વદા નિર્વિકાર, હે પ્રભો ! આપની નિર્વિકારતાનું મને શરણ હો. (1) ઇ. નિરોગી શરીર હે નાથ !* જેમાં રોગરૂપ સર્ષો પ્રવેશ પામતા નથી એવા નિરોગી દેહવાળા આપને મારી વંદના હો. ક્ષય આદિ રોગો સતત ભયના હેતુ હોવાથી અને દુ:ખે કરીને દૂર કરી શકાય એવી દારુણ વેદનાને ઉત્પન્ન કરનારા હોવાથી તેઓને શાસ્ત્રમાં સર્પની ઉપમા આપવામાં આવે છે. આવા સર્પો કેવળ અમૃતથી પ્રતિહત (પરાજિત) થઈ જાય છે. અહીં કવિઓ ઉàક્ષા કરે છે : | ‘દિવ્ય અમૃતરસના પાનથી જે પુષ્ટિ, હે નાથ ! આપના શરીરને પ્રાપ્ત થઈ છે, તેનાથી જાણે પ્રતિત થયા હોય તેમ રોગરૂપ સર્પોના સમૂહો આપના જે શરીરમાં પ્રવેશ પામતા 1. वरकणयसंखविहुममरगयघणसनिहं विगयमोहं / सत्तरिसयं जिणाणं, सव्वामरपूइअं वंदे / / - શ્રી તિજયપહાસ્તોત્ર, ગા. 11. 2. ગ્લો. 2. 3. अमररमणीयनयनक्षोभभणनाच्च मर्त्यपाताल-ललनालोचनक्षोभः एव भगवद्देह इति / - શ્રી વીતરાગ સ્તોત્ર ટીકા, પ્ર. 2. ગ્લા. . 4. ગ્લો. 3. અરિહંતના અતિશયો 292
Page #205
--------------------------------------------------------------------------
________________ નથી, તે અતિશય સંપન્ન દેહને મારી નમસ્કાર થાઓ.” સ્વભાવથી જ ભગવંતનું શરીર સર્વ રોગોથી રહિત હોય છે, અહીં સ્તુતિકારો ઉભેંક્ષા “હે ભગવંત ! બાલ્યાવસ્થામાં આપ માતાના દુધનું પાન કરતા નથી, પણ સુરેન્દ્રો આપના હાથના અંગૂઠામાં અમૃતરસનો સંચાર કરે છે અને આપ તેનું પાન કરો છો. તે અમૃતપાનથી થયેલ પુષ્ટિના કારણે જ જાણે પરાક્ષુખ થયા હોય એવા રોગરૂપ સર્પોના સમૂહો આપના શરીરને વિશે પેસતા નથી. (1) ઈ. પરસેવાથી રહિત શરીર ' હે નાથ ! બીજાઓનાં શરીર ગરમીના કારણે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, જ્યારે આપનું શરીર તો દર્પણમાં સંક્રાંત પ્રતિમા જેવું છે; જેમ દર્પણમાં રહેલ રૂપ પરસેવાથી વ્યાખ કદાપિ ન થાય, તેમ આપનું શરીર નિસર્ગથી જ પરસેવાથી રહિત છે. એવા આપના શરીરને મારી નમસ્કાર થાઓ. 2. દ્વિતીય સહજાતિશય : રક્તમાંસાતિશય 2. અ. ક્ષીરધારા સમાન રક્ત હે વીતરાગ ! આપના અન્વર્થ (યથાર્થ)નામથી જ સુવિદિત છે કે આપનું મન રાગરહિત છે. હે ભગવનું કેવળ આપનું મન જ રાગ-વિષયાસક્તિથી રહિત છે, એવું નથી, પણ આપના દેહમાં રહેલ રક્ત પણ રાગ-લાલરંગથી રહિત છે, દૂધની ધારા સમાન શ્વેત છે. હે દેવ ! આપ જ્યારે રાગના નિગ્રહમાં આગ્રહવાળા હતા ત્યારે આપનું રક્ત (રુધિર) અંદરથી આશ્ચર્યચકિત થયું અને તે રક્ત રાગ (પોતાની લાલાશ)નો ત્યાગ કર્યો ! 2. બ. અદુર્ગધી શુભ્ર માંસ હે સ્વામિન્ ! સર્વ જગતથી વિલક્ષણ અસામાન્ય અને લોકોત્તર એવા આપના રૂપ, ધ્યાન, જ્ઞાન, ત્રણ ગઢ, ત્રણ છત્ર, ચામર, ઇન્દ્રધ્વજ, ઇન્દ્રોનું પણ પગમાં પડવું વગેરે ગુણોની રાશિને સ્તવવા માટે આખું જગત પણ સ્તુતિકાર બની જાય તો પણ તે કેવી રીતે સ્તવી શકે ? નાથ ! બીજા ગુણોની તો વાત જ શી કરીએ ? પણ આપના દેહની ધાતુરૂપે રહેલ માંસ પણ જગતના સર્વ જીવોના માંસ કરતાં અત્યંત વિલક્ષણ છે. બીજાઓનું માંસ તો દુગંધવાળું, જાવું ન ગમે તેવું અને લાલ હોય છે, જ્યારે આપનું માંસ તો સર્વથા દુગંધ 1. 2. 3. ગ્લો. 4. ગ્લો, પ. બ્લો. 6. 292 અરિહંતના અતિશયો
Page #206
--------------------------------------------------------------------------
________________ વિનાનું, ઉત્તમ પ્રકારના પરિમલથી સમૃદ્ધ, અબીભત્સ જિોઈને જુગુપ્સા (નફરત) ન થાય તેવું અને સમુદ્રના ફીણ જેવું શુભ્ર (સફેદ) હોય છે. હે નાથ ! આપના શરીરની સર્વ ધાતુઓ પણ જગતનાં સર્વ જીવો કરતાં જુદી જ જાતની હોય છે, તો પછી આપની પ્રત્યેક બીજી વસ્તુ લોકોત્તર હોય એમાં આશ્ચર્ય જ શું છે ? 3. તૃતીય સહજાતિશય : નિઃશ્વાસસૌરભ સંપૂર્ણ જગત પણ જેના મહિમાને ન જાણી શકે એવા હે દેવ ! સકલ જગતમાં કોઈ સુરભિ (સુગંધી)માં સુરભિ વસ્તુ હોય તો તે આપનો નિશ્વાસ છે. તે નિઃશ્વાસની દિવ્ય સુગંધ ચારે દિશાઓમાં એટલી બધી ફેલાય છે કે ભમરાઓ જે જે પુષ્પો પર બેઠા હોય તે તે બધા જ પુષ્પોને છોડી છોડીને આપના નિઃશ્વાસની સુરભિતાને અનુસરે છે. જલમાં ઉત્પન્ન થતાં પુંડરીક આદિ કમળો અને ભૂમિ પર ઉત્પન્ન થતા તિલક, ચંપક, અશોક, કેતકી, બકુલ, માલતી આદિ પુષ્પોના સંપૂર્ણ સમૂહની સુગંધ કોઈ દિવ્ય શક્તિ વડે એકત્ર કરવામાં આવે તો પણ તે સ્વામિન્ ! તે સુગંધ આપની નિઃસ્વાસ-સુરભિતાની તુલના કેવી રીતે કરી શકે ! જગતમાં પરિમલના સાચા રસિક તો ભમરાઓ છે. તેઓ પણ જ્યારે બીજાં પુષ્પોને તજી તજીને આપના નિઃશ્વાસને અત્યંત આકુલતાથી અનુસરે છે, ત્યારે તે સ્વામિનું ! જગતમાં આપના નિઃશ્વાસ કરતાં ચડિયાતી સુગંધ કઈ હોઈ શકે ? ચતુર્થ સહજાતિશય : આહાર-વિહાર ચર્મચક્ષુવાળા માટે અદશ્ય જગતના સૌથી અદ્ભુત નિધાન, હે પરમાત્મનું! સર્વ ક્લેશોની પરંપરાનો સમૂળ નાશ થવાથી આપની અપુનર્ભવ સ્થિતિ (ફરીથી જન્મ ન લેવાપણું) તો ચમત્કારિક છે જ, કિન્તુ સર્વ લોકોને સાધારણ એવી આપની ભવસ્થિતિ પણ અલૌકિક આશ્ચર્યને કરનાર છે, કારણ કે જન્મથી માંડીને નિર્વાણ સુધી આપના આહાર અને નીહાર (મલ વિસર્જન) કોઈ પણ ચર્મચક્ષુવાળા વડે જોઈ શકાતા નથી. (ભગવંતના આહાર-નીહાર આંખથી દેખી શકાય નહીં, અવધિજ્ઞાની જોઈ શકે.) 1. 2. શ્લો. 7. ગ્લો. 8. અરિહંતના અતિશયો 293
Page #207
--------------------------------------------------------------------------
________________ પ્રકાશ૩ : કર્મક્ષય અતિશયસ્તવ અગિયાર કર્મક્ષયજ અતિશયો 1. સર્વાભિમુખ્યત્વ 2. યોજનપ્રમાણ સમવસરણ ભૂમિમાં કરોડો દેવ-મનુષ્ય-તિર્યંચોનો નિરાબાધ સમાવેશ 3. સ્વસ્વભાષાપરિણામમનોહર વચન 4. ૧૨પ યોજન સુધી રોગોની વિલીનતા 5. ઇતિઓના અનાવિર્ભાવ 6. વૈરાગ્નિનો પ્રથમ 7. મારીનો અસંભવ 8. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનું ન થવું. 9. સ્વરાષ્ટ્રમાં અને પરરાષ્ટ્રથી થતા ઉપદ્રવોનો અભાવ 10. દુભિક્ષ ક્ષય 11. ભામંડલ 294 અરિહંતના અતિશયો
Page #208
--------------------------------------------------------------------------
________________ અગિયાર કર્મક્ષયજ અતિશયો સર્વવિરતિના સ્વીકારની સાથે જ ભગવાન તીવ્રતમ તપને તપે છે. તે તપરૂપ પ્રચંડ પવનથી પ્રજ્વલિત થયેલ શુક્લ ધ્યાનરૂપ દાવાનલ ઘાતિકર્મ વનને સંપૂર્ણ રીતે બાળી નાખે છે. તે કર્મવનમાં રહેલ જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મવૃક્ષો ભસ્મસાત્ થઈ જાય છે. એ રીતે ઘાતિકર્મનો ક્ષય થતાં જ ભગવંતને અગિયાર અતિશયો ઉત્પન્ન થતા હોવાથી એ કર્મક્ષય અતિશયો કહેવાય છે. આ અતિશય ફકા તીર્થકરને જ હોય છે. શ્રી તીર્થકર ભગવંતના જ્ઞાન-દર્શન- ચારિત્રરૂપ મહાયોગનું જગતમાં સામ્રાજ્ય છે. તે સામ્રાજ્યના વિશ્વવિખ્યાત મહિમાના આ અતિશય સૂચક છે. કર્મક્ષયજ પ્રથમ અતિશયઃ સર્વાભિમુખ્યત્વ હે ઇન્દ્રોના નાથ ! શ્રી તીર્થકર નામકર્મના મહોદયથી આપે પરમ આન્ય (અરિહંતપણું) પ્રાપ્ત કરેલ છે. તે પરમ આઈજ્યના પ્રભાવથી આપ સૌને સદા સર્વ રીતે સંમુખ દેખાઓ છો. એ આપનો સર્વાભિમુખ્યત્વ નામનો પ્રથમ કર્મયજ અતિશય છે. એ અતિશયના કારણે આપ કોઈને પણ ક્યાંય પણ કદાપિ પરાભુખ હોતા નથી.' જેમ પિતા પોતાનાં સંતાનોને આનંદ પમાડે છે, તેમ હે જગત્યિતા ! આપ આપની સમીપમાં રહેલ કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોને આપના આ સર્વાભિમુખ્યત્વ અતિશયથી સર્વ પર સમદષ્ટિ ધારણ કરીને ચિરકાલીન આનંદ પમાડો છો. આ આપની મહાન યોગ સમૃદ્ધિ છે. કર્મક્ષયજ દ્વિતીય અતિશય યોજનપ્રમાણ સમવસરણભૂમિમાં કરોડો દેવ-મનુષ્ય-તિર્યંચોનો નિરાબાધ સમાવેશ હે દેવાધિદેવ ! ત્રણે ભુવનના અલંકાર સમાન એવા આપના દેવનિર્મિત એક યોજના પ્રમાણ સમવસરણ (ધર્મદેશના ભૂમિ)માં એકી સાથે કરોડો દેવ-મનુષ્ય તિર્યંચો નિજ નિજ પરિવાર સાથે કોઈ પણ જાતની પીડા વિના સમાઈ જાય છે. એ ખરેખર આપની મહાન યોગસમૃદ્ધિ છે. કર્મક્ષય તૃતીય અતિશય સ્વસ્વભાષા પરિણામમનોહર વચન હે વાણીના અધિપતિ ! સમવસરણમાં સમુપસ્થિત થયેલા દેવતાઓ, મનુષ્યો અને 1. તીર્થર દિ સર્વતઃ સમુHI Uવ, તુ પરાવ: વપI - વી. સ્તો. પ્ર. 3 શ્લો. 1 અવચૂરિ. 2. ગ્લો. 2. 3. ગ્લો. 3. 4. 1 યોજન = 4 ગાઉ. 5. ગ્લો. 3. અરિહંતના અતિશયો. 295
Page #209
--------------------------------------------------------------------------
________________ તિર્યંચોને આપનું વચન અર્ધમાગધી ભાષામય, પાંત્રીશ ગુણોથી સહિત અને એક જ સ્વરૂપવાળું હોવા છતાં તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓમાંની દરેક જાતિને પોતપોતાની ભાષામાં પરિણમે છે, એટલું જ નહીં કિન્તુ સાંભળનાર દરેક પ્રાણીનું હૃદય તે આકર્ષી લે છે. હે લોકોત્તર વચનના પ્રણેતા ! આપની એક જ સ્વરૂપવાળી વાણીને દેવો દૈવી વાણીમાં, મનુષ્યો માનુષી વાણીમાં, ભીલો તેઓની શાબરી વાણીમાં અને તિર્યંચો તિર્યંચ સંબંધી વાણીમાં સાંભળતાં સાંભળતાં પરમાનંદને પામે છે.' કર્મક્ષયજ ચતુર્થ અતિશય : 125 યોજન સુધી રોગોની વિલીનતા હે પરમાત્માનું! આ રીતે એક જ સ્વરૂપવાળું પાંત્રીશ ગુણોથી સહિત અને અર્ધમાગધી ભાષામય એવું આપનું અમોઘ વચન સમવસરણમાં એક યોજન સુધી સર્વત્ર ફેલાઈ જાય છે, એકી સાથે વિશ્વના પ્રત્યેક પ્રાણી માટે તેની પોતાની ભાષામાં પરિણત થાય છે અને તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓમાંના દરેકને એકી સાથે ધર્મનો અવબોધ કરે છે. આ આપની મહાન યોગસમૃદ્ધિ છે. આવી આપની મહાન વચનસમૃદ્ધિને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. હે મહામંગલસ્વરૂપ દેવાધિદેવ ! આપ જ્યાં જ્યાં વિચરો છો, ત્યાં ત્યાં સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં આપના વિહારની પૂર્વે ઉત્પન્ન થયેલા રોગરૂપ શ્યામ વાદળાંઓ આપના અપ્રતિબદ્ધ વિહારરૂપ પવનની પ્રચંડ લહરીઓ વડે સંપૂર્ણ રીતે તત્કાળ વિલયને પામે છે - વિખેરાઈ જાય છે. હે સર્વાતિશાયિ ભગવન્! વાયુની જેમ અપ્રતિબદ્ધ (સર્વત્ર અસ્મલિત અને અનાસક્ત) આપના વિહારથી છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલ બધા જ રોગો નાશ પામે છે અને છ મહિના સુધી નવા રોગો ઉત્પન્ન થતા નથી. કર્મક્ષયજ પંચમ અતિશય ઇતિઓનો અનાવિર્ભાવ હે વીતરાગ ! આપ જ્યાં જ્યાં વિચરો છો ત્યાં ત્યાં સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં 1. સેવા વ નર નારી, શવરાશાપ શવિરીમ્ | तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवद्गिरम् / / 2. ગ્લો. 4. 3. ગ્લો. 4. 4. પૂર્વ આદિ ચાર દિશાઓમાંની દરેક દિશામાં પચીસ પચીસ યોજન, ઉર્ધ્વ દિશામાં સાડા બાર યોજન અને અધોદિશામાં સાડા બાર યોજન, એમ કુલ સવાસો યોજન. 1 યોજન = ચાર કોશ. 5. ગ્લો. 5. 296 અરિહંતના અતિશયો
Page #210
--------------------------------------------------------------------------
________________ ઉંદરો, તીડો, પોપટો વગેરેના ધાન્ય ઉપરના ઉપદ્રવરૂપ ઇતીઓનો આવિર્ભાવ (પ્રગટભાવ) થતો નથી. જેમ ધર્મવાન રાજાનું રાજ્ય આવતાં જ અનીતિઓ તરત જ દૂર થઈ જાય છે, તેમ હે દેવ ! આપ જ્યાં જ્યાં વિચરતા હો ત્યાં ત્યાં ઇતીઓ તે જ ક્ષણે એકદમ નિરુદ્ધ થઈ જાય છે. હે પ્રભો ! આપની મહાન યોગસમૃદ્ધિનું આ મહાન વિલસિત છે. કર્મક્ષયજ ષષ્ઠ અતિશય વૈરાગ્નિનો પ્રથમ હે દેવ ! આપ જે જે ભૂમિતલને વિષે વિહાર કરો છો, તે તે સવાસો યોજન પ્રમાણ પ્રદેશમાં પ્રવર્તમાન વૈરરૂપ અગ્નિ આપની નિષ્કારણ કરુણારૂપ પુષ્પરાવર્ત મેઘની વર્ષોથી તત્કાલ શમી જાય છે. હે ભગવન્! પુષ્પરાવર્ત મેઘ સર્વ પ્રકારના મેઘોમાં સર્વ શ્રેષ્ઠ હોવા છતાં તે ફક્ત બાહ્ય આગને જ શમાવી શકે છે, જ્યારે સર્વ સત્ત્વોને વિશે સમાન અને જગતનાં સર્વ પ્રાણીઓ માટે પરમ સંજીવનીરૂપ એવી આપની નિષ્કારણ કરુણા બીજા કોઈ પણ સાધનથી ન શમે એવા ભવોભવ સુધી સદા પ્રજવલિત રહેનાર દુર્ધર, સ્ત્રીસંબંધી, ભૂમિસંબંધી વગેરે વૈરાનુબંધોને તત્કાલ પ્રશાંત કરે છે. તે સ્વામિનું! ત વૈરાનુબંધ ગ્રામ, નગર આદિની માલિકી અંગે, કૌટુંબિક કારણો વગેરે કોઈ પણ જાતના હેતુથી થયા હોય, તે વૈરાનુબંધો કૌરવ-પાંડવ વગેરેની જેમ કુલના ઉચ્છેદના નિમિત્ત થતા હોય, તો પણ આપના વિહાર માત્રથી તત્કાલ શમી જાય છે. કર્મક્ષયજ સપ્તમ અતિશય : મારીનો અસંભવ હે કરુણાસિંધો ! આપ જ્યાં વિચરતા હો તે પ્રદેશમાં સવાસો યોજન સુધીની ભૂમિમાં મારીઓ-રોગ આદિથી જનિત અકાલ મરણો થતાં નથી. તે નિષ્કારણ કરુણાવંત ભગવંત ! અશિવનું ઉચ્છેદન કરવામાં પટકસમાન આપનો સર્વાતિશાયી પ્રભાવ જે ભૂમિતલ ઉપર નિરંકુશ ફેલાતો હોય તે ભૂમિતલને વિશે જગતની નિષ્કારણ શત્રુરૂપ મારીઓ કેવી રીતે સંભવી શકે ? કર્મક્ષયજ અષ્ટમ અતિશય અતિવૃષ્ટિ કે અવૃષ્ટિનું ન થવું. હે વીતરાગ ! આપ જ્યારે વિહાર દ્વારા નિજચરણકમલ વડે ભૂમિને પવિત્ર કરતા હો ત્યારે સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં અતિવૃષ્ટિ-પાક આદિને નુકસાન કરનાર વધુ 1. શ્લો. 6. 2. ગ્લો. 7. 3. શ્લો. 8. અરિહંતના અતિશયો 297
Page #211
--------------------------------------------------------------------------
________________ પડતો વરસાદ, અકાળે વરસાદ, અનાવૃષ્ટિ-યોગ્યકાળે વરસાદનું ન વરસવું, અરિષ્ટવૃષ્ટિઅશુભસૂચક જીવક્તવરાદિનું આકાશમાંથી એકાએક પડવું વગેરે કદાપિ થતું નથી. હે દેવ ! ત્રણે જગતના પરમ ગુરુ, કામવર્ષા'-ભક્ત લોકોને જે ઇષ્ટ હોય તેને પુષ્પરાવર્ત મેઘની જેમ વરસાવનારા અને વિશ્વવત્સલ એવા આપ જગત ઉપર વિચરતા હો ત્યારે લોકને સંતાપ આપનાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કેવી રીતે થઈ શકે ? કર્મક્ષય નવમ અતિશય સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી થતા ઉપદ્રવોનો અભાવ હે સકલસંગલોના મૂલ આધાર, સ્વામિનું! આપ જ્યારે ભવ્ય જીવોના અનુગ્રહાર્થે પૃથ્વીતલ ઉપર વિહાર કરતા હો છો ત્યારે સવાસો યોજનપ્રમાણ ભૂમિમાં સ્વરાષ્ટ્રભય તથા, પરરાષ્ટ્રભય કેવી રીતે સંભવે ! હે પ્રભો ! આપ જ્યાં વિદ્યમાન હો, તે પ્રદેશમાં સ્વરાષ્ટ્રમાં આંતરવિગ્રહ, લોકોનાં ધન આદિનું અપહરણ વગેરે ઉપદ્રવો સંભવતા નથી, તેમજ પરરાષ્ટ્ર તે ભૂમિ પર આક્રમણ કરી શકતું નથી. હે દેવ ! આપના આગમન પૂર્વે પણ આવા કોઈ ઉપદ્રવો તે પ્રદેશમાં વિદ્યમાન હોય તો તે આપના આગમન માત્રથી જેમ મદોન્મત્ત હાથીઓ સિંહનાદથી પલાયન થઈ જાય, તેમ નાશ પામી જાય છે. તે સ્વામિનું! આપનો આ બધો મહિમા લોકોત્તમ યોગ સમૃદ્ધિનો છે. કર્મક્ષયજ દશમ અતિશય : દુર્મિક્ષ ક્ષય હે જગભૂજનીય ! આપ જે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યાં સવાસો યોજન પ્રમાણ ભૂમિમાં પૂર્વે ઉત્પન્ન થયેલ દુભિક્ષ (દુષ્કાળ)નો ક્ષય (નાશ) થાય છે અને નવો દુષ્કાળ થતો નથી. સર્વ અદભુત પ્રભાવોથી સમૃદ્ધ જંગમ કલ્પવૃક્ષરૂપ આપ જ્યાં વિચરતા હો ત્યાં આપના પ્રભાવથી દુષ્કાળનો ક્ષય થાય એમાં આશ્ચર્ય જ શું છે ? કલ્પવૃક્ષ તો સ્થાવર (એક સ્થાનમાં સ્થિર) હોય છે, તે ગમન-આગમન કરી શકે નહીં, જ્યારે સ્વામિનું ! આપ તો લોકહિત માટે ગમનાગમન કરો છો; તેથી આપ જંગમ કલ્પવૃક્ષ છો. કર્મક્ષયજ એકાદશ અતિશય : ભામંડલ “હે મુનિજનશિરોમણિ જિનદેવ ! આપના મસ્તકની પાછળ સૂર્યમંડલને પણ તેજમાં 1. વિશુદ્ધ સ્નેહન ધારણ કરનાર ભક્તજનોના મનઃસંકલ્પિત અર્થન આપવામાં કુશળ. 2. ગ્લો. 9. 3. ભાંગફોડ કરનારા લોકોની આગ આદિ દ્વારા ભય ફેલાવવાની પ્રવૃત્તિઓ આદિ સકલ ઉપદ્રવોનો સમાવેશ સ્વરાષ્ટ્રભયમાં થઈ જાય છે. 4, ગ્લો, 10. 5. ગ્લો, 11. 298 અરિહંતના અતિશયો
Page #212
--------------------------------------------------------------------------
________________ પરાજિત કરતું એવું ભામંડલ-પ્રકાશનું મંડલ (વર્તુળ) દેદીપ્યમાન છે. સ્વામિનું ! આ ભામંડલ એ આપનો ઘાતિકર્મક્ષય-સહચરિત અતિશય છે; છતાં તે જોતાં એવું લાગે છે કે આપનું અનંત તેજોમય, સકલજનનિરીક્ષણીય શરીર અતિ તેજના કારણે અદશ્ય ન થઈ જાય, તે માટે જ જાણે દેવતાઓએ તે રચ્યું ન હોય ! “હે યોગવરચક્રવર્તિ ! આ જે અગિયાર અતિશયો પૂર્વે વર્ણવ્યા તે આપના દર્શનજ્ઞાનચરણરૂપ રત્નત્રયના પરમ એકીભાવરૂપ યોગસામ્રાજ્યનો મહાન વિલાસ છે. હે દેવ ! આપની વિશુદ્ધ રત્નત્રયી જ સાચું સામ્રાજ્ય છે, કારણ કે તે ત્રણે ભુવનમાં સનાતન એવી સંપત્તિને ઉત્પન્ન કરનાર છે. તે સ્વામિન્ ! કોઈ પણ બુદ્ધિમાન પુરુષ આપના આ મહાન કર્મક્ષયજ અતિશયોને સ્વચક્ષુથી નીરખીને વિસ્મય પામ્યા વિના ન જ રહે. નાથ ! આપના આ અતિશયો કવળ હજાર બે હજાર માણસોને જ વિદિત હોય એવા નથી, એ તો ચરાચર વિશ્વમાં સુવિખ્યાત છે. હ દેવાધિદેવ ! આપે લોકોત્તમ ભવ્ય પુરુષાર્થ કરીને જે કર્મક્ષય કર્યો તેના પ્રભાવથી આ યોગમહાલક્ષ્મી આપને સ્વયંવરી છે. શ્રી વીતરાગ સ્તવ પ્રકાશ-૩ના શ્લોક-૧૩-૧૪-૧૫ અતિશયો વિશે નથી, છતાં સંપૂર્ણ પ્રકાશ-૩ તૂટે નહીં, એ અપેક્ષાએ મૂલ પાઠમાં સંગૃહીત કર્યા છે. એ શ્લોકોનો ભાવ નીચે મુજબ છે.” હે નિરુપમશક્તિ સંપન્ન સ્વામિનું ! કેવળ આપ જ અથવા આપથી અનુગ્રહીત (દેવાધિદેવની કૃપાને પામેલા) જનો જ જ્ઞાનાવરણીયાદિ કર્મવનને મૂળથી ઉખેડે છે, બીજાઓ કદાપિ નહીં. પૂર્વના અનેક જન્મોમાં પુષ્ટિને પામેલું કર્મવન આપ વિના મૂળમાંથી કોણ ઉખેડી શકે ? સર્વ સુંદર મોક્ષસાધનોનાં ધામ ! ભગવન્! સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ ઉપાયમાં (મોક્ષના હેતુમાં) આપ પવિત્ર ક્રિયાના વારંવાર આસેવન વડે તેવી લોકોત્તર રીતિથી પ્રવર્યા કે જેથી ઇચ્છા ન હોવા છતાં ઉપય-પરમપદની પરમ લક્ષ્મી-અરિહંત પદવીને આપ પામ્યા. મૈત્રીના પવિત્ર પાત્ર (આધાર), મુદિતા (પ્રમોદ)થી સિદ્ધ થયેલ પરમાનંદમાં વિરાજમાન, કૃપા (કરુણા) અને ઉપેક્ષા (માધ્યસ્થ)વડે જગતને પૂજનીય બનેલા આપયોગાત્મા (મૂર્તિમાન યોગ)ને મારી ત્રિકરણયોને નમસ્કાર હો. (યોગનું મૂર્તિમાન પરમ સ્વરૂપ સર્વ અતિશયોથી સંપન્ન શ્રી તીર્થકર ભગવાન જ છે.) 1. શ્લો. 12. અરિહંતના અતિશયો 299
Page #213
--------------------------------------------------------------------------
________________ પ્રકાશ-૪: દેવકૃતાતિશયસ્તવ દેવકૃત 19 અતિશયો 1. ધર્મચક્ર 2. સુરાસુરસંચારિત ઇન્દ્રધ્વજ 3. પાદવિન્યાસાર્થે સુવર્ણકમલ 4. ચતુર્મુખત્વ 5. ત્રણ ગઢ 6. કાંટાઓનું અધોમુખ થવું 7. કેશ, રોમ, નખ, દાઢી અને મૂછની સદા એક સરખી અવસ્થિતતા 8. પાંચ ઇન્દ્રિયોના વિષયોની પ્રતિકૂળતા ન થવી તથા સર્વ ઋતુઓની એકીસાથે સુફલદાયિતા 9. સુગંધી જલની વર્ષા 10. પંચવર્ણનાં પુષ્પોની રચના. 11. પક્ષીઓની પ્રદક્ષિણા 12. પવન દ્વારા પ્રતિકૂળ વહનનો ત્યાગ 13. માર્ગસ્થિત વૃક્ષોનું નમન 14. ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સેવા માટે સાથે જ હોવું. 15. અશોક વૃક્ષ (પ્રથમ પ્રાતિહાર્ય') 16. ચામર (ચતુર્થ પ્રાતિહાર્ય) 17. સિંહાસન (પંચમ પ્રાતિહાર્ય) 18. દુંદુભિ (સપ્તમ પ્રાતિહાર્ય) 19. ત્રણ છત્ર (અષ્ટમ પ્રાતિહાર્ય) 1. પ્રાતિહાર્યોનું વર્ણન પંચમ પ્રકાશમાં છે. 200 અરિહંતના અતિશયો
Page #214
--------------------------------------------------------------------------
________________ (1) દેવકૃત પ્રથમ અતિશય ધર્મચક્ર હે ધર્મવરચક્રવર્તિ ! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હો અથવા ભવ્યલોકના અનુગ્રહ માટે વિહાર કરતા હો ત્યારે આપની આગળ આકાશમાં ધર્મચક્ર દેદીપ્યમાન હોય છે. હું સ્વામિન્ ! એ ચક્ર અત્યંત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હોય છે અને એ ચક્રમાંથી ફેલાતું તેજ અંતરિક્ષમાં દશે દિશાઓને પ્રભાસિત કરે છે. હે દેવ ! જેમ પ્રલયકાલીન સૂર્યની સામે લોકો પોતાની આંખને એક ક્ષણ પણ સ્થિર ન કરી શકે તેમ મિથ્યાદૃષ્ટિવાળા લોકો આપના આ મહાન ધર્મચક્રાતિશયના તેજને જોઈ શકતા નથી. તે લોકાત્મન્ ! જે ધર્મચક્રથી મિથ્યાષ્ટિઓની આંખ અંજાઈ જાય છે, તે જ ધર્મચક્ર સમ્યગ્દષ્ટિ આત્માઓની ચક્ષુ માટે અમૃતનું અંજન બની જાય છે. તે ધર્મચક્ર ઉપર સમ્યગ્દષ્ટિ આત્માઓની દૃષ્ટિ પડતાં જ ત્યાં જ સ્થિર થઈ જાય છે અને દૃષ્ટિ વધુ ને વધુ નિર્મળ થવા લાગે છે. એ ચક્રના પ્રભાવથી કર્ણાધકારના પડલ વિખેરાઈ જાય છે અને આત્મા સ્વપ્રકાશથી અંદરથી વધુ ને વધુ પ્રકાશિત થાય છે. હે ધર્મતીર્થકર ! એ ધર્મચક્ર આપની તીર્થકર લમીના ભાલનું પ્રશસ્ત તિલક છે. હે દેવ ! આ ધર્મચક્રાદિ અતિશયો જન્મથી જ હોતા નથી, તેમ જ કર્મક્ષયના કારણે પણ નથી પણ આપના મહાન પ્રભાવથી ભક્તિથી સભર હૃદયવાળા થયેલ દેવતાઓથી વિરચિત હોય છે. દેવકૃત દ્વિતીય અતિશય સુરાસુરસંચારિત ઇન્દ્રધ્વજ હે સ્વામિનું ! આપના વિહારાદિમાં સદા સુરો અને અસુરો વડે સંચારિત એક હજાર યોજન ઊંચ ઇન્દ્રધ્વજ ચાલે છે. એ ઇન્દ્રધ્વજ મનોહર સુવર્ણના દંડ ઉપર આધારિત હોય છે, આકાશમાંથી ઉતરતી દેવગંગાના પ્રવાહ જેવો ઉજ્વલ હોય છે અને મણિઓની કિંકણીઓના સમૂહના મંજુલ ધ્વનિથી દશે દિશાઓને વાચાલ કરતો હોય છે. હે દેવ ! આપના આ ઇન્દ્રધ્વજને જોતાં સ્તુતિકારો ઉ–ક્ષા કરે છે કે આ ઇન્દ્રધ્વજ નથી, કિંતુ ઇન્દ્રધ્વજના મિષથી (બહાનાથી) ઇન્દ્ર ઊંચી કરેલી આ તર્જની આંગળી છે. એ ઊંચી આંગળી વડે ઇન્દ્ર લોકોને કહેવા ઇચ્છે છે કે, “આ જગતમાં ઇન્દ્રો પણ જેને અત્યંત ભક્તિપૂર્વક નમે છે, એવા આ અહંનું ભગવાન જ એક સ્વામી છે, બીજા કોઈ પણ સ્વામી નથી. એ ધ્વજરૂપ અંગુલી એક હજાર યોજન ઊંચી એટલા માટે છે કે બધા જ તેને જોઈ શકે. 1, 2. બ્લો. 1. ગ્લો. 2. અરિહંતના અતિશયો 202
Page #215
--------------------------------------------------------------------------
