________________ - આદિ મંગલ-૧ 1. નમો ચૌદ મહાસ્વપ્ન દ્વારા સૂચિત અવતારવાળા અરિહંતોને 2. નમો ગર્ભમાં ત્રણ જ્ઞાનથી યુક્ત અરિહંતોને 3. નમો ચોસઠ ઇન્દ્રો વડે સ્તવાતા અરિહંતોને 4. નમો ગર્ભમાં મહાયોગનો અભ્યાસ કરતા અરિહંતોને 5. નમો ત્રણે લોકમાં સૂર્યોદય સમાન જન્મોદયને પામેલા અરિહંતાન 6. નમો સર્વ જીવોને સુખદાયક જન્મકલ્યાણકને સંપ્રાપ્ત અરિહંતને 7. નમો છપ્પન દિકકુમારીઓ વડે પ્રસૂતિકર્મને પ્રાપ્ત અરિહંતોને 8. નમો દેવેન્દ્રના કરસંપુટમાં રહેલા અરિહંતોને 9. નમો મેરુપર્વતના મસ્તકે રહેલ સિંહાસન પર વિરાજમાન અરિહંતોને 10. નમો સર્વ દેવતાઓ અને અસુરો વડે કુસુમાંજલિથી પૂજાતા અરિહંતોને 11. નમો ક્ષીરસમુદ્રના જલથી ભરેલા એક હજાર અને ચોસઠ કળશાઓ વડે જન્માભિષેક કરાતા અરિહંતોને 12. નમો શ્રેષ્ઠ પડહ, ભેરી, ઝાલર, દુંદુભિ વગેરે દેવતાઈ વાજિંત્રોના નાદથી પૂજાતા અરિહંતોને 13. નમો અત્યંત સુગંધી શ્રેષ્ઠ ગોશીષ ચંદન વડે પૂજાતા અરિહંતોને 14. નમો જળ અને પૃથ્વી પર ઉત્પન્ન થતા તથા દેવતાઈ પુષ્પોથી વિરચિત મહામાળાઓથી શોભતા કંઠવાળા અરિહંતોને 15. નમો શ્રેષ્ઠ હાર, અર્ધહાર, કડાં અને મુકુટ વડે શોભતા અરિહંતોને 16. નમો શ્રેષ્ઠ વેણુ, વિણા, મૃદંગ, અનેક પ્રકારના તાલ, ઘૂઘરાઓ અને “ઘમઘમ' ધ્વનિઓથી સહિત નૃત્યવિધિ વડે પૂજાતા અરિહંતોને 17. નમો ‘જય જય' શબ્દનો સમુચ્ચાર કરતા દેવતાઓના સમૂહની સાથે માતાના ભવનમાં આવેલા અરિહંતોને 1. ભગવંત ગર્ભમાં આવતાં જ માતાને ચૌદ સ્વપ્ન આવે છે. 2. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. 26 અરિહંતના અતિશયો