________________ 74. નમો વિશુદ્ધ અને પવિત્ર ધર્મધ્યાન અને શુક્લધ્યાનને સાધતા અરિહંતોને 75. નમો ક્ષપકશ્રેણીએ ચડેલા અરિહંતોને 76. નમો મોહમલ્લનો નાશ કરતા અરિહંતોને 77. નમો લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાનને પામેલા અરિહંતોને 78. નમો રૂપું, સોનું અને રત્નોથી નિર્મિત ત્રણ ગઢ વડે શોભતા અરિહંતોને 79. નમો દેવનિર્મિત સુવર્ણ કમળોને વિશે પગને સંસ્થાપિત કરતા અરિહંતોને 80. નમો ચતુર્મુખે ચાર સિંહાસને વિરાજમાન અરિહંતોને 81. નમો દેવનિર્મિત ઉત્તમ છત્રોથી શોભતા અરિહંતોને 82. નમો બાર ગુણા ઊંચા એવા દેવકૃત અશોક વૃક્ષની રચના દ્વારા પૂજાતા અરિહંતોને 83. નમો દેવનિર્મિત મણિઓ અને સોનાના દંડવાળા સુંદર શ્વેત ચામરો વડે વીંઝાતા અરિહંતોને 84. નમો દેવતાઓ વડે જેઓની આસપાસ ચારે બાજુ જાનુ પ્રમાણ પુષ્પસમૂહો રચાયા છે એવા અરિહંતોને 85. નમો અગ્રભાગે દેવનિર્મિત સૂર્ય સમાન તેજસ્વી ધર્મચક્ર વડે શોભતા અરિહંતોને 86. નમો પૃષ્ઠભાગે નિર્મલ ભામંડલથી અલંકૃત અરિહંતોને 87. નમો દેવદુંદુભિના નાદથી સૂચિત ત્રિભુવનસ્વામિત્વવાળા અરિહંતોને 88. નમો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોને પ્રતિબોધ કરતી પાંત્રીશગુણયુકત વાણીવાળા અરિહંતોને 89. નમો ભવ્યજનરૂપ કમળોના વિકાસક અરિહંતોને 90. નમો ચૌદ પૂર્વોના બીજભૂત ત્રિપદી ગણધરોને આપતા અરિહંતોને 1. ઘાતી કર્મની ક્ષપણા-ક્ષય અર્થે નવા નવા ગુણસ્થાનની પ્રાપ્તિની વેગવંત ગુણશ્રેણી. 2. લોકમાંના સર્વ પદાર્થોના સર્વ ભાવોને તેમ જ લોકબાહ્ય અવસ્થિત અનંત આકાશરૂપ અલોકના સંપૂર્ણ સાક્ષાત્કારમય સંપૂર્ણ જ્ઞાનને. 3. ભગવંતનું એક મૂળરૂપ પૂર્વદિશામાં અને દેવનિર્મિત ત્રણ રૂપ અન્ય દિશાઓમાં. 4. ભગવંતની ઊંચાઈ કરતાં બાર ગુણા. 5. 35 ગુણોનું વર્ણન દ્વિતીય કર્મક્ષયજ અતિશયના વર્ણનમાં આપેલ છે. 30 અરિહંતના અતિશયો