________________ એવી જ રીતે ભગવંત જે વચન બોલે છે તે સામાન્ય વચન હોતું નથી, પણ વચનાતિશય કહેવાય છે. તે વચન 35 ગુણોથી સહિત હોય છે અને તેનાથી એકી સાથે અનેક દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પ્રતિબોધને પામે છે. એવી જ રીતે ભગવંતની જે પૂજા (ભક્તિ વગેરે) દેવતાઓ વગેરે વડે થાય છે, તે કેવળ પૂજા નથી, પણ પૂજાતિશય કહેવાય છે. ભગવંતનાં પાંચે કલ્યાણકોમાં (સ્વર્ગથી ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ સમયે) જગતમાં ઐશ્વર્ય, સત્તા વગેરેમાં સૌથી ચડિયાતા ગણાતા ચોસઠ ઇન્દ્રો પણ ભગવંતની અત્યંત ભાવપૂર્વક પૂજા-ભક્તિ કરે છે. સારાંશ કે ભગવંત જેવી પૂજા જગતમાં કોઈને પણ પ્રાપ્ત થતી નથી, એ પૂજાતિશય છે. ભગવંત જ્યાં વિદ્યમાન હોય તેની ચારે દિશાઓમાં પચીસ પચીસ યોજન, એમ સો યોજન, ઊર્ધ્વ દિશામાં સાડા બાર યોજન અને અધોદિશામાં સાડા બાર યોજન, એમ કુલ૧૨૫ યોજન સુધી લોકોમાં દુર્ભિક્ષ વગેરે સર્વ પ્રકારનાં કષ્ટો શમી જાય છે, તે ભગવંતનો અપાયાપગમાતિશય છે. આવી કષ્ટહારિણી શક્તિ જગતમાં અન્ય કોઈમાં પણ હોતી નથી. અહીં અપાય=કષ્ટ અને અપગમ=દૂર થવું, એ અર્થ સમજવો. ખરી રીતે અતિશયો ચોત્રીસ જ છે, એવું નથી. શ્રી તીર્થકર ભગવંતના અતિશય તો અનંત છે. ચોત્રીસની સંખ્યા બાળજીવોને સમજાવવા માટે છે. ચ્યવન કલ્યાણકથી માંડીને નિર્વાણ કલ્યાણક સુધીની ભગવંતની બધી જ અવસ્થાઓ અલૌકિક હોવાથી અતિશય જ છે. તે અવસ્થાઓની અન્ય કોઈની સાથે પણ સરખામણી થાય જ નહીં, એ અપેક્ષાએ ભગવંતનો સંપૂર્ણ ચરમભવ અને તેની પ્રત્યેક વસ્તુ કે અવસ્થા, તે અતિશય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - तथा चतुस्त्रिंशता ते-ऽतिशथैः सहिता जगत् / दीपयन्ति प्रकृत्योपकारिणो भास्करादिवत् / / ચોત્રીસ અતિશયોથી સહિત અને સ્વભાવથી જ પરોપકારી એવા એ તીર્થકર ભગવંતો જગતને સૂર્ય વગેરેની જેમ પ્રકાશિત કરે છે. તાત્પર્ય એ છે કે ભગવંતની તે પ્રવર અને ઉત્તમ પાત્રતા આઠ પ્રાતિહાર્ય વગેરે પૂજાતિશયથી ઉપલક્ષિત હોય છે. ઉપલક્ષિત એટલે ઓળખી શકાય તેવી, અર્થાત્ આઠ 1. નનુ ગતિશી: વસ્ત્રિમ્ કવ ? न, अनंतातिशयत्वात्, तस्य चतुस्त्रिंशत् संख्यानं बालावबोधाय / શું અતિશયો ચોત્રીસ જ છે? ના. અનંત છે. અતિશયોની ચોત્રીસ સંખ્યા તો બાળજીવો સહેલાઈથી સમજી શકે તે માટે શાસ્ત્રોમાં કહી છે. - વી. . પ્ર. 5, શ્લોક-૯, અવ. અહિંતના અતિશયો - 59