________________ કેવલજ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ ભગવંતની સાન્નિધ્યમાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ તો હોય જ છે. આ અતિશય વિશે એક સુંદર સ્પષ્ટતા શ્રી ઋષિભાષિત સૂત્રમાં મળે છે, તે આ રીતે - इंतेहिं जंतेहिं बोहिनिमित्तं च संसयत्थीहिं / अविरहियं देवेहिं जिणपयमूलं सयाकालं / / બોધિ-સમ્યગ્દર્શનની નિર્મલતા માટે સંશયોના સમાધાનના અર્થી એવા આવતા જતા દેવતાઓથી ભગવંતનું પાદમૂલ સદા અવિરહિત હોય છે. જઘન્યથી જે કરોડ દેવતાઓ કહ્યા છે તે તો સેવામાં હોય છે, તદુપરાંત ઉપરની હકીકત જાણવી. બોધિ નિમિત્તે પ્રશ્નોનાં સમાધાનના અર્થી કેવળ દેવતાઓ જ આવ-જા કરે છે, એવું નથી, પણ તે તે ક્ષેત્રમાં અનેક બુદ્ધિશાળી અને લોકમાં ઊંચા ગણાતા એવા અનેક પુરુષો પણ ભગવંતના વિહાર વખતે ભગવંતની પાસે સદા આવ-જા કરતા હોય છે. એમાંથી કેટલાક ભદ્રિક મનુષ્યો તો સદા હાથ જોડીને ભગવંતની પર્યુપાસનામાં તત્પર હોય છે.” આ વિશે શ્રી સમવાયાંગ સૂત્રમાં ત્રણ અલગ અતિશયો ગણાવવામાં આવ્યા છે. તે આ રીતે - અતિશય-૨૪ पुवबद्धवेरा वि य णं देवासुरनागसुवण्णजक्खरक्खसकिंनरकिंपुरिसगरुलगंधब्बमहोरगा अरहओ पायमूले पसंतचित्तमाणसा धम्मं निसामंति / અતિશય-૨૫ अण्णउत्थियपावणिया वि य णमागया वंदंति / 1. આ સૂત્રનો મૂલ સંદર્ભ પરિશિષ્ટમાં આપેલો છે. તેમાં જુઓ ગાથા-૧૧ મી. 2. આ વિષયનો સમાવેશ આપણે ત્યાં આ આતિશયમાં કરવામાં આવ્યો છે, જ્યારે દિગંબર આ વિષયની ગણના ચતુર્થ મહાપ્રાતિહાર્ય તરીકે કરે છે. તે વિશે તિનો ઇત્તિ માં કહ્યું છે કે - ગાઢ ભક્તિમાં આસક્ત, હાથ જોડેલા અને વિકસિત મુખકમલવાળા જનસમૂહો પ્રત્યેક તીર્થકરને વીંટળાઈને ઘેરીને રહેલા હોય છે. દિગંબર માન્યતાને અભિપ્રેત અતિશયોનું સંપૂર્ણ વર્ણન રિનોવપvorત્તિ ના આધારે પરિશિષ્ટમાં આપેલ છે. તે અતિશયોનું વર્ણન ભગવંત પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ કરનારું હોવાથી આરાધક આત્માઓએ તેનો સમુચિત રીતે સમન્વય કરી લેવો જોઈએ. 3. સમવાય સૂ. 34. 138 અરિહંતના અતિશયો