________________ અરિહંત ત્રણે લોકને સર્વદા પવિત્ર કરનારા છે. નામ અહંનું એટલે અરિહંતોનાં ઋષભ આદિ જેટલાં પણ નામો છે અથવા અરિહંત, તીર્થકર, જિન, વિશ્વાત્મા, સર્વજ્ઞ, વીતરાગ, જગન્નાથ વગેરે જેટલાં પણ પર્યાયવાચી નામો કે વિશેષણો છે, તે બધાં જ ભગવંતનું નામ સ્વરૂપ છે. તે આલંબન લેવા યોગ્ય છે. સ્થાપના એટલે ભગવાનની મૂર્તિ, આકૃતિ વગેરે. બધી જ શાશ્વત અને અશાશ્વત જિન પ્રતિમાઓ ઉપાસનીય છે. જે ભવમાં શ્રી તીર્થકર ભગવંતો નિર્વાણને પામે, તે ભવની અપેક્ષાએ છેલ્લા ત્રીજા ભવમાં તેઓ શ્રી તીર્થકર નામકર્મની ઉપાર્જનાનાં હેતુભૂત વીશ સ્થાનકોનું પરમોચ્ચ ભાવથી આસેવન કરે છે. તે વીશ સ્થાનક (આરાધનાનાં સ્થાન, પદ) આ રીતે છે :1. અહેવાત્સલ્ય (અહેસાકાર પરમાત્મા) 2. સિદ્ધ-વાત્સલ્ય (સિદ્ધ=નિરાકાર પરમાત્મા) 3. પ્રવચન-વાત્સલ્ય (પ્રવચન=શ્રુતજ્ઞાન, સંઘ) 4. ગુરુ-વાત્સલ્ય (ગુરુ=ધર્મ પમાડનાર) 5. સ્થવિર-વાત્સલ્ય (સ્થવિર વૃદ્ધ સાધુ) 6. બહુશ્રુત-વાત્સલ્ય (બહુશ્રુત=જ્ઞાની) 7. તપસ્વિ-વાત્સલ્ય 8. સદા જ્ઞાનોપયોગ (ઉપયોગ રમણતા) 9. સમ્યક્ત-અતિચાર વર્જન (અતિચાર=દોષ) 10. વિનય-અતિચારવર્જન 11. આવશ્યક-અતિચારવર્જન 12. શીલવ્રત-અતિચારવર્જન (શીલ મૂલગુણ વ્રત–ઉત્તરગુણ) 13. ક્ષણલવ (સદા વૈરાગ્યભાવના) 14. તપ 15. ત્યાગ 16. વૈયાવૃજ્ય (સાધુસેવા) 17. સમાધિ 18. અપૂર્વજ્ઞાન ગ્રહણ (અપૂર્વ=નવીન) 19. શ્રત બહુમાન (શ્રુત આગમ) 20. પ્રવચનમભાવના (જિનધર્મની ઉન્નતિ) અરિહંતના અતિશયો