________________ દેવકૃત તૃતીય અતિશય પાદવિન્યાસર્થે સુવર્ણકમલ હે દેવાધિદેવ ! કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી આપના ચરણકમળ ભૂમિને સ્પર્શતા નથી. ભક્તિથી સભર હૃદયવાળા દેવતાઓ આપના નિમિત્તે નવ સુવર્ણકમળોની સતત ક્રમબદ્ધ રચના કરે છે. આવી સુવર્ણકમળની અદ્ભુત રચના જોઈને કવિઓ ઉ–ક્ષા કરે છે કે - “હે સ્વામિન્ ! એ સુવર્ણકમળો તે કેવળ સુવર્ણકમળો જ નથી, કિન્તુ એ સુવર્ણકમળના મિષથી દેવતાઓએ વેરેલી એ કમલનિલયા શ્રી લક્ષ્મી) છે. હે ભગવન્! ત્રણે ભુવનની લક્ષ્મીના નિવાસરૂપ આપના પાદચાસથી પથ્વી શ્રીવાળી (શોભાવાળી, લક્ષ્મીવાળી, સુસમૃદ્ધ થાય) જ છે.” દેવકૃત ચતુર્થ અતિશય ચતુર્મુખત્વ હે જગતના બાંધવ ! આપ જ્યારે ધર્મદેશના આપવા માટે સમવસરણમાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખ વિરાજમાન થાઓ છો ત્યારે અન્ય ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓ આપની પ્રતિકૃતિઓ વિરચે છે. અહીં કવિઓ કહે છે કે - હે નાથ ! દાન-શીલ-તપ-ભાવરૂપ ચતુર્વિધ ધર્મ પુરુષાર્થની એકી સાથે એક જ કાળમાં પ્રરૂપણા કરવા માટે જ જાણે આપ ચતુર્મુખ ન થયા હો !" દેવકૃત પંચમ અતિશય : ત્રણ પ્રકાર (ગઢ) હે જગતનાં શરણ્ય ! આપ જ્યારે ત્રણે ભુવનને રાગ-દ્વેષ-મોહરૂપ ત્રણે દોષાથી બચાવવા ધર્મ-દેશના દ્વારા પ્રવૃત્ત થાઓ છો ત્યારે વૈમાનિક જ્યોતિષી-ભવનપતિ પ્રકારના દેવતાઓ અનુક્રમે મણિ-સુવર્ણ-રતના ત્રણ પ્રાકાર રચે છે. અહીં કવિઓ કહે છે કે - ‘હે નાથ ! રાગ-દ્વેષ-મોહરૂપ ત્રણ શત્રુઓને આપના વિના કોઈ પણ ન જીતી શકે. અમે એમ માનીએ છીએ કે - આ ત્રણ અતિ બળવાન શત્રુઓથી ત્રણે જગત એકી સાથે બચાવવા માટે જ આ ત્રણ પ્રકારની રચના થઈ છે, કારણ કે ગઢથી જ સુંદર રક્ષણ થઈ શકે !' દેવકૃત ષષ્ઠ અતિશય કાંટાઓનું અધોમુખ થવું હે” સ્વામિન્ ! ભવ્ય સત્ત્વોને સંસારથી મુક્ત કરવા માટે આપ જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યારે સર્વ પ્રકારના કાંટાઓ અધોમુખ થઈ જાય છે, દુર્જનોનું મુખ પણ નીચું 1. શ્લો. 3. 2. ગ્લો, 4. 3. બ્લો. 5. 4. શ્લો. 6. 5. સંસ્કૃતમાં કંટક શબ્દ દુર્જનના અર્થમાં પણ વપરાય છે. 202 અરિહંતના અતિશયો
Page #216
--------------------------------------------------------------------------
________________ થઈ જાય છે. કાંટાની અને દુર્જનોની એ અધોમુખતા જાતાં એવું લાગે છે કે કપાયરૂપ કંટકથી રહિત આપનું મુખ જોતાં જ કાંટાઓ અને દુર્જના પોતાનું મુખ આપને બતાવી શકતા ન હોવાથી જાણે અધોમુખ ન થયા હોય અને પાતાલમાં ઉ. અદશ્ય થઈ જવા માગતા ન હોય ! હ દેવ ! આપ સર્વજ્ઞ હોવાથી દુર્જનોનાં સર્વ પાપાન સાક્ષાત માં છે. તેથી આપની આગળ આવતાં દુર્જનોને શરમ લાગે છે. તેથી જ જાણે તેનું મુખ નીચું થયું ન હોય ! હે નાથ ! પ્રખર તેજવાળા સૂર્યની સામે અંધકારના સમૂહ અથવા ઘુવડ, આદિ પક્ષીમાં કેવી રીતે આવી શકે ? દેવકૃત સપ્તમ અતિશય કેશ, રોમ, નખ, દાઢી અને મૂછની સદા એક સરખી અવસ્થિતતા હ' સર્વાતિશાયી મહિમાને ધારણ કરનાર સ્વામિનું ! એ સાચું છે કે આપના શાસનથી અન્ય બૌદ્ધાદિ શાસનના સ્થાપકો અસર્વજ્ઞ હોવાથી આપના જેવા કેવલજ્ઞાનાદિ આંતરિક યોગહિમા તો નથી જ પામી શક્યા, કિન્તુ આપના જેવી કેશાદિની સદા અવસ્થિતતારૂપ બાહ્ય યોગમહિમાને પણ પામી શક્યા નથી. હે દેવ ! આપ જ્યારથી સર્વ વિરતિ સામાયિકની મહાપ્રતિજ્ઞાનો ઉચ્ચાર (સ્વીકાર) કરો છો ત્યારથી જ આપના કેશ, રામ, નખ, દાઢી અને મૂછ સદા એ કસરખાં રહે છે. તે વધતાં પા થી ઘટતાં પણ નથી. હે દેવાધિદેવ ! આપની સર્વવિરતિની પ્રતિજ્ઞાના અવસરે ઇન્દ્રથી પ્રેરિત વજ વડે આપના નખાદિની ઉગમશક્તિ પ્રતિત થઈ જાય છે. તેથી તેઓ વૃદ્ધિ કે હાનિ પામતા નથી. હે નાથ ! કશ આદિન વ્યવસ્થિત રાખવા એ કર્મ ખરી રીતે ચાકરાનું છે, પણ ભક્તિવશ અતિ નમ્ર બનેલા ઇન્દ્ર એ કર્મનું આચરણ કરે છે. હે નાથ ! દેવતાઓ પણ જેન સ્વામી માને છે, એવા ઇન્દ્રો પણ આ રીતે અતિ વિનમ્ર દાસ ભાવને ધારણ કરી આપની મહાન ભક્તિ કરે, એનાથી વધુ અતિશયિતા આપની કઈ હોઈ શકે ? હે અહંનું ! બીજા શાસનના અધિપતિ તો કશ, રામ, નખ, દાઢી અને મૂછની વૃદ્ધિથી કર્થિત છે. આપના જેવો આ બાહ્ય યોગમહિમા પણ તેની પાસે નથી, તો પછી આપના જેવા આંતરિક યોગ મહિમાથી તેઓ દરિદ્ર હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ. હે સર્વાધિક પ્રભાવશાળી ભગવદ્ ! દેવતાઓના સ્વામી ઇદ્રો પણ આપના ચાર બની જાય, જ આપનો મહાન યોગમહિમા છે. 1, લા. 7. 2. આ રીત આ અતિશય ઇ-પ્રેરિત હોવાથી એની ગણના દેવકૃત અતિશયામાં થાય છે. અરિહંતના અતિશયો Pop
Page #217
--------------------------------------------------------------------------
________________ દેવકૃત અષ્ઠમ અતિશય અ. પાંચે ઇન્દ્રિયોના વિષયોની પ્રતિકૂલતા ન થવી. “હે વચનાતીત ચરિત્રવાળા સ્વામિન્ ! ત્રણે જગતના પરમગુરુ એવા આપ જ્યાં વિચરતા હો ત્યાં પાંચે ય ઇન્દ્રિયોના વિષયો પ્રતિકૂળ થતા જ નથી, એટલું જ નહીં, કિન્તુ અનુકૂળ જ થાય છે. હે સર્વોત્તમ કન્દ્રિય અને સર્વોત્તમ શબ્દવાળા સ્વામિનું ! આપ જે પ્રદેશમાં વિચરતા હો તે પ્રદેશમાં વેણુ, વીણા, મૃદંગ, મધુર ગીત વગેરેના શબ્દો તથા ‘જય પામો, જય પામો, ‘ઘણું જીવો ઘણું જીવો' વગેરે પ્રશસ્ત ઉચ્ચારો જ સંભળાય. તે બધા શબ્દો કર્ણ ઇન્દ્રિયને સુખકર જ હોય છે, પરંતુ રુદન વગેરેના કરુણ શબ્દો, ગધેડું, ઊંટ, ડી : વગેરેના કકરા શબ્દો, જે કર્ણ ઇન્દ્રિયન દુ:ખદાયક હોય, કદાપિ ન જ સંભળાય. હે સર્વોત્તમ ચક્ષુ ઈન્દ્રિય અને સર્વોત્તમ રૂપવાળા સ્વામિનું ! આપ જ્યાં વિચરતા હો ત્યાં સુંદર સ્ત્રીઓ, પુરુષ, રાજાઓ, દેવતાઓ, દેવવિમાના, ઉત્તમ ફળોથી સહિત ઉદ્યાનો, જલપૂર્ણ સરોવરો, સુંદર કમલખંડો વગેરે પ્રશસ્ત નયનેન્દ્રિયના વિષયો જ નયનપથમાં આવે, કિન્તુ મલિન શરીરવાળાં પ્રાણીઓ, રોગી, મૃત શરીરો નેત્રપથમાં કદાપિ આવતાં નથી. હે સર્વોત્તમ જિલ્લા ઇન્દ્રિય અને સર્વોત્તમ રસવાળા સ્વામિન્ ! આપ જે ભૂમિતલને વિહાર દ્વારા પવિત્ર કરતા હો છો તે ભૂમિતલને વિશે સાકર, ખજૂર, નાળિયેર, શેરડી, આંબા, નારંગી, કેળાં, દાડમ વગેરે વસ્તુઓ અતિમધુર રસમાં જ પરિણત થાય છે, કિન્તુ કડવા રસવાળી વનસ્પતિઓ વગેરે તે પ્રદેશમાં કદાપિ હોતી નથી. હે સર્વોત્તમ સ્પર્શથી સર્વાતિશાયી શરીરને ધારણ કરનાર સ્વામિનું ! આપ જે પ્રદેશમાં વિદ્યમાન હો તે પ્રદેશમાં અત્યંત મુલાયમ અને ઉત્તમ વસ્ત્રોથી સુશોભિત મનોહર સ્પર્શવાળાં સ્ત્રી પુરુષો વગેરે જ વિદ્યમાન હોય, કિન્તુ કઠિન સ્પર્શવાળાં પ્રાણીઓ, પથરાઓ વગેરે વિદ્યમાન ન હોય. હે સર્વોત્તમ ધ્રાણેન્દ્રિય, સર્વોત્તમ સુગંધી શરીર અને સર્વોત્તમ દિવ્ય સુગંધી શ્વાસોચ્છવાસને ધારણ કરનાર નાથ ! આપ જ્યાં વિચરતા હો ત્યાં કસ્તૂરી, ચંદન, પારિજાત, કમલ, ચંપક, બકુલ, માલતી વગેરેની સુગંધ જ હોય, પણ ફ્લેવર વગેરેની દુર્ગધ ન હોય. 1. લા૮. 2. કર્ણ ઈદિયનો વિષય શબ્દ છે, આંખ ઇંદ્રિયનો વિષય રૂપ છે, પ્રાણ ઇન્દ્રિયનો વિષય ગંધ છે તથા સ્પર્શન ઇંદ્રિયનો વિષય સ્પર્શ છે. 204 અરિહંતના અતિશયો
Page #218
--------------------------------------------------------------------------
________________ હે દેવ ! જેમ બૌદ્ધ, સાંખ્ય, શૈવ, મીમાંસક, ચાર્વાક વગેરે મતોના વાદિઓ આપની સમીપમાં આવતા જ પ્રતિહત પ્રતિભાવાળા થઈ જવાથી પ્રતિકૂળતાનો ત્યાગ કરે છે, તેમ પાંચ ઇન્દ્રિય-વિષયો આપની સમીપતામાં પ્રતિકૂળતાને તજીને અનુકૂળ થઈ જાય છે. દેવકૃત અષ્ટમ અતિશય બ. સર્વ ઋતુઓની એકીસાથે સુલદાયિતા હે વિશ્વના ઉપાસનીય ! આપનાં પવિત્ર ચરણકમળોના શરણે આવીને વસંત આદિ છયે ઋતુઓ એકી સાથે સમકાલ આપના ચરણ-યુગલની ઉપાસના-સેવના કરે છે. અહીં કવિઓ ઉ...ક્ષા કરે છે કે - “હે દેવ ! આ ઋતુઓ આપના ચરણકમળને ભક્તિથી નહીં પણ ભયથી સેવે છે.” તે ઋતુઓને એવો ભય છે કે - ‘અમોએ અનાદિ સંસાર કાલથી ભગવંતના નિષ્કારણ શત્રુ એવા કામદેવને સહાય કરી છે, તેથી જે નિર્દયતાથી ભગવંતે કામદેવનું પ્રમથન કરી નાખ્યું, તેવી જ નિર્દયતાથી અમારો પણ નિગ્રહ કરી લેશે !" હે સ્વામિન્ ! આ રીતે ભયભીત જાણે ન થયેલી હોય તેમ સર્વ ઋતુઓ પોતપોતાને સમુચિત એવાં પુષ્પો, ફળો વગેરેનાં ભેંટણાં નિજ હસ્તમાં લઈને આપની એકીસાથે સમકાલ ઉપાસના કરે છે. દેવકૃત નવમ અને દશમ અતિશય સુગંધી જલની વર્ષા અને પંચવર્ણનાં પુષ્પોની રચના હે જગતના પૂજ્ય ! દેવેન્દ્રોથી પરિપૂજિત એવા આપની તો દેવતાઓ પૂજા કરે છે છે, પણ સમવસરણની જે ભૂમિને ભાવિમાં આપનાં ચરણનો સ્પર્શ થવાના હોય, તે ભૂમિની પણ પૂજા કરે છે. તે ભૂમિમાં દેવતાઓ સુગંધિ ઉદક (જલ)ની વર્ષા કરે છે અને કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિવ્ય પુષ્પોના પ્રકરોથી-સમૂહોથી, સ્વસ્તિક, શ્રીવત્સ આદિની રચના કરીને તે ભૂમિની ભક્તિ કરે છે. હે જગતના પરમ પિતા ! જે જે સમવસરણ-ભૂમિ આપથી અધ્યાસિત આપના દેશનાકાલીન નિવાસથી પવિત્રિત હોય, તે તે સર્વ ભૂમિ તીર્થસ્વરૂપ છે, એમ માનીને દેવતાઓ તે ભૂમિની અર્ચના કરે, એમાં આશ્ચર્ય જ શું છે ? હ દેવાધિદેવ !ધર્મચક્ર આદિ જેમ આપના અતિશયો છે, તેમ આપના વિશે પરમ પરમ 1. વસંત આદિ ઋતુઓ તે તે પ્રકારના કામવિકારોનું ઉદ્દીપન કરે છે. 2. ગ્લો. 9. 3. શ્લો. 10. અરિહંતના અતિશયો 205
Page #219
--------------------------------------------------------------------------
________________ ભક્તિ એ દેવતા અતિશય કેમ ન હોઈ શકે ? હે દેવાધિદેવ ! જેમ જગતમાં સૌથી અતિશાયી ચડયાતા) આપ છો, તેમ જગતમાં સૌથી ચડિયાતી-સર્વાતિશાયિની કોઈની ભક્તિ હોય, તો ત દેવતાઓની હોય છે. દેવકૃત એકાદશ અતિશય : પક્ષીઓની પ્રદક્ષિણા હે જગપૂજ્ય ! દેવો, દાનવો અને માનવો તો આપને પ્રદક્ષિણા કરે જ છે. પણ મોર આદિ પક્ષીઓ પણ આપ જ્યારે વિહાર દ્વારા પૃથ્વીતલને પવિત્ર કરતા હો ત્યારે ઉપર આકાશમાં પ્રદક્ષિણા ફરે છે. હે દેવાધિદેવ ! તે પક્ષીઓ દક્ષિણાવર્સમાં પ્રદક્ષિણામાં ફરીને આપ માટે સર્વોત્તમ શકુનને સમુપસ્થિત કરે છે. અહીં કવિઓ અલંકારિક ભાષામાં કહે છે કે -- ‘તેઓ અલ્પજ્ઞાનવાળાં પક્ષીઓ હોવા છતાં પણ તેઓની આપને વિશે અનુકૂળ એવી દક્ષિણાવર્ત પ્રદક્ષિણાવૃત્તિ હોય છે. પણ દુર્લભ માનવજન્મ, સંપૂર્ણ ઇન્દ્રિયાદિ અને વિશાળ જ્ઞાનને પામવાના કારણે પક્ષીઓ કરતાં મહાન હોવા છતાં પણ જેઓ જગદ્ વત્સલ એવા આપને વિશે વામવૃત્તિ-પ્રતિકૂલ આચરણ ધારણ કરે તો તેઓની શી ગતિ થશે ? દેવકૃત દ્વાદશ અતિશય પવન દ્વારા પ્રતિકુલ વહનનો ત્યાગ હે નિર્મલ ન્યાયના પરમાધાર ! પાંચે ઇન્દ્રિયોને પુણ્યથી પામેલા એવા તિર્યંચો, મનુષ્ય અને દેવતાઓ આપની સમીપતામાં દુઃશીલ-પ્રતિકૂળ કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. કારણ કે એકેન્દ્રિય એવો પવન પણ આપની સમીપતામાં પ્રતિકૂળતા (પ્રતિકૂળ વહન)ના ત્યાગ કરે છે. હે દેવ ! આપ વિચરતા હો ત્યારે પવન આપની સામેથી ન વાય કિન્તુ પાછળથી જ વાય. હે ભગવન્! આપના પ્રભાવથી એકેન્દ્રિયો પણ વિનયને ધારણ કરનારા થઈ જાય છે, તો પછી પંચેન્દ્રિયો વિજ્યને ધારણ કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. દેવકૃત ત્રયોદશ અતિશય માર્ગસ્થિત તરુઓનું નમન હે જગતના શિરોમણિ ! વિવેકશીલ દેવતાઓ અને મનુષ્યો આપને નમે એમાં કોઈ વિશષતા નથી, પણ આપના વિહારના માર્ગમાં રહેલાં તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લોકોત્તમ માહાભ્યથી ચમત્કારને ન પામ્યા હોય તેમ મસ્તક વડે આપને નમે છે. તે 1. લા. 11, 2. કલા " . 3. H. 13. 206 અરિહંતના અતિશયો
Page #220
--------------------------------------------------------------------------
________________ સ્વામિનું ! આ નમન વડે તેઓનું મસ્તક કૃતાર્થ-સફળ છે, પણ મિથ્યામતિવાળા જે જીવો આપને નમતા નથી તેઓનું મસ્તક વ્યર્થ છે. દેવકૃત ચતુર્દશ અતિશય ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સેવા માટે સાથે જ હોવું. - ૧ણે સ્વામિન્ ! ઊર્ધ્વલોક, અધોલોક અને તિસ્કૃલોકમાં રહેલા ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ આપની ભક્તિપૂર્વક સેવા કરે છે. ઉત્કૃષ્ટથી એક કોડાકોડી-કરોડ ગુણ્યા કરોડની સંખ્યાવાળા દેવતાઓ આપની ઉપાસનામાં ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે. અહીં અર્થાન્તરન્યાસ અલંકાર વડે કવિઓ પ્રભુની સ્તુતિ કરે છે કે - હે સ્વામિન્ ! અગણિત પુણ્યપ્રચયથી પ્રાપ્ત થતા પ્રયોજનને વિશે મંદ બુદ્ધિવાળા જનો પણ ઉદાસીનપ્રયત્નશૂન્ય હોતા નથી. તો પછી વિવેકશીલ દેવતાઓ ક્યાંથી ઉદાસીન હોય ? આ રીતે અહીં દેવકૃત ચદ અતિશયોનું વર્ણન પૂરું થયું. શેષ પાંચ દેવકૃત અતિશયોનું વર્ણન અષ્ટ મહાપ્રાતિહાર્યના વર્ણનમાં કરવામાં આવેલ છે. તે શેષ દેવકૃત અતિશયો આ રીતે છે : 15. અશોક વૃક્ષ - પ્રથમ પ્રાતિહાર્ય 16. ચામર -- ચતુર્થ પ્રાતિહાર્ય 17. સિંહાસન - પંચમ પ્રાતિહાર્ય 18. દુંદુભિ - સપ્તમ પ્રાતિહાર્ય 19. છત્રત્રય - અષ્ટમ પ્રાતિહાર્ય બાકીના ત્રણ પ્રાતિહાર્ય પૂર્વે કરેલ વર્ણનમાં આવી જાય છે. 1. શ્લો. 14. 2. सुरकृतातिशयैकोनविंशतिमध्ये चतुर्दश व्याख्याय शेषाः पञ्चप्रातिहार्यान्तभूति अतस्तान्येवाहुः / - વી. સ્તો. પ્ર. 5, શ્લો. 1 અવસૂરિ અરિહંતના અતિશયો 207
Page #221
--------------------------------------------------------------------------
________________ પ્રકાશ-૫ પ્રાતિહાર્યસ્તવ અષ્ટ (8) મહાપ્રાતિહાર્ય પ્રથમ મહાપ્રાતિહાર્ય-અશોક વૃક્ષ દ્વિતીય મહાપ્રાતિહાર્ય-સુરપુષ્પવૃષ્ટિ તૃતીય મહાપ્રાતિહાર્ય-દિવ્યધ્વનિ ચતુર્થ મહાપ્રાતિહાર્ય-ચારશ્રેણી પંચમ મહાપ્રાતિહાર્ય-સિંહાસન ષષ્ઠ મહાપ્રાતિહાર્ય-ભામંડલ સપ્તમ મહાપ્રાતિહાર્ય-દુંદુભિ અષ્ટમ મહાપ્રાતિહાર્ય-છત્રત્રયી પ્રથમ મહાપ્રાતિહાર્ય : અશોક વૃક્ષ | "હે દેવાધિદેવ ! આપની મહાપૂજા માટે દેવતાઓ અષ્ટ મહાપ્રાતિહાર્યની રચના કરે છે. તેમાં અશોક વૃક્ષ સર્વ પ્રથમ છે. જેમ જંબુદ્વીપની વચ્ચે જંબૂ મહાવૃક્ષ છે, તેમ સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષ હોય છે. હે નાથ ! સર્વ જીવોને અભય આપનાર આપના સમવસરણમાં આપની ઊંચાઈ કરતાં તે અશોક વૃક્ષ બાર ગણો ઊંચો હોય છે. તે પરિમંડલકારે સંપૂર્ણ સમવસરણ ઉપર એક યોજન સુધી વિસ્તરેલો હોય છે. હે સ્વામિનું ! આપની સમવસૃતિ- સમવસરણરૂપ મહાલક્ષ્મીના મસ્તકે તે મહાન સુંદર છત્રની જેમ શોભે છે. વ્યંતર દેવતાઓ આપની મહાભક્તિ નિમિત્તે પ્રથમ મહાપ્રાતિહાર્યરૂપે તેની રચના કરે છે. જગતના સર્વ સત્ત્વના શોકને દૂર કરનાર છે સ્વામિનું! આપના મહાપ્રભાવથી દેવતાઓ વડે વિરચિત અશોક મહાવૃક્ષ પરમ આનંદને પામી રહેલ છે. એ અશોક વૃક્ષ એ વિચારથી પ્રમોદ પામી રહેલ છે કે - ‘કષાયરૂપ દાવાનલથી પરિતપ્ત અને જેનો પાર અતિકષ્ટ કરીને પામી શકાય એવી સંસાર અટવીમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરી કરીને બહુ જ થાકી ગયેલા ભવ્ય જીવો માટે આ ભગવાન જ મહાવિશ્રામ આપનાર મહાવિશ્રામ વૃક્ષ છે. તેથી હું તો અત્યંત ભાગ્યશાળી છું કે આ વિશ્રામ વૃક્ષરૂપ ભગવંતનો પણ વિશ્રામ વૃક્ષ હું છું, કારણ કે આ 1. શ્લો, 1. 208 અરિહંતના અતિશયો
Page #222
--------------------------------------------------------------------------
________________ ભગવાન પણ પોતાના સર્વ ભક્તજનો સાથે મારી છાયામાં વિશ્રાંતિને પામે છે ! આથી અધિક સૌભાગ્ય જગતમાં બીજું કયું હોઈ શકે ? સર્વ જગતના મસ્તકે રહેલ ભગવાનના પણ મસ્તકે હું છું.” હે સ્વામિન્ ! આ અશોક વૃક્ષના પ્રમોદનાં ચિહ્નો અમે જયાં અને તેથી જ ઉપરનું અનુમાન કર્યું છે. ગીત, નૃત્ય અને અનુરાગનું પ્રગટીકરણ એ પ્રમોદનાં ચિહ્નો છે. તે સર્વ ચિહ્નો અમે આ અશક વૃક્ષમાં સ્પષ્ટ જોઈએ છીએ. તે આ રીતે - “હે દેવ ! અશોક વૃક્ષનાં પુષ્પોની સુગંધથી લુબ્ધ થઈને મસ્તીમાં ભમતા આ ભમરાઓનો જે ઝંકાર નાદ છે, તે વડે તે આપના ગુણોનું આનંદથી ગાન કરી રહેલ છે. હે નાથ ! આ મૃદુ પવનની લહરીઓથી ચંચલ થયેલાં પાંદડાંઓ વડે તે નૃત્ય કરી રહેલ છે. હે પ્રભો ! તે રક્ત-લાલ વર્ણવાળો એટલા માટે છે કે - ત્રણે જગતના ભવ્ય જીવોના મનમાં રહેલ આપના પ્રત્યેના પ્રશસ્ત રાગની સંજીવની રૂપે રહેલા આપના ગુણોમાં તેને બહુ જ રાગ છે. ત્રણે જગતમાં સર્વથી ઉપર રહેલ આપ ભગવંતની પણ ઉપર જેને રહેવાનું મળ્યું તે પ્રમોદથી મસ્ત કેમ ન હોય ?' દ્વિતીય મહાપ્રાતિહાર્ય : સુરપુષ્પવૃષ્ટિ ત્રણે ભુવનના સર્વ પુષ્પો વડે પૂજનીય હે પ્રભો ! આપની સમવસરણ ભૂમિમાં સુમનસો- દેવતાઓ સુમનસો-પુષ્પોની મહાવૃષ્ટિ કરીને આપની મહાન પૂજા-ભક્તિ કરે છે. નાથ ! એક યોજન સુધીની સંપૂર્ણ સમવસરણ ભૂમિમાં દેવતાઓનું જાનુ (ઢીંચણ) પ્રમાણ પુષ્પ પ્રકર વેરે છે. દેવાધિદેવ ! તે દેવતાઓ આપના ભક્તજનોની પણ કેટલી બધી કાળજી રાખે છે. ભક્તજનોના કોમળ પગને પુષ્પના દીઠનો કઠણ ભાગ ન અડે એટલા માટે બધાં જ પુષ્પોના દાંઠ નીચે અને મુખ-વિકસિત કોમળભાગ ઉપર હોય છે અને તે સ્વામિન્! આપનો પણ કેવો મહાન અતિશય પ્રભાવ કે કરોડો લોકો તે પુષ્પો ઉપરથી સ્વચ્છંદ રીતે સંચરવા છતાં એક પણ પુષ્પને અલ્પ પણ કિલામણા-પીડા ન જ થાય. ત્રણે જગતને સંપૂર્ણ અભયદાન આપવા માટે સદા કટિબદ્ધ એવા આપની હાજરીમાં કોઈ પણ જીવને કિલામણા-પીડા થાય જ કેવી રીતે ? નાથ ! તે ભવ્ય જીવો ધન્ય છું કે જેઓએ સમવસરણમાં વિરાજમાન, ધર્મદેશના વડે સમગ્ર જગતનું કલ્યાણ કરતા, દેવેન્દ્રો વડે પૂજાતા, ગુણધરાદિ વડે નમસ્કાર કરાતા અને મૃગલાં જેવાં નિર્દોષ 1. i. 2. 2. “સુમનસ્' શબ્દના સંસ્કૃત ભાષામાં બે અર્થ છે : દેવતા અને પુખ. અરહંતના અતિશયો
Page #223
--------------------------------------------------------------------------
________________ પ્રાણીઓ વડે એકીટશે જોવાતા આપને સગી આંખે નીહાળ્યા હોય ! નાથ ! દેવતાઓ ભલે આવી કલ્યાણી ભક્તિ કરે, પણ એ બધુ પ્રભાવ તો આપનો જ ને ? એક યોજના સુધી વ્યવસ્થિત રીતે સ્વસ્તિક, શ્રીવત્સાદિ અનેક વિરચનાઓમાં વરસેલાં તે સર્વ પુષ્પો પણ ધન્ય છે કે જેને આપના ભક્તોનાં ચરણોનો સ્પર્શ મળ્યો ! તૃતીય મહાપ્રાતિહાર્ય : દિવ્યધ્વનિ | "હે સર્વાતિશાયિ વચનના સ્વામિન્ ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજનોના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યજનોના કલ્યાણ માટે આપ ધર્મદેશના આપો છો, ત્યારે ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાઓ તે વાણીને સર્વ દિશામાં એક યોજન સુધી વિસ્તાર છે. એથી જ એ ધ્વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્યધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે. ક્ષીરાસવી, સર્પિવાસવી, મધ્વાસવી અને અમૃતસવીર મુનિ ભગવંતોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડે જ્યારે આપ ધર્મદેશના આપો છો, ત્યારે માધુર્યરસના સ્વયંભૂરમણ સમુદ્ર સમાન આપના ધ્વનિને અપૂર્વ આનંદથી સંવ્યાપ્ત મન વડે દેવગણો તો સાંભળે જ છે, કિન્તુ અનુપમ, સહજ, પરમસુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અઈનિમીલિત થયાં છે, એવાં મૃગલાંઓ પણ તીવ્ર સ્પૃહાથી સાંભળે છે. સર્વ જીવોના વચનથી અનંતગુણ ઉપાદેયતાવાળા વચનના સ્વામિનું ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે, ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં અલિખિત હોય તેવાં અતિસ્થિર થઈ જાય છે. હે નાથ ! આપનો તે લોકોત્તમ ધ્વનિ માલવકેશિકી (માલકોશ) પ્રમુખ ગ્રામરાગો વડે પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં “પૃ: પીત: ‘તે ધ્વનિનું મૃગલાંઓ વડ પાન કરાયું', એવું એટલા માટે કહે છે કે મૃગલાંઓ ધ્વનિ-પ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરાગોના સર્વસ્વને જાણનાર હે કલાનાથ ! આપ માલવકેશિકી રાગમાં ધર્મદેશના એટલા માટે આપો છો કે તે વૈરાગ્યરસને વ્યક્ત કરવા માટે અતિસરસ હોય છે.' 1. બ્લો. 3. 2. વાણીની આ ચાર મહાન લબ્ધિઓ છે. લબ્ધિવાળા મહાત્માઓની વાણી જાણે ક્ષીર, ધૃત, મધુ કે અમૃતને ન ઝરતી હોય, તેવી અતિ મધુર હોય છે. 3. માનવી વૈરાત્રિશ્નો તો વિશેષ: .. - વી. સો. પ્ર. 5. શ્લો. 3 અવસૂરિ 220 અરિહંતના અતિશયો
Page #224
--------------------------------------------------------------------------
________________ ચતુર્થ મહાપ્રાતિહાર્ય : ચામરશ્રેણિ “હે ભગવન્! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હો અથવા પૃથ્વીતલને વિહાર વડે પાવન કરતા હો ત્યારે સુરો અને અસુરો વડે ચામરોની શ્રેણિથી નિરંતર વીંઝાઓ છો. હે સ્વામિનું ! શરદ ઋતુના ચન્દ્રમાનાં કિરણોના સમૂહ જેવા ઉજ્વલ એવાં તે ચામરો બહુ જ સુંદર રીતે શોભે છે. આ દૃશ્ય જોતાં જ એવું લાગે છે કે જાણો ચામરોરૂપ સોની શ્રેણી આપના મુખકમલની પરિચય-સમુપાસનામાં પરાયણ તત્પર ન હોય ! હે દેવાધિદેવ ! આપના મુખને કવિઓ કમલની ઉપમા એટલા માટે આપે છે કે આપનું મુખકમલ કંઠરૂપ નાલથી સહિત છે, લાલિત્યથી પરિપૂર્ણ એવા અધર (ઠ) રૂપ દલોથી શોભે છે, દંતપંક્તિનાં કિરણ રૂપ કેસરાની શ્રેણિથી વિરાજિત છે, તિલ આદિ શુભ ચિહ્નરૂપ ભ્રમરો વડે પરિચુંબિત છે, સ્વભાવથી જ સુગંધી છે અને કેવલ્યરૂપ લક્ષ્મીનું નિવાસસ્થાન છે. પંચમ મહાપ્રાતિહાર્ય : સિંહાસન મદોન્મત્ત વાદીરૂપ હાથીઓની સામે સિંહસમાન હ સ્વામિન્ ! આપ જ્યારે દિવ્ય સિંહાસન ઉપર આરૂઢ થઈને ભવના વૈરાગ્યને અને પરમપદના અનુરાગને ઉત્પન્ન કરનારી ધર્મદશના આપતા હો છો ત્યારે વિશુદ્ધ તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ મધા-બુદ્ધિવાળા દેવતાઓ અને મનુષ્ય શ્રવણ કરવા સમુપસ્થિત થાય છે. તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કિન્તુ બુદ્ધિવિહીન પશુઓ પણ તે દેશનાને સાંભળવા માટે અને જાણે મૃગેન્દ્રાસન (સિહાસન) ઉપર વિરાજમાન પોતાના સ્વામી મૃગેન્દ્ર સિંહ) સમાન આપની ઉપાસનામાં સમુપસ્થિત થાય છે, એ જ મહાન આશ્ચર્ય છે અને એ જ આપનો મહાન પ્રભાવ છે. ષષ્ઠ મહાપ્રાતિહાર્ય : ભામંડલ નિરુપમ લાવણ્યજલના મહાસાગર, હે સ્વામિન્ ! ભામંડલથી સહિત એવા આપ દર્શન માત્રથી જ ત્રણે ભુવનનાં જનોને, વાણીને અગોચર અને કેવળ અનુભવથી જ ગમ્ય એવા પરમાનંદને આપો છો. નાથ ! જેમ ચંદ્રમાં પ્રતિક્ષણ સમુલ્લાસને પામતી જ્યોત્સાલહરીઓ વડે જ્યોન્ના જ જેમનું જીવન છે એવાં ચકોર પક્ષીઓને આનંદ આપે છે, તેમ ભામંડલથી પરિવૃત અને લાવણ્યના મહાસાગર રૂપ આપ ભવ્ય જીવોને પરમ આનંદ આપો છો. સપ્તમ મહાપ્રાતિહાર્ય : દુંદુભિ “હે વિશ્વવિધ્વંશ ! આપના આગળના ભાગમાં આકાશમાં દેવતાઓના હસ્તતલથી તાડિત- વગાડાતાં એવાં દુંદુભિ વાજિંત્રો પોતાના નાદવડે સમસ્ત અંતરાલ (આકાશ 1. 3. બ્લો. 4. શ્લો. ક. 2. ગ્લા. 5. 4. લો, 7. અરિહંતના અતિશયો 222
Page #225
--------------------------------------------------------------------------
________________ ભાગ)ને પ્રતિધ્વનિત કરે છે. તે દુંદુભિ કહે છે કે - વિશ્વમાં આપના શાસનનું ઉદ્વહન કરતા ગણધર ભગવંત આદિ આખ મહાપુરુષોને વિશે પણ આપનું જ પરિપૂર્ણ સામ્રાજ્ય છે, આપ જ ધર્મના ચક્રવર્તી છો. નાથ ! તે દુંદુભિનાદ સાંભળતાં જ તે આર્તાને અમંદ એવા આનંદનો અનુભવ થાય છે. હે દેવાધિદેવ ! દુંદુભિનાદ વિના સર્વલોકને એકી સાથે કેવી રીતે ખબર આપી શકાય કે “સૌના મનોરથને પરિપૂર્ણ કરનાર જગતના સ્વામી પધારી રહ્યા છે.” અષ્ટમ મહાપ્રાતિહાર્ય : છત્રત્રયી ૧લોકપુરુષરૂપ મહારાજાના મુગટમણિ હે દેવાધિદેવ ! આપના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે. એક છત્ર ઉપર બીજું અને બીજા ઉપર ત્રીજું, એમ ઉપર ઉપર રહેલ આ ત્રણ છત્ર આપની જ પુણ્યસંપત્તિના પ્રવર્ધમાન પ્રકર્ષ સમાન છે. તે ત્રણ છત્ર બતાવે છે કે આપની અંદર જ ત્રણે ભુવનની પ્રભુતાનો પ્રકર્ષ સમાવિષ્ટ છે. હે દેવાધિદેવ ! આપની મહાપુણ્યસંપત્તિનો ક્રમ આ રીતે છે. પ્રથમ સમ્યક્ત પ્રતિપત્તિ, તે પછી દેશવિરતિ અને તે પછી સર્વવિરતિ અને તે પછી વાસ સ્થાનકની આરાધના વડે શ્રી તીર્થકર નામકર્મની નિકાચના અથવા છેલ્લા જન્મમાં પ્રથમ સર્વવિરતિ તે પછી ક્ષેપક શ્રેણી, તેથી શુક્લ ધ્યાન, તેથી ઘાતિકર્મનો ક્ષય, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તે પછી તીર્થકર લક્ષ્મીનો ઉપભોગ અને તે પછી સનાતન પદની પ્રાપ્તિ. હે કેવલ્યલક્ષ્મીથી સહિત અલૌકિક આશ્ચર્યને ઉત્પન્ન કરનારી આપની અશોક વૃક્ષ આદિરૂપ મહાપ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને કોણ આશ્ચર્ય પામતું નથી ? હે નાથ ! સમ્યગ્દષ્ટિ આત્મા તો એ જોતાં જ આશ્ચર્યથી ચકિત થઈને પરમાનંદને પામે છે, કિન્તુ મિથ્યાષ્ટિ જીવો પણ પરમ આશ્ચર્યને પામે છે. હે જગતના સ્વામી ! મિથ્યાષ્ટિ જીવો અજ્ઞાની હોવાથી આપના વીતરાગાદિ ગુણોરૂપ વાસ્તવિક રહસ્યને જાણતા નથી તો પણ સર્વભવનમાં અભુત એવા મહાપ્રાતિહાર્યોના દર્શનથી અત્યંત વિસ્મયવાળા અને અલૌકિક આનંદામૃતનું પાન થવાથી ઉપશાંત થયું છે મિથ્યાત્વરૂપ વિષ જેઓનું એવા તેઓ બોધિસમ્યગ્દર્શનને અભિમુખ થાય છે. હે દેવ ! આ જ આપની સર્વોપકારિતા છે. હે સ્વામિન્ ! આ મહાપ્રાતિહાર્ય લક્ષ્મી સૌને પ્રત્યક્ષ હોય છે, જેઓ આ લક્ષ્મી જોઈને અત્યંત વિસ્મયવાળા થાય છે, તેઓ જ સર્વ છમસ્યોને અપ્રત્યક્ષ એવી કેવલજ્ઞાનાદિ ગુણસંપત્તિરૂપ મહાલક્ષ્મીને ભાવિમાં વરનારા થાય છે. આ બધા જ મહાપ્રાતિહાર્યા પણ ભગવંતના અતિશય જ છે. કેવળ ચોત્રીશ જ અતિશયો છે એવું નથી, ભગવંતના અતિશયો તો અનંત છે. ચોત્રીશની સંખ્યા તો બાળજીવોના અવબોધ માટે પ્રરૂપાય છે. 1. લા. 8. 2. ગ્લા. 9. 3. વી. સ્તો. પ્ર. 5 શ્લો. 9 અવચૂરિ. 222 અરિહંતના અતિશયો
Page #226
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૫ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગશાસ્ત્ર (स्वो५२ टी सहित) યોગશાસ્ત્ર (अतिशयो) अथोत्पत्रकेवलज्ञानस्य तीर्थकृतोऽतिशयान् चतुर्विंशत्याऽऽभिराह देवस्तदा स भगवान् सर्वज्ञः सर्वदयनन्तगुणः / विहरत्यवनीवलयं सुरासुरनरोरगैः प्रणतः / / 24 / / वाग्ज्योत्स्नयाखिलान्यपि विबोधयति भव्यजन्तुकुमुदानि, उन्मूलयति क्षणतो मिथ्यात्वं द्रव्यभावगतम् / / 25 / / तत्रामग्रहमात्रादनादिसंसारसंभवं दुःखम् / भव्यात्मनामशेषं परिक्षयं याति सहसैव / / 26 / / अपि कोटिशतसंख्याः समुपासितुमागताः सुरनराद्याः / क्षेत्रे योजनमात्रे मान्ति तदाऽस्य प्रभावेण / / 27 / / त्रिदिवौकसो मनुष्यास्तिर्यञ्चोऽन्येऽप्यमुष्य बुध्यन्ते / निजनिजभाषानुगतं वचनं धर्मावबोधकरम् / / 28 / / आयोजनशतमुग्रा रोगाः शान्ति तत्प्रभावेण / उदयिनि शीतमरीचाविव तापरूज: क्षितेः परितः / / 29 / / मारीतिदुर्भिक्षातिवृष्ट्यनावृष्टिडमरवैराणि / न भवन्त्यस्मिन् विहरति सहस्ररश्मी तमांसीव / / 30 / / मार्तण्डमण्डलश्रीविडिम्बि भामंडलं विभोः परितः / आविर्भवत्यनुवपुः प्रकाशयत्सर्वतोऽपि दिश: / / 31 / / संचारयन्ति विकचान्यननुपादन्यासमाशु कमलानि / भगवति विहरति तस्मिन् कल्याणीभनायो दवाः / / 32 / / अनुकूलो वाति मरुत् प्रदक्षिणं यान्त्यमुष्य शकुनाश्च / 1. પ્રકાશ-૧૧, આર્યા 24 47 મૃલપાઠ અનુવાદ સહિત અહીં આપેલ છે. આ વર્ણન આર્યાવૃંદમાં હોવાથી બહુ જ ભાવવાહી અને ગેય છે. અરિહંતના અતિશયો 293
Page #227
--------------------------------------------------------------------------
________________ तरवोऽपि नमन्ति भवन्त्यधोमुखाः कण्टकाश्च तदा / / 33 / / आरक्तपल्लवोऽशोकपादपः स्मेरकुसुमगन्धाढ्यः / प्रकृतस्तुतिरिव मधुकर - विरुतैविलसत्युपरि तस्य / / 34 / / षडपि समकालमृतवो भगवन्तं तं तदोपतिष्ठन्ते / स्मरसाहाय्यककरणे प्रायश्चितं ग्रहीतुमिव / / 35 / / अस्य पुरस्तानिनदन् विजृम्भते दुन्दुभिर्नभसि तारम् / कुर्वाणो निर्वाणप्रयाणकल्याणमिव सद्यः / / 36 / / पञ्चापि चेन्द्रियार्थाः क्षणान्मनोज्ञीभवन्ति तदुपान्ते / को वा न गुणोत्कर्ष सविधे महतामवाप्नोति / / 37 / / अस्य नखा रोमाणि च वर्धिष्णून्यपि न हि प्रवर्धन्ते / भवशतसंचितकर्मच्छेदं दृष्ट्वेव भीतानि / / 38 / / शमयन्ति तदभ्यणे रजांसि गन्धजलवृष्टिभिर्देवाः / उनिद्रिकुसमवृष्टिभिरशेषत: सुरभयन्ति भुवम् / / 39 / / छत्रत्रयी पवित्रा विभोरुपरि भक्तितस्त्रिदशराजैः / गङ्गाश्रोतस्तितयीव धार्यते मण्डलीकृत्य / / 40 / / अयमेक एव नः प्रभुरित्याख्यातुं बिडौजसोन्नमितः / अङ्गलिदण्ड इवोच्चैश्चकास्ति रत्नध्वजस्तस्य / / 41 / / अस्यशरदिन्दुदीधितिचारुणि च चामराणि धूयन्ते / वदनारबिन्दसंपातिराजहंसभ्रमं दधति / / 42 / / प्राकारास्वय उच्चैविभान्ति समवसरणस्थितस्यास्य / कृतविग्रहाणि सम्यक् चारित्रज्ञानदर्शनानीव / / 43 / / चतुराशावर्तिजनान युगपदिवानुग्रहीतुकामस्य / चत्वारि भवन्ति मुख्यान्यङ्गानि च धर्ममुपदिशतः / / 44 / / अभिवन्द्यमानपादः सुरासुरनरोगौस्तदा भगवान् / सिंहारमा प्रतिष्ठति भारयानि पूर्वगिरिश्रृङ्गम् / / 45 / / तेज:पुजा : रस्य तदा / त्रैलोक्यचक्रवति भवति चक्रम् / / 46 / / भुवनपतिविमानपतिज्योति:पतिवानमन्तराः सविधे / तिष्ठन्ति समवसरणे जघन्यत: कोटिपरिमाणाः / / 47 / / स्पष्टाः / / 24-47 / / तीर्थकरकेलिनोतिशयस्वरूपमुक्तम् / 214 અરિહંતના અતિશયો
Page #228
--------------------------------------------------------------------------
________________ યોગશાસ્ત્ર (પ્રકાશ-૧૧ : અતિશયો) જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એવા ભગવાન તીર્થકરના ચોત્રીશ અતિશયો ચોવીશ (24 થી 47) આર્યા છંદ વડે કહે છે : તે વખતે સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતગુણનિધાન અને દેવો-અસુરો મનુષ્યો તથા નાગકુમાર દેવો વડે પ્રણામ કરાતા તે ભગવાન તીર્થકર દેવ પૃથ્વીમંડલ પર વિહાર કરે છે. 24. તે ભગવાન જિનચંદ્ર રાજ્યના વડે (વચનરૂપ ચાંદની વ) સર્વ ભવ્ય જીવોરૂપ કુમુદોને (ચંદ્ર વિકાસી કમળોને) વિકસિત કરે છે અને જેમ ચંદ્રમા ક્ષણવારમાં અંધકારનો નાશ કરે તેમ (ત ભગવાન જિનચંદ્ર) ક્ષણવારમાં દ્રવ્ય અને ભાવ મિથ્યાત્વનો સમૂલ નાશ કર છે. 25. તેમનું નામ લેવા માત્રથી ભવ્ય જીવોને અનાદિ સંસારમાં ઉત્પન્ન થયેલ સંસારમાં પ્રાપ્ત થયેલ પ્રવાહથી અનાદિ એવું) સઘળું ય દુઃખ તત્ક્ષણ જ એકદમ સંપૂર્ણ રીતે નાશ પામી જાય છે. 26. ભક્તિ નિમિત્તે આવેલા સેંકડો કરોડ દેવ-મનુષ્ય તિર્યંચો તે ભગવંતના પ્રભાવથી એક જ યોજનપ્રમાણ સમવસરણ ભૂમિમાં સુખપૂર્વક સમાઈ જાય છે. 27. તે ભગવંતના ધર્મબોધક વચનને દેવ-મનુષ્ય-તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજે છે. 28. ચંદ્રમાનો ઉદય થતાં જ જેમ પૃથ્વી પર ચારે બાજુ તપની પીડા શમી જાય છે, તેમ તે ભગવંતના પ્રભાવથી સાં યોજનમાં સર્વત્ર ઉગ્ર રોગો પણ શાંત થઈ જાય છે. 29. જેમ સૂર્ય હોય ત્યાં અંધકારનો સમૂહ ન હોય, તેમ ભગવંત વિચરતા હોય તે ક્ષેત્રમાં મારી, ઇતિ દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ સ્વપરીક્રય, વૈર વગેરે ઉપદ્રવો ન હોય. 30. | દિશાઓને સર્વ બાજુએથી પ્રકાશિત કરતું અને સૂર્યમંડલની શ્રીને જીતતું એવું ભામંડલ ભગવંતના શરીરની (મસ્તકની) પાછળ પ્રગટ થાય છે. 31. તે ભગવાન વિહાર કરતા હોય ત્યારે કલ્યાણી ભક્તિવાળા દેવતાઓ ભગવંતનાં પગલાં સોનાનાં વિકસિત કમળો ઉપર જ પડતાં રહે તે રીતે કમળોને ઝડપથી સંચારિત કરે છે. ૩ર. તે ભગવંત વિહાર કરતા હોય ત્યારે પવન અનુકૂલ વાય છે. આકાશમાં ગમનાગમન કરતાં પક્ષીઓ ભગવંતને પ્રદક્ષિણા કરીને પોતપોતાના માર્ગે ચાલ્યાં જાય છે. માર્ગની બન્ને અરિહંતના અતિશયો 225
Page #229
--------------------------------------------------------------------------
________________ બાજુનાં વૃક્ષો નમે છે અને માર્ગમાંના કાંટાઓ નીચી અણીવાળા થઈ જાય છે. 33. અત્યંત લાલકુંપળોવાળો વિકસિત પુષ્પોની સુગંધથી સમૃદ્ધ અને પોતાનાં પુષ્પો પર કીડા કરતા) ભમરાઓના ગુંજારવ વડે જાણે ભગવંતની સ્તુતિ ન કરતો હોય તેવો અશોક વૃક્ષ ભગવંત ઉપર શોભે છે. 34. ભગવંતના શત્રુ કામદેવને સહાય કરવાના અપરાધનું જાણે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવી હોય તેમ, તે વખતે ભગવંતની સમુપાસના કરવા માટે છએ ઋતુઓ એક જ કાળે ઉપસ્થિત થઈ છે. ૩પ. ભગવંતની આગળ આકાશમાં ઊંચેથી નિનાદ કરતો દુંદુભિ (પોતાના નિનાદ વડે) વિસ્તરી રહ્યો છે. જાણે ભગવંત સાર્થવાહના ભવ્ય જીવોના સાર્થના નિર્વાણપુરી તરફના તરત થનારા પ્રયાણની મંગલ ઉદ્યોષણ ન કરતો હોય ! 36. પાંચે ય ઇન્દ્રિયાર્થી ભગવંતની સમીપમાં ક્ષણવારમાં મનોજ્ઞ થઈ જાય છે, મોટાઓની સમીપમાં કોણ ગુણોત્કર્ષને પામતું નથી ? 37. વધવાના સ્વભાવવાળા નખ અને રોમ પણ (ભગવંતના) વધતા નથી, જાણે તેઓ (નખ અને રોમ) સેંકડો ભવોમાં સંચિત કરેલા કર્મનો ભગવંતે કરેલ છેદ જોઈને ભયભીત ન થઈ ગયા હોય ! 38. ભગવંતની સમીપમાં દેવતાઓ સુગંધી જલની વર્ષાઓ વડે રજ (ધૂળ)ને શાંત કરે છે અને ભૂમિને વિકસિત પુષ્પોની વૃષ્ટિઓ વડે સંપૂર્ણ રીતે સુગંધિત કરે છે. 39. ગંગા નદીના ત્રણ પ્રવાહોને મંડલાકાર બનાવી ભગવંત ઉપર ધારણ કર્યા હોય તેમ દેવેન્દ્રો પવિત્ર એવા ત્રણ છત્ર ભગવંત ઉપર ધારણ કરે છે.' 40. ‘આ એક જ અમારા સ્વામી છે', એમ કહેવા માટે દેવેન્દ્ર જાણે પોતાનો અંગુલી-દંડ (એક તર્જની) ઊંચો કર્યો ન હોય, તેમ ભગવંતની આગળ રધ્વજ શોભી રહ્યો છે. 41. ભગવંતની આગળ શારદાદાના ચંદ્રમાનાં કિરણ જેવા મનોહર ચામરો વીંઝાઈ રહ્યા છે, જાણે ભગવંતના મુખકમળની પર્પપાસનામાં રાજહંસો સમુપસ્થિત થયા ન હોય ! 42. સમવસરાના વિરાજમાન ભગવંતના ત્રણ ઊંચા મનોહર ગઢ, વિશષે કરીને શોભી રહ્યા છે, જાણે શરીરધારી (સાક્ષાતુ) સમ્ય-ચારિત્ર-જ્ઞાન-દર્શન ન હોય ! 43. ચારે દિશામાં રહેલા લોકો પર એકી સાથે અનુગ્રહ કરવાની જાણે કામનાવાળા 1. શંકરે પોતાના મસ્તક ઉપર ગંગા નદીનો એક જ પ્રવાહ ધારણ કર્યો હતો, જ્યારે આ ભગવંત જ ખરા શંકર સુખ કરનારા) છે. એ બતાવવા માટે દેવેન્દ્રોએ ભગવંત પર ત્રણ ગંગા પ્રવાહ ન ધાર ય હાય 226 અરિહંતના અંતિશયો
Page #230
--------------------------------------------------------------------------
________________ ભગવંત હોય, તેમ ધર્મને ઉપદેશતા ભગવંતનાં ચાર રૂપ થઈ ગયાં છે ! 44. તે વખતે સુર-અસુર-મનુષ્ય-નાગકુમારો વડે ભક્તિપૂર્વક વંદાઈ રહ્યા છે પદકમલ જેમના, એવા ભગવાન ઉદયાચલના શિખર પર સૂર્યની જેમ, સિંહાસન પર અધિષ્ઠિત થાય છે. ૪પ. તે વખતે સર્વ દિગ્વલયને પોતાના તેજની રાશિના વિસ્તાર વડે પ્રકાશિત કરતા એવા તે ભગવંતની આગળ શૈલોક્યચક્રવર્તિત્વના ચિહ્નરૂપ ધર્મચક્ર હોય છે. 46. ભગવંતની પાસે સમવસરણમાં જઘન્યથી એક કરોડ ભવનપતિ-વૈમાનિક-જ્યોતિષીવ્યંતર દેવતાઓ હોય છે. 47. અરિહંતના અતિશયો 227
Page #231
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-કા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર ગુજરાતી ભાષાંતર (34 અતિશયો) પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. (ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન). વિશ્લોપકારી શ્રી ઋષભદેવજી ગ્રામ, ખાણ, નગર, દ્રોણમુખ, કબૂટ, પાન, મંડબ, આશ્રમ અને ખેડાઓથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. વિહારસમયમાં પોતાની ચારે દિશાએ સવાસો યોજન સુધી લોકોના વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગતના જીવોને શાંતિ પમાડતા હતા. રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ ઉંદર, પોપટ વગેરે ધાન્યને ઉપદ્રવ કરનારા જીવોની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા. અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનું નૈમિત્તિક અને શાશ્વત વૈર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા. પ્રથમ સર્વ રીતે સ્વસ્થ કરનારી વ્યવહાર પ્રવૃત્તિથી જેમ લોકસમૂહને આનંદ પમાડ્યા હતો તેમ હાલ વિહારની પ્રવૃત્તિથી સર્વને આનંદ પમાડતા હતા. ઔષધ અજીર્ણ અને અતિ સુધાનો નાશ કરે તેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવનો નાશ કરતા હતા. અંતઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રનો ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા લોકો તેમનો આગમન ઉત્સવ કરતા હતા. માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે છે તેમ સંહારકારક ઘોર દુભિક્ષથી સર્વની રક્ષા કરતા હતા. આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લોકો સ્તુતિ કરતા હતા. જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને સૂર્યમંડળને 1. પર્વ 1-2, સર્ગ-૬, પૃ. 204-5. જે. સા. વિ. મંડળ, વિલે પારલે, મુંબઈના પુ. નં. ૧૨૩૯નો અહીં ઉપયોગ કરેલ છે. 228 અરિહંતના અતિશયો
Page #232
--------------------------------------------------------------------------
________________ જિતનારું ભામંડળ તેઓએ ધારણ કર્યું હતું. આગળ ચાલતા ચક્રથી જેમ ચક્રવર્તી શોભે તેમ આકાશમાં આગળ ચાતા અસાધારણ તેજવાળા ધર્મચક્રથી તેઓ શોભતા હતા. સર્વ કર્મનો જય કરવાથી ઊંચા જયસ્તંભ જેવ, નાની નાની હજારો ધજાઓથી યુક્ત એક ધર્મધ્વજ તેઓની આગળ ચાલતો હતો. જાણે તેમનું પ્રયાણોચિત કલ્યાણમંગળ કરતો હોય તેવો પોતાની મેળે જ નિર્ભર શબ્દ કરતો દિવ્ય દુંદુભિ તેમની આગળ વાગતો હતો. આકાશમાં રહેલા, પાદપીઠ સહિત અને જાણે પોતાનો યશ હોય એવા સ્ફો - ક નti સિંહાસનથી તેઓ શોભતા હતા. દેવતાઓએ સંચાર કરેલ સુવર્ણકમલ ઉપર રાજહંસની જેમ લીલા રાહિત તે ચરણન્યાસ કરતા હતા. જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવાને ઇચ્છતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષ્ણ કંટકોથી તેમનો પરિવાર આશ્લિષ્ટ થતો નહોતો. જાણે કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઇચ્છતી હોય તેમ છે ઋતુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી. ચોતરફ દૂરથી નીચા નમતા માર્ગનાં વૃક્ષો, જો કે તેઓ સંજ્ઞારહિત છે તો પણ જાણે તેમને નમસ્કાર કરતા હોય તેવા જણાતા હતા. મૃદુ, શીતલ અને અનુકૂળ પવન પંખાના વાયરાની જેમ તેમની નિરંતર સેવા કરતા હતા. સ્વામીથી પ્રતિકૂળ (વામ) વર્તનારાનું શુભ થાય નહીં એમ જાણે જાણતા હોય તેમ પક્ષીઓ નીચે ઊતરી સ્વામીને પ્રદક્ષિણા કરી જમણી બાજુએ ચાલ્યા જતા હતા. ચપળ તરંગોથી જેમ સાગર શોભે તેમ કરોડોની સંખ્યાવાળા અને વારંવાર ગમનાગમન કરતા સુર-અસુરોથી તેઓ શોભતા હતા. જાણે ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યો હોય તેમ આકાશમાં રહેલા ત્રણ છત્રથી તેઓ શોભતા હતા. જાણે ચંદ્રનાં જુદાં કરેલા કિરણોના કોશ હોય તેવા અથવા ગંગાના તરંગ જેવા શ્વેત ચામરો તેમની ઉપર દેવતાઓ વડે ઢોળાતા હતા. તપથી પ્રદીપ્ત થયેલા અને સોમ્ય એવા લાખો ઉત્તમ શ્રમણોથી તેઓ નક્ષત્રગણોથી ચંદ્રમાની જેમ વીંટાયેલા હતા. જેમ સૂર્ય દરેક સરોવરમાં કમલને પ્રબોધ (પ્રફુલ્લિત) કરે, તેમ એ મહાત્મા દરેક ગામ અને શહેરમાં ભવ્યજનોને પ્રતિબોધ કરતા હતા. આવી રીતે વિચરતા ભગવાન ઋષભદેવજી એકદા અષ્ટાપદ પર્વતે આવ્યા. અહિંતના અતિશયો 229
Page #233
--------------------------------------------------------------------------
________________ परिशिष्ट-७ શ્રી નેમિચંદ્રસૂરિ વિરચિત પ્રવચનસારોદ્ધાર साम्प्रतं 'अट्टमहापाडिहेराई' इति एकोनचत्वारिंशत्तमं द्वारमाह - कंकिल्लि कुसुमवुट्ठी, देवझुणि चामराऽऽसणाई च / भावलय भेरि छत्तं, जयंति जिणपाडिहेराइं / / 440 / / इदानीं चउत्तीसातिसयाणं ति चत्वारिंशत्तमं द्वारमाह - 1. रयरोयसेयरहिओ देहो 2. धवलाइं मंसरुहिराई। 3. आहारा नीहारा अदिस्सा 4. सुरहिणो सासा / / 441 / / जम्माउ इमे चउरो, एक्कारस कम्मखयभवा इण्डिं / 5. खेत्ते जोयणमेत्ते तिजयजणो माइ बहुओऽवि / / 442 / / 6. नियभासाए नरतिरिसुराण धम्मावबोहिया वाणी / 7. पुवभवा रोगा उवसमंति 8. न य हुंति वेराइं / / 443 / / 9. दुभिक्ख 10. डमर 11. दुम्मारी 12. ईई 13. अइबुट्ठि 14. अणभिवुट्ठीओ / 15. हुंति न जियबहुतरणी पसरइ भामंडलुज्जोओ / / 444 / / 16. सुररइया णिगुवीसा मणिमयसीहासणं सपयपीढं / 17. छत्तत्तय 18. इंदद्धय 19. सियचामर 20. धम्मचक्काइं / / 445 / / 21. सह जगगुरुणा गयणट्ठियाइं पंचवि इमाइं वियरंति / पाउब्भवइ असोओ 22. चिट्ठइ जत्थप्पहू तत्थ / / 446 // चउमुहमुत्तिचउक्कं 23. मणिकंचणताररइयसालतिगं / 24. नवकणयपंकयाई 25. अहोमुहा कंटया हुंति / / 447 / / 26. निच्चमवट्ठियमित्ता पहुणो चिट्ठन्ति केसरोमनहा / 1. આ ગ્રંથનું મૂળ અનુવાદ સાથે અહીં આપેલ છે. આ ગ્રંથ ઉપર શ્રી દેવભદ્રસૂરિશિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિકૃત તત્ત્વજ્ઞાનવિકાસિની નામની વિસ્તૃત ટીકા છે, તેનો બધો જ પદાર્થ પૂર્વે આપેલ છે. 220 અરિહંતના અતિશયો
Page #234
--------------------------------------------------------------------------
________________ ર૭. હૃતિકા પંચવિ મોરબી 28. હૃતિ છબિ રિડ 448. 29. गंधोदयस्स वुट्ठी રૂ. 3 સુના પંચવજ્ઞાન 31. दिति पयाहिण सउणा 32. पहुणो पवणोऽवि अणुकूलो / / 449 / / 33. पणमंति दुम्मा 34. वज्जंति दुंदुहिओ गहीरघोसाओ / चउतीसाइसया सव्वजिणिंदाण हुंति इमे / / 450 / / પ્રવચનસારોદ્ધાર આઠ જિન-પ્રાતિહાર્યો અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામરો, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને ત્રણ છત્ર - એ આઠ જિન-પ્રાતિહાર્યો જય પામે છે. પ્રવચનસારોદ્ધાર ગાથા-૪૪૦ : સર્વ જિનેશ્વર ભગવંતોના 34 અતિશયો પ્રવચનસારોદ્ધાર ગાથાઓ-૪૪૧ થી 450 :- 1. મેલ, રોગ અને પરસેવાથી રહિત શરીર 2. ધવલ માંસ અને રુધિર 3. આહાર-નીહાર અદૃશ્ય 4. શ્વાસ સુરભિ આ ચાર અતિશયો જન્મથી હોય છે. હવે કર્મક્ષયથી થતા અગિયાર અતિશયો કહે છે : 5. એક યોજન માત્ર ક્ષેત્રમાં ત્રણે જગતના બહુ જનોનો સમાવેશ. 6. પોતપોતાની ભાષામાં મનુષ્ય-તિર્યંચ-દેવોને ધર્મનો અવબોધ કરાવે તેવી વાણી. 7. પૂર્વોત્પન્ન રોગો ઉપશમે. 8. વેર ન હોય. 9. દુર્મિક્ષ ન હોય. 10. યુદ્ધ વગેરે ન હોય. 11. મારી ન હોય. 12. ઇતિ ન હોય. 13. અતિવૃષ્ટિ ન હોય. 14. અનાવૃષ્ટિ ન હોય. અરિહંતના અતિશયો
Page #235
--------------------------------------------------------------------------
________________ 15, :યોના તેજને જીતતો ભામંડલનો ઉદ્યોત સર્વ દિશાઓમાં ફેલાય છે. દવત 19 અતિશયો આ રીતે છે : ' 3. પાદપીથી સહિત મણિમય સિંહાસન. 17. ત્રણ છત્ર. 18. ઇન્દ્રધ્વજ. 19. શ્વેતચામરો. 20. ધર્મચક. જગદ્ગુરુ ભગવાન તીર્થકરની સાથે એ પાંચે આકાશમાં સ્થિત હોય છે. 21. અશોક વૃક્ષનો પ્રાદુર્ભાવ થાય છે. તે પણ વિહાર વખતે ભગવંતની ઉપર આકાશમાં ચાલે છે અને ભગવંત સમવસરણમાં હોય ત્યારે ભગવંતની પાછળ તેનું થડ હોય છે. 22. ભગવંતનાં ચાર રૂપ. 2 3. મણિકંચન રજતમય ત્રણ ગઢ. 24. સોનાનાં નવ કમળો. 25. કેટકો અધોમુખ થાય. 2 . ભગવંતના કેશ, રોમ અને નખો દીક્ષા પછી એકસરખા હોય. 27. પાંચ ઇન્દ્રિયાથ મનોરમ હોય. 28. છએ ઋતુઓ મનોરમ હોય. . . સુગંધી જલની વૃષ્ટિ. 3. પાંચ રંગનાં પુષ્પોની વૃષ્ટિ. 21. પક્ષીઓ પ્રદક્ષિણા આપે. 32. પવન અનુકૂલ. 33. વૃક્ષ નર્મ અને કે છે. ગંભીર ધ્વનિવાળી દુંદુભિઓ આકાશમાં વાગે. બર્ડ નિન્દ્રોને આ ચોત્રીસ અતિશયો હોય છે. (ખી રીતે અહીં ફક્ત પ્રાકૃત મૂલ અને તેનો અર્થ આપેલ છે. વિશેષાર્થીઓએ વિશેષાર્થ ટીકાથી જાણી લેવો. ટીકાનો બધો જ ભાવ પૂર્વે કરેલ વિસ્તૃત વર્ણનમાં આવી ગયેલ છે.) દરર અરિહંતના અતિશયો
Page #236
