SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સ્વયં ભગવંતમાં તો કર્મક્ષયજ અતિશયો છે જ, પણ ભગવંતના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચારે નિક્ષેપાઓ અચિંત્ય સામર્થ્યવાળા છે. પ્રસ્તુત ગ્રંથનો આ વિષય ન હોવાથી અહીં તેનો વિસ્તાર કર્યો નથી. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણનમાં કર્મક્ષયજ આ અતિશયોનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે : વિહાર સમયમાં પોતાની ચારે દિશાએ સવાસો યોજન સુધી લોકોની વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ ભગવંત જગતના જીવોને શાંતિ પમાડતા હતા. રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ ઉંદર, પોપટ, તીડ વગેરે ધાન્યને ઉપદ્રવ કરનારા જીવોની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા. અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણિઓનાં નૈમિત્તિકર અને શાશ્વત વૈર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા. ઔષધ જેમ અજીર્ણ અને અતિસુધાનો નાશ કરે તેમ અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિના ઉપદ્રવનો નાશ કરતા હતા. અંતઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રનો ભય દૂર થવાથી તત્કાલ પ્રસન્ન થયેલા લોકો ભગવંતના આગમનનો મહોત્સવ કરી રહ્યા હતા. માંત્રિક પુરુષ જેમ ભૂત, રાક્ષસ વગેરેથી રક્ષા કરે છે, તેમ જનસંહારને કરનારા ઘોર દુભિક્ષથી ભગવંત સૌની રક્ષા કરતા હતા. 1. પર્વ ૧ર સર્ચ 6, પૃ. ૨૦૪પ. 2. સ્ત્રી, ધન વગેરેના નિમિત્તે થતાં વૈર. 3. ઉંદર-બિલાડીની જેમ જન્મજાત વૈર. 204 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy