________________ જ્યોન્નાવડે ચંદ્રમા જેમ ચકોર પક્ષિઓના નેત્રોને આનંદ આપે છે, તેમતેજના પંજસ્વરૂપ ભામંડલ વડે પરિવૃત-સહિત આપ સજ્જનોનાં ચક્ષુઓને પરમ આનંદ આપો છો. दुन्दुभिर्विश्वविश्वेश ! पुरो व्योम्नि प्रतिध्वनन् / जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमिव शंसति / / 7 / / હે સર્વ વિશ્વના ઈશ ! આકાશમાં આપની આગળ નિનાદ કરતો દેવદુંદુભિ જાણે જગતને વિષે આપ્ત પુરુષોમાં આપનું સર્વશ્રેષ્ઠ સામ્રાજ્ય છે', એમ કહેતો ન હોય. तवोर्ध्वमूर्ध्वपुण्यद्धि-क्रमसब्रह्मचारिणी / छत्रत्रयी त्रिभुवन-प्रभुत्वप्रौढिशंसिनी / / 8 / / ઉત્તરોત્તર વધતી જતી એવી આપની પુણ્ય ઋદ્ધિના ક્રમ સમાન ઉપરાઉપરી રહેલાં ત્રણ છત્રો જાણે ત્રણ ભુવનને વિષે રહેલી આપની પ્રભુતાની પ્રૌઢતાને કહી રહ્યાં છે. एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव / चित्रीयन्ते न के दृष्ट्वा, नाथ ! मिथ्यादृशोऽपि हि / / 9 / / હે નાથ ! ચમત્કારને કરનારી આપની આ પ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને કયા મિથ્યાષ્ટિ આત્માઓ પણ આશ્ચર્ય નથી પામતા ? (સૌ કોઈ આશ્ચર્ય પામે છે.) 288 અરિહંતના અતિશયો