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૮ શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય વિરચિત લોકપ્રકાશ (ભાષાંતર સહિત)' કાલલોક, સર્ગ-૩૦ના આધારે પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. લોકપ્રકાશ અષ્ટ મહાપ્રાતિહાર્ય સમવસરણ ન હોય તો પણ શ્રી અરિહંતોને આઠ મહાપ્રાતિહાર્ય નિયત (અવશ્ય) હોય છે. 1. અશોક વૃક્ષ અત્યંત શોભાવાળો અશોક વૃક્ષ એક યોજન વિસ્તૃત હોય છે. તેનાં ચંચલ (હાલતાં) નવકોમળ પાંદડાં જોતાં એવું લાગે છે કે તે જાણે હાથના અગ્રભાગ વડે ભવ્ય જીવોને સમવસરણમાં વિરાજમાન અથવા વિહારાદિથી ભૂમિકલને પાવન કરતા શ્રી જિનેન્દ્ર પરમાત્મા પાસે આવવા માટે આમંત્રણ ન આપતો હોય. 2. સુરપુષ્પવૃષ્ટિ શ્રી જિનેશ્વર ભગવંતોની દેશનાભૂમિમાં દેવતાઓ પાંચ વર્ણનાં અને જેઓનું ડીંટ નીચે છે એવાં પુષ્પો જાનુ (ઢીંચણ) પ્રમાણ વેરે છે. 3. દિવ્યધ્વનિ માલકોશ પ્રમુખ ગ્રામરાગોથી પવિત્રિત એવો શ્રી અહંતોનો ધ્વનિ, દેવતાઓએ કરેલ ધ્વનિથી મિશ્રિત થઈને, એક યોજન સુધી ચારે બાજુ ફેલાઈ જાય છે. - 4, ચામર ચંદ્રમા સમાન ઉજ્વલ ચામરો વારંવાર નીચે અને ઊંચે થઈ રહ્યા હોય છે. તેઓ નમન (નીચે થવું) અને ઉન્નમન (ઊંચે જવું) વડે સૂચવે છે કે પ્રભુને નમસ્કાર કરવાથી સર્જના ઊંચી ગતિને પામે છે. 1. આ ગ્રંથમાં જે અતિશર્યા અને પ્રાતિહાર્યોનું વર્ણન છે, તે અહી આપેલ છે. 2. પૃ. 312-313. અરિહંતના અતિશયો રર૩
Page #237
--------------------------------------------------------------------------
________________ 5. સિંહાસન રત્નોથી ખચિત અને પાદપીઠથી સહિત એવા સુવર્ણ-સિંહાસન ઉપર શ્રી જિનેશ્વર ભગવંત વિરાજમાન થાય છે. વિહાર વખતે એ સિંહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલે છે. 6. ત્રણ છત્ર ઉજ્વલ મોતીઓથી શોભતા એવા ઉપર ઉપર રહેલ ત્રણ છત્ર જગતને વંદનીય એવા ભગવંતની ઉપર શોભે છે. વિહાર વખતે ભગવંત ઉપર રહીને એ ત્રણ છત્ર ભગવંતની સાથે સાથે ચાલે છે. જગતને વંદનીય શ્રી ભગવંત ઉપર રહેવાનો લાભ પોતાને મળ્યો છે, તેથી જ જાણે પોતાની ગ્રીવા એ છત્રોએ ઉપર ન કરી હોય, એમ કવિઓ ઉક્ષા કરે છે. 7. ભામંડલ ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ દીપી રહ્યું છે, જાણે રોજના નિયત અવયંભાવી અસ્તથી કદર્થનાને પામેલ સૂર્યમંડલ ભગવંતના શરણે ન આવ્યું હોય ! 8. દુંદુભિ ‘હે લોકો ! શ્રી જિનેશ્વર ભગવંત વિદ્યમાન છે, તો કર્મજન્ય કષ્ટો ક્યાંથી હોઈ શકે !! એમ જાણે કહેતી હોય તેમ દુંદુભિ ભગવંતની આગળ ઉપર આકાશમાં ગાજે છે. આ રીતે (1) અશોક વૃક્ષ, (૨)પુષ્પરાશિ, (3) ઉત્તમ ધ્વનિ,(૪) ચામર,(૫) આસન, (6) છત્ર, (7) ભામંડલ અને (8) ભેરી, એમ પ્રાતિહાર્ય-અષ્ટક છે. 34 અતિશયો સ્વભાવથી જ ઉપકારી અને ચોત્રીશ અતિશયોથી સહિત એવા શ્રી તીર્થકર ભગવંતો સૂર્યની જેમ જગતને દીપાવે છે. તે અતિશયો આ રીતે છે : અહીં “અભિધાન ચિંતામણિ' ગત ચોત્રીશ અતિશયોના વર્ણનનું અવતરણ ટાંકેલ છે, તે પછી કહ્યું છે કે - "શ્રી સમવાયાંગ સૂત્રમાં કેટલાક અતિશયો બીજી રીતે વર્ણવ્યા છે તે મતાંતર જાણવું. ચાર અતિશય (1) પૂજા, (2) જ્ઞાન, (3) વચન અને (4) અપાયાપરામ નામના ચાર બીજા મહાન અદ્ભુત અતિશયો તે વિશ્લોપકારી ભગવંતોને હોય છે. 1. પૃ. 314. 2. પૃ. 314 શ્લો. 9798. 224 અરિહંતના અતિશયો
Page #238
--------------------------------------------------------------------------
________________ આઠ પ્રાતિહાર્ય અને આ પૂજા અતિશય આદિ ચાર અતિશય એમ શ્રી અરિહંતોના બાર ગુણ પ્રસિદ્ધ છે. અશોક વૃક્ષ સમવસરણના મધ્યભાગમાં સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ એવો અશોક વૃક્ષ હોય છે. તેનો વિસ્તાર એક યોજનાનો, શાખાઓ વિસ્તીર્ણ અને છાયા ગાઢ હોય છે. શ્રી જિનેશ્વર ભગવંતની કાયાના માનથી તે બાર ગણો ઊંચો હોય છે. તે પુષ્પો, પતાકાઓ, તોરણો આદિથી સહિત હોય છે. શ્રી ભગવંતના બરોબર મસ્તક ઉપર આવે એ રીતે ત્રણ છત્ર તે વૃક્ષમાં લટકતાં હોય છે. "શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે ચોવીશ તીર્થકરોના અનુક્રમે ન્યગ્રોધ આદિ ચોવીશ ચૈત્યવૃક્ષો હોય છે. છેલ્લા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીને “સાલ” નામનું ચૈત્યવૃક્ષ હતું. શ્રી વર્ધમાન સ્વામીના ચૈત્યવૃક્ષની ઊંચાઈ બત્રીશ ધનુષ્યની હતી. તેમાં 21 ધનુષ પ્રમાણ અને સર્વઋતુઓના ફળવાળો અશોક વૃક્ષ નીચે હોય છે અને તેની ઉપર 11 ધનુષ પ્રમાણ સાલવૃક્ષ હોય છે, એ રીતે કુલ બત્રીશ ધનુષની ઊંચાઈ જાણવી. પ્રથમ જિનેન્દ્રનો ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉનો અને બાકીના જિનેન્દ્રનો તેઓના શરીરથી બાર ગણો જાણવો. - જિનેશ્વરનાં આ ચૈત્યવૃક્ષો છત્ર સહિત, પતાકા સહિત, વેદિકા સહિત, તોરણો સહિત અને સુરો, અસુરો તથા વ્યંતરોથી પૂજિત હોય છે. ચૈત્યવૃક્ષ એટલે તે વૃક્ષ કે જેની નીચે તે તે તીર્થકર ભગવંતોને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હોય. સમવસરણ ચૂર્ણિમાં કહ્યું છે કે - તે અશોક વૃક્ષને સર્વ ઋતુઓના પુષ્યાદિ એકસાથે હોય છે. (તાત્પર્ય કે નીચે જિનશરીર કરતાં દ્વાદશ ગુણ ઊંચો દેવવિરચિત અશોક વૃક્ષ હોય છે અને તેની ઉપર તે તે તીર્થકરનો ચૈત્યવૃક્ષ-જ્ઞાનોત્પત્તિ વૃક્ષ હોય છે.) દેવછંદ તે અશોક વૃક્ષની નીચે અરિહંતોનો દેવચ્છેદ-ઉપદેશ આપવાનું સ્થાન હોય છે. એટલે કે ચાર દિશાઓમાં ચાર સોનાના સિંહાસન હોય છે. તે સિંહાસનો દેદીપ્યમાન રત્નોની પંક્તિઓથી ખચિત હોય છે. તે હીરાઓના મિષથી દેવતાઓએ જિનનાં દર્શન માટે જાણે. લાખો આંખો ન કરી હોય ! 1. પૃ. 262/264. 2. પૃ. 265266. અરિહંતના અતિશયો
Page #239
--------------------------------------------------------------------------
________________ દરેક સિંહાસનની આગળ પ્રકાશમાન રત્નજ્યોતિ-સમૂહોથી શોભતું પાદપીઠ હોય છે. તે શ્રી અરિહંતનાં ચરણોના સમાગમથી જાણે ઉલ્લાસવાળું ન થયું હોય ! પ્રત્યેક સિંહાસનની ઉપર મોતીઓની શ્રેણીઓથી શોભતાં ત્રણ છત્ર હોય છે. પ્રત્યેક સિંહાસનની બન્ને બાજુ ચંદ્ર જેવા ઉજ્જવલ બે બે ચામરોને ધારણ કરનારા અને સર્વ અલંકારોથી વિભૂષિત બે બે દેવતાઓ હોય છે. સિંહાસનની આગળ દરેક દિશામાં સોનાના કમલ ઉપર સંસ્થિત એવું અને તેમાં સૂર્યને પણ જિતનારું એકેક ધર્મચક્ર હોય છે. તે બતાવે છે કે - શ્રી અરિહંતો ત્રણે ભુવનના ધર્મચક્રવર્તિ છે. ફરાયમાન જ્યોતિવાળા તે ધર્મચક્રનું સ્મરણ કરતાંની સાથે જ તે વિરોધીઓના મદને હરનારું છે. સિંહાસન, ધર્મચક્ર, ધ્વજ, છત્ર અને ચામર એ બધા શ્રી અરિહંત ભગવંત વિહાર કરતા હોય ત્યારે આકાશમાર્ગે ભગવંતની આગળ ઉપર ચાલે છે. ચારે દિશાઓમાં એક હજાર યોજન ઊંચા ચાર મહાધ્વજ હોય છે. તે બધા ઘંટાઓ, નાની પતાકાઓ આદિથી સહિત હોય છે. અરિહંતના અતિશયો
Page #240
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૯ શ્રી વિજયલક્ષ્મી સૂરિવિરચિત ઉપદેશપ્રાસાદ' (ભાષાંતર) ऐन्द्रश्रेणिनतं शान्ति-नाथमतिशयान्वितम् / नत्वोपदेशसाख्यं, ग्रन्थं वक्ष्ये प्रबोधदम् / / શબ્દાર્થ - ઇન્દ્રોના સમૂહ વડે વંદના કરાયેલા અને અતિશયોથી યુક્ત એવા શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને હું પ્રબોધને આપનારા આ ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું. આ પ્રથમ શ્લોકમાં “અતિશયોથી યુક્ત” એવું શાંતિનાથનું વિશેષણ આપ્યું છે. તેમાં ભગવંતના ચોત્રીશ અતિશયો સૂચવ્યા છે. તે અતિશયો પૂર્વાચાર્યની ગાથા વડે બતાવે છે. चउरो जन्म्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए / नवदस य देवजणिए, चउत्तीसं अइसए वंदे / / ભાવાર્થ - “તીર્થકરોને જન્મથી આરંભીને ચાર અતિશયો, કર્મના સંક્ષયથી ઉત્પન્ન થયેલા અગિયાર અતિશયો અને દેવતાઓએ કરેલા ઓગણીસ અતિશયો હોય છે. ચોત્રીશ અતિશયવાળા ભગવંતને હું વંદના કરું છું.' તે અતિશયો આ પ્રમાણે છે : 1. તીર્થંકરોનો દેહ સર્વલોક કરતાં શ્રેષ્ઠ (લોકોત્તર), અદ્ભુત સ્વરૂપવાન, વ્યાધિરહિત અને સ્વેદ તથા મેલથી રહિત હોય છે. 2. તીર્થકરોનો શ્વાસોચ્છવાસ કમલના પરિમલ જેવો સુગંધી હોય છે. 3. જિનેશ્વરોનું માંસ અને રુધિર ગાયના દૂધ જેવું ઉજ્જવલ (દ્વૈત) હોય છે. 4. ભગવંતનો આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાં પ્રાણીઓને (મનુષ્યાદિકને). અદશ્ય હોય છે, પરંતુ અવધિ વગેરે જ્ઞાનવાળા પુરુષો વગેરે તો જોઈ શકે છે. આ ચારે અતિશયો ભગવાનને જન્મ સમયથી જ હોય છે. 1. પ્રસ્તુત ગ્રંથના વિભાગ-૧, વ્યાખ્યાન-૧, પૃ. ૪૧૨માંથી પ્રસ્તુત વિષય લીધેલ છે. પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલે પારલે, મુંબઈના પુ. નં. ૫૦૧રનો અહીં ઉપયોગ કરેલ છે. 2. પરસેવો અરિહંતના અતિશયો 227
Page #241
--------------------------------------------------------------------------
________________ હવે જ્ઞાનાવરણાદિક ચાર ઘાતિ કર્મોના ક્ષયથી 11 અતિશયો ઉત્પન્ન થાય છે, તે બતાવે 1. ભગવંતના સમવસરણની ભૂમિ માત્ર એક યોજન વિસ્તારવાળી હોય છે, તો પણ તેટલી ભૂમિમાં કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોનો સમાવેશ થાય છે. તેઓ પરસ્પરના સંકોચની બાધાથી રહિત સુખે બેસે છે. ર. ભગવંતની પાંત્રીસ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોને પોતપોતાની ભાષામાં સમજાવવાથી ધર્મનો અવબોધ કરનારી થાય છે. તે વાણી એક યોજનના સમવસરણમાં રહેલાં સર્વ પ્રાણીઓ દ્વારા એક સરખી રીતે સાંભળવામાં આવે છે. જો કે ભગવંત તો એક જ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ વરસાદ પાણીની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીવોરૂપ આશ્રયને પામીને તે તે જીવોની ભાષાપણે પરિણામ પામે છે, તે વિષે કહ્યું છે કે - देवा दैवीं नरा नारी, शबराश्चापि शाबरीम् / तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवगिरम् / / 1 / / ભગવાનની વાણીને દેવતાઓ દેવી ભાષા માને છે, મનુષ્યો માનુષી ભાષા માને છે, ભિલ્લ લોકો પોતાની ભાષા માને છે અને તિર્યંચો પોતાની (પશુપક્ષીની) ભાષા માને છે. આવા પ્રકારના અદ્ભુત અતિશય વિના સમકાલે અનેક પ્રાણીઓને ઉપકાર થઈ શકતો નથી. આ સંબંધમાં એક ભિલ્લનું દૃષ્ટાંત છે. તે આ રીતે - सरःशरस्वरार्थेन, भिल्लेन युगपद्यथा / सरो नत्थीति वाक्येन, प्रियास्तिस्त्रोऽपि बोधिताः / / સરોવર, બાણ અને સારો કંઠ-એ ત્રણે અર્થ કહેવાની ઇચ્છાવાળા કોઈ ભિલ્લે “સો ન0િ -સર નથી' એ વાક્ય કરીને પોતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે : કોઈ એક ભિલ્લ જેઠ મહિનામાં પોતાની ત્રણ સ્ત્રીઓને સાથે લઈને કોઈ ગામ તરફ જતો હતો. માર્ગમાં એક સ્ત્રીએ કહ્યું કે “હે સ્વામી! તમે સુંદર રાગથી ગાયન કરો કે જે સાંભળવાથી મને આ માર્ગનો શ્રમ તથા સૂર્યનો તાપ બહુ દુઃસહ ન થાય.” બીજી સ્ત્રીએ કહ્યું કે - “હે સ્વામી ! તમે જળાશયમાંથી કમળની સુગંધવાળું શીતળ જલ લાવી આપીને મારી તૃષાનું નિવારણ કરો.” ત્રીજી બોલી કે - “હે સ્વામી ! મને મૃગનું માંસ લાવી આપીને મારી સુધાનું નિવારણ કરો.' આ પ્રમાણે તે ત્રણે સ્ત્રીઓનાં વાક્યો સાંભળીને તે ભિલ્લે “સો નત્યિ' એ એક જ વાક્યથી તે ત્રણેને જવાબ આપ્યો. તેમાં પહેલી સ્ત્રી એમ 228 અરિહંતના અતિશયો
Page #242
--------------------------------------------------------------------------
________________ સમજી કે “મારા સ્વામી કહે છે કે મારો “સરો' એટલે સ્વર-કંઠ સારો નથી; તેથી શી રીતે ગાન કરું ?' બીજીએ ધાર્યું કે “સરો' એટલે સરોવર આટલામાં નથી, એટલે ક્યાંથી પાણી લાવું ?' ત્રીજી સમજી કે - “સરો' એટલે શર-બાણ નથી તો શી રીતે મૃગને મારીને તેનું માંસ લાવી શકાય ?' આ પ્રમાણે ભિલ્લના એક જ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પોતાના માટે ઉચિત ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ. ભગવાનની વાણી તો ઉપમારહિત તથા વચનને અગોચર છે. તે વાણીથી અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે ! કહ્યું છે કે - नयसप्तशतीसप्त-भंगीसंगतिसंगतम् / शृण्वन्तो यद् गिरं भव्या, जायन्ते श्रुतपारगाः / / 2 / / સાતસો નયો એને સપ્તભંગીની સંગતિથી યુક્ત ભગવંતની વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ શ્રતના પારગામી થાય છે. 3. ભગવાનના મસ્તકની પાછળ બાર સૂર્યબિંબની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનુષ્યોને મનોહર લાગે તેવું ભામંડલ એટલે કાંતિના સમૂહનો ઉદ્યોત પ્રસરેલો છે. શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું છે કે - रूवं पिच्छंताणं, अइदुल्लहं जस्स होउ मा विग्धं / / तो पिंडिऊण तेअं, कुणंति भामंडलं पिट्टे / / 2 / / ભગવંતનું રૂપ જોનારાઓને તેનું અતિશય તેજસ્વીપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થાય તે માટે તે સર્વ તેજનો એકત્ર પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ ભામંડલરૂપે રહે છે. તેથી ભગવંતનું રૂપ જોનારાઓ સુખે સુખે ભગવંતની સામું જોઈ શકે છે. 4. દયાના અદ્વિતીય નિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ યોજન અને ઊંચે નીચે સાડાબાર સાડાબાર યોજન એમ સવાસો યોજન સુધીમાં પૂર્વે થયેલા વરાદિક રોગો નાશ પામે છે અને નવા રોગ ઉત્પન્ન થતા નથી. 5. ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી સવાસો યોજન સુધીમાં પ્રાણીઓએ પૂર્વ ભવમાં બાંધેલા અને જાતિથી ઉત્પન્ન થયેલા (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી થતા નથી. 6. ઉપર કહ્યા પ્રમાણેના સવાસો યોજન સુધીમાં ઇતિઓ (સાત પ્રકારના ઉપદ્રવ) તા ધાન્યાદિકને નાશ કરનારા તીડો, સૂડા અને ઉદર વગેરે ઉત્પન્ન થતા નથી. 7. ઉપર કહી તેટલી ભૂમિમાં મારી મરકી) દુષ્ટ દેવતાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ) 1. આ પ્રમાણે અગિયારમા અતિશય સુધી સમજવું. અરિહંતના અતિશયો 229
Page #243
--------------------------------------------------------------------------
________________ અને અકાલ મૃત્યુ થતા નથી. 8. તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતો નથી, કે જેથી ધાન્ય માત્ર કોહી જાય. 9. તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ-સર્વથા જળનો અભાવ થતો નથી. તેટલા સ્થળે દુભિક્ષદુષ્કાળ પડતો નથી. 10. પોતાના રાજ્યના લશ્કરનો ભય (હુલ્લડ વગેરે) તથા બીજા રાજ્ય સાથે યુદ્ધ વગેરે થવાનો ભય ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે કર્મક્ષયજન્ય 10 અતિશયો જાણવા. હવે દેવતાઓએ કરેલા ગણીશ અતિશયો આ પ્રમાણે છે : પ્રભુ વિચરતા હોય ત્યારે આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું, ધર્મનો પ્રકાશ કરનાર ધર્મચક્ર આગળ ચાલે. આકાશમાં શ્વેત ચામર બન્ને બાજુ ચાલે. આકાશમાં નિર્મલ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન ચાલે. 4. આકાશમાં ભગવાનના મસ્તક પર ત્રણ છત્ર રહે. 5. આકાશમાં રત્નમય ધર્મધ્વજ પ્રભુની આગળ ચાલે. સર્વ ધ્વજની અપેક્ષાએ આ ધ્વજ અત્યંત મોટા હોવાથી તે ઇન્દ્રધ્વજ પણ કહેવાય છે. આ પાંચે અતિશયો જ્યાં જ્યાં જગદ્ગુરુ ભગવાન વિહાર કરે ત્યાં ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે અને જ્યાં જ્યાં ભગવાન બેસે ત્યાં ત્યાં યથાયોગ્ય ઉપયોગમાં આવે છે. એટલે કે - ધર્મચક્ર તથા ધર્મધ્વજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામરો વીંઝાય છે અને છત્રો મસ્તક પર રહે છે. 6. માખણ જેવાં કોમળ, સુવર્ણનાં નવ કમલો દેવો રચે છે, તેમાં બે કમળ ઉપર તીર્થકર ભગવંત પોતાના બે પગ રાખીને ચાલે છે. બાકીનાં સાત કમળો ભગવાનની પાછળ રહે છે. તેમાંથી બે બે કમળો ક્રમસર ભગવાનની આગળ આવ્યા કરે છે. 7. તીર્થકરના સમવસરણ વખતે મણિનો, સુવર્ણનો અને રૂપાનો એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાંના મવાનની પાસેનો પહેલો ગઢ (પ્રાકાર) વિચિત્ર પ્રકારનાં રત્નોનો વૈમાનિક દેવતાઓ બનાવે છે. બીજા એટલે મધ્ય પ્રાકાર સુવર્ણનો જ્યોતિષી દેવો બનાવે છે અને ત્રીજો એટલે બહારની પ્રાકાર રૂપાન ભવનપતિ દેવતાઓ રચે છે. 8. તીર્થંકર ભગવંત જ્યારે સમવસરણમાં સિંહાસન પર બિરાજે છે, ત્યારે તેઓનું મુખ ચારે દિશાઓમાં દેખાય છે. તેમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પોતે જ બિરાજે છે. 230 અરિહંતના અતિશયો
Page #244
--------------------------------------------------------------------------
________________ બાકીની ત્રણ દિશામાં ભગવંતના પ્રભાવથી ભગવંત જેવાં જ ત્રણ રૂપ દેવતાઓ વિકુર્વે છે. તે રચવાનો હેતુ એ છે કે સર્વ દિશાઓમાં બેઠેલા દેવો વગેરેને પ્રભુ પોતે જ અમારી સામે બેસીને અમને ઉપદેશ આપે છે, એવો વિશ્વાસ આવે. 9. જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે તે તે સ્થળે ભગવંતની ઉપર દેવતાઓ અશોક વૃક્ષ રચે છે. તે અશોક વૃક્ષ ઋષભસ્વામીથી આરંભીને શ્રી પાર્શ્વનાથ સ્વામી સુધી ચોવીસ તીર્થકરો ઉપર તેમના પોતાના શરીરના માનથી બારગુણો ઊંચો રચવામાં આવે છે અને મહાવીર સ્વામી ઉપર બત્રીસ ધનુષ ઊંચો રચવામાં આવે છે. કહ્યું છે કે -- उसभस्स तिन्नि गाउ य, बत्तीस धणुणि वद्धमाणस्स / सेसजिणाणमसोओ, सरीरओ बारसगुणो / / 1 / / ઋષભસ્વામી ઉપર ત્રણ ગાઉ ઊંચો અશોક વૃક્ષ હોય છે, વદ્ધમાન મહાવીર) સ્વામી ઉપર બત્રીસ ધન ઊંચો હોય છે અને બાકીના જિનેશ્વરો ઉપર તેમના શરીરથી બારગુણો ઊંચી હોય છે. અહીં કોઈ શંકા કરે કે - “આવશ્યક ચૂર્ણિમાં શ્રી મહાવીર સ્વામીના સમવસરણના પ્રસ્તાવમાં કહ્યું છે કે - સો વરાયવં નિશ્ચરાગ વારસા સંવો વિડવ્રુતિ' - ઇન્દ્ર જિનેશ્વરની ઊંચાઈથી બારગુણો ઊંચો અશોક નામનો શ્રેષ્ઠ વૃક્ષ વિક્ર્લો; ને અહીં ત બત્રીશ ધનુષ ઊંચો કહ્યો, તે કેમ સંભવે ?' આ પ્રશ્નનો ઉત્તર એ છે કે - “આવશ્યક ચૂર્ણિમાં જે બારગણું ઊંચાઈનું પ્રમાણ કહ્યું છે તે કેવલ અશોક વૃક્ષનું કહ્યું છે અને અહીં જે બત્રીશ ધનુષનું માન કહ્યું છે તે સાલવૃક્ષ સહિત અશોક વૃક્ષનું પ્રમાણ કહ્યું છે. અહીં પણ અશોક વૃક્ષ તો બારગણો જ સમજવો. અટલે મહાવીર સ્વામીનું શરીર ઊંચાઈમાં સાત હાથ છે. તેને બારગણું કરવાથી ચોરાશી હાથ એટલે એકવીસ ધનુષ ઊંચો અશોક વૃક્ષ અને તેના ઉપર અગિયાર ધનુષ ઊંચો સાલવૃક્ષ હોવાથી બન્ને મળીને બત્રીસ ધનુષનું માન સમજવું. આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહેલું છે. 10. જ્યાં જ્યાં તીર્થકર વિચરે ત્યાં ત્યાં કાંટાઓ અધોમુખ થઈ જાય છે, એટલે માર્ગમાં રહેલા કાંટાઓની અણીઓ નીચી થઈ જાય છે. 11. જ્યાં જ્યાં ભગવંત ચાલે છે ત્યાં ત્યાં વૃક્ષો ભગવાનને પ્રણામ કરતાં હોય તેમ નીચાં નમે છે. 12. ભગવાન લીલા સહિત જે સ્થળે વિચરે છે, ત્યાં આકાશમાં દેવદુંદુભિ વાગ્યા કરે છે. 13. ભગવંત જ્યાં વિચરે ત્યાં સંવર્તક જાતિનો વાયુ એક યોજન પ્રમાણ પૃથ્વીને શુદ્ધ અરિહંતના અતિશયો 237
Page #245
--------------------------------------------------------------------------
________________ કરીને (કચરો વગેરે દૂર કરીને) સુગંધી, શીતલ અને મંદ મંદ તેમજ અનુકૂળ વાય છે, તેથી સર્વ પ્રાણીઓને તે સુખકારી થાય છે. તે વિશે શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - “સીવનેvi सुहफासेणं सुरभिणा मारुएण जोयणपरिमंडलं सव्वओ समंता संपमज्जिइ / / " ‘શીતલ સુખસ્પર્શવાળો અને સુગંધયુક્ત એવો પવન સર્વ દિશાઓમાં ચોતરફ એક એક યોજન સુધી ભૂમિનું પ્રમાર્જન કરે છે.” 14. જગદ્ગુરુ જિનેશ્વર ભગવંત જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં ચાસ, મોર, પોપટ વગેરે પક્ષીઓ પ્રદક્ષિણા દે છે. 15. જે સ્થળે પ્રભુ વિરાજે છે ત્યાં ધૂળ (રજ)શમાવવા માટે ઘનસારાદિથી યુક્ત ગંધોદકની વૃષ્ટિ થાય છે. મેઘકુમાર દેવો આ વૃષ્ટિ કરે છે. 16. સમવસરણની ભૂમિમાં ચંપક વગેરે પાંચ રંગનાં પુષ્પોની જાનું પ્રમાણ (ઢીંચણ સુધી) વૃષ્ટિ થાય છે. અહીં કોઈ શંકા કરે કે - “વિકસ્વર અને મનોહર પુષ્પોના સમૂહથી વ્યાપ્ત એવી યોજનપ્રમાણ સમવસરણની પૃથ્વી ઉપર જીવદયામાં રસિક ચિત્તવાળા મુનિઓનું રહેવું તથા જવું આવવું શી રીતે યોગ્ય કહેવાય ? કેમકે તેથી તો જીવોનો વિઘાત થાય.” આ શંકા ઉપર કેટલાએક એવું સમાધાન આપે છે કે - ‘તે પુષ્પો દેવોએ વિદુર્વેલાં હોવાથી સચિત્ત જ હોતાં નથી.' પરંતુ આ સમાધાન યુક્ત નથી, કેમકે તે પુષ્પો માત્ર વિકલાં જ હોય છે એમ નથી, પરંતુ જળમાં તથા સ્થલની ઉપર ઊપજેલાં પુષ્પોની પણ દેવો વૃષ્ટિ કરે છે. તે વિષે આગમમાં પણ કહ્યું છે કે - बिटट्ठाइं वि सुरभि जलथलयं दिव्वसुमनोहारिं / पकिरंति समंतेण दसद्धवणं कुसुमवासंति / / નીચાં બાંટવાળાં, સુગંધવાળાં અને જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલાં અને દિવ્ય એવાં પંચરંગી પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તાર છે. આ પ્રમાણેનો સિદ્ધાન્તનો પાઠ જોઈ કેટલાએક સ્વમતિકલ્પનાથી એવો ઉત્તર આપે છે કે - “જે સ્થળે મુનિઓ બેસે છે તે સ્થળે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા નથી', પણ આ ઉત્તર પણ સત્ય નથી, કેમકે મુનિ છે કે જે તે દોય ત્યાં જ કાષ્ઠની જેમ સ્થિર તેઓએ બેસી જ રહેવું જોઈએ, એવો કાઈ , મ નથી. કારણવશે તેઓનું ગમન-આગમન પણ સંભવ છે. અહીં સર્વ ગીતાર્થોને માન્ય એવો ઉત્તર એ છે કે - “જેમ માત્ર એક યોજન જેટલી સમવસરણભૂમિમાં અપરિમિત સુર, અસુર અને તિર્યંચોને કાંઈ પણ બાધા થતી નથી, તેમ 1. સૂત્ર-૩૪, અતિશય-૧૬ મો 232 અરિહંતના અતિશયો
Page #246
--------------------------------------------------------------------------
________________ જાનુ પ્રમાણ પુષ્યાના સમૂહ ઉપર મુનિગણ વગેરે જનસમૂહના ચાલવાથી પણ તે પુષ્પોને કાંઈ પણ બાધા થતી નથી, એટલું જ નહીં કિન્તુ જાણે અમૃતરસથી સિંચન કરાતાં હોય તેમ તે પુષ્પો ઊલટાં વિશેષ ઉલ્લાસ (વિકાસ) પામતાં જાય છે, કેમકે અનુપમ એવા તીર્થકરોનો પ્રભાવ અચિંત્ય છે.' 17 તીર્થકરોના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથપગના નખ વૃદ્ધિ પામતા નથી (નિરંતર એક જ સ્થિતિમાં રહે છે). 18. તીર્થકરોના સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ વગેરે ચારે નિકાયના દેવો રહે છે. 19. જિનેશ્વર ભગવંત જે સ્થાને વિચરતા હોય ત્યાં નિરંતર વસંત વગેરે સર્વ ઋતુઓનાં મનોહર પુષ્પફળાદિકની સામગ્રી પ્રગટ થાય છે, એટલે ઋતુઓ પણ બધી અનુકૂલ વતે છે. આ પ્રમાણે તીર્થ કરના સર્વે મળીને ચોત્રીશ અતિશયોનું વર્ણન જાણવું. આ અતિશયોમાં કોઈ ઠેકાણે સમવાયાંગની સાથે કાંઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે, તે મતાંતર જાણવું મતાંતરનું કારણ તો ભગવાન સર્વજ્ઞ જ જાણે. મૂળ શ્લોકમાં ગતિશયન્વિતમ્' અતિશયોએ કરીને યુક્ત એવું જે પદ કહેલું છે તેની આ વ્યાખ્યા કરવામાં આવી. એવા અતિશયોવાળા વિશ્વસેન રાજાના કુલમાં તિલક સમાન અને અચિરા માતાની કુક્ષિરૂપી શક્તિ (છીપ)ને વિષે મુક્તાફળ (મોતી) સમાન સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને એટલે મન-વચન-કાયાની શુદ્ધિથી પ્રણામ કરીને અનેક શાસ્ત્રના અનુસારે આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ રચું છું. અરિહંતના અતિશયો 2 33
Page #247
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૦ શ્રી પ્રતિક્રમણસૂત્ર-પ્રબોધટીકા | (ભાગ-૧) લે. ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલે પારલે, મુંબઈ. પૃ. 13/15 34 અતિશયો 1. લોકોત્તર અદ્ભુત સ્વરૂપવાન દેહ. 2. સુગંધિત શ્વાસોચ્છવાસ. 3. માંસ અને રુધિરની દૂધની માફક સ્વૈતતા. 4. આહાર અને નીહારનું ચર્મચક્ષુઓવાળા માટે અદેયપણું. 5. સમવસરણની રચના. 6. અર્થગંભીર વાણી. 7. ભાષાની સર્વદેશીયતા. 8. આસપાસના વિસ્તારમાંથી જ્વરાદિ રોગોનો નાશ. 9. પરસ્પરના વેરની શાંતિ. 10. પાકનો નાશ કરનારી તીડ વગેરે ઇતિનો અભાવ. 11. ઉપદ્રવોનો વિરામ. 12. અતિવૃષ્ટિની અનુત્પત્તિ. 13. અનાવૃષ્ટિની અનુત્પત્તિ. 14. દુષ્કાળની અનુત્પત્તિ. 15. સ્વચક્રભય અને પરચક્રભયનો અસંભવ. આ અગિયાર અતિશયો જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયને લીધે ઉત્પન્ન થાય છે. 234 અરિહંતના અતિશયો
Page #248
--------------------------------------------------------------------------
________________ 16. ધર્મચક્રનું ફરવું. 17. ચામરનું વીંઝાવું. 18. પાદપીઠ સહિત સિંહાસનનું ચાલવું. 19. ત્રણ છત્રોનું ધારણ થવું. 20. રત્નમય ધર્મધ્વજનું આગળ આગળ ચાલવું. 21. સ્વર્ણકમલની રચના થવી. 22. સમવસરણની આસપાસ ત્રણ પ્રકારના ગઢો રચવા. 23. ઉપદેશ સમયે જુદી જુદી ચાર દિશામાં પ્રભુનાં ચાર મુખો દેખાવાં. 24. અશોક વૃક્ષની રચના થવી. 25. માર્ગમાં રહેલા કાંટાઓનું અધોમુખ થવું. 23. વૃક્ષોએ ડાળીઓ ઝુકાવીને નમન કરવું. 27. દેવદુંદુભિનું વાગવું. 28. સંવર્તક જાતિના પવનનું વહેવું (કે જે કચરો આદિ દૂર કરીને સર્વને સુખદાયક થાય છે.) 29. પક્ષીઓ વડે પ્રદક્ષિણા થવી. 30. ગંધોદકની વૃષ્ટિ થવી. 31. પંચરંગી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવી. 32. શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ-પગના નખોની વૃદ્ધિ ન થવી. 33. કરોડો દેવોનું સમીપમાં રહેવું. 34. ઋતુઓ અનુકૂલ મનોહર બનવી. આ ઓગણીશ અતિશયો દેવતાકૃત હોય છે. (અતિશયોની આ ગણના શ્રી હેમચંદ્રાચાર્યકૃત અભિયાન ચિંતામણિના આધારે આપેલી છે.) 1. જઘન્યથી એક કરોડ દેવતાઓ ભગવંતની સેવામાં સદા ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે. અરિહંતના અતિશયો
Page #249
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૧ आयरियसिरिविमलसूरिविरइयं पउमचरियं हिंदीअणुवायसहियं (प्रथम भाग पृ. 10-11) સંપાદન - ડૉ. હર્મન જે કોબી સંશોધક અને પુનઃ સંપાદક - મુનિ પુણ્યવિજય हिंदी अनुवा६५ -- प्रा. शांतिदार म. पो२१, अम.मे., शास्त्रायार्थ. 54126 --- प्राकृत ग्रंथ 5256, वा२।९।सी-५. रुहिरं खीरसवण्णं मलसेयविजज्जियं सुरभिगन्धं / देहं सलक्खणगुणं, रविप्पभं चेव अइविमलं / / 31 / / नयणा फन्दणरहिया, नहकेसाऽवट्ठिया य निद्धाय / जोयणसय समन्ता, मारीइ विवज्जिओ देसो / / 32 / / जत्तो ठवेइ चलणे, तत्तो जायंति सहसपत्ताई / फलभरनमिया य दुमा, साससमिद्धा मही होइ / / 33 / / आयरिससमा धरणी, जायइ इह अद्धमागही वाणी / सरए व निम्मलाओ, दिसाओ रयरेणुरहियाओ / / 34 / / ठायइ जत्थ जिणिन्दो, तत्थ सीहासणं रयणचितं / जोयणघोसमणहरं, दुन्दुहि सुरकुसुमबुट्ठी य / / 35 / / एवं सो मुणिवसहो अट्ठमहापाडिहेरपरियरिओ / विहरइ जिणिन्द भाणू, वोहिन्तो भवियकमलाई / / 36 / / 1. આ ગ્રંથના પ્રારંભમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના અતિશયોનું વર્ણન છે. તે મૂળપાઠ સહિત અહીં ગુજરાતીમાં રજૂ કરેલ છે. 239 અરહંતના અતિશયો
Page #250
--------------------------------------------------------------------------
________________ પઉમચરિયું (ભગવંતના અતિશયો) રુધિર - (રક્ત) દૂધ જેવું શ્વેત છે.' દેહ - મેલ અને પરસેવાથી રહિત, સુગંધવાળો, સર્વ ઉત્તમ લક્ષણો અને ગુણવાળો, સૂર્ય સમાન તેજસ્વી અને અતિ નિર્મલ છે. આંખો - નિર્નિમેષ (સ્પંદ-પલક રહિત) છે. નખો અને વાળ - અવસ્થિત અને સ્નિગ્ધ છે. ચારે બાજુનો સો યોજન સુધીનો પ્રદેશ-મારી વગેરે રોગો - ઉપદ્રવોથી રહિત છે. સહસ્ત્રદલ કમળો - જ્યાં ભગવંત પગ મૂકે છે, ત્યાં પગ નીચે નિર્મિત થાય છે. વૃક્ષો - ફળોના ભારથી નમેલ છે. પૃથ્વી - ધાન્યથી પરિપૂર્ણ છે. ભૂમિ - દર્પણ જેવી સ્વચ્છ થઈ જાય છે. વાણી - અર્ધમાગધી છે. દિશાઓ - શરદઋતુની જેમ રજ અને રેણુથી રહિત છે. રત્નખચિત સિંહાસન - જ્યાં ભગવાન બેસે છે, ત્યાં ગોઠવાઈ જાય છે. દુભિ - એક યોજન સુધી મનોહર ઘોષ કરે છે. પુષ્પવૃષ્ટિ - દેવતાઓ કરે છે. આ રતિ અષ્ટ મહાપ્રાતિહાયાર્થે પારકારત યુક્ત ત મુનિવૃષભ જિનેન્દ્ર-દિવાકર ભવ્ય જનરૂપ કમળોને વિકસાવતા વિહરે છે. 1. અહીંથી શરૂ થતી વાક્ય-રચનામાં જે વસ્તુ મુખ્ય છે, તેનું નામ પ્રથમ લખેલ છે. અરિહંતના અતિશયો 2 37
Page #251
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૨ શ્રી યતિવૃષભાચાર્ય વિરચિત तिलोयपण्णत्ती ચતુર્થ મહાધિકાર, ગાથા-૮૯૫૯૨૮. તિલોયપણી (34 અતિશયો) જન્મથી જ સાથે રહેનારા 10 અતિશયો : 1. સ્વેદ રહિતતા 2. નિર્મલ શરીરતા 3. દૂધ જેવું ધવલ રુધિર 4. વજ ઋષભનારા સંહનન 5. સમચતુરસસંસ્થાન 6. અનુપમ રૂપ 7. નૃપચંપકસમાન ઉત્તમ ગંધનું ધારણ 8. એક હજાર આઠ લક્ષણો 9. અનંત બલ-વીર્ય 10. હિત, મિત અને મધુર ભાષણ ઘાતિકર્મના ક્ષયથી ઉત્પન્ન થતા અને કેવલજ્ઞાન પછી પ્રગટ થતા 11 અતિશયો : 1. પોતાની પાસેથી ચારે દિશાઓમાં સો યોજન સુધી સુભિક્ષતા 2. આકાશગમન 3. હિંસાનો અભાવ 4. ભોજનનો અભાવ 5. ઉપસર્ગનો અભાવ 6. સર્વ તરફ મુખ કરીને સ્થિત હોવું 1. આ ગ્રંથ લોકપ્રકાશ જેવો સંગ્રહ ગ્રંથ છે. દિગંબર જૈન સંપ્રદાયને માન્ય અતિશયો અને પ્રાતિહાર્યોનું નિરૂપણ આ ગ્રંથમાં જે રીતે છે, તે રીતે અહીં ગુજરાતીમાં આપેલ છે. 238 અરિહંતના અતિશયો
Page #252
--------------------------------------------------------------------------
________________ 7. છાયા રહિતતા 8. નિર્નિમેષ દૃષ્ટિ 9. વિદ્યાઓની ઇશતા 10. સજીવ હોવા છતાં પણ નખ રોમોનું ન વધવું 11 થી 18 મહાભાષાઓ, 700 શુદ્ર ભાષા અને સંજ્ઞી જીવોની સમસ્ત અક્ષર અનરાત્મક સર્વ ભાષાઓમાં તાલુ, દાંત, ઓઠ અને કંઠના વ્યાપાર વિના એક જ કાળે ભવ્ય જીવોને ઉપદેશ આપવો. ભગવાન શ્રી જિનેન્દ્ર પરમાત્માના સ્વભાવથી અસ્મલિત અને દિવ્યધ્વનિ ત્રણ સંધ્યાએ નવ મુહૂર્ત સુધી નીકળે છે. અને એક યોજન સુધી જાય છે. એ સિવાય શ્રી ગણધર ભગવંત, ઇન્દ્ર, ચક્રવર્તી વગેરેના પ્રશ્નને અનુરૂપ અર્થના નિરૂપણ માટે એ ધ્વનિ શેષકાળમાં પણ નીકળે છે. દેવકૃત 13 અતિશયો : 1. શ્રી તીર્થકર ભગવંતોના માહાભ્યથી સંખ્યાતા યોજનો સુધી વન, અસમયમાં જ પાંદડાં, પુષ્પો અને ફળોની વૃદ્ધિથી સંયુક્ત થાય છે. 2. કાંટા, કાંકરા વગેરેને દૂર કરતો સુખદાયક પવન વહેતો રહે છે. 3. જીવો વૈરભાવનો ત્યાગ કરી મૈત્રીભાવથી રહે છે. 4. તેટલી ભૂમિ દર્પણ જેવી સ્વચ્છ અને રત્નમય બની જાય છે. 5. સૌધર્મઇન્દ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવો સુગંધિ જલની વર્ષા કરે છે. 6. દેવતાઓ વૈક્રિય શક્તિથી ફળોના ભારથી નમેલાં સુંદર વૃક્ષો અને જવ આદિ સસ્યો-ખેતરમાં ઊગેલ ધાન્ય)ની રચના કરે છે. 7. સર્વ જીવોને નિત્ય આનંદ ઉત્પન્ન થાય છે. 8. વાયુકુમાર દેવ વક્રિય શક્તિથી શીતલ પવન ચલાવે છે. 9. કૂવાઓ, તળાવો વગેરે નિર્મલ જલથી પરિપૂર્ણ થઈ જાય છે. 10. આકાશ ધુમાડો, ઉલ્કાપાત આદિથી રહિત થઈ જાય છે. 11. સર્વ જીવોને રોગાદિની બાધા થતી નથી. 12. યક્ષેન્દ્રાનાં મસ્તકો પર રહેલ અને કિરણોથી ઉજ્જવલ એવાં ચાર દિવ્ય ધર્મચકો જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે. 13. શ્રી તીર્થકર ભગવંતની ચારે દિશાઓમાં (વિદિશાઓથી સહિત) છપ્પન સુવર્ણકમલ, એક પાદપીઠ અને વિવિધ પ્રકારનાં પૂજનદ્રવ્યો હોય છે. અરિહંતના અતિશયો 239
Page #253
--------------------------------------------------------------------------
________________ અષ્ટ મહાપ્રાતિહાર્ય 1. અશોક વૃક્ષ - શ્રી ઋષભદેવ આદિ તીર્થકર ભગવંતોને જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થાય છે, તે જ વૃક્ષ તેઓને અશોક વૃક્ષ કહેવાય છે. શ્રી ઋષભાદિના અશોક વૃક્ષો આ રીતે હતાં : ન્યગ્રોધ, સપ્તવર્ણ, શાલ, સરલ, પ્રિયંગુ, પ્રિયંગુ, શિરીષ, નાગ, અક્ષ, ધૂલી, પલાશ, તંદૂ, તિલક, પીપળ, દધિપર્ણ, નન્દી, તિલક, આમ્ર, કંકલિ, ચંપક, બકુલ, મેષશંગ, ધવ અને શાલ. આ અશોક વૃક્ષો લટકતી માળાઓથી સહિત, ઘંટાઓના સમૂહોથી રમણીય અને પલ્લવ, પુષ્પ આદિથી નમી ગયેલી શાખાઓથી શોભતાં હોય છે. અશોક વૃક્ષ શ્રી તીર્થકર ભગવંત કરતાં બાર ગણો ઊંચો હોય છે. આ અશોક વૃક્ષને જોઈને ઇન્દ્રનું ચિત્ત પણ પોતાના ઉઘાનવનોમાં રમતું નથી. 2. છત્ર-સર્વ તીર્થકરોને ચંદ્રમંડલ જેવા ઉજ્જવલ અને મુક્તાફળોના (મોતીના) સમૂહના પ્રકાશથી સહિત ત્રણ છત્ર શોભતા હોય છે. 3. સિંહાસન-તે તીર્થકરોનું નિર્મલ સ્ફટિક રત્નથી નિર્મિત અને ઉત્કૃષ્ટ રત્નોના સમૂહથી ખચિત જે વિશાળ સિંહાસન હોય છે, તેનું વર્ણન કરવા માટે કોણ સમર્થ છે ? 4. ભક્તગણીથી વેષ્ટિતતા-ગાઢ ભક્તિમાં આસક્ત, હાથ જાડેલા વિકસિત મુખ કમળવાળા ગણા (જનસમૂહ) પ્રત્યેક તીર્થકરને વીંટળાઈન (ઘેરીને) રહેલાં હોય છે. 5. દેવદુંદુભિ - ‘વિષય-કષાયમાં અનાસક્ત અને મોહથી રહિત થઈને શ્રી જિનપ્રભુના શરણે જાઓ,' એમ ભવ્ય જીવોને કહેવા માટે જ જાણે દુંદુભિ વાઘ ગંભીર શબ્દ ન કરતું હોય ! 6. પુષ્પવૃષ્ટિ - શ્રી જિનેન્દ્ર ભગવાનનાં ચરણકમળોના મૂલમાં ઉત્તમ ભક્તિયુક્ત દેવોએ કરેલ પુષ્પવૃષ્ટિ થાય છે. પુષ્પો રુણરુણ કરતા ભમરાઓથી વ્યાપ્ત હોય છે. 7. ભામંડલ - દર્શન માત્રની સાથે જ સર્વ લોકોને સેંકડો ભવોનું જ્ઞાન (જાતિ સ્મરણ) કરાવનાર અને કરોડો સૂય સમાન ઉજ્જવલ શ્રી તીર્થકર ભગવંતોનું પ્રભામંડલ જયવંતુ વતે છે. 8. ચામર મૃણાલ, કુંદપુષ્ય, ચંદ્રમા અને શંખ સમાન શ્વેત અને નર્મલા દેવતાઓના હાથો વડે વીંઝાતા ચામરો વડે ભક્તિ કરાતા શ્રી જિનેન્દ્ર ભગવંત જયવંતા વર્તે છે. ચોત્રીશ અતિશયોને પ્રાપ્ત, આઠ મહાપ્રાતિહાર્યથી સંયુક્ત, ભવ્ય જીવોના મોશન કરનારા અને ત્રણ ભુવનના નાથ એવા શ્રી તીર્થકર ભગવંતોને હું નમસ્કાર કરું છું. 240 અરિહંતના અતિશયો
Page #254
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૩ ઉદ્યોતનસૂરિ વિરચિત કુવલયમાલા (ગુર્જરાનુવાદ) રામવસરણનું વર્ણન સમવસરણ સમયે દેવપ્રવૃત્તિ ત્યારે ભરતક્ષેત્રમાં શ્રી ધર્મનાથ ભગવાનનું તીર્થ પ્રવર્તી રહ્યું હતું. એ સમયે દેવ સેનાપતિએ કરાવેલો ઘંટનાદનો પડઘો ઊછળ્યો. તે પડઘાનાં પુલો અથડાવાથી દેવઘંટો વાગવા લાગ્યા ઘંટારવથી બાકીનાં દેવવાજિંત્રો પણ વાગવાં શરૂ થયાં. તેના શબ્દથી દવયુવતીઓ હુંકાર રા કરવા લાગી. હુંકાર શબ્દના શ્રવણથી વિસ્મિત બનેલા દેવો પ્રિયાના મુખ ઉપર ચપળ દૃષ્ટિ સ્થાપન કરવા લાગ્યા. ચપળ નજરે જોવાથી ગંધર્વના ગીતરવમાં ભંગ પડ્યાં. ભંગ પડવાથી અપ્સરાઓનાં નૃત્યનાં તાલ, લય, માર્ગ વગેરે નાશ પામ્યા અને તેથી લાભાયમાન થયેલી અપ્સરાઓના કલરવ શબ્દથી આકાશ- મંડળ ભરાઈ ગયું. એ પ્રમાણે દેવભવનોમાં અણધાર્યો આસનકંપ થયો, કોલાહલ ઊછળ્યો અને તેનો પડઘો ફેલાયો એટલે સુરવરોએ પૂછ્યું, “અરે આ શું છે ?' એટલે પ્રતિહારીએ વિનંતી પૂર્વક કહ્યું, “હે દેવ ! જંબુદ્વીપના દક્ષિણ ભરતખંડના મધ્યભાગમાં જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તે શ્રી ધર્મનાથ તીર્થકર વિચરી રહેલા છે. તેથી તેમના સમવસરણમાં ભક્તિથી નમેલા મસ્તકવાળા દેવસમૂહથી પરિવરેલા ઇન્દ્ર મહારાજની સાથે જવું જોઈએ.' તે સાંભળી સર્વ દેવોએ સુધર્મ છે જેમનો એવા ધર્મજિનેશ્વરને નમસ્કાર હો,” એમ કહી નમસ્કાર કર્યા. તેમ કરીને ઇન્દ્ર વગેરે દેવો તૈયાર થયા. તે કેવી રીતે જેમ કે - એકદમ ઊંચે દોડતા શ્રેષ્ઠ રથો, બીજાં ઘણાં વાહનો અને વિમાનોથી આકાશમાર્ગ રોકાઈ ગયો છે. અત્યંત આનંદવાળા દેવો કલરવ કરી રહ્યા છે અને હર્ષવશ બની એકસાથે બૂમો પાડી રહ્યા છે. દેવોની પ્રૌઢ દેવાંગનાઓ વિલાસપૂર્વક ધવલ મંગલ ગીતો ગાઈ રહી છે અને રત્નનાં બનાવેલાં નુપૂરની ઘૂઘરીઓના રણકાર થઈ રહ્યા છે. ઉત્તમ શંખ, પડહ, 1. આ ગ્રંથ (પૃ. ૧૬૧૬૨)માંથી એક જ દેવતાએ ભક્તિપૂર્વક રચેલ શ્રી ધર્મનાથ તીર્થકર ભગવંતના સમવસરણનું વર્ણન અહીં આપેલ છે. દેવતાઓ કેવા ઉત્સાહ અને આનંદપૂર્વક ભગવંત તરફ આવવા માટે નીકળે છે, તે વર્ણન અહીં ખાસ વાંચવા જેવું છે. વિશેષાર્થીઓ માટે મૂલ પ્રાકૃત ગ્રંથ પણ જોવા જેવો છે. પ્રાકૃત ગ્રંથ (પ્રકાશક : સિંધી સિરીઝ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, પૃ. 9, પતિ-૧૦ થી પૃ. 97, પંક્તિ-૨૪ સુધી) અરિહંતના અતિશયો 242
Page #255
--------------------------------------------------------------------------
________________ ભેરી, ઝાલર વગેરના મધુર શબ્દોના પડધા સંભળાઈ રહેલા છે. નારદ, તુંબરું, વીણા, વેણુ વગેરેના મધુર ધ્વનિ થઇ રહેલા છે. ઉત્કૃષ્ટ સિંહનાદના શબ્દો ઉછળી દિશામંડળને પૂરી દે છે. આ પ્રમાણે કીડા અને શબ્દ કરતાં જેમનાં અંગમાં હર્ષનાદ સમાતો નથી તેવા દેવા પ્રભુના સમવસરણ તરફ જઈ રહ્યા હતા. એ પ્રમાણે તેઓ ચંપાપુરીમાં પહોંચ્યા. પસાર દેવ ઇન મહારાજને વિનંતી કરી કે - “હે દેવ ! જો આપની અનુજ્ઞા હોય તો હું એકલો જ શ્રી ધર્મનાથ પ્રભુનું સમવસરણ બનાવું. ઇન્દ્ર મહારાજે કહ્યું, “ભલે, એમ હો !" આમ કહેતાંની સાથે શું થયું ? જેમ કે - સમવસરણની રચના એક યોજનભૂમિમાં ધમધમતો વાયુ તીક્ષ્ણ કાંકરા, તૃણ, ધૂળ વગેરે નકામી વસ્તુઓનો કચરો સાફ કરવા લાગ્યો. પવનથી ઊડતી ધૂળને શાંત કરવા, સુગંધી ગંધયુક્ત અને જેનાં વાદળાં દેખાતાં નથી એવો વરસાદ વરસવા લાગ્યો. ત્યાર પછી પુષ્પાસનાં બિંદુમાં લુબ્ધ ભ્રમર શ્રેણિઓના ગુંજારવ જેની ઉપર થઈ રહેલા છે, એવાં કલ્પવૃક્ષનાં ફૂલના ઢગલા, દીટાં નીચેની બાજુ રહે તેવી રીતે, પડવા લાગ્યાં. પછી તે દેવના પરિવારે, વિવિધ પ્રકારનાં રંગવાળાં મણિરત્નનાં કિરણ એકત્ર થવાથી બનેલા મેઘધનુષ્યની શોભાનો દેખાવ આપતો સુંદર ગઢ બનાવ્યો. આ પ્રથમ ગઢની તરત બહાર ઉત્તમ દિવ્ય સુવર્ણથી બનાવેલાં, રત્નથી પ્રકાશિત શિખરવાળો બીજો ગઢ દેવતાએ રચ્યો. તેના ટૂંકા અંતરે સ્કુરાયમાન કાંતિવાળાં ઊંચા શિખરોથી શોભતો ત્રીજો ગઢ રજતમય પણ જલદી બનાવ્યો. પછી ઊંચા સુવર્ણના તોરણવાળા શિખર પર શ્રેષ્ઠ મણિના બનાવેલ વરાહ, હાથી, સિંહ, ઘોડા, સરભ, સસલાં, સાબર વગેરે જેમાં આલેખેલાં છે તેવી ફરકતી ધ્વજાઓથી યુક્ત, મણિઓની ઘડેલી પૂતળીઓની શોભાથી શોભતો, જ્યાં ચામરો વીંઝાઈ રહેલા છે, સુગંધી મહેક મારતો ધૂપ સળગી રહેલો છે, લાંબી પુષ્પની માળાઓ લટકી રહેલી છે અને નાની ધ્વજા ફરકી રહેલ છે એવો તથા મોતીઓની મનોહર માળાઓથી યુક્ત દ્વાર સમૂહ તત્પણ બનાવ્યો. ત્યાર પછી શ્રેષ્ઠ કનકપદ્મથી વિભૂષિત, વિકસિત નીલકમલ અને પુષ્પોથી સુશોભિત, અતિ નિર્મળ જળથી ભરેલી વાપિકાઓની કારોની પાસે રચના કરી. તે પછી પવનથી કંપતાં પલ્લવોવાળા અને વિકસિત પુષ્પોની સુગંધવાળા ઉત્તમ આંબા, ચંપા, અશોક વગેરે સારી જાતનાં વૃક્ષોવાળાં વનના મધ્યભાગમાં તે દેવ ઊંચું, મરુપર્વત જેવું સ્થિર, શ્રેષ્ઠ અને મણિમય એવું ભગવંતનું સિંહાસન બનાવ્યું. ત્યાર પછી પ્રસરેલાં કિરણોવાળું ઝળહળતું પ્રભુનું ભામંડલ રચ્યું. એટલામાં એકદમ દેવતાઓએ ઉત્તમ દુંદુભિ વગાડી. તે પછી કોમળ નવપલ્લવની શ્રેણિયુક્ત, પવનથી કંપતા, ગુચ્છાઓથી શોભતા અને પ્રભુનાં શરીર કરતાં બાર ગણા 24 2 અરિહંતનો અતિશયો
Page #256
--------------------------------------------------------------------------
________________ ઉંચા મનોહર અશોક વૃક્ષની રચના કરી. તે પછી ત્રિભુવનના સ્વામીપણાના ચિહ્નરૂપ ચંદ્રની શ્રેણી માફક ઉજ્જવલ અને સ્ફટિકમય ત્રણ છત્રની રચના કરી. બન્ને બાજુ શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર બે ચામર ઢાળવા લાગ્યા, ઉત્કૃષ્ટ સિંહનાદ થવા લાગ્યો અને દિવ્યપુષ્પોની વૃષ્ટિ થઈ. એ વખતે ધર્મનાથ તીર્થકર ભગવંત દવનિર્મિત સુવર્ણ કમળો ઉપર પગ સ્થાપન કરતાં કરતાં કિલ્લાના પૂર્વારમાંથી પ્રવેશ કર્યો. તે પછી દેવતાઓ વડે ખવાતા ભગવંત ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી. ભગવંત પૂર્વાભિમુખ બેઠા. ત્રણ દિશામાં પ્રભુના રૂપ જેવાં ત્રણ રૂપ પ્રભુના પ્રભાવે બની ગયાં. પર્ષદા ત્યાર પછી ગણધરો પ્રભુને નમન કરી એમની જમણી બાજુ બેઠા. તેમની પાછળ કેવળીઓ અને બાફીના સાધુઓ સમવસરણની પર્ષદામાં બેઠા. પછી વૈમાનિક દેવી, સાધ્વી અને બીજા બેટાં. કોઈ જગ્યા પર વૈમાનિક દેવો, કોઈ જગ્યા પર ભવનપતિ દેવા, કોઈ જગ્યા પર જ્યોતિષ દેવો અને કોઈ જગ્યા પર વ્યંતર દેવો હતા. કોઈ જગ્યા પર વ્યંતર દેવીઓ, કોઈ જગ્યા પર જ્યોતિષ દેવીઓ, કોઈ જગ્યા પર નગર લોકો અને કોઈ જગ્યા પર રાજા અને ઇન્દ્રો હતા. જન્મથી પરસ્પર વેરવિરોધવાળાં સર્વ પ્રાણીઓ કિલ્લાની અંદર વૈર વિરોધ છોડીને નિર્ભયપણે બેઠાં હતાં. આ પ્રમાણે ધર્મનાથ ભગવાનના સમવસરામાં એક યોજન સુધી નિયંત્રણ રહિત, વિકથા વગરનાં, વરમુક્ત અને ભય રહિત સર્વે બેઠાં હતાં. પછી ભગવાન યોજનગામિની વાણીથી “નમો તિત્વસ' એવું ગંભીર અને મધુર વચન બોલ્યા. ભગવંત આટલું બોલ્યા ત્યાં તો સુરેન્દ્રો, અસુરેન્દ્રા વગરેએ હસ્તકમલની અંજલીની શોભા સાથે જિનેન્દ્રને નમસ્કાર કર્યા. સર્વે સંજ્ઞી પંચન્દ્રિય જીવોને વિશે પ્રભુની એક જ ભાષા દરેકને પોતપોતાની ભાષામાં પરિણમે છે. નાળિયા વગેરે પણ પ્રભુના ઉપદેશમાં વિકલ્પ કે શંકારહિત બની જાય છે. 1-2-3-4 આ બધાં કારસમૂહનાં વિશેષણો છે. અરિહંતના અતિશયો ર૪ 3
Page #257
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૪ 18 દોષોથી રહિત તે જ ભગવાન तपोगणगगनदिनमणि-न्यायांभोनिधि-श्रीमद-विजयानन्दसूरीश्वरजी प्रसिद्ध नाम श्री आत्मारामजी महाराज विरचित जैन तत्त्वादर्श (पूर्वार्ध) જૈન તત્ત્વાદર્શ ___ ए पूर्वोक्त चार मूलातिशय ओर आठ प्रातिहार्य एवं बारां गणों करी विराजमान अर्हन्त भगवन्त परमेश्वर है / और अठारह दूषण कर के हित है / सो अठारह दूषणों के नाम दो श्लोक कर के लिखते हैं। अन्तराया दानलाभवीर्यभोगोपभोगगाः / हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च / / कामा मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा / रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी / / (अभि. चिं. कां. 1, श्लो. 72-73) इन दोनों श्लोकों का अर्थ : 1. 'दान देने में अन्तराय' 2. 'लाभगत अन्तराय', 3. 'वीर्यगत अन्तराय', 4. जो एक बेरी भोगिये सो भोग-पुष्पमालादि, तद्गत जो अंतराय सो ‘भोगान्तराय', 1. पृ. ८.१५थी जो पनि 12: 3त 28 7, भाषा 5. आत्माराम म.नी पोतानी छ. / जो कर्म आत्मा के दान, लाभ, वीर्य, भोग और उपभोग रूप शक्तियों का घात करता है उसे अन्तराय कर्म कहते हैं / उसके दानान्तराय, लाभान्तराय, वीर्यान्तराय, भोगान्तराय और उपभोगान्तराय ये पांच भेद है। 1. दान की सामग्री उपस्थित हो, गुणवान् पात्र का योग हो और दान का फल ज्ञात हो तो भी जिस कर्म के उदय से जीव को दान करने का उत्साह नहीं होता वह 'दानान्तराव' है। 2. दाता उदार हो दान की वस्त उपस्थित हो याचना में कशलता हो तो भी जिस कर्म के उदय से याचक को लाभ न हो सके वह लाभान्तराय है / अथवा योग्य सामग्री के रहते हवे भी जिासा कर्म उदय से जीव की अभीष्ट वस्तु की प्राप्ति नहीं होती, उसको 'लाभान्तराय' कहते हैं / 3. वीर्य का अर्थ सामथ्य है / बलवान हो, नीरोग हो और यवा भी हो तथापि जिस कर्म उदय से जीव एक तृण को भी टेढा न कर सके वह 'वीर्यान्तराय' है / 4. भोग के साधन मौजूद हां, वैराग्य भी न हो, तो भी जिस कर्म के उदय से जीव भोग्य वस्तुओं को भोग न कर सके वह 'भोगान्तराय' है / 244 અરિહંતના અતિશયો
Page #258
--------------------------------------------------------------------------
