________________ પરિશિષ્ટ-૧૩ ઉદ્યોતનસૂરિ વિરચિત કુવલયમાલા (ગુર્જરાનુવાદ) રામવસરણનું વર્ણન સમવસરણ સમયે દેવપ્રવૃત્તિ ત્યારે ભરતક્ષેત્રમાં શ્રી ધર્મનાથ ભગવાનનું તીર્થ પ્રવર્તી રહ્યું હતું. એ સમયે દેવ સેનાપતિએ કરાવેલો ઘંટનાદનો પડઘો ઊછળ્યો. તે પડઘાનાં પુલો અથડાવાથી દેવઘંટો વાગવા લાગ્યા ઘંટારવથી બાકીનાં દેવવાજિંત્રો પણ વાગવાં શરૂ થયાં. તેના શબ્દથી દવયુવતીઓ હુંકાર રા કરવા લાગી. હુંકાર શબ્દના શ્રવણથી વિસ્મિત બનેલા દેવો પ્રિયાના મુખ ઉપર ચપળ દૃષ્ટિ સ્થાપન કરવા લાગ્યા. ચપળ નજરે જોવાથી ગંધર્વના ગીતરવમાં ભંગ પડ્યાં. ભંગ પડવાથી અપ્સરાઓનાં નૃત્યનાં તાલ, લય, માર્ગ વગેરે નાશ પામ્યા અને તેથી લાભાયમાન થયેલી અપ્સરાઓના કલરવ શબ્દથી આકાશ- મંડળ ભરાઈ ગયું. એ પ્રમાણે દેવભવનોમાં અણધાર્યો આસનકંપ થયો, કોલાહલ ઊછળ્યો અને તેનો પડઘો ફેલાયો એટલે સુરવરોએ પૂછ્યું, “અરે આ શું છે ?' એટલે પ્રતિહારીએ વિનંતી પૂર્વક કહ્યું, “હે દેવ ! જંબુદ્વીપના દક્ષિણ ભરતખંડના મધ્યભાગમાં જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તે શ્રી ધર્મનાથ તીર્થકર વિચરી રહેલા છે. તેથી તેમના સમવસરણમાં ભક્તિથી નમેલા મસ્તકવાળા દેવસમૂહથી પરિવરેલા ઇન્દ્ર મહારાજની સાથે જવું જોઈએ.' તે સાંભળી સર્વ દેવોએ સુધર્મ છે જેમનો એવા ધર્મજિનેશ્વરને નમસ્કાર હો,” એમ કહી નમસ્કાર કર્યા. તેમ કરીને ઇન્દ્ર વગેરે દેવો તૈયાર થયા. તે કેવી રીતે જેમ કે - એકદમ ઊંચે દોડતા શ્રેષ્ઠ રથો, બીજાં ઘણાં વાહનો અને વિમાનોથી આકાશમાર્ગ રોકાઈ ગયો છે. અત્યંત આનંદવાળા દેવો કલરવ કરી રહ્યા છે અને હર્ષવશ બની એકસાથે બૂમો પાડી રહ્યા છે. દેવોની પ્રૌઢ દેવાંગનાઓ વિલાસપૂર્વક ધવલ મંગલ ગીતો ગાઈ રહી છે અને રત્નનાં બનાવેલાં નુપૂરની ઘૂઘરીઓના રણકાર થઈ રહ્યા છે. ઉત્તમ શંખ, પડહ, 1. આ ગ્રંથ (પૃ. ૧૬૧૬૨)માંથી એક જ દેવતાએ ભક્તિપૂર્વક રચેલ શ્રી ધર્મનાથ તીર્થકર ભગવંતના સમવસરણનું વર્ણન અહીં આપેલ છે. દેવતાઓ કેવા ઉત્સાહ અને આનંદપૂર્વક ભગવંત તરફ આવવા માટે નીકળે છે, તે વર્ણન અહીં ખાસ વાંચવા જેવું છે. વિશેષાર્થીઓ માટે મૂલ પ્રાકૃત ગ્રંથ પણ જોવા જેવો છે. પ્રાકૃત ગ્રંથ (પ્રકાશક : સિંધી સિરીઝ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, પૃ. 9, પતિ-૧૦ થી પૃ. 97, પંક્તિ-૨૪ સુધી) અરિહંતના અતિશયો 242