________________ હવે જ્ઞાનાવરણાદિક ચાર ઘાતિ કર્મોના ક્ષયથી 11 અતિશયો ઉત્પન્ન થાય છે, તે બતાવે 1. ભગવંતના સમવસરણની ભૂમિ માત્ર એક યોજન વિસ્તારવાળી હોય છે, તો પણ તેટલી ભૂમિમાં કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોનો સમાવેશ થાય છે. તેઓ પરસ્પરના સંકોચની બાધાથી રહિત સુખે બેસે છે. ર. ભગવંતની પાંત્રીસ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોને પોતપોતાની ભાષામાં સમજાવવાથી ધર્મનો અવબોધ કરનારી થાય છે. તે વાણી એક યોજનના સમવસરણમાં રહેલાં સર્વ પ્રાણીઓ દ્વારા એક સરખી રીતે સાંભળવામાં આવે છે. જો કે ભગવંત તો એક જ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ વરસાદ પાણીની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીવોરૂપ આશ્રયને પામીને તે તે જીવોની ભાષાપણે પરિણામ પામે છે, તે વિષે કહ્યું છે કે - देवा दैवीं नरा नारी, शबराश्चापि शाबरीम् / तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवगिरम् / / 1 / / ભગવાનની વાણીને દેવતાઓ દેવી ભાષા માને છે, મનુષ્યો માનુષી ભાષા માને છે, ભિલ્લ લોકો પોતાની ભાષા માને છે અને તિર્યંચો પોતાની (પશુપક્ષીની) ભાષા માને છે. આવા પ્રકારના અદ્ભુત અતિશય વિના સમકાલે અનેક પ્રાણીઓને ઉપકાર થઈ શકતો નથી. આ સંબંધમાં એક ભિલ્લનું દૃષ્ટાંત છે. તે આ રીતે - सरःशरस्वरार्थेन, भिल्लेन युगपद्यथा / सरो नत्थीति वाक्येन, प्रियास्तिस्त्रोऽपि बोधिताः / / સરોવર, બાણ અને સારો કંઠ-એ ત્રણે અર્થ કહેવાની ઇચ્છાવાળા કોઈ ભિલ્લે “સો ન0િ -સર નથી' એ વાક્ય કરીને પોતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે : કોઈ એક ભિલ્લ જેઠ મહિનામાં પોતાની ત્રણ સ્ત્રીઓને સાથે લઈને કોઈ ગામ તરફ જતો હતો. માર્ગમાં એક સ્ત્રીએ કહ્યું કે “હે સ્વામી! તમે સુંદર રાગથી ગાયન કરો કે જે સાંભળવાથી મને આ માર્ગનો શ્રમ તથા સૂર્યનો તાપ બહુ દુઃસહ ન થાય.” બીજી સ્ત્રીએ કહ્યું કે - “હે સ્વામી ! તમે જળાશયમાંથી કમળની સુગંધવાળું શીતળ જલ લાવી આપીને મારી તૃષાનું નિવારણ કરો.” ત્રીજી બોલી કે - “હે સ્વામી ! મને મૃગનું માંસ લાવી આપીને મારી સુધાનું નિવારણ કરો.' આ પ્રમાણે તે ત્રણે સ્ત્રીઓનાં વાક્યો સાંભળીને તે ભિલ્લે “સો નત્યિ' એ એક જ વાક્યથી તે ત્રણેને જવાબ આપ્યો. તેમાં પહેલી સ્ત્રી એમ 228 અરિહંતના અતિશયો