________________ 5. जों बार बार भोगने में आवे सो उपभोग स्त्री आदि, घर आदि, कंकण कुण्डलादि, तद्गत जो अन्तराय सो उपभोगान्तराय'. 6. 'हास्य'-हसना, 7. रति' - पदार्थों क ऊपर प्रीति, 8. 'अति' - रति से विपरीत सो अति, 9. भय' -- सप्त प्रकार का भय, 10. 'जुगुप्सा' - घृणा मलीन वस्तु का देखकर नाक चढाना, 11. 'शोक' -- चित्त का विकलपना, 12. 'काम' - मन्मथ, स्त्री-पुरुषनपुंसक इन तीनों का वेर्दावकार, 13. 'मिथ्यात्व' - दर्शन मोह- विपरीत श्रद्धान, 14. अज्ञान'मृढपना, 15. “निद्रा' सोना, 16. विति'- प्रत्याख्यान से रहितपना. 17. 'राग'- पूर्व सुखों का स्मरण और पूर्व सुख व तिसक साधन में गद्धिपना, 18. 'द्वेष' - पूर्वदुःखा का स्मरण और पूर्वदुःख वा तिस के साधन विषय क्रोध / यह अठारह दूषण जिन में नहीं सो अर्हन्त भगवन्त परमेश्वर हैं / इन अठारह दूषण में से एक भी दृषण जिस में होगा सो कभी भो अर्हत भगवंत परमेश्वर नहीं हो सकता / अठारह दोषा का मीमांसा : प्रश्न : दानान्तराय के नष्ट होने से क्या परमेश्वर दान देता है ? अरु लाभान्तराय के नष्ट होने से क्या परमश्वर को भी लाभ होता है ? तथा वीर्यान्तराब के नष्ट होने से क्या परमेश्वर क्ति दिखलाता है ? तथा भागान्तराय के नष्ट होन से क्या परमेश्वर भोग करता है ? उपभागान्तराय क नष्ट हाने से - क्षय हान स क्या परमश्वर उपभाग करता है ? उत्तर : पूर्वोक्त पांचों बिध्नों के क्षय होने से भगवन्त में पूर्ण पांच शक्तियाँ प्रकट होती है / जैसे - निर्मल चक्षु में पटलादिक बाधका के नष्ट होने से देखने की शक्ति प्रगट हो जाती है, चाहे देखे चाह न देखे परन्तु शक्ति विद्यमान है / ना पांच शक्तियों से रहित होगा वह परमश्वर कैसे हो सकता है ? छठा दूषण 'हास्य' - जो हंसना आता है सो अपूर्व वस्तु के देखने से वा अपूर्व वस्तु के सुनने से वा अपूर्व आश्चर्य के अनुभव के स्मरण स आता है इत्यादिक हास्य के निमित्त कारण हैं तथा हास्यरूप पोहकर्म की प्रकृति उपादान कारण है / सो ए दोनों ही कारण अर्हन्त भगवन्त में नहीं है / प्रथम निमित्त कारण का संभव केसे होवे ? क्योंकि अर्हन्त भगवंत सर्वज्ञ, सवदी हैं, उनके ज्ञान में कोई अपूर्व एसी वस्तु नहीं जिस के देखे, सुने, अनुभवे आश्चर्य हावे / इस म काई पास्य का निमित्त कारण नहीं / और मोह कर्म तो अहंन्न भगवन्त ने सर्वथा नया रे यो उपादान कारण क्यों कर संभवे ? इस हेतु से अहंन्त में हास्यरूप दवा नहीं / र जा हसनशील होगा सो अवश्य असर्वज्ञ, असवदशो और मोह करी संयुक्त होगा : मो म'धर कैसे होवे ? 5. उपभोग की सामग्री मौजूद हो, विरतिरहित हो तथापि जिस कर्म के उदय से जीव उपभोग्य पदार्थों का उपभोग न कर सके वह 'उपभोगान्तराय' है। અરિહંતના અતિશયો 245
Page #259
--------------------------------------------------------------------------
________________ सातवां दृषण रति' है / जिसकी प्रीति पदार्थों के ऊपर होगी सो अवश्य सुंदर शब्द, रूप, गंध, रस, स्पर्श, स्त्री आदि के ऊपर प्रीतिमान होगा, सो अवश्य उस पदार्थ की लालसावाला होगा, अरु जो लालसावाला हागा सा अवश्य उस पदार्थ की अप्राप्ति से दुःखी होगा / वह अर्हन्त परमेश्वर केस हो सकता है ? आठवां दूषण ‘अरति' है - जिसकी पदार्थों के उपर अप्रीति होगी सो तो आप ही अप्रीतिरूप दुःख करी दुःखी है / सो अर्हन्त परमेश्वर कैसे हो सके ? नववां दृषण भय' है - सा जिसने अपना ही भय दूर नहीं किया वह अर्हन्त परमेश्वर कैसे होवे ? दसवां दृषण 'जुगुप्सा' है - सो मलोन वस्तु को देख के घृणा करनी-नाक चढानी, सो परमेश्वर के ज्ञान में सर्व वस्तु का भासन होता है / जो परमेश्वर में जुगुप्सा होवे तो बडा दुःख होवे / इस कारण ते जुगुप्सामान अर्हन्त भगवंत कैसे होवे ? ग्यारवां दृषण ‘शोक' है - सो जो आप ही शोकवाला है सो परमेश्वर नहीं / बारवां दृषण ‘काम है -- सो जो आपही विषया है, स्त्रियों के साथ भोग करता है, तिस विषयाभिलाषी को कौन बुद्धिमान पुरुष परमेश्वर मान सकता है ? तेरवां दृषण मिथ्यात्व' है - सो जो दर्शन मोहकरी लिप्त है सो भगवंत नहीं / चोदवां दूषण 'अज्ञान' है - सो जो आपही मूढ है सो अर्हन्त भगवंत कैसे ? पंदरवां दृषण निद्रा' है - सो जो निद्रा में होता है, सो निद्रा में कुछ नहीं जानता और अर्हन्त भगवान तो सदा सर्वज्ञ है, सो निद्रावान् कैसे होवे ? सोलयां दृषण अप्रत्याख्यान' है - सो जो प्रत्याख्यान रहित है वोह सर्वाभिलाषी है / सो तृष्णावाला कसे अहन्त भगवन्त हो सके ? सतारगं और अठारवां - ए दोनों दृषण राग अरु द्वेष है / सा रागवान् द्वेषवान् मध्यस्थ नहा लाना / अरु जा रागो द्वषी होता है, रिसमें क्रोध, मान, माया का संभव है / भगवान तो वानगग मशमित्र. सब जागें पर सभा द्व, न किसी को दःखी और न किसी को सुखी कर है / लेकर दुःखो कर ता नीतराग, करुणासमुद्र कभी भी नदी हो सकता / इस कारण तें रागद्वेषवाला अहंन्त भगवंत परमेश्वर नहो / / पूर्वोक्त अठारह दूषण रहित अर्हन्त भगवंत परमेश्वर है, पर कई परमेघर नहो / अष्टादश दोष कमजन्य है, अत: जिस आत्मा में यह दोष उपलब्ध होंगे उसमें कर्ममल अवश्य ही विद्यमान होगा / और कममल स जा आत्मा लिप्त है वह जीव अथवा सामान्य आत्मा है, परमात्मा नहीं / क्यों कि कर्ममल से सर्वथा हित हाना ही परमात्मा को प्राप्ति अथवा आत्मा का संपूर्ण विकास है / इस लिये जो आत्मा कममल से सर्वथा रहित हा गया है परमात्मा है और उसमें यह दोष कभी नहीं रह सकते / अत: सामान्य आत्मा और पभान्मा की परीक्षा के लिए उक्त दोषों का जानना अत्यंत आवश्यक है / 246 અરહંતના અતિશયો
Page #260
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૫ સમવસરણ સ્ટે લા જીવોને થતી વેરની શાંતિ અને સમવસરણની રચના શ્રી શીલાંકાચાર્ય વિરચિત चउपन्नमहापुरिसचरियं સમવસરણમાં રહેલા જીવોને થતી વેરની શાંતિ વિશ્વાસુ મૃગ, સિહના કાનના મૂળમાં કેદપ્રદેશમાં પ્રગટ પ્રચંડ નાળિયેરના સરખા રે વાળી કસરના સમુહ ખંજવાળે છે. દેવો અને અસુરાના નિર્મલ મણિનાં કિરણોની પ્રમાથી ફ્લશ પામતા સુકુમાર સર્પન માર પોતાના શરીરનાં પ ગ ઢાંકીને સ્વસ્થ કરે છે, તે જુઓ. વિશ્વાસ પામલો, બીડલી આંખોવાળી અશ્વ, પાડાના તીક્ષ્ણ શિંગડાના અગ્રભાગ સ્થાનમાં મંત્રનો અંતભાગ ખણે છે. તીર્થંકર ભગવંતની વાણીમાં એકતાન બનેલો, નિશ્ચલ ઊંચા કાન કરીને શ્રવણ કરતો ઉદર, પોતાની કાયાના એકભાગથી સર્પની ફણાને સંતાપ કરે છે, તે તેમ દેખા. ધર્મકથા શ્રવણ કરવામાં તલ્લીન થયેલ, વેરાનુબંધ શાંત કરેલ બિલાડો, કે જેના મુખાગ્રમાં રહેલ ઉદર બચ્ચું નિશ્ચલ અને શાંતિથી બેઠેલું છે, તેને તમે જુઓ. મૃગ બન્યું, શ્વેત સતવાળી વાવ | ઓળખ્યા વગર ધાવે છે અને તે પણ પોતાના બાળકને ઓળખ્યા વર ? રરર ન કરાવે છે. હાથી બુરા રંગવાળી કસરાવાળા સિહની ગરદન ઉપર પોતાની નૂર રા {{{ પાતા કા સ્થિર કરીને કેવી છાવણ કરે છે. નિવચન અવ' : ", કાંસ પમ મળે . ભાગમાંથી બહાર નો ગલી ભયંકર દાઢવાળા સિહના દહન દાબી રા ય છે. 6 મો. દેવા અને અસુરવાળી સર્વ મમાં સમજી શકે તેવી મનોહર પ્રભુની વાણી ગાવે! વાડાના શ્વાન, ખોળામાં દેડકાને બેસાડીને, શ્રવણ કરે છે. જેમના પ્રભાવથી આ પ્રમાણે છોડી દીધેલા વેરાબંધવાળા તિર્યગણ પર છે કે, તેમનું આ સર્વગુણયુક્ત સમવસરણ જગતમાં જય પામે છે. આવા સમ ?' 1 - દર આવ્યા. સિહાસન પર વિરાજમાન સંસાર અને માલમાં ' ત ર 1 - - ર મા માને તેઓએ જયા અને પ્રણામ કરીને તેમના ચરણ કમલ તી | * પી કરવા લાગ્યા. 1. પૃ. 73 અને 83. અરિહંતના અતિશયો 247
Page #261
--------------------------------------------------------------------------
________________ સમવસરણની રચના વાયુકુમાર દેવોએ એક યોજન ભૂમિ-પ્રદેશમાંથી તણખલાં, કાંકરા, કચરો દૂર કર્યો. વળી મઘકુમારોએ સુગંધી જળનો છંટકાવ કર્યો, જેથી ઊડતી રજ બેસી ગઈ. ડીંટા નીચે રહે તેવી રીતે પંચવર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરી. રજત, સુવર્ણ, રત્નમય ત્રણ કિલ્લા બનાવ્યા. અંદર ચતુર્મુખવાળું સિંહાસન તૈયાર કર્યું. બહાર મોર્ટા ધર્મધ્વજ અને શ્રેષ્ઠ ધર્મચક્રની રચના કરી. દેવો, ઇન્દ્રો અને પ્રતિહારો વડે જયજયકાર કરાતા ભગવંત પૂર્વવારથી પ્રવેશ કરે છે. સિંહાસનને ત્રણ પ્રદક્ષિણા કરીને “મો તિત્ય' - ચતુર્વિધ સંઘરૂપ તીર્થને નમસ્કાર થાઓ, એમ કહીને પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થાય છે. બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં સરખાં ત્રણ પ્રતિબિંબો થાય છે. એકસો બે ગણધરને પ્રભુએ દીક્ષા આપી. તે પછી પૂર્વદ્વારથી પ્રવેશ કરીને અગ્નિ દિશામાં પ્રથમ ગણધર, કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરો, બાકી રહેલા સાધુઓ, તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઉભાં રહ્યાં. ફરી દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને નૈઋત્ય દિશામાં ભવનપતિ, જ્યોતિષ અને વાનમંતર દેવોની દેવીઓ ધર્મકથામાં મન પરોવીને ઉભી રહે છે. વળી પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરીને ઈશાન ખૂણામાં કલ્પવાસી દેવો, મનુષ્યો અને નારીઓ ધર્મશ્રવણ નિમિત્તે સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચાર વિદિશામાં ત્રણ પર્ષદાઓએ સ્થાન ગ્રહણ કર્યા. 248 અરિહંતના અતિશયો
Page #262
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૬) અતિશયો અને પ્રાતિહાર્યોના વર્ણનથી ગર્ભિત પ્રાચીન સ્તવનો, સ્તુતિઓ વગેરે. અંતમાં મોટા ટાઈપમાં છાપેલ નામો કર્તાનાં જાણવાં. દેવવંદનમાલા શ્રી ઋષભજિન સ્તવન (સહજાતિશયો) પ્રથમ જિનેશ્વર પ્રણમિય, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઇન્દ્રાણી નયન જે ભૃગ પર લપટાય. 1 રોગ ઉરગ તુજ નવિ વડે, અમૃત જે આસ્વાદ, તેહથી પ્રતિહત તેહમાનું કોઈ નવિ કરે, જગમાં તુમશું વાદ. 2 વગર ધોઈ તુજ નિરમલી, કાયા કંચન વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ધરે, તારું ધ્યાન. 3 રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય; રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી; દૂધ સહોદર હોય. 4 શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત, દેખે ન આહાર નીહાર, ચરમ ચક્ષુ ઘણી; એહવા તુજ અવદાત. 5 ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ, કર્મ ખપ્યાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા; સમવાયાંગે પ્રસિદ્ધ. 6 જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્રવિજય કહે એહ સમય, પ્રભુ પાલજો, જિમ થાઉં અક્ષય અભંગ. 7 1. પૃ. 71, 94, 102, 105, 270, 138. અરિહંતના અતિશયો 249
Page #263
--------------------------------------------------------------------------
________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન (કર્મલયજ અતિશયો) સોલમાં શાંતિ જિનેશ્વર દેવ કે અચિરાના નંદરે // જે હની સાથે સુરપતિ સેવ કે -અ. તિરિ ના સુર સહુ સમુદાય કે-અઢ એક યોજન માંહે સમાય કે-અ૧ તેમને પ્રભુજીની વાણી કે-અ૦ પરિણમે સમજે ભવિ પ્રાણી કે-એક સહુ જીવના સંશય ભાંજે કે-અ. પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે-અ. રો. જેહને જોયણ સવાસો માન કે-અ જે પૂર્વના રોગ તેણે થાન કે-અ સવિ નાશ થાયે નવા નાવે કે-અ. પટુ માસ પ્રભુ પરભાવે કે-અ||all જિહાં જિનજી વિચરે રંગ કે-અ. નવિ મૂષક શલભ પતંગ કે-અ. નવિ કોઈ ને વયર વિરોધ કે-એ. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રોધ કે-અ. llll. નિજ પરચક્ર ભય નાસે કે-અ વલી મરકી નાવે પાસે કે-અ. પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે-અ. જાયે ઉપદ્રવ સવિ તત્કાલ કે-અ પા! જસ મસ્તક પૂંઠે રાજે કે-અ. ભામંડલ રવિ પર છાજે કે-અo કર્મક્ષયથી અતિશય અગિઆર કે-એ. માનું યોગ સામ્રાજ્ય પરિવાર કે-અ Iકા કબ દેખું ભાવ એ ભાવે કે-અ એમ હોંશ ઘણી ચિત્ત આવે કે-અ. શ્રી જિન ઉત્તમ પરભાવે કે-અ. કહે પદ્મવિજય બની આવે કે-અ Iii. ૨પ૦ અરિહંતના અતિશયો
Page #264
--------------------------------------------------------------------------
________________ નેમિનાથ જિન સ્તવન (દેવકૃત અતિશયો) નિરખ્યો નેમિ નિણંદને, અરિહંતાજી રાજિમતી કર્યો ત્યાગ, ભગવંતાજી બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો અરિ. અનુક્રમે થયા વિતરાગ ભગ 1 ચામર ચક્ર સિંહાસન અરિ. પાદપીઠ સંયુક્ત ભગ. છત્ર ચાલે આકાશમાં. અરિ. દેવદુંદુભિ વર ઉત્ત ભગ. 2 સહસ જોયણ ધ્વજ સોહતો. અરિ. પ્રભુ આગળ ચાલંત ભગ. કનક કમલ નવ ઉપરે અરિક વિચરે પાય ઠવંત ભગ. 3 ચાર મુખે દિયે દેશના અરિ. ત્રણ ગઢ ઝાકઝમાલ ભગ. કેશ રોમ શ્મશ્ન નખા અરિ વાધે નહિ કોઈ કાલ ભગ. 4 કાંટા પણ ઊંધા હોય અરિ. પંચ વિષય અનુકૂલ ભગ. પટ ઋતુ સમકાલે ફલે અરિ. વાયુ નહિ પ્રતિકૂલ ભગ. 5 પાણી સુગંધ સુર કુસુમની અરિ. વૃષ્ટિ હોય સુરસાલ ભગ. પંખી દીયે સુપ્રદક્ષિણા અરિ. વૃક્ષ નમે અસરાલ ભગ. 6 જિન ઉત્તમ પદ પઘની અરિ. સેવા કરે સુર કોડી ભગ. ચાર નિકાયના જઘન્યથી અરિ. ચૈત્યવૃક્ષ તેમ જોડી ભગ. 7 અરિહંતના અતિશયો 252
Page #265
--------------------------------------------------------------------------
________________ પાર્શ્વનાથ જિન સ્તવન (પ્રાતિહાર્યો) જિનજી ત્રેવીસમો જિન પાસ. આશ મુજ પૂરવે લો, માહરા નાથજી રે લો. જિન. ઈહભવ પરભવ દુઃખ, દોહગ સવિ ગુરવે લો, માહ. જિન. આઠ પ્રાતિહાર્યશું, જગતમાં તું જ્યારે લો, માહ૦ જિન. તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો, માહ જિન. 1 જાનુ પ્રમાણ ગીર્વાણ, કુસુમવૃષ્ટિ કરે રે લો, માહ. જિન. દિવ્યધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લો, માહ, જિન. ચામર કેરી હાર ચલંતી, એમ કહે રે લો, માહ, જિન. જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લો, માહ, જિન. 2 પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિયે રે લો, માહ, જિન. તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લો, મા. જિન. ભામંડળ શિર પૂંઠ, સૂર્ય પરે તપે રે લો, માહ, જિન. નિરખી હરખે જેહ, તેહનાં પાતક ખપે રે લો, માહ જિન. 3 દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો, માહ, જિને. ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિ પણો રે લો, માહ જિને. એ ઠકુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લો, માહજિને. રાગી વૈષી દેવ કે, તે ભવમાં અટે રે લો, માહ, જિને. 4 પૂજક નિંદક હોય કે, તાહરે સમપણે રે લો, માહ, જિને. કમઠ ધરણપતિ ઉપર, સમચિત્ત તું ગણે રે લો, મા. જિને. પણ ઉત્તમ તુજ પાદ, પદ્મ સેવા કરે રે લો, માહ જિને. તેહ સ્વભાવે ભવ્ય કે, ભવ સાયર તરે રે લો, માહ જિને. 5 રાપર અરિહંતના અતિશયો
Page #266
--------------------------------------------------------------------------
________________ શ્રી ઋષભદેવ પ્રભુનું સ્તવન (મૂલાતિશયો) જ્ઞાનરયણ ૨યણાયરુ રે, સ્વામી શ્રી ઋષભજિ ણંદ, ઉપગારી અરિહા પ્રભુ રે, લોક લોકોત્તરાનંદ રે; ભવિયા ભાવે ભજો ભગવંત, મહિમા અતુલ અનંત રે. ભ. 1. તિગ તિગ આરક સાગરુ રે, કોડા કોડી અઢાર, યુગલાધર્મ નિવારીયો રે, ધર્મ પ્રવર્તનહાર રે. ભ. 2 જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર, દેવનરતિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે. ભ. 3 ચાર ઘને મળવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પાંચ ઘને યોજન ટકે રે, કષ્ટ એ સૂર્ય પ્રસંત રે. ભ. 4 યોગક્ષેમંકર જિનવર રે, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભક્તિ પણે કરી રે, નિત્ય નમે શુભ વીર રે. ભ. 5 નમિનાથ થાય ચોત્રીશ અતિશય પાંત્રીશ જાણો વાણીના ગુણ છાજે જી, આઠ પ્રાતિહાર જ નિરંતર તેહને પાસે બિરાજે છે; જાસ વિહારે દશદિશિ કેરા ઇતિ ઉપદ્રવ ભાંજે જી, તે અરિહંત સકલ ગુણ ભરિયા, વાંછિત દેઈ નિવાજે જી. 2 અરિહંતના અતિશયો 253
Page #267
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૭ સમોસરણનાં ઢાળિયાં રચયિતા : મુનિ શ્રી અમૃતવિજયજી મ. ઢાળ-૧ શ્રી જિનશાસન નાયક નમિયે, વર્ધમાન જિનરાયા રે; દુષમકાળે જિનપદ સેવા, પૂરણ પુન્ય પાયા રે, ભવિજન ભાવે સમવસરણમેં, ચાલો જિનવર નમિયે રે. 1. કોડાકોડી સુરવર મળી આવે, અહનિશ સારે સેવા રે; પ્રભુજીની ભક્તિ કરે નિજ શક્ત, નિજ આતમ ઉદ્ધરવા રે. ભવિ૨ ભક્તિભાવ ઉલટ ઘણો આણી, રચના કરત મનોહારી રે; ત્રિગડાની શોભા કરે ભારી, તે સાંભળો નરનારી રે. ભવિ. 3 જોજન એક પ્રમાણે ભૂમિ, શોધન કરે ચિત્ત લાઈ રે; વાયુકુમાર કંટક પ્રમુખ જે, દૂર કરે ચિત્ત લાઈ રે. ભવિ. 4 નિરમળ નીર સુગંધ વરસાવે, મેવકુમાર શુભ ભાવે રે, ભૂતલ પાણીએ બહુ સિંચી, પુણ્યવૃક્ષ માનુ વાવે રે. ભવિ. 5 ખટ ઋતુના અધિષ્ઠાયક દેવા, પંચવરણ પુષ્ય લેઈ રે; વિખેરે જોજન ભૂમિ લગે, પંજ કરે વળી કઈ રે. ભવિ. 6 વાયુ મેઘ ખટઋતુના દેવતા, ભક્તિ કરી પહેલી ઢાળે રે; દાન દયા ગુરુચરણ પ્રસાયે, અમૃત સુખ માંહે માલે રે. ભવિ. 7 ઢાળ-૨ વાણવ્યંતરના દેવતા રે, એ શક્તિ અપાર રે, સલુણા. મણિ કનકે રતને જડિ રે, મહિયલ શોભા અપાર રે. સ. ત્રિગડાની શોભા શી કહું રે, કહેતાં ન આવે પાર રે. સત્રિ. 1 254 અરિહંતના અતિશયો
Page #268
--------------------------------------------------------------------------
________________ ભુવનપતિના ત્રિદશા રે, એક જોજન પરિમાણે રે; સ. પ્રથમગઢ રૂપાતણો રે, નિર્મળ ચંદ્ર સમાન રે. સ. ત્રિ. 2 અભ્યત્તર જિન સાહેબી રે, શુક્લ ધ્યાન નિધાન રે; સ. તિમ સાકાર જાણે થયો રે, ભૂતલ રહ્યો તજી શ્યામ રે. સ. ત્રિ. 3 પાંચસે ધનુષ્ય ઊંચો કહ્યો રે, કાંગરા કનકના જાણ રે; સ તેત્રીસ ધનુષ્ય પહોળો વળી રે, બત્રીસ આંગુલ પરિણામ રે. સત્રિ. 4 ચઉ અઠ વાવડી દીપતી રે, કનક-રતનમઈ સાર રે; સ0 શોભા તેહની અતિ ભલી રે, બહુશ્રુતથી અવધાર રે. સ. ત્રિ. 5 ચઉદિશ કોટને બારણે રે, પગથીયા દશ હજાર રે; સર ઊંચા પહોળા એક હાથના રે, સજ્જન જન અવધાર રે. સ. ત્રિ. 6 તે ઉપર ચડી ભાવ શું રે, દાન દયા ચિત્તધાર રે. સર તવ મનવંછિત સવિ ફળે રે, પામે અમૃત ભવપાર રે. સત્રિ. 7 ઢાળ-૩ રજતનો કોટ સોહામણો રે, મનમોહનજી. દીસે ચઉ બાર ઉદાર, મનડું મોહ્યું રે. મા શોભા તેહની અતિ ઘણી રે મા, જાણે શિવપુરી પેસવા દ્વાર મ. 1 રક્ષપાળ ચારે દિશે મલેઈ આયુધ ઉભા સાર. માં તેમના નામ જ સાંભળો મ. સામ જમ વરુણ હુશિયાર. મ 2 ધનદ જક્ષ ચોથો કહ્યો મ કર લેઈ સજ હથિયાર મe ત્યાંથી આગળ ચાલિયા મા પડતર ભૂમિ રહી સાર મા 3 પચાસ ધનુષ્યનું જાણીએ મા તેમાં રહે વાહન સાર, મા મનુષ્ય વિદ્યાધરના ભલા મત વિમાનિકના અવધાર મા 4 જ્યોતિષ ઇન્દ્ર આણંદશં મ. ગઢ બીજો કરે મનોહાર મા દાન દયા એક ચિત્તથી મસેવા કરે અમૃતસાર. મ. 5 અરિહંતના અતિશયો 255
Page #269
--------------------------------------------------------------------------
________________ ઢાળ-૪ જી રે ભાવ ભલો મન આણીને, જી રે જિનગુણ સહુ મળી ગાય રે, ગુણવંતા સજ્જન ભક્તિ કરો રે જિનરાજ ની. જી રે ખીણ ખીણ પ્રભુ મુખ જોવતા, જી રે સુરમન હરખ ન માય રે. ગુણ૦ 1 જી રે અદ્ભુત સોનામઈ દીપતો, જી રે સ્નિગ્ધ શોભા તે અપાર રે. ગુણ. જી રે કોશીસાં રત્નમયી ભલાં, જી રે ચઉદીસે આર ચઉબાર રે. ગુણ 2 જી રે એક એક પોળ માંહે મળી, જી રે દેવીઓ હોય હોય સાર રે. ગુણ. જી રે જયા વિજયા અજિતા ભલી, જી રે અપરાજિતા મનોહાર રે. ગુણ 3 જી રે ઉજ્વલ વરણ રાતો વળી, જી રે પીત નીલ અંગધાર રે. ગુણ. જી રે કરમાં અભય અંકુશ ભલા, જી રે પાસ મહુર હથિયાર રે. ગુણ. 4 જી રે ઉભી ઉભય નિરભયપણે, જી રે જિનગુણ ગાવે સનેહ રે. ગુણ. જી રે પડતર પચાસ ધનુષનો, જી રે ત્રીજંચ (તિર્યંચ) દેશના સુણહ રે ગુણ. 5 જી રે દેવછંદો રચે તેહમાં, જી રે પ્રભુ વિશ્રામને કાજ રે. ગુણ. જી રે ઈશાન કોણ માંહે રચે, જી રે કનક રતનમય સાજ રે. ગુણ. 6 રપs અરિહંતના અતિશયો
Page #270
--------------------------------------------------------------------------
________________ જી રે વૈમાનિક મળી દેવતા, જી રે ત્રીજો ગઢ રતન માંય રે, ગુણ. જી રે મણિના કોસીસા અતિ ભલા, જી રે સુર કરે ઘણે ઉછાંહ રે. ગુણ- 7 જી રે પૂર્વાદિક ચ્યાર બારણે, જી રે છડીદાર અભિરામ રે. ગુણ. જી રે તુંબર ખડવાંગ સહી, જી રે કપાલિક મુકુટધારી નામ રે. ગુણ૦ 8 જી રે કપાટ રત્નમયી શોભતાં, જી રે પંચવરણ અવધાર રે. ગુણ. જી રે સહેસ સહસ્ત્ર પાંચની સંખ્યા સહી, જી રે શિવ સોપાન જયકાર રે. ગુણ. 9 જી રે ચઉદિશે સરવે સંખ્યા મળી, જી રે પગથીઆ એંશી હજાર રે. ગુણ. જી રે મૂળ ગઢની રચના ઘણી, જી રે જાણે બહુશ્રુતધાર રે. ગુણ 10 જી રે પડતર બારમેં ધનુષનું, જી રે શોભા તેહની અપાર રે. ગુણ. જી રે દાન દયા થકી જાણીને, જી રે અમૃત લહે વિસ્તાર રે. ગુણ. 11 ઢાળ-પ શ્રી જિનવરને બિરાજવા રે, પીઠિકા રચે મનોહાર, સાહેબ મન વસીયા. એ આંકણી. કાંતિ મનોહર તેહની રે, ઝગમગ જ્યોત અપાર સા. 1 અરિહંતના અતિશયો રપ૭
Page #271
--------------------------------------------------------------------------
________________ સહસ જોજન ઊંચો વળી રે, સ્વર્ગશું માંડે વાદ સા ફરકતી વાયુ જોગથી રે, દિશાને પમાડે આલ્હાદ સાત રે સોહંતી ચાર બારણે રે; ભિન્ન ભિન્ન તસ નામ, સાત ધર્મધ્વજ માનધ્વજા રે, ગધ્વજ સિંહ અભિરામ સાગ 3 દ્વાર દ્વારા પ્રતે ભલા રે, મણિના તોરણ ઉદાર સાહ પંચાલી કર ઝાલતી રે, કુસુમ માળા મનોહાર, સા. 4 પૂર્વ દિશાને બારણે રે, પ્રવેશ કરે જગભાણ સાઠ ખમા ખમા સુરપતિ કરે રે, નવી લોપે કોઈ આણ સા. 5 ચરણ કમળ પીઠિકા ઠવિ રે, એમ ઉચ્ચરે જિનરાજ સા. નમો નિત્યસ્સ સરવે જિના રે, નિજ મુખ વદે મહારાજ સા૯ પૂર્વ સિંહાસણ બેસતાં રે, કરવા ભવિ ઉપગાર સા. ત્રણ છત્ર શિર ઉપરે રે, ઠકુરાઈ ત્રિભુવન સાર સા. 7 પ્રભુ સરિખી મુદ્રા ભલી રે, વૈક્રિય રૂ૫ અપાર સા. અમર ત્રણ દિશાને વિશે રે, થાપે પ્રતિબિંબ સાર સા. 8 પ્રભુ અતિશય કરી દીપતી રે, સમમુદ્રા ચઉમુખ સાહ દાન દયા જિન નિરખતાં રે, અમૃત લઈ શિવસુખ સા. 9 ઢાળ શ્રી જિનવર સરીખી રે કે જગ નહિ ઠકરાઈ, ચઉદરાજ ભવનમાં રે કે જોવો ચિત્ત લાઈ; પ્રતિહાર જ આઠે રે કે જિનવરને સોહે, તે દેખી ભવિયણ રે કે જગ સઘળો મોહે. શ્રી. 1 પ્રભુજીને પુંઠે રે કે ભામંડલ દીપે, અસંખ્યાત સૂરજના રે કે તેજે કરી જીપે; અશોક વૃક્ષની રે કે શોભા છે ભારી, એક જોજન ઝાઝું રે કે રહ્યો વિસ્તારી. શ્રી. 2 258 અરિહંતના અતિશયો
Page #272
--------------------------------------------------------------------------
________________ વિબુધા મન હરખી રે કે પુષ્પની વૃષ્ટિ કરે, વિકસ્વર પાંખડી રે કે સરવે ઊર્ધ્વ ધરે; જાનુ પરિમાણે રે કે જળથળના ઉપના, કુમતિ મન શંકા રે કે કદીએ નહિ કરના. શ્રી. 3 દેવદુંદુભિ રાજે રે કે વળી ચામર વીંઝે, દિવ્ય ધ્વનિ પુરે રે કે જિન વાણી રીઝે; ધર્મચક્ર આગળ રે કે ચારે પ્યાર દિશા, ધર્મચક્રી માટે રે કે સોહે જગદીશ. શ્રી. 4 તે સ્ફટિક રતનના રે કે કમળ ઉપર રહ્યા, અષ્ટ મંગલિક આગે રે કે તે સમીચીન કહ્યા, ધૂપઘટિયો દ્વારે રે કે બહુલ સુગંધમયી, એ રચના વ્યંતર રે કે કરતાં ઉછાંહી. શ્રી. 5 હવે ભવિયણ ભાવે રે કે સુણવા જિનવાણી, દિશા દિશથી આવે રે કે ઉલટ અતિ આણી; દાન દયા હરખી રે કે જગગુરુને વંદે કહે અમૃત ભવનિધિ રે કે તરશે આણંદ. શ્રી. 6 ઢાળ-૭ સમવસરણમાં પરખદાજી, આવી મળે તિણી વાર, તેમના નામ જ સાંભળોજી, કહીશ સગુરુ આધાર, ગુણવંતા સજ્જન સાંભળો, પ્રભુ મુખ વાણ. ગુણ. 1 ગૌતમ આદે મુનિવરોજી, દેવી વિમાનિક સાર, સાધ્વી પૂરવ દ્વારમાંજી, પેસંતી હરખ અપાર. ગુણ. 2 ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીજી, વાંદે શ્રી વર્ધમાન; અગ્નિખુણમાં આવીનેજી, બેસે થઈ સાવધાન. ગુણ. 3 અરિહંતના અતિશયો 259
Page #273
--------------------------------------------------------------------------
________________ ભુવનપતિ વળી જ્યોતિષીજી, વ્યંતર દેવીયું સાર; દક્ષિણ બારણે પેસીનેજી, નૈઋતખુણે અવધાર. ગુણ. 4 ભુવનપતિના નિર્જરાજી, જ્યોતિષ વ્યંતર દેવ, પશ્ચિમ પોળે પેસીનેજી, કરતા શ્રી જિનસેવ. ગુણ. 5 વાયવ્યખુણે નિવેશતાજી, વૈમાનિક દેવ મનુષ્ય; નર ને સ્ત્રી ઉત્તર થકીજી, આવતી મન ઘણી હોંશ. ગુણ. 6 શ્રી મહાવીરને વાંદીનેજી, ઇશાનખૂણે રહી સાર; બારે પરખદા ઈમ કહીજી, જોઈજો શત્રુંજા ઉદ્ધાર. ગુણ. 7 ચોસઠ ઇન્દ્ર સરવે મલીજી, સન્મુખ રહ્યા કર જોડ; પ્રભુ અતિશય મહીમા થકીજી, નહીં સંકડાઈની ઠોડ. ગુણ. 8 દેવી વિમાનક સાધ્વીજી, ઉભી સુણે જિનવાણ; આવશ્યક ચૂર્ણિમાં કહ્યુંજી, પખજો સુગુણ સુજાણ. ગુણ. 9 જગતારક જિન દેશનાજી, પુષ્કર મેઘ સમાન, મધુર ધ્વનિ વાણી વદેજી, સાંભરે પર્ષદા સુજાણ. ગુણ. 10 નિજ નિજ ભાષામાં સદાજી, સમજે બહુ ધરી પ્રેમ; પ્રભુ સન્મુખ એકાગ્રતાજી, નિરખત ફરી ફરી નેમ. ગુણ. 11 વચનામૃત રસ પીયજી, ટાળ્યો ભવતણો તાપ; નિર્મળ થઈ કઈ પ્રાણીયાજી, શિવભક્તા થયા આપ. ગુણ. 12 સમવસરણની સાહીબીજી, તીર્થકરને હોય; પુન્ય વગર કિમ પામીએજી, દરસન દુરલભ જોય. ગુણ. 13 શ્રી સંઘને નિતનિત પ્રતેજી, સાંભરે ખિણખણ જેહ, દાન દયા સંતોષવાજી, કહે અમૃત સુણો તેહ. ગુણ. 14 260 અરિહંતના અતિશયો
Page #274
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૮ ચૈત્યવૃક્ષ न्यग्रोधाद्या अमी ज्ञानो-त्पत्ति वृक्षा यथायथम् / सर्वेषामहंतां भाव्या अशोकोपरिवर्तिनः / / - લો. પ્ર. સ. 30, પૃ. 214. ન્યગ્રોધ વગેરે જ્ઞાનોત્પત્તિ વૃક્ષો અનુક્રમે તે તે અરિહંતોના અશોક વૃક્ષ ઉપર જાણવાં. દેવવિરચિત અશોક વૃક્ષ ઉપર જે ચૈત્યવૃક્ષ જ્ઞાનોત્પત્તિ વૃક્ષ હોય છે, તેની પાછળ કાંઈક રહસ્ય હોવું જોઈએ. અશોક વૃક્ષ તે પ્રથમ પ્રાતિહાર્ય છે, તેના મૂળ કારણમાં તેના ઉપર રહેલ જે ચૈત્યવૃક્ષ છે, તે સમજાય છે. ભગવંત તો પૂજ્ય છે જ, પણ ભગવંતનું ચૈત્યવૃક્ષ પણ પુજ્ય છે. સામાન્યતઃ એવો નિયમ છે કે શ્રી ભગવંત સાથે સંકળાયેલી પ્રત્યેક વસ્તુને દેવતાઓ પૂજ્ય માને છે. દા.ત. ભગવંતના નિર્વાણ પછી ભગવંતના અસ્થિઓ દેવતાઓ દેવલોકમાં લઈ જાય છે અને તેની પૂજા કરે છે. કલ્પસૂત્રમાં કહ્યું છે કે -- ‘ભગવંતના નિર્વાણ પછી અંતિમ સંસ્કાર પછી કેન્દ્ર ભગવંતની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરે છે, ઇશાનેન્દ્ર ઉપરની ડાબી દાઢા ગ્રહણ કરે છે, અમરેન્દ્ર નીચેની જમણી દાઢા ગ્રહણ કરે છે અને બલીન્દ્ર નીચેની ડાબી દાઢા ગ્રહણ કરે છે. બીજા પણ દેવો બીજી અસ્થિઓ ગ્રહણ કરે છે. તે પછી નંદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરીને પોતપોતાની સભાઓમાં વજન ડાભડામાં તે અસ્થિઓ રાખીને તેની પુષ્પ, ધૂપ વગેરેથી પૂજા કરે છે. - કલ્પ. સુબો. વ્યા. 7, પ્રત, પૃ. 182 પૂજનીયની પ્રત્યેક વસ્તુ પૂજકમાં ચોક્કસ ભાવોને જગાડવા માટે સમર્થ હોય છે. ભગવંત પણ જ્યારે જ્યારે સમવસરણમાં પ્રવેશ કરે ત્યારે ત્યારે અશોક વૃક્ષની પાસે આવતાં જ સર્વ પ્રથમ ત્રણ પ્રદક્ષિણા અશોક વૃક્ષને કરે છે. ખરી રીતે તે પ્રદક્ષિણા ચૈત્યવૃક્ષને જ હોય છે, એમ સમજાય છે. . પૂર્વે જે કારણો “નમો તિત્વ' માં દર્શાવવામાં આવ્યાં છે, તેમાંનાં કેટલાંક આ પ્રદક્ષિણાને પણ લાગુ પાડી શકાય તેવાં છે. એમ સમજાય છે કે ક્ષપક શ્રેણીરૂપ મહાધ્યાન વખતે ભગવંતે જે મનોવર્ગણાના પુદ્ગલો લીધા અને મૂક્યા તેનાથી આ ચૈત્યવૃક્ષ વાસિત થઈ જાય છે અને ભગવંતના સંનિધાનની જેમ જ એ વૃક્ષ પણ ભવ્ય જીવોને શુભ ધ્યાનમાં સહાય કરે છે. સમવસરણમાં મધ્યપીઠની મધ્યમાં આ અશોક વૃક્ષ હોય છે અને તેની ઉપર મધ્યમાં ચૈત્યવૃક્ષ હોય છે. ભગવંત ચાલતા હોય છે ત્યારે પણ આકાશમાં સૌથી ઉપર આ ચૈત્યવૃક્ષ અરિહંતના અતિશયો 262
Page #275
--------------------------------------------------------------------------
________________ હોય છે, તે એક મહાન કેવલજ્ઞાન-જય-પતાકા જેવું છે. તે સૂચવે છે કે કર્મરાજના પ્રબલ સેનાની જે ઘાતકર્મો, તેના ઉપર વિજય આ ચૈત્યવૃક્ષની નીચે જ થયેલ છે. આ ચૈત્યવૃક્ષ જ કેવલી તીર્થકર ભગવંતના સંનિધાનમાં સૌથી પ્રથમ આવ્યું છે. તેથી તે મહાભાગ્યશાલી છે. કેવલજ્ઞાન પ્રગટ થતાંની સાથે જ જે મહાન વિજ્ઞાનનંદરૂપ પર બ્રહ્મ ભગવંતના આત્મામાં પ્રગટ થયું, ત્યારે સર્વ પ્રથમ ક્ષણે આ વૃક્ષ જ ભગવંત પાસે હતું. દેવતાઓ તો આસનકંપ પછી કેવલજ્ઞાન કલ્યાણક ઉજવવા આવે છે, જ્યાં વૃક્ષ તો દેવતાઓ કરતાં પણ પૂર્વમાં ભગવંત પાસે હતું. આ વૃક્ષ કેવલજ્ઞાન કલ્યાણકનું પણ ઘાતક છે. કેવલજ્ઞાન કલ્યાણક વખતે સંપૂર્ણ લોક (નારકીના જીવો પણ) ક્ષણવાર આનંદમાં આવી જાય છે અને સર્વત્ર મહાન આલ્હાદક ઉદ્યોત થાય છે. ભગવંતની અતિ નજીક રહીને અરે ! ભગવંતને પોતાની પવિત્ર છાયામાં લઈને, આ એકેન્દ્રિય જીવે (વૃક્ષ) આવા આનંદ અને ઉદ્યોતને અનુભવ્યો ! કેવું ધન્ય એ વૃક્ષ ! આ ચૈત્યવૃક્ષની દેવતાઓ પૂજા કરે છે. એ વિશે લોકપ્રકાશ સર્ગ-૩૦ (પૃ. ૨૬૩)માં શ્રી સમવાયાંગ સૂત્રનું અવતરણ આપતાં કહ્યું છે કે - असुरसुरगरुलमहिया चेइयरुक्खा जिणवराणं / શ્રી જિનવરોનાં ચૈત્યવૃક્ષો અસુરો, સુરો અને ગરુડલાંછનવાળા સુર્પણકુમાર નામના ભવનપતિ દેવતાઓથી પૂજિત હોય છે. સારાંશ એ છે કે વૃક્ષ એ એક મહાન પ્રતીક છે. આપણી દૃષ્ટિએ અશોક વૃક્ષ આદિ પ્રતિહાર્યો અને અતિશયો એ શ્રી તીર્થંકર નામકર્મરૂપ પુણ્યપ્રકૃતિનું ઉદયાન્વિત મૂર્ત સ્વરૂપ છે. 1. ગરુડનો અર્થ શ્રી સમવાયાંગસૂત્ર, સૂત્ર-૩૪, અતિશય-૩૪ માની વૃત્તિના આધારે કરેલ છે. ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના પંદરમા અધ્યાયનો પ્રારંભ વૃક્ષનાં વર્ણનથી થાય છે. આ મહાન પ્રતીકનો નિર્દેશ ઋગ્વદ (1-24-7) અને ઉપનિષદો (કઠોપનિષદુ-૬-૧) માં પણ છે. આ પ્રતીક બધા જ પ્રાચીન લોકોમાં જાણીતું હતું. સ્કેન્ડીનેવિયાના લોકો એને પવિત્ર અંશવૃક્ષ (lgitraril) તરીકે ઓળખાતા અને એનાં મૂળ મૃત્યુ રાજ્યમાં અને શાખાઓ આકાશમાં માનતા. નંતિ-પ્રવેકૃર્યનાજી દેવી હાર્યાને ઉદ્દેશીને સ્વીનબર્ને નીચેની પંક્તિઓ લખી છે : અનેક ભૂલ વૃક્ષ જે આકાશને આંબે છે - રક્તફલથી પરિપક્વ જીવનવૃક્ષ હું છું; તમારાં જીવનની કળીઓમાં મારાં પલ્લવોનો રસ છે, તમે અમર છો, તમારે મૃત્યુ નથી.' બૌદ્ધ ધર્મ, બુદ્ધને જે વૃક્ષ નીચે જ્ઞાન થયું, તેને બોધિવૃક્ષ કહે છે. તેની એક શાખા કાપીને બહુ જ મોટા ઉત્સવપૂર્વક સિલોનમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેનાથી વૃક્ષ રોપવામાં આવ્યું હતું. તે વૃક્ષ પૂજ્ય મનાય છે. તે સ્થળ તીર્થસ્થળ મનાય છે. (આ વર્ણન ભગવદ્ગીતાનો યોગ (મૂળ અંગ્રેજીમાં, લેખક શ્રીકૃષ્ણપ્રેમ અને અનુવાદક શ્રી કિશનસિંહ ચાવડા) પૃ. ૧૨પના આધારે કરેલ છે. અધિક વર્ણન માટે જુઓ એ ગ્રંથ પૃ. 125/126.) ૨૬ર અરિહંતના અતિશયો
Page #276
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૧૯ દેવાધિદેવનાં પાંચ વર્ણ કોઈ પણ તીર્થકરનો દેહ પાંચ વર્ણમાંથી એક વર્ણનો હોય છે. વર્તમાન ચોવીશીમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથ સ્ફટિક સમાન શ્વેત વર્ણના હતા. શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામી પધરાગ મણિ સમાન લાલ વર્ણના હતા. શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને મહાવીર સ્વામી સુવર્ણ સમાન પીળા વર્ણના હતા. મલ્લિનાથ અને પાર્શ્વનાથ પ્રિયંગુ વૃક્ષ સમાન લીલા વર્ણના હતા. શ્રી મનિસુવ્રત સ્વામી અને નેમિનાથ અંજનસમાન શ્યામ વર્ણના હતા. તવા તેવા વિચિત્ર પ્રકારના નામકર્મના ઉદયથી શ્રી તીર્થકર ભગવંતને તેવા તેવા પ્રકારના વર્ણનો દેહ પ્રાપ્ત થાય છે. યોગશાસ્ત્રી, મંત્રશાસ્ત્રો, તંત્રશાસ્ત્રો, ધ્યાનશાસ્ત્રોની દૃષ્ટિએ તે તે પ્રકારના વર્ગો તે તે પ્રયોજનો માટે અગત્યના ગણાય છે. મંત્રશાસ્ત્રના મહાન જ્ઞાતા શ્રી માનતુંગ સુરિએ નમસ્કાર સારસ્વતમાં કહ્યું છે કે -- શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથનું શ્વેતવર્ણમાં બ્રહ્મરંધ્રમાં શ્વેતધ્યાન આમ્નાયપૂર્વક કરવામાં આવે તો તે ધ્યાનના પ્રભાવથી સાધક આત્માને પોતાને કે બીજાઓને સર્વ પ્રકારનાં બંધનોથી મુક્ત કરી શકે છે. વળી આકાશગામિની આદિ વિદ્યાઓથી સંપન્ન થયેલ તે સાધક શાસનનો મહાન પ્રભાવક થાય છે. શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામીનું રક્તવર્ણમાં વિધિપૂર્વક કરાયેલ ધ્યાનના પ્રભાવથી સાધકને ત્રણે લોક વશ થાય છે અને સર્વ લોકો તેના ઉપર પ્રીતિવાળા થાય છે. તે ત્રણે ભુવનને પ્રિય થાય છે. શ્રી ઋષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-સુપાર્થ શીતલ-શ્રેયાંસ-વિમલ-અનંતધર્મ-શાંતિ-કુંથુ-અર-નમિ-વીર તીર્થકરોના સુવર્ણ સમાન પીત ધ્યાનથી જલ, અગ્નિ, રોગ, વિષ, ચોર, શત્રુ, સિંહ, હાથી, સર્પ, યુદ્ધ, શાકિની, ડાકિની, રાકિની, લાકિની, કાકિની અને હાકિની, આ 16 પદાર્થો તત્કાલ સ્તંભિત થઈ જાય છે. : જુઓ નમસ્કાર સ્વાધ્યાય, પ્રાકૃતવિભાગ, પૃ. 268. અરિહંતના અતિશયો 263
Page #277
--------------------------------------------------------------------------
________________ શ્રી મલ્લિનાથ અને પાર્શ્વનાથના લીલવર્ણના ધ્યાનથી આ લોકમાં સર્વ પ્રકારના લાભ થાય છે અને સર્વ ભયો દૂર થાય છે. શ્રી મુનિસુવ્રત અને નેમિનાથના અંજન સમાન શ્યામવર્ણના ધ્યાનના પ્રભાવથી શાસન પ્રભાવક મહાન આચાર્યો શાસનના વિદ્રોહીઓનું ઉચ્ચાટન આદિ કરી શકે છે. મંત્રશાસ્ત્રની દષ્ટિએ પીતવર્ણનું ધ્યાન સ્તંભન, રક્તવર્ણનું ધ્યાન વશીકરણ, શ્યામવર્ણનું ધ્યાન પાપીઓનું ઉચ્ચાટન વગેરે, લીલાવર્ણનું ધ્યાન ઇહલૌકિક લાભ અને શ્વેતવર્ણનું ધ્યાન શાંતિ અને કર્મક્ષયને કરનાર છે. અરિહંતના અતિશયો
Page #278
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૨૦ પ્રકીર્ણ અવતરણો (1) દેવકૃત અતિશયોમાં શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં આપેલ અન્ય વાચનાના મૂલપાઠમાં એક નવો જ અતિશય પ્રાપ્ત થાય છે. તે આ રીતે -- कालागुरुपवरकुन्दुरुक्कतुरुक्कधूवमघमघंतगन्धुद्धयाभिरामे भवइ / ' વિહાર વગેરેમાં ભગવંત જ્યાં બેસે તે સ્થાન અને સંપૂર્ણ સમવસરણનું વાતાવરણ કાલાગુરુ, કુન્દરુક્ક (ચીડા), તુરુક (શિલ્પક) વગેરે નામના ઊંચા અને અત્યંત શ્રેષ્ઠ ધૂપના મઘમઘતા પ્રચુર સુગંધ વડે અત્યંત અભિરામ (રમણીય) કરાય છે. (2) सिंहासणो निसण्णो रत्तासोगस्स हे?तो भगवं / सक्को सहेमजालं सयमेव य गेण्हते छत्तं / / 1985 / / दो होन्ति चामराओ सेताओ मणिमएहिं दण्डेहिं / ईसाणचमरसहिता घरेति ते णातवच्छस्स / / 1986 / / - વિશેષાવશ્યક ભાષ્ય ભા. 1, પૃ. 341. લાલવર્ણના અશોક વૃક્ષ નીચે સિંહાસન પર ભગવાન વર્ધમાન સ્વામી (જ્ઞાતવત્સજ્ઞાતપુત્ર) બેઠા. શક્રેન્દ્ર પોતે ભગવંત પર સુવર્ણની તારોની જાળીવાળું (તોરણવાળું) છત્ર ધારણ કરે છે. ઇશાનંદ્ર અને ચમરેંદ્ર (થી સહિત દેવો) મણિમય દંડવાળા બે શ્વેત ચામરો ધારણ કરે છે. (3) यथा निशीथचूर्णो भगवतां श्रीमदर्हतामष्टोत्तरसहस्रबाह्यलक्षणसंख्याया उपलक्षणत्वेनान्तरंग-लक्षणानां सत्त्वादीनामानन्त्यमुक्तम्, एवमतिशयानामधिकृतपरिगणनायोगेऽप्यपरिमितत्वमविरुद्धम् / જેવી રીતે શ્રી નિશીથચૂર્ણિમાં શ્રી અરિહંત ભગવંતોના 1008 બાહ્ય લક્ષણોને ઉપલક્ષણ કહીને સત્ત્વ વગેરે અંતરંગ લક્ષણોને અનંત કહ્યા છે, એવી જ રીતે 1. સૂત્ર ચોત્રીસની ટીકામાં આપેલ અન્યવાચનામાં અતિશય-૧૯. અરિહંતના અતિશયો 265
Page #279
--------------------------------------------------------------------------
________________ અતિશયોની આ ચોત્રીશ સંખ્યા પરિમિત હોવા છતાં, અતિશયો અપરિમિત-અનંત છે, એમ કહેવું અવિરુદ્ધ છે. - સાદ્વાદ મંજરી, શ્લોક-૧ ટીકા. (4) પદિર - પ્રાતિહાર્ય जिनानामतिशयपरमपूज्यत्वख्यापकालंकारविशेषे, अष्टमहाप्रातिहार्याणि जिनानाम् - अशोक वृक्षः सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासनं च / भामंडलं दुंदुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् / / - અભિધાન રાજેન્દ્ર, ભાગ-૫. પ્રાતિહાર્ય એટલે શ્રી જીનેશ્વર ભગવંતો અતિશય પરમ પૂજ્ય છે એમ બતાવવા તેઓના ગુણો (અતિશય) રૂપ પરમ અલંકાર. તે આઠ છે : (1) અશોક વૃક્ષ, (2) સુરપુષ્પવૃષ્ટિ, (3) દિવ્યધ્વનિ, (4) ચામર, (5) આસન, (6) ભામંડલ, (7) દુંદુભિ અને (8) છત્ર. અતિશય સહજના ચાર, કર્મ અધ્યાથી અગિયાર; આજ હો ઓગણીશે કિધા, સુર ભાસુજી... - ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. કૃત શ્રી સુપાર્શ્વ જિનસ્તવન (6) परचक्रदुर्भिक्षमारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगर्वाद्वहारपवनगन्धादेव भज्यन्ते / - શ્રી હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરા પરચક, દુભિક્ષ, મારિ વગેરે ઉપદ્રવરૂપ હાથીઓ ભગવંતના અચિંત્ય પુણ્યના અનુભાવથી ભગવંતના વિહારથી આંદોલિત પવનના ગંધથી જ નાશ પામે છે. यस्य पुरस्ताद् विगलितमदा न प्रतितीर्थ्या भुवि विवदन्ते / - આચાર્ય શ્રી સમતભદ્ર 266 અરિહંતના અતિશયો
Page #280
--------------------------------------------------------------------------
________________ ભગવંતની આગળ મદરહિત થયેલા અન્ય દર્શનીઓ વિવાદને કરતા નથી. (8) પૂર્વના અનેક જન્મોમાં ભાવિત કરેલ અનવદ્ય (નિષ્પાપ, સર્વહિતકર) ભાવનાઓના સમૂહ વડે નિરંતર સિંચનને પામેલ પુણ્યરૂપ મહાવૃક્ષના ફલસ્વરૂપ અને પરમભક્તિમાં તત્પર દેવસમૂહો વડે વિરચિત અશોકવૃક્ષાદિ અષ્ટ પ્રકારવાળી મહાપ્રાતિહાર્યરૂપ મહાપૂજાના જેઓ પાત્ર છે, તે અરિહંત કહેવાય છે. - અભિધાન રાજેન્દ્ર ભાગ-૧, અરિહંત શબ્દ. (9) શ્રી સિદ્ધાંતસારમુનિ વિરચિત શ્રી સર્જનરત્નરત્નાર : (સંસ્કૃત પ્રત) પ્રકા. જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ (ભાગ-૧, પૃ. 15961) (જે. સા. વિ. મંડળ-પ્રત નં. 3797) આમાં અતિશયો-મહાપ્રાતિહાર્યોનું આલંકારિક ભાષામાં વર્ણન છે. . (10) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ગયો વ્યવર્ઝશિવ ની શ્રી મલ્લિષેણસૂરિ પ્રણીત ટીકા સ્થાન્િવાદ મંજરી (હિંદી અનુવાદ સાથે) સંપા. શાસ્ત્રી જગદીશચંદ્ર એમ. એ. પ્રકા. પરમ શ્રુતપ્રભાવક મંડલ, મુંબઈ. (દાદર જૈન જ્ઞાનમંદિર પુ. નં. 4098) આમાં પ્રથમ શ્લોક-ટીકામાં ચાર મૂલાતિશયોનું વર્ણન છે. (11) શ્રી સિદ્ધર્ષિ પ્રણીત ૩મિતિમવપ્રપંચાિ (પ્રત) પ્રકા. શાહ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, મુંબઈ. આમાં કઠા પ્રસ્તાવમાં પૃ. 902 ઉપર અતિશયો અને પ્રાતિહાર્યોનું ભાવવાહી વર્ણન છે. (દાદર જૈન જ્ઞાનમંદિર, પ્રત. નં. 942). અરિહંતના અતિશયો 267
Page #281
--------------------------------------------------------------------------
________________ (12) ब्रह्मात्मकं परमसौख्यमयं प्रधान - श्वर्य कुकर्मरहितं सहितं गुणोघैः / त्वद्रूपमेव समवेक्ष्य निजस्वरूपं, ते योगिनस्तव पदं भगवल्लभन्ते / / 27 / / त्वद्गोत्रमन्त्रवरवर्णततिं स्वकीये, हृत्पङ्कजे प्रवरपत्रततो निधाय / यो ध्यायति त्रिजगदीश्वर ! तस्य पुंसो, वश्या भवन्ति सकला अपि सिद्धयस्ताः / / 28 / / सालत्रयान्तरतिशुभ्रतरातपत्रं, सिंहासनस्थममरेश्वरसेव्यमानम् / त्वां भासुरातिशयमाशयदेशमध्ये, ध्यायत्ररो भवति भाजनमोशताया: / / 29 / / (13) अशोक: शोकार्ति हरति कुरुते चाद्धतसुख, सदा पोष्यी वृष्टिः किमु नु सुखसृष्टिस्त्रिजगतः / ध्वनिर्दिव्यः श्रोत्रेष्वमृतरसदानैकरसिकः, शरच्चन्द्रज्योत्स्नाधवलचमराली गतमला / / 30 / / स्फुरद्रत्नं सिंहासनमुरुरुचां मण्डलमिदं जनाल्हादिप्रोद्यन्मधुरिमगुणो दुन्दुभिरवः / सितज्योतिच्छत्रत्रितयमिति रम्या अतिशया - स्तव स्वामिन् ! ध्याता अपि विदधते मङ्गलततिम् / / 31 / / (14) रुचिरचमरमाला श्वेतरम्यातपत्र - त्रितयमनुपमोऽयं दुन्दुभीनां निनादः / विविधकुसुमवृष्टिश्चैत्यवृक्षः सुगन्धो, मणिनिकरविनिर्यकान्तिसिंहासनं च / / 14 / / प्रसृतबहुलतेज: पिण्डभामण्डलश्रीः, श्रवणपरमसौख्यदायिदिव्यध्वनिश / इति जिनवर ! वीक्ष्य प्रातिहार्यश्रियं ते, न भवति भुवनालङ्कार ! कस्य प्रमोदः' / / 15 / / युग्मम् / रत्नानि रोहणगिरेः कनकानि मेरो - रूप्यानि च प्रवररूप्यगिरगुहीत्वा / * मंत्राधिराज-चिन्तामणि जैनस्तोत्रसंदोहः-तस्य द्वितीयो विभागः तत्र श्रीभुवनसुन्दरसूरिप्रणीतं श्रीजीराउलीमण्डलश्रीपार्श्वजिनस्तवनम् पृष्ठ-१५१-५२ मन्त्राधिराजचिन्तार्माण जनस्तोत्रसंदोह - तस्य द्वितीयो विभागः तत्र श्रीभुवनसुन्दरसूरि संदृब्यं श्रीपार्श्वनाथस्तवनम् / पृष्ठ-१५८ 1. मन्त्राधिराजचिन्तामणि: जैनस्तोत्रसंदोह - तस्य द्वितीयो विभाग: तत्र श्रीभुवनसुन्दरसूरिप्रणीतं श्रीकृल्पाकतीर्थालङ्कारश्रीऋषभजिनस्तवनम् - पृष्ठ-१६० 268 અરિહંતના અતિશયો
Page #282
--------------------------------------------------------------------------
________________ सालत्रयं प्रवरत्नमयं तु यस्या, देवैस्तवेश ! रचितं निचितं महोभिः / / 10 / / यस्यां नवोपरि परिस्फुटचन्द्रकान्त - चन्द्रेशचन्द्रकरशुभ्रमदभ्रमूर्ति / छत्रत्रयं प्रवरमौक्तिकरत्नराजि - बिभ्राजि राजति तवोज्ज्वलकीर्तितुल्यम् / / 10 / / तापप्रचारशमनः सुमनो निषेव्यः, पादपवित्रितधरो नृसुरप्रमोदी / / स्कन्धश्रिया प्रवरयाऽतिविराजमान - चैत्यद्रुमस्त्वमिव देव ! विभाति यस्याम् / / 11 / / भास्वन्मणीमयमुदारतरप्रभाम्भः, पद्मीभवत्प्रणतदेवकिरीटकोटि / भाति त्वदीयवपुपांशुपुषा हि यस्यां, सिंहासनं स्फुटरुचा मणिनेव मौलि: / / 12 / / सुरासुरैर्निर्मितदण्डमण्डितः, सच्चामरैः शुभ्रतरैः प्रवीजितः / त्वं राजसे यत्र जगत्यते ! यथा, सौदामिनीदामविराजिताम्बुदः / / 13 / / तेज:श्रिया निर्जितभानुमण्डलं, त्वद्रूपलक्ष्म्याः किल कर्णकुण्डलम् / प्रमोदिताखण्डलमण्डलं मुहुर् - भामण्डलं राजति यत्र ते विभो ! / / 14 / / सुरनिकरकराग्रस्तस्रस्तमन्दारजाति - प्रमुखकुसुमवृष्टेर्दम्भत: सेवितुं त्वाम् / उडुततिरवतीर्णा किं नु यत्र त्वदीय - स्फुरदुरुतरकीर्त्या स्फूर्तिमत्या जितेयम् / / 15 / / अयमिव जिनभर्ता दुःखहर्ता सुसम्प - न्मयशिवपदकर्ता वर्ततेऽन्यो न कश्चित् / इति वदति नभःस्थो दुन्दुभिस्ते पुरस्ता -- जिन ! जलधरगजि तर्जयन् यत्र नादः / / 16 / / विलसदमृतधाराः किं पिबाम्येष हर्षा - न्मधुरतरपयो वा कामधेनुस्तनोत्थम् / इति जननिकरेण ध्यायताऽपायि यस्यां पुलकिततनुभाजा नाथ ! गौस्तावकीना / / 17 / / मोहाह्वभूपतिरयं जगतामसाध्यो - ऽसाधि त्वया मदनमुख्यभटैर्युतस्तत् / उत्तम्भितस्तव पुरः सुरसेव्य ! यस्या -- मिन्द्रध्वजस्य मिषतो विजयध्वजोऽयम् / / 18 / / धैर्येणाधरितेन मेरुगिरिणा सर्वसहत्वेन वा, पृथ्व्या निर्जितया स्वरत्ननिचयः प्रादायि यस्ते विभो ! / तेजःश्रीभिरपाकृतैर्दिनकरैर्यद्वा रुचां मण्डलं, तैरेतद विदधे किमित्यविरतं यत तय॑ते कोविदैः / / 19 / / तद्धर्मचक्रं भगवंस्तवाग्रे, देदीप्यते दीप्ति विराजि यत्र / श्रीतीर्थलक्ष्मीललनाललाटे, ललामशोभा प्रथयत् सदापि / / 20 / / युग्मम् / / मणिमयकपिशीर्षकालिरुद्यत् - किरणगणागुरुवप्रशीर्षसंस्था / मुकुरति गगनस्पृशां सुरीणां, वदनविलोकविधौ सदापि यत्र / / 21 / / मणिमयभुविम्बितं निरीक्ष्या - मरनिकरं किमु न: पुरीजिघृक्षुः / प्रचलति सुरसार्थ एष इत्या - कुलहृदयोऽजनि यत्र दैत्यवर्ग: / / 22 / / योन्दुकान्तमयभूमिषु चन्द्रकान्त्या - श्लेषाद्रवामृतरसैर्वचनैश्च तेऽर्हन् ! / पद्भ्यो हृदोऽपि च चलन्मृगलोचनानां, रागः प्रयात्यविकलो मलवज्जलेन / / 23 / / અરિહંતના અતિશયો ર૬૯
Page #283
--------------------------------------------------------------------------
________________ द्वारेषु मौक्तिकमयी: प्रतिबिम्बभाजो - माला विलोक्य मणिभूषु सितेतरासु / रस्ता किमस्मदुरुहारलतेति यस्या - मत्याकुला मृगदृशो हृदयं स्पृशन्ति / / 24 / / तोरणस्थशितिरुङ्मणिमालां, बिम्बितां स्फटिकभूमिषु यत्र / / वीक्ष्य वातचपलां चलतोऽहे - भीतितोऽतितरला महिलाः स्युः / / 25 / / स्फटिककुट्टिमकोटितटीलुठद् - विविधनीलमणीननणीयसः / समवलोक्य हरित्तृणवाञ्छया, यदुपरि त्वरिता हरिणा न के / / 26 / / हर्षोत्कर्षवशप्ररूढरभसप्रारब्धनाट्यक्रिया- भ्रश्यनिर्मलहारमौक्तिकगणंयंपातयाञ्चक्रुषी। पौलोमी पुलकोल्लसत्तनुलता विश्वेश्वर ! त्वत्पुर - स्तस्या यत्र स एव वीजति महानन्दद्रुमोद्भूतये / / 27 / / भक्त्याविष्कृतभावभासुरनरस्वर्वासिनां सन्तते - रुद्गच्छत्पुलकप्रवर्धिततनौ चित्तेऽपि यस्यां मुहुः / स्वामिस्तेङ्ग्रिनिविष्टविस्फुटनखप्रोद्यद्रुचां मण्डलं, व्याहाराश्च मनोहराः सततमप्युयोतमातन्वते / / 28 / / इति विविधविकल्पांस्तन्वती कोविदानां, समवसरणभूमिः कस्य न स्यान्मुदे सा / जिनवर ! तव यस्याः श्रीविशेषावलोकाद, भवति तदपि नूनं स्वर्विमानं विमानम् / / 29 / / (17) रम्योऽशोकतरुः स्फुरत्परिमलाकृष्टालिमालाकुला, वृष्टिः सौमनसी सुरविरचिंता दिव्यो ध्वनिर्बन्धुरः / चञ्चच्चामरमण्डलं स्फुरदुरुश्वेतातपत्रत्रयी, भास्वद् रत्नगणाऽनणुद्युतिभरैराभासि सिंहासनम् / / 19 / / व्योमन्यब्द इवातिमन्द्रमधुरध्वानो नदन दुन्दुभि - मार्तण्डद्युतिमण्डलाभममलं भामण्डलं चाद्भुतम् / इत्येतां भुवनेषु विस्मयकरीं त्वत्प्रातिहार्यश्रियं, दृष्ट्वा कस्य जगन्नमस्य ! न भवत् प्रौढप्रमोदोदयः / / 20 / / 1. श्री भुवनसुन्दरसूरिप्रणीतं श्री जीराउलिमण्डनपार्श्वनाथस्तवनम् / पृष्ठ-१६२-६३-६४-६५ 2. मंत्राधिराज - चिन्तामणि: जैनस्तोत्रसन्दोहः - तस्य द्वितीयो विभागः - तत्र श्री भुवनसुन्दरसूरिसूत्रितं श्री शत्रुञ्जयस्तवनम् - पृष्ठ-१७१ 270 અરિહંતના અતિશયો
Page #284
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૨૧ विनयपिटक બુદ્ધના પ્રાતિહાર્યો બૌદ્ધોમાં પણ પ્રાતિહાર્ય શબ્દ વપરાતો હતો. પાલી ભાષામાં તે માટે પટિર અને પદારિદ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. બૌદ્ધધર્મના મહાન પિટક (આગમ, શાસ્ત્ર) વિનયપિટકના મહાવગ્નમાં ઉત્નપાટિદરિયા નામનું પ્રકરણ છે. તેમાં બુદ્ધના 15 પ્રાતિહાર્યનું વર્ણન છે. હિંદી ભાષામાં તેનો અનુવાદ પં. રાહુલ સાંકૃત્યાયને કરેલ છે, અનુવાદકે પ્રાતિહાર્ય-પાટિહેર-પાટિહારિય માટે ચમત્કાર-પ્રદર્શન શબ્દનો પ્રયોગ કરેલ છે. આ રુવેનપટિરિયા ને સારી રીતે અભ્યાસ કર્યા પછી જણાઈ આવે છે કે એ કાળમાં પ્રાતિહાર્ય શબ્દ ઋદ્ધિના અર્થમાં વપરાતો હતો. એ કથામાં કહ્યું છે કે - કૃમિના પિટિરિન ગમખસત્રો... બુદ્ધના આ ઋદ્ધિપ્રાતિહાર્યથી અત્યંત પ્રસન્ન થએલો ઉરુવેલ કાશ્યપ નામનો જટાધારી તાપસ.... બુદ્ધ આ પ્રાતિહાર્યોનો ઉપયોગ એ તાપસના પ્રતિબોધ માટે કરેલ છે. બુદ્ધ યોજેલા પંદર પ્રાતિહાર્યો સંક્ષેપમાં એ રીતે છે : (1) બુદ્ધ ઋદ્ધિસંપન્ન ઘોર આશીવિષ ચંડ-નાગરાજના તેજને પોતના તેજ વડે ખેંચી લીધું. (2) ચાર મહારાજાઓ બુદ્ધ પાસે ધર્મ સાંભળવા આવે છે. (3) ઇંદ્ર ધર્મ સાંભળવા આવે છે. (4) બ્રહ્મા ધર્મ સાંભળવા આવે છે. 1. વિનદિ મહીવા (પાલી) પ્રકા. : પત્ની પત્નિશન વોઈ, વિદાર રાગ (જુઓ માન્યવર 14, પૃ. 25) 2. વિનયપિટલ (હિંદી) પ્રકા. મહાબોધિ સભા, સારનાથ (જુઓ પૃ. 89, ૩રુવેના મેં મારપ્રવર્ણન) અરિહંતના અતિશયો
Page #285
--------------------------------------------------------------------------
________________ (5) બુદ્ધ પોતાના ચિત્ત વડે બીજાના ચિત્તને જાણી લે છે. (9) એક વખત બુદ્ધના શરીર પર જૂનાં કપડાં હતા. તે ધોવાનો બુદ્ધને વિચાર થયો. તે પ્રદેશમાં પાણી ન હતું. ઇંદ્ર પુષ્કરિણી (સુંદર સરોવર) બનાવી. પછી બુદ્ધને વિચાર આવ્યો. “કપડા શાના ઉપર ધોઉં?” ઇંદ્ર શિલા બનાવી. પછી તે શિલા ઉપર બુદ્ધ કપડાં ધોયાં. (7) બુદ્ધને ભોજનની વિનંતી કરવા તાપસ દૂરથી આવે છે. જ્યાં ભોજન માટે જવાનું હતું તે સ્થળે જંબુવૃક્ષ (જંબુદ્વીપ જેના કારણે જંબુદ્વીપ કહેવાય છે, તે જંબુવૃક્ષ) ના ફળ (જાંબુ) ઋદ્ધિથી લઈ આવીને બુદ્ધ તાપસ પહેલાં જ (ભોજન સ્થળે) પહોંચી જાય છે. (8-9-10) એ જ રીતે બુદ્ધ જંબુવૃક્ષની બાજુનાં બીજાં 3 વૃક્ષો પરથી આંબા વગેરે જાતનાં ફળો લાવે છે. (11) એ જ રીતે બુદ્ધ દેવલોકમાંથી પારિજાત પુષ્પો લાવે છે. (12) યજ્ઞ માટે લાકડાં ફાડવાનાં હતાં. લાકડાં કઠણ હતાં, તેથી તાપસો ફાડી શકતા ન હતા. બુદ્ધના વચન માત્રથી બધાં લાકડાં તરત જ ફાડવાની શક્તિ તાપસોમાં આવી ગઈ. (13) બુદ્ધે કહ્યું, ‘અગ્નિ પ્રગટ થાઓ.” અગ્નિ પ્રગટ થયો. એકી સાથે પાંચસો લાકડાં બળવા માંડ્યા. (14) એક વખત હેમંત ઋતુની હિમની વર્ષાવાળી રાતમાં બુદ્ધ યોગબળથી પાંચસો તાપસી માટે અંગીઠીઓ તૈયાર કરી. (15) એક વખત અકાલ વર્ષા થઈ. આજુબાજુનો બધો પ્રદેશ જળબંબાકાર થઈ ગયો. બુદ્ધને બચાવવા તાપસ નાવ લઈને આવે છે. ત્યાં બુદ્ધને જમીન પર ચાલતા જુએ છે. તે પછી બુદ્ધ આકાશમાં ઊડીને નાવમાં આવે છે.' (આ પંદરમાંના દરેક ચમત્કારથી તાપસ પ્રભાવિત થાય છે, પણ દરેક ચમત્કારના અંત તે એમ જ માને છે કે, “બુદ્ધ મારા જેવા અહેતુ નથી.' બધા જ ચમત્કારો પછી પણ તાપસની એ માન્યતા કાયમ જ રહે છે.) : રાહુલ સાંકૃત્યાયન અનુવાદમાં “રસ્તા પર ફેંકાયેલાં ચીંથરાં' લખે છે. 1. (અહીં યોગબળથી ચમત્કારો બુદ્ધ કર્યા છે, જ્યારે શ્રી તીર્થકર ભગવાન વીતરાગ હોવાથી સ્વયં ચમત્કાર કરતા નથી, પણ ભગવંતના કર્મક્ષયના પ્રભાવથી ચમત્કારો સ્વયં થાય છે - અથવા ભક્તિથી પ્રેરાએલા દેવતાઓ જીવોને ધર્મમાં જોડવા નિમિત્તે ચમત્કારો કરે છે.) ર૭૨ અરિહંતના અતિશયો
Page #286
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ-૨૨ (અષ્ટ મહાપ્રાતિહાર્ય વગેરેનાં ધ્યાનનાં ફળો તો સર્વોત્તમ છે જ, પરંતુ સ્વપ્નમાં જોવાએલાં આ અષ્ટ મહાપ્રાતિહાર્યો રાજ્ય પ્રાપ્તિ વગેરે ફળોને આપનારાં છે, એ આ કથામાં દર્શાવવામાં આવ્યું છે. ગોપાળ (દેવદત્ત)ને અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત શ્રી ઋષભદેવના સ્વપ્નમાં દર્શન થવાથી તે રાજ્ય વગેરે સુખોને પામ્યો.) શ્રી ભક્તામર સ્તોત્ર, પદ્ય-૩૧ની કથા સિંહપુર નગર ધનધાન્યથી સમૃદ્ધ હતું. તેમાં ગોપાળ નામનો એક ક્ષત્રિય વસતો હતો. તે સ્વભાવે ઘણો સરલ હતો અને નિર્ધનાવસ્થાને લીધે લોકોની ગાયો ચરાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત તે ગામમાં પધારેલા જૈન મુનિનાં દર્શન કરવા ગયો. ત્યારે જૈન મુનિએ તેને “ધર્મલાભ' કહ્યો. ગોપાળે પોતાની ભદ્રિક પ્રકૃતિથી પૂછ્યું કે “મહારાજ !ધર્મલાભ એટલે શું ? તમે બધા ભક્તોને આ શબ્દ કેમ સંભળાવો છો ?' ત્યારે જૈન મુનિએ કહ્યું : “હે ભદ્ર!મનુષ્યને ધર્મનો લાભ થાય તો તે પોતાનું જીવન સર્વ રીતે સુખી બનાવી શકે, તેથી અમે લોકોને ‘ધર્મલાભ” થાઓ, એવો આશીર્વાદ આપીએ છીએ.” ગોપાળે કહ્યું : “તો ઘણું સારું. પરંતુ હું ધર્મ વિષે કંઈ જાણતો નથી, માટે કૃપા કરીને મને તેનું સ્વરૂપ સમજાવો.” એટલે મુનિએ તેને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તેમાં દઢ શ્રદ્ધા રાખવાનું કહ્યું, પંચપરમેષ્ઠી મંત્ર આપી તેનો રોજ જાપ કરવાનું જણાવ્યું અને તેનો નિત્યપાઠ કરવાનો નિયમ આપ્યો. ગોપાળ તે પ્રમાણે તેનો નિયમિત પાઠ કરવા લાગ્યો. હવે એક દિવસ રાત્રિએ તેને સ્વપ્ન આવ્યું. તેમાં તેને ત્રણ છત્ર આદિ પ્રાતિહાર્યોથી સહિત શ્રી ઋષભદેવ ભગવાનના દર્શન થયાં. આથી તેને ઘણો જ આનંદ થયો. તેણે પોતાની જાતને ધન્ય માની. સવારે તે ગાયો ચરાવવા ગયો, ત્યાં વરસાદથી ધોવાઈ ગયેલી જમીનની અંદર શ્રી ઋષભદેવ ભગવાનનું બિંબ જોયું, એટલે અત્યંત આનંદ પામી તેને ઉઠાવી લીધું અને નદી કિનારે એક ઝૂંપડી બાંધી તેમાં પધરાવ્યું. તે રોજ તેની સેવાભક્તિ કરવા લાગ્યો. એમ કરતાં છ મહિના વીતી ગયા, ત્યારે શ્રી ચક્રેશ્વરી દેવીએ પ્રસન્ન થઈને ગોપાળને રાજા થવાનું વરદાન આપ્યું અને તે અદૃશ્ય થઈ ગયાં. 1. આ કથા પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કૃત ભક્તામર રહસ્યમાંથી અહીં લેવામાં આવી છે. આ સંસ્કૃત પધ-૩૧મું અને તેનો અર્થ પૃ. 225 ઉપર આપવામાં આવેલ છે. અરિહંતના અતિશયો 273
Page #287
--------------------------------------------------------------------------
________________ હવે ભવિતવ્યતાના યોગે સિંહપુરનો રાજા અકસ્માતું મરણ પામ્યો. તેને ગાદીવારસા જન્મ્યો ન હતો, એટલે રાજ્ય કોને સોંપવું? તે પ્રશ્ન થયો. મંત્રી, સામંતો વગેરેએ સાથે મળીને વિચાર કરતાં એવું નક્કી થયું કે “મહારાજાની એક હાથણી છે, તેની સૂંઢમાં પવિત્ર જળથી ભરેલો સોનાનો કળશ આપવો. એ કળશનું જળ હાથણી જેના પર ઢોળે તેને રાજગાદી સોંપવી.' આ નિર્ણય અનુસાર હાથણીને શણગારવામાં આવી અને તેની સૂંઢમાં પવિત્ર જળથી ભરેલો સોનાનો કળશ આપવામાં આવ્યો. પછી એ હાથણીને પોતાની મેળે જવા દીધી અને મંત્રી વગેરે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હાથણી ફરતી ફરતી નગર બહાર નીકળી અને બાગબગીચા તથા ખેતરો વગેરે વટાવતી જ્યાં ગોપાળ ગાયો ચરાવી રહ્યો હતો ત્યાં આવી અને ગોપાળ પર હાથણીએ કળશ ઢોળ્યો અને તેને સૂંઢ વડે ઊંચકીને પોતાના કુંભસ્થળ પર બેસાડ્યો. એટલે મંત્રી, સામંતો તથા નગરજનોએ તેનો રાજા તરીકે સ્વીકાર કર્યો અને તેની જય બોલાવી. પછી મોટી ધામધૂમથી તેને નગરમાં લાવવામાં આવ્યો અને રાજ્યાભિષેક કર્યો. આ રાજપદ દેવકૃપાથી મળેલું હોવાથી ગોપાળે પોતાનું નામ દેવદત્ત રાખ્યું અને તે મંત્રીમંડળની સલાહ મુજબ રાજ્ય ચલાવવા લાગ્યો. સિંહપુરનું સમૃદ્ધ રાજ્ય આ રીતે એક ગાયો ચરાવનાર સામાન્ય વ્યક્તિના હાથમાં જાય, તે કેટલાક સામંતોને રુચ્યું નહિ, તેથી તેમણે લશ્કર એકઠું કરીને નગર પર ચડાઈ કરવાનો વિચાર કર્યો. તેમના મનમાં એમ કે આ નવો રાજા આપણા બળવાન લશ્કર સામે શી રીતે ટકી શકવાનો? તેને સહેલાઈથી પદભ્રષ્ટ કરીને આપણે રાજ્યનો કબજો લઈ લઈશું અને તેનો ભોગવટો કરીશું. એ યોજના અનુસાર સિંહપુર પર ચડાઈ થઈ. દેવદત્તને આ વસ્તુની ખબર પડતાં તેણે શ્રી ભક્તામર સ્તોત્રની એકત્રીશમી ગાથાનું સ્મરણ કર્યું અને શ્રી ચકેશ્વરી દેવીની આરાધના કરી. એટલે શ્રી ચકેશ્વરી દેવીએ પ્રકટ થઈને કહ્યું : “હે વત્સ ! તું હિંમતથી આક્રમણકારોનો સામનો કર. તને હું જરૂર વિજયી બનાવીશ.” સવારે સિંહપુર પર આક્રમણ થતાં દેવદત્તે તેનો સામનો કર્યો. એ જ વખતે શત્રુ સૈન્ય ખંભિત થઈ ગયું. એટલે કે તેની સર્વ હિલચાલ અટકી પડી અને સર્વ સૈનિકો પૂતળાંની જેમ નિચ્ચેષ્ટ બની ગયા. આ પરિસ્થિતિ જોઈને સામંતો સમજી ગયા કે દેવદત્ત પર દેવના ચારે હાથ છે અને આપણે તેને કોઈ રીતે પહોંચી શકીશું નહિ, એટલે તેમણે દેવદત્તને પ્રણામ કરી પોતાની ભૂલની ક્ષમા માગી અને તેની આજ્ઞાનો સ્વીકાર કર્યો. પછી તો દેવદત્તે પોતાના ભુજાબળથી બીજા પણ કેટલાક રાજાઓને તાબે કર્યા અને માંડલિક પદ પ્રાપ્ત કર્યું, વળી તેણે શ્રી ઋષભદેવ ભગવાનનું એક ભવ્ય મંદિર બંધાવ્યું અને નિરંતર તેમની ભક્તિ કરી પોતાનું જીવન સાર્થક કર્યું. 274 અરિહંતના અતિશયો
Page #288
--------------------------------------------------------------------------
________________ પૂર્તિ ચાર મૂલાતિશયોનું વર્ણન: (1) શ્રી મલ્લિષણસૂરિની સ્યાદ્વાદ મંજરીના પ્રારંભમાં છે. (2) શ્રી રત્નશેખરસૂરિ રચિત શ્રાદ્ધવિધિની પ્રારંભમાં છે. 34 અતિશયોનું વર્ણન: (1) પ્રદ્યુમ્નસૂરિ કૃત વિચારસારમાં છે. (2) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત સુપાર્થ જિનસ્તવનમાં છે. (3) ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કૃત પંચપરમેષ્ઠિ ગીતામાં છે. (4) શ્રી શોભન મુનિ રચિત સ્તુતિ ચતુર્વિશતિકામાં છે. (5) ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્રના અંગ્રેજી અનુવાદમાં છે. (અનુવાદક ડૉ. મિસ હેલન જોન્સન, વોલ્યુમ-૧, પેજ-૫૬). આઠ પ્રાતિહાર્યોનું વર્ણન: (1) જૈન સ્તોત્ર સંદોહ ભાગ-૧. પૃ. ૨૩/૨૪માં સ્તવન રૂપે છે. (2) શ્રી જિનપ્રભસૂરિના પાર્શ્વનાથ પ્રાતિહાર્ય સ્તવનમાં છે. (3) શ્રી જિનસુંદરસૂરિ કૃત સીમંધર સ્વામિ-સ્તવન (ગ્લો. ૨-૯)માં છે. (4) શ્રી જિનપ્રભ સૂરિ કૃત વિરપંચકલ્યાણક સ્તવન (શ્લો. ૧૯-૨૬)માં છે. (5) શ્રી જ્ઞાનસાગર સૂરિ કૃત પાર્શ્વ જિનસ્તવ (શ્લો. ૭/૧૪)માં છે. (6) શ્રી સહજમંડનગણિ કૃત સીમંધરસ્વામિ સ્તોત્ર (૭/૧૪)માં છે. (7) મુનિ શ્રી ધુરંધરવિજયજી કૃત શ્રી ભટેવા પાર્શ્વનાથ ચિત્રસ્તોત્રમાં છે. વાણીના 35 ગુણોનું વર્ણન : સ્તવન રૂપે જૈન સ્તોત્ર સંદોહ ભા. ૧માં પણતી જિણવાણી-ગુણથવણમાં છે. અરિહંતના અતિશયો 275
Page #289
--------------------------------------------------------------------------
________________ ઉપકાર-સ્મૃતિ સર્વ સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાઓએ આજ સુધી મને ધર્મમાં જે કોઈ સહાય કરી હોય તે બધી જ સહાયની હું કદર કરું છું. શાસ્ત્રોમાં માતા, પિતા, શિક્ષકો, એ બધાનાં સંબંધીઓ અને ધર્મદાતા સરુઓને વડીલ કહ્યા છે. એથી મારા સંસારી અવસ્થાના સ્વર્ગસ્થ માતુશ્રી સુશ્રાવિકા શ્રી ચંપાબાઈ તથા પિતાશ્રી ધર્મનિષ્ઠ સુશ્રાવક જેઠાભાઈ પાસુભાઈ શાહ (કચ્છમાં સાંયરા ગામના) અને બીજા પણ પૂર્વાવસ્થાના સંબંધીઓ, શિક્ષકો વગેરેએ મારા આત્માને ઉપયોગી એવી જે કોઈ સહાય કરી હોય, તે બધાના ઉપકારને પણ હું સ્મૃતિપથમાં લાઉ છું. શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ (વિલે પારલે-વેસ્ટ, મુંબઈ)ના પ્રમુખ સુ. અમૃતલાલ કાલીદાસ દોશીનો ફરી ફરી ઉપકાર માનું છું કે તેઓએ મને નમસ્કાર સ્વાધ્યાય, તત્ત્વાનુશાસન, યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણ વગેરે ગ્રંથોનું સંપાદનાદિ કાર્ય સોંપીને મારામાં મારા જીવનમાં સાહિત્ય સર્જનની એક નવી જ દિશા ઊભી કરી. તેઓનાં ગ્રંથોનું કાર્ય કરતાં કરતાં મને નવકાર વિશે ઘણું ઘણું જાણવાનું મળ્યું અને ‘યોગ” અંગે જેન અને બીજા ધર્મોના અનેક અમૂલ્ય ગ્રંથો પણ જોવા મળ્યા. આજ સુધી ધર્મનાં જે કોઈ ઉપકરણો (રજોહરણાદિ)એ મને ધર્મમાં જે સહાય કરી છે તે પ્રત્યે મારા હૃદયનો અહોભાવ વ્યક્ત કરું છું. જે પેનો, પેન્સિલો, કાગળો, શાહી વગેરે સાધનો શ્રી વીતરાગ ભગવંત વિશેના આ લખાણમાં કામ આવ્યા છે, તે બધાને હું મારા મસ્તકે ચડાવું છું. અંતમાં સર્વ ઉપકારક જીવો અને વસ્તુઓને નમસ્કાર કરી આ ગ્રંથ સમાપ્ત કરું છું. અંતિમ અંતિમ મંગલ મેં આ ગ્રંથમાં સાકાર પરમાત્માનું જ સ્વરૂપ રજૂ કર્યું છે, તે તો કેવળ તે પરમાત્માના રૂપનો નાનકડો અંશ માત્ર છે, સંપૂર્ણ રૂપ તો કેવળ કેવલજ્ઞાન વડે ગમ્ય છે. અનંત કેવલીઓએ સાકાર પરમાત્માના જે સ્વરૂપને સાક્ષાત્ જોયેલ છે, તે પરિપૂર્ણ સ્વરૂપને મારા, પવિત્ર ભાવથી સદા નમસ્કાર હો, તે દિવ્યાત્મરૂપ સર્વ જીવોનું નિત્ય કલ્યાણ કરતું રહો. - લેખક 1. યાકિની મહાત્તરાર્ન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગબિંદુ મહાશાસ્ત્રમાં - માતપિતા નાચાર્ય જ્ઞાતિવસ્તથા - એ શ્લોક વડે આ બધાને ‘ગુરુ' (વડીલ) કહ્યા છે. 276 અરિહંતના અતિશયો
Page #290
--------------------------------------------------------------------------
________________ // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || || નમોનમઃ શ્રી ગુરુરામચંદ્રસૂર // અજ્ઞાનમાં અટવાયેલા મુક્તિમાર્ગના મુસાફરને સન્માર્ગનું દર્શન કરાવતું... સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન અને સર્વતોમુખી પ્રચાર પ્રભાવ માટે કટિબદ્ધ ન શાસનના મહાન જ્યોતિર્ધર, પરમાર્થ પ્રવાચક, વ્યાખ્યાને વાચસ્પતિ, સુવિશાળ છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદ પામી સ્થપાયેલ સન્માર્ગ પ્રકાશને પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં જ અનેક ગ્રંથો પ્રકાશિત કરી સન્માર્ગનું વહેણ વહેતું કર્યું. ટૂંક જ સમયમાં અનેક સંસ્કૃત-પ્રાકૃત-ગ્રંથો ઉપરાંત ગુજરાતી-હિંદી અને અંગ્રેજીમાં પણ વિવિધ ગ્રંથો ધ કાશિત કરવામાં અમે સુસફળ બન્યા. | દાતાઓનો ઉલ્લાસભર્યો સહકાર અને વાચકોના વિસ્તૃત પ્રતિસાદ અમારા માટે આ શુભ કાર્યમાં પ્રેરણાના સાત બન્યો છે. પ્રશાંતમૂતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાનું વાત્સલ્યભર્યું આજ્ઞાશાસન અમન જૈનશાસન લક્ષી સાહિત્યના પ્રકાશનમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. ‘સૂરિરામ' ના આજીવન અંતેવાસી તપસ્વીરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજની કૃપા અને ‘સૂરિરામ'ની સિદ્ધનિશ્રાનાં 25-25 વર્ષ સુધી સવગિણ યોગ્યતા પામી તેઓશ્રીમની વિદ્યમાનતામાં અનેકાનેક ગ્રંથોનું સફળ સંપાદન કરી તેઓશ્રીની કૃપા પ્રાપ્ત કરનાર પ્રવચન પ્રભાવક પૂજય સંપાદન કરવા ઉપરાંત ગ્રંથ પ્રકાશન સંબંધી જરૂરી માર્ગદર્શન આપવાની અમારી વિનંતિ સ્વીકારી એ અંગે અમને નિશ્ચિત કર્યા છે, તે બદલ તેઓશ્રીના અમે ઋણી છીએ. - સંમાર્ગ પ્રકાશન
Page #291
--------------------------------------------------------------------------
________________ સમ્યગ્દર્શન પૃ. પર મૂલ્ય રૂ. 100 પ્રવચનકાર :- પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દર્શનને જ પ્રવચનનું કેન્દ્ર બિંદુ બનાવી જગત સમક્ષ રજૂ કરનાર મહાપુરમાં જુદા જુદા સમયે આપેલા વિવિધ પ્રવચનોના અંશો સંગ્રહિત કરી આ ગ્રંથમાં પ્રકાશિત કરાયાં છે. રામાયણનો રસાસ્વાદ - પૂ.પ00-મૂલ્ય રૂા. ૭પ પ્રવચનકાર :- પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અમદાવાદના પ્રમાભાઈ હૉલમાં જન - અનાથી ભરચક સભામાં લાગલગાટ 2 3 રવિવાર સુધી કરેલા ‘રામાયણમાં સંસ્કૃતિના આદર્શ' વિષયક પ્રવચન કી રામાયણ મહાકથાને આવરી લતા ભાગનું એક જ વાલ્વમરૂપ પ્રકાશન. મૃત્યુની મંગળ પળે - સમાધિની સાધના પૃ.૪પર -મૂલ્ય રૂા. પ0 સંપાદક :- પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ છેલ્લા શ્વાસ સમાધિપૂર્વક મૂકવા માટે જીવનમાં સમતા સિદ્ધ કરવી પડે છે. તે માટેની માર્ગદર્શક ચાવીઓ આ પુસ્તકના માધ્યમથી દર્શાવી છે. જૈન શાસનના સમાધિસિંધુ મહાપુરુષ સુરિરામ ! તદુપરાંત અન્ય પણ મહાત્માઓના પ્રરણાપત્રાનો આ સંગ્રહ હરકોઈને અમૂલ્ય કલ્યાણમિત્રની ગરજ સારશે. નવપદ ઉપાસના પૃ. ૪૫ર-મૂલ્ય રૂા. પ0 પ્રવચનકાર :- પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ ‘દશાપોરવાડ સોસાયટી સંધ ના આંગણે વિ. સં. 2051 માં નવપદ ઉપર અત્યંત તાત્ત્વિક વિવેચન યુક્ત પ્રભાવક પ્રવચન કરાયાં હતાં. તેનું સંકલન કરી અત્યંત રીત પ્રકાશિત થયું છે. પ્રવચનનું પ્રતિબિંબા પૃ.૧૨૮-મૂલ્ય રૂા. પ0 પ્રવચનકાર :- પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના પ્રભાવક પ્રવચનામાંથી અંશો ગ્રહણ કરી અલગ-અલગ વિષયવાર વિભાજિત કરી સુંદર ઢબથી રજૂ કરાયાં છે. કે જે વાંચતા પ્રવચનમાં બેઠા હોઈએ એવો આભાસ થવા સાથે સંપરુચિજીવોને તાત્ત્વિક જ્ઞાનની પ્રાપ્તિ થશે. સન્માર્ગ (પાક્ષિક ગુજરાતી આવૃત્તિ) આજીવન લવાજમ રૂા. પ00 પરમાર્થ પ્રવાચક પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક પ્રવચનશો, પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજાના પ્રેરણાદાયી પ્રવચનો. શાસનના સાંપ્રત પ્રશ્રોના માર્મિક માર્ગદર્શના. જિનવાણીનો સંકલપમાં રસાસ્વાદ વગેરે અનેક રેગ્યુલર કોલમ લઈ નિયમિત પ્રકાશિત થતું પખવાડિક, જ્ઞાન જિજ્ઞાસુ સન્માર્ગ પ્રમીઓ માટે અત્યંત ઉપકારક બની રહ્યું છે. . ડા.
Page #292
--------------------------------------------------------------------------
________________ કિંમત રૂા. 625 10) 75 પ0 પુસ્તકનું નામ છે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા (ગુજરાતી) 108 પુસ્તકોનો સેટ (21 - રર પુસ્તકોના 5 સેટ) જ ભગવાને ભાખ્યા ભાવના લેખ જ સમ્યગ્દર્શન છેરામાયણને રસાસ્વાદ જ મૃત્યુની મંગળ પળે - સમાધિની સાધના પ્રેરક પરિવર્તન વિશ્વવિજ્ઞાન : પ્રાચીન અને નવીન જ અગમ્ય જીવસૃષ્ટિ Jainism A Glimpse Atma ! The self દ્રવ્ય સપ્તતિકા છે નવપદ ઉપાસના જ પ્રવચનનું પ્રતિબિંબ જ શ્રી જૈન શાસનની મિલકત પ0 પ0 25 100 5) 10 ‘આચારાંગ સુત્રના વ્યાખ્યાનો' સેટ 1-15, 1500 સંભાર્ય પ્રકાશનના જ્ઞાન પ્રસારમાં આપ આ રીતે સહભાગી બની શકશો. આધાર સ્થંભ - રૂ.૫૧૦૦૦ દરેક પુસ્તકમાં નામ આવશે. સાથે દરેક પુસ્તકની પ-૫ નકલો મળશે. સહયોગી - રૂ.૨૫૦૦૦ દરેક પુરત માં નામ આવશે. સાથે દરેક પુસ્તકની 2-2 નકલો મળશે. આજીવન સભ્ય - રૂ.૨૫60 ઉપલબ્ધ દરેક પુસ્તકો મળશે. સન્માર્ગ પાક્ષિક ' - અંક સૌજન્ય રૂ. 21,000 સન્માર્ગ પાક્ષિક આજીવન સભ્ય - રૂ.૫૦૦
Page #293
--------------------------------------------------------------------------
________________ આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભાગ 1 થી 15. પૃષ્ઠ આશરે 4000 પ્રવચનકાર : પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ આચારાંગ’ એટલે જેનાનું પ્રથમ આગમ. જગતના જુવાનો પરમ મિત્ર મહાગ્રંથ. સાધુઓની સાધનાના મહાપ્રાણ. આ મહાગ્રંથ ઉપર પ્રવચન કાર માપન પોતાની યુવાવસ્થામાં આપેલાં જાશીલાં પ્રવચના અદ્યાવધિ અડધા ઉપર અપ્રગટ હતાં. જેનું સંપાદન કરવાની આજ્ઞા પોતાના છેલ્લા વર્ષમાં પૂજ્યશ્રીએ સંપાદકશ્રીન કરેલ. તદનુસાર તયાર થયેલા 220 પ્રવચનો 15. ભાગમાં વોલ્યુમરૂપ બહાર પડશે. આચારાંગ - વિશેષ યોજના વિ. સં. 2055 ના વર્ષમાં દરેક ભાગો છાપીન શુભ દિવસે પ્રકાશિત કરવા ધારણા છે. 15 ગ્રંથોના સંપૂર્ણ સેટની કિંમત રૂા. 15, રાખવામાં આવેલ છે. સંપર્ક-પુસ્તક પ્રાપ્તિસ્થાન, સન્માર્ગ પ્રકાશન શ્રી. છે. મૂ. તપ. જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પાળ, રીલીફ રોડ, અમદાવાદ - 380 001. શાહ કીર્તિલાલ બાબુલાલ એન્ડ કાં રતનપોળ, ગોલવાડ, અમદાવાદ - 380 001. ફોન - 535 380 ડૉ. રમેશભાઈ એસ. વોરા એમ. ડી. પારિજાત ચિલ્ડ્રન હૉસ્પિટલ, સ્વામિનારાયણ મંદિર રા. કાળપુર, અમદાવાદ - 380 01. ફોન : 16 - 3C શાહ નવિનચંદ્ર તારાચંદ C/o. વિપુલ ડાયમંડ, 205 206, આનંદ, બી, મા'". મરીધર ના સુરત - 395 01. ફોન - 5336 મહેતા જયંતકુમાર શાંતિલાલ C/0. જી. એસ. વેલર્સ છે. 1 18, ગીરગાંવ રોડ, રાજ'બહાદુર બંસીલાલ ભિડ ગ, 3-એ, પહેલે માળ, અપરા હાઉસ, મેમ !', 8. ફાન 33034,
Page #294
--------------------------------------------------------------------------
________________ ulllll (6માર્ગ પ્રકાશ ISBN8]=8769512 ARIHANT NA ATISHAYO MULTY GRAPHICS (022) 2665747/